મુલાકાતી નંબર: 430,127

Ebook
માતા (જીવન દર્શન – પ્રકરણ ૨)
માતા
  • મહાભારતના યુધ્ધનો એક પ્રસંગ છે. અશ્વત્થામાએ દ્રૌપદીના પાંચ બાળકોને મારી નાખ્યા. બદલો લેવા માટે અર્જુન શત્રુ અશ્વત્થામાને પકડીને બાંધીને ઘરે દ્રૌપદી સમક્ષ લઈ આવ્યા. બાંધેલા અશ્વત્થામાને જોઈ દ્રૌપદી પોતાનો પુત્ર વિયોગ ભૂલી ગયા. દ્રૌપદીએ અર્જુનને કહ્યું, આજે હું મારા પુત્ર વિયોગમાં રડું છું. તમે અશ્વત્થામાને મારશો તો તેની માતા તેના પુત્રના વિયોગમાં રડશે. તેને છોડી દો.મા ની મમતા એક ‘મા’ જ સમજી શકે.
  • ઘણા લોકો કોઈ એક વ્યક્તિને લિફ્ટ આપી હોય તો પણ ક્યાય સુધી યાદ કર્યાં કરે છે. પરંતુ પોતાની માતાએ તેની કોખમાં નવ મહિના લિફ્ટ આપતા કેટલા દુખો સહન કર્યા હશે તે વિચારતા નથી. કવિ રાજેશ વ્યાસ 'મિસ્કીન' માતા વિશે કહે છે, જન્મદાતા અને જીવનદાતા માતાને આંખ સામે અસહ્ય પીડામાંથી જોવી અને અંતે મૃત્યુ પામતી જોવી એ હચમચાવતી ઘટના છે. મા ની હાજરી જ ઘરમાં પ્રાણ પૂરે છે. કોઈ પણ જગ્યાને 'ઘર' બનાવવાની વિશેષ શક્તિ માતામાં હોય છે તે સમજાવતા કવિ કીર્તિકાન્ત પુરોહિત કહે છે, 'મા હતી બસ ત્યાં સુધી તો ઘર હતું, મા જતા, ઘર માત્ર રહેવાનું  સગવડ બની રહ્યું.'
  • માતા એટલે તપ અને ત્યાગની મૂર્તિ. માં પોતે ઉદાસ થઇ શકે છે પણ પોતાના સંતાનોને ક્યારેય નિરાશ કરતી નથી. દુનિયાના દરેક સંબંધમાં કઈક ને કઈક ચુકવવું પડતું હોય છે ફક્ત માતા જ પોતાના બાળકોને બધુ જ ‘બિનશરતી’ આપે છે. જ્યારે એક રોટલીના ચાર ટુકડા હોય અને પાંચ વ્યક્તિઓ હોય તો ‘મને ભૂખ નથી’ તેવું બોલનાર વ્યક્તિ ‘માં” જ હોય છે.
  • માતા સમાન કોઈ સહારો નથી. માતા સમાન કોઈ છાયડો નથી. માતા સમાન કોઈ રક્ષક નથી. પણ જ્યારે ભાઈઓ નાના હોય ત્યારે ઝગડે છે કે ‘મા મારી છે, મા મારી છે.’ મોટા થઈને મા ને સાચવવાની સામાજિક જવાબદારી આવે છે ત્યારે પણ તેઓ ઝગડે છે, ‘મા તારી છે, મા તારી છે.’
  • કોઈની પાસે ખુબ મિલકત હશે પણ માં નહીં હોય તો તે પોતાની પાસે કઈક ખૂટે છે અને બિનસલામતી વાળી  લાગણી સતત અનુભવતો હશે. જેની પાસે કશું જ નહીં હોય પણ પાસે માં હશે તો તે આત્મવિશ્વાસ સભર અને પોતાની પાસે બધું જ છે તેવી સલામતી અનુભવતો હશે. આ વાક્યને સમજવું હોય તો 'દીવાર' પિકચરમાં અમિતાભ બચ્ચન કહે છે કે, 'મેરે પાસ ધન, દૌલત, બંગલા ગાડી સબકુછ હૈ, તેરે પાસ ક્યા હૈ?' જવાબમાં શશીકપૂર બોલે છે, 'મેરે પાસ માં હૈ' તે સીન જોવો પડે.
  • ભલે માતા પોતાના બાળક માટે ઉચ્ચ પ્રકારના શબ્દો ન વાપરી શકે પણ ઉચ્ચ પ્રકારની ભાવના જરૂર રાખે છે. થોમસ આલ્વા એડીસનને સ્કુલમાંથી પણ કાઢી મુકવામાં આવ્યા હતા. તેમણે તેમની માતા માટે કહ્યું, ‘હું મારી જિંદગીમાં ચમત્કારિક પરિણામ લાવી શક્યો કારણકે મારી પ્રેમાળ માતાએ કદી મારામાંથી વિશ્વાસ ગુમાવ્યો નહીં.’ ભગવાને મા નું સ્થાન એટલું બધું ઊંચું મૂકી દીધું છે કે ‘મા’ ની મમ્મી ને ‘નાની માં’ કહીએ છીએ ‘મોટી માં’ નહીં.
  • છેલ્લો બોલ : માતાએ હંમેશા બાળકોમાં પોતાનું સર્વસ્વ રેડવાનું જ હોય છે. પહેલા રક્ત, પછી દૂધ, પછી સંસ્કાર અને છેલ્લે બાળકનાં સુખ માટે આંસુ.
  • (લેખકના પુસ્તક જીવન દર્શનનું પ્રકરણ - ૨)

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો