Ebook
ખૂણે ખાંચરેથી વાંચેલી શ્રેષ્ઠ ૧૦૦ પોઝીટીવ વાર્તાઓ

147: 09/08/2020

 

146 : 09/08/2020

સુમો મોટર્સ

ટાટા મોટર્સના સીનીયર અધિકારીઓ રોજ બપોરનું ભોજન સાથે લેતા હતા. રોજ અધિકારીઓ સાથે જ ભોજન લેતા કંપનીના અધ્યક્ષ  સુમંત મૂલગાંવકર થોડા દિવસથી  ભોજન વખતે ગાડી લઇ બહાર જતા રહેતા હતા અને ભોજન અવકાશ પૂરો થાય ત્યારે ઓફિસમાં પરત આવી જતા હતા. અધિકારીઓમાં એવી અફવા ઉડી કે ટાટા મોટર્સના ડીલર તેમને માટે પંચતારક હોટલમાં જમવાની વ્યવસ્થા કરે છે તેથી સાહેબ પંચતારક હોટલમાં રોજ જમવા જાય છે. અફવાએ કુતુહુલનું રૂપ લીધું અને એક દિવસ સુમંત મૂલગાંવકર જેવા તેમની ગાડી લઇ ઓફિસની બહાર  નીકળ્યા કે તરત તેમની પાછળ અમુક અધિકારીઓ જાસૂસી કરવા નીકળ્યા ત્યારે ખબર પડી કે સુમંત મૂલગાંવકર એક ધાબા ઉપર પહોચ્યા અને ત્યાં ટ્રક ડ્રાઈવર ભોજન લેતા હતા તેમની સાથે ટાટાના ટ્રકના સારાં અને નરસાં પાસાં વિષે વાત કરતા જોવા મળ્યા. જાસૂસી કરવા નીકળેલા અધિકારીઓ ભોંઠા પડ્યા. ટાટા મોટર્સ દ્વારા આ મહાન વ્યક્તિની સ્મૃતિમાં ટાટા સૂમો નામની ગાડી બહાર પાડી છે. Sumant Moolgaonkar નામ અને અટક્માંથી બે અક્ષર લઇ  SUMO ગાડી બહાર પાડી છે. સુમંત મૂલગાંવકર જેવા મહાન ચેરમેનની આજે પહેલી જુલાઈ એ   પુણ્યતિથી છે ત્યારે તેમના આત્માને શત શત નમન.

145 : 09/08/2020

સદીની સૌથી મોટી પેનેસિલિનની શોધ કરનાર એલેકઝાન્ડર ફ્લેમિંગ કોણ હતા ?

‘કભી-કભી’ સંદેશ
✒લેખક: દેવેન્દ્ર પટેલ
https://www.facebook.com/profile.php?id=100004278765620

સમગ્ર માનવજાતિ પર જેમના અનેક ઉપકારો છે તેમાંના એક છેઃ એલેકઝાન્ડર ફ્લેમિંગ. વિશ્વના  લોકો બેક્ટેરિયાના ચેપથી ટપોટપ મરતા હતા ત્યારે સર એલેકઝાન્ડર ફલેમિંગે પેનેસિલિનની શોધ કરી વિશ્વના કરોડો લોકોને બચાવી લીધા છે. સર એલેકઝાન્ડર ફ્લેમિંગ એક સ્કોટિશ જીવવિજ્ઞાની અને ફાર્માકોલોજિસ્ટ હતા. ફલેમિંગે બેક્ટેરિયોલોજી, ઈમ્યૂનોલોજી અને કિમોથેરાપી વિશે અનેક લેખો પ્રકાશિત કર્યા હતા. તેમના સૌથી જાણીતા સંશોધનોમાં ૧૯૨૩માં એન્ઝાઇમ લાઇસોઝાઇમની શોધ અને ૧૯૨૮માં ફુગ પેનિસિલિયમ નોટાટમમાંથી એન્ટિબાયોટિક પદાર્થ પેનિસિલિનની શોધ સમાવેશ થાય છે, જેના માટે તેમને ૧૯૪૫માં હાવર્ડ વોલ્ટર ફ્લોરે અને અર્ન્સ્ટ બોરિસ ચેઇન સાથે સંયુક્ત રીતે ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પુરસ્કાર અપાયો હતો.

૧૯૯૯માં ટાઇમ મેગેઝિન એ ફ્લેમિંગને તેમની પેનિસિલિનની શોધ બદલ ૨૦મી  સદીના સૌથી વધુ મહત્ત્વના ૧૦૦ લોકોમાં સ્થાન આપ્યું હતું અને જણાવ્યું હતું, ‘આ એક એવી  શોધ હતી જે ઇતિહાસનો પ્રવાહ બદલી નાખશે. ફ્લેમિંગે જેને પેનિસિલિન નામ આપ્યું હતું તે સક્રિય પદાર્થ ચેપ સામે લડવામાં અસાધારણ ક્ષમતા ધરાવતો હોવાનું સાબિત થયું હતું. તેની ક્ષમતા વિશે જ્યારે આખરે જાણકારી મળી અને વિશ્વમાં  સૌથી વધુ કાર્યક્ષમ જીવનરક્ષક દવા તરીકે ઊભરી આવી ત્યારે પેનિસિલિને બેક્ટેરિયા આધારિત ચેપનો પ્રતિકાર કરવાની પદ્ધતિ જ બદલી નાખી હતી. સદીની મધ્યમાં ફ્લેમિંગની શોધના કારણે વિશાળ ફાર્માસ્યૂટિક્લ ઉદ્યોગ ઊભો થયો હતો અને સિન્થેટિક પેનિસિલિન બનવા લાગ્યું હતું જેણે માનવજાત સામેના સૌથી પડકારજનક રોગ સામે લડવામાં મદદ કરી હતી જેમાં સિફિલિસ, ગેન્ગ્રીન અને ટયૂબરક્યુલોસિસનો સમાવેશ થતો હતો.

ફ્લેમિંગનો જન્મ ૬ ઓગસ્ટ ૧૯૮૧ના રોજ સ્કોટલેન્ડમાં  ઇસ્ટ એઇરશાયર ખાતે ડાર્વેલ નજીક લોકફિલ્ડ નામના ફાર્મમાં  થયો હતો. તેઓ હ્યુજ ફ્લેમિંગના ગ્રેસ સ્ટર્લિંગ મોર્ટન સાથેના બીજા લગ્નથી થયેલા ચાર સંતાનોમાં ત્રીજું બાળક હતા. ગ્રેસ મોર્ટન નજીકના એક ખેડૂતના પુત્રી હતા. હ્યુજ ફ્લેમિંગને પ્રથમ લગ્નથી ચાર બાળક હતા. બીજા લગ્ન વખતે તેમની ઉંમર ૫૯ વર્ષ હતી અને એલેકઝાન્ડર (એલેક તરીકે ઓળખાતો) સાત વર્ષનો હતો ત્યારે તેમનું  અવસાન થયું હતું.

ફ્લેમિંગ લોડેન મૂર સ્કૂલ અને ડાર્વેલ સ્કૂલમાં ભણ્યા હતા અને બંને શાળાઓ પ્રમાણમાં  ઠીક ઠીક સારી હતી છતાં તેમને લંડન જતા પહેલા ક્લ્મિાર્નોક એકેડેમી  માટે બે વર્ષની સ્કોલરશિપ મળી હતી. લંડનમાં તેમણે રોયલ પોલિટેકનિક ઇન્સ્ટિટયૂશનમાં અભ્યાસ કર્યો હતો. ચાર વર્ષ સુધી એક શિપિંગ ઓફિસમાં કામ કર્યા બાદ બાવીસ વર્ષના ફ્લેમિંગને તેમના કાકા જ્હોન ફ્લેમિંગ પાસેથી વારસામાં થોડા નાણાં મળ્યા હતા. તેમના મોટા ભાઈ ટોમ પણ ફિઝિશિયન હતા અને તેમણે નાના ભાઈને પણ તે ક્ષેત્રમાં જ આગળ વધવા સમજાવ્યા. તેથી ૧૯૦૩માં યુવાન એલેકઝાન્ડરે લંડનની  સેન્ટ મેરિઝ હોસ્પિટલ, પેડિંગ્ટનમાં પ્રવેશ મેળવ્યો. ૧૯૦૬માં તેઓ ડિસ્ટિંક્શન સાથે શાળામાં પાસ થયા અને તેઓ સર્જન બનવાનું  વિચારતા હતા.

ફ્લેમિંગે પ્રથમ વિશ્વયુદ્ધમાં આર્મી મેડિકલ કોર્પ્સમાં કેપ્ટન તરીકે સેવા આપી હતી. યુદ્ધ પછી ફ્લેમિંગે સક્રિય રીતે એન્ટી-બેક્ટેરિયલ એજન્ટ્સ માટે સંશોધન કર્યું હતું. તેમણે ઘણા સૈનિકોને ચેપગ્રસ્ત ઘાવનાકારણે સેપ્ટિસમિયાથી મરતા જોયા હતા. એન્ટિસેપ્ટિક્સથી આક્રમણકારી બેક્ટેરિયાને  ખતમ કરી શકાતા હતા, તેના કરતા દર્દીની રોગપ્રતિકારક શક્તિને વધુ નુકસાન થતું હતું.  પ્રથમ વિશ્વયુદ્ધ  દરમિયાન મેડિકલ જર્નલ ધ લાન્સેટમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં ફ્લેમિંગે પોતાના પ્રયોગ વિશે  પ્રથમ વિશ્વયુદ્ધમાં એન્ટિસેપ્ટિક્સથી જેટલા જંતુઓનો થતો હતો  તેના કરતા વધુ સૈનિકોના મોત નીપજતા હતા. એન્ટિસેપ્ટિક્સ સપાટી પર સારું કામ કરતા હતા, પરંતુ ઊંડા ઘાવ હોય ત્યારે એન્ટિસેપ્ટિક્સ એજન્ટ  સામે એનેરોબિક બેક્ટેરિયાને આશ્રય મળતો હતો. એન્ટિસેપ્ટિક્સથી ફાયદાકારક એજન્ટ્સ પણ નાશ પામતા હતા જે બેક્ટેરિયાને દૂર કરી શકે તેમ હતા. જે બેક્ટેરિયા સુધી તેની અસર પહોંચતી ન હતા તેને દૂર કરવા એન્ટિસેપ્ટિક્સ કશું કરતા ન હતા. સર એલ્મરોથ રાઇટએ ફ્લેમિંગની શોધની ભારપૂર્વક હિમાયત કરી હતી પરંતુ આમ છતાં ઘણા આર્મી ફિઝિશિયનોએ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઘાયલ સૈનિકો માટે એન્ટિસેપ્ટિક્સનો ઉપયોગ કર્યો હતો, દર્દીઓની સ્થિતિ કથળી હોય તેવા કિસ્સામાં પણ તેમણે આમ કર્યું હતું.

૧૯૨૮ સુધીમાં ફ્લેમિંગ સ્ટેફાઇલોકોસિની પ્રોપર્ટીઝની ચકાસણી કરતા હતા. તેઓ પોતાના અગાઉના કામથી જાણીતા હતા અને વિચક્ષણ રિસર્ચર તરીકે પ્રતિષ્ઠા મેળવી હતી. પરંતુ તેમની લેબોરેટરી ઘણી વાર અવ્યવસ્થિત રહેતી હતી. ફ્લેમિંગ ઓગસ્ટમાં પોતાના પરિવાર સાથે રજાઓ ગાળીને ૩ સપ્ટેમ્બર, ૧૯૨૮ના રોજ તેઓ પોતાની લેબોરેટરીમાં પરત આવ્યા. રજા પર જતા અગાઉ તેમણે લેબોરેટરીના એક ખૂણામાં બેન્ચ પર સ્ટેફાઇલોકોસિનીના તમામ કલ્ચર મૂક્યા હતા.  પરત આવીને  તેમણે જાયું કે એક કલ્ચર પર ફૂગ લાગી ગઈ હતી અને તેની આસપાસ સ્ટેફાઇલોકોસિની નાશ પામી હતી. જ્યારે દૂર રહેલી કોલોની નોર્મલ હતી. ફ્લેમિંગે અસરગ્રસ્ત કલ્ચર તેના ભૂતપૂર્વ આસિસ્ટન્ટ ર્મિલન પ્રાઇસને દર્શાવ્યું. જેમણે જણાવ્યું કે આવી જ રીતે તમે લાઇઝોમાઇનની શોધ કરી હતી. ફ્લેમિંગે તેના કલ્ચર પ્લેટને અસર કરનાર મોલ્ડને પેનિસિલિયમજીનસ ગણાવ્યું હતું અને કેટલાક મહિનાના ‘મોલ્ડ જ્યૂસ’ બાદ તેને ૭ માર્ચ ૧૯૨૯ના રોજ પેનિસિલિન તરીકે રિલીઝ કરવામાં આવ્યું હતું.

તેમણે અનેક ઓર્ગેનિઝમ પર તેની પોઝિટિવ એન્ટિ બેક્ટેરિયલ અસરની તપાસ કરી હતી અને નોંધ લીધી કે તે સ્ટેફાઇલોકોસી જેવા બેક્ટેરિયા પર બીજા ઘણા ગ્રામ પોઝિટિવ પેથોજેન્સને અસર કરતું હતું જેનાથી સ્કારલેટ ફીવર, ન્યુમોનિટા, મેનીન્જાઇટિસ અને ડિપ્થેરિયા જેવા રોગ થતા હતા પરંતુ ટાઇફોઇડનો તાવ કે પેરાટાઇફોઇડ તાવ આવતો ન હતો જે ગ્રામ- નેગેટિવ બેક્ટેરિયાથી થાય છે, જેના માટે તેઓ તે સમયે ઇલાજ શોધી રહ્યા હતા. તેણે નેઇસેરિયા ગોનોરિયાને પણ અસર કરી જે ગોનોરિયા સર્જે છે જો કે આ બેક્ટેરિયમ ગ્રામ નેગેટિવ છે.

ફ્લેમિંગે તેની શોધ ૧૯૨૯માં બ્રિટિશ જર્નલ ઓફ એક્સ્પેરિમેન્ટલ પેથોલોજીમાં પ્રકાશિત કરી હતી પરંતુ આ લેખ પર બહુ ઓછું ધ્યાન અપાયું હતું. ફ્લેમિંગે  પોતાની તપાસ ચાલુ રાખી, પરંતુ જાણવા મળ્યું કે પેનિસિલિયમને  વિકસાવવાનું કામ ઘણુ અઘરું છે અને મોલ્ડને વિકસાવ્યા બાદ એન્ટિ બાયોટિક એજન્ટને  અલગ કરવાનું કામ વધારે મુશ્કેલ હતું. ફ્લેમિંગ માનતા હતા કે તેને જથ્થામાં ઉત્પાદિત કરવાની સમસ્યા હોવાથી અને તેની કામગીરી વધુ ધીમી લાગતી હોવાથી ચેપનો ઇલાજ કરવામાં પેનિસિલિન બહુ મહત્ત્વપૂર્ણ નહીં હોય. ફ્લેમિંગને એ બાબતની પણ ખાતરી થઈ હતી કે માનવ શરીરમાં પેનિસિલિન બેક્ટેરિયાને  મારવા માટે વધુ સમય સુધી નહીં રહે. ઘણા ક્લિનિકલ ટેસ્ટ અપૂર્ણ હતા, ખાસ કરીને કારણ કે તેનો ઉપયોગ સરફેસ એન્ટિસેપ્ટિક તરીકે કરવામાં આવ્યો હતો.  ૧૯૩૦ના દાયકામાં ફ્લેમિંગના ટાયલમાં વધુ વિશ્વાસ દર્શાવાયો હતો અને તેમણે ૧૯૪૦ સુધી કામ ચાલુ રાખ્યું. ઉપયોગ કરવા પાત્ર પેનિસિલિનને વધુ રિફાઇન કરવા માટે સક્ષમ કેમિસ્ટને રસ જગાવવાનું કામ કરવામાં આવ્યું.

ફ્લોરે અને ચેઇને અમેરિકન અને બ્રિટિશ સરકાર પાસેથી ફંડ લઈને રિસર્ચ અને જથ્થાબંધ ઉત્પાદન કર્યા બાદ ફ્લેમિંગે અંતે પેનિસિલિનને છોડી દીધું. તેમણે પર્લ હાર્બર પર બોમ્બમારા બાદ ભારે ઉત્પાદન શરૂ કર્યું. ડી-ડે આવ્યો ત્યારે તેમણે સાથીદળોના તમામ ઘાયલ સૈનિકોની સારવાર માટે પૂરતા પ્રમાણમાં પેનિસિલિન બનાવી લીધું હતું.

ફ્લેમિંગની આકસ્મિક શોધ અને સપ્ટેમ્બર ૧૯૨૮માં પેનિસિલિનના આઇસોલેશન સાથે આધુનિક એન્ટિબાયોટિક્સની શરૂઆત થઈ. ફ્લેમિંગે બહુ વહેલું જાણી લીધું હતું કે બહુ ઓછા પ્રમાણમાં  કે બહુ સમયગાળા માટે પેનિસિલિનનો ઉપયોગ કરવામાં આવે ત્યારે બેક્ટેરિયા એન્ટિબાયોટિક્સ સામે પ્રતિકારશક્તિ મેળવી લેતા હતા.  પ્રયોગમાં સાબિત થાય તે પહેલા આલ્મરોથ રાઇટએ એન્ટિબાયોટિક પ્રતિકાર વિશે આગાહી  કરી હતી. ફ્લેમિંગે વિશ્વભરમાં તેમના અનેક પ્રવચન દરમિયાન પેનિસિલનના ઉપયોગ વિશે સાવચેતી રાખવા જણાવ્યું હતું. તેમણે ચેતવણી આપી કે યોગ્ય નિદાન બાદ જરૂરિયાત લાગે ત્યારે  જ પેનિસિલિનનો ઉપયોગ કરવો જોઈએ અને તેનો ઉપયોગ કરવામાં આવે તો બહુ ઓછા પ્રમાણમાં કે બહુ ઓછા સમય માટે તેનો ઉપયોગ કરવો, કારણ કે આવી સ્થિતિમાં એન્ટિબાયોટિક્સ સામે બેક્ટેરિયામાં પ્રતિકાર કેળવાય છે.

સેન્ટ મેરિઝ હોસ્પિટલ, લંડન ખાતે તેમની લેબોરેટરી, જ્યાં ફ્લેમિંગે પેનિસિલિનની શોધ કરી હતી ત્યાં ફ્લેમિંગ મ્યુઝિયમ બની ગયું છે.  ફ્લેમિંગ, ફ્લોરે અને ચેઇને સંયુક્ત રીતે ૧૯૪૫માં મેડિસિનમાં નોબેલ પારિતોષિક મેળવ્યું હતું.  ફ્લેમિંગ અને ફ્લોરીને  ૧૯૪૪માં  નાઇટહૂડ અપાયું હતું. ફ્લેમિંગ ૧૯૪૩માં રોયલ સોસાયટીના  પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને લોકો સુધી પેનિસિલિન પહોંચાડવાના જંગી કામ માટે તથા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કરોડો લોકોના જીવ બચાવવા બદલ ૧૯૬૫માં તેમને પીરેજનું સન્માન મળ્યું અને તેઓ બેરોન બન્યા હતા. ૨૦૦૦નું વર્ષ નજીક આવ્યું ત્યારે ઓછામાં ઓછા ત્રણ મોટા સ્કોટિશ મેગેઝિનો દ્વારા પેનિસિલિનની શોધને સહસ્ત્રાબ્દિની સૌથી મહાન શોધ ગણવામાં આવી હતી. આ શોધના કારણે કેટલા લોકોના જીવ બચાવી શકાયા તે જાણવું અશક્ય છે, પરંતુ આમાથી કેટલાક મેગેઝિનના અંદાજ પ્રમાણે ૨૦ કરોડ લોકોના જીવ બચાવી શકાયા હતા.

૨૦૦૯ના મધ્યમાં ફ્લેમિંગને ફ્લાઇડેસડેલ બેન્ક દ્વારા બહાર પાડવામાં  આવેલી બેન્ક નોટ્સની  નવી સિરીઝમાં  સ્થાન મળ્યું હતું. તેમની તસવીર પાંચ પાઉન્ડની  નોટની નવી સિરીઝમાં છે.

યાદ રહે કે, વિશ્વના વૈજ્ઞા।નિકોએ પેનેસિલિન અને એન્ટિબાયોટિકની શોધ કરીને વિશ્વને અનેક જીવલેણ  બીમારીમાંથી બચવાના  ષધ આપેલાં છે એક જમાનામાં  ટીબી, મેલેરિયા, કોલેરા કે ટાઈફોઈડ જીવલેણ  બીમારી ગણાતા હતાં. હવે નહીં સમયસર ઉપચાર થાય તો ટીબી, ટાઈફોઈડ, મેલેરિયા કે કોલેરાથી દર્દીને બચાવી શકાય છે. એન્ટિબાયોટિક્સના કારણે  પ્લેગ પર પણ નિયંત્રણ લાવી શકાય છે. હા આજે કોરોના વાઇરસ મારે કોઈ ષધ ઉપલબ્ધ નથી પરંતુ કાલે હશે. વિજ્ઞાન અને તબીબો પર શ્રદ્ધા રાખો.

Source:- http://sandesh.com/
—————————————
ટીમ
✍🏼
Limited 10 પોસ્ટ વતી
શ્યામ કારીયા…

144 : 09/08/2020

સુનીલ ગવાસ્કર

સુનિલ ગાવસ્કર: નોટ આઉટ@71

✒લેખક: જ્વલંત છાયા ( ચિત્રલેખા )
Mob . 99099 28387

(ભારત-દક્ષિણ આફ્રિકાનો રાજકોટમાં મેચ હતો. મીડિયા હાઉસનો પાસ મારી પાસે હતો. ત્યાંથી નીકળીએ એટલે તરત કોમેન્ટેટર બોક્સની સિડી આવે. હું બહાર નીકળ્યો અને ઉપર ધ્યાન ગયું ત્યાં તો આંખ સ્થિર થઇ ગઇ, આહા. ગાવસ્કર. ઇન્ડિયની ક્રિકેટની નવી પેઢી ગ્રાઉન્ડ પર રમતી હતી. પણ ગાવસ્કર માટેનું આકર્ષણ અકબંધ હતું. એમને રમતા તો લાઇવ નથી જોયા પણ તે દિવસે એમને જોઇને થ્રીલ અનુભવી હતી-10મી જુલાઇએ સુનિલ ગાવસ્કરનો જન્મદિવસ છે. જયહિન્દની પૂર્તિમાં 2003માં એમના વિશે લખેલો લેખ થોડા એડિટીંગ સાથે અહીં પ્રસ્તુત છે.)

જીવતા રહેવું અને જીવંત રહેવું બંને વચ્ચે મોટો તફાવત છે. જીવનના કોઈ ક્ષેત્રની સ્થુળ નિવૃતિ પછી પણ તે ક્ષેત્ર સાથે સંકળાયેલા રહીને તેને વ્યવસાય નહીં પરંતુ વ્યવહાર બનાવનારા લોકો ક્યારેય નિવૃત થતા નથી. હિંન્દુસ્તાનની તવારિખમાં એવું નામ અમિતાભ બચ્ચનનું છે. આનંદ કે અભિમાન ફિલ્મો પછી તેઓને જેટલી લોકપ્રિયતા મળી હતી તેનાં કરતા વધારે કે તેટલો જ સ્વીકાર લોકોએ તેમને કૌન બનેગા કરોડપતિમાં કર્યો.

અમિતાભ બચ્ચન તેમની પાછલી ઉંમરે વધુ અપીલીંગ લાગી રહ્યા છે, વધારે છવાઈ રહ્યા છે, મનોહર ગાવસ્કરનાં પુત્ર સુનિલનું પણ એવું જ છે. ભારતીય ક્રિકેટ ક્ષેત્રનો એક અવિસ્મરણીય કાળખંડ સુનિલ ગાવસ્કર રુપે સદેહે આજેય આપણને ટીવી પડદે દેખાઈ રહ્યો છે. ક્રિકેટનું તેનું કૌશલ્ય તો ઘણા અંશે અજોડ હતું પણ તે સિવાય જે ક્ષેત્રમાં ગાવસ્કરે પગલું માંડ્યું ત્યાં પછી તેણે રાજમાર્ગનું સર્જન કર્યું.

સુનિલ ગાવસ્કરે ક્રિકેટ રમવાનું શરુ કર્યું ત્યારે ભારતીય ક્રિકેટ ક્યારનુંય રજવાડાઓ છોડી મેદાનમાં આવી ગયું હતું. એ પણ સાચું કે ગાવસ્કર પહેલા પણ એક પેઢી ભારતીય ક્રિકેટરોની આવીને રમી ગઈ હતી અને એક દિશા બતાવી ગઈ હતી પરંતુ ભારતીય ક્રિકેટ તેમજ ક્રિકેટ પ્રેમીઓને અલગ અંદાજ આપવામાં જે ક્રિકેટરો હતા તેમાં સુનિલ ગાવસ્કર મોખરે છે અને તેઓ માત્ર ક્રિકેટર નહોતા. ક્રિકેટર હોવા ઉપરાંત, કટાર લેખક, કોમેન્ટેટર અને મોડેલ અને વાચાળ નહી પરંતુ વાક્ચાતુર્ય વાળા વિવેચક અને કોમેન્ટેટર તરીકે તેઓ વર્ષોથી લોકપ્રિય રહ્યા છે.

દરેક યુગના ક્રિકેટ પ્રેમીઓ પોત પોતાના સમયનાં ક્રિકેટરોનાં ચાહક રહ્યા છે  અને દિવાનગી પણ અનુભવી છે ગાવસ્કરની ટેકનિકની, ગાવસ્કરની તેજતર્રાર આંખો માલ્કમ માર્શલ કે રિચર્ડ હેડલી જેવા ફાસ્ટ બોલરોનાં દડાને સ્કવેર કટ કે કવર ડ્રાઈવ કે ઓછી હાઈટ હોવા છતાં હુક મારીને બાઉન્ડ્રી લાઈનની બહાર મોકલી દેવાની કુશળતા ગાવસ્કરનો ‘ગરાસ‘ હતી.

એ સમય હતો જ્યારે સ્પોર્ટસ સ્ટાર, સ્પોર્ટસ વીક, સ્પોર્ટસ વર્ડ જેવા મેગેઝિનોનાં મુખપૃષ્ટો પર મોટેભાગે સ્માર્ટ, ડેશીંગ ગાવસ્કરની તસ્વીરો છપાતી અમે એ અંકો ખરીદતા, ક્રિકેટ સમ્રાટે સુનિલ ગાવસ્કર વિશેષાંક બહાર પાડયો હતો. છ રુપિયાનો  મોંધો રંગીન ફોટાવાળો અંક જતનથી સાચવ્યો હતો. ગાવસ્કરનાં ફોટા બ્લોઅપ મઢાવવાનો એક આખી પેઢીને ક્રેઝ હતો. થમ્સઅપે ક્રિકેટરોની ‘ફ્લીકર બુક‘ બહાર પાડી હતી 2.50 રુપિયાની એક બોટલ પીવાથી અંદરથી ફોટા નીકળતા અને ગાવસ્કરનોં શોટવાળી બુક મળતી.

સુનિલ ગાવસ્કરનો 10મી જુલાઈએ જન્મ દિવસ છે. ભારતીય ક્રિકેટનો એક સમયે પર્યાય બની ગયેલા સુનિલ ગાવસ્કરની રમત. બેટિંગ, સ્કીલ, ફિલ્ડીંગની કોન્સીઅસનેસ, મોડી, ડીફેન્સીવ છતાં નિષ્ફળતો ન જ કહેવાય તેની કેપ્ટનશીપ વિશે પાના જ નીં પુસ્તકો ભરીને લખાયું છે, પ્રસારિત થયું છે.125 ટેસ્ટ મેચ, 34 સેન્ચુરી, 18122 રન, સ્લીપમાં કોઈનો દડો ગ્યો નથી કે કેચ થયો નથી તેવી ચિત્તા છાપ ફિલ્ડીંગ ગાવસ્કરની અતિ જાણીતી બાબતો છે પરંતુ એક ક્રિકેટર હોવા ઉપરાંતની સની ઘણુ હતા, ઘણુ છે.

ક્રિકેટર હતા ક્રિકેટ રમતા ત્યારથી સુન્લ ગાવસ્કર ક્રિકેટના નિવડેલા કટાર લેખક તરીકે પ્રસ્થાપિત થયા હતા, દેશ અને વિદેશનાં સામયિકો છાપાઓમાં તેમની કોલમો છપાતી. વધુ મહત્વની વાત એ છે કે, સુનિલ ગાવસ્કર પોતાની કટાર જાતે – સ્વહસ્તાક્ષરમાં લખીને મોકલાવતા કોઈની પાસે લખાવીને કે મુદ્દા કોઈને આપીને લખવાનું તેમણે રાખ્યું નહોતું. રાજકોટમાં રહેતા પરંતુ જેમના આશિકો રમત રસિકો વર્ષોથી વાંચે છે કટાર લેખક હરેશ પંડ્યા (હવે સદગત) પણ તેના સાક્ષી છે. વાનખેડે સ્ટેડીયમમાં તેઓ એક મેચનું કવરેજ કરતા હતા ત્યારે સુનિલ ગાવસ્કર પ્રેસ બોક્સમાં આવીને બેસતા હતા અને પછી કાગળ પેન લઈને લખતા અને ફેક્સ દ્વારા મેટર મોકલતા.

સુનિલ ગાવસ્કરે ક્રિકેટને લગતી કોલમો પરાંત કારકિર્દી દરમિયાન ચાર પુસ્તકો આપ્યા. ‘સની ડેઈઝ‘ આત્મકથા ઘણી લોકપ્રીય ઘણી ચર્ચાસ્પદ થોડી વિવાદાસ્પદ બની હતી વેસ્ટ ઈન્ડિઝના પ્રેક્ષકો વિરુધ્ધ તેમાં તડને ફડ લખ્યું છે, બેફામ લખ્યું છે, તેમને જંગલી જેવા કહ્યા છે આ પુસ્તકે અગાઉ ક્રિકેટ વિશે લખાયેલાં ઘણા પુસ્તકોનાં વેચાણનાં રેકોર્ડ તોડ્યાં હતા. આ ઉપરાંત પોતાનાં આદર્શ ક્રિકેટરોનાં વ્યક્તિત્વનાં આલેખનું પુસ્તક આઈડોલ્સ, રન્સ એન્ડ રુઈન્સ અને વન-ડે વન્ડર્સ પણ ગાવસ્કરના સર્જન છે અને ડોમ મારીસ નામના જાણીતા લેખકે ગાવસ્કર વિશે પુસ્તક લખ્યું છે.

વિવાદોમા રહેવાનું ગાવસ્કરનાં નસીબમાં હતું કે પછી તેને ગમતું હશે ક્રિકેટ અંગે તો વિવાદો ઠીક છે. જુની પેઢીના અભિનેતા જાનકીદાસ સાથે પણ સુનિલ ગાવસ્કરને ચડભડ થઈ હતી. અલબત્ત પરોક્ષ રીતે ગાવસ્કરે એવી કોમેન્ટ કરી કે હિન્દી ફિલ્મો ગધેડાનો સમુહ માટે બના વે છે. (હિન્દી યુવીઝ મેઈડ બાય એસીસી ફોર માસીસ)ડબલ એમ.એ. જાનકીદાસને આ હાડોહાડ લાગી આવ્યું અને ‘ધર્મ યુગ‘ મેગેઝિનમાં તેમણે લખી કાઢ્યું કે ગાવસ્કર તેના બેટ બોલની ચિંતા કરે, બોલીવુડની નહીં! કોઈએ સનીનું ધ્યાન દોર્યું કે જાનકીદાસે આવું લખ્યું છે.અને ગાવસ્કરે ફરી હસવામાં કાઢ્યું કહ્યું જાનકી નામની એ સ્ત્રી કોણ છે?બસ જાનકીદાસે તો બદનક્ષીનો દાવો માંડી દીધો હતો ગાવસ્કર પર.

એવો જ એક ’સંવાદી વિવાદ’જ મીંઠો ઝઘડો ગાવસ્કરને નાના પાટેકર સાથે પણ થયો હતો. વેસ્ટ ઈન્ડિઝની ટીમનાં ખેલાડીઓ એક પછી એક આઉટ થતા ગયા. જ્યાંથી સુનિલ ગાવસ્કર મેચ જોતા હતા ત્યાં જ નાના પાટેકર પણ હતા, વિકેટો પડી પછી તે ઉભા થઈને ચાલવા માંડ્યા હતા. ગાવસ્કરે પુછ્યું કેમ જવું છે? પાટેકર કહે, મેચનું પરિણામ નક્કી છે. હવે શું જોવે ? અને જેટલો સ્પીડથી દડાને ફટકો મારતા તેટલી જ ગતિથી સનીએ કહ્યું તમારી ફિલ્મોનું પરિણામ પણ અમને પહેલેથી ખબર હોય છે. તોય અમે આખી ફિલ્મ જોતા હોઈએ છીએ. નાના પાટેકર હસી પડયા અને પછી આખી મેચ તેમણે છેવટ સુધી જોઈ હતી.

સુનિલ ગાવસ્કરે સિલેક્ટર્સ વિશે નિવેદનો કર્યાં ત્યારે તો મોટો વિવાદ થયો હતો. તેમણે કહ્યું પસંદગીકારો તો જોકરોનો સમુહ છે. વાત બગડી, પછી બધુ પાર પડ્યું. આવું જ વિધાન મોહિન્દર અમરનાથે 1989માં કર્યું તો તેને સજા થઈ હતી. ગાવસ્કર સામે કોઈ કંઈ કરી શક્યું નહોતું તેનું વજન એટલું હતું ત્યારે ક્રિકેટ ક્ષેત્રે !! અને અહીંયા તો ઠીક ઓસ્ટ્રેલિયામાં 65 રને એલ.બી. ડબલ્યુનો ખોટો ચુકાદો અમ્પાયરે આપ્યો. તો ડેનિસ લીલી સામેય બાપુએ બાંયો ચઢાવી લીધી હતી.

સુનિલ ગાવસ્કર એક અલાયદા વ્યક્તિત્વ સાથે ભારતીય ક્રિકેટમાં ઉભર્યા હતા. તેનું એક નોખું સ્થાન હતું એક સમય એવો હતો જ્યારે ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ નિયમોની એક કોપી સુનિલ ગાવસ્કરને મોકલે. 1984માં કલકતાં ટેસ્ટ પછી કપિલ દેવને થોડો સમય રુખ્સત મળી તેમાં સુનિલ ભાઈની ભંભેરણી જ જવાદબદાર હતી. તેનું વર્ચસ્વ હતું કપિલ- સુનિલ પર્સનાલિટી કલેશનો પર્યાય મળવો મુશ્કેલ છે!!

મિત્રો માટે જોકે ગાવસ્કરનું હ્રદય હંમેશા પહોળું રહેતું, મિત્ર મિલીન્દ રેગે તેની સાથે રણજી રમ્યા હતા. ગાવસ્કર પાસે ફિયાટ મોટરકાર હતી. ગાવસ્કરે જ્યારે બીજી મોટર લીધી ત્યારે મિલીન્દને તેમણે ફિયાટ રુ. 1માં ભેટ આપી દીધી હતી. સ્પષ્ટ વક્તા, તડ ને ફડની નિતી ગાવસ્કરનાં લક્ષણો હતા, શેહ શરમ વગર બોલતા. જેવા સાથે તેવાનો વ્યવહાર તેણે હંમેશા રાખ્યો છે, એક ગાલ પર તમાચો તો શું કોઈએ તેને મારવા માટે હાથ પણ ઉગામ્યો હોય તો તેણે બીજો ગાલ ધર્યો નથી!! છતાં ક્યારેય માત્ર પોતાની ‘પાલી‘ ચલાવી નથી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે પુત્ર રોહનની કારકીર્દી સુનિલ ગાવસ્કર ધારે તો રોહન માટે ભારતીય ક્રિકેટમાં શું ન કરી શકે, પણ એક પુત્ર તરીકે તેને જોવા કરતા એક ક્રિકેટર તરીકે મર્યાદાઓ તેણે નજર સામે રાખી છે. રોહન ગાવસ્કર અત્યારે મુંબઈ નહીં પરંતુ બંગાળની ટીમમાંથી રણજી ટ્રોફી રમે છે.

રોહનનું આખું નામ રોહન જય વિશ્વસમ છે. કારણ કે રોહન કન્હાઈ, જયસિમ્હા અને વિશ્ર્વનાથ ત્રણેય ક્રિકેટરો સુનિલ ગાવસ્કરનાં પ્રિય હતા. અને વધુ એક રેફરન્સ બિશનસિંધ બેદીને ત્યાં પુત્ર આવ્યો તે સમયે ગાવસ્કર વેસ્ટઇન્ડિઝની સિરીઝમાં રનનાં ઢગલા કરતા હતા બેદીના પુત્રનું નામ છે ગાવસિન્દરસિંઘ!!

વાત હતી રોહનની. રોહન ગાવસ્કરની રમત અને સ્ટાઈલ અંગે ગાવસ્કરની ‘કોમેન્ટ‘ ખેલ- પત્રકાર,કોલમિસ્ટ સુરેશ પારેખે માંગી હતી ગાવસ્કરે સુ.પા. ને લખેલા પત્રમાં એવું નહોતું લખ્યું કે મેરા નામ કરેગા રોશન જગ મે મેરા રાજ દુલારા…  એમણે લખ્યું હતું કે હજી તે નાનો છે, તેની કારકીર્દીની શરુઆત છે.તેણે ઘણુ શીખવાનું છે. હું કંઈ રોહન વિશે કહું નહીં અને અત્યારે તમે પણ ન લખો તો સારુ!

આટલી નમ્રતા કે નિખાલસતા ગાવસ્કરના વ્યક્તિત્વનું એક રુપાળું પાસું ગણી શકાય. યસ.ગાવસ્કર ચાહકોને હંમેશા સ્વહસ્તાક્ષરમાં જ પત્રો લખતા લખે છે છાપેલા પત્રમાં નીચે સહી કરે તેવું નથી!

નાગદમન કાવ્ય માંથી ‘રંગે રુડો રુપે પુરો દીસંતો કોડીલો કોડામણો‘ પંક્તિ ગાવસ્કર માટે ઉધાર લઈ શકાય તેમ છે છતાં કોઈ અફેર કે લફરુ તેમને થયા નથી. આ એક વિવાદમાંથી તે બચી શક્યા છે. ગેરી સોબર્સને અંજુ મહાન્દ્રુએ બોલ્ડ કરી દીધા હતા. અને રિચાર્ડ જેવા રિચાર્ડ પણ નીના ગુપ્તાને એવું કહી શક્યા નહોતા કે ઘરે ભાઈ બાપ નથી !! અને વીવ-નીનાની પુત્રી માસુંબા(અર્થ શ્યામ રાજકુમારી) ફુટબોલ રમે છે.

મહમદ અઝહરુદીન પણ સંગીતાની સુરાવલિમાં ડુબ્યા હતા, સની એ બાબતે અખંડ છે કાનપુરની પાર્ટીમાં દીલીપ દોશીએ માર્શનીલ સાથે ગાવસ્કરનો પરિચય કરાવ્યો હતો, બંને પરણ્યા સુખેથી જીવન વિતાવ્યું.

ગાવસ્કર કુશળ ક્રિકેટર ઉપરાંત લોકપ્રિય તેમજ નિવડેલા કોમેન્ટેટર, પ્રેઝન્ટર પણ રહ્યા છે તો દિનેશ, થમ્સઅપ, રિલાયન્સની પ્રોડક્ટનું તેમણે મોડેલીંગ પણ કર્યુ છે મરાઠી ભાષાની ફલોપ ફિલ્મ ‘પ્રેમાચી સાંવલી‘ના સુનિલ ગાવસ્કર હિરો હતા. માલામાલ ફિલ્મમાં પણ હતા, પરંતુ આ બધુ આંખરે ક્રિકેટ થકી. આજેય તેનાં શ્વાસનો હિસ્સો તો ક્રિકેટ જ. પહેલા પ્રોફેશનલ ક્રિકેટર તેને ન કહેવાય પણ ટેકનિકનાં બાદશાહ,સાઈન્ટિફિક,વૈજ્ઞીનિક રીતે ક્રિકેટ રમનારાનાં જે નામો શરુઆતમાં  આવ્યા તેમા ગાવસ્કર એક છે.

ભારતીય ક્રિકેટનાં ચાહક હોવું સુનિલ ગાવસ્કરનાં ચાહક હોવું એવું લગભગ ન બને. મનોહર ગાવસ્કરનાં આ પુત્રએ પોતાના લક્ષણ ‘પ્લેગ્રાઉન્ડ‘માં પગલાં પડતાં જ બતાવ્યા હતા, 1971માં પ્રથમ શ્રેણીમાં જ ટેસ્ટ માં બેવડી સદીઓ સાથે 774 રન ફટકાર્યા અને દુનિયાભરનાં ક્રિકેટ પ્રેમીઓની નજર ભારતીય રમત ક્ષેત્રની ક્ષીતીજ પર થયેલા ‘સુનિલોદય‘ પર પડી પછી તો આ ખમતીધર ખેલાડીએ વિક્રમો સ્થાપવાનું અને તોડવાનું કારખાનું શરુ કર્યુ હતું! 75નાં વર્લ્ડકપમાં 60 ઓવરમાં 36 રન થયા,ગાવસ્કરની છાપ વન-ડેનો પ્લેયર નથી તેવી પડી. (તાજેતરમાં એક ચેનલની મુલાકાતમાં તેમણે આ મેચને યાદ કરીને કહ્યુ હતુ કે પોતે પહેલી ઓવરમાં આઉટ હતા કોઈએ અપીલ ન કરી પોતે નીકળી ગયા હોત તો સારુ હતુ!) જો કે પછી તો આ છાપ તેમણે પોતે જ ભુંસી નાખી હતી 1987માં વલ્ડ કપમાં તેને 102 ડિગ્રી તાવ હતો,85 દડામાં સાદી ફટકારી તેણે વિરોધીઓને ‘શટઅપ‘ કહી દીધું!

બેટધર તરીકે તેની અદા નિરાળી હતી, અંદાજ અનોખો હતો, મર્દાના ખેલાડી હતા ગાવસ્કર, માલ્કમ માર્શલ, ઈયાન બોથમ કે માઈકલ હોલ્ડીંગ જેવા ગોલંદાજો સામે પણ હેલ્મેટ પહેર્યા વગર તેઓ રમતા, દડાને હુક કરતા તેમણે ‘સ્કલકેપ‘ નો ઉપયોગ પછી કર્યો હતો પરંતુ હેલ્મેટ કયારેય ન પહેરી અને તે સમયની સ્ટાર ટીમે વેસ્ટ ઈન્ડીઝ સામે જ 13-13 સદી ફટકારી હતી. અઝહરુદીને પ્રથમ ત્રણ ટેસ્ટમાં ત્રણ સેન્ચુરી કરી ત્યારે ગાવસ્કર વિરોધીઓ ઝુમી ઉઠ્યાં હતા,30 સદી 30 મેચમાં થશે તેવું તેમણે કહ્યું હતું સુંદર સપના બીત ગયા.. સ્લીપના અચ્છા ફિલ્ડર રહેલા ગાવસ્કરે એકવાર તો ઝહીર અબ્બાસની વિકેટ પણ લીધી હતી (સિંહ ઘાસ ન ખાય) અને આ ગાવસ્કરે બેડમિંગ્ટનનો શોખ પુરતું જ રમવાનું રાખ્યું પ્રકાશ પડુકોણનાં ભાગે કંઈક તો આવવા દેવું પડે ને!!!!

વિવાદોમાં ઘેરાયા હોવા છતાં મૂંબઈનાં ક્રિકેટરોની લોબી ઉભી કરી ક્રિકેટમાં રાજકારણ કે જૂથવાદનાં આક્ષેપોમાં સપડાયા હોવા છતાં, કપિલદેવના ચાહકોને આંખના કણાની જેમ ખટકતા હોવા છતાં, લત્તા મંગેશકરની જેમ મરાઠીવાદનું આળ જેની સાથે છે છતાં ગાવસ્કર ભારતીય ક્રિકેટની એક વિભૂતિ હતા, છે અંતે ડોન બ્રેડમેનનં એક વાક્યઃ ગાવસ્કર ભારતીય ક્રિકેટનું આભૂષણ છે. બસ વાત પુરી.

—————————-
ટીમ
✍🏼
Limited 10પોસ્ટ વતી
મહેન્દ્ર મેરવાણા

143 : 09/08/2020

સ્ટીફન હોકિંગ

✒લેખક: ગિરિમા ઘારેખાન
Mob:    89802 05909
E mail: Kruhagi@Yahoo. com

એક ઘણો હોશિયાર અને કોસ્મોલોજી [બ્રહ્માંડની ઉત્પત્તિનું વિજ્ઞાન]માં રસ ધરાવતો વિદ્યાર્થી દુનિયાની અતિ પ્રખ્યાત કેમ્બ્રિજ યુનીવર્સીટીમાં એનું પીએચ.ડી કરી રહયો હતો. ઉંમર હતી એકવીસ વર્ષ. એક દિવસ અચાનક એને શરીરમાં ખુબ નબળાઈ લાગવા માંડી, ચક્કર આવ્યા અને એ પડી ગયો. પછી તો આવું વારંવાર થવા માંડ્યું. એ ડોક્ટર પાસે ગયો અને બધી તપાસ બાદ એને જણાવવામાં આવ્યું કે એને મોટર ન્યુરોન જેવો ભયંકર વ્યાધિ છે. આ રોગમાં વ્યક્તિ પોતાની મેળે સ્નાયુઓનું હલનચલન કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે. એને એમ પણ જણાવવામાં આવ્યું કે એ બે વર્ષથી વધારે જીવી શકશે નહીં.

એકવીસ વર્ષનો કોઈ પણ યુવાન, જેની આંખોએ હજુ તો સ્વપ્ના જોવાની શરૂઆત કરી હોય,એ આવા સમયે હતાશામાં સરી પડે એ સ્વાભાવિક છે. જિંદગીનો અંત નજર સામે દેખાતો હતો. આગળ અંધારા સિવાય બીજું કશું જ ન હતું. પણ જો મનમાં દ્રઢ નિર્ધાર હોય તો માણસ નિયતિને પણ પોતાનો નિર્ણય  બદલવા માટે મજબૂર કરી શકે છે. અહીં પણ એવું જ બન્યું. વ્યાધિને આગળ વધતા અટકી જવું પડ્યું. એક કાળા માથાના નિર્બળ માનવી સામે વિધાતાએ માથું નમાવી દીધું. એ માણસ ૭૬ વર્ષનું પૂરું આયુષ્ય ભોગવીને ૧૪ માર્ચ,૨૦૧૮ ના દિવસે જયારે આ દુનિયામાંથી વિદાય થયો ત્યારે એણે બ્લેક હોલ સંબધિત પોતાના સંશોધનો દ્વારા વિશ્વની બ્રહ્માંડ અંગેની માન્યતાઓ અને સમજણ બદલી નાખ્યાં હતા. જેની જિંદગી બે પૈંડાવાળી ખુરશીમાં સમેટાઈ ગઈ હતી એ માનવે દુનિયાની પારનું રહસ્ય માનવજાત પાસે રાખી દીધું. પોતાના નબળા થઇ ગયેલા અંગોમાં એક મજબૂત હૃદયની મદદથી ઈશ્વરના નિર્ણયને બદલવાની તાકાત ધરાવનાર એ મહાન વૈજ્ઞાનિકનું નામ હતું સ્ટીફન હોકિંગ.

સ્ટીફન વિલિયમ હોકિંગનો જન્મ ૮મી જાન્યુઆરી,૧૯૪૨ ના રોજ ઇંગ્લેન્ડમાં આવેલા ઓક્સફર્ડમાં થયો હતો. યોગાનુયોગ આ દિવસે જ મહાન વૈજ્ઞાનિક ગેલિલિયોના મૃત્યુને ૩૦૦ વર્ષ પૂરા થતા હતા. આધુનિક વિજ્ઞાનની શરૂઆત કરનાર ગેલિલિયોનો આત્મા જાણે આટલા વર્ષો રાહ જોઇને પછી સ્ટીફનના શરીરમાં આવી ગયો હોય એવી તેજસ્વીતા એમણે વિદ્યાર્થી કાળથી જ બતાવવાની શરુ કરી દીધી હતી. એ પુસ્તકિયા જ્ઞાનમાં બહુ નિપુણ ન હતા, છતાં એમના મિત્રો એમને ‘આઈનસ્ટાઈન’ કહીને બોલાવતા. એટલે જ ભણતરને ઘણું મહત્વ આપતા એમના પપ્પા એમને વેસ્ટમીનસ્ટર જેવી નામાંકિત સ્કુલમાં ભણાવવા માંગતા હતા.ચાર બાળકોવાળું એ કુટુંબ એ મોંઘા ભણતરનો ભાર ઉપાડી શકે એમ ન હતું. એ મોંઘી સ્કુલમાં જવા માટે એમણે શિષ્યવૃત્તિ લેવી પડે એમ હતું. પણ શિષ્યવૃત્તિની પરીક્ષાના દિવસે જ તેર વર્ષના હોકિંગ બીમાર પડી ગયા અને પરીક્ષા આપવા ન જઈ શક્યા. ના છૂટકે એમણે એમની જૂની સ્કુલ, લંડનની સેન્ટ અલ્બેન્સમાં જ અભ્યાસ ચાલુ રાખ્યો અને ૧૭ વર્ષની ઉંમરે,૧૯૫૯માં ઓક્સફર્ડ યુનીવર્સીટીમાં જોડાયા. અહીં એમણે ગણિત અને ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો. આ વિષયો તો એમને એટલા સહેલા લાગતા કે એમને પુસ્તક કે નોંધપોથીની જરુર જ ન પડતી. એમના એ વખતના એક શિક્ષક રોબર્ટ બર્મનના કહેવા પ્રમાણે ‘હોકીન્ગને એટલું જ કહેવું પુરતું હતું કે આ વસ્તુ કરવાની છે,પછી કેવી રીતે કરવાની એ એમને ક્યારેય કહેવું ન પડતું.’ મગજમાં આ બધું જ્ઞાન આપમેળે ઉગતું હતું-જાણે કે મગજમાં આ વિષયોના જ્ઞાન પ્રવાહનો કોઈ આંતરિક સ્ત્રોત હતો જે સમયાંતરે ફુવારાની જેમ બહાર નીકળતો હતો.આ બધી વસ્તુઓ સ્ટીફનને બીજા વિદ્યાર્થીઓથી જુદી પાડતી હતી. પણ ચડતી યુવાનીના એ વર્ષોમાં, પોતે બધાના જેવા જ છે એવું બતાવવા માટે એમણે સંગીતમાં, સાહિત્યમાં રસ લેવાનો ચાલુ કર્યો. એ કોલેજની બોટ ક્લબમાં પણ જોડાયા અને ઘણા જોખમી સાહસો પણ કર્યાં.

જો કે આ બધાની એમના ભણવા ઉપર અસર તો પડી જ. સ્ટીફને પોતે કહ્યું હતું કે ઓક્સફર્ડના ત્રણ વર્ષ દરમ્યાન એમણે માત્ર ૧૦૦૦ કલાક જેટલો જ અભ્યાસ કર્યો હતો. એમને તો કોસ્મોલોજીનો અભ્યાસ કરવા આગળ કેમ્બ્રિજ યુનીવર્સીટીમાં જોડાવાની ઈચ્છા હતી. એને માટે અહીંની ફાઈનલ પરીક્ષામાં પહેલા વર્ગમાં ઉત્તીણ થવું જરૂરી હતું. તૈયારી તો બરાબર થઇ ન હતી. તો ’શું મારું સ્વપ્ન અધૂરું રહી જશે?’ –એવી ચિંતામાં કોઈ સામાન્ય વિધાર્થીની જેમ હોકિંગને પણ પેપરની આગલી રાત્રે બરાબર ઊંઘ ન આવી. એની અસર પરિણામ ઉપર દેખાઈ જ. એમને પહેલો વર્ગ ન મળ્યો. મૌખિક પરીક્ષા આપવાનું જરૂરી બની ગયું. આ પરીક્ષામાં એમને એમના પરીક્ષકોએ એમની ભવિષ્યની યોજનાઓ અંગે પ્રશ્ન પૂછ્યો. હોકિંગ માનતા હતા કે ‘મારી છાપ અહીં એક આળસુ,તોફાની વિદ્યાર્થી તરીકેની જ હશે અને મારા  કોલેજ છોડીને જવાથી મારા શિક્ષકો ખુશ થશે.’ એટલે એમણે જવાબમાં જણાવ્યું કે ‘તમે મને ફર્સ્ટ ક્લાસ આપશો તો હું કેમ્બ્રિજમાં જતો રહીશ અને સેકંડ ક્લાસ આપશો તો અહીં જ રહીશ.’ પરીક્ષકોએ એમને ફર્સ્ટ ક્લાસ આપ્યો -એમને  ઓક્સફર્ડમાંથી મોકલી દેવા માટે નહીં પણ એટલા માટે કે એમને આ વિદ્યાર્થીની ક્ષમતા ખબર હતી. આ ઢંકાયેલા રતનની તેજસ્વીતા એમની આંખોથી છૂપી ન હતી.
ઓક્ટોબર ૧૯૬૨માં હોકિંગે કેમ્બ્રિજ ખાતે પોતાનું સંશોધન કામ ચાલુ કર્યું. અહીં શરૂઆતમાં તો એમને નિરાશા જ સાંપડી કારણકે એમને તે સમયના મહાન ખગોળશાસ્ત્રી ફ્રેડ હોય્લના હાથ નીચે પીએચ.ડી.કરવું હતું. પણ એમની પાસે પૂરતા વિદ્યાર્થીઓ થઇ ગયા હોવાથી હોકિંગે ડેનીસ સ્કીમાને માર્ગદર્શક તરીકે સ્વીકારવા પડ્યા. આ જ સમય દરમ્યાન એમના મોટર ન્યુરોન રોગની એમને ખબર પડી. એક નિરાશા બીજી નિરાશામાં ઉમેરાઈ અને એ ભયંકર હતાશામાં સરી પડ્યા. ડોક્ટરોએ એમને ભણવાનું ચાલુ રાખવાનું જ કહ્યું, પણ એ તબક્કે તો એમને  લાગ્યું  કે હવે જીવન જ પૂરું થઇ જવાનું છે તો ભણીને શું કરવાનું? આ સંજોગોમાં ડેનીસ સ્કીમા એક સાચા માર્ગદર્શક પુરવાર થયા. એમણે હોકિંગને અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રોત્સાહન આપ્યું અને વિધાતાને પણ પોતાની ભૂલ સમજાઈ હોય એવી રીતે એમના રોગે આગળ વધવાની ઝડપ એકદમ ઓછી કરી નાખી. માત્ર બે વર્ષમાં જ સ્ટીફન પોતાના સંશોધન કામમાં એટલા આગળ વધી ગયા હતા કે એમને જેમને ગુરુ બનાવવાની તીવ્ર ઈચ્છા હતી એ ફ્રેડ હોય્લના એક સંશોધન સામે જ એમણે જાહેરમાં પડકાર ફેંક્યો. એમની તેજસ્વી બુદ્ધિના તેજ તિખારાની ચમક દેખાવાની શુભ શરૂઆત થઇ ચુકી હતી.

સ્ટીફનને હવે એવી આશા જાગી ગઈ હતી કે એ જીવી જશે. એમનો સ્નાયુઓ ઉપરનો કાબુ ધીમે ધીમે ઓછો થતો જતો હતો પણ હજુ એ થોડું ચાલી શકતા હતા અને ભલે ખુબ પરિશ્રમથી, પણ પોતાના રોજીંદા કર્યો કરી શકતા હતા. એમણે વિચાર્યું કે હજુ તો મારે ઘણા કામ કરવાના છે, દુનિયાને ઘણું આપવાનું છે અને એ માટે પણ જીવવાનું છે. ૧૯૬૫માં જેન વાઈલ્ડ સાથેના લગ્ને એમના નવ પલ્લવિત થતા જીવન વૃક્ષને ખાતર પૂરું પાડ્યું અને એમના ત્રણ બાળકોના જન્મ પછી તો એમનો સંસાર આશા અને ઉત્સાહથી લીલોછમ બની ગયો.

એ નવપલ્લવિત વૃક્ષે પછી ‘ગગન’ તરફની પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો. હોકિંગની આ રસપ્રદ યાત્રાનો રસ્તો તો ગગનને ચીરીને આગળ જતો હતો. બ્રહ્માંડની ઉત્પત્તિ અને સમયની શરૂઆત –આ બે વિષયો ઉપર એમણે પોતાનું સંશોધન કાર્ય આગળ વધાર્યું. એમનો રોગ પણ સાવ શાંત તો ન હતો જ બેઠો. એમણે હવે પોતાની ઊભા રહેવાની અને બોલવાની ક્ષમતા ગુમાવી દીધી હતી. સમીકરણો લખીને પોતાની વાત સમજાવી શકવા માટે અસમર્થ સ્ટીફને હિંમત હાર્યા વિના આકૃતિઓ અને ભૌમિતિક પદ્ધતિઓની મદદથી પોતાની નવી શોધો વિશ્વ સમક્ષ મુકવાની શરુ કરી દીધી. એમણે આઈનસ્ટાઇનના વ્યાપક સાપેક્ષવાદનો અભ્યાસ કર્યો અને‘બ્લેક હોલ‘ને લગતી પોતાની નવી શોધો વિજ્ઞાન જગત સામે રાખી દીધી. દુનિયાની ઉત્પત્તિ અંગે લોકોને ઘણું નવું જાણવાનું મળ્યું. એમની સહુથી મોટી મજબૂરી એ હતી કે જે જટિલ ગણતરીઓ એમના મગજમાં ચાલતી હતી એ ગણતરીઓ એ લખીને બતાવી શકતા ન હતા! શરીર અને મગજ વચ્ચેના આ સંઘર્ષમાં એમણે શરીરની પીડાઓને અવગણી અને દ્રવ્યકણો અને વિકિરણો બ્લેકહોલમાંથી બહાર આવે છે એ નવી જ, આશ્ચર્યજનક વાત વૈજ્ઞાનિકોને સમજાવવામાં સમર્થ રહ્યાં. વિજ્ઞાન ક્ષેત્રે એમનું આ યોગદાન એટલું મોટું છે કે એમની આ શોધ સાથે એમનું નામ જોડીને આ નવી શોધને ‘હોકિંગ રેડીએશન‘ નામ આપવામાં આવ્યું. આ મહાન શોધ પછી ૧૯૭૪માં એ ‘ફેલો ઓફ ધ રોયલ સોસાઈટી‘ તરીકે ચૂંટાયા.આ રોયલ સોસાઈટીમાં ચૂંટાનારા એ સહુથી નાની ઉંમરના વૈજ્ઞાનિકોમાંના એક હતા—માત્ર ૩૨ વર્ષના!

પોતાની નવી શોધોથી દુનિયા માટે જ્ઞાનના નવા દરવાજાઓ ખોલનાર સ્ટીફન માટે હવે વિશ્વ પણ માન-સન્માનના બધા દરવાજાઓ ખોલીને બેસી ગયું. ’કેલીફોર્નીયા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી‘માં મુલાકાતી પ્રોફેસર તરીકે કામ કર્યાં પછી હોકિંગ ૧૯૭૫માં કેમ્બ્રિજમાં બહુ મોટા હોદ્દા ઉપર નિમાયા. એમની શોધોને લીધે વિશ્વના વિજ્ઞાન જગતની બધી આંખો એમના તરફ મંડાયેલી રહેવા માંડી. છાપાઓમાં, સામયિકોમાં અને ટેલીવિઝન ઉપર એમનો ચહેરો જાણીતો બની ગયો. અવારનવાર એમને કોઈ ને કોઈ એવોર્ડથી નવાજવામાં આવતા હતા. પુરસ્કારો એમની પાસે આવવા માટે,આ મહાન વૈજ્ઞાનિકનું નામ પોતાની સાથે જોડવા માટે જાણે લાઈનમાં ઊભા રહેતા હતા! ૧૯૭૫માં હોકિંગને’એડીન્ગ્તન મેડલ‘આપવામાં આવ્યો. એ જ વર્ષે એમને‘પાયસ-૧૧‘સુવર્ણ ચંદ્રક’પણ મળ્યો.૧૯૭૬નું વર્ષ તો એથી પણ વધુ ફળદાઈ રહ્યું. આ વર્ષે એમણે ‘ડેની હેઈન્મેન પ્રાઈઝ‘,મેકસવેલ પ્રાઈઝ’ અને ‘હ્યુજીસ મેડલ’ મેળવ્યાં. આ બધા મેડલ્સ ઉપરાંત પછીના વર્ષે એક વધુ યશકલગી એમના માથે મુકવામાં આવી. એ‘ગુરુત્વાકર્ષણ ફીઝીક્સ‘ના પ્રોફેસર નિમાયા. ૧૯૭૮માં મહાન વૈજ્ઞાનિક આઈનસ્ટાઇનના નામ સાથે જોડાયેલો ‘આલ્બર્ટ આઈનસ્ટાઇન મેડલ‘ એમના નામની પાછળ પણ જોડાયો. આજ વર્ષે ઓક્સફર્ડ,જ્યાં એમને લેખિત પરીક્ષામાં બીજો વર્ગ મળ્યો હતો,એ જ યુનિવર્સીટીએ એમને માનદ ડોક્ટરેટની પદવીથી શોભાવ્યા.

કેમ્બ્રિજ પણ આ મહાન વૈજ્ઞાનિકના જ્ઞાનથી પોતાના વિદ્યાર્થીઓને વંચિત રાખવા ન હતી માગતી. ૧૯૭૯માં એ ત્યાં હવે ગણિતશાસ્ત્રના પ્રોફેસર તરીકે નિમાયા. આ ‘લ્યુકાસિયન ચેર ઓફ મેથેમેટિક્સ’ નું પદ એકવાર આઇસેક ન્યુટને શોભાવ્યું હતું અને એટલે જ આ પદ ‘ન્યુટન્સ ચેર ‘તરીકે પણ જાણીતું છે. એમના શરીરની ઘટતી જતી શક્તિઓ જાણે એમના દિમાગમાં ઉમેરાતી જતી હતી. એમનું સંશોધન કાર્ય આગળ ને આગળ વધીને વિજ્ઞાનની નવી દિશાઓ ઉઘાડતું જતું હતું. જરુર પડી ત્યારે એમણે રશિયાની પણ મુલાકાત લીધી અને વિચારો, માન્યતાઓ, જ્ઞાનનું આદાન પ્રદાન કર્યું. ’થીયરી ઓફ એવરીથીંગ’ સમજવા ઉપર પોતાનું પૂરું ધ્યાન કેન્દ્રિત કરીને એમણે બ્રહ્માંડને સમજવાનો પ્રયત્ન કર્યો. એ માનતા હતા કે આ સિધ્ધાંત સામાન્ય માણસો પણ સમજી શકે એવી રીતે જાહેરમાં મૂકાવો જોઇએ.

એને માટે હોકિંગે હવે પુસ્તકો લખવાના ચાલુ કર્યાં જેથી એમનું જ્ઞાન સચવાઈ રહે અને લોકો સુધી પહોંચે. એમના પુસ્તક ‘એ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ’ ની કુલ ૯૦ લાખ નકલો વેચાઈ અને એનો દુનિયાની ઘણી ભાષાઓમાં અનુવાદ થયો. પણ એ હવે ચાલી કે બોલી શકતા ન હતા. કોમ્પ્યુટરના સ્પીચ સિન્થેસાઇઝરની મદદથી એ વાતચીત કરતા હતા. આ સ્થિતિમાં પણ સંમેલનો અને અધિવેશનો માટે એ દુનિયાભરમાં ફરતા હતા. એવોર્ડ્સ તો ધોધની જેમ એમની ઉપર વરસતા હતા. કેટલાંય સુવર્ણ ચંદ્રકો, માનદ પદવીઓ એમના નામની પાછળ જોડાતી જતી હતી. ૨૦૧૪માં એમના જીવન ઉપર આધારિત‘થીયરી ઓફ એવરીથીંગ‘ નામનું ચલચિત્ર પણ બનાવવામાં આવ્યું જેને અનેક પુરસ્કારો મળ્યાં.

બધી જ શારીરિક તકલીફોને અવગણીને દુનિયાની જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારનાર આ મહાન વૈજ્ઞાનિકનું મૃત્યુ ખુબ શાંતિપૂર્ણ હતું. એમની ૭૬ વર્ષની જિંદગી લાંબી અને ‘પહોળી’ પણ હતી. ન્યુટન અને ડાર્વિનની કબરોની બાજુમાં, પોતાની કબરની ઉપર ‘હોકિંગ રેડીયેશન’નું સમીકરણ કોતરાવીને સુતેલા હોકિંગ દુનિયાના બધા જ વિકલાંગો માટે પ્રેરણા સ્ત્રોત છે કે દ્રઢ મનોબળ સામે બીજા બધા જ અવરોધોએ ઝૂકવું પડે છે.
સૌજન્ય: લેખકના પુસ્તક ‘રજ થી સૂરજ સુધી’

142 : 09/08/2020

ભગવાનનું પ્લાનિંગ

आज तक का सबसे सुदंर मैसेज ………ये पढने के बाद एक “आह” और एक “वाह” जरुर निकलेगी…👊
👌👌👌👌
((((( भगवान की प्लानिंग )))))
✌✌✌.
एक बार भगवान से उनका सेवक कहता है,
भगवान-
आप एक जगह खड़े-खड़े थक गये होंगे,
.
एक दिन के लिए मैं आपकी जगह मूर्ति बन
कर
खड़ा हो जाता हूं, आप मेरा रूप धारण कर
घूम
आओ l
.
भगवान मान जाते हैं, लेकिन शर्त रखते हैं
कि
जो
भी लोग प्रार्थना करने आयें, तुम बस
उनकी
प्रार्थना सुन लेना कुछ बोलना नहीं,
.
मैंने उन सभी के लिए प्लानिंग कर रखी है,
सेवक
मान जाता है l
.
सबसे पहले मंदिर में बिजनेस मैन आता है और
कहता है, भगवान मैंने एक नयी फैक्ट्री
डाली
है,
उसे खूब सफल करना l
.
वह माथा टेकता है, तो उसका पर्स नीचे
गिर
जाता
है l वह बिना पर्स लिये ही चला जाता
है l
.
सेवक बेचैन हो जाता है. वह सोचता है
कि रोक
कर
उसे बताये कि पर्स गिर गया, लेकिन शर्त
की
वजह से वह नहीं कह पाता l
.
इसके बाद एक गरीब आदमी आता है और
भगवान
को कहता है कि घर में खाने को कुछ नहीं.
भगवान
मदद करो l
.
तभी उसकी नजर पर्स पर पड़ती है. वह
भगवान
का शुक्रिया अदा करता है और पर्स लेकर
चला
जाता है l
.
अब तीसरा व्यक्ति आता है, वह नाविक
होता
है l
.
वह भगवान से कहता है कि मैं 15 दिनों के
लिए
जहाज लेकर समुद्र की यात्रा पर जा
रहा हूं,
यात्रा में कोई अड़चन न आये भगवान..
.
तभी पीछे से बिजनेस मैन पुलिस के साथ
आता है
और कहता है कि मेरे बाद ये नाविक आया
है l
.
इसी ने मेरा पर्स चुरा लिया है,पुलिस
नाविक
को ले
जा रही होती है तभी सेवक बोल पड़ता
है l
.
अब पुलिस सेवक के कहने पर उस गरीब आदमी
को पकड़ कर जेल में बंद कर देती है.
.
रात को भगवान आते हैं, तो सेवक खुशी
खुशी
पूरा
किस्सा बताता है l
.
भगवान कहते हैं, तुमने किसी का काम
बनाया
नहीं,
बल्कि बिगाड़ा है l
.
वह व्यापारी गलत धंधे करता है,अगर
उसका
पर्स
गिर भी गया, तो उसे फर्क नहीं पड़ता
था l
.
इससे उसके पाप ही कम होते, क्योंकि वह
पर्स
गरीब इंसान को मिला था. पर्स
मिलने पर
उसके
बच्चे भूखों नहीं मरते.
.
रही बात नाविक की, तो वह जिस
यात्रा पर
जा रहा
था, वहां तूफान आनेवाला था,
.
अगर वह जेल में रहता, तो जान बच जाती.
उसकी
पत्नी विधवा होने से बच जाती. तुमने
सब
गड़बड़
कर दी l
.
कई बार हमारी लाइफ में भी ऐसी
प्रॉब्लम
आती है,
जब हमें लगता है कि ये मेरे साथ ही
क्यों हुआ l
.
लेकिन इसके पीछे भगवान की प्लानिंग
होती
है l
.
जब भी कोई प्रॉब्लमन आये. उदास मत
होना l
.
इस कहानी को याद करना और सोचना
कि जो
भी
होता है,i अच्छे के लिए होता है

141 : 09/08/2020

પીળું ઘાસ

ગધેડાએ વાઘને કહ્યું ,’ ઘાસ પીળું હોય છે .’

વાઘે કહ્યું , ‘ નહિ ઘાસ તો લીલું હોય છે .’

પછી તો પૂછવું શું , બંને વચ્ચે ચર્ચા જામી પડી . બંને પોત પોતાની વાતે મક્કમ રહ્યા . આ વિવાદના અંત માટે બંને વનરાજ સિંહ પાસે ગયા .

પ્રાણીદરબારમાં સર્વની મધ્યે રાજા તરીકે સિંહાસને સિંહ આરૂઢ હતા .

વાઘ કઈ કહે એ પહેલા તો ગધેડાએ કહેવાનું શરૂ કરી દીધું .

‘ બોલો ! વનરાજ ઘાસ પીળું હોય છે ને ? ‘

સિંહે કહ્યું , ‘ હા ! ઘાસ પીળું હોય છે .’

ગધેડો , ‘ આ વાઘ માનતો જ નથી . મને હેરાન કરે છે . એને યોગ્ય સજા થવી જોઈએ .’

રાજાએ ઘોષણા કરી , ‘ વાઘને એક વર્ષ માટે જેલ થશે . ‘

મહારાજનો ચુકાદો સાંભળી ગધેડો આનંદમાં આવી નાચતો કૂદતો જંગલમાં ચાલ્યો . રસ્તે જે મળ્યા તેને કહેતો ગયો કે વાઘને એક વર્ષની સજા થઈ છે . ‘

જે કોઈ સાંભળતું તે નવાઈ પામતું . એક ગધેડાએ એવું તે શું કર્યું કે વાઘને જેલની સજા થઈ .

વાઘે વનરાજ સમીપે જઈ પૂછ્યું , ‘ કેમ મહારાજા !  ઘાસ તો લીલું હોય છે ને ? ‘

મહારાજાએ કહ્યું , ‘ હા ! ઘાસ તો લીલું હોય છે .  ‘

વાઘે કહ્યું , ‘ …. તો પછી મને જેલની સજા શા માટે ? ‘

સિંહે કહ્યું , ‘ તમને એટલા માટે સજા નથી આપી કે ઘાસ પીળું હોય છે
કે લીલું . તમને એટલા માટે સજા આપી છે કે ગધેડા જેવા મૂર્ખ સાથે
તમારા જેવા બહાદૂર અને ઉચ્ચ કોટિના પ્રાણી એ વિવાદ કર્યો અને અહીં સુધી નિર્ણય કરાવવા આવી
પહોચ્યા .

શીખવાનું શુ……👇
કે જીવન માં મૂરખ લોકો અને પોતાની જાતને બહુ હોશિયાર  સમજતા હોઈ એવાની સાથે મગજ મારી મા પડવું નહીં.

કારણ કે એમાં કિંમત આપડી થાય મૂરખ ની નહીં.🙏🏻

140 : 09/08/2020

મુગલે આઝમ અને માસ્કનો ઉપયોગ

આજે કોરોના કાળમાં જ્યારે માસ્કનો ઉપયોગ અનિવાર્ય બની ગયો છે ત્યારે બોલિવૂડની એક સીમાચિહ્ન ફિલ્મ મુગલ-એ-આઝમ અને એના એક ગીતની યાદ આવી જાય.
તમને એમ થશે કે માસ્ક અને શહેનશાહ અકબરના દરબારમાં તત્કાલિન સ્વપ્ન સુંદરી મધુબાલા પર ફિલ્માવાયેલા ગીત વચ્ચે શું સંબંધ? પણ એ તે ગીતનું માસ્ક સાથેનું સુંદર અનુસંધાન મને આપ સૌ સાથે વહેંચવું ગમશે.
બહુ ઓછા લોકો જાણે છે કે, મધુબાલા બહુ સારા નૃત્યાંગના નહોતાં, ખાસ કરીને જ્યારે શરીરની વિશિષ્ટ અંગભંગિમાઓ અને ફિરત સાથેનું નૃત્ય હોય ત્યારે એ સારું નૃત્ય કરી શકતાં નહીં એટલે આ ગીતમાં કેટલાંક દ્રશ્યો લક્ષ્મી નારાયણ નામના એક પુરુષ નૃત્યકાર પર ફિલ્માવવામાં આવ્યાં હતા અને આ ફિલ્માંકન વખતે લક્ષ્મી નારાયણએ મધુબાલાના ચહેરા જેવો માસ્ક પહેરેલો. માસ્ક એટલો પરફેક્ટ હતો કે આજદિન સુધી લોકો એને મધુબાલા સમજીને જ નૃત્ય- ગીત જુએ છે.
પુનાના બી.આર. ખેડકર નામના માણસે આ પ્રકારનો ભારતનો પહેલો રબ્બરનો માસ્ક બનાવ્યો હતો. આજે ૮૪ વર્ષના થયેલા ખેડકર ત્યારે ૩૩ વર્ષના હતા.
ખેડકર કહે છે કે, શરૂઆતમાં અને મધુબાલાના કેટલાક ફોટોગ્રાફ્સ આપીને માસ્ક બનાવવાનું કહેવાયું હતું પણ મેં આસિફજીને કહ્યું કે, એમણે મારી સામે રૂબરૂ થોડો સમય તો ઉભું રહેવું જ પડશે.
નિર્માતા કે.આસિફે જ્યારે માસ્ક બનાવવા માટે મધુબાલાને મારી સામે દસ મિનિટ સ્થિર રહીને પોઝ આપવાની સૂચના આપી ત્યારે હું રોમાંચિત થઈ ગયો હતો.  મધુબાલા સંમત થયા અને મે બનાવેલું એમનું સુંદર શિલ્પ જોઇને પ્રભાવિત પણ થયા.
ખેડકર કહે છે કે, પહેલાં કાગળના માવામાંથી એમનું શિલ્પ બનાવ્યું પછી એ સમયે સ્ટુડિયોની નજીકમાં આવેલી રબરના ફુગ્ગા બનાવતી એક ફેક્ટરીના સ્ટાફની મદદથી ફેક્ટરીમાં જ પેલા શિલ્પના મોલ્ડમાં પીગળેલું રબ્બર રેડયું. બીજા દિવસે નૃત્યકાર લક્ષ્મી નારાયણને મધુબાલાનો કોસ્ચ્યુમ અને મેકઅપ કરીને આવવા સૂચના આપી અને પછી માસ્ક પહેરાવ્યો. લક્ષ્મી નારાયણને આ સ્વરૂપમાં જોઈ ને કે.આસિફ ઉપરાંત ખુદ મધુબાલા અને સેટ પરના તમામ લોકો તાજજુબ થઇ ગયા હતા.
જ્યારે ખેડેકરે આસિફને પૂછ્યું કે, “ફિલ્મના ટાઈટલમાં મને ક્રેડિટ આપશો?” ત્યારે આસિફે કહેલું,” જરૂરથી અને મોટા અક્ષરોમાં !  કારણ કે તમે અદ્દભૂત કામ કર્યું છે.”
આમ માસ્કનું અનુસંધાન રૂપેરી દુનિયા સાથે ૫૦ વર્ષથી છે.
આવો એ ગીત જોઈએ….

139 : 09/08/2020

ખંભાતના વાણીયાની વાત – ‘બાપના આશિર્વાદ’

ખંભાતના વાણિયાની આ વાત છે.

એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું: ‘બેટા, મારી પાસે કંઈ ધનમાલ નથી. મિલકતમાં હું  તને મારા આશીર્વાદ દેતો જાઉં છું કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જજો ! ’

દીકરાએ માથું નમાવી બાપના આશીર્વાદ ઝીલ્યા.બાપે સંતોષથી પ્રાણ છોડ્યા.

હવે ઘરનો ભાર ધનપાળના માથે આવ્યો. તેણે એક નાનકડી હાટડી શરૂ કરી. ધીરે ધીરે તેની કમાણી વધતી ચાલી. તેણે ધંધાનો વિસ્તાર કરવા માંડ્યો. ધંધાના વિસ્તાર સાથે કમાણી પણ વિસ્તરી. ગામના શ્રીમંતોમાં એની ગણતરી થવા લાગી.

એને ખાતરી હતી કે મારા પિતાના આશીર્વાદનું જ આ ફળ છે. પિતાએ આખી જિંદગી દુ:ખ વેઠ્યું, પણ ધીરજ ન ખોઈ, શ્રદ્ધા ન ખોઈ, પ્રમાણિકતા ન ખોઈ, તેથી એમની વાણીમાં બળ આવ્યું, તેમના આશીર્વાદ ફળ્યા, અને હું સુખી થયો.

તેના મોઢે આવી વાત સાંભળી એક જણે કહ્યું: ‘તમારા પિતામાં આવી તાકાત હતી, તો એ પોતે કેમ કશું કમાયા નહિ ?’

ધર્મપાળે કહ્યું:  ‘હું પિતાની તાકાતની વાત નથી કરતો, પિતાના આશીર્વાદની તાકાતની વાત કરું છું.’

આમ જ્યારે ત્યારે એ બાપના આશીર્વાદના ગુણ ગાતો, તેથી લોકો મશ્કરીમાં તેને ‘બાપનો આશીર્વાદ’ કહી બોલાવતા. ધનપાળને એથી ખોટું લાગતું નહિ, એ કહેતો કે બાપના આશીર્વાદને લાયક નીવડું એટલે બસ.

આમ વર્ષો વીત્યાં. ધનપાળનો વેપાર ખૂબ વધ્યો. એનાં વહાણો દેશદેશાવર ફરતાં અને માલની લેવેચ કરતાં. એની કમાણીનો પાર ન હતો.

એકવાર એને થયું કે આમ વેપાર રોજગારમાં નફો જ નફો થયા કરે એ સારું નહિ, કોઈ વાર નુકસાનનો પણ અનુભવ કરવો જોઈએ. એણે એક મિત્રને કહ્યું: ‘દોસ્ત, કંઈ નુકસાનનો ધંધો બતાવ !’

મિત્રને થયું કે આને ધનનો મદ ચડ્યો  છે; એ એવું સમજે છે કે થઈ થઈને મને શું નુકસાન થવાનું છે? કાનખજૂરાનો એક પગ ભાંગ્યો તોય શું? તો હવે એને એવો ધંધો દેખાડું કે ઊંધે માથે ખાડામાં પડે.

તેણે કહ્યું: ‘તો એમ કર ! વહાણમાં લવિંગ ભરી ઝાંઝીબાર વેચવા જા ! અવશ્ય એ ધંધામાં તને ખોટ જશે.’

ધર્મપાળને આ વાત બરાબર લાગી. ઝાંઝીબાર તો લવિંગનો દેશ, ત્યાંથી લવિંગ ભારતમાં આવે ને દશબાર ગણા ભાવે વેચાય. એ લવિંગ ભારતમાંથી ખરીદી ઝાંઝીબાર વેચવા જવું એટલે સીધી જ પાયમાલી.

ધર્મપાળે નક્કી કર્યું કે નુકસાનનો આ અનુભવ પણ લેવો. એટલે ભારતમાંથી મોંઘા ભાવે લવિંગ ખરીદી વહાણ લઈ તે ઝાંઝીબાર ગયો.

ઝાંઝીબારમાં સુલતાનનું રાજ્ય હતું. ધર્મપાળ વહાણમાંથી ઊતરી રેતીના લાંબા પટમાં થઈને બીજા વેપારીઓને મળવા જતો હતો. ત્યાં સામેથી આવતા સુલતાન એને મળ્યા. ખંભાત બંદરથી આવેલા વેપારીને જોઈ સુલતાને તેમનો આદર કર્યો.

ધર્મપાળે જોયું તો સુલતાનની સાથે સેંકડોની સંખ્યામાં સિપાઈઓ હતા. એ સિપાઈઓના હાથમાં ભાલા, તલવાર કે બંદૂક નહિ, ચાળણીઓ હતી ! એ જોઈ ધર્મપાળને નવાઈ લાગી. તેણે સુલતાનને વિનયપૂર્વક આનું કારણ પૂછ્યું.

સુલતાને હસીને કહ્યું: ‘વાત એમ છે કે આજે સવારે હું આ સમુદ્ર તટ પર ફરવા આવેલો. ફરતાં ફરતાં મારી આંગળીએથી એક વીંટી ક્યાંક નીકળી પડી. રેતીમાં વીંટી ક્યાં ગરી ગઈ એની ખબર પડી નહિ. રેતી ચાળી એ વીંટી શોધવા હું આ સિપાઈઓને અહીં લઈ આવ્યો છું.’

ધર્મપાળે કહ્યું: ‘વીંટી બહુ કીમતી હશે.’

સુલતાને કહ્યું: ‘ના, એનાથી ઘણી વધારે કીમતી વીંટીઓ મારી પાસે છે. પણ આતો એક ફકીરના આશીર્વાદની વીંટી છે. હું માનું છું કે મારી સલ્તનતનો પાયો એ આશીર્વાદ છે. એટલે મારે મન એ વીંટીનું મૂલ્ય સલ્તનત કરતાંયે વધારે છે.’

આટલું કહી સુલતાને કહ્યું:  ‘ બોલો, શેઠ, આ વખતે શું માલ લઈને આવ્યા છો ?’

ધર્મપાલે કહ્યું: ‘લવિંગ.’

‘લવિંગ ?’ સુલતાનની નવાઈનો પાર ન રહ્યો. ‘આ લવિંગના દેશમાં તમે લવિંગ વેચવા આવ્યા છો? કોણે તમને આવી મતિ આપી ? નક્કી એ કોઈ તમારો દુશ્મન હશે. અહીં તો એક પૈસામાં મૂઠો ભરીને લવિંગ મળે છે. અહીં તમારા લવિંગનું શું ઉપજશે?’

ધર્મપાળે કહ્યું: ‘મારે એ જ જોવું છે. લાખોની ખોટ ખાવા માટે જ હું અહીં આવ્યો છું. આજ લગી જે ધંધો મેં કર્યો તેમાં મને હંમેશાં નફો જ થયો છે; મારા બાપના આશીર્વાદનું એ ફળ છે. એ આશીર્વાદ આજે અહીં કેવી રીતે કામ કરે છે તે મારે જોવું છે.’

સુલતાને કહ્યું: ‘બાપના આશીર્વાદ ? એ વળી શું?’

ધર્મપાળે કહ્યું:  ‘મારા બાપ ગરીબ હતા. આખી જિંદગી તેમણે પ્રમાણિક્પણે કામ કર્યું હતું. પણ કદી બે પાંદડે થયા નહોતા. મરતી વખતે તેમણે ભગવાનનું નામ લઈ મારા માથા પર હાથ મૂકી મને આશીર્વાદ આપ્યા હતા કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જશે ! ’

બોલતાં બોલતાં જુસ્સામાં આવી તેણે નીચા નમી મૂઠો ભરી સમુદ્રતટની રેતી લીધી ને ચાળણીની પેઠે આંગળાંમાંથી રેતી નીચે ઝરવા દીધી, તો–

એની નવાઈનો પાર ન રહ્યો.

એના હાથમાં હીરાજડિત સોનાની વીંટી હતી !

એ જ પેલી સુલતાનની ખોવાયેલી વીંટી !

વીંટી જોઈ સુલતાન ખુશ ખુશ થઈ ગયો. તે બોલી ઊઠ્યો: ‘વાહ ખુદા, તારી કરામતનો પાર નથી ! તું બાપના આશીર્વાદને સાચા પાડે છે !’

ધર્મપાળે કહ્યું: ‘ફકીર ના આશીર્વાદને પણ એ જ સાચા પાડે છે !’

સુલતાન હેતથી ધર્મપાળને ભેટી પડ્યો. કહે: ‘માગ, માગ, માગે તે આપું.’

ધર્મપાળે કહ્યું: ‘આપ સો વર્ષના થાઓ અને રૈયતનું રૂડી રીતે પાલન કરો—એ સિવાય મારે બીજું કંઈ ન જોઈએ.’

સુલતાન અધિક ખુશ થયો. તેણે કહ્યું: તમારો બધો માલ હું મુદ્દલ કરતાં બમણી કિંમતે રાખી લઉં છું.’

બોધ : જો નીતિ સાચી અને પિતા ના આશીર્વાદ હોય તો દુનિયા માં કોઈ ની તાકાત નથી તમને ક્યાંય પાછળ પાડે…
બાપ ની સેવાનું ફળ અચૂક મલેજ છે આશીર્વાદ જેવી મોટી ધન સંપત્તિ નથી

✍🏻 બાળકના મન ને જાણનારી “માઁ”
અને ભવિષ્ય જાણનારો “પિતા”
આ જ બે દુનિયાના “મહાન જ્યોતિષ” છે

બસ એમનો “આદર” કરશો તો
“ભગવાન” પાસે તમારે કાંઇ માંગવુ ના પડે

138 : આપણું જીવ્યું

આપણું જીવ્યું
કર્મોથી જાણવું, વર્ષોથી નહીં.
આપણું જીવ્યું
વિચારોથી જાણવું, શ્વાસોચ્છ્વાસથી નહીં.
આપણું જીવ્યું
હૃદયની ઊર્મિઓથી જાણવું, ધબકારાથી નહીં.
જેનું ચિંતન અધિક થયું,
જેના ભાવ ઉત્તમ રહ્યા,
જેનાં કર્મો પ્રભુ-પ્રીત્યર્થે થયાં,
તે જ ખરું જીવ્યો!

(— જે.બી. પ્રીસ્ટલી.અનુ, ગુણવંત શાહ )

137: 09/08/2020

મહમદ રફી

મહંમદ રફી: મોત મીટા દે ચાહે હસ્તી યાદ તો અમર હૈ…

✒લેખક: જ્વલંત છાયા ( ચિત્રલેખા )
Mob . 99099 28387

(અરિજિત સિંઘ, સોનુ નિગમ કે એ પહેલાં ઉદિત નારાયણ-સુરેશ વાડકર કોઇ એવું નથી જેના અવાજે આપણને ઘેલું ન લગાડ્યું હોય. જુનું એ જ સોનું એવું ન હોય. પરંતુ જુનું જમાવટ વાળું તો હોય. મહંમદ રફી વર્સેટાઇલ ગાયક હતા. એમણે ગાયેલાં ગીતો આજે પણ લોકો યુ ટ્યૂબ પર કે સારેગામા કારવાંમાં સાંભળે છે. 31મી જુલાઇ રફીનો મૃત્યુ દિવસ છે.  27 જુલાઇ 2003ના રોજ જયહિન્દની પૂર્તિમાં એમના વિશે લખેલો લેખ પુનઃ ચાહકો માટે….)

મહંમદ રફી એમના વિશે એટલું જ લખીએ કે મહંમદ રફી તો ય પૂરતું છે. કારણ કે તેઓ સ્વયં પોતાનો અને ભારતીય સીને સંગીતનો આજે પણ પરિચય છે. એ નામ જ એવું છે કે પછી તેમનાં વિશે બીજુ કંઈ જણાવવાની ઓછી જરુર રહે પણ આ બહાનુ નથી, મહંમદ રફીએ ગાયેલ સેંકડો ગીતો જેમ વારંવાર, અવાર નવાર, સતત, કેસેટ કે સીડી રીવાઈન્ડ કરી કરીને સાંભળવા ગમે છે તેમ મહંમદ રફી વિશે લખવું વાંચવું પણ ગમે. ભારતીય સીનેમા સંગીતનો એક દીર્ધ અધ્યાય તેમની કારકીર્દીને ગણીએ તો તે ગીતો-સંગીતકારો ફિલ્મો વિશે જેટલું જાણવાની મજા આવે તેટલી જ મજા તેમનાં સરળ તેમજ માનવતાનાં યથાર્થ જેવા વ્યક્તિત્વ વિશે વાંચવામાં પણ આવે.

એક વાત સત્ય છે કે ભારતમાં 100માંથી 95 લોકો જો એવું કહેતાં હોય કે રફી સારા ગાયક હતા તો, 96 લોકો એવું કહેશે કે તે અતિ સારા માનવી હતા. એ મહંમદ રફી આમ તો ભુલાય તેવું જ નથી છતાં 31 મી જુલાઈએ  પૂણ્યતિથી છે. ફિલ્મ જગત અને રફીના ચાહકો કહેશે.. “યાદ ન જાયે બીતે દિનો કી.. જાને વાલે કભી નહેં આતે ,જાને વાલે કી યાદ આતી હૈ…”

રફી વિશે લખવાની ઈચ્છા થાય તો સાથોસાથ એવો સવાલ પણ થાય કે મૃત્યુ પછીનાં બે દાયકા વીત્યા છતાં જેઓ વીસરાયા નથી, જીવતે જીવ જેણે લોક પ્રિયતાના એવરેસ્ટ પર વસવાટ કર્યો હતો તેવા રફી વિશે હવે શું લખી શકાય? એવું લખીયે કે, જ્યોર્જ છઠ્ઠાના યુગમાં એક મોટુ ફંકશન લાહોરમાં હતું જેમાં કાર્યક્રમના મુખ્ય ગાયક મોડા પડ્યા એટલે પંજાબનાં કોઈ બાળકને ગાવા ઉભો કરાયો એનું ગીત ચાલુ હતું ત્યારે મુળ ગાયક આવ્યા, ગીત સાંભળ્યું ને પછી એ છોકરાને આશિર્વાદ આપ્યા કે તું એક દિવસ મોટો ગાયક બનીશ. એ આશીર્વાદ આપનાર કુંદનલાલ સાયગલ અને લેનાર રફી તમે કહેશો આ પ્રસંગ તો તમે જ અગાઉ ‘અમૃતા‘ ના એક અંકમાં લખી ચૂક્યા છો!

એવો પ્રસંગ લખીએ કે રોયલ્ટી બાબતે લત્તાજી સાથે થોડો સમય અણબનાવ થયા પછી તેઓ પહેલીવાર રફી સાહેબને પ્યાર મહોબ્બતનાં રેકોડિંગ વખતે ત્રણ વર્ષનાં અંતર પછી મળવાનું થયું, લત્તાજીને સંકોચ હતો પણ રફી ફુલદસ્તા સાથે લત્તાને મળ્યા, જાણે કંઈ બન્યુ જ નથી એ રીતે. તમે કહેશો અમને ખબર છે.  પછી એવી વાત આવે કે ગોંડલમાં રહેતા ક્યુમ અઝીઝને  અમદાવાદમા એક લાઈવ શો પછી રફીએ ઓટોગ્રાફ આપ્યો હતો અને તે પણ ફક્ત એમને નહીં, રાહ જોઇ રહેલા સિત્તેર-એંસી લોકોને રફીએ ઓટોગ્રાફ આપ્યા હતા. કયુમ અઝીઝ સાથે એમણે ફોટો પડાવી સહી કરી. અને એ કોપી પણ પરત મોકલી હતી તો ય તમને થશે કે આ તો રિપિટ થયું.

એક નવી લાગે તેવી વાત 1959મા અમદાવાદમાં મહંમદ રફીનો લાઈવ શો હતો શો શરુ થયો, ઓડિયન્સ તોફાની એટલે કે અમદાવાદી (બેમાંથી એક શબ્દ લખ્યો હોય તોય ચાલે) હતું  રફીએ ગાવાનું શરુ કર્યું, ‘વચન’  ફિલ્મનું ગીત “બાબુજી એકપૈસા દે દે”  લોકોએ સ્ટેજ પર પૈસા ફેંકવાનું શરુ કર્યું, ગાતાં ગાતાં રફીએ માથું આમ તેમ હલાવવું પડ્યું, એક સિક્કો નાક પર વાગ્યો ઈજા થઈ છતાં રફી સાહેબે ગીત પુરુ કર્યું, પછી અંદર ગયા, કોઈ બોલ્યું જલ્દી રુ લાવો, તેમના નાક પરથી લોહી નીકળતું હતું, રફી બોલ્યા ‘રહેને દો યે તો પ્યાર કી માર હૈ‘ વાંચનાર કહેશે આંમા નવું શું કહ્યું? આ તો રજનીકુમાર પંડ્યાએ પણ લખ્યુ હતું અને પછી 1961 માં રફી ગીતા દત્ત સાથે રાજકોટ પણ આવ્યા હતાં બોલો કંઈ છે હવે નવું?

મહંમદ રફી વિશે આમ જોઈએ તો બધું જુનું છે આમ જોઈએ તો રફી હજી નવા જ છે, અવાજની એ તાજગી, સાત સૂરોનો એ ઘૂઘવતો દરિયો, રફીનો પણ અલગ અલગ ગીતોનો અલગ અલગ અંદાજ. કોઈ એમ કહે કે રફીનાં શ્રેષ્ઠ ગીતોની યાદી બનાવીએ, શ્રેષ્ઠ યુગલ ગીતો લખીએ…અરે રફીનાં શ્રેષ્ઠ ગીતો એકઠા કરવા એટલે ઘઉંની ગુણીમાંથી એક એક દાણો ગણવાનું કામ ક્યું ગીત એવું હશે જે શ્રોતાઓને હ્રદયમાં સોસરવું નહી ઉતરતું હોય!!

ધારો કે રાત્રે 10-30 જેવો સમય છે, તમે કોઈ સાથે રાત્રે એવા રસ્તા પર જાઓ છો જે તદ્દન સૂમસામ થઈ રહ્યો છે,કાર ટેપમાં જે વાગે છે તે છે… “આ જા રે આ જરા, લહેરા કે આ ઝરા…” આમાં ક્યાંક ‘એક્સિડન્ટ‘ ન થઈ જાય તેના ડર બે રીતે માણસને લાગે અને એજ રફીનું ગીત તમે તમારા રુમમાં કોઈ ન હોય છતાં કેટલાય સ્મરણો કે સમસ્યાઓ હોય અને સાંભળતા હો… “સાથી ન કોઈ મંઝીલ.. દિયા હૈ લ કોઈ મહેફીલ…”  અસ્તિત્વ હચમચી જાય આ એક જ ઉદાહરણ બસ છે કારણ રફી સાહેબની વર્સેટાલીટી એટલે કે ગાયકીનાં વૈવિધ્ય માટે ઘણું લખાયું છે ઘણું કહેવાયું છે!!

‘મન તડપત હરિ દર્શન કો આજ.. ‘ જેવી શુધ્ધ શાસ્ત્રીયતાથી છલોછલ રચના હોય “સુખ કે સબ સાથી દુખ મે ન કોઈ” જેવી ભક્તિ રચના હોય “યે મહેલો યે તખ્તો યે તાજો કી દુનિયા” કે “બિછડે સભી બારી બારી” જેવા ઓછા ઓર્કેસ્ટ્રેશન વાળા ગીત કે લત્તા મંગેશકર, આશા ભોસલે કે સુમન કલ્યાણપુર સાથેનાં યુગલ ગીતો હોય રફી સાહેબનો અવાજ બધે જ એવો તો સુ-સંગત થયો છે  કે ગુરુદત્ત હોય, ભારત ભુષણ હોય દેવ આનંદ હોય કે પછી ‘ચંપીયયય… ‘કરતો જ્હોની વોકર હોય આપણને એવું લાગે કે આનું પ્લેબેક તો રફીનું જ હોય

હિન્દી ફિલ્મી ગીતોને રફીએ અલગ ઓળખ આપી ઉર્દુ તો તેમની માતૃભાષા, એટલે મિર્ઝા ગાલિબની ‘નુક્તા ચીં હૈ ગમે દિલ‘ દેવી ગઝલોને તેમનો કંઠ મળ્યો તે પણ લોકોએ માણ્યો પણ મહંમદ રફીએ ગુજરાતી ભાષામાં પણ ઘણું ગાયુ છે . “દિવસો જુદાઈમાં જાય છે” અને “કહું છું જવાનીને પાછી વળી જા”  એ બે રચનાઓ ગુજરાતના શ્રોતાઓને કંઠસ્થ છે પણ રફીએ ગુજરાતી ફિલ્મોમાં પણ ગીતો ગાયા હતાં.

1961માં બનેલી ફિલ્મ ‘ઘર દીવડી’માં પ્રથમવાર ગુજરાતીમાં તેમણે પ્લેબેક આપ્યું હતું. સંગીત આવિનાશ વ્યાસનું ગીતનાં શબ્દો “એક બાજુ નર ને બીજી બાજુ ખર”  “એ એ એ લપસી. અરે બહુ ઠસ્સામાં ઠસી…” ફિલ્મ ‘મહેંદી રંગ લાગ્યો’ માં મહંમદ રફીનું ડ્યુએટ હતું “નયન ચકચૂર છે, મન આતુર છે, હવે શું રહી ગયું બાકી કહો મંજુર છે..” આ ઉપરાંત ચુંદડી ચોખા, રમત રમાડે રામ, ચંદુ જમાદાર, જનમ જનમનાં સાથ ફિલ્મોમાં તેમણે ગીત ગાયા હતાં તો ‘મોટા ઘરના દિકરી’  ફિલ્મમાં ભાસ્કર વ્હોરાના ગીતો “મન મુંઝારો થાય મીઠી નજરું લાગી”, “આ નાહોલિયા રે નેણ પરોવી..”  “આવી રસીલી ચાંદની વનવગડો રેલાવતી”  પણ મહંમદ રફીએ ગાયા હતાં. આ રસીલી ચાંદની ગીતનું સ્વરાંકન હતું દિલીપ ધોળકિયાનું.

સાવ સામાન્ય શ્રોતા તરીકે લખવાનું મન થાય છે કે હિન્દી ફિલ્મ સંગીતની ચર્ચા થાય ત્યારે એવું કહેવાતું હોય છે કે યુગ બદલાયો છે સમય પરિવર્તન પામ્યો છે સાયગલ, મુકેશ વગેરે ગાયકો અત્યારે થયા હોય તો કદાચ એટલા લોકપ્રિય ન થયા હોત. અહીં આ મુલવણીનો પ્રશ્ર્ન જ નથી. કે એલ. સાયગલ કે પંકજ મલિક કે મન્નાડે, કે મુકેશ કે તલત કે કિશોરકુમાર બધાં જ મહાન હતાં પણ મહંમદ રફી એવી પ્રતિભા ધરાવતા હતા જેની જરુર દરેક યુગમાં ફિલ્મ સંગીતને પડે.

“મન રે તુ કાહે ન ધીર ધરે…” અને “તારિફ કરું ક્યા ઉસકી..” બંનેના ગાયક એક જ હોય તેવું જ હવે ક્યાં?  શંકર જયકિસનનાં મતે તેઓની કારકીર્દીમાં મહંમદ રફીનો ઘણો મોટો હિસ્સો હતો તેઓ રફીને અત્યંત આદરથી જોતાં એકવાર ખબર પડી કે શંકર જયકિસન વચ્ચે કોઈ બાબતે મનદુ:ખ થયું છે. રફી પહોંચ્યા સીધા તેમના ઘરે, કહ્યું: યહ જોડી મરતે દમ તકે કાયમ રહેની ચાહિયે… અને પછી તો શંકર જયકિસનનાં કહેવા મુજબ જ્યારે કોઈ ધૂન અંગે બંને વચ્ચે અસંમતિ સર્જાતી તો તેઓ રફીને જજ બનાવતા અને તેમનો અભિપ્રાય અંતિમ ગણાતો…

આવા જ અનુભવ લક્ષ્મીકાંત પ્યારેલાલને પણ થયા હતા, એક ધૂન માટે બંનેને સંતોષ નહોતો થયો, કંઈક વધુ સારુ થવું જોઈએ તેવું લાગ્યું કોને પુછવું? નક્કી થયુ કે રફી સાહેબને જ કહીએ કંઈક રસ્તો કાઢે, ગીત સાંભળીને રફીએ કહ્યું ચિંતા નહી કરો આ ગીતની ગેરેન્ટી હું લઉ છું ગીત હીટ ગયું એટલુ જ નહીં પણ રફી મજરુહ અને એલ. પી. ને એના માટે ફિલ્મ ફેર એવોડૅ પણ મળ્યો ગીત સાંભળવું (વાચવું) છે? “ચાહુંગા મૈં તુજે સાંજ સવેરે…ફિર ભી કભી અબ નામ કો તેરે…”

એકવાર રફી વિદેશયાત્રાની તૈયારી કરતા હતા લક્ષ્મી-પ્યારેને ખબર પડી પરેશાન થઈને કહ્યું અમારા પાંચ ગીતો રેકોડૅ થયા નથી ફિલ્મ બે માસ મોડી પડશે… નુકસાન થવાની વાત આવી ને રફી ખિન્ન થઈ ગયા… કહે એક દિવસમાં પાંચ ગીતોનાં રેકોડિંગ કર્યા અને અમરદીપ ફિલ્મની વાત તો એથીયે રસપ્રદ છે એમાં રફીનું કોઈ ગીત નહોતું એલ.પી.એ. એક દોહો ગવરાવ્યો પૈસાનું પુછ્યું તો હસીને મહંમદ રફી કહે આના તે કાંઈ પૈસા હોય?

રફીનાં મૃત્યુ પછી લક્ષ્મીકાંત પ્યારેલાલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમના જવાથી અમારું સંગીત અનાથ થઈ ગયું, ભવિષ્યની ખબર નથી પણ આજે બીજો કોઈ રફી નથી.

મહંમદ રફી નેકદિલ ઈન્સાન હતા, દોસ્તોનાં દોસ્ત હતાં કોઈના હરિફ નહોતા એ સમયે પાર્શ્ર્વગાયકોનું એક એસોસિયેશન હતું, લતા, મુકેશ, મન્નાડે, તલત મહેમુદ, કિશોર, હેમંતકુમાર બધા ગયા હતા, રેખા દેશપાંડેને આપેલા ઈન્ટરવ્યુમાં આ પિકનીક વિશે વાત કરતાં તલત મહેમુદે કહ્યું હતું કે એ પિકનીકમાં રફી જેવા શાંત પ્રકૃતિનાં માણસ પણ નાચ્યા હતાં.

મહંમદ રફીને જેણે પણ યાદ કર્યા બસ આમ, દિલથી, સાચા મનથી યાદ કર્યા, દિલીપકુમાર કહેતા “આટલા સફળ, સિધ્ધ અને પ્રખ્યાત હોવા છતાં રફી નમ્ર હતાં જેટલી ઉંચાઈએ તેઓ પહોંચ્યા તેટલા નીચે ઝુક્તા ગયા”. તો લત્તા મંગેશકરે તો ત્યાં સુધી કહ્યું કે “ફિલ્મ સંગીતમાં અનેક લોકો આવશે પણ રફીની જગ્યા કોઈ ભરી નહીં શકે.”

આટલી બધી ચાહના લોકો અને સમકાલીનો તરફથી મળી હોય તેવા ઘણા ઓછા કલાકારો હશે. 1937માં રેડિયો પર સૌ પ્રથમવાર પંજાબી ગીતો ગાયા બાદ 1944માં હિન્દી ફિલ્મ ક્ષેત્રે તેમનું પાર્શ્વગાયન હતું, ત્યારથી છેક 1969 સુધી રફીએ શાસન કર્યું. હિન્દી સિને જગત પર તે પછી રાજેશ ખન્નાનો જમાનો આવ્યો સાથે કિશોરકુમારની લોકપ્રિયતા વધી રફીને સાંભળનાર વર્ગ ઘટ્યો, રફીની શક્તિ નહીં.

ફરી વર્સેટાઈસીટી, વિવિધતાની વાત કરીએ તો નૌશાદ, એસ.ડી.બર્મન,ઓ.પી.નૈયર કે મદન મોહન કે શંકર જયકિસન કે આર.ડી. બર્મન હોય બધાની બંદીશો-ગીતો ભજનો શાસ્ત્રીય ગીતો ગઝલો રફીએ બ-ખૂબી ગાઈ હતી, મુકેશ કે.એલ.સાયગલથી પ્રભાવિત હતા મન્નાડેના ગુરુ તેમના કાકા કે.સી. ડે હતા

મહંમદ રફી શીખ્યા ઉસ્તાદ બરકતઅલી અને બડે ગુલામઅલીખાં પાસે. ફિલ્મોમાં શરુઆતમાં તેમણે પણ ભલામણો, સંદર્ભોનો આશરો લેવો પડયો હતો અને જુની પેઢીના ગાયક-સંગીતકાર જી.એમ.દુરાનીનાં કહેવા મુજબ નૌશાદે 1944માં રફીને ‘પહેલે આપ’માં ચાન્સ આપ્યો અને પછી શ્યામ સુંદરે ગાંવ કી ગોરી ફિલ્મમાં ગીત ગવરાવ્યા તેમાં દુરાનીની ભલામણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. અને જુઓ ખેલદીલિ, ખાનદાની અને અહેસાન પરસ્તનો દાખલો-દુરાની કહે છે પછી એ માણસ એટલી બુલંદીએ પહોચ્યો કે મારી ભલામણ કરી શકે, કરી પણ ખરી સો દોઢસો ગીતો અમે સાથે ગાયા.

આ મહંમદ રફીવિશે જેટલું લખીએ તેટલું ઓછુ છે અને અગાઉ લખ્યું તેમ ગીતોની યાદી તો આખા વિશેષાંકો ભરાય તેવડી બને છતાં રફી પ્રેમીઓ માટે એક અંજલી…’અખિયલ સંગ અખિયા..’ ‘અચ્છા જી મે હારી…દેખી સબ કી યારી મેરા દિલ જલાઓ ના..’.(કાલાપાની) ‘અપની તો હર આહ એક તુફાન હૈ…’(કાલા બઝાર) ‘અભી ન જા ઓ છોડકર’ (હમદોનો) ‘અબ ક્યાં મિસાલ દું..’(આરતી) ‘અપની આઝાદી કો હમ હરગીઝ મીટા સક્તે નહીં’ (શહીદ) ‘આજા કે ઈંતજાર મેં…’ (હલાકુ) ‘આના હૈ તો આ રાહ મેં કુછ ફેર નહીં હૈ ભગવાન કે ઘર દેર હૈ અંધેર…’(નયા દૌર) ‘આવાઝ દે કે હમે મિલતે…’ (એક મુસાફીર એક હસીના)… ‘એ ગુલબદન…’ (પ્રોફેસર) ‘ખુદા ભી આસમાં સે જબ ઝમી પર…’(ધરતી) ‘