મુલાકાતી નંબર: 430,120

Ebook
ટીન એઈજ એટલે પ્રયત્નો અને આત્મવિશ્વાસની જુગલબંધી
  હિમાચલ પ્રદેશમાં ટ્રેકિંગ પર ગયેલી ટુકડીના ટીચરે એક સરસ વાત કહી. અમે બધી ઉંમરની વ્યક્તિઓને ટ્રેકિંગ પર લઇ જઈએ છીએ. પણ અમને સૌથી ઓછી મહેનત અને વધુમાં વધુ આનંદ ટીન એઈજ ગ્રુપ સાથે આવે છે. આ લોકો જરાય થાકતા નથી. એક વાર તેમના મગજમાં એક લક્ષ્ય ગોઠવી દો પછી તે લોકોને  ગમે તેટલી તકલીફો અને વિકટ રસ્તો આવે પણ હસતા મોઢે આનંદથી ધ્યેય પ્રાપ્તિ માટેના પ્રયત્નો તેઓ કરતા હોય છે. ટીન એઈજ બાળકોને હંમેશા માતા-પિતા અને શિક્ષકો દવારા યોગ્ય પ્રોત્સાહન મળવું જોઈએ. એવું બને કે જે કામ બાળક બાર વર્ષ સુધી નહતા કરી શકતા તે અચાનક ટીન એઈજ ચાલુ થતા કરવા લાગે છે. ભણવા સિવાય પણ રમતગમત કે સામાજિક કાર્યોમાં પણ તેઓ રસ લેવા માંડે છે. આ ઉંમરે તેઓ વધુ ને વધુ સપના જોવા લાગે છે. ફેન્ટસી દુનિયાથી તેઓ આકર્ષાય છે જરૂર પણ તેમની શક્તિને માર્ગદશન આપી યોગ્ય રસ્તે વાળવામાં આવે તો તેઓ અકલ્પ્ય સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા હોય છે. ઘણા સફળ ક્રિકેટરો અને ટેનિસ ખેલાડીઓમાં આપણે સાંભળેલું છે કે પંદર કે સોળ વર્ષ સુધી તેઓ ખુબ સામાન્ય પ્રદશન કરતા હતા કે તેમની ગણના શાળામાં પણ માંડ માંડ થતી હોય. તે જ બાળકોના સોળ વર્ષ પછીના તેમના પ્રદશનનો ગ્રાફ અચાનક આકાશને આંબતી સીધી લીટીમાં દોડવા લાગે છે. નસીબ હંમેશા પ્રયત્નો કરનારને સાથ આપે છે. ચમત્કાર હંમેશા આત્મવિશ્વાસ ધરાવનારને સાથ આપે છે. પ્રયત્નો અને આત્મવિશ્વાસની જુગલબંધી ટીન એઈજમાં સોળે કળાએ ખીલેલી હોય છે. આથી જ તેમની અગાઉની ક્ષમતા કે અગાઉના નિષ્ફળ પ્રદશનને ભૂલીને પણ માતા-પિતા અને શિક્ષકોએ તેમને તક આપવી જોઈએ. એવું બને કે તેમના અમુક નિર્ણયો માતા-પિતાને ન ગમે તેવા પણ હોય. માતા-પિતાએ એક વાર તેઓ બાળક પાસે શું ઈચ્છે છે તે જણાવી અંતિમ નિર્ણય લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા બાળકને આપવી જોઈએ. પછી બાળક જે પણ નિર્ણય લે તેને પુરતો સાથ આપવો જોઈએ. તેને એ વાતની પ્રતિતિ કરવી જોઈએ કે તે જેવું પણ પ્રદશન કરશે તેમાં સફળ થવાશે કે નિષ્ફળ, માતા-પિતા હંમેશા તેની સાથે જ છે. પછી જુઓ કે બાળકો કેવા ચમત્કાર સર્જી શકે છે. જ્યારે માતા-પિતાનો સાથ હોતો નથી તો તેમના પ્રયત્નો સાથે તેમના મગજમાં એક ડર પણ રહેતો હોય છે. તેવું નાં થવું જોઈએ. તેમને પુરતો સમય આપી તેમના સ્વપ્નને સાંભળવા જોઈએ. આ જ ઉમરમાં તેઓ નિષ્ફળતાથી ડરતા નથી અને થાકતા નથી. તેઓ પોતાની ભૂલો સુધારીને શ્રેષ્ઠ પ્રયત્નો આ ઉમરમાં જ કરે છે. આ જ ઉંમરે નવા નિયમો તેઓ ખુબ ઝડપથી સમજે છે અને તરત અમલમાં મુકે છે. તેઓ સૂચનો ઝડપથી સ્વીકારી લે છે ભૂલો પણ ઝડપથી સુધારી લે છે. જાણીતા અભિનેતા-દિગ્દર્શક ફરહાન અખ્તરને એક સુંદર વાર્તાનો વિચાર ટીનએઈજમાં જ આવી ગયો હતો. તેમને તક પણ મળી અને ‘દિલ ચાહતા હૈ’ નામનું સુંદર પિક્ચર ખુબ નાની ઉંમરમાં બનાવી તેમની ક્લાપ્નાઓને સાકાર કરી. આ ઉંમરે માતા-પિતાએ ઘરના કામો અને નાનીમોટી જવાબદારીઓ પણ તેમને આપવી જોઈએ. જેનાથી તેમનો આત્મવિશ્વાસ વધે. “એ તો હજુ નાનું બાળક કહેવાય, તેને શું ખબર પડે” જેવી વિચારધારામાંથી બહાર આવી જવું જોઈએ. યોગ્ય માર્ગદર્શનના અભાવે ખરાબ સંગત, વ્યસન કે ગુનાહિત પ્રવૃત્તિઓ પણ આ જ ઉંમરના બાળકો ઝડપથી કરી લેતા હોય છે. નવા વર્ષે સંકલ્પ લઈએ કે આપણી સાથે સંકળાયેલા ટીનએઈજ બાળકોના નવા વિચારો, નવી કલ્પના અને નવા પ્રયત્નોને એક વધુ તક આપીશું. નવા વર્ષે  બધા જ ટીનએઈજ બાળકોને શુભેચ્છા. drashishchokshi.com

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો