મુલાકાતી નંબર: 430,125

Ebook
ટીન એઈજ દીકરીની શ્રેષ્ઠ મિત્ર – તેની માતા
ટીનએઈજ દીકરીની શ્રેષ્ઠ મિત્ર – તેની માતા થોડા સમય પહેલા આવેલ એક ગુજરાતી પિકચરમાં ટીનએઈજ સંતાનની નિષ્ફળતા માટે તેની માતાનો એક ડાયલોગ હતો કે, ‘તારી સફળતા માટે અમારા સપના ટૂંકા પડ્યા કે અમારા ઉજાગરા ઓછા પડ્યા?’ આ એક વાક્ય ટીનએઈજ બાળકની માતાની સાધના અને સમર્પણ વિશે ઘણું બધું કહી જાય છે. હમણાં વિશ્વસુંદરી બનનાર માનુસી છીલ્લરે ‘માતાના કાર્ય અને સેવાની તોલે એક પણ કામ ના આવે અને તેની કોઈ કિંમત ના હોય’ તેમ કહી માતાના મહત્વને વિશ્વ સમક્ષ રજુ કર્યું. આમ તો માતા અને બાળકનું એકબીજાને સમજવાનું અને મિત્ર બનવાનું કામ માતાની સગર્ભાવસ્થાથી ચાલુ થઈ જતું હોય છે. માતા અને દીકરીના સંબંધોનો સર્વશ્રેષ્ઠ ગાળો તે દીકરીની ટીનએઈજ અવસ્થા. આ સમયમાં માં અને દીકરી એકબીજના સલાહકાર, સખી અને બહેનનો રોલ પણ ભજવતા હોય છે. આ સમયમાં જ દીકરીનું ઋતુકાળમાં થવું, રસોઈ શીખવી, કારકિર્દી માટેનું માર્ગદર્શન, ઘર ચલાવવાની અને સામાજિક જવાબદારીઓને નિભાવવાની આવડત શ્રેષ્ઠ રીતે એક માં જ શીખવી શકે છે. અંતઃસ્ત્રાવના ફેરફારને લીધે દીકરીની ટીનએઈજ અવસ્થામાં ક્યારેક તે બહુ ખુશ હોય તો ક્યારેક તે બહુ શાંત થઈ જશે, ક્યારેક તે ઘણા પ્રશ્નો પૂછશે તો ક્યારેક તેને પૂછેલા એક પણ પ્રશ્નનો તે જવાબ પણ નહીં આપે. આ બધા ફેરફારને શ્રેષ્ઠ રીતે સમજવાની, સહન કરવાની અને તેને શ્રેષ્ઠ રીતે સાનિધ્ય આપી સાચી સલાહ આપવાની આવડત ટીનએઈજ દીકરીની માતામાં જ હોય છે. ટીનએઈજ દીકરીને ઘરની બહારની દુનિયા જોવી હોય છે સમજવી હોય છે અને માતાને ટીનએઈજ દીકરીને ઘરની અંદરની દુનિયા રસોઈ, ઘર ચલાવવાની સમજણ આપવી હોય છે આથી બંને વચ્ચે થોડી ચડભડ પણ થતી રહે છે. હમણાં આવેલ પિક્ચર ‘સિક્રેટ સુપરસ્ટાર’માં એક માતા તેની ટીનએઈજ દીકરી માટે કેટલું સહન કરે છે અને કેટલું જતું કરે છે તે વાત કહેવામાં આવી છે. કઈક અસાધારણ સફળતા મેળવેલ દરેક ટીનએઈજ દીકરીની માતા શ્રેષ્ઠ સહનશક્તિનું સ્વરૂપ હોય છે. દીકરીની સફળતા માટે અને જીવનમાં તે એક ઊંચાઈએ પહોંચે તે માટે દીકરીના આ દસ વર્ષમાં ઘણા બધા તબક્કામાં તેની માતાએ માનસિક મજબૂતાઈ બતાવવી પડે છે. ટીનએઈજ દીકરી અને માતા વચ્ચે બોલાયેલા શબ્દો કરતા આંખોના હાવભાવ અને મૌન દ્વારા સંવાદ થતો હોય છે. મેઘધનુષના સપ્તરંગોની જેમ જીવનના દરેક તબક્કે પિતાના પ્રેમના દરેક રંગનો અનુભવ દીકરીને થાય છે. તેની બાલ્યાવસ્થામાં લાડકોડ, ટીનએઈજમાં ધગધગતા લાવારસ અને લગ્ન પછી તેની વિદાય બાદ ખુબ કુણા અને સંવેદનશીલ પિતાના દર્શન દરેક દીકરીને થતા હોય છે. પણ માતાનો પ્રેમ તો અવિરત, એકધારા નિર્મળ ઝરણાની જેમ દીકરી અનુભવે છે. પોતાના જીવનના ટીનએઈજ તબક્કામાં પોતાના માટે થાક, ઊંઘ, ભૂખ અને કંટાળો ભૂલીને સતત હુંફ આપનાર એક માત્ર વ્યક્તિ હોય તો તે પોતાની માતા હતી તે પણ દરેક દીકરીએ ભૂલવું નાં જોઈએ.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો