મુલાકાતી નંબર: 430,106

Ebook
તક બહાદુરી બતાવવાની
૧૪ તથા ૧૫ અને સપ્ટેમ્બર ૨૦૧૭માં જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે તથા તેમના પત્ની અકી આબે અમદાવાદના મહેમાન બન્યા હતા. આ વખતે શ્રીમતી અકી આબેએ વસ્ત્રાપુર ખાતે અંધજન મંડળની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓ ભારતની પહેલી મુક-બધીર-અંધ ફિઝીઓથેરાપીષ્ટ શ્રુતિલત્તાને મળ્યા. દિવ્યાંગ ડોક્ટર શ્રુતિલત્તાને મળી શ્રીમતી આબે ખુબ આનંદિત થયા. તેમણે શ્રુતિલત્તાને તેના આવતા વર્ષો માટે શુભેચ્છા આપી. આપણને પણ વિચાર આવે કે આટલી તકલીફો સાથે શ્રુતિલત્તા કઈ રીતે ફિઝીઓથેરાપિસ્ટ બની શકી હશે. જ્યારે કોઈ પણ વ્યક્તિ કઈક કરી બતાવવાની ઈચ્છા મનથી કરે છે ત્યારે દુનિયાની સમગ્ર શક્તિ તેની મદદે આવે છે. ક્રિકેટ જગતનો આવો જ એક અશક્ય અને અવિસ્મરણીય પ્રસંગ જોઈએ. એ દિવસ હતો ૧૪ જુલાઈ ૧૯૮૪નો. ઇંગ્લેન્ડ અને વેસ્ટઇન્ડીઝની ત્રીજી ટેસ્ટ ઇંગ્લેન્ડના હેડિંગ્લે ખાતે રમાઈ રહી હતી. પાંચ ટેસ્ટની સિરીઝની અગાઉની બે ટેસ્ટ ઇંગ્લેન્ડ હારી ચુક્યું હતું. ઇંગ્લેન્ડના કેપ્ટન ડેવિડ ગોવરે ત્રીજી ટેસ્ટમાં જ ઇંગ્લેન્ડ સિરીઝ હારી ના જાય તેની પૂરી તૈયારી કરી હતી. સામે વેસ્ટ ઇન્ડીઝની ટીમ એ સમયની દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમ ગણાતી હતી. કેપ્ટન ક્લાઈવ લોઈડ, ગોર્ડન ગ્રીનીચ, ડેસમંડ હૈઇન્સ અને વીવ રિચાર્ડસ જેવા ધુરંધર બેટ્સમેનો ટીમમાં હતા. માઈકલ હોલ્ડીંગ, જોએલ ગાર્નર, એન્ડી રોબર્ટસ અને માલ્કમ માર્શલ જેવા ફાસ્ટ બોલરોએ ક્રિકેટ વિશ્વમાં આતંક મચાવ્યો હતો. કાચાપોચા બેટ્સમેન તો તેમની સામે ઉભા રહેતા જ ધ્રુજતા હતા. પહેલા દિવસે સવારે જ ઇંગ્લેન્ડના ઓપનર ક્રીસબ્રોડના એક શોટને રોકવા જતા માલ્કમ માર્શલના ડાબા હાથના અંગુઠે બે ફ્રેકચર થયા. ડોકટરોએ તેને ૧૦ દિવસ સુધી ક્રિકેટથી દુર રહેવાની સલાહ આપી હતી. માલ્કમ માર્શલ ફિલ્ડમાંથી બહાર જતા ઈંગ્લેન્ડના ક્રિકેટરોએ ઘણી રાહત અનુભવી. તેમણે તેમની પહેલી ઇનિંગમાં ૨૭૦ રન કર્યા. બીજા દિવસે વેસ્ટ ઇન્ડીઝ તેની પહેલી ઈનીગમાં ૨૩૦ રનમાં જ છ વિકેટ ગુમાવી ચુક્યું હતું. હજુ તેમનો એક મુખ્ય બેટ્સમેન લેરી ગોમ્સ બેટિંગમાં હતો. ત્રીજા દિવસે સવારે પાછળના બેટ્સમેનોના સહયોગથી વેસ્ટ ઇન્ડીઝે ઈંગ્લેન્ડના ૨૭૦ રનના સ્કોરને પાર કર્યો. તેઓ ૨૯૦ એ પહોંચ્યા અને તેમનો નવમો બેટ્સમેન જોએલ ગાર્નર આઉટ થયો. આ વખતે ગોમ્સ ૯૬ રને દાવમાં હતો. માલ્કમ માર્શલ ઈજાગ્રસ્ત હતા અને ડોકટરોએ તેને ક્રિકેટથી દુર રહેવા માટે ગંભીર ચેતવણી આપી હતી. આથી ઇંગ્લેન્ડના ખેલાડીઓએ અને સ્ટેડિયમમાં હાજર પ્રેક્ષકોએ માની જ લીધું હતું કે વેસ્ટ ઇન્ડીઝનો દાવ પૂરો થઈ ગયો છે. ખુદ ગોમ્સે પેવેલિયન તરફ ડગ માંડવાની તૈયારી કરી. પણ સહુના આશ્ચર્ય વચ્ચે બધાએ જોયું કે ડાબા અંગુઠાના ફ્રેકચરની સાથે માલ્કમ માર્શલ ક્રીઝ પર આવી રહ્યો છે. તેણે ગોમ્સને એક સુંદર સ્માઈલ આપી સ્ટ્રાઈક લેવાનો સંકેત આપ્યો. તેનો આશય માત્ર ૯૬ રને અણનમ રહેલા તેના સાથીની સદી પૂરી કરવામાં મદદ કરવાનો હતો. ગોમ્સે સદી પૂરી કરી. કહે છે ને કે હિંમત બતાવીને હારવું સારું પણ હિંમત નાં હારવી. માલ્કમ માર્શલે એલોટના એક બોલને એક હાથે સુંદર સ્ક્વેર કટ મારી બાઉન્ડ્રીની બહાર પણ મોકલી બતાવ્યો. વેસ્ટ ઇન્ડીઝની પહેલી ઇનિંગ ૩૦૨ રને પૂરી થઇ ત્યારે ગોમ્સના ૧૦૪ રન થયા અને વેસ્ટ ઇન્ડીઝને ૩૨ રનની લીડ મળી. ઇંગ્લેન્ડના ખેલાડીઓ જ્યારે માલ્કમ માર્શલ બેટિંગમાં ઝઝૂમી રહ્યા હતા ત્યારે હસી રહ્યા હતા. તેમનું આ હાસ્ય જો કે લાંબો સમય ટક્યું ન હતું. કારણકે માલ્કમ માર્શલને આ દરમ્યાન કઈક વિશિષ્ટ કરી બતાવવાની પ્રેરણા મળી ચુકી હતી.   ઇંગ્લેન્ડની બીજી ઈનીગમાં તેમના આશ્ચર્ય વચ્ચે માલ્કમ માર્શલ બોલ લઈ ઓપનિંગ બોલિંગ કરવા તૈયાર હતા. માર્શલે બોલ ફેંકતી વખતે તેની જે સ્ટાઈલ હતી તે અનુસાર રન અપ વખતે જ તે ડાબા હાથમાંથી જમણા હાથમાં બોલ પસાર કરતો હતો તેવું કર્યા વિના તેણે બોલ ફેંકવાના શરુ કર્યા. ફાસ્ટ બોલરો માટે પોતાની સ્ટાઈલ બદલીને બોલ ફેંકવાનું ખુબ અઘરું હોય છે. સંકલ્પ હંમેશા માણસને સફળતા અપાવે છે અને સંશય નિષ્ફળતાની નજીક લઈ જાય છે. ‘માકો’ના હુલામણા નામથી ઓળખાતા બાર્બાડોસના આ ખેલાડીના  હાથમાંથી અગનગોળાની જેમ છુટતા એક સુંદર બોલે ઓપનર ક્રીસ બ્રોડને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો. આ ક્રીસ બ્રોડના જ એક શોટથી માર્શલના ડાબા હાથના અંગુઠે બે ફ્રેકચર થયા હતા. ઇંગ્લેન્ડના બોલરોએ અમ્પાયરને ફરિયાદ કરી કે માર્શલના પ્લાસ્ટરની ચમકને લીધે તે જ્યારે બોલ ફેંકે છે ત્યારે તેઓની એકાગ્રતામાં ભંગ થાય છે. તુરંત માર્શલે પ્લાસ્ટર કાઢી સાદો ઇલાસ્ટોક્રેટ બેન્ડેજ બાંધી બોલ ફેંકવાના ચાલુ રાખ્યા. થોડીક ઓવરો પૂરી થઇ, ઇંગ્લેન્ડ હજુ ઉભું થવાનો પ્રયત્ન કરતું હતું ત્યાં અચાનક ઇંગ્લેન્ડના એક બેટ્સમેન ફાઉલરના એક શોટનો કેચ માર્શલે એક હાથે કરીને સ્ટેડિયમમાં બેઠેલા પ્રેક્ષકોને સ્તબ્ધ કરી દીધા. ત્રીજો દિવસ પૂરો થયો ત્યારે ઇંગ્લેન્ડનો સ્કોર હતો ૧૩૫ રન અને મુખ્ય છ બેટ્સમેનો આઉટ થઈ ગયા હતા. આમાં માર્શલનો ફાળો ત્રણ વિકેટનો હતો. સાથે ઇંગ્લેન્ડના માથે ૩૨ રનનું દેવું પણ હતું. ત્યાર પછીનો રજાનો દિવસ માલ્કમ માર્શલના અંગુઠા માટે અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ માટે ખુબ પેઈનફૂલ રહ્યો. ચોથા દિવસે સવારે માર્શલે તેની કારકિદીના શ્રેષ્ઠ સ્વીંગ બોલ એક હાથે ફેંકી બતાવ્યા. તેણે તેની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સ્પેલ ૨૬-૯-૫૩-૭ નાખ્યો. (૨૬ ઓવરમાં નવ મેઈડન ઓવર નાખી, ત્રેપન રન આપી સાત વિકેટ લીધી). તેના આ દેખાવે ક્રિકેટના માંધાતાઓને પણ અચંબામાં મૂકી દીધા. જીતવાની ત્યારે જ મઝા આવે જ્યારે બધા નિષ્ફળતા, અશક્ય અથવા હાર માનીને જ બેઠા હોય. ઇંગ્લેન્ડનો દાવ ૧૫૯ રનમાં જ સમેટાઈ ગયો. જીત માટે જરૂરી ૧૨૮ રન વેસ્ટ ઇન્ડીઝે માત્ર બે વિકેટના ભોગે જ કરી લીધા. ઇંગ્લેન્ડના મુખ્ય બોલર બોબ વિલિસની આ અંતિમ ટેસ્ટ હતી. તે ટેસ્ટ અને પછી તો પાંચ ટેસ્ટની આખી સિરીઝ ૫-૦ થી વેસ્ટ ઇન્ડીઝે જીતી બતાવી. સિરીઝ જીત્યા પછી કેપ્ટન ક્લાઈવ લોઇડે પત્રકારોને કહ્યું કે માર્શલની હિંમતે અમારો આત્મવિશ્વાસ ખુબ વધાર્યો હતો. છેલ્લા ૧૫૦ વર્ષમાં  ક્રિકેટરો ઈજાગ્રસ્ત થયા હોય અને પછી હિંમત બતાવી રમ્યા હોય તેવી પ્રથમ દસ ઘટનામાં આ ઘટનાનો સમાવેશ થાય છે. માર્શલે સાબિત કરી બતાવ્યું હતું કે જીવનમાં અશક્ય લાગતી વસ્તુઓમાં પણ પ્રયત્નોની ઊંચાઈ જ એટલી બધી રાખવી કે સંજોગોએ પણ તેની આગળ ઝૂકવું પડે. માર્શલે એક હાથે હિંમત બતાવી બેટિંગ કરી, અદભુત ફિલ્ડીંગ ભરી, કેચ પણ કર્યો અને જીવનની શ્રેષ્ઠ સ્પેલ ધરાવતી બોલિંગ પણ કરી. હંમેશા માટે ક્રિકેટ રમવા માટે મુશ્કેલી પડી શકે છે તેવી ડોકટરોની સલાહને પણ તેણે દેશ માટે અને મિત્ર માટે જરૂર હતું એટલે અવગણી. ક્રિકેટ જગતના ઇતિહાસના બાર ધુરંધર ફાસ્ટ બોલરોમાં માલ્કમ માર્શલનો સમાવેશ થાય છે. ફાસ્ટ બોલ ફેંકવા સાથે બેટ્સમેનમાં ભય ઉભો કરવાની શરૂઆત તેમણે કરી હતી. માર્શલ જ્યારે ૩૮ વર્ષના હતા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમને કોલોન (આંતરડા)નું કેન્સર છે. પછીના વર્ષો પણ તે ખુબ હિંમતથી જીવ્યા. ૪ નવેમ્બર ૧૯૯૯ ના દિવસે ૪૧ વર્ષની નાની ઉંમરે જ્યારે તેમણે દુનિયામાંથી વિદાય લીધી ત્યારે તેમના કોફીનને વેસ્ટ ઇન્ડીઝના પાંચ ભૂતપૂર્વ કેપ્ટનોએ ઉચક્યું. વેસ્ટ ઇન્ડીઝના બાર્બાડોસના એક મુખ્ય રસ્તાનું નામ અને ત્યાંની એક ક્રિકેટ ટ્રોફીનું નામ પણ તેમના નામથી રાખવામાં આવ્યું છે. જીવનમાં જીતવાની તક તો ઘણીવાર મળે છે પણ બહાદુરી બતાવવાની તક ભાગ્યેજ મળે છે.      

12 ટિપ્પણીઓ

  1. લેખકK.M.KOTECHA

    on September 17, 2017 at 3:36 am - Reply

    Very good. Nice presentation I like too much. Keep it up. All the best. Masa.

    • લેખકDr.Ashish Chokshi

      on September 17, 2017 at 11:14 am - Reply

      Dr.Ashish Chokshi

      thanks

  2. લેખકK.M.KOTECHA

    on September 17, 2017 at 3:38 am - Reply

    Very good. Nice Article.

    • લેખકDr.Ashish Chokshi

      on September 17, 2017 at 11:19 am - Reply

      Dr.Ashish Chokshi

      આભાર કોઈ સુચન હોય તો જણાવજો.

  3. લેખકParag Kothari

    on September 17, 2017 at 3:38 am - Reply

    True Sir Ji
    Absolutely right

    • લેખકDr.Ashish Chokshi

      on September 17, 2017 at 11:15 am - Reply

      Dr.Ashish Chokshi

      આભાર પરાગભાઈ.

  4. લેખકdr Paresh somani

    on September 17, 2017 at 5:09 am - Reply

    inspiring and motivating !

    • લેખકDr.Ashish Chokshi

      on September 17, 2017 at 11:16 am - Reply

      Dr.Ashish Chokshi

      yes dr pareshbhai. we are getting inspiration from this great people.

  5. લેખકVijay N Bharad Singer and Musician

    on September 17, 2017 at 7:21 am - Reply

    હિંમતે મર્દા તો મદદે ખુદા

    • લેખકDr.Ashish Chokshi

      on September 17, 2017 at 11:17 am - Reply

      Dr.Ashish Chokshi

      સાચું વિજયભાઈ, હિંમત રાખનારને જ મદદ કરવાનું ખુદાને ગમે છે.

  6. લેખકDr. Shail Patel

    on September 17, 2017 at 9:36 am - Reply

    સુન્દર, સરળ અને સચોટ… ખૂબ જ પ્રેરણાત્મક…

    • લેખકDr.Ashish Chokshi

      on September 17, 2017 at 11:18 am - Reply

      Dr.Ashish Chokshi

      કપરા સંજોગોમાં કઈક મેળવનાર પાસેથી હંમેશા પ્રેરણા મળે છે.

Leave a Reply to Dr.Ashish Chokshi જવાબ રદ કરો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો