મુલાકાતી નંબર: 430,126

Ebook
તારીખનું મહત્વ
  • ૦૧ જાન્યુઆરી :  ૧૮૪૮ : પુણે જિલ્લાના ભીડેવાડા ગામે દેશની સૌ પ્રથમ છોકરીઓ માટેની સ્કુલ સાવિત્રીબેન ફૂલેએ શરૂ કરી. ૧૮૯૪ : જન્મ : સત્યેન્દ્ર બોઝ ( વૈજ્ઞાનિક ), ૧૯૪૧ : જન્મ : અસરાની ( અભિનેતા ), ૧૯૫૧ : જન્મ : નાના પાટેકર(અભિનેતા), ૧૯૭૮ : જન્મ : વિદ્યા બાલન ( અભિનેત્રી ),
  • ૦૨ જાન્યુઆરી : ૧૮૯૮ : જન્મ : ભારતની પ્રથમ બે ચુંટણીને સફળતા પૂર્વક પાર પાડનાર નેશનલ હીરો - સુકુમાર સેન. પ્રથમ વખત ૧૭ કરોડ જેટલા ભારતીયોની મતદાર યાદી બનાવી અભૂતપૂર્વ કહી શકાય તે રીતે ચૂંટણીને સફળ બનાવી. આઝાદ સુદાને ૧૯૫૬ માં જવાહરલાલ નહેરૂને વિનંતિ કરતા સુકુમાર સેને ત્યાં જઇને પણ સફળ ચૂંટણી કરાવી. એવું પહેલી વખત બન્યું કે અન્ય દેશના ચૂંટણી કમિશનર બીજા દેશમાં જઈ સફળતા પૂર્વક ચૂંટણી કાર્ય પૂરું કરવામાં મદદ કરે. ૧૯૫૪ : ભારત રત્ન : ભારતનું સર્વોચ્ચ સન્માન આપવાની સ્થાપના થઈ, ૧૯૫૯ : જન્મ : કીર્તિ આઝાદ ( ક્રિકેટર ), ૧૯૬૦ : જન્મ : રમણ લાંબા ( ક્રિકેટર ), ૧૯૬૨ : જન્મ : સદાશિવ અમરાપુરકર ( અભિનેતા ),
  • ૦૩ જાન્યુઆરી : ૧૮૩૧ : જન્મ : સાવિત્રીબાઈ ફૂલે ( કવિયત્રી, શિક્ષક, સમાજ સુધારક ) ( દેશનું પહેલું બાલિકાગૃહ શરૂ કર્યું ), ૧૯૩૮ : જન્મ : જશવંતસિંહ ( રાજકારણી ), ૧૯૪૧ : જન્મ : સંજયખાન (અભિનેતા ),
  • ૦૪ જાન્યુઆરી : ૧૯૩૧ : જન્મ : નિરુપારોય ( ચરિત્ર અભિનેત્રી ),
  • ૦૫ જાન્યુઆરી : ૧૮૪૯ : ગુજરાતી પ્રેમી ફાર્બસ એલેક્ઝાન્ડરે ભદ્રના દરવાજા પર નેટીવ લાયબ્રેરી (રહેવાસીઓ માટે પુસ્તકાલય) શરૂ કર્યું. જે ગુજરાતનું પહેલું પુસ્તકાલય ગણાય છે. ૧૯૨૨ : જન્મ : મુકરી ( અભિનેતા ), ૧૯૩૪ : જન્મ : મુરલી મનોહર જોશી ( રાજકારણી ), ૧૯૪૧ : જન્મ : મન્સુર અલીખાન પટૌડી ( ક્રિકેટર ), ૧૯૫૫ : જન્મ : મમતા બેનર્જી ( રાજકારણી ), ૧૯૮૬ : જન્મ : દીપિકા પદુકોણે ( અભિનેત્રી ),
  • ૦૬ જાન્યુઆરી :  ૧૯૫૯ : જન્મ : કપિલદેવ ( ક્રિકેટર ), ૧૯૬૭ : જન્મ : એ.આર.રહેમાન ( સંગીતકાર ),
  • ૦૭ જાન્યુઆરી : ૧૯૪૮ : જન્મ : શોભા ડે ( લેખિકા ), ૧૯૪૯ : સાયન્સ જર્નલમાં પહેલી વાર જીન્સ અને ક્રોમોસોમનો ફોટો પ્રગટ થયો. ૧૯૫૦ : જન્મ : મુકરી ( હાસ્ય કલાકાર ), ૧૯૫૭ : જન્મ : બિંદીયા ગોસ્વામી ( અભિનેત્રી ), ૧૯૬૧ : જન્મ : સુપ્રિયા પાઠક ( અભિનેત્રી ), ૧૯૭૯ : જન્મ : બિપાશા બસુ ( અભિનેત્રી ),
  • ૦૮ જાન્યુઆરી : ૧૮૨૭ : શેઠ દલપતભાઈ લાલભાઈ મ્યુની. શાળા ન.૧ ના નામથી અમદાવાદ શહેરમાં સૌ પ્રથમ શાળા શરૂ થઈ. આજે પાંચકુવા દરવાજાની બહાર આ શાળા ખાડિયા મ્યુનિસિપલ શાળા ન. ૨ ના નામથી ઓળખાય છે.પ્રથમ હેડ માસ્ટર મૂળશંકર પ્રાણશંકર જોશી હતા, ૧૯૦૮ : જન્મ : ફિઅરલેસ  નાદિયા ( અભિનેત્રી ), ૧૯૨૯ : જન્મ : સઈદ જાફરી ( અભિનેતા ), ૧૯૩૯ : નંદા ( અભિનેત્રી ),
  • ૯ જાન્યુઆરી : પ્રવાસી ભારતીય દિવસ ( NRI DAY ), ૧૯૨૨ : જન્મ : ડો.હરગોવિંદ ખુરાના (ભૌતિક શાસ્ત્ર નોબેલ વિજેતા, વૈજ્ઞાનિક, પ્રોટીન સિન્થેસીસ પર શોધ), ૧૯૩૮ : જન્મ : સી.પી. રામાનુજન ( ગણિતશાસ્ત્રી ), ૧૯૬૫ : જન્મ : ફરાહખાન ( ફિલ્મ ડીરેક્ટર ), ૧૯૭૪ : જન્મ : ફરહાન અખ્તર ( ફિલ્મ ડીરેક્ટર ), ૧૯૭૪ : જન્મ : ઝોયા અખ્તર ( સ્ક્રીન ડીરેક્ટર ), ૧૯૮૩ : જન્મ : કલ્કી કોચલીન ( અભિનેત્રી ), એપલે      જગતને સૌ પ્રથમ સ્માર્ટ ફોન (  આઈ ફોન)ની ભેટ આપી હતી.  જન્મ રીચાર્ડ   નિકસન (અમેરિકન પ્રમુખ), સુંદરલાલ બહુ  ગુણા, મહેન્દ્રકપૂર (પાશ્વ ગાયક),
  • ૧૦ જાન્યુઆરી : ૧૮૬૩ : લંડનમાં વિશ્વની સૌ પ્રથમ અન્ડરગ્રાઉન્ડ રેલ્વે ચાલુ થઇ હતી., ૧૯૪૦ : જન્મ : યેસુદાસ ( ગાયક ), ૧૯૭૪ : જન્મ : રિતિક રોશન ( અભિનેતા ),
  • ૧૧ જાન્યુઆરી : ૧૯૫૧ : જન્મ : એમ.જે.અકબર ( પત્રકાર ), ૧૯૭૩ : જન્મ : રાહુલ દ્રવિડ ( ક્રિકેટર ), પંડિત દિન દયાલ ઉપાધ્યાયનો 'સમર્પણ' દિવસ.
  • ૧૨ જાન્યુઆરી : નેશનલ યુથ ડે, ૧૫૯૮ : જન્મ : જીજાબાઈ ( શિવાજીના માતા ), ૧૮૬૩ : જન્મ : સ્વામી વિવેકાનંદ ( તત્વ ચિંતક, ભારતના મહાન યુગ પુરુષ ), ૧૯૭૨ : જન્મ : પ્રિયંકા ગાંધી ( રાજીવ ગાંધીના દીકરી, રાજકારણી ),
  • ૧૩ જાન્યુઆરી : ૧૯૩૮ : જન્મ : શિવકુમાર શર્મા ( સંગીતકાર ), ૧૯૪૯ : જન્મ : રાકેશ શર્મા ( અવકાશયાત્રી ),
  • ૧૪ જાન્યુઆરી : ૧૭૬૧ : પાણીપતનું ત્રીજું યુધ્ધ અહમદશાહ અબ્દ્લ્લી અને મરાઠા સરદાર સદાશિવરાવ ભાઉ વચ્ચે શરૂ થયું. અહમદશાહનો વિજય થયો. ( પહેલું યુધ્ધ ૨૧/૦૪/૧૫૨૬, બીજું ૦૫/૧૧/૧૫૫૬), ૧૯૦૫ : જન્મ : દુર્ગા ખોટે ( અભિનેત્રી ), ૧૯૨૬ : જન્મ : મહાશ્વેતાદેવી ( લેખિકા ), ૧૯૬૫ : જન્મ : સીમા વિશ્વાસ ( અભિનેત્રી ),
  • ૧૫ જાન્યુઆરી : ઇન્ડિયન આર્મી ડે, ૧૩૭૭ ( આશરે ) : જન્મ : રૈદાસ ( કવિ અને સંત ),  ૧૯૪૮ : ભાવનગર સ્ટેટ પહેલું  રાજ્ય હતું જે અખંડ ભારતના અભિયાનમાં જોડાયું. ભાવનગરના કૃષ્ણરાજસિંહ દેશના પહેલા રાજવી હતા કે અખંડ ભારત બનાવવા તેમણે સૌથી પહેલા આજે પોતાનું રાજ્ય ભાવનગર દેશને સમર્પિત કર્યું, ૧૯૫૧ : જન્મ : પ્રીતિશ નાંદી ( રાજકારણી ), ૧૯૫૬ : જન્મ : માયાવતી ( રાજકારણી ), ૧૯૬૪ : જન્મ : ભાનુપ્રિયા ( અભિનેત્રી ), ૧૯૮૨ : જન્મ : નીલ નીતિન મુકેશ ( અભિનેતા ),
  • ૧૭ જાન્યુઆરી : ૧૯૯૧ : અમેરિકા અને સાથી દેશોએ ભેગા થઈને ઈરાક પર હુમલો કર્યો કારણકે ૦૨/૦૮/૧૯૯૦ ના રોજ ઈરાકે કુવૈત પર હુમલો કર્યો હતો.
  • ૧૮ જાન્યુઆરી : ૧૮૪૨ : જન્મ : મહાદેવ ગોવિંદ રાનડે ( સમાજ  સુધારક અને દેશભક્ત ), ૧૮૯૬ : આજના દિવસે એક્સ-રે મશીન દુનિયાની સામે લાવવામાં આવ્યું.
  • ૧૯ જાન્યુઆરી : ૧૯૯૦ : નિધન : આચાર્ય રજનીશ ઓશો (જન્મ : ૧૧/૧૨/૧૯૩૧),
  • ૨૧ જાન્યુઆરી : ૧૮૨૦ : જન્મ : કવિ દલપતરામ,
  • ૨૨ જાન્યુઆરી : ૨૦૧૯ : ક્રિકેટ જગતના  ઇતિહાસમાં પહેલી વખત બન્યું કે કોઈ એક   જ દેશના એક જ ક્રિકેટરને icc ના ત્રણેય એવોર્ડ મળ્યા. વિરાટ કોહલીને ૨૦૧૮ નો ક્રિકેટર ઓફ ધ યર, ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર, વન ડે ક્રિકેટર ઓફ ધ યર આ ઉપરાંત ટેસ્ટ કેપ્ટન ઓફ ધ યર અને વન ડે કેપ્ટન ઓફ ધ યર એવોર્ડ ધ યર પણ મળ્યા.
  • ૨૩ જાન્યુઆરી : ૧૮૯૭ : જન્મ : નેતાજી સુભાષચંદ્ર બોઝ,
  • ૨૪ જાન્યુઆરી : ૧૯૫૦ : બંધારણ સમિતિએ જન ગણ મન .....ને સત્તાવાર રીતે ભારતનું રાષ્ટ્રગીત જાહેર કર્યું. (૧૧ ડીસેમ્બર ૧૯૧૧ : રવિન્દ્રનાથ ટાગોરે  જન, ગણ, મન .. લખ્યું. ૨૭ ડીસેમ્બર ૧૯૧૧ ના રોજ રવિન્દ્રનાથ ટાગોરના  ભાણેજ સરલાદેવીએ ઇન્ડીયન નેશનલ કોંગ્રેસના  અધિવેશનમાં શાળાના બાળકો સાથે ગાન કર્યું), ૨૦૧૮ :ભારત સરકારની નેશનલ એરોનોટિકલ લેબોરેટરીએ સ્વદેશી વિમાન ‘સારસ’ બનાવ્યું. ૧૪ પેસેન્જરવાળું પ્લેન બનાવવાની ટેકનોલોજી ભારતે જાતે બનાવી. તે દેશ માટે બહુ મોટા અને ગર્વ થાય તેવા સમાચાર છે. આવતા વર્ષોમાં ભારતે પ્લેન ખરીદવા યુરોપિયન દેશો પર નિર્ભર રહેવું નહીં પડે.
  • ૨૫ જાન્યુઆરી : નેશનલ વોટર્સ ડે, ૧૯૦૮ : જન્મ : સાહિત્યકાર રમણલાલ સોની, ૧૯૫૦ : ભારતમાં ચૂંટણીપંચની રચના થઈ, ૧૯૭૨ : ક્રિકેટર અજિત વાડેકરને આજે 'પદ્મશ્રી' એવોર્ડ અનાયત થયો, ૧૯૮૦ : મધર ટેરેસાને ભારતરત્ન એવોર્ડ મળ્યો, ૧૯૮૦ : વિનોબા ભાવેને મરણોત્તર ભારતરત્ન એવોર્ડ મળ્યો, ૨૦૦૨ : સામાન્ય માનવી પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે તેવી ધ્વજ સંહિતા અમલમાં મુકાઈ, ૨૦૦૨ : આજે મેલબોર્નમાં રમાઈ રહેલ ફિમેલ ઓસ્ટ્રેલીયન ઓપનની ફાયનલ મેચ ટેનિસ ચાહકો અને જેણે મેચ જોઈ હશે તે દર્શકો જીવનભર નહીં ભૂલી શકે  તેવી મેચ રમાઈ. જેનિફર કેપ્રિયાટી સામે  માર્ટિના હિંગીસ  હતી. માર્ટીના હિંગીસ      લગભગ જીતવા પર હતી. બેસ્ટ ઓફ થ્રીના બીજા સેટના એક તબક્કે સ્કોર હતો ૬ - ૪, ૪ - ૦. જેનિફર કેપ્રીયાટીના એક       ખરાબ શોટથી સેટ, મેચ અને ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ નક્કી હતી. તે વખતે ટેનિસની દુનિયાના લોકોની આંખ ચકાચોંધ થઈ જાય તેવું કેપ્રીયાટીએ કમબેક કર્યું. અચાનક તેના શોટ્સમાં હરીફને હરાવવાની તીવ્રતા અને કપ  જીતવાની ભડકતી તરસ જોવા મળી. તે મેચ જીતી ગઈ. ૪ - ૬, ૬ -૪ અને ૬ - ૨ ના સ્કોરથી. ટેનિસના ઇતિહાસના પાનાં પર આ મેચ સુવર્ણઅક્ષરે લખાઈ.
  • ૨૬ જાન્યુઆરી : INTERNATIONAL CUSTOMS DAY, ૧૮૫૭ : ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત, ૧૯૩૦ : જવાહરલાલ નહેરૂના પ્રમુખપદે લાહોર ખાતે રાવીના કિનારે ૩૧/૧૨/૧૯૨૯ ના રોજ  અધિવેશન મળ્યું. આ અધિવેશને સંપૂર્ણ સ્વરાજ પ્રાપ્તિના ધ્યેયએ જાહેરાત કરતો ઠરાવ પસાર કર્યો. આ અધિવેશને ૨૬ જાન્યુઆરી ૧૯૩૦  દિવસને સ્વાધીનતા દિવસ તરીકે જાહેર કર્યો,     ૧૯૫૦ : આજે દેશના બંધારણનો પ્રાગટ્ય દિવસ. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે ભલે દેશને આઝાદી મળી પરંતુ દેશમાં લોકોનું રાજ્ય ( ગણતંત્ર) ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના દિવસે જ સ્થપાયું. જ્યારે દેશના લોકો દ્વારા બંધારણનો અમલ થયો, ૧૯૫૦ : દેશ માટે શહીદ થનાર જવાનોને પરમવીરચક્રનું સન્માન આપવાની શરૂઆત થઇ, ૧૯૬૫ : અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષા આપણી રાષ્ટ્રભાષા બની, ૧૯૬૫ : ભારત મારો દેશ છે ... પ્રતિજ્ઞાપત્રનું પઠન સમગ્ર દેશની શાળાઓમાં શરૂ થયું ( આ પ્રતિજ્ઞાપત્ર તેલુગુ લેખક પી.વી સુબ્બારાવે તેલુગુ ભાષામાં ૧૯૬૨માં લખ્યો હતો. સૌ પ્રથમ વિશાખાપટ્ટનમની દરેક શાળામાં પહોંચ્યો હતો. ત્યારબાદ ૧૯૬૪માં બેંગલુરુમાં કેન્દ્ર સરકારની શિક્ષણ મંડળની બેઠકમાં આખા દેશમાં આ પત્રનું પઠન કરાવવું એવો નિર્ણય લેવાયો), ૧૯૭૨ : યુધ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં ઇન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિની સ્થાપના થઇ, ૧૯૮૨ : રતનપોળ નાકા સામે ગુર્જર સાહિત્ય ભવનની સ્થાપના થઈ. રોજ સેંકડો સાહિત્ય પ્રેમીઓ આવે છે અને પુસ્તકની ખરીદી કરે છે, ૨૦૦૧ : ગુજરાતમાં ભૂકંપ,
  • ૨૮ જાન્યુઆરી : ૧૮૬૫ : જન્મ : લાલા લજપતરાય ( સ્વાતંત્ર્ય સેનાની ), ૧૮૮૨ : કલકત્તા, ચેન્નાઈ અને મદ્રાસમાં ટેલીફોન એક્ષચેન્જ શરૂ થયા. કલકત્તાના ટેલીફોન એક્ષચેન્જને 'સેન્ટ્રલ એક્સચેન્જ' નો દરજ્જો મળ્યો. ૧૮૯૯ : જન્મ : કે.એમ.કરિઅપ્પા (ભારતીય લશ્કરના માત્ર ત્રણ ફાઈવ સ્ટાર રેન્ક ધરાવનાર અધિકારીઓમાંના એક), ૧૯૫૦ : પ્રથમ સુપ્રિમ કોર્ટની સ્થાપના, ૧૯૫૯ : દિલ્હીમાં દેશની પ્રથમ IIT કોલેજની સ્થાપના,
  • ૨૯ જાન્યુઆરી : યુનિસેફ ડે, ૧૭૮૦ : ભારતનું પ્રથમ અખબાર ‘બંગાલ ગેઝેટ’ પ્રકાશિત થયું. આ અખબાર અંગ્રેજી ભાષામાં હતું. ચાર પાનાનું હતું અને અઠવાડિયામાં એકવાર પ્રકાશિત થતું હતું, ૨૦૧૭ : આજે 'મન કી બાત' કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિધાર્થીઓને 'સ્માઈલ મોર સ્કોર મોર'નું સુંદર સૂત્ર આપી પરીક્ષા વખતે હળવા કેમ રહી શકાય તે શીખવ્યું.
  • ૩૦ જાન્યુઆરી : અહિંસા દિવસ, વર્લ્ડ લેપ્રસી ઈરાડીકેશન ડે, ૧૯૪૮ : નિધન : મહાત્મા ગાંધીજી,
  • ૩૧ જાન્યુઆરી : જન્મ : ૧૯૨૩ : મેજર સોમનાથ શર્મા ( પ્રથમ પરમવીર ચક્ર મેળવનાર શહીદ ) ( ૦૩/૧૧/૧૯૪૭ ના રોજ એક હાથે પ્લાસ્ટર હોવા છતાં ૫૦૦ જેટલા પાકિસ્તાની સૈનિકો વચ્ચે ઘેરાઈ ગયા અને શહીદ થયા. તેમના માનમાં ટપાલ ટિકિટ પણ બહાર પડી છે.)
  • ૦૧ ફેબ્રુઆરી : તટ રક્ષક ડે,
  • ૦૪ ફેબ્રુઆરી : વર્લ્ડ કેન્સર ડે,
  • ૦૫ ફેબ્રુઆરી : ૧૯૨૨ : ડેવિટ વોલેસ અને લીલા બેલ વોલેસ નામના અમેરિકન દંપત્તિએ રીડર્સ ડાયજેસ્ટનો પહેલો અંક બહાર પાડ્યો હતો. લગભગ ૫૦ વર્ષ જેટલા સમય સુધી તે ૨૦ જેટલી ભાષામાં બહાર પડતું અને તે  ૬૦ દેશના ૧૦ કરોડ વાચકો સુધી પહોંચતું હતું.
  • ૦૭ ફેબ્રુઆરી : ૧૯૯૯ : આજે અનિલ કુંબલેએ ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાન સામે ઇનિંગની બધી દસે દસ વિકેટ લીધી.
  • ૦૮ ફેબ્રુઆરી : ૧૯૬૯ : બોઇંગ વિમાને તેમના બનાવેલ પ્રથમ બોઇંગ -૭૦૭ વિમાને ઉડાન ભરી.
  • ૦૯ ફેબ્રુઆરી : ૧૯૦૭ : જન્મ : વિનોદિની નીલકંઠ (નિબંધકાર, નવલિકાકાર, નવલકથાકાર અને બાળ સાહિત્યકાર)(નિધન : ૨૯ સપ્ટેમ્બર : ૧૯૮૭),
  • ૧૦ ફેબ્રુઆરી : ૧૯૫૨ : આજે ભારતે પ્રથમ ટેસ્ટ વિજય મેળવ્યો. ( ટેસ્ટમાં પદાર્પણ ૨૫/૦૬/૧૯૩૨ માં કર્યું હતું ),
  • ૧૧ ફેબ્રુઆરી : ૧૯૯૦ : ૨૭ વર્ષના કારાવાસ પછી નેલ્સન મંડેલાને આઝાદી મળી.
  • ૧૨ ફેબ્રુઆરી : ૧૮૨૪ : જન્મ : સ્વામી દયાનંદ સરસ્વતી, ચાર્લ્સ ડાર્વિન, અબ્રહામ લિંકન.
  • ૧૩ ફેબ્રુઆરી : ૧૯૨૨ : પહેલી વખત રેડિઓ કોમેન્ટ્રી અપાઈ. ( સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયાની ટીમની તેમની ડોમેસ્ટિક ટીમ ન્યુસાઉથ વેલ્સ વચ્ચે રમાયેલી મેચની કોમેન્ટ્રી લીયોનેલ વેટ્ટએ કોમેન્ટ્રી આપી ) ( ૨૪ જુન ૧૯૩૮ ના રોજ ઇંગ્લેન્ડમાં ઇંગ્લેન્ડ - ઓસ્ટ્રેલિયા વચ્ચેની એસીઝ શ્રેણીની બીજી ટેસ્ટથી બોલ ટુ બોલ કોમેન્ટ્રી શરૂ થઈ હતી )
  • ૧૪ ફેબ્રુઆરી : ૧૯૩૩: મધુબાલા, ૧૯૩૫ : અલમોડા જેલમાં જવાહરલાલ નહેરૂએ પોતાની આત્મકથાનું લેખન પૂર્ણ કર્યું, ૧૯૫૨ : સુષ્મા સ્વરાજ.
  • ૧૫ ફેબ્રુઆરી : ૧૯૬૯ : અમિતાભ બચ્ચન મુંબઈ આવ્યા અને 'સાત હિન્દુસ્તાની' ફિલ્મ સાઈન કરી.
  • ૧૬ ફેબ્રુઆરી : ૨૦૧૯ : ટેસ્ટ ક્રિકેટમાં જવલ્લે જ બનતી ઘટના બની. શ્રીલંકાએ સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટમાં ડર્બન ખાતે અંતિમ વિકેટમાં ચોથી ઈનિંગમાં ૭૮ રન કરી મેચ જીતી લીધી, ૨૦૧૯  સિરસા ખાતે ભારતીય મહિલા પાયલોટ સ્કવોડ્રન લીડર કમલજીત કૌર અને કો પાયલોટ સ્કવોડ્રન લીડર રાખી ભંડારીએ ટેક્સી ટ્રેક પર સૈન્ય વિમાન ઉડાવ્યું અને ઉતાર્યું.  આ ઘટના ( PTT – પેરેલલ ટેક્સી ટ્રેક ઓપરેશન)ને ઘણી મોટી સિદ્ધિ તરીકે જોવાય છે. કારણકે જ્યારે દુશ્મન કાર્યવાહી વખતે જ્યારે રન વે ઉપલબ્ધ ના હોય ત્યારે પાયલોટે આવા ટેક્સી ટ્રેક પર જ વિમાન ઉતારવાનું અને ઉડાવવાનું હોય છે.
  • ૧૮ ફેબ્રુઆરી : ૧૮૩૬ : જન્મ : શ્રી રામક્રિષ્ણ પરમહંસ, ૧૮૬૦ : ભારતમાં પહેલું બજેટ જેમ્સ વિલ્સન નામના અંગ્રેજ અધિકારીએ કર્યું. જેમ્સ વિલ્સનને ભારતીય બજેટના સ્થાપક માનવામાં આવે છે, ૧૯૩૦ : આજે પ્લુટો ગ્રહની શોધ થઈ હતી. જોકે ૨૦૦૬ માં પ્લુટોનો ગ્રહ તરીકેનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો.
  • ૧૯ ફેબ્રુઆરી  : પંચાયતી રાજ દિન, ૧૯૯૯ : અટલ બિહારી બાજપાઈએ પાકિસ્તાન સાથેના સંબંધો સુધારવા દિલ્હી – લાહોર બસ સેવાનું ઉટઘાટન કયું. બસમાં તેઓ લાહોર પહોંચ્યા. તે વખતના પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું કે જો અટલજી પાકિસ્તાનમાંથી ચૂંટણી લડે તો પણ તેઓ જીતી શકે, ૨૦૧૮ :અવની ચતુર્વેદી પહેલી મહિલા પાયલોટ જેણે મિગ – ૨૧ ઉડાવ્યું. આ દિવસ ‘રેડ લેટર ડે’ તરીકે ગણાયો,
  • ૨૦ ફેબ્રુઆરી : અમેરિકાના રાલ્ફ ક્લુંમિન્સ અને કેરોલીનાના ઘરે ૧૯૫૨માં પહેલું સંતાન પુત્રી કેથરીન જન્મી, ૧૯૫૩ માં બીજું સંતાન કેરોલ જન્મ્યું, ૧૯૫૬માં ત્રીજું સંતાન ચાર્લ્સ જન્મ્યું, ૧૯૬૧માં ચોથું સંતાન ક્લાઉડિયા જન્મી, ૧૯૬૬માં પાંચમું સંતાન સેસેલિયા જન્મ્યું. આ પાંચે સંતાનોની જન્મ તારીખ ૨૦ ફેબ્રુઆરી હતી.
  • ૨૧ ફેબ્રુઆરી  : વિશ્વ માતૃભાષા દિવસ, ૧૮૭૮ : મીરાં અલ્ફાસા : ધ મધર નો જન્મ દિવસ
  • ૨૨ ફેબ્રુઆરી  : સ્કાઉટ એન્ડ ગાઈડ દિન,
  • ૨૪ ફેબ્રુઆરી : સેન્ટ્રલ એકસાઈઝ દિન,  ૧૮૬૧ : આજે મેન્ડેલીવે આધુનિક કાર્બનિક રસાયણશાસ્ત્ર પર પુસ્તક લખવાનું શરૂ કર્યું કાર્બનિક પદાર્થોનું વર્ગીકરણ પ્રથમ વખત તેના બંધારણ અને પ્રમાણને આધારે કરેલ. આ પુસ્તક ૧૪ જુન ૧૮૬૧ લખવાનું પુરૂ થયું.  ૧૯૮૮ : સચિન તેન્દુલકર અને વિનોદ કાંબલીએ ૬૬૪ રનની પાર્ટનરશીપ કરી. જે ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં દુનિયામાં વધુમાં વધુ હતી. હેરિસ ટુર્નામેન્ટની આ મેચ આઝાદ મેદાન પર રમાતી હતી. તેન્દુલકર અને કાંબલી શારદા સ્કુલ તરફથી રમતા હતા આ મેચ સેન્ટ ઝેવિયર્સ કોલેજ સામે હતી. ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૦માં ગ્વાલિયરમાં તેન્દુલકરે સાઉથ આફ્રિકા સામે ૨૦૦ રન અણનમ ફટકાર્યા. વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટની આ સૌ પ્રથમ બેવડી સદી હતી. આજે જન્મ દિવસ : ગઝલ સમ્રાટ તલત મહેમુદ, જયલલિતા, વિદેશી યાત્રી ઇબ્ન બતુતા, સંજય લીલા ભણસાલી, બર્ડમેન લવકુમાર ખાચર.
  • ૨૫ ફેબ્રુઆરી : ૨૦૧૮ : ભારતે માનવરહિત લડાકુ ડ્રોન વિમાન બનાવ્યું અને તેનું સફળ પરીક્ષણ કર્યું. આ વિમાન સતત ૨૪ કલાક ઉડી શકે છે. તેનું નામ રુસ્તમ -૨ છે.
  • ૨૬ ફેબ્રુઆરી :  રાષ્ટ્રીય સુરક્ષા દિન, ૧૪૧૧ : રાજા અહેમદશાહે અમદાવાદની સ્થાપના કરી,  જન્મ દિવસ : વિક્ટર હ્યુગો,
  • ૨૭ ફેબ્રુઆરી : ૨૦૧૮માં હૈદરાબાદની રેઇન બો હોસ્પિટલમાં ૩૭૫ ગ્રામની એક બાળકીનો જન્મ થયો હતો. આ બાળકી બચે તેવી કોઈ આશા ન હતી. પણ ૨૨ જુલાઈ ૨૦૧૮ સુધી તે સ્વસ્થ છે અને તેનું વજન ૨.૫ કિગ્રાએ પહોંચેલું છે. (દિવ્યભાસ્કર – ૨૨/૦૭/૨૦૧૮),
  • ૨૮ ફેબ્રુઆરી : ૧૯૨૮ : આ દિવસે ભારતીય વૈજ્ઞાનિક સી.વી. રામને પ્રકાશના વિવર્તનની શોધ દુનિયા સમક્ષ રજુ કરી હતી જે 'રામન ઈફેક્ટ' તરીકે જાણીતી બની હતી.
  • માર્ચ મહિનાનો બીજો શુક્રવાર 'વર્લ્ડ સ્લીપ ડે' તરીકે ઉજવાય છે.
  • ૦૧ માર્ચ    :  રસીકરણ દિન, સૈન્ય ટપાલ દિન, ૧૯૪૭ : ગાંધીજીએ પોતાના હરીજનબંધુ અખબારમાં લખ્યું કે જે સ્ત્રી પર બળાત્કાર થયો હોય તે સ્ત્રી કોઈ પણ રીતે બહીષ્કાર કે તિરસ્કારને પાત્ર નથી. તે સ્ત્રીનું શીલભંગ બળજબરીપૂર્વક થયું છે જે નીંદનિય ન હોવું જોઈએ. તે સ્ત્રી દયા, કરુણા અને સેવાનો હક ધરાવે છે. કોઈ ઘાયલ વ્યક્તિની સેવા અને સુશ્રુષા કરો એ ભાવ અને પ્રેમથી આ સ્ત્રીની પણ સેવા અને સુશ્રુષા કરવી જોઈએ. ( ભારતના સમાજમાં દુષ્કર્મનો ભોગ બનેલી સ્ત્રી અપવિત્ર છે એવી માનસિકતા વર્ષો પુરાણી હતી. ગાંધીજીના આ લેખે સમાજને પીડિત મહિલાને અલગ દ્રષ્ટીથી જોવાની વિચારધારા આપી ), ૧૯૬૯ : દિલ્હી અને હાવડા વચ્ચે રાજધાની એક્સપ્રેસની શરૂઆત થઈ.  ૨૦૧૯ : ૨૭ ફેબ્રુઆરીએ ભારતની સીમમાં પ્રવેશેલા  પાકિસ્તાની વિમાનોને પાછા ખડેદતા વિંગ કમાંડર અભિનંદન વર્તમાન પાકિસ્તાન હેઠળના કાશ્મીરમાં પહોંચી ગયા. ત્યાં તેમનું વિમાન ક્રેશ થયું. ભારતે સર્જેલા દબાણ પછી પાકિસ્તાને તેમને 60 કલાકમાં જ આજે  ભારત પરત મોકલવા પડ્યા. ૨૦૧૯ : ૫૭ જેટલા ઇસ્લામિક સ્ટેટનું સંગઠન  ધરાવતા ઓર્ગેનાઈઝેશન ઓફ ઇસ્લામિક કો-  ઓપરેશનની અબુધાબીમાં બેઠક હતી. તેમાં સુષ્મા સ્વરાજને  ચીફ ગેસ્ટ તરીકે  આમંત્રણ હતું. કોઈ પણ મુસ્લિમ કોન્ફરન્સમાં ભારતના મંત્રીને ચીફ ગેસ્ટ તરીકે બોલાવાય અને તેમનું વ્યક્તવ્ય ખુબ વખાણાયું. આ ભારત માટે બહુ ગૌરવની ઘટના કહેવાય.
  • ૦૨ માર્ચ     : ૧૯૭૪ : ગુજરાતમાં થયેલા રોટી રમખાણમાં પોલીસ  ગોળીબારમાં આજે એક ચકલી મૃત્યુ પામી હતી. જીવદયા પ્રેમીઓએ આસ્ટોડિયાની  ઢાલની પોળમાં તેની ખાંભી બનાવી હતી. ચકલીની સ્મશાનયાત્રા પણ કાઢવામાં આવી હતી. મનુષ્ય વિકાસની દોડમાં મૂંગા પ્રાણી અને પક્ષી તરફ બેદરકાર ન રહે તેવો હેતુ હતો. ૨૦ માર્ચે વર્લ્ડ સ્પેરો ડે તો પછીથી ઉજવાતો થયો.
  •  ૦૩ માર્ચ       : ૧૮૪૫ : ભારતના ક્રિકેટરો સિપોર ક્રિકેટર્સ ઓફ સિલ્હટ (અત્યારે બાંગ્લાદેશમાં) ખાતે યુરોપિયનોની ક્રિકેટ ટીમ સામે ક્રિકટ રમ્યા, નેશનલ એન્થમ ડે (૩ માર્ચ ૧૯૩૧ ના રોજ અમેરિકાના રાષ્ટ્રગીતને  સત્તાવાર માન્યતા મળી  હતી.)
  • ૪ માર્ચ       :  રાષ્ટ્રીય ભૂ દિન, ૧૯૩૦ : ગાંધીજીએ બ્રિટિશ વાઈસરોયને એક પત્ર લખ્યો. તેમાં તેઓએ જાણ કરી કે તેઓ ૧૨ માર્ચે સાબરમતી આશ્રમથી કુચ કરશે અને તેઓ મીઠાના કાયદાનો ભંગ કરશે.
  • ૬ માર્ચ       :  ૧૯૧૫ : રવિન્દ્રનાથ ટાગોરે પ્રથમ વખત ગાંધીજી માટે 'મહાત્મા' શબ્દ વાપર્યો. (અમુક લોકો કહે છે કે કસ્તુરબાના     નિધન પછી સુભાસચન્દ્ર બોઝે તેમના રેડિઓ પ્રવચનમાં મહાત્મા શબ્દ વાપર્યો.'
  • ૦૭  માર્ચ    :   : ૨૦૧૯ : આજે ભારત સરકારે ચલણમાં પહેલી વખત ૨૦ રૂ ના સિક્કા દાખલ કર્યા. આ સિક્કાની ખાસિયત એ છે કે તેને બાર ખૂણા છે આથી અંધ વ્યક્તિઓને  તે ઓળખવામાં સરળતા રહેશે.
  • ૮ માર્ચ       : આંતરરાષ્ટ્રીય મહિલા દિન, ૨૦૧૪ : મલેશિયા એરલાઈનનું ૨૩૯ મુસાફરો સાથેનું જેટ વિમાન ભારતીય સમુદ્રમાં પડી ગયું. દુનિયાના ઘણા દેશોએ અતિ આધુનિક ટેકનોલોજીનો સહારો લઈ તૂટેલા વિમાનને શોધવાનો પ્રયત્ન કર્યો પણ હજુ સુધી તે મળ્યું નથી.
  • ૯ માર્ચ      : ૧૯૪૭ : નિધન : ઝવેરચંદ મેઘાણી,
  • ૧૦ માર્ચ    : કોમન વેલ્થ દિન,
  • ૧૧ માર્ચ    : ૧૮૬૩ : સયાજીરાવ ગાયકવાડનો જન્મ, ૧૯૨૨ : મહાત્મા ગાંધીજીની રાજદ્રોહના ગુના હેઠળ ધરપકડ થઈ. તેમણે 'યંગ ઇન્ડિયા' માં લખેલા પાંચ લેખોને રાજકીય રીતે સંવેદનશીલ ગણી તેમના પર રાજદ્રોહનો આરોપ મુકાયો હતો.
  • ૧૨ માર્ચ    : ૧૯૮૯ : પરમાણુ લેબમાં વર્લ્ડ વેબ વાઈડનો જન્મ થયો હતો, ૧૯૯૩ : મુંબઈમાં ૧૨ જગ્યાએ બોમ્બ ધડાકા થયા જેમાં ૨૫૭ જેટલા લોકોના મૃત્યુ થયા હતા.
  • ૧૩ માર્ચ    : ૧૯૪૦ : વીર ઉધમસિંહે જલિયાંવાલા બાગ હત્યાકાંડ માટે જવાબદાર પંજાબના ગવર્નર માઈકલ ઓડવાયરની હત્યા કરી.
  • ૧૪ માર્ચ    : પોટેટો ચિપ્સ ડે,  વિશ્વ કિડની દિવસ, ૧૮૭૯ : જન્મ :આલ્બર્ટ આઈનસ્ટાઇન,  ૧૯૩૧ : અરદેશર ઈરાનીએ ભારતની પ્રથમ બોલતી ફિલ્મ 'આલમઆરા' રજુ કરી, ૧૯૬૫ : જન્મ : આમિરખાન
  • ૧૫ માર્ચ    : ગ્રાહક અધિકાર દિન, ૧૯૩૭ : અમેરિકામાં પ્રથમ   બ્લડ બેંકની શરૂઆત થઈ.
  • ૧૮ માર્ચ    :  ૧૯૨૮ : ૧૫/૧૦/૧૯૨૩ ના રોજ બોમ્બેના ગ્રાન્ટરોડથી છ પારસી સદસ્યોએ સાયકલ દ્વારા વિશ્વ પ્રદક્ષિણા કરવાની શરૂ કરી. તેમાંથી એક અડધે રસ્તેથી ભારત પાછો ફરે છે. બે અમેરિકામાં સ્થાયી થઇ જાય છે અને ત્રણ સદસ્યો ૪ વર્ષ, ૫ મહિના અને ૩ દિવસમાં વિશ્વની ૪૪ હજાર માઈલની મુસાફરી પૂરી કરી ૧૮/૦૩/૧૯૨૮ ના રોજ મુંબઈ પાછા ફ્રે છે. ૧૮/૦૩/૧૯૩૮ : જન્મ : શશી કપૂર ( નિધન : ૦૪/૧૨/૨૦૧૭),
  • ૨૦ માર્ચ    : ઇન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ, વિશ્વ ચકલી દિવસ, ૧૯૬૬ : જન્મ : ગાયિકા અલકા યાજ્ઞીક,
  • ૨૧ માર્ચ    : આંતરરાષ્ટ્રીય વન દિવસ, વર્લ્ડ પપેટ ડે,  જન્મ : ગુજરાતી ફિલ્મોના ચરિત્ર અભિનેતા અરવિંદ પંડ્યા,  ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાં, સામાજિક કાર્યકર પુષ્પા બહેન મહેતા,  ૧૯૭૭ : આજે કટોકટીનું એલાન દુર થયું હતું. ૨૫ જુન ૧૯૭૫ થી શરુ થયેલી કટોકટી આજે પૂરી થઈ.
  • ૨૨ માર્ચ    : વિશ્વ જળ દિવસ (૧૯૯૨થી ઉજવાય છે),
  • ૨૩ માર્ચ    : વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ, શહીદ દિન (ભગતસિંહને આજે ફાંસી અપાઈ), શાળા દિન,
  • ૨૪ માર્ચ    : વિશ્વ ટી.બી દિવસ, ૧૮૮૨ : આજે ટી.બી ના જીવાણુંની ઓળખ થઈ,
  • ૨૫ માર્ચ    : ૧૯૦૧ : મર્સીડીઝ ગાડી પહેલી વાર જનતા સમક્ષ મુકવામાં આવી, ૧૯૪૮ : જન્મ : ફારુખ શેખ,
  • ૨૬ માર્ચ    : વિશ્વભરમાં એપીલેપ્સીની જાગૃતતા વધારવા માટે 'PURPLE DAY' તરીકે ઉજવવામાં આવે છે.
  • ૨૭ માર્ચ    : વિશ્વ રંગભૂમિ દિવસ, ૨૦૧૯ : અંતરીક્ષમાં એન્ટી સેટેલાઈટ વેપનનું સફળ પરીક્ષણ કર્યું. હવે  ભારતે અંતરીક્ષમાં સેટેલાઈટ તોડવાની ટેકનોલોજી પણ વિકસાવી દીધી.
  • ૨૯ માર્ચ    : કી બોર્ડમાં 88 કી હોય છે. આથી ૧ જાન્યુઆરીથી 88 મો દિવસ એટલે ૨૯ માર્ચ વર્લ્ડ પિયાનો ડે તરીકે ઉજવાય છે.
  • ૩૦ માર્ચ    : ૧૯૨૦ : નિધન : શ્રીનિવાસ રામાનુજન ( જન્મ : ૨૨/૧૨/૧૯૮૭), ૧૯૩૦ : નિધન : શ્યામજી કૃષ્ણ વર્મા (ક્રાંતિકારી) (જન્મ : ૦૪ /૧૦/૧૮૫૭),
  • ૦૧ એપ્રિલ : ૧૫૭૯ : જન્મ : સર વિલિયમ હાર્વે : તેમણે લોહીના પરિભ્રમણ પર ઘણા સંસોધનો કર્યા. તેમણે કહ્યું કે તંદુરસ્ત માણસનું હ્રદય એક મિનિટમાં ૭૨ વખત ધબકે છે. ૧૯૪૭ : અમદાવાદમાં AMTS બસની શરૂઆત થઈ, ૨૦૧૯ : ઈસરોએ એકસાથે ૨૯ ઉપગ્રહ જુદીજુદી ત્રણ ભ્રમણકક્ષામાં તરતા મુક્યા. આમાં  EMISAT 'ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટેલિજન્ટ સેટેલાઈટ'નો પણ સમાવેશ થાય છે. આ સેટેલાઈટ અન્ય દેશોના રડાર અને તેના લોકેશનો વિશે પણ માહિતી આપશે. ભારત હવે અવકાશમાંથી જ દુશ્મન દેશોની હિલચાલ પર નજર રાખી શકશે.
  • ૦૨ એપ્રિલ : વર્લ્ડ ઓટીઝમ ડે, આંતરરાષ્ટ્રીય બાળ પુસ્તક દિન, ૧૯૧૪ : જન્મ : ફિલ્ડ માર્શલ માણેકશા (ભારતીય લશ્કરના માત્ર ત્રણ ફાઈવ સ્ટાર રેન્ક ધરાવનાર અધિકારીઓમાંના એક), ૨૦૧૧ : ભારતે બીજી વાર વર્લ્ડ કપ જીત્યો,
  • ૦૩ એપ્રિલ : ૧૭૮૧ : જન્મ : સહજાનંદ સ્વામી, ૨૦૧૯ : દક્ષિણ કોરિયાએ દુનિયામાં સૌ પ્રથમ વખત 5 G નેટવર્કની સેવા આરંભી દીધી. અમેરિકા અને ચીનમાં હજુ આ સેવા ટ્રાયલ હેઠળ હતી. હવે ઈન્ટરનેટની દુનિયા ખરા અર્થમાં સુપરફાસ્ટ થઈ જશે.
  • ૦૪ એપ્રિલ  : ૧૮૪૯ : ગુજરાતી પ્રેમી અંગ્રેજ અમલદાર એલેકઝાન્ડર ફાર્બસે 'વરતમાન' (વર્તમાન) નામનું સાપ્તાહિક  શરૂ કર્યું. આ સાપ્તાહિક દર બુધવારે પ્રગટ થતું હોવાથી 'બુધવારિયા'ના નામે ઓળખાતું હતું,   ૧૯૪૯ : અમેરિકા અને અન્ય બાર યુરોપિયન દેશોએ ભેગા થઈને 'નાટો' સૈન્ય સંગઠનની સ્થાપના કરી. નાટોનું પુરૂ નામ 'નોર્થ એટલાન્ટીક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન' છે.
  • ૫ એપ્રિલ : ૧૯૧૬ : જન્મ : ગ્રેગરી પેક (હોલીવુડ અભિનેતા), ૧૮૯૬ : આધુનિક એલેમ્પિકની શરૂઆત આજના દિવસે એથેન્સમાં થઈ, ૧૯૬૧ :સરદાર સરોવર નર્મદા યોજનાનું ખાતમુર્હુત  આજે સ્વ. પંડિત જવાહરલાલ નહેરૂના હસ્તે નવાગામ ખાતે થયું હતું. ( ૧૭/૦૯/૨૦૧૭ ના રોજ વડાપ્રધાન  શ્રી નરેન્દ્રભાઈ  મોદીના હસ્તે ડેમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમ વિવિધ સરકારોને નર્મદા યોજના પૂરી કરતા ૫૬ વર્ષ, ૫ મહિના અને ૧૨ દિવસ થયા હતા.)
  • ૦૬ એપ્રિલ  : ૧૯૮૦ : આજે દિલ્હીમાં નાનાજી દેશમુખ, રામ જેઠમલાણી, લાલકૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજપાઈએ ભાજપની સ્થાપના કરી.
  • ૦૭ એપ્રિલ  : વિશ્વ આરોગ્ય દિવસ,
  • ૦૮ એપ્રિલ  : ધી, ઝૂ લવર્સ ડે, ૧૯૨૯ : ભગતસિંહ અને સાથીઓએ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો,
  • ૦૯ એપ્રિલ :૧૯૩૨ : ગુજરાતી ફિલ્મ સ્થાપના દિવસ. પહેલું ગુજરાતી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ મુંબઈમાં વેસ્ટ એન્ડ થિએટરમાં રજુ થઇ.
  • ૧૦ એપ્રિલ : ૨૦૧૯ : ખગોળવિજ્ઞાનના ઇતિહાસમાં પ્રથમ વખત આંઠ ટેલિસ્કોપે ભેગા થઈ બ્લેક હોલની તસ્વીર લીધી. બ્લેક હોલની પહોળાઈ ૪૦ અબજ કિલોમીટર છે. પૃથ્વીથી અંતર ૫૦૦૦ અબજ કિલોમીટર છે. ૬.૫ અબજ સૂર્ય એકઠા કર્યા હોય તેટલું દળ છે.
  • ૧૪ એપ્રિલ : ૧૮૯૧ : જન્મ : ડો. :  બાબાસાહેબ આંબેડકર ( નિધન : ૦૬/૧૨/૧૯૫૬),
  • ૧૫ એપ્રિલ : ૧૪૫૨ : જન્મ : લિઓનાર્ડો-દ-વિન્ચી, ૧૯૧૨ : સાઉધન્પટન થી ન્યુયોર્ક જતું ૨૨૨૪ મુસાફરોને લઈ જતું ટાઈટેનીક જહાજ નોર્થ એટલાંટિક સમુદ્રમાં ડૂબી ગયું. કુલ ૨૨૨૪ મુસાફરોમાંથી આશરે   ૧૫૦૦ મુસાફરો મૃત્યુ પામ્યા અને ૭૦૦ જેટલા બચ્યા. ૧૯૨૩ : ડાયાબિટીસની દવા ઈન્સ્યુલીન આજે  બજારમાં મળતી થઇ.
  • ૧૬ એપ્રિલ  : ૧૮૫૩ : મુંબઈના બોરીબંદરથી થાણે વચ્ચે ભારતની પહેલી યાત્રાળુ ટ્રેન દોડી, ૧૯૧૯ : જન્મ : અર્જનસિંહ (માર્શલ ઓફ એર ફોર્સ) (ભારતીય લશ્કરના માત્ર ત્રણ ફાઈવ સ્ટાર રેન્ક ધરાવનાર અધિકારીઓમાંના એક),
  • ૧૮ એપ્રિલ : ૧૯૫૮ : જન્મ : માલ્કમ માર્શલ (નિધન : ૦૪/૧૧/૧૯૯૯),
  • ૨૧ એપ્રિલ : ૧૫૨૬ : પાણીપતનું પ્રથમ યુધ્ધ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે લડાયું. બાબરનો વિજય. હિન્દુસ્તાનમાં મુઘલ સામ્રાજ્યની શરૂઆત. ( પાણીપતનું બીજું યુધ્ધ ૦૫/૧૧/૧૫૫૬, ત્રીજું યુધ્ધ ૧૪/૦૧/૧૭૬૧), ૧૮૯૮ : જન્મ : શ્રી રંગ અવધૂત,
  • ૨૨ એપ્રિલ : અર્થ ડે
  • ૨૩ એપ્રિલ :  આંતરરાષ્ટ્રીય બુક ડે, ૨૦૦૫ : પહેલી વિડીઓ યુ ટ્યુબ પર રજુ થઈ તેનું નામ હતું "me at zoo' , ૧૫૬૪ : જન્મ વિલિયમ શેક્સપિયર, ૧૬૧૬ : નિધન : વેલિયમ શેક્સપિયર, ૧૮૬૯ : એડીસને ન્યુયોર્કમાં સૌ પ્રથમ ફિલ્મ પડદા પર રજુ કર્યું,
  • ૨૪ એપ્રિલ : નેશનલ પંચાયતી રાજ દિવસ, ૧૯૭૩ : સચિન તેન્દુલકર જન્મદિવસ, ૧૮૯૩ : ગાંધીજી જહાજમાં સવાર થઈ દક્ષિણ આફ્રિકામાં મૂળ પોરબંદરના પણ દક્ષિણ આફ્રિકામાં વેપાર કરતા દાદા અબ્દુલ્લાહનો કેસ લડવા ગયા,
  • ૨૫ એપ્રિલ : વર્લ્ડ મેલેરિયા ડે, ૧૯૫૩ : કેમ્બ્રિજના બે વૈજ્ઞાનિકોએ ડી.એન.એ ની શોધ, વ્યાખ્યા અને તેનું કામ શોધી સજીવ પોતાનો વંશ કેવી રીતે આગળ વધારે છે તે જગતને જણાવ્યું આથી આજનો દિવસ વિશ્વ DNA  ડે તરીકે પણ ઓળખાય છે., ૧૯૮૭ : જન્મ દિવસ : અરિજિત સિંહ (ગાયક)
  • ૨૬ એપ્રિલ : વર્લ્ડ ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી ડે
  • ૨૮ એપ્રિલ : ૨૦૧૮ : મણીપુર રાજ્યના લેઈસંગ ગામે વિજળી પહોંચી. સાથે દેશના બધા જ ૫,૯૭,૪૬૪ ગામમાં વિજળી      પહોંચી. હવે દેશનું એક પણ ગામ વિજળી વિનાનું નથી રહ્યું તેમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કર્યું.
  •  ૨૯ એપ્રિલ : વિશ્વ નૃત્ય દિવસ, ૧૮૪૮ : જન્મ : રાજા રવી વર્મા (ચિત્રકાર), ૧૯૩૬ : જન્મ : ઝુબિન મહેતા (મ્યુઝિક ડાયરેક્ટર), ૧૯૯૩ : પહેલી વાર લંડનનો બંકિંગહામ પેલેસ સામાન્ય જનતા માટે ખુલ્લો મુકાયો.
  • ૩૦ એપ્રિલ : ૧૮૭૦ : જન્મ : દાદા સાહેબ ફાળકે, ૧૮૯૬ : જન્મ : શ્રી માં આનંદમયી, ૧૯૮૭ : જન્મ : રોહિત શર્મા
  • મે              : પ્રથમ રવિવાર "વર્લ્ડ લાફ્ટર ડે."
  • ૦૧ મે        : ૧૮૮૬ : આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ (પહેલા શ્રમિકોએ અઠવાડિયામાં ૧૦૦ કલાક કામ કરવું પડતું હતું. શિકાગોમાં શરૂ થયેલા આ આંદોલનમાં રોજના આંઠ કલાક કામ કરવાની શ્રમિકોએ માંગણી કરી). ૧૯૧૩ : જન્મ : બલરાજ સહાની (એક્ટર), ૧૯૧૯ : જન્મ : મન્ના ડે (ગાયક), ૧૯૬૦ : અલગ ગુજરાત રાજ્યની રચના, ૧૯૮૮ : જન્મ : અનુષ્કા શર્મા (અભિનેત્રી),
  • ૦૨ મે        : ૧૯૨૧ : જન્મ: સત્યજીત રે (પટકથા લેખક, ફિલ્મ નિર્દેશક, ભારતના ૨૦ મી સદીના મહાન ફિલ્મ મેકર)
  • ૦૩ મે        : ૧૯૧૩ : ભારતની પ્રથમ મૂંગી ફિલ્મ 'રાજા હરિશ્ચંદ્ર' રજુ થઈ (દાદા સાહેબ ફાળકેના ડીરેક્શન પ્રોડક્શન હેઠળ રજુ થયેલી આ ફિલ્મ ૪૦ મિનિટની હતી, એ પછી ૧૪/૦૩/૧૯૩૧ નાં રોજ અરદેશર ઈરાનીએ ભારતની સૌ પ્રથમ બોલતી ફિલ્મ ‘આલમ આરા’ રજુ કરી હતી. આ અઢાર વર્ષના ગાળામાં ભારતમાં કુલ ૧૩૦૦ જેટલી મૂંગી ફિલ્મ રજુ થઇ હતી, ૧૯૫૨ : જન્મ : અરુણા ઈરાની (અભિનેત્રી), ૧૯૫૯ : જન્મ : ઉમા ભારતી (રાજકારણી), ૧૯૬૮ : લંડનની નેશનલ હાર્ટ હોસ્પિટલમાં પહેલી વખત દુનિયાનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ  ઓપરેશન થયું.
  • ૦૪ મે        : ૧૮૭૧ : અમેરિકામાં રાષ્ટ્રીય કક્ષાની બેઝ બોલ ટુર્નામેન્ટ પહેલી વખત રમાઈ, ૧૮૯૬ : દુનિયાના પ્રસિદ્ધ અખબારમાં જેની ગણના થાય છે તે 'લંડન ડેઈલી મેઈલ' આજે પ્રગટ થયું હતું, ૧૯૪૨ : જન્મ : શામ પિત્રોડા (ટેલીકોમ શોધક),
  • ૦૫ મે        : ૧૮૬૧ : જન્મ : મરકયુરી લેમ્પના શોધક – પીટર કુપર હેવિટ, ૧૯૧૬ : જન્મ : ઝૈલસિંહ  (ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ),
  • ૦૬ મે        : ૧૮૫૬ : જન્મ : સિગમંડ ફ્રોઈડ, ૧૮૬૧ : જન્મ : મોતીલાલ નહેરૂ (રાજકારણી, જવાહરલાલ નહેરૂના પિતા), ૧૯૮૩ : જન્મ : ગગન નારંગ (શુટિંગ),
  • ૦૭ મે        : ૧૮૬૧ : જન્મ : રવિન્દ્રનાથ ટાગોર (કવિ, નાટ્યકાર, ફિલોસોફર, ચિત્રકાર, સાહિત્યકાર), ૧૯૧૨ : જન્મ : પન્નાલાલ       પટેલ (ગુજરાતી ભાષાના વાર્તાકાર - સાહિત્યકાર),
  • ૦૮ મે        : વર્લ્ડ થેલેસેમિયા ડે, ૧૯૨૯ : જન્મ : ગિરિજા દેવી (ગાયિકા), ૧૯૪૫ : આજે સત્તાવાર રીતે દ્વિતીય વિશ્વયુધ્ધ પૂરું થયેલું જાહેર થયું., ૧૯૫૩ : જન્મ : રેમો ફર્નાન્ડીઝ (ગાયક - સંગીતકાર),
  • ૦૯ મે        : ૧૫૪૦ : જન્મ : રાણા પ્રતાપ (મેવાડના રાજા), ૧૮૬૬ : જન્મ : ગોપાલકૃષ્ણ ગોખલે (આઝાદી માટેની ચળવળના સક્રિય નેતા), ૧૯૫૪ : જન્મ : મલ્લિકા  સારાભાઈ (નૃત્યકાર - નાગરિકના હક્કો માટે સક્રિય),
  • ૧૦ મે        : ૧૯૨૭ : જન્મ : નયનતારા સહેગલ (લેખિકા), ૧૯૯૪ : નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકામાં પ્રથમ અશ્વેત  રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. તેઓ લોકશાહીની ઢબે ચૂંટણી લડી પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા.
  • ૧૧ મે        : ૧૯૧૨ : જન્મ :  મન્ટો (ઉર્દુ ભાષાના મહાન સાહિત્યકાર), ૧૯૫૧ : સરદાર વલ્લભભાઈ પટેલ અને ક.મા.મુનશીના અથાગ પ્રયત્નોના પરિણામે પ્રાચીન સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર થયો. નવા સોમનાથ મંદિરનો આજે સ્થાપના દિન હતો.
  • ૧૩ મે        : ૧૯૧૩ : જન્મ : નીલમ સંજીવ રેડ્ડી (ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ), ૧૯૫૬ : જન્મ : શ્રી શ્રી રવીશંકર (આધ્યત્મિક ગુરૂ), ૧૯૮૪: જન્મ : બેની દયાલ (ગાયક),
  • ૧૯ મે        : વર્લ્ડ ફેમિલી ડોક્ટર ડે, ૧૯૦૮ : જન્મ : પુનિત મહારાજ (બાલકૃષ્ણ),
  • ૨૦ મે        : વિશ્વ મધમાખી દિવસ, વિશ્વ માપ વિજ્ઞાન દિવસ (વર્લ્ડ મેટ્રોલોજી ડે),
  • ૨૧ મે        : ૨૦૧૩ : એક પગ સાથે અરુણિમાસિંહે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. ( જન્મ : ૨૦/૦૭/૧૯૮૮)
  • ૨૫ મે        : અમેરિકામાં ૨૫ મે 'નેશનલ વાઈન ડે' તરીકે ઉજવાય છે.
  • ૨૯ મે        : ૧૯૫૩ : તેનસિંગ અને હિલેરીએ માઉન્ટ એવરેસ્ટ પ્રથમવાર સર કર્યું.
  • ૩૧ મે        : વર્લ્ડ નો ટોબેકો ડે
  • ૦૧ જુન     :  ૧૯૦૭ : જન્મ : ટર્બો જેટ એન્જિનના શોધક સર ફ્રેંક વ્હાઈટલ,
  • ૦૨ જુન     : ૧૯૮૮ : નિધન : રાજકપૂર (જન્મ : ૧૪ ડીસેમ્બર ૧૯૨૪),
  • ૦૩ જુન     : ઇન્ટરનેશનલ  બાયસિકલ ડે
  • ૦૪ જુન     : ૧૯૧૦ : જન્મ : ક્રિસ્ટોફર કોકરેલ (વૈજ્ઞાનિક, હોવર ક્રાફ્ટના શોધક) (નિધન : ૦૧/૦૬/૧૯૯૯),
  • ૦૫ જુન : ૧૭૮૩ : ફ્રાન્સના જોસેફ અને સ્ટીફને પહેલી વખત હોટ એર બલુન ઉડાવ્યું. રીયલ હીરો સંજય ચૌહાણ ( ૭૪)
  • ૦૯ જુન     : ૨૦૧૧ : નિધન : એમ.એફ.હુસેન (જન્મ : ૧૭/૦૯/૧૯૧૫),
  • ૧૨ જુન     : ૨૦૦૩ : નિધન : ગ્રેગરી પેક (હોલિવુડ અભિનેતા) (જન્મ : ૦૫/૦૪/૧૯૧૬),
  • ૧૪ જુન     : ૧૮૬૧ : મેન્ડેલીવે રસાયણશાસ્ત્ર પર અદભુત પુસ્તક લખવાનું પુરૂ કર્યું. તેણે આ પુસ્તક લખવાની શરૂઆત ૨૪/૦૨/૧૮૬૧ ના રોજ કરી હતી.
  • ૧૬ જુન     : ૧૯૨૫ : નિધન : દેશબંધુ ચિત્તરંજન દાસ (જન્મ : ૦૫/૧૧/૧૮૬૯),
  • ૧૮ જુન     : ૧૮૫૮ : નિધન : ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ( જન્મ : ૧૯/૧૧/૧૮૨૮) ,
  • ૧૯ જુન     : ૧૮૮૫ : ફ્રાન્સે અમેરિકન પ્રજાને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ભેટમાં આપ્યું - આજના દિવસે આ સ્ટેચ્યુને ન્યુયોર્ક બંદરે લાવવામાં આવ્યું, ૧૯૪૯ : સ્વતંત્ર ભારતની પહેલી ચૂંટણી આજે થઈ. બ્રિટિશરાજ  સમાપ્ત થયા બાદ ભારતમાં પાંચ ફ્રેંચ સંસ્થાનો બાકી રહ્યા હતા. પશ્ચિમ બંગાળનું ચંદરનગર, યાનમ, પોંડીચેરી, કરાઈકલ અને માહે. આમાંથી 'તમારે ભારત સરકાર સાથે જોડાવું છે કે ફ્રેંચ સરકાર સાથે?' તે મુદ્દા પર સરકારે જનમત લીધો. જેમાં ફક્ત 112 જણાએ ફ્રેંચ સરકારની તરફેણમાં મત આપ્યો હતો. આમ સ્વતંત્ર ભારતની આ પહેલી ચૂંટણી કહી શકાય. (પોંડીચેરીને ૧ નવેમ્બર ૧૯૫૪ ના રોજ ફ્રેંચ સરકારે ભારતના પ્રદેશ તરીકે ગણાવ્યો પણ વૈધાનિક રીતે ૧૬ ઓગસ્ટ ૧૯૬૨ના રોજ તેની ગણતરી ભારતના પ્રદેશ તરીકે થઈ),  ૧૯૬૬ : બાળા સાહેબ ઠાકરેએ શિવસેનાનું નિર્માણ કર્યું,
  • ૨૦ જુન     : ૧૯૮૭ : નિધન : પક્ષીવિદ સલીમ અલી (જન્મ : ૧૨/૧૧/૧૮૯૬),
  • ૨૧ જુન     : ૧૫૭૬ : ચેતક ઘોડાએ હલ્દીઘાટીમાં મહારાણા પ્રતાપનો જાન બચાવ્યો.           વિશ્વ યોગ દિવસ, વિશ્વ સંગીત દિવસ,
  • ૨૪ જુન     : ૧૯૩૮ : ૨૪ જુનના રોજ ઇંગ્લેન્ડમાં ઇંગ્લેન્ડ - ઓસ્ટ્રેલિયા વચ્ચેની એસીઝ શ્રેણીની બીજી ટેસ્ટથી બોલ ટુ બોલ કોમેન્ટ્રી શરૂ થઈ હતી. ( પહેલી વખત રેડિઓ કોમેન્ટ્રી ઓસ્ટ્રેલિયામાં ૧૩ ફેબ્રુઆરી ૧૯૨૨ ના રોજ ઓસ્ટ્રેલિયાની ટીમની તેમના દેશની જ ડોમેસ્ટિક ટીમ સામેની મેચની સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અપાઈ હતી ), ૨૦૧૮ : મહિલાઓને ડ્રાઈવીંગ કરવા પ્રત્યેનો   પ્રતિબંધ દુર કરાયો, ૨૦૧૮ : ચેન્નાઈનો આર. પ્રગનંદા ચેસમાં ભારતનો પ્રથમ અને વિશ્વનો બીજો સૌથી નાની વયનો ગ્રાન્ડ માસ્ટર બન્યો. ૧૨ વર્ષ ૧૦ મહિના અને ૧૩ દિવસની ઉંમરે તેણે આ સિદ્ધિ મેળવી.
  • ૨૫ જુન     : ૨૫/૦૬/૧૯૩૨ : આજે ભારત તેની પ્રથમ ટેસ્ટ મેચ રમ્યું હતું. ( પહેલો વિજય ૧૦/૦૨/૧૯૫૨ મળ્યો હતો ), ૨૫/૦૬/૧૯૫૧ : વિશ્વનો સૌ પ્રથમ કોમર્શિયલ ટેલિવિઝન પ્રોગ્રામ રજુ કરવામાં આવ્યો. આ દિવસને ‘કલર ટીવી ડે’ તરીકે ઉજવવામાં આવે છે, ૧૯૭૫ : ભારતમાં કટોકટીનું એલાન કરવામાં આવ્યું હતું. તે ૨૧ માર્ચ ૧૯૭૭ સુધી ચાલ્યું હતું, ૧૯૮૩ : ના આ દિવસે ભારતે વર્લ્ડકપ જીત્યો હતો.
  • ૨૭ જુન     : ૨૦૦૮ : નિધન : ફિલ્ડ માર્શલ માણેકશા (જન્મ : ૦૨/૦૪/૧૯૧૪),
  • ૨૯ જુન     : ૧૯૦૦ : નોબેલ ફાઉન્ડેશનની સ્થાપના થઈ. ૧૯૦૧ થી નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે.
  • ૦૧ જુલાઈ  : ડોક્ટર્સ ડે :  નેશનલ ડોક્ટર્સ ડે ૧૯૯૧થી આપણા દેશમાં ડો.બિધાનચંદ્ર રોયનો જન્મ દિવસ આજે હતો. તેમની  સેવાઓના માનમાં આ દિવસ ડોક્ટર્સ ડે તરીકે મનાય છે, આંતરરાષ્ટ્રીય જોકર દિવસ, ૧૯૯૪થી ઉજવાય છે.
  • ૦૨ જુલાઈ    :  ૧૯૭૨ : પાકિસ્તાન સાથે ભારતે સિમલા કરાર કર્યા. ભારતે પાકિસ્તાનના ૯૩,૦૦૦ યુધ્ધ કૈદી અને જીતેલી જમીન પાછી આપી ભૂલ કરી.
  • ૦૩ જુલાઈ    : ૧૯૯૬ : નિધન : રાજકુમાર ( અભિનેતા ) ( જન્મ : ૦૮/ ૧૦/૧૯૨૬ ),
  • ૦૪ જુલાઈ    : ૧૯૦૨ : નિધન : સ્વામી વિવેકાનંદ ( જન્મ : ૧૨/૦૧/૧૮૬૩),
  • ૦૫ જુલાઈ    : ૧૯૯૫ : જન્મ : પી.વી.સિંધુ (ભારતની બેડમિન્ટન સ્ટાર),
  • ૦૭ જુલાઈ    :  ચોકલેટ ડે, ૧૮૨૧ : જન્મ : ગુજરાતી પ્રેમી ફાર્બસ એલેકઝાન્ડરનો લંડનમાં જન્મ
  • ૦૮ જુલાઈ    : ૧૯૧૪ : જન્મ : જ્યોતિ બસુ ( રાજકારણી ), ૧૯૫૮ : નીતુસિંહ (કપૂર),    ૧૯૭૨ : સૌરવ ગાંગુલી, ૨૦૧૭ : પશ્ચિમ બંગાળ રાજ્યસરકારે જોઈતા માંડલ ટ્રાન્સજેન્ડરને લોકઅદાલતના ન્યાયાધીશ તરીકે નિયુક્તિ આપી. તે દેશની પહેલી ટ્રાન્સજેન્ડર જજ છે, : ૨૦૧૮. સવારે સાત વાગ્યાનો સમય. દક્ષિણ દિલ્હીની પુષ્પાવતી સિંઘાનિયા હોસ્પિટલના યુરો સર્જનોએ ત્રણ અલગ અલગ મહિલાની કિડની તેમના ત્રણ અલગ અલગ પતિમાં કરી. (૭૭)
  • ૦૯ જુલાઈ    : ૧૯૨૫ : જન્મ : ગુરુદત્ત પદુકોણે, ૧૯૩૭ : સંજીવકુમાર,
  • ૧૨ જુલાઈ    : ૧૯૬૩ : નિધન : સ્વામી શ્રી શિવાનંદ સરસ્વતી (જન્મ : ૦૮/૦૯/૧૮૮૭),
  • ૧૩ જુલાઈ    : ૧૯૩૦ : આજે ફૂટબોલ વિશ્વકપની પહેલી મેચ ફ્રાંસ અને મેક્સિકો વચ્ચે રમાઈ હતી.
  • ૧૮ જુલાઈ    : ૧૯૦૮ : ભિક્ષુ અખંડાનંદે મનુ સુબેદાર અને અમૃત લાલ પઢિયારની મદદથી મુંબઈમાં 'સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય' સ્થાપીને ધાર્મિક ગ્રંથોનું પબ્લિકેશન શરૂ કર્યું.
  • ૨૦ જુલાઈ    : ૧૯૬૯ : નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રીને ચંદ્રની ધરતી પર પગ મુક્યો, ૧૯૮૮ : જન્મ : અરુણિમા સિંહ (૨૧/૦૫/૨૦૧૩ ના રોજ એક પગે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો)
  • ૨૨ જુલાઈ    : ૧૯૭૬ : ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૌતા એકપ્રેસ ટ્રૈન સેવા શરૂ થઇ.
  • ૨૩ જુલાઈ    : ૧૯૨૭ : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રેડિઓ - ટેલીગ્રાફ સિસ્ટમ શરૂ થઇ.
  • ૨૬ જુલાઈ    : ૧૮૫૬ : જન્મ : જ્યોર્જ બર્નાડ શો (નિધન : ૦૨ નવેમ્બર ૧૯૫૦),
  • ૨૭ જુલાઈ    : ૧૯૬૨ : નિધન : પુનિત મહારાજ (જન્મ : ૧૯/૦૫/૧૯૦૮), ૧૯૭૬ : નિધન : પૂ શ્રી મોટા (જન્મ : ૦૪/૦૯/૧૮૯૮),
  • ૨૯ જુલાઈ    : ૧૮૯૧ : નિધન : ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર (જન્મ : ૨૬/૦૭ ૧૮૨૦)(સમાજ સુધારક),
  • ૩૦ જુલાઈ    : જન્મ દિવસ : વાજીદઅલી શાહ : ૩૦/૦૭/૧૮૨૨, જન્મ દિવસ : હેન્રી ફોર્ડ : ૩૦/૦૭/૧૮૬૩, જન્મદિવસ : માધવસિંહ સોલંકી : ૩૦/૦૭/૧૯૨૭, ૩૦/૦૭/૧૯૯૦ : લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં કપિલદેવે ભારતને ફોલોઓનથી બચાવવા ચાર બોલમાં ચાર છક્કા માર્યા.
  • ૦૧ ઓગસ્ટ   : ૧૯૪૪ : ગુજરાતી ભાષાનો મહાન ગ્રંથ 'ભગવદ્ ગો મંડલ' નો પહેલો ભાગ લોકો સમક્ષ રજુ થયો (૦૧/૧૦/૧૯૨૮ ના રોજ તેનો પહેલો ભાગ રચાવાનો ચાલુ થયો હતો, ૦૯/૦૩/૧૯૫૫ ના રોજ તેનો નવમો અને છેલ્લો ભાગ   લોકો સમક્ષ રજુ થયો હતો),
  • ૦૨ ઓગસ્ટ   : ૧૯૯૦ : ઈરાકે કુવૈત પર હુમલો કર્યો. જવાબમાં અમેરિકાએ સાથી દેશોની મદદ લઈ ૧૭ જાન્યુઆરી ૧૯૯૧ના રોજ ઈરાક પર હુમલો કર્યો.
  • ૦૪ ઓગસ્ટ   : ૧૯૦૧ : અમેરિકન ઝાસ મ્યુસિકના પિતામહ લુઇસ આર્મસ્ટ્રોંગ નો જન્મદિવસ, ૧૯૨૯ : જન્મ : કિશોરકુમાર, ફિરોઝશાહ મહેતા, રાણી એલીથાબેઝ, બરાક ઓબામાં,
  • ૦૫ ઓગસ્ટ   : ૧૯૧૪ : ક્વીન્સલેન્ડમાં ટ્રાફિક સિગ્નલની શોધ થઈ,
  • ૦૬ ઓગસ્ટ   : ૧૮૮૧ : એલેકઝાન્ડર ફ્લેમિંગ ( પેનિસિલિન નાં શોધકનો જન્મ દિવસ. સ્કોટલૅન્ડના લોક્ફિલ્ડ ગામમાં થયો હતો. ૧૧ માર્ચ ૧૯૫૫ તેઓ મૃત્યુ પામ્યા), ૬ ઓગસ્ટ ૧૯૪૫ : જાપાનના હિરોશિમા શહેર પર અમેરિકાએ ‘લિટલ બોય’ નામનો પરમાણુ બોમ્બ ફેંક્યો હતો. હિરોશિમાની સાડા ત્રણ લાખની વસ્તીમાંથી એક લાખ ચાલીસ હજાર લોકો તાત્કાલિક મૃત્યુ પામ્યા હતા.
  • ૦૭ ઓગસ્ટ   : ફ્રેન્ડશીપ ડે,
  • ૦૮ ઓગસ્ટ   : ૧૯૮૧ : જન્મ : રોજર ફેડરર,
  • ૦૯ ઓગસ્ટ   : book lovers day, વિશ્વ આદિવાસી દિવસ, ૯ ઓગસ્ટ ૧૧૭૩ = આ દિવસે ઇટાલીના પિઝાના ઝૂકેલા મિનારાનું નિર્માણકાર્ય શરુ થયું હતું. આ મિનારાનું બાંધકામ પૂર્ણ થતા ૨૦૦ વર્ષ લાગ્યા હતા. બેટા નામની સ્ત્રીના પતિએ તેની વસિયતનામામાં ૬૦ જેટલા સિક્કા બચાવી રાખ્યા હતા. બેટાના મૃત્યુ પછી આ મિનારાનું બાંધકામ શરુ કર્યું. તે ૫.૫ ડીગ્રી ઢળેલો હતો. છેલ્લા ૧૦૦ વર્ષ દરમ્યાન તે વધુ ઢળે નહી તેવા ઘણા પ્રયત્નો થયા. તેમાં થોડી સફળતા પણ મળી છે. અત્યારે તે ૪ ડિગ્રી ઢળેલો છે. થોડું ઢળેલું હોવાથી તેની દુનિયાભરમાં ઓળખ રહી છે.,૧૯૨૫ : લખનૌથી શાહજહાંપુર જતી એક પેસેન્જર ટ્રેન કાકોરી નામનાં રેલ્વે સ્ટેશને ઉભી રહી ત્યારે ભગતસિંહ, ચન્દ્રશેખર  આઝાદ અને રામપ્રસાદ બિસ્મિલ નામનાં ક્રાંતિકારીઓએ સરકારી ખજાનો લુંટી લીધો. : ૯ ઓગસ્ટ ૧૯૪૨ = ભારતના સ્વાતંત્રય સંગ્રામના ઇતિહાસમાં આ દિવસ ઓગસ્ટ ક્રાંતિના દિવસ તરીકે ઓળખાય છે. આ દિવસે મહાત્મા ગાંધીએ ભારત છોડો આંદોલનના રૂપમાં આઝાદીના અંતિમ જંગનું એલાન કરી દીધું. કુલ ૧ લાખ લોકોની ધરપકડ થઇ. ૨૧ દિવસ સુધી ભૂખ હડતાળ ચાલી અને સેંકડો લોકોએ કુરબાની આપી. આમ દેશવાસીઓએ પોતાની તાકાત બતાવી, : ૯ ઓગસ્ટ ૧૯૪૫ = અમેરિકાએ આ દિવસે સવારે ૧૧.૦૨ વાગ્યે જાપાનના નાગાશાકી શહેર પર પરમાણુ બોમ્બ ઝીંક્યો હતો. આ બોમ્બનું નામ ‘ફેટ મેન’ હતું. આ બોમ્બને કારણે ૨૦,૦૦૦ ફેરનહીટ ગરમી ઉત્પન્ન થઇ હતી. 74,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા. પહેલા અમેરિકા કુકુરૂમાં નામના જાપાનના શહેર પર બોમ્બ ફેકવાનું હતું પણ ત્યાં વાદળછાયું વાતાવરણ હોવાને કારણે વિઝિબિલિટી હતી નહીં, : ૯ ઓગસ્ટ ૨૦૧૬ = ૨ નવેમ્બર ૨૦૦૦થી મણિપુરમાં ભૂખ હડતાળ પર બેઠેલી ઈરોમ શર્મિલાએ પોતાના અપવાસનો અંત આણ્યો. આ ભૂખ હડતાળ દુનિયાની લાંબામાં લાંબી હડતાળ કહેવાય છે. ૧૬ વર્ષ ચાલેલી આ હડતાળ AFSPA કાયદો દુર કરવા માટે શરુ કરવામાં આવી હતી. આ કાયદા હેઠળ અરૂણાચલ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ અને નાગાલેંડમાં આર્મી કોઈ પણ વ્યક્તિની કોઈ પણ કારણ દર્શાવ્યા વિના અચોક્કસ મુદત માટે પકડી શકે. ઈરોમ શર્મિલાએ આ કાયદો નાબુદ કરવો હતો. વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી મો દવારા ભોજન નાં લેનારી મહિલા તરીકેનો રેકોર્ડ બનાવનાર ઈરોમ શર્મિલાની સિદ્ધિ પાછળ યોગ અને પ્રબળ ઈચ્છાશક્તિએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. તેણે મોટા ભાગનો સમય ઈમ્ફાલના જવાહરલાલ ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સની હોસ્પિટલમાં કેદી તરીકે પસાર કર્યો હતો. હોસ્પિટલમાં કોર્ટના આદેશને પગલે તેને નાકમાં નળી દવારા દાળ, ભાત અને શાકભાજી પ્રવાહી સ્વરૂપે આપવામાં આવતા હતા. ૧૬ વર્ષ સુધી મો દવારા અનાજ અને પાણી નાં લેવા છતાં તે સામાન્ય જીવન જીવતી હતી. ૧૬ વર્ષ દરમ્યાન તેણે નખ નાં કાપવા, વાળ ના બાંધવા, ઘરે નાં જવું અને માતાને નાં મળવું તેવા સંકલ્પો પણ લીધા હતા.
  • ૧૩ ઓગસ્ટ   : ૧૯૮૨ : નિધન : માં આનંદમયી (જન્મ : ૩૦/૦૪/૧૮૯૬),
  • ૧૫ ઓગસ્ટ   : ૧૮૭૨ : જન્મ : મહાયોગી શ્રી અરવિંદ (નિધન : ૦૫/૧૨/૧૯૫૦),
  • ૧૬ ઓગસ્ટ   : ૧૯૬૨ : આજે પોન્ડિચેરીની ગણતરી સત્તાવાર રીતે ભારતના પ્રદેશ તરીકે થઈ. જોકે ફ્રેંચ સરકારે તો ૧ નવેમ્બર ૧૯૫૪ ના રોજ જ જાહેર કરી દીધું હતું કે પોન્ડિચેરી  ભારતનો પ્રદેશ છે.
  • ૨૦ ઓગસ્ટ   : ૧૯૩૨ : જન્મ : ચંદ્રકાંત બક્ષી,
  • ૨૪ ઓગસ્ટ   : ૧૮૫૫ : જન્મ : આઈસ્ક્રીમ મેઈકરની શોધક - એગ્નીસ માર્શલ,
  • ૨૬ ઓગસ્ટ   : ૧૯૧૦ : જન્મ : મધર ટેરેસા (નિધન : ૦૫ સપ્ટેમ્બર ૧૯૯૭).
  • ૨૮ ઓગસ્ટ   : ૧૮૯૬ : જન્મ : ઝવેરચંદ મેઘાણી ચોટીલા.
  • ૨૯ ઓગસ્ટ   : ૧૮૮૭ : જન્મ : ડો.જીવરાજ મહેતા (ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી)(નિધન : ૦૭ નવેમ્બર :૧૯૭૮), ૧૯૦૫ : જન્મ : ધ્યાનચંદ (હોકીના જાદુગર) , નેશનલ સ્પોર્ટ્સ   ડે ( ધ્યાનચંદનો  જન્મ દિવસ તેમના માનમાં નેશનલ  સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવાય છે), આ દિવસ હોકીના સુપરસ્ટાર ધ્યાનચંદની વર્ષગાંઠ નિમિત્તે ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ તરીકે ઉજવાય છે. ૧૯૩૬માં બર્લિન એલામ્પીકમાં જર્મનીને ૮-૧ થી હરાવી. આનાથી પ્રભાવિત થઇ હિટલરે તેમને કહ્યું હતું. તમે જર્મની આવી જાઓ હું તમને સામાન્ય સિપાહીમાંથી ફિલ્ડ માર્શલ બનાવી દઈશ. જોકે દેશદાઝ ધરાવતા ધ્યાનચંદે કહ્યું કે હું નાનો પણ મારા દેશનો સિપાહી છું તેનું મને ગૌરવ છે. ૧૯૨૮, ૧૯૩૨ અને ૧૯૩૬માં તેમના નેતૃત્વ હેઠળ ભારતે ઓલમ્પિકમાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા. આ સમય ભારતની હોકીનો સુવર્ણ યુગ હતો. તેમણે તેમની કારકિર્દીમાં કુલ ૪૦૦ ગોલ કર્યા. ૧૯૫૬ માં તેમને પદ્મભૂષણ એવોર્ડ મળ્યો.
  • wife appreciation day : 3rd Sunday of September.
  • world sight day : 2nd Thursday of September.
  • world grandparents day : 2nd Sunday of September.
  • ૦૧ સપ્ટેમ્બર : ૧૮૯૬ : જન્મ : શ્રી પ્રભુપાદ (ISKCON)ના સ્થાપક, ૧૯૩૪ : ગુજરાતના ગઝલકાર જલન માતરીનો જન્મ દિવસ,   ૨૦૧૭ : અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો મળ્યો, ૧૯૫૬ : કલકત્તામાં બિપિનદાસ ગુપ્તા અને તેમના સાથીઓઓએ LIC ની સ્થાપના કરી. ભારતીય સંસદે ૧૯/૦૬/૧૯૫૬ માં જીવન વિમા બિલ પાસ કર્યું હતું.
  • ૦૩ સપ્ટેમ્બર : ૧૯૪૦ : જન્મ : પ્યારેલાલ ( લક્ષ્મીકાન્ત પ્યારેલાલ - સંગીતકાર ),
  • ૦૪ સપ્ટેમ્બર :  ૧૮૫૭ : ગુજરાતના ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્મા નો જન્મદિવસ, ૧૮૯૮ : જન્મ : પૂ શ્રી મોટા,
  • ૦૫ સપ્ટેમ્બર : ૧૯૯૭ : નિધન : મધર ટેરેસા (જન્મ : ૨૬ ઓગસ્ટ : ૧૯૧૦).
  • ૦૭ સપ્ટેમ્બર : ૧૯૨૪ : નિધન : કવિ દામોદરદાસ ખુશાલદાસ શાહ (બોટાદકર)(જનનીની જોડ સખી નહીં જડે રે લોલના રચયિતા)                                  (જન્મ : ૨૭ નવેમ્બર : ૧૮૭૦ બોટાદ)
  • ૦૮ સપ્ટેમ્બર : ૧૯૮૬ : દુનિયાનો સૌથી પ્રચલિત ટીવી શો, 'ઓપેરા વિન ફ્રે શો' આજે શરૂ થયો હતો, વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે, ૧૮૮૭ : જન્મ : સ્વામી શ્રી શિવાનંદ      સરસ્વતી (નિધન : ૧૨/૦૭/૧૯૬૩),  જન્મ : ૧૯૩૩ : આશા ભોંસલે,
  • ૦૯ સપ્ટેમ્બર : ૧૮૨૮ : જન્મ : ટોલ્સટોય ( નાની વાર્તાના લેખક અને નવલકથા કાર ), ૧૯૬૭ : જન્મ : અક્ષય કુમાર,
  • ૧૦ સપ્ટેમ્બર : 'આંતરરાષ્ટ્રીય આપઘાત બચાવ દિવસ' : ૨૦૦૩ની સાલથી સમગ્ર વિશ્વમાં 'international suicide prevention day' આજના દિવસે ઉજવાય છે, જન્મ : ૧૮૭૨, જામ રણજિતસિંહ (જામનગર/નવાનગરના રાજવી)(નિધન : ૦૨ એપ્રિલ ૧૯૩૩)
  • ૧૧ સપ્ટેમ્બર :  જન્મ દિવસ = મોહનજી ભાગવત ( ૧૯૫૦, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ), આચાર્ય વિનોબા ભાવે ( ૧૮૯૫ ). નિધન = મહાદેવી વર્મા ( ૧૯૮૭, હિન્દી પોએટ ), મોહમ્મદઅલી જિન્હા ( ૧૯૪૮, પાકિસ્તાનના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનાર નેતા ), જ્યોતીન્દ્રભાઈ દવે ( ૧૯૮૦, ગુજરાતી હાસ્ય સાહિત્યના ભીષ્મ પિતામહ ). ૧૮૯૩ = શિકાગોમાં વિશ્વધર્મ પરીસદ. ૨૦૦૧ = વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકી હુમલો.
  • ૧૩ સપ્ટેમ્બર : જન્મ : ૧૯૬૯ : શેન વોર્ન.
  • ૧૪ સપ્ટેમ્બર : ૧૮૬૭ : કાલ માર્કસે 'દાસ કેપિટલ' નામનું પુસ્તક પ્રકાશિત કર્યું ( દુનિયાભરમાં વધુ વંચાયેલા પુસ્તકોમાં આ પુસ્તક બાયબલ પછી બીજા નંબરે છે. તેમાં લખાયેલા સિધાંતો માર્ક્સવાદ તરીકે ઓળખાય છે ),  ૧૯૭૯ : ફિલ્મ કલાકારોએ નેશનલ પાર્ટીની જાહેરાત કરી રાજકારણમાં પ્રવેશ કર્યો. તેના અધ્યક્ષ દેવઆનંદ હતા. એક વર્ષમાં જ આ પાર્ટીનું બાળમરણ થયું, અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું   મુર્હુત
  • ૧૬ સપ્ટેમ્બર : ઇન્ટરનેશનલ ઓઝોન ડે, જન્મ : ૧૬/૦૯/૧૯૧૬ : એમ.એસ.સુબ્બુલક્ષ્મી,   ૧૯૧૫ : જન્મ : પી. ચિદંબરમ(ભૂતપૂર્વ નાણા પ્રધાન ), નિધન : અર્જનસિંહ (માર્શલ ઓફ એર ફોર્સ) (ભારતીય લશ્કરના માત્ર ત્રણ ફાઈવ સ્ટાર રેન્ક ધરાવનાર અધિકારીઓમાંના એક) (જન્મ : ૧૬/૦૪/૧૯૧૯),
  • ૧૭  સપ્ટેમ્બર : જન્મ : નરેન્દ્રભાઈ મોદી, ૧૯૧૫ : એમ.એફ.હુસેન (નિધન : ૦૯/૦૬/૨૦૧૧),
  • ૧૮ સપ્ટેમ્બર : ૧૯૫૦ : જન્મ : શબાના આઝમી,
  • ૧૯ સપ્ટેમ્બર : ૨૦૦૭માં ઇંગ્લેન્ડ સામેની એક T 20 મેચમાં ડર્બન ખાતે સ્ટુઅર્ટ બ્રોડની બોલિંગમાં ભારતના યુવરાજ સિહે છ બોલમાં છ છક્કા માર્યા.
  • ૨૦ સપ્ટેમ્બર : ૧૫૬૯ મુઘલ સમ્રાટ જહાંગીરનો જન્મ, ૧૮૪૪ વિલિયમ એલીન્બર્થ અમેરિકન ફોટોગ્રાફરનો જન્મ, ૧૮૫૭ અંગ્રેજો સામેનો ૧૮૫૭ નો બળવો ભારતીય ક્રાંતિકારીઓએ પૂરો થયેલો જાહેર કર્યો, ૧૮૭૮ મદ્રાસમાં ‘હિન્દુ’ અઠવાડિક ન્યુઝ પેપર શરુ થયું.૧૯૧૧ આચાર્ય શ્રીરામ શર્માનો જન્મ, ૧૯૨૪ વિનોદ કિનારી વાલા જન્મ, ૧૯૩૨ અછુતો સામે થતા અન્યાય સામે લડવા ગાંધીજીએ અપવાસ શરુ કર્યા, ૧૯૩૪ મુવી અદાકાર સોફિયા લોરેનનો જન્મ, ૧૯૪૬ ફ્રાંસમાં પહેલો કાંસ ફિલ્મ ફેસ્ટીવલ શરુ થયો, ૧૯૪૮ પ્રખ્યાત નવલકથાકાર જ્યોર્જ માર્ટિનનો જન્મદિવસ, ૧૯૪૮ મહેશ ભટ્ટનો જન્મ દિવસ, ૧૯૬૮ પાકિસ્તાની ક્રિકેટર ઈઝાઝ અહેમદનો જન્મ દિવસ, ૧૯૯૦ જ્હોન ટાવરેસ કેનેડિયન આઈસ હોકી પ્લેયરનો જન્મદિવસ, ૧૯૩૩ : નિધન : એની બેસન્ટ ( જન્મ :   ૦૧/૧૦/૧૮૪૭),
  • ૨૧ સપ્ટેમ્બર : ૧૯૮૦ : જન્મ : કરીના કપૂર, વર્લ્ડ એલ્ઝાઈમર્સ ડે
  • ૨૩ સપ્ટેમ્બર : ૧૯૩૫ : જન્મ : પ્રેમ ચોપરા(અભિનેતા), ૧૯૫૨ : જન્મ : અંશુમાન ગાયકવાડ(ક્રિકેટર, કોચ), ૧૯૫૭ : જન્મ : કુમાર સાનુ(સિંગર),  ૨૦૧૮ : ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય આરોગ્ય  વિમા યોજના 'આયુષ્યમાન ભારત યોજના'ની શરૂઆત કરી. આ યોજના અંતર્ગત ભારતના ૧૦ કરોડ ગરીબ પરિવારના આશરે ૫૦ કરોડ સભ્યોને વર્ષનો           પાંચ લાખ રૂપિયાનો વીમો ઉપલબ્ધ કરાશે.
  • ૨૪ સપ્ટેમ્બર : ૧૮૬૧ : જન્મ : મેડમ ભીખાજી કામા,
  • ૨૫ સપ્ટેમ્બર : ઈ.સ પૂર્વે ૫૫૧ : આજનો દિવસ ચીનના મહાન સંત કોન્ફ્યુંસિયસ નો      જન્મ દિવસ. ચીન આજના દિવસે શિક્ષક દિવસ ઉજવે છે.,  ૧૯૧૬ : જન્મ : દિન દયાળ ઉપાધ્યાય(રાજકારણી), ૧૯૩૯ : જન્મ : ફિરોઝ ખાન(અભિનેતા), ૧૯૪૫ : જન્મ : બિશન સિંહ બેદી(ક્રિકેટર), વિશ્વ ફાર્માસીસ્ટ ડે,
  • ૨૬ સપ્ટેમ્બર : ૧૮૨૦ : જન્મ : ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર (નિધન : ૨૯/૦૭/૧૮૯૧), ૧૯૨૩ : જન્મ : દેવ આનદ, ૧૯૩૧ : જન્મ : વિજય માંજરેકર(ક્રિકેટર), જન્મ : ૧૯૩૨ :   ડો. મનમોહન સિંહ(ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન), ૧૯૩૨ : જન્મ : હરી ઓમ   શરણ (સિંગર),
  • ૨૭  સપ્ટેમ્બર : ૧૯૩૧ : સદીના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈનસ્ટાઇને ગાંધીજીને પત્ર લખ્યો હતો તેમાં તેમણે જણાવ્યું કે, 'તમે તમારા કામ થકી સાબિત કરી દીધું છે કે અહિંસાનો સહારો લીધા વિના પણ આપણા આદર્શોને હાંસલ કરી શકીએ છીએ.' ૧૮ ઓક્ટોબર ૧૯૩૧ ના રોજ ગાંધીજીએ જવાબી પત્ર લખ્યો તેમાં જણાવ્યું, 'પ્રિય મિત્ર હું જે કાર્ય કરી રહ્યો છું તેમાં તમે સમર્થન  કરી રહ્યા છો તે જાણીને મને ખુબ જ સંતોષ થયો. મારી ખુબ જ ઈચ્છા છે કે આપણી મુલાકાત થાય અને એ પણ ભારત સ્થિત મારા આશ્રમમાં.'  ૧૯૩૨ : જન્મ : યશ ચોપરા , ૧૯૫૩ : જન્મ : માં અમૃતા આનંદ મઈ, ૧૯૮૧ : જન્મ : બ્રાંડ મેકકુલમ, વર્લ્ડ ટુરિઝમ    ડે.
  • ૨૮ સપ્ટેમ્બર : ૧૮૩૮ : જન્મ : સત્ય સાઈબાબા, ૧૯૦૭ : જન્મ શહીદ ભગતસિંહ, ૧૯૨૯ : જન્મ : લત્તા મંગેશકર,   ૧૯૮૨ : જન્મ : રણબીર કપૂર, ૧૯૮૨ : જન્મ : અભિનવ બિન્દ્રા,
  • ૨૯ સપ્ટેમ્બર : ૧૯૩૨ : જન્મ : મહેમુદ (નિધન : ૨૩/૦૭/૨૦૦૪), ૧૯૮૭ : નિધન : વિનોદિની નીલકંઠ (નિબંધકાર, નવલિકાકાર, નવલકથાકાર અને બાળ સાહિત્યકાર) (જન્મ : ૦૯ ફેબ્રુઆરી : ૧૯૦૭), વર્લ્ડ હાર્ટ ડે,
  • first Monday of October : world habitat day.
  • Second  Thursday of October : World sight day.
  • mother in law day : 4th Sunday of October.
  • ૦૧ ઓક્ટોબર : વર્લ્ડ ઓલ્ડર પર્સન ડે (૧૯૯૦થી ઉજવાય છે), international coffee day, world vegetarian day, ૧૫૪૨ : જન્મ : જોધાબાઈ, ૧૮૪૭ : જન્મ : એની બેસન્ટ, ૧૮૫૪ : આખા દેશમાં ચાલે તેવી ટપાલ ટિકિટનો પ્રારંભ થયો. ૧૯૦૬ : જન્મ : એસ.ડી.બર્મન,  ૧૯૨૮ : ગુજરાતી ભાષાના જ્ઞાનકોશ ગણાતો 'ભગવદ્ ગો મંડલ' નું ગોંડલ રાજ્યમાં  સર્જન  રચાવાનું શરુ થયું ( ૦૧/૦૮/૧૮૪૪ ના રોજ તેનો પહેલો અંક લોકો સમક્ષ રજુ થયો, ૦૯/૦૩/૧૯૫૫ ના રોજ નવમો અને છેલ્લો અંક લોકો સમક્ષ રજુ થયો), ૧૯૭૫ : ૨૦ મી સદીની મોટામાં મોટી ફાઈટ ગણાય છે તે ફાઈટ મહમદઅલી અને જો ફ્રેઝર વચ્ચે ફિલીપાઈન્સના મનીલામાં મુકાબલો થયો હતો,
  • ૦૨ ઓક્ટોબર : ૧૮૬૨ : જન્મ : વિલિયમ રામસે : ઓર્ગોન, નિયોન, ક્રિપ્ટોન, હિલીયમ  અને ઝેનોન વાયુના શોધક, ૧૮૬૯ : જન્મ : મહાત્મા ગાંધીજી, ૧૯૦૪ : જન્મ : લાલ બહાદુર શાસ્ત્રી, ૧૯૩૯ : જન્મ : બુદ્ધિ કુંદરન ( ક્રિકેટર ), ૧૯૪૨ : જન્મ : આશા પારેખ, international day of non-violence, જન્મ દિવસ : મહંમદ ગઝનવી
  • ૩ ઓક્ટોબર : ૧૯૪૯ : જન્મ : જે.પી.દત્તા ( ફિલ્મ ડાયરેક્ટર ), ૧૯૯૨ : ગીત શેટ્ટીએ બિલિયર્ડસમાં દુનિયામાં ચેમ્પિયનશીપ હાંસલ કરી,
  • ૦૪ ઓક્ટોબર : ૧૮૫૭ : જન્મ : શ્યામજી કૃષ્ણ વર્મા (ક્રાંતિકારી) (નિધન : ૩૦/૦૩/૧૯૩૦), ૧૯૫૭ : સોવિયત સંઘે માનવે બનાવેલા પ્રથમ ઉપગ્રહ સ્પુટનિકનું   સફળ લોન્ચિંગ કર્યું. વર્લ્ડ સ્પેસ વીક -  ૪ થી ૧૦ ઓક્ટોબર દર વર્ષે.
  • ૦૫ ઓક્ટોબર : ૨૦૧૧ : ભારતે ઓછી કિંમતનું ટેબ્લેટ આકાશ રજુ કર્યું,
  • ૦૬ ઓક્ટોબર : ૧૯૪૬ : જન્મ : વિનોદ ખન્ના,
  • ૦૭ ઓક્ટોબર : ૧૯૧૪ : જન્મ : બેગમ અખ્તર ( ગાયિકા ), ૧૯૭૮ : જન્મ : ઝાહિર ખાન ( ક્રિકેટર ), ૧૯૭૯ : જન્મ : યુક્તા મુખી ( ૧૯૯૯ ની મિસ વર્લ્ડ અને અભિનેત્રી ), ૧૭૦૮ : નિધન : શીખ ધર્મના ૧૦ મા ગુરૂ ગોવિંદસિંહ (  જન્મ : ૨૨/૧૨/૧૬૬૬ ),
  • ૦૮ ઓક્ટોબર : ૧૯૨૬ : જન્મ : રાજ કુમાર ( અભિનેતા), ૧૯૩૨ : ભારતીય એરફોર્સની સથાપના થઈ. સ્વતંત્રતા પહેલા તેનું નામ 'રોયલ ઇન્ડીયન એરફોર્સ' હતું.  સ્વતંત્રતા  પછી તેનું નામ 'ઇન્ડીયન એરફોર્સ'  કરી દેવામાં આવ્યું, ૧૯૩૫ : જન્મ : મિલ્ખાસિંઘ ( ભારતીય રમતવીર ),
  • ૦૯ ઓક્ટોબર : ૧૯૩૫ : જન્મ : સરોદવાદક અમજદ અલીખાન, વર્લ્ડ પોસ્ટ મેન અને વર્લ્ડ પોસ્ટ ઓફીસ ડે.
  • ૧૦ ઓક્ટોબર : વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે, ૧૯૦૬ : જન્મ : આર.કે. નારાયણ ( માલગુડી ડેઈઝના રાઈટર ), ૧૯૫૪ : જન્મ : અભિનેત્રી રેખા, ૧૯૬૪ : નિધન : ગુરુદત્ત ( જન્મ : ૦૯/૦૭/૧૯૨૫ ),
  • ૧૧ ઓક્ટોબર : ૧૯૦૨ : જન્મ : જયપ્રકાશ નારાયણ, ૧૯૪૨ : જન્મ : અમિતાભ બચ્ચન,
  • ૧૨ ઓક્ટોબર : ૧૬૩૮ : ૧૨ ઓક્ટોબર ૧૬૩૮ થી ૨૧ ઓક્ટોબર ૧૬૩૮ સુધી જર્મન મુસાફર આલ્બર્ટ - દ - મેન્ડેલસ્સો અમદાવાદની મુલાકતે આવ્યા હતા. તેમણે અમદાવાદનું અદભુત વર્ણન કર્યું હતું. માણેકચોકમાં અત્તર, અગરબત્તી, રેશમી અને સુતરાવ કાપડ અદભુત મળતા હતા. અમદાવાદની પોળો જોઇને તે હેરત પામી ગયા હતા. અમદાવાદની પોળો, કાંકરિયા તળાવ, ઝુલતા મિનારા, ત્રણ દરવાજા અને ભદ્રકાળી મંદિર વચ્ચેનો ચોક જોઇને તે હેરત પામી ગયા હતા. ૧૯૧૧ : જન્મ : વિજય મર્ચન્ટ, ૧૯૪૬ : જન્મ : અશોક માંકડ,
  • ૧૩ ઓક્ટોબર : ૧૯૧૧ : જન્મ : અશોકકુમાર, ૧૯૮૭ : નિધન : કિશોર કુમાર, ( જન્મ : ૦૪/૦૮/૧૯૨૯ ), ૧૯૮૭ : રિલાયન્સ વર્લ્ડકપમાં     વિવિયન રીચાર્ડસે શ્રીલંકા સામે ૧૨૫ બોલમાં ૧૮૧ રન   કર્યા,
  • ૧૪ ઓક્ટોબર : ૧૯૮૧ : જન્મ : ગૌતમ   ગંભીર, ૨૦૦૯ : અમદાવાદમાં BRTS નું શ્રી નરેન્દ્રભાઈ મોદી  ના હસ્તે ઉદઘાટન,
  • ૧૫ ઓક્ટોબર : pregnancy and infant loss remembrance day, global hand washing day, ૧૯૨૨ : જન્મ : શંકર : સંગીતકાર (  શંકર - જયકિશન ), ૧૯૩૧ : જન્મ : ડો. એ.પી. જે કલામ, ૧૯૩૨ : આ દિવસે જે. આર. ડી તાતાએ કરાંચી થી મુંબઈ (વાયા અમદાવાદ) ભારતમાં સૌ પ્રથમ વાર ફ્લાઈટનું ઉડાન કર્યું. તાતા એરલાઇન્સની આ પ્રથમ ફ્લાઈટમાં મુસાફરો ન હતા, માત્ર એર-મેઈલ હતા. ૧૯૪૯ : જન્મ : પ્રણવ રોય ( પત્રકાર ), ૧૯૫૭ : જન્મ : મીરાં નાયર,
  • ૧૬ ઓક્ટોબર : world food day, ૧૯૪૮ : જન્મ : હેમા માલિની, ૧૯૭૮ : ભારતના સ્ટાર ક્રિકેટર કપિલદેવે આજે પોતાની કારકિર્દી શરૂ કરી હતી, ૨૦૧૭ : જમ્મુ - કાશ્મીરના આંતક ગ્રસ્ત વિસ્તાર શોપિયામાં   એક ઘરમાં છ આતંકવાદીઓ રાયફલ સાથે ઘુસી ગયા. ૧૪ વર્ષના ઈરફાન શેખે એક આતંકવાદી પાસેથી રાયફલ ખૂંચવી તેને ઠાર માર્યો. આ જોઈ અન્ય પાંચ આતંકવાદીઓ નાસી છુટ્યા. મુઠભેડ  માં ઈરફાનના પિતાનું મૃત્યુ થયું. ઇમરાનને ૧૯/૦૩/૨૦૧૯ ના રોજ રાષ્ટ્રપતિએ શૌર્યચક્રથી સન્માનિત કર્યો.
  • ૧૭ ઓક્ટોબર : ૧૯૪૭ : જન્મ : સિમી ગરેવાલ, ૧૯૫૫ : જન્મ : સ્મિતા પાટિલ, ૧૯૬૫ : જન્મ : શ્રીલંકાના સ્ટાર ક્રિકેટર અરવિંદ ડી.સિલ્વા, ૧૯૬૯ : જન્મ : અનિલ   કુંબલે,
  • ૧૮ ઓક્ટોબર : ૧૯૨૦ : મહાત્મા ગાંધીજીએ આજે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી  હતી, ૧૯૨૮ : જન્મ : ગુજરાતી ટેસ્ટ ક્રિકેટર દિપક શોધન, ૧૯૫૦ : જન્મ : ઓમપુરી, ૧૯૬૮ : જન્મ નરેન્દ્ર હિરવાણી ( ક્રિકેટર ),
  • ૧૯ ઓક્ટોબર : જન્મ : ૧૮૨૮ : ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ( નિધન : ૧૮/૦૬/૧૮૫૮ ) , જન્મ : ૧૯૨૦ : પાંડુરંગ વૈજનાથ આઠવલેજી, ૧૯૫૬ : સન્ની દેઓલ (  અભિનેતા ),
  • ૨૦ ઓક્ટોબર : ૧૮૮૫ : જન્મ : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ( મહાન ગુજરાતી નવલકથા સરસ્વતીચંદ્રના સર્જક ), ૧૮૯૧ : જન્મ : જેમ્સ ચેડવિક ( ન્યુટ્રોનના શોધક ), ૧૯૫૭ :જન્મ : કુમાર સાનું, ૧૯૬૨ : ચીને ભારત પર હુમલો કર્યો, ૧૯૬૩ : જન્મ : નવજ્યોત સિંહ સિંધુ (ભારતીય ક્રિકેટર ), ૧૯૭૮ : જન્મ :વિરેન્દ્ર સહેવાગ ( ભારતીય ક્રિકેટર ), ૧૯૯૫ : દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે રજુ થયું,
  • ૨૧ ઓક્ટોબર : ૧૮૩૦ : જન્મ : નૈન સિંઘ રાવત ( સાંગપો નદી જ બ્રહ્મપુત્રા નદી છે કે નહીં તે નક્કી કરવા અને બ્રહ્મપુત્રા નદીનો નકશો તૈયાર કરનારો સોલો ટ્રાવેલર ), ૧૮૩૩ : જન્મ : આલ્ફ્રેડ વેઅર નાર્ડ નોબેલ ( નોબેલ પારિતોષિક તેની યાદમાં અપાય છે ), ૧૯૦૧ : જન્મ : જ્યોતીન્દ્ર દવે ( ગુજરાતી હાસ્યના ભીષ્મ પિતામહ ), ૧૯૩૧ : જન્મ : શમ્મી કપૂર, ૧૯૪૦ : જન્મ : જયોફ્રી બોયકોટ, ૧૯૪૪ : જન્મ : કુલભૂષણ ખરબંદા,
  • ૨૨ ઓક્ટોબર : ૧૭૯૭ : જેક્વીસ ગાર્નેરિયન નામનો સાહસવીર પેરાશુટ દ્વારા આકાશમાંથી સૌ પ્રથમવાર જમીનપર ઉતર્યો. એ જોવા પેરિસમાં ઘણા લોકો ભેગા થયા હતા. તે સલામત ઉતર્યો તે જોઈ ઘણા લોકોના આશ્ચર્યનો પાર ન રહ્યો. ઘણી સ્ત્રીઓ બેભાન   પણ થઈ ગઈ. ૧૮૭૩ : જન્મ : સ્વામી રામતીર્થ ( વેદાંતનો દેશ વિદેશમાં પ્રચાર કર્યો ), ૧૯૩૫ : જન્મ : કાદરખાન,
  • ૨૩ ઓક્ટોબર : ૧૯૧૧ : યુધ્ધમાં પ્રથમ વખત ઇટાલી અને તુર્કસ્તાન વચ્ચે વિમાનનો ઉપયોગ થયો, ૧૯૩૭ : જન્મ : દેવેન વર્મા, ૧૯૪૦ : જન્મ : ફૂટબોલ પ્લેયર પેલે,
  • ૨૪ ઓક્ટોબર : ૧૭૭૫ : જન્મ : બહાદુરશાહ ઝફર (મુઘલ સલ્તનતના છેલ્લા સુલતાન, તેમણે ગૌહત્યા પર પ્રતિબંધ લાધ્યો હતો)(નિધન : ૦૭ નવેમ્બર : રંગુન : બર્મા), ૧૮૬૫ : ગોંડલ નરેશ ભગવતસિંહ સંગ્રામસિંહ ( મફત કન્યા કેળવણી, પોતે ઘણી ડિગ્રીઓ મેળવી, ભગવદ ગો મંડળ જેવા મહાન ગ્રંથનું સર્જન ) ( ગાંધીજીએ આ ગ્રંથની પ્રશંશા કરતા કહ્યું હતું  કે આ ગ્રંથની પ્રસ્તાવના      લખવાની મારી શક્તિ નથી), ૧૯૧૪ : જન્મ : લક્ષ્મી સહેગલ, ૧૯૨૧ : જન્મ : આર.કે.લક્ષ્મણ, ૧૯૩૫ : જન્મ : માર્ક તુલી ( રાઈટર ), ૧૯૪૭ : જુનાગઢના નવાબ મ્હોબત્તખાન ત્રીજા પાકિસ્તાન ચાલ્યા ગયા,
  • ૨૫ ઓક્ટોબર : ૧૮૮૧ : જન્મ : પાબ્લો પિકાસો, ૧૯૧૧ : જન્મ : ઘનશ્યામ ઓઝા ( ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ), ૧૯૫૧ : દેશમાં ઇતિહાસની પ્રથમ લોકસભા ચૂંટણી શરૂ થઈ. ૨૫/૧૧/૧૯૫૧ થી ૨૩/૦૨/૧૯૫૨ સુધી એમ ચાર માસ લાંબી પ્રથમ લોકસભાની ચૂંટણી પ્રક્રિયા ચાલી હતી, ૨૦૧૭ : રીયાધમાં આયોજિત ફ્યુચર  ઇન્વેસ્ટમેન્ટ સમીટ દરમ્યાન સોફિયા નામનાં રોબોટને સાઉદી અરેબિયાની નાગરિકતા આપવામાં આવી. કોઈ પણ રોબોટને કોઈ દેશની નાગરિકતા મળી હોય તેવો આ પહેલો પ્રસંગ હતો.
  • ૨૬ ઓક્ટોબર : ૧૯૭૪ : જન્મ : રવિના ટંડન,
  • ૨૭ ઓક્ટોબર : ૧૯૨૮ : જન્મ : દત્તાજીતરાવ  ગાયકવાડ, ૧૯૫૪ : જન્મ : અનુરાધા પૌડવાલ, 1984 : જન્મ : ઈરફાન પઠાણ,
  • ૨૮ ઓક્ટોબર : ૧૮૬૭ : જન્મ : ભગીની નિવેદિતા, ૧૯૩૦ : જન્મ : અન્જાન, ૧૯૫૫ : જન્મ : બિલ ગેટ્સ,
  • ૨૯ ઓક્ટોબર : વર્લ્ડ સટ્રોક   ડે,  ૧૯૭૧ : જન્મ : મેથ્યુ હેડન ( ઓસ્ત્રેલિયન ક્રિકેટ ઓપનર ),
  • ૩૦ ઓક્ટોબર : ૧૯૦૯ : જન્મ : ડો. હોમી. જે. ભાભા, ૧૯૬૦ : જન્મ : મારાડોના ( આર્જેન્ટીના ફૂટબોલ પ્લેયર ), ૧૮૮૩ : નિધન : સ્વામી દયાનંદ સરસ્વતી (  જન્મ : ૧૨/૦૨/૧૮૨૪), ૧૯૯૦ : નિધન : વ્હી શાંતારામ - જન્મ : ૧૮/૧૧/૧૯૦૧,
  • ૩૧ ઓક્ટોબર : ૧૮૭૫ : જન્મ : સરદાર વલ્લભભાઇ પટેલ, ૧૮૯૫ : જન્મ : સી.કે.નાયડુ, ૧૯૭૫ : નિધન : એસ.ડી.બર્મન ( જન્મ : ૦૧/૧૦/૧૯૦૬), ૧૯૮૪ : નિધન : ઇન્દિરા ગાંધી,
  • ૦૧ નવેમ્બર  : ૧૯૫૦ : સરદાર વલ્લભભાઇ પટેલે ગુજરાત યુનિવર્સીટી તથા  અટીરા સંસ્થાનું ખાત મુર્હુત કર્યું. ૧૯૬૫ : જન્મ : પદ્મિની કોલ્હાપુરે, ૧૯૭૩ : જન્મ : ઐશ્વર્યા રાય, ૧૯૭૪ : જન્મ : વી.વી.એસ. લક્ષ્મણ
  • ૦૨ નવેમ્બર  : ૧૮૯૭ : જન્મ : સોહરાબ મોદી ( ફિલ્મ ડાયરેક્ટર ), ૧૯૪૧ : જન્મ : અરુણ શૌરી ( પત્રકાર, લેખક ), ૧૯૬૦ : જન્મ : અન્નુ મલિક ( ગીતકાર ), ૧૯૬૫ : જન્મ : શાહરુખખાન, ૧૯૫૦ : નિધન : જ્યોર્જ બર્નાડ શો (જન્મ : ૨૬ જુલાઈ ૧૮૫૬),
  • ૦૩ નવેમ્બર : ૧૮૭૪ : જન્મ : ચર્ચિલ, ૧૯૦૬ : જન્મ : પૃથ્વીરાજ કપૂર, ૧૯૩૩ : જન્મ : આમરત્ય સેન, ૧૯૩૭ : જન્મ : લક્ષ્મીકાંત ( લક્ષ્મીકાન્ત  પ્યારેલાલ સંગીતકાર), ૧૯૪૭ : સરહદ પર લડતા લડતા મેજર સોમનાથ શર્મા શહીદ થયા ( જન્મ : ૩૧/૦૧/૧૯૨૩ ),
  • ૦૪ નવેમ્બર  :  ૧૬૧૮ : જન્મ : ઔરંગઝેબ, ૧૮૮૪ : જન્મ : જમનાદાસ બજાજ : ઉદ્યોગપતિ અને સ્વાતંત્ર્ય સેનાની, ૧૯૨૫ : જન્મ : છબિલદાસ મહેતા ( ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ), ૧૯૨૯ : જન્મ : જયકિશન : ( સંગીતકાર શંકર - જયકિશન ), ૧૯૩૪ : ભારતમાં રણજી ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ  થયો હતો, ૧૯૭૧ : જન્મ : તબ્બુ ( અભિનેત્રી ), ૧૯૯૯ : નિધન : માલ્કમ માર્શલ (જન્મ : ૧૮/૦૪/૧૯૫૮),
  • ૦૫ નવેમ્બર  : ૦૫/૧૧/૧૫૫૬ : પાણીપતનું બીજું યુધ્ધ અકબર અને હેમુ (વિક્રમાદિત્ય) વચ્ચે થયું. અકબરનો વિજય. (પાણીપતનું પ્રથમ યુધ્ધ ૨૧/૦૪/૧૫૨૬, ત્રીજું : ૧૪/૦૧/૧૭૬૧),  ૧૮૭૦ : જન્મ : દેશબંધુ ચિત્તરંજન દાસ ( દેશબંધુ ચિતરંજનદાસનો જન્મ કલકત્તામાં થયો હતો. આઝાદીની લડતમાં યોગદાન અને ૧૯૨૧મા ગાંધીજીના અસહકાર આંદોલનમાં સમાજસેવા બદલ તેમને દેશબંધુ નો ખિતાબ મળ્યો હતો. તેઓ જાહેર સભાઓ સંબોધવામાં નિષ્ણાત હતા. ગામોમાં સ્વતંત્ર પંચાયતો અને ખેડૂતો માટે ક્રેડીટ સોસાયટીનો વિચાર તેમનો હતો. ચિતરંજન દાસ દેશની આઝાદી અને વિકાસના દ્રષ્ટા હતા), ૧૯૮૮ : જન્મ : વિરાટ કોહલી, ૨૦૦૬ : ઈરાકના પ્રમુખ સદ્દામ હુસેનને ફાંસીની સજા થઇ,
  • ૦૬ નવેમ્બર  : ૧૯૬૬ : નિધન : સાધુ વાસવાણી (જન્મ : ૨૫/૧૧/૧૮૭૯),
  • ૦૭ નવેમ્બર : ૧૮૫૮ : જન્મ : બિપિનચંદ્ર પાલ,  ૧૮૭૫ : બંકિમચંદ્ર ચેટરજીએ તેમની 'આનંદમઠ'  નવલકથા માટે 'વંદે માતરમ' ગીત લખ્યું.  ૧૮૮૮ : જન્મ : સી.વી.રામન : વૈજ્ઞાનિક, ૧૯૫૪ : જન્મ : ક્મલ હાસન : ( અભિનેતા ),
  • ૦૮ નવેમ્બર : ૧૭૩૨ : જન્મ : જ્હોન ડિકિન્સન ( અમેરિકાના પ્રસિદ્ધ વકીલ, પત્રકાર અને રાજ નીતિજ્ઞ ), ૧૮૮૮ : 'વિજળી' જહાજ દરિયામાં ગરક થઈ ગયું ( એસ.વૈટરણા મૂળ નામ, ઉપનામ 'વિજળી' નામનું મુસાફર જહાજ માંડવીથી મુંબઈ જતું હતું રસ્તામાં તોફાની દરિયામાં જહાજ ૧૩૦૦ મુસાફરોને લઈને ગરક થઇ ગયું. હાજી કાસમ તારી વિજળી મધદરિયે વેરણ થઇ લોકગીત ઝવેરચંદમેઘાણીએ રચ્યું છે. તેમના લોકગીત સંગ્રહ 'રઢિયાળી રાત'માં સમાવાયું છે ), ૧૮૯૫ : x - RAY ની શોધ ( જર્મન વૈજ્ઞાનિક રોન્ટજને કરી ), ૧૯૨૭ : જન્મ : એલ.કે.અડવાણી ( રાજકારણી ), ૧૯૪૭ : જન્મ : ઉષા ઉત્થુપ ( ગાયિકા ), ૨૦૧૬ : ભારતમાં ૫૦૦ અને ૧૦૦૦ રૂ ની નોટો કેન્સલ થઇ. ( આ  દિવસ નોટબંધી દિવસ તરીકે ઓળખાય છે ),
  • ૦૯ નવેમ્બર : ૧૮૬૭ : જન્મ : શ્રીમદ રાજચંદ્ર ( વીસમી સદીની ભારતની ધર્મવીર મહાન વિભૂતિ ), ૧૯૪૭ : જુનાગઢ આઝાદ થયું  ( આઝાદીના ત્રણ માસ બાદ લોકમત લેવાયો અને ૯૯.૯૯% લોકોએ ભારતમાં રહેવાની તરફેણ કરી અને જુનાગઢ આઝાદ થયું ),    ૧૯૬૮ : જન્મ : નીલમ ( અભિનેત્રી ), ૧૯૮૯ : પૂર્વ અને પશ્ચિમ બર્લિન ને જુદા પાડતી દિવાલ તોડી પાડવામાં આવી,
  • ૧૦ નવેમ્બર : ૧૮૪૮ : જન્મ : સુરેન્દ્રનાથ બેનર્જી ( સ્વાતંત્ર્ય સેનાની, રાજકારણી ),
  • ૧૧ નવેમ્બર : ૧૮૬૭ : શ્રીમદ રાજચન્દ્રનો જન્મ, ૧૯૧૮ : આજે પ્રથમ વિશ્વ યુધ્ધની તોપો શાંત પડી.
  • ૧૨ નવેમ્બર : જન્મ : ૧૮૯૬ : પક્ષીવિદ - સલીમ અલી (નિધન : ૨૦/૦૬/૧૯૮૭), ૧૯૪૭ : ગાંધીજીએ પહેલી અને છેલ્લીવાર ઓલ ઇન્ડિયા રેડિઓ પરથી સંબોધન કર્યું હતું. પાકિસ્તાનથી આવેલા ૨.૫ લાખ શરણાર્થીઓ કુરુક્ષેત્રની છાવણીમાં આશરો લઈ રહ્યા હતા. ત્યાં શિબિરની વચ્ચે એક વિશાળ મંડપ બાંધી રેડિઓ સેટ ગોઠવવામાં આવ્યો હતો. લાઉડસ્પીકર દ્વારા વધુમાં વધુ લોકોને ગાંધીજીએ થોડી ધીરજ રાખવાની હૈયાધારણ આપી હતી.
  • ૧૫ નવેમ્બર : ૧૯૮૨ : નિધન : આચાર્ય વિનોબા ભાવે (૧૧ સપ્ટેમ્બર : ૧૮૯૫),
  • ૧૮ નવેમ્બર : ૧૯૦૧ : જન્મ : વ્હી શાંતારામ - નિધન : ૩૦/૧૦/૧૯૯૦,
  • ૧૯ નવેમ્બર : ૧૯૬૮ : નિધન : શ્રી રંગ અવધૂત (જન્મ : ૨૧/૦૪/૧૮૯૮),
  • ૨૦ નવેમ્બર : ૧૭૫૦ : જન્મ : ટીપુ સુલતાન (નિધન : ૦૪/૦૫/૧૭૯૯),
  • ૨૧ નવેમ્બર : ૧૭૮૩ : ફ્રાંસના પીલાત્ર દ રોઝી અને તેના સાથીદારો હોટ એર બલુન દ્વારા સૌ પ્રથમ અવકાશયાત્રી બન્યા, વર્લ્ડ ટેલીવિઝન ડે, ૧૮૭૭ ના દિવસે થોમસ આલ્વા એડીસને   પહેલી વાર ટેપ કરેલો અવાજ સાંભળ્યો. ટેપ કરેલા અવાજને સાંભળવાની ટેકનીક શોધી.
  • ૨૩ નવેમ્બર : ૧૯૨૬ : જન્મ : સત્ય નારાયણ રાજુ સાઈબાબા (નિધન : ૨૪/૦૪/૨૦૧૧), ૧૯૪૯ : ગુજરાત યુનિવર્સીટીની સ્થાપના,
  • ૨૫ નવેમ્બર : ૧૮૭૯ : જન્મ : સાધુ વાસવાણી (નિધન : ૦૬/૧૧/૧૯૬૬), જન્મ : ૨૫/૧૧/૧૯૦૨ : દુલા ભાયા કાગ  (ગુજરાતના કવિ - લોક ગાયક),
  • ૨૬ નવેમ્બર : ૧૯૨૧ : જન્મ : મિલ્કમેન વર્ગીસ કુરિયન, ૧૯૪૭ : સ્વતંત્ર ભારતનું પહેલું  બજેટ આર.કે. સન્મુખમ ચેટ્ટીએ તૈયાર       કર્યું હતું.
  • ૨૭ નવેમ્બર  : ૧૭૩૧ : વિલિયમ કુપર, ૧૮૭૦ : જન્મ : કવિ દામોદરદાસ ખુશાલદાસ શાહ (બોટાદકર)(જનનીની જોડ સખી નહીં જડે રે લોલના રચયિતા), ૧૯૦૭ : હરિવંશરાય બચ્ચન, ૧૯૪૦ : રમેશ પારેખ.
  • ૨૮ નવેમ્બર : ૧૮૯૩ : કોઈ પણ પ્રકારની શરત કે ભેદભાવ વિના મહિલાઓને મત આપવાનો અધિકાર વિશ્વમાં સૌ પ્રથમ ન્યુઝીલેન્ડે આજે આપ્યો.
  • ૩૦ નવેમ્બર : ૧૮૩૫ : જન્મ : માર્ક ટ્વેઇન, ૧૯૧૭ : બ્રિટિશ શાસન  કાળ દરમ્યાન આજે ૧૦૦ રૂની નોટ ચલણમાં મુકાઈ હતી.
  • ૦૧ ડીસેમ્બર : ૧૯૭૨ : પાકિસ્તાનની જેલમાંથી ભાગી છુટેલા આપણા ત્રણ જવાન યુધ્ધ કેદી હરીશ સિંહ, દિલીપ પારુલકર અને ગરેવાલ સહિત અન્ય સાત યુધ્ધ કેદી એમ કુલ દસ યુધ્ધ કેદીઓને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી  ભુટ્ટોએ છોડી મુક્યા.
  • ૦૨ ડીસેમ્બર :  કોમ્પ્યુટર સાક્ષરતા દિન, ૧૯૫૯ : જન્મ : બોમન ઈરાની,
  • ૦૩ડીસેમ્બર  : ૧૯૭૯ : નિધન : ધ્યાનચંદ (જન્મ : ૨૯/૦૮/૧૯૦૫), આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ,  ૧૯૯૨ : દુનિયાનો પહેલો sms નીલ પાપવર્થ નામનાં  એન્જીનીયરે કર્યો. એના શબ્દો હતા 'મેરી ક્રિસમસ'.
  • ૦૪ ડીસેમ્બર : ૦૪/૧૨/૧૮૨૯ : રાજા રામમોહન રાયે લોર્ડ વિલિયમ બેનટિક પાસે કાયદેસર રીતે સતીપ્રથા પર પ્રતિબંધ મુકાવ્યો.      રાષ્ટ્રીય નેવી દિવસ, ૨૦૧૭ : નિધન : શશી કપૂર ( જન્મ : ૧૮/૦૩/  ૧૯૩૮ ),
  • ૦૫ ડીસેમ્બર : ૧૯૫૦ : નિધન : મહાયોગી શ્રી અરવિંદ (જન્મ : ૧૫/૦૮/૧૮૭૨), રાષ્ટ્રીય સોઇલ    ડે, ૧૯૫૫માં ૫ ડિસેમ્બરે પહેલીવાર બ્રિટનની મહારાણીએ બ્રિસ્ટલથી એડનબરો લાંબા અંતરનો STD ફોન લગાવ્યો હતો.
  • ૦૬ ડીસેમ્બર : ૧૯૫૬ : નિધન : બાબા સાહેબ આંબેડકર ( જન્મ : ૧૪/૦૪/  ૧૮૯૧),
  • ૦૭ ડીસેમ્બર ૧૯૨૧ : વડોદરાના ચાણસદ ગામે શાંતિલાલ (પ્રમુખ સ્વામી) નો જન્મ, ૧૯૪૧ : જાપાને અમેરિકાના લશ્કરી થાણા પર્લ હાર્બર પર હુમલો કર્યો.
  • ૦૮ ડીસેમ્બર : ૧૯૩૫ : જન્મ : ધર્મેન્દ્ર,
  • ૦૯ ડીસેમ્બર : ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન    ડે,   ૧૯૪૬ : જન્મ : સોનિયા ગાંધી,
  • ૧૧ ડીસેમ્બર :  વિશ્વ પર્વત દિવસ, ૧૯૧૧ : રવીન્દ્રનાથ ટાગોરે જન ગણ મન ....ની રચના કરી. તેમણે આ રચના ૨૭ ડિસેમ્બરે યોજાયેલા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અધિવેશનમાં ગાવા માટે તૈયાર કરી હતી.  એવું માની લેવામાં આવ્યું કે આ અધિવેશનમાં આવેલ કિંગ જ્યોર્જ પાંચમાંની પ્રશસ્તિ માટે તેમણે રચ્યું હતું. ૧૯૨૨ : જન્મ : દિલીપકુમાર, ૧૯૩૧ : જન્મ : આચાર્ય રજનીશ ઓશો,
  • ૧૨ ડીસેમ્બર : ૧૯૧૧ : રાષ્ટ્રપતિ ભવનના નિર્માણની શરૂઆત થઇ,
  • ૧૩ ડીસેમ્બર : ૧૯૪૭ : પાર્થના સભામાં ગાંધીજીએ કહ્યું, 'ચરખામાં અહિંસાની અને દેશને એક તાંતણે બાંધવાની તાકત છે. ચરખામાં અપાર શક્તિ છે. ભારતની તમામ જાતિ હળીમળીને કામ કરે અને અહિંસક સંગઠન બનાવે એ તાકાત ચરખામાં છે.'
  • ૧૪ ડીસેમ્બર : ૧૯૨૪ : જન્મ : રાજકપૂર (નિધન : ૦૨/૦૬/૧૯૮૮),
  • ૧૬ ડીસેમ્બર  : ૧૯૦૩ : મુંબઈમાં તાજ હોટેલ ખુલી, ૨૦૧૬ : રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા,
  • ૧૭ ડીસેમ્બર  : ૧૯૨૮ : ભગતસિંહ અને સાથીઓએ અંગ્રેજ અધિકારી સોન્ડર્સને ઠાર કર્યો, ૧૯૪૭ : મહાત્મા ગાંધી બિરલા હાઉસ દિલ્હીમાં ભાવનગરના રાજવી કૃષ્ણરાજસિંહને મળ્યા. આ મુલાકાતમાં તેમના મનમાં અખંડ ભારતના નિર્માણ માટે પોતાનું રાજ્ય આપવાના બીજ રોપાયા. ( ૧૫ જાન્યુઆરી જુઓ )
  • ૧૯ ડીસેમ્બર : ૧૮૯૪ : જન્મ : કસ્તુરભાઈ લાલભાઈ, દીવ મુક્તિ દિવસ, ગીતા જયંતિ (?તિથી પ્રમાણે)
  • ૨૧ ડીસેમ્બર  : ૧૮૯૮ : મેરી ક્યુરી અને તેના પતિ પિયર ક્યુરીએ આજના  દિવસે રેડિયમની શોધ કરી હતી. ૧૯૩૨ : જન્મ : અમીન સયાની, ૧૯૫૯ : જન્મ : ક્રિષ્ણમાચારી શ્રીકાંત, ૧૯૬૩ : જન્મ : ગોવિંદા, ૧૯૬૩ : આજે રામ મનોહર લોહિયાએ સંસદમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભૂતપૂર્વ ભાષણ આપ્યું હતું.  તેમણે કહ્યું, 'ભ્રષ્ટ રાજકારણીઓએ લોકસેવાના મુલ્યોનું એટલું બધું અધઃપતન કર્યું છે કે  લોકોની સામાજિક કલ્યાણની અને શ્રેષ્ઠ પ્રશાશનની ભાવના જ ખતમ થઈ જાય.'
  • ૨૨ડીસેમ્બર  : ૧૬૬૬ : જન્મ : શીખ ધર્મના ૧૦ માં ગુરૂ ગોવિંદસિંહ ( નિધન : ૦૭/૧૦/૧૭૦૮ ), ૧૮૮૭ : જન્મ : શ્રીનિવાસ રામાનુજન (તેમની યાદમાં આ દિવસ નેશનલ મેથેમેટિક્સ ડે તરીકે ૨૦૧૨થી ભારતમાં મનાય છે) (નિધન :૩૦/૦૩/૧૯૨૦)
  • ૨૪ ડીસેમ્બર : ૧૯૫૬ : જન્મ : અનિલકપૂર,
  • ૨૫ ડીસેમ્બર  : ૧૮૬૧ : જન્મ : પંડિત મદન મોહન માલવિયા ( શિક્ષણ શાસ્ત્રી, રાજકારણી, સ્વાતંત્ર્ય સેનાની ), ૧૯૧૯ : જન્મ : નૌશાદ ( મ્યુઝિક ડાયરેક્ટર ), ૧૯૨૪ : જન્મ : અટલ બિહારી વાજપાઈ,
  • ૨૬ ડીસેમ્બર :  બોક્સિંગ ડે : ૧૭ મી સદીમાં ઘણા દેશોમાં કર્મચારીઓ પોતાના ઘરની બહાર ક્રિસમસના બીજા દિવસે એક બોક્સ રાખતા અને માનતા કે તેઓએ વર્ષ દરમ્યાન સારું કામ કર્યું હશે તો તેમના માલિક એ બોક્સમાં કોઈ ગીફ્ટ મૂકી જશે. આથી આ દિવસને બોક્સિંગ ડે તરીકે ઓળખાય છે. ૧૮૪૮ : એલેકઝાન્ડર કિન્લોક ફોબર્સ અને દલપતરામે ગુજરાત વિદ્યાપીઠની (ગુજરાત વર્નાકયુલર સોસાયટી) સ્થાપના કરી. ગુજરાતી ભાષાનો સંવર્ધન અને વિકાસ થાય એ હેતુ હતો. અત્યારે આ સંસ્થા ભો.જે.વિદ્યાભવન તરીકે ઓળખાય છે.  ૧૯૪૯ : ભારતનું બંધારણ ઘડાવાનું કામ આજે પૂર્ણ થયું હતું. ૨૦૦૪ : કુદરતી આફત સુનામી હિંદ મહાસાગરમાં થઇ જેને કારણે ભારત, શ્રીલંકા, ઇન્ડોનેશિયા તેમજ અન્ય દેશોમાં થઇ કુલ ૨.૫ લાખ લોકો મૃત્યુ પામ્યા.
  • ૨૭ ડીસેમ્બર  : ૧૭૯૭ : જન્મ : મિર્ઝા ગાલિબ, ૧૮૮૧ : જન્મ : સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી (નિધન : ૧૪/૦૨/૧૯૯૨), ૧૯૬૫ : જન્મ : સલમાનખાન,
  • ૨૮ ડીસેમ્બર : ૨૦૧૭ : ૧૪૦૦ વર્ષ જુનો ટ્રીપલ તલાકનો નિયમ ભારતીય સંસદે રદ કર્યો.
  • ૩૦ ડીસેમ્બર  : કોમ્પ્યુટર  સિક્યોરિટી ડે,  ૧૮૮૭ : જન્મ : ક્નેયાલાલ મુનશી ( લેખક, સ્વાતંત્ર્ય સેનાની, રાજકારણી ) ( તેઓ વિદ્યાવંત, અભ્યાસશીલ વિદ્વાન, વિધાર્થી વત્સલ, વહીવટ નિપુણ, અને કર્મયોગી પુરૂષ હતા. તેમના દરેક પદને તેમણે ગરિમાપૂર્ણ બનાવી અનેક કીર્તિમાનો સ્થાપ્યા હતા. તેમનું વ્યક્તિત્વ ઋષિતુલ્ય, પ્રોત્સાહક અને સૌને માટે પ્રેરક રહ્યું હતું. તેમના દૈદીપ્યમાન ચરિત્રનું અજવાળું ચારે બાજુ પ્રસર્યું હતું. જે પણ સંસ્થામાં તેઓ જોડાયા તે સંસ્થાને તેમણે ગતિશીલ, ફળદાયી અને યશોદાયી બનાવી હતી ), ૧૮૮૯ : જન્મ : શ્રી રમણ મહર્ષી,
  • ૩૧ ડીસેમ્બર : ૧૯૨૯ : જવાહરલાલ નહેરૂના પ્રમુખપદે લાહોર ખાતે રાવીના કિનારે કોંગ્રેસનું અધિવેશન મળ્યું. આ અધિવેશને સંપૂર્ણ સ્વરાજ પ્રાપ્તિના ધ્યેયએ જાહેરાત કરતો ઠરાવ પસાર કર્યો. આ અધિવેશને ૨૬ જાન્યુઆરી ૧૯૩૦  દિવસને સ્વાધીનતા દિવસ તરીકે જાહેર કર્યો.

2 ટિપ્પણીઓ

  1. લેખકઉલ્લાસ હસમુખલાલ ચીથારીયા

    on October 5, 2020 at 11:56 am - Reply

    ” તારીખ નું મહત્વ ” માં જે જે વિગતો બારીકાઈ થી આપી છે તે બદલ ખુબ આભાર . તમારી સખત મેહનત ને દિલ થી નમસ્કાર . આપ અને આપનું કુટુંબ સદા હસતું રમતું નિરોગી રહે એવી પ્રાર્થના .

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો