મુલાકાતી નંબર: 430,124

Ebook
સંતાનોને થોડી છુટ આપો.
http://digitalimages.bhaskar.com/gujarat/epaperimages/22082017/21mad-pg9-0l.jpg થોડા દિવસ પહેલા એક વડીલ દાદા એકલા મળવા આવેલ. તેઓ ખુબ જ વ્યથિત હતા. તેઓએ તેમની વ્યથા કહી. ‘મારે ત્રણ દીકરા અને એક દીકરી છે. હું મારા એક દીકરા સાથે સંયુક્ત કુટુંબમાં રહું છું. તેને એક જ દીકરો છે જે ૧૫ વર્ષનો છે અને દસમાં ધોરણમાં ભણે છે. મને મારા ચાર બાળકોને મોટા કરતા કોઈ જ તકલીફ નથી પડી. પણ હું જેની સાથે રહું છું તે મારા દીકરાના દીકરાને ઘણી સમસ્યા છે. તેના વર્તનને લઈને ઘરમાં ખુબ જ અશાંતિનો માહોલ સર્જાય છે. તે ખુબ જ ગુસ્સાવાળો અને ચિડિયા સ્વભાવવાળો થઈ ગયો છે. તે વાંરવાર ખોટું બોલે છે. તેના સાચા માર્ક્સ છુપાવે છે. તેની કાર્યક્ષમતા ભણવામાં, ઘરના કામમાં અને રમત ગમતમાં એમ બધી જ જગ્યાએ નબળી થઈ રહી છે. તેને પોતાના પરનો આત્મવિશ્વાસ જ રહ્યો નથી. તેને પોતાના કામોની અને ઘર માટેની કોઈ જ જવાબદારી હોતી નથી.’ વડીલે પોતાના પૌત્રની ઘણી તકલીફો કહી.   વડીલની વાત સાચી છે. વર્ષો પહેલા જ્યારે આપણા વડીલોને ચાર કે પાંચ બાળકો હોય. ઘરની આર્થિક પરિસ્થિતિ ખુબ જ નબળી હોય. તેમણે પોતાના સંતાનો પાછળ પૂરતા સમય અને નાણા ખર્ચ્યા નાં હોય છતાં તેમને પોતાના સંતાનોને લઈને ખાસ સમસ્યાઓ ન હતી. એ વખતે આવકના પૂરતા સાધનો ન હતા તેઓને પોતાનું ઘર ચલાવવામાં જ એટલી વ્યસ્તતા રહેતી કે બાળકો શું કરી રહ્યા છે તે ખબર જ રહેતી ન હતી. એ વખતના બાળકોમાં પણ જેમ વડીલે પોતાના પૌત્રની સમસ્યા કહી તેવી તકલીફો તો ઉદભવતી હતી. પરતું વડીલોનો પ્રેમ, સમય, શક્તિ અને તેમની પાછળ ખર્ચાયેલા નાણા સંપૂર્ણપણે  બિનશરતી રહેતા. તેઓ ક્યારેય પોતાના સંતાનોને ખુબ પ્રશ્નો પૂછતા નહીં. તેઓ પોતાનું સંતાન ક્યાં જાય છે, કોને મળે છે કે શું કરે છે તેની ચિંતા રાખતા નહીં. તેમના આ સ્વભાવને કારણે જ જ્યારે બાળક કોઈ ખોટું કામ કરે કે પરીક્ષામાં ઓછા માર્ક્સ મેળવે તો પણ સલાહ અને શરતોના બોજમાંથી મુક્ત રહી શકતું. આ મુક્ત રહેવા મળતું છતાં એ વખતે બાળકો બગડી જતા હોય તેવું નહતું થતું. આ સ્વતંત્રતાનો ભાર જ સમય સાથે તેમને સમજણ અપાવતો કે મારા માતાપિતા મારે માટે આટલું બધું કરે છે, રાતદિવસ એક કરીને મને ભણાવે છે છતાં મારી નિષ્ફળતાઓ વખતે મૌન રાખે છે. માતાપિતાનું મૌન જ તેમના માટે અસહ્ય રહેતું. તેમના મૌનની ભાષા અને સહનશક્તિની ચરમસીમા જ તે વખતના બાળકોનું હૃદયપરિવર્તન કરાવતી.   અત્યારના માતાપિતા પોતાના એક કે બે સંતાનો માટે ખરેખર ખુબ મહેનત કરે છે. પોતાનો સમય, શક્તિ અને નાણા પોતાના સંતાન માટે ફાળવે છે છતાં જેમ આ વડીલે કહ્યું તેવી પરિસ્થિતિ ઘરમાં સર્જાય છે તેનું કારણ અત્યારના માતાપિતાનો વ્યવહાર સંપૂર્ણ બિનશરતી નથી. તેઓ પોતાનું બાળક ક્યાં જાય છે અને શું કરે છે તેવા પ્રશ્નો વધુ પૂછે છે. સવારથી સાંજ સુધી ઘરની અલગ અલગ વ્યક્તિઓની સલાહના ભાર હેઠળ બાળક રહે છે. ટીનએઈજ શરુ થાય એટલે સંતાનને પોતાની પાંખનો ઉપયોગ કરવાની તક જ તેમને આગળ વધવાનો માહોલ સર્જે છે, ઘરમાં શાંતિનું વાતાવરણ અને બાળકને પોતાની રીતે આગળ વધવાની સમજણ આપે છે.

2 ટિપ્પણીઓ

  1. લેખકરાજેશ રાઠોડ

    on July 5, 2018 at 7:44 am - Reply

    ખુબ સુંદર

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો