મુલાકાતી નંબર: 430,115

Ebook
ખૂણે ખાંચરેથી વાંચેલી શ્રેષ્ઠ ૧૦૦ પોઝીટીવ વાર્તાઓ
147: 09/08/2020   146 : 09/08/2020 સુમો મોટર્સ ટાટા મોટર્સના સીનીયર અધિકારીઓ રોજ બપોરનું ભોજન સાથે લેતા હતા. રોજ અધિકારીઓ સાથે જ ભોજન લેતા કંપનીના અધ્યક્ષ  સુમંત મૂલગાંવકર થોડા દિવસથી  ભોજન વખતે ગાડી લઇ બહાર જતા રહેતા હતા અને ભોજન અવકાશ પૂરો થાય ત્યારે ઓફિસમાં પરત આવી જતા હતા. અધિકારીઓમાં એવી અફવા ઉડી કે ટાટા મોટર્સના ડીલર તેમને માટે પંચતારક હોટલમાં જમવાની વ્યવસ્થા કરે છે તેથી સાહેબ પંચતારક હોટલમાં રોજ જમવા જાય છે. અફવાએ કુતુહુલનું રૂપ લીધું અને એક દિવસ સુમંત મૂલગાંવકર જેવા તેમની ગાડી લઇ ઓફિસની બહાર  નીકળ્યા કે તરત તેમની પાછળ અમુક અધિકારીઓ જાસૂસી કરવા નીકળ્યા ત્યારે ખબર પડી કે સુમંત મૂલગાંવકર એક ધાબા ઉપર પહોચ્યા અને ત્યાં ટ્રક ડ્રાઈવર ભોજન લેતા હતા તેમની સાથે ટાટાના ટ્રકના સારાં અને નરસાં પાસાં વિષે વાત કરતા જોવા મળ્યા. જાસૂસી કરવા નીકળેલા અધિકારીઓ ભોંઠા પડ્યા. ટાટા મોટર્સ દ્વારા આ મહાન વ્યક્તિની સ્મૃતિમાં ટાટા સૂમો નામની ગાડી બહાર પાડી છે. Sumant Moolgaonkar નામ અને અટક્માંથી બે અક્ષર લઇ  SUMO ગાડી બહાર પાડી છે. સુમંત મૂલગાંવકર જેવા મહાન ચેરમેનની આજે પહેલી જુલાઈ એ   પુણ્યતિથી છે ત્યારે તેમના આત્માને શત શત નમન. 145 : 09/08/2020 સદીની સૌથી મોટી પેનેસિલિનની શોધ કરનાર એલેકઝાન્ડર ફ્લેમિંગ કોણ હતા ? 'કભી-કભી' સંદેશ ✒લેખક: દેવેન્દ્ર પટેલ https://www.facebook.com/profile.php?id=100004278765620 સમગ્ર માનવજાતિ પર જેમના અનેક ઉપકારો છે તેમાંના એક છેઃ એલેકઝાન્ડર ફ્લેમિંગ. વિશ્વના  લોકો બેક્ટેરિયાના ચેપથી ટપોટપ મરતા હતા ત્યારે સર એલેકઝાન્ડર ફલેમિંગે પેનેસિલિનની શોધ કરી વિશ્વના કરોડો લોકોને બચાવી લીધા છે. સર એલેકઝાન્ડર ફ્લેમિંગ એક સ્કોટિશ જીવવિજ્ઞાની અને ફાર્માકોલોજિસ્ટ હતા. ફલેમિંગે બેક્ટેરિયોલોજી, ઈમ્યૂનોલોજી અને કિમોથેરાપી વિશે અનેક લેખો પ્રકાશિત કર્યા હતા. તેમના સૌથી જાણીતા સંશોધનોમાં ૧૯૨૩માં એન્ઝાઇમ લાઇસોઝાઇમની શોધ અને ૧૯૨૮માં ફુગ પેનિસિલિયમ નોટાટમમાંથી એન્ટિબાયોટિક પદાર્થ પેનિસિલિનની શોધ સમાવેશ થાય છે, જેના માટે તેમને ૧૯૪૫માં હાવર્ડ વોલ્ટર ફ્લોરે અને અર્ન્સ્ટ બોરિસ ચેઇન સાથે સંયુક્ત રીતે ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પુરસ્કાર અપાયો હતો. ૧૯૯૯માં ટાઇમ મેગેઝિન એ ફ્લેમિંગને તેમની પેનિસિલિનની શોધ બદલ ૨૦મી  સદીના સૌથી વધુ મહત્ત્વના ૧૦૦ લોકોમાં સ્થાન આપ્યું હતું અને જણાવ્યું હતું, ‘આ એક એવી  શોધ હતી જે ઇતિહાસનો પ્રવાહ બદલી નાખશે. ફ્લેમિંગે જેને પેનિસિલિન નામ આપ્યું હતું તે સક્રિય પદાર્થ ચેપ સામે લડવામાં અસાધારણ ક્ષમતા ધરાવતો હોવાનું સાબિત થયું હતું. તેની ક્ષમતા વિશે જ્યારે આખરે જાણકારી મળી અને વિશ્વમાં  સૌથી વધુ કાર્યક્ષમ જીવનરક્ષક દવા તરીકે ઊભરી આવી ત્યારે પેનિસિલિને બેક્ટેરિયા આધારિત ચેપનો પ્રતિકાર કરવાની પદ્ધતિ જ બદલી નાખી હતી. સદીની મધ્યમાં ફ્લેમિંગની શોધના કારણે વિશાળ ફાર્માસ્યૂટિક્લ ઉદ્યોગ ઊભો થયો હતો અને સિન્થેટિક પેનિસિલિન બનવા લાગ્યું હતું જેણે માનવજાત સામેના સૌથી પડકારજનક રોગ સામે લડવામાં મદદ કરી હતી જેમાં સિફિલિસ, ગેન્ગ્રીન અને ટયૂબરક્યુલોસિસનો સમાવેશ થતો હતો. ફ્લેમિંગનો જન્મ ૬ ઓગસ્ટ ૧૯૮૧ના રોજ સ્કોટલેન્ડમાં  ઇસ્ટ એઇરશાયર ખાતે ડાર્વેલ નજીક લોકફિલ્ડ નામના ફાર્મમાં  થયો હતો. તેઓ હ્યુજ ફ્લેમિંગના ગ્રેસ સ્ટર્લિંગ મોર્ટન સાથેના બીજા લગ્નથી થયેલા ચાર સંતાનોમાં ત્રીજું બાળક હતા. ગ્રેસ મોર્ટન નજીકના એક ખેડૂતના પુત્રી હતા. હ્યુજ ફ્લેમિંગને પ્રથમ લગ્નથી ચાર બાળક હતા. બીજા લગ્ન વખતે તેમની ઉંમર ૫૯ વર્ષ હતી અને એલેકઝાન્ડર (એલેક તરીકે ઓળખાતો) સાત વર્ષનો હતો ત્યારે તેમનું  અવસાન થયું હતું. ફ્લેમિંગ લોડેન મૂર સ્કૂલ અને ડાર્વેલ સ્કૂલમાં ભણ્યા હતા અને બંને શાળાઓ પ્રમાણમાં  ઠીક ઠીક સારી હતી છતાં તેમને લંડન જતા પહેલા ક્લ્મિાર્નોક એકેડેમી  માટે બે વર્ષની સ્કોલરશિપ મળી હતી. લંડનમાં તેમણે રોયલ પોલિટેકનિક ઇન્સ્ટિટયૂશનમાં અભ્યાસ કર્યો હતો. ચાર વર્ષ સુધી એક શિપિંગ ઓફિસમાં કામ કર્યા બાદ બાવીસ વર્ષના ફ્લેમિંગને તેમના કાકા જ્હોન ફ્લેમિંગ પાસેથી વારસામાં થોડા નાણાં મળ્યા હતા. તેમના મોટા ભાઈ ટોમ પણ ફિઝિશિયન હતા અને તેમણે નાના ભાઈને પણ તે ક્ષેત્રમાં જ આગળ વધવા સમજાવ્યા. તેથી ૧૯૦૩માં યુવાન એલેકઝાન્ડરે લંડનની  સેન્ટ મેરિઝ હોસ્પિટલ, પેડિંગ્ટનમાં પ્રવેશ મેળવ્યો. ૧૯૦૬માં તેઓ ડિસ્ટિંક્શન સાથે શાળામાં પાસ થયા અને તેઓ સર્જન બનવાનું  વિચારતા હતા. ફ્લેમિંગે પ્રથમ વિશ્વયુદ્ધમાં આર્મી મેડિકલ કોર્પ્સમાં કેપ્ટન તરીકે સેવા આપી હતી. યુદ્ધ પછી ફ્લેમિંગે સક્રિય રીતે એન્ટી-બેક્ટેરિયલ એજન્ટ્સ માટે સંશોધન કર્યું હતું. તેમણે ઘણા સૈનિકોને ચેપગ્રસ્ત ઘાવનાકારણે સેપ્ટિસમિયાથી મરતા જોયા હતા. એન્ટિસેપ્ટિક્સથી આક્રમણકારી બેક્ટેરિયાને  ખતમ કરી શકાતા હતા, તેના કરતા દર્દીની રોગપ્રતિકારક શક્તિને વધુ નુકસાન થતું હતું.  પ્રથમ વિશ્વયુદ્ધ  દરમિયાન મેડિકલ જર્નલ ધ લાન્સેટમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં ફ્લેમિંગે પોતાના પ્રયોગ વિશે  પ્રથમ વિશ્વયુદ્ધમાં એન્ટિસેપ્ટિક્સથી જેટલા જંતુઓનો થતો હતો  તેના કરતા વધુ સૈનિકોના મોત નીપજતા હતા. એન્ટિસેપ્ટિક્સ સપાટી પર સારું કામ કરતા હતા, પરંતુ ઊંડા ઘાવ હોય ત્યારે એન્ટિસેપ્ટિક્સ એજન્ટ  સામે એનેરોબિક બેક્ટેરિયાને આશ્રય મળતો હતો. એન્ટિસેપ્ટિક્સથી ફાયદાકારક એજન્ટ્સ પણ નાશ પામતા હતા જે બેક્ટેરિયાને દૂર કરી શકે તેમ હતા. જે બેક્ટેરિયા સુધી તેની અસર પહોંચતી ન હતા તેને દૂર કરવા એન્ટિસેપ્ટિક્સ કશું કરતા ન હતા. સર એલ્મરોથ રાઇટએ ફ્લેમિંગની શોધની ભારપૂર્વક હિમાયત કરી હતી પરંતુ આમ છતાં ઘણા આર્મી ફિઝિશિયનોએ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઘાયલ સૈનિકો માટે એન્ટિસેપ્ટિક્સનો ઉપયોગ કર્યો હતો, દર્દીઓની સ્થિતિ કથળી હોય તેવા કિસ્સામાં પણ તેમણે આમ કર્યું હતું. ૧૯૨૮ સુધીમાં ફ્લેમિંગ સ્ટેફાઇલોકોસિની પ્રોપર્ટીઝની ચકાસણી કરતા હતા. તેઓ પોતાના અગાઉના કામથી જાણીતા હતા અને વિચક્ષણ રિસર્ચર તરીકે પ્રતિષ્ઠા મેળવી હતી. પરંતુ તેમની લેબોરેટરી ઘણી વાર અવ્યવસ્થિત રહેતી હતી. ફ્લેમિંગ ઓગસ્ટમાં પોતાના પરિવાર સાથે રજાઓ ગાળીને ૩ સપ્ટેમ્બર, ૧૯૨૮ના રોજ તેઓ પોતાની લેબોરેટરીમાં પરત આવ્યા. રજા પર જતા અગાઉ તેમણે લેબોરેટરીના એક ખૂણામાં બેન્ચ પર સ્ટેફાઇલોકોસિનીના તમામ કલ્ચર મૂક્યા હતા.  પરત આવીને  તેમણે જાયું કે એક કલ્ચર પર ફૂગ લાગી ગઈ હતી અને તેની આસપાસ સ્ટેફાઇલોકોસિની નાશ પામી હતી. જ્યારે દૂર રહેલી કોલોની નોર્મલ હતી. ફ્લેમિંગે અસરગ્રસ્ત કલ્ચર તેના ભૂતપૂર્વ આસિસ્ટન્ટ ર્મિલન પ્રાઇસને દર્શાવ્યું. જેમણે જણાવ્યું કે આવી જ રીતે તમે લાઇઝોમાઇનની શોધ કરી હતી. ફ્લેમિંગે તેના કલ્ચર પ્લેટને અસર કરનાર મોલ્ડને પેનિસિલિયમજીનસ ગણાવ્યું હતું અને કેટલાક મહિનાના ‘મોલ્ડ જ્યૂસ’ બાદ તેને ૭ માર્ચ ૧૯૨૯ના રોજ પેનિસિલિન તરીકે રિલીઝ કરવામાં આવ્યું હતું. તેમણે અનેક ઓર્ગેનિઝમ પર તેની પોઝિટિવ એન્ટિ બેક્ટેરિયલ અસરની તપાસ કરી હતી અને નોંધ લીધી કે તે સ્ટેફાઇલોકોસી જેવા બેક્ટેરિયા પર બીજા ઘણા ગ્રામ પોઝિટિવ પેથોજેન્સને અસર કરતું હતું જેનાથી સ્કારલેટ ફીવર, ન્યુમોનિટા, મેનીન્જાઇટિસ અને ડિપ્થેરિયા જેવા રોગ થતા હતા પરંતુ ટાઇફોઇડનો તાવ કે પેરાટાઇફોઇડ તાવ આવતો ન હતો જે ગ્રામ- નેગેટિવ બેક્ટેરિયાથી થાય છે, જેના માટે તેઓ તે સમયે ઇલાજ શોધી રહ્યા હતા. તેણે નેઇસેરિયા ગોનોરિયાને પણ અસર કરી જે ગોનોરિયા સર્જે છે જો કે આ બેક્ટેરિયમ ગ્રામ નેગેટિવ છે. ફ્લેમિંગે તેની શોધ ૧૯૨૯માં બ્રિટિશ જર્નલ ઓફ એક્સ્પેરિમેન્ટલ પેથોલોજીમાં પ્રકાશિત કરી હતી પરંતુ આ લેખ પર બહુ ઓછું ધ્યાન અપાયું હતું. ફ્લેમિંગે  પોતાની તપાસ ચાલુ રાખી, પરંતુ જાણવા મળ્યું કે પેનિસિલિયમને  વિકસાવવાનું કામ ઘણુ અઘરું છે અને મોલ્ડને વિકસાવ્યા બાદ એન્ટિ બાયોટિક એજન્ટને  અલગ કરવાનું કામ વધારે મુશ્કેલ હતું. ફ્લેમિંગ માનતા હતા કે તેને જથ્થામાં ઉત્પાદિત કરવાની સમસ્યા હોવાથી અને તેની કામગીરી વધુ ધીમી લાગતી હોવાથી ચેપનો ઇલાજ કરવામાં પેનિસિલિન બહુ મહત્ત્વપૂર્ણ નહીં હોય. ફ્લેમિંગને એ બાબતની પણ ખાતરી થઈ હતી કે માનવ શરીરમાં પેનિસિલિન બેક્ટેરિયાને  મારવા માટે વધુ સમય સુધી નહીં રહે. ઘણા ક્લિનિકલ ટેસ્ટ અપૂર્ણ હતા, ખાસ કરીને કારણ કે તેનો ઉપયોગ સરફેસ એન્ટિસેપ્ટિક તરીકે કરવામાં આવ્યો હતો.  ૧૯૩૦ના દાયકામાં ફ્લેમિંગના ટાયલમાં વધુ વિશ્વાસ દર્શાવાયો હતો અને તેમણે ૧૯૪૦ સુધી કામ ચાલુ રાખ્યું. ઉપયોગ કરવા પાત્ર પેનિસિલિનને વધુ રિફાઇન કરવા માટે સક્ષમ કેમિસ્ટને રસ જગાવવાનું કામ કરવામાં આવ્યું. ફ્લોરે અને ચેઇને અમેરિકન અને બ્રિટિશ સરકાર પાસેથી ફંડ લઈને રિસર્ચ અને જથ્થાબંધ ઉત્પાદન કર્યા બાદ ફ્લેમિંગે અંતે પેનિસિલિનને છોડી દીધું. તેમણે પર્લ હાર્બર પર બોમ્બમારા બાદ ભારે ઉત્પાદન શરૂ કર્યું. ડી-ડે આવ્યો ત્યારે તેમણે સાથીદળોના તમામ ઘાયલ સૈનિકોની સારવાર માટે પૂરતા પ્રમાણમાં પેનિસિલિન બનાવી લીધું હતું. ફ્લેમિંગની આકસ્મિક શોધ અને સપ્ટેમ્બર ૧૯૨૮માં પેનિસિલિનના આઇસોલેશન સાથે આધુનિક એન્ટિબાયોટિક્સની શરૂઆત થઈ. ફ્લેમિંગે બહુ વહેલું જાણી લીધું હતું કે બહુ ઓછા પ્રમાણમાં  કે બહુ સમયગાળા માટે પેનિસિલિનનો ઉપયોગ કરવામાં આવે ત્યારે બેક્ટેરિયા એન્ટિબાયોટિક્સ સામે પ્રતિકારશક્તિ મેળવી લેતા હતા.  પ્રયોગમાં સાબિત થાય તે પહેલા આલ્મરોથ રાઇટએ એન્ટિબાયોટિક પ્રતિકાર વિશે આગાહી  કરી હતી. ફ્લેમિંગે વિશ્વભરમાં તેમના અનેક પ્રવચન દરમિયાન પેનિસિલનના ઉપયોગ વિશે સાવચેતી રાખવા જણાવ્યું હતું. તેમણે ચેતવણી આપી કે યોગ્ય નિદાન બાદ જરૂરિયાત લાગે ત્યારે  જ પેનિસિલિનનો ઉપયોગ કરવો જોઈએ અને તેનો ઉપયોગ કરવામાં આવે તો બહુ ઓછા પ્રમાણમાં કે બહુ ઓછા સમય માટે તેનો ઉપયોગ કરવો, કારણ કે આવી સ્થિતિમાં એન્ટિબાયોટિક્સ સામે બેક્ટેરિયામાં પ્રતિકાર કેળવાય છે. સેન્ટ મેરિઝ હોસ્પિટલ, લંડન ખાતે તેમની લેબોરેટરી, જ્યાં ફ્લેમિંગે પેનિસિલિનની શોધ કરી હતી ત્યાં ફ્લેમિંગ મ્યુઝિયમ બની ગયું છે.  ફ્લેમિંગ, ફ્લોરે અને ચેઇને સંયુક્ત રીતે ૧૯૪૫માં મેડિસિનમાં નોબેલ પારિતોષિક મેળવ્યું હતું.  ફ્લેમિંગ અને ફ્લોરીને  ૧૯૪૪માં  નાઇટહૂડ અપાયું હતું. ફ્લેમિંગ ૧૯૪૩માં રોયલ સોસાયટીના  પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને લોકો સુધી પેનિસિલિન પહોંચાડવાના જંગી કામ માટે તથા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કરોડો લોકોના જીવ બચાવવા બદલ ૧૯૬૫માં તેમને પીરેજનું સન્માન મળ્યું અને તેઓ બેરોન બન્યા હતા. ૨૦૦૦નું વર્ષ નજીક આવ્યું ત્યારે ઓછામાં ઓછા ત્રણ મોટા સ્કોટિશ મેગેઝિનો દ્વારા પેનિસિલિનની શોધને સહસ્ત્રાબ્દિની સૌથી મહાન શોધ ગણવામાં આવી હતી. આ શોધના કારણે કેટલા લોકોના જીવ બચાવી શકાયા તે જાણવું અશક્ય છે, પરંતુ આમાથી કેટલાક મેગેઝિનના અંદાજ પ્રમાણે ૨૦ કરોડ લોકોના જીવ બચાવી શકાયા હતા. ૨૦૦૯ના મધ્યમાં ફ્લેમિંગને ફ્લાઇડેસડેલ બેન્ક દ્વારા બહાર પાડવામાં  આવેલી બેન્ક નોટ્સની  નવી સિરીઝમાં  સ્થાન મળ્યું હતું. તેમની તસવીર પાંચ પાઉન્ડની  નોટની નવી સિરીઝમાં છે. યાદ રહે કે, વિશ્વના વૈજ્ઞા।નિકોએ પેનેસિલિન અને એન્ટિબાયોટિકની શોધ કરીને વિશ્વને અનેક જીવલેણ  બીમારીમાંથી બચવાના  ષધ આપેલાં છે એક જમાનામાં  ટીબી, મેલેરિયા, કોલેરા કે ટાઈફોઈડ જીવલેણ  બીમારી ગણાતા હતાં. હવે નહીં સમયસર ઉપચાર થાય તો ટીબી, ટાઈફોઈડ, મેલેરિયા કે કોલેરાથી દર્દીને બચાવી શકાય છે. એન્ટિબાયોટિક્સના કારણે  પ્લેગ પર પણ નિયંત્રણ લાવી શકાય છે. હા આજે કોરોના વાઇરસ મારે કોઈ ષધ ઉપલબ્ધ નથી પરંતુ કાલે હશે. વિજ્ઞાન અને તબીબો પર શ્રદ્ધા રાખો. Source:- http://sandesh.com/ --------------------------------------- ટીમ ✍🏼 Limited 10 પોસ્ટ વતી શ્યામ કારીયા... 144 : 09/08/2020 સુનીલ ગવાસ્કર સુનિલ ગાવસ્કર: નોટ આઉટ@71 ✒લેખક: જ્વલંત છાયા ( ચિત્રલેખા ) Mob . 99099 28387 (ભારત-દક્ષિણ આફ્રિકાનો રાજકોટમાં મેચ હતો. મીડિયા હાઉસનો પાસ મારી પાસે હતો. ત્યાંથી નીકળીએ એટલે તરત કોમેન્ટેટર બોક્સની સિડી આવે. હું બહાર નીકળ્યો અને ઉપર ધ્યાન ગયું ત્યાં તો આંખ સ્થિર થઇ ગઇ, આહા. ગાવસ્કર. ઇન્ડિયની ક્રિકેટની નવી પેઢી ગ્રાઉન્ડ પર રમતી હતી. પણ ગાવસ્કર માટેનું આકર્ષણ અકબંધ હતું. એમને રમતા તો લાઇવ નથી જોયા પણ તે દિવસે એમને જોઇને થ્રીલ અનુભવી હતી-10મી જુલાઇએ સુનિલ ગાવસ્કરનો જન્મદિવસ છે. જયહિન્દની પૂર્તિમાં 2003માં એમના વિશે લખેલો લેખ થોડા એડિટીંગ સાથે અહીં પ્રસ્તુત છે.) જીવતા રહેવું અને જીવંત રહેવું બંને વચ્ચે મોટો તફાવત છે. જીવનના કોઈ ક્ષેત્રની સ્થુળ નિવૃતિ પછી પણ તે ક્ષેત્ર સાથે સંકળાયેલા રહીને તેને વ્યવસાય નહીં પરંતુ વ્યવહાર બનાવનારા લોકો ક્યારેય નિવૃત થતા નથી. હિંન્દુસ્તાનની તવારિખમાં એવું નામ અમિતાભ બચ્ચનનું છે. આનંદ કે અભિમાન ફિલ્મો પછી તેઓને જેટલી લોકપ્રિયતા મળી હતી તેનાં કરતા વધારે કે તેટલો જ સ્વીકાર લોકોએ તેમને કૌન બનેગા કરોડપતિમાં કર્યો. અમિતાભ બચ્ચન તેમની પાછલી ઉંમરે વધુ અપીલીંગ લાગી રહ્યા છે, વધારે છવાઈ રહ્યા છે, મનોહર ગાવસ્કરનાં પુત્ર સુનિલનું પણ એવું જ છે. ભારતીય ક્રિકેટ ક્ષેત્રનો એક અવિસ્મરણીય કાળખંડ સુનિલ ગાવસ્કર રુપે સદેહે આજેય આપણને ટીવી પડદે દેખાઈ રહ્યો છે. ક્રિકેટનું તેનું કૌશલ્ય તો ઘણા અંશે અજોડ હતું પણ તે સિવાય જે ક્ષેત્રમાં ગાવસ્કરે પગલું માંડ્યું ત્યાં પછી તેણે રાજમાર્ગનું સર્જન કર્યું. સુનિલ ગાવસ્કરે ક્રિકેટ રમવાનું શરુ કર્યું ત્યારે ભારતીય ક્રિકેટ ક્યારનુંય રજવાડાઓ છોડી મેદાનમાં આવી ગયું હતું. એ પણ સાચું કે ગાવસ્કર પહેલા પણ એક પેઢી ભારતીય ક્રિકેટરોની આવીને રમી ગઈ હતી અને એક દિશા બતાવી ગઈ હતી પરંતુ ભારતીય ક્રિકેટ તેમજ ક્રિકેટ પ્રેમીઓને અલગ અંદાજ આપવામાં જે ક્રિકેટરો હતા તેમાં સુનિલ ગાવસ્કર મોખરે છે અને તેઓ માત્ર ક્રિકેટર નહોતા. ક્રિકેટર હોવા ઉપરાંત, કટાર લેખક, કોમેન્ટેટર અને મોડેલ અને વાચાળ નહી પરંતુ વાક્ચાતુર્ય વાળા વિવેચક અને કોમેન્ટેટર તરીકે તેઓ વર્ષોથી લોકપ્રિય રહ્યા છે. દરેક યુગના ક્રિકેટ પ્રેમીઓ પોત પોતાના સમયનાં ક્રિકેટરોનાં ચાહક રહ્યા છે  અને દિવાનગી પણ અનુભવી છે ગાવસ્કરની ટેકનિકની, ગાવસ્કરની તેજતર્રાર આંખો માલ્કમ માર્શલ કે રિચર્ડ હેડલી જેવા ફાસ્ટ બોલરોનાં દડાને સ્કવેર કટ કે કવર ડ્રાઈવ કે ઓછી હાઈટ હોવા છતાં હુક મારીને બાઉન્ડ્રી લાઈનની બહાર મોકલી દેવાની કુશળતા ગાવસ્કરનો ‘ગરાસ‘ હતી. એ સમય હતો જ્યારે સ્પોર્ટસ સ્ટાર, સ્પોર્ટસ વીક, સ્પોર્ટસ વર્ડ જેવા મેગેઝિનોનાં મુખપૃષ્ટો પર મોટેભાગે સ્માર્ટ, ડેશીંગ ગાવસ્કરની તસ્વીરો છપાતી અમે એ અંકો ખરીદતા, ક્રિકેટ સમ્રાટે સુનિલ ગાવસ્કર વિશેષાંક બહાર પાડયો હતો. છ રુપિયાનો  મોંધો રંગીન ફોટાવાળો અંક જતનથી સાચવ્યો હતો. ગાવસ્કરનાં ફોટા બ્લોઅપ મઢાવવાનો એક આખી પેઢીને ક્રેઝ હતો. થમ્સઅપે ક્રિકેટરોની ‘ફ્લીકર બુક‘ બહાર પાડી હતી 2.50 રુપિયાની એક બોટલ પીવાથી અંદરથી ફોટા નીકળતા અને ગાવસ્કરનોં શોટવાળી બુક મળતી. સુનિલ ગાવસ્કરનો 10મી જુલાઈએ જન્મ દિવસ છે. ભારતીય ક્રિકેટનો એક સમયે પર્યાય બની ગયેલા સુનિલ ગાવસ્કરની રમત. બેટિંગ, સ્કીલ, ફિલ્ડીંગની કોન્સીઅસનેસ, મોડી, ડીફેન્સીવ છતાં નિષ્ફળતો ન જ કહેવાય તેની કેપ્ટનશીપ વિશે પાના જ નીં પુસ્તકો ભરીને લખાયું છે, પ્રસારિત થયું છે.125 ટેસ્ટ મેચ, 34 સેન્ચુરી, 18122 રન, સ્લીપમાં કોઈનો દડો ગ્યો નથી કે કેચ થયો નથી તેવી ચિત્તા છાપ ફિલ્ડીંગ ગાવસ્કરની અતિ જાણીતી બાબતો છે પરંતુ એક ક્રિકેટર હોવા ઉપરાંતની સની ઘણુ હતા, ઘણુ છે. ક્રિકેટર હતા ક્રિકેટ રમતા ત્યારથી સુન્લ ગાવસ્કર ક્રિકેટના નિવડેલા કટાર લેખક તરીકે પ્રસ્થાપિત થયા હતા, દેશ અને વિદેશનાં સામયિકો છાપાઓમાં તેમની કોલમો છપાતી. વધુ મહત્વની વાત એ છે કે, સુનિલ ગાવસ્કર પોતાની કટાર જાતે - સ્વહસ્તાક્ષરમાં લખીને મોકલાવતા કોઈની પાસે લખાવીને કે મુદ્દા કોઈને આપીને લખવાનું તેમણે રાખ્યું નહોતું. રાજકોટમાં રહેતા પરંતુ જેમના આશિકો રમત રસિકો વર્ષોથી વાંચે છે કટાર લેખક હરેશ પંડ્યા (હવે સદગત) પણ તેના સાક્ષી છે. વાનખેડે સ્ટેડીયમમાં તેઓ એક મેચનું કવરેજ કરતા હતા ત્યારે સુનિલ ગાવસ્કર પ્રેસ બોક્સમાં આવીને બેસતા હતા અને પછી કાગળ પેન લઈને લખતા અને ફેક્સ દ્વારા મેટર મોકલતા. સુનિલ ગાવસ્કરે ક્રિકેટને લગતી કોલમો પરાંત કારકિર્દી દરમિયાન ચાર પુસ્તકો આપ્યા. ‘સની ડેઈઝ‘ આત્મકથા ઘણી લોકપ્રીય ઘણી ચર્ચાસ્પદ થોડી વિવાદાસ્પદ બની હતી વેસ્ટ ઈન્ડિઝના પ્રેક્ષકો વિરુધ્ધ તેમાં તડને ફડ લખ્યું છે, બેફામ લખ્યું છે, તેમને જંગલી જેવા કહ્યા છે આ પુસ્તકે અગાઉ ક્રિકેટ વિશે લખાયેલાં ઘણા પુસ્તકોનાં વેચાણનાં રેકોર્ડ તોડ્યાં હતા. આ ઉપરાંત પોતાનાં આદર્શ ક્રિકેટરોનાં વ્યક્તિત્વનાં આલેખનું પુસ્તક આઈડોલ્સ, રન્સ એન્ડ રુઈન્સ અને વન-ડે વન્ડર્સ પણ ગાવસ્કરના સર્જન છે અને ડોમ મારીસ નામના જાણીતા લેખકે ગાવસ્કર વિશે પુસ્તક લખ્યું છે. વિવાદોમા રહેવાનું ગાવસ્કરનાં નસીબમાં હતું કે પછી તેને ગમતું હશે ક્રિકેટ અંગે તો વિવાદો ઠીક છે. જુની પેઢીના અભિનેતા જાનકીદાસ સાથે પણ સુનિલ ગાવસ્કરને ચડભડ થઈ હતી. અલબત્ત પરોક્ષ રીતે ગાવસ્કરે એવી કોમેન્ટ કરી કે હિન્દી ફિલ્મો ગધેડાનો સમુહ માટે બના વે છે. (હિન્દી યુવીઝ મેઈડ બાય એસીસી ફોર માસીસ)ડબલ એમ.એ. જાનકીદાસને આ હાડોહાડ લાગી આવ્યું અને ‘ધર્મ યુગ‘ મેગેઝિનમાં તેમણે લખી કાઢ્યું કે ગાવસ્કર તેના બેટ બોલની ચિંતા કરે, બોલીવુડની નહીં! કોઈએ સનીનું ધ્યાન દોર્યું કે જાનકીદાસે આવું લખ્યું છે.અને ગાવસ્કરે ફરી હસવામાં કાઢ્યું કહ્યું જાનકી નામની એ સ્ત્રી કોણ છે?બસ જાનકીદાસે તો બદનક્ષીનો દાવો માંડી દીધો હતો ગાવસ્કર પર. એવો જ એક ’સંવાદી વિવાદ’જ મીંઠો ઝઘડો ગાવસ્કરને નાના પાટેકર સાથે પણ થયો હતો. વેસ્ટ ઈન્ડિઝની ટીમનાં ખેલાડીઓ એક પછી એક આઉટ થતા ગયા. જ્યાંથી સુનિલ ગાવસ્કર મેચ જોતા હતા ત્યાં જ નાના પાટેકર પણ હતા, વિકેટો પડી પછી તે ઉભા થઈને ચાલવા માંડ્યા હતા. ગાવસ્કરે પુછ્યું કેમ જવું છે? પાટેકર કહે, મેચનું પરિણામ નક્કી છે. હવે શું જોવે ? અને જેટલો સ્પીડથી દડાને ફટકો મારતા તેટલી જ ગતિથી સનીએ કહ્યું તમારી ફિલ્મોનું પરિણામ પણ અમને પહેલેથી ખબર હોય છે. તોય અમે આખી ફિલ્મ જોતા હોઈએ છીએ. નાના પાટેકર હસી પડયા અને પછી આખી મેચ તેમણે છેવટ સુધી જોઈ હતી. સુનિલ ગાવસ્કરે સિલેક્ટર્સ વિશે નિવેદનો કર્યાં ત્યારે તો મોટો વિવાદ થયો હતો. તેમણે કહ્યું પસંદગીકારો તો જોકરોનો સમુહ છે. વાત બગડી, પછી બધુ પાર પડ્યું. આવું જ વિધાન મોહિન્દર અમરનાથે 1989માં કર્યું તો તેને સજા થઈ હતી. ગાવસ્કર સામે કોઈ કંઈ કરી શક્યું નહોતું તેનું વજન એટલું હતું ત્યારે ક્રિકેટ ક્ષેત્રે !! અને અહીંયા તો ઠીક ઓસ્ટ્રેલિયામાં 65 રને એલ.બી. ડબલ્યુનો ખોટો ચુકાદો અમ્પાયરે આપ્યો. તો ડેનિસ લીલી સામેય બાપુએ બાંયો ચઢાવી લીધી હતી. સુનિલ ગાવસ્કર એક અલાયદા વ્યક્તિત્વ સાથે ભારતીય ક્રિકેટમાં ઉભર્યા હતા. તેનું એક નોખું સ્થાન હતું એક સમય એવો હતો જ્યારે ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ નિયમોની એક કોપી સુનિલ ગાવસ્કરને મોકલે. 1984માં કલકતાં ટેસ્ટ પછી કપિલ દેવને થોડો સમય રુખ્સત મળી તેમાં સુનિલ ભાઈની ભંભેરણી જ જવાદબદાર હતી. તેનું વર્ચસ્વ હતું કપિલ- સુનિલ પર્સનાલિટી કલેશનો પર્યાય મળવો મુશ્કેલ છે!! મિત્રો માટે જોકે ગાવસ્કરનું હ્રદય હંમેશા પહોળું રહેતું, મિત્ર મિલીન્દ રેગે તેની સાથે રણજી રમ્યા હતા. ગાવસ્કર પાસે ફિયાટ મોટરકાર હતી. ગાવસ્કરે જ્યારે બીજી મોટર લીધી ત્યારે મિલીન્દને તેમણે ફિયાટ રુ. 1માં ભેટ આપી દીધી હતી. સ્પષ્ટ વક્તા, તડ ને ફડની નિતી ગાવસ્કરનાં લક્ષણો હતા, શેહ શરમ વગર બોલતા. જેવા સાથે તેવાનો વ્યવહાર તેણે હંમેશા રાખ્યો છે, એક ગાલ પર તમાચો તો શું કોઈએ તેને મારવા માટે હાથ પણ ઉગામ્યો હોય તો તેણે બીજો ગાલ ધર્યો નથી!! છતાં ક્યારેય માત્ર પોતાની ‘પાલી‘ ચલાવી નથી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે પુત્ર રોહનની કારકીર્દી સુનિલ ગાવસ્કર ધારે તો રોહન માટે ભારતીય ક્રિકેટમાં શું ન કરી શકે, પણ એક પુત્ર તરીકે તેને જોવા કરતા એક ક્રિકેટર તરીકે મર્યાદાઓ તેણે નજર સામે રાખી છે. રોહન ગાવસ્કર અત્યારે મુંબઈ નહીં પરંતુ બંગાળની ટીમમાંથી રણજી ટ્રોફી રમે છે. રોહનનું આખું નામ રોહન જય વિશ્વસમ છે. કારણ કે રોહન કન્હાઈ, જયસિમ્હા અને વિશ્ર્વનાથ ત્રણેય ક્રિકેટરો સુનિલ ગાવસ્કરનાં પ્રિય હતા. અને વધુ એક રેફરન્સ બિશનસિંધ બેદીને ત્યાં પુત્ર આવ્યો તે સમયે ગાવસ્કર વેસ્ટઇન્ડિઝની સિરીઝમાં રનનાં ઢગલા કરતા હતા બેદીના પુત્રનું નામ છે ગાવસિન્દરસિંઘ!! વાત હતી રોહનની. રોહન ગાવસ્કરની રમત અને સ્ટાઈલ અંગે ગાવસ્કરની ‘કોમેન્ટ‘ ખેલ- પત્રકાર,કોલમિસ્ટ સુરેશ પારેખે માંગી હતી ગાવસ્કરે સુ.પા. ને લખેલા પત્રમાં એવું નહોતું લખ્યું કે મેરા નામ કરેગા રોશન જગ મે મેરા રાજ દુલારા...  એમણે લખ્યું હતું કે હજી તે નાનો છે, તેની કારકીર્દીની શરુઆત છે.તેણે ઘણુ શીખવાનું છે. હું કંઈ રોહન વિશે કહું નહીં અને અત્યારે તમે પણ ન લખો તો સારુ! આટલી નમ્રતા કે નિખાલસતા ગાવસ્કરના વ્યક્તિત્વનું એક રુપાળું પાસું ગણી શકાય. યસ.ગાવસ્કર ચાહકોને હંમેશા સ્વહસ્તાક્ષરમાં જ પત્રો લખતા લખે છે છાપેલા પત્રમાં નીચે સહી કરે તેવું નથી! નાગદમન કાવ્ય માંથી ‘રંગે રુડો રુપે પુરો દીસંતો કોડીલો કોડામણો‘ પંક્તિ ગાવસ્કર માટે ઉધાર લઈ શકાય તેમ છે છતાં કોઈ અફેર કે લફરુ તેમને થયા નથી. આ એક વિવાદમાંથી તે બચી શક્યા છે. ગેરી સોબર્સને અંજુ મહાન્દ્રુએ બોલ્ડ કરી દીધા હતા. અને રિચાર્ડ જેવા રિચાર્ડ પણ નીના ગુપ્તાને એવું કહી શક્યા નહોતા કે ઘરે ભાઈ બાપ નથી !! અને વીવ-નીનાની પુત્રી માસુંબા(અર્થ શ્યામ રાજકુમારી) ફુટબોલ રમે છે. મહમદ અઝહરુદીન પણ સંગીતાની સુરાવલિમાં ડુબ્યા હતા, સની એ બાબતે અખંડ છે કાનપુરની પાર્ટીમાં દીલીપ દોશીએ માર્શનીલ સાથે ગાવસ્કરનો પરિચય કરાવ્યો હતો, બંને પરણ્યા સુખેથી જીવન વિતાવ્યું. ગાવસ્કર કુશળ ક્રિકેટર ઉપરાંત લોકપ્રિય તેમજ નિવડેલા કોમેન્ટેટર, પ્રેઝન્ટર પણ રહ્યા છે તો દિનેશ, થમ્સઅપ, રિલાયન્સની પ્રોડક્ટનું તેમણે મોડેલીંગ પણ કર્યુ છે મરાઠી ભાષાની ફલોપ ફિલ્મ ‘પ્રેમાચી સાંવલી‘ના સુનિલ ગાવસ્કર હિરો હતા. માલામાલ ફિલ્મમાં પણ હતા, પરંતુ આ બધુ આંખરે ક્રિકેટ થકી. આજેય તેનાં શ્વાસનો હિસ્સો તો ક્રિકેટ જ. પહેલા પ્રોફેશનલ ક્રિકેટર તેને ન કહેવાય પણ ટેકનિકનાં બાદશાહ,સાઈન્ટિફિક,વૈજ્ઞીનિક રીતે ક્રિકેટ રમનારાનાં જે નામો શરુઆતમાં  આવ્યા તેમા ગાવસ્કર એક છે. ભારતીય ક્રિકેટનાં ચાહક હોવું સુનિલ ગાવસ્કરનાં ચાહક હોવું એવું લગભગ ન બને. મનોહર ગાવસ્કરનાં આ પુત્રએ પોતાના લક્ષણ ‘પ્લેગ્રાઉન્ડ‘માં પગલાં પડતાં જ બતાવ્યા હતા, 1971માં પ્રથમ શ્રેણીમાં જ ટેસ્ટ માં બેવડી સદીઓ સાથે 774 રન ફટકાર્યા અને દુનિયાભરનાં ક્રિકેટ પ્રેમીઓની નજર ભારતીય રમત ક્ષેત્રની ક્ષીતીજ પર થયેલા ‘સુનિલોદય‘ પર પડી પછી તો આ ખમતીધર ખેલાડીએ વિક્રમો સ્થાપવાનું અને તોડવાનું કારખાનું શરુ કર્યુ હતું! 75નાં વર્લ્ડકપમાં 60 ઓવરમાં 36 રન થયા,ગાવસ્કરની છાપ વન-ડેનો પ્લેયર નથી તેવી પડી. (તાજેતરમાં એક ચેનલની મુલાકાતમાં તેમણે આ મેચને યાદ કરીને કહ્યુ હતુ કે પોતે પહેલી ઓવરમાં આઉટ હતા કોઈએ અપીલ ન કરી પોતે નીકળી ગયા હોત તો સારુ હતુ!) જો કે પછી તો આ છાપ તેમણે પોતે જ ભુંસી નાખી હતી 1987માં વલ્ડ કપમાં તેને 102 ડિગ્રી તાવ હતો,85 દડામાં સાદી ફટકારી તેણે વિરોધીઓને ‘શટઅપ‘ કહી દીધું! બેટધર તરીકે તેની અદા નિરાળી હતી, અંદાજ અનોખો હતો, મર્દાના ખેલાડી હતા ગાવસ્કર, માલ્કમ માર્શલ, ઈયાન બોથમ કે માઈકલ હોલ્ડીંગ જેવા ગોલંદાજો સામે પણ હેલ્મેટ પહેર્યા વગર તેઓ રમતા, દડાને હુક કરતા તેમણે ‘સ્કલકેપ‘ નો ઉપયોગ પછી કર્યો હતો પરંતુ હેલ્મેટ કયારેય ન પહેરી અને તે સમયની સ્ટાર ટીમે વેસ્ટ ઈન્ડીઝ સામે જ 13-13 સદી ફટકારી હતી. અઝહરુદીને પ્રથમ ત્રણ ટેસ્ટમાં ત્રણ સેન્ચુરી કરી ત્યારે ગાવસ્કર વિરોધીઓ ઝુમી ઉઠ્યાં હતા,30 સદી 30 મેચમાં થશે તેવું તેમણે કહ્યું હતું સુંદર સપના બીત ગયા.. સ્લીપના અચ્છા ફિલ્ડર રહેલા ગાવસ્કરે એકવાર તો ઝહીર અબ્બાસની વિકેટ પણ લીધી હતી (સિંહ ઘાસ ન ખાય) અને આ ગાવસ્કરે બેડમિંગ્ટનનો શોખ પુરતું જ રમવાનું રાખ્યું પ્રકાશ પડુકોણનાં ભાગે કંઈક તો આવવા દેવું પડે ને!!!! વિવાદોમાં ઘેરાયા હોવા છતાં મૂંબઈનાં ક્રિકેટરોની લોબી ઉભી કરી ક્રિકેટમાં રાજકારણ કે જૂથવાદનાં આક્ષેપોમાં સપડાયા હોવા છતાં, કપિલદેવના ચાહકોને આંખના કણાની જેમ ખટકતા હોવા છતાં, લત્તા મંગેશકરની જેમ મરાઠીવાદનું આળ જેની સાથે છે છતાં ગાવસ્કર ભારતીય ક્રિકેટની એક વિભૂતિ હતા, છે અંતે ડોન બ્રેડમેનનં એક વાક્યઃ ગાવસ્કર ભારતીય ક્રિકેટનું આભૂષણ છે. બસ વાત પુરી. ---------------------------- ટીમ ✍🏼 Limited 10પોસ્ટ વતી મહેન્દ્ર મેરવાણા 143 : 09/08/2020 સ્ટીફન હોકિંગ ✒લેખક: ગિરિમા ઘારેખાન Mob:    89802 05909 E mail: Kruhagi@Yahoo. com એક ઘણો હોશિયાર અને કોસ્મોલોજી [બ્રહ્માંડની ઉત્પત્તિનું વિજ્ઞાન]માં રસ ધરાવતો વિદ્યાર્થી દુનિયાની અતિ પ્રખ્યાત કેમ્બ્રિજ યુનીવર્સીટીમાં એનું પીએચ.ડી કરી રહયો હતો. ઉંમર હતી એકવીસ વર્ષ. એક દિવસ અચાનક એને શરીરમાં ખુબ નબળાઈ લાગવા માંડી, ચક્કર આવ્યા અને એ પડી ગયો. પછી તો આવું વારંવાર થવા માંડ્યું. એ ડોક્ટર પાસે ગયો અને બધી તપાસ બાદ એને જણાવવામાં આવ્યું કે એને મોટર ન્યુરોન જેવો ભયંકર વ્યાધિ છે. આ રોગમાં વ્યક્તિ પોતાની મેળે સ્નાયુઓનું હલનચલન કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે. એને એમ પણ જણાવવામાં આવ્યું કે એ બે વર્ષથી વધારે જીવી શકશે નહીં. એકવીસ વર્ષનો કોઈ પણ યુવાન, જેની આંખોએ હજુ તો સ્વપ્ના જોવાની શરૂઆત કરી હોય,એ આવા સમયે હતાશામાં સરી પડે એ સ્વાભાવિક છે. જિંદગીનો અંત નજર સામે દેખાતો હતો. આગળ અંધારા સિવાય બીજું કશું જ ન હતું. પણ જો મનમાં દ્રઢ નિર્ધાર હોય તો માણસ નિયતિને પણ પોતાનો નિર્ણય  બદલવા માટે મજબૂર કરી શકે છે. અહીં પણ એવું જ બન્યું. વ્યાધિને આગળ વધતા અટકી જવું પડ્યું. એક કાળા માથાના નિર્બળ માનવી સામે વિધાતાએ માથું નમાવી દીધું. એ માણસ ૭૬ વર્ષનું પૂરું આયુષ્ય ભોગવીને ૧૪ માર્ચ,૨૦૧૮ ના દિવસે જયારે આ દુનિયામાંથી વિદાય થયો ત્યારે એણે બ્લેક હોલ સંબધિત પોતાના સંશોધનો દ્વારા વિશ્વની બ્રહ્માંડ અંગેની માન્યતાઓ અને સમજણ બદલી નાખ્યાં હતા. જેની જિંદગી બે પૈંડાવાળી ખુરશીમાં સમેટાઈ ગઈ હતી એ માનવે દુનિયાની પારનું રહસ્ય માનવજાત પાસે રાખી દીધું. પોતાના નબળા થઇ ગયેલા અંગોમાં એક મજબૂત હૃદયની મદદથી ઈશ્વરના નિર્ણયને બદલવાની તાકાત ધરાવનાર એ મહાન વૈજ્ઞાનિકનું નામ હતું સ્ટીફન હોકિંગ. સ્ટીફન વિલિયમ હોકિંગનો જન્મ ૮મી જાન્યુઆરી,૧૯૪૨ ના રોજ ઇંગ્લેન્ડમાં આવેલા ઓક્સફર્ડમાં થયો હતો. યોગાનુયોગ આ દિવસે જ મહાન વૈજ્ઞાનિક ગેલિલિયોના મૃત્યુને ૩૦૦ વર્ષ પૂરા થતા હતા. આધુનિક વિજ્ઞાનની શરૂઆત કરનાર ગેલિલિયોનો આત્મા જાણે આટલા વર્ષો રાહ જોઇને પછી સ્ટીફનના શરીરમાં આવી ગયો હોય એવી તેજસ્વીતા એમણે વિદ્યાર્થી કાળથી જ બતાવવાની શરુ કરી દીધી હતી. એ પુસ્તકિયા જ્ઞાનમાં બહુ નિપુણ ન હતા, છતાં એમના મિત્રો એમને ‘આઈનસ્ટાઈન’ કહીને બોલાવતા. એટલે જ ભણતરને ઘણું મહત્વ આપતા એમના પપ્પા એમને વેસ્ટમીનસ્ટર જેવી નામાંકિત સ્કુલમાં ભણાવવા માંગતા હતા.ચાર બાળકોવાળું એ કુટુંબ એ મોંઘા ભણતરનો ભાર ઉપાડી શકે એમ ન હતું. એ મોંઘી સ્કુલમાં જવા માટે એમણે શિષ્યવૃત્તિ લેવી પડે એમ હતું. પણ શિષ્યવૃત્તિની પરીક્ષાના દિવસે જ તેર વર્ષના હોકિંગ બીમાર પડી ગયા અને પરીક્ષા આપવા ન જઈ શક્યા. ના છૂટકે એમણે એમની જૂની સ્કુલ, લંડનની સેન્ટ અલ્બેન્સમાં જ અભ્યાસ ચાલુ રાખ્યો અને ૧૭ વર્ષની ઉંમરે,૧૯૫૯માં ઓક્સફર્ડ યુનીવર્સીટીમાં જોડાયા. અહીં એમણે ગણિત અને ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો. આ વિષયો તો એમને એટલા સહેલા લાગતા કે એમને પુસ્તક કે નોંધપોથીની જરુર જ ન પડતી. એમના એ વખતના એક શિક્ષક રોબર્ટ બર્મનના કહેવા પ્રમાણે ‘હોકીન્ગને એટલું જ કહેવું પુરતું હતું કે આ વસ્તુ કરવાની છે,પછી કેવી રીતે કરવાની એ એમને ક્યારેય કહેવું ન પડતું.’ મગજમાં આ બધું જ્ઞાન આપમેળે ઉગતું હતું-જાણે કે મગજમાં આ વિષયોના જ્ઞાન પ્રવાહનો કોઈ આંતરિક સ્ત્રોત હતો જે સમયાંતરે ફુવારાની જેમ બહાર નીકળતો હતો.આ બધી વસ્તુઓ સ્ટીફનને બીજા વિદ્યાર્થીઓથી જુદી પાડતી હતી. પણ ચડતી યુવાનીના એ વર્ષોમાં, પોતે બધાના જેવા જ છે એવું બતાવવા માટે એમણે સંગીતમાં, સાહિત્યમાં રસ લેવાનો ચાલુ કર્યો. એ કોલેજની બોટ ક્લબમાં પણ જોડાયા અને ઘણા જોખમી સાહસો પણ કર્યાં. જો કે આ બધાની એમના ભણવા ઉપર અસર તો પડી જ. સ્ટીફને પોતે કહ્યું હતું કે ઓક્સફર્ડના ત્રણ વર્ષ દરમ્યાન એમણે માત્ર ૧૦૦૦ કલાક જેટલો જ અભ્યાસ કર્યો હતો. એમને તો કોસ્મોલોજીનો અભ્યાસ કરવા આગળ કેમ્બ્રિજ યુનીવર્સીટીમાં જોડાવાની ઈચ્છા હતી. એને માટે અહીંની ફાઈનલ પરીક્ષામાં પહેલા વર્ગમાં ઉત્તીણ થવું જરૂરી હતું. તૈયારી તો બરાબર થઇ ન હતી. તો ’શું મારું સ્વપ્ન અધૂરું રહી જશે?’ –એવી ચિંતામાં કોઈ સામાન્ય વિધાર્થીની જેમ હોકિંગને પણ પેપરની આગલી રાત્રે બરાબર ઊંઘ ન આવી. એની અસર પરિણામ ઉપર દેખાઈ જ. એમને પહેલો વર્ગ ન મળ્યો. મૌખિક પરીક્ષા આપવાનું જરૂરી બની ગયું. આ પરીક્ષામાં એમને એમના પરીક્ષકોએ એમની ભવિષ્યની યોજનાઓ અંગે પ્રશ્ન પૂછ્યો. હોકિંગ માનતા હતા કે ‘મારી છાપ અહીં એક આળસુ,તોફાની વિદ્યાર્થી તરીકેની જ હશે અને મારા  કોલેજ છોડીને જવાથી મારા શિક્ષકો ખુશ થશે.’ એટલે એમણે જવાબમાં જણાવ્યું કે ‘તમે મને ફર્સ્ટ ક્લાસ આપશો તો હું કેમ્બ્રિજમાં જતો રહીશ અને સેકંડ ક્લાસ આપશો તો અહીં જ રહીશ.’ પરીક્ષકોએ એમને ફર્સ્ટ ક્લાસ આપ્યો -એમને  ઓક્સફર્ડમાંથી મોકલી દેવા માટે નહીં પણ એટલા માટે કે એમને આ વિદ્યાર્થીની ક્ષમતા ખબર હતી. આ ઢંકાયેલા રતનની તેજસ્વીતા એમની આંખોથી છૂપી ન હતી. ઓક્ટોબર ૧૯૬૨માં હોકિંગે કેમ્બ્રિજ ખાતે પોતાનું સંશોધન કામ ચાલુ કર્યું. અહીં શરૂઆતમાં તો એમને નિરાશા જ સાંપડી કારણકે એમને તે સમયના મહાન ખગોળશાસ્ત્રી ફ્રેડ હોય્લના હાથ નીચે પીએચ.ડી.કરવું હતું. પણ એમની પાસે પૂરતા વિદ્યાર્થીઓ થઇ ગયા હોવાથી હોકિંગે ડેનીસ સ્કીમાને માર્ગદર્શક તરીકે સ્વીકારવા પડ્યા. આ જ સમય દરમ્યાન એમના મોટર ન્યુરોન રોગની એમને ખબર પડી. એક નિરાશા બીજી નિરાશામાં ઉમેરાઈ અને એ ભયંકર હતાશામાં સરી પડ્યા. ડોક્ટરોએ એમને ભણવાનું ચાલુ રાખવાનું જ કહ્યું, પણ એ તબક્કે તો એમને  લાગ્યું  કે હવે જીવન જ પૂરું થઇ જવાનું છે તો ભણીને શું કરવાનું? આ સંજોગોમાં ડેનીસ સ્કીમા એક સાચા માર્ગદર્શક પુરવાર થયા. એમણે હોકિંગને અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રોત્સાહન આપ્યું અને વિધાતાને પણ પોતાની ભૂલ સમજાઈ હોય એવી રીતે એમના રોગે આગળ વધવાની ઝડપ એકદમ ઓછી કરી નાખી. માત્ર બે વર્ષમાં જ સ્ટીફન પોતાના સંશોધન કામમાં એટલા આગળ વધી ગયા હતા કે એમને જેમને ગુરુ બનાવવાની તીવ્ર ઈચ્છા હતી એ ફ્રેડ હોય્લના એક સંશોધન સામે જ એમણે જાહેરમાં પડકાર ફેંક્યો. એમની તેજસ્વી બુદ્ધિના તેજ તિખારાની ચમક દેખાવાની શુભ શરૂઆત થઇ ચુકી હતી. સ્ટીફનને હવે એવી આશા જાગી ગઈ હતી કે એ જીવી જશે. એમનો સ્નાયુઓ ઉપરનો કાબુ ધીમે ધીમે ઓછો થતો જતો હતો પણ હજુ એ થોડું ચાલી શકતા હતા અને ભલે ખુબ પરિશ્રમથી, પણ પોતાના રોજીંદા કર્યો કરી શકતા હતા. એમણે વિચાર્યું કે હજુ તો મારે ઘણા કામ કરવાના છે, દુનિયાને ઘણું આપવાનું છે અને એ માટે પણ જીવવાનું છે. ૧૯૬૫માં જેન વાઈલ્ડ સાથેના લગ્ને એમના નવ પલ્લવિત થતા જીવન વૃક્ષને ખાતર પૂરું પાડ્યું અને એમના ત્રણ બાળકોના જન્મ પછી તો એમનો સંસાર આશા અને ઉત્સાહથી લીલોછમ બની ગયો. એ નવપલ્લવિત વૃક્ષે પછી ‘ગગન’ તરફની પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો. હોકિંગની આ રસપ્રદ યાત્રાનો રસ્તો તો ગગનને ચીરીને આગળ જતો હતો. બ્રહ્માંડની ઉત્પત્તિ અને સમયની શરૂઆત –આ બે વિષયો ઉપર એમણે પોતાનું સંશોધન કાર્ય આગળ વધાર્યું. એમનો રોગ પણ સાવ શાંત તો ન હતો જ બેઠો. એમણે હવે પોતાની ઊભા રહેવાની અને બોલવાની ક્ષમતા ગુમાવી દીધી હતી. સમીકરણો લખીને પોતાની વાત સમજાવી શકવા માટે અસમર્થ સ્ટીફને હિંમત હાર્યા વિના આકૃતિઓ અને ભૌમિતિક પદ્ધતિઓની મદદથી પોતાની નવી શોધો વિશ્વ સમક્ષ મુકવાની શરુ કરી દીધી. એમણે આઈનસ્ટાઇનના વ્યાપક સાપેક્ષવાદનો અભ્યાસ કર્યો અને‘બ્લેક હોલ‘ને લગતી પોતાની નવી શોધો વિજ્ઞાન જગત સામે રાખી દીધી. દુનિયાની ઉત્પત્તિ અંગે લોકોને ઘણું નવું જાણવાનું મળ્યું. એમની સહુથી મોટી મજબૂરી એ હતી કે જે જટિલ ગણતરીઓ એમના મગજમાં ચાલતી હતી એ ગણતરીઓ એ લખીને બતાવી શકતા ન હતા! શરીર અને મગજ વચ્ચેના આ સંઘર્ષમાં એમણે શરીરની પીડાઓને અવગણી અને દ્રવ્યકણો અને વિકિરણો બ્લેકહોલમાંથી બહાર આવે છે એ નવી જ, આશ્ચર્યજનક વાત વૈજ્ઞાનિકોને સમજાવવામાં સમર્થ રહ્યાં. વિજ્ઞાન ક્ષેત્રે એમનું આ યોગદાન એટલું મોટું છે કે એમની આ શોધ સાથે એમનું નામ જોડીને આ નવી શોધને ‘હોકિંગ રેડીએશન‘ નામ આપવામાં આવ્યું. આ મહાન શોધ પછી ૧૯૭૪માં એ ‘ફેલો ઓફ ધ રોયલ સોસાઈટી‘ તરીકે ચૂંટાયા.આ રોયલ સોસાઈટીમાં ચૂંટાનારા એ સહુથી નાની ઉંમરના વૈજ્ઞાનિકોમાંના એક હતા—માત્ર ૩૨ વર્ષના! પોતાની નવી શોધોથી દુનિયા માટે જ્ઞાનના નવા દરવાજાઓ ખોલનાર સ્ટીફન માટે હવે વિશ્વ પણ માન-સન્માનના બધા દરવાજાઓ ખોલીને બેસી ગયું. ’કેલીફોર્નીયા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી‘માં મુલાકાતી પ્રોફેસર તરીકે કામ કર્યાં પછી હોકિંગ ૧૯૭૫માં કેમ્બ્રિજમાં બહુ મોટા હોદ્દા ઉપર નિમાયા. એમની શોધોને લીધે વિશ્વના વિજ્ઞાન જગતની બધી આંખો એમના તરફ મંડાયેલી રહેવા માંડી. છાપાઓમાં, સામયિકોમાં અને ટેલીવિઝન ઉપર એમનો ચહેરો જાણીતો બની ગયો. અવારનવાર એમને કોઈ ને કોઈ એવોર્ડથી નવાજવામાં આવતા હતા. પુરસ્કારો એમની પાસે આવવા માટે,આ મહાન વૈજ્ઞાનિકનું નામ પોતાની સાથે જોડવા માટે જાણે લાઈનમાં ઊભા રહેતા હતા! ૧૯૭૫માં હોકિંગને’એડીન્ગ્તન મેડલ‘આપવામાં આવ્યો. એ જ વર્ષે એમને‘પાયસ-૧૧‘સુવર્ણ ચંદ્રક’પણ મળ્યો.૧૯૭૬નું વર્ષ તો એથી પણ વધુ ફળદાઈ રહ્યું. આ વર્ષે એમણે ‘ડેની હેઈન્મેન પ્રાઈઝ‘,મેકસવેલ પ્રાઈઝ’ અને ‘હ્યુજીસ મેડલ’ મેળવ્યાં. આ બધા મેડલ્સ ઉપરાંત પછીના વર્ષે એક વધુ યશકલગી એમના માથે મુકવામાં આવી. એ‘ગુરુત્વાકર્ષણ ફીઝીક્સ‘ના પ્રોફેસર નિમાયા. ૧૯૭૮માં મહાન વૈજ્ઞાનિક આઈનસ્ટાઇનના નામ સાથે જોડાયેલો ‘આલ્બર્ટ આઈનસ્ટાઇન મેડલ‘ એમના નામની પાછળ પણ જોડાયો. આજ વર્ષે ઓક્સફર્ડ,જ્યાં એમને લેખિત પરીક્ષામાં બીજો વર્ગ મળ્યો હતો,એ જ યુનિવર્સીટીએ એમને માનદ ડોક્ટરેટની પદવીથી શોભાવ્યા. કેમ્બ્રિજ પણ આ મહાન વૈજ્ઞાનિકના જ્ઞાનથી પોતાના વિદ્યાર્થીઓને વંચિત રાખવા ન હતી માગતી. ૧૯૭૯માં એ ત્યાં હવે ગણિતશાસ્ત્રના પ્રોફેસર તરીકે નિમાયા. આ ‘લ્યુકાસિયન ચેર ઓફ મેથેમેટિક્સ’ નું પદ એકવાર આઇસેક ન્યુટને શોભાવ્યું હતું અને એટલે જ આ પદ ‘ન્યુટન્સ ચેર ‘તરીકે પણ જાણીતું છે. એમના શરીરની ઘટતી જતી શક્તિઓ જાણે એમના દિમાગમાં ઉમેરાતી જતી હતી. એમનું સંશોધન કાર્ય આગળ ને આગળ વધીને વિજ્ઞાનની નવી દિશાઓ ઉઘાડતું જતું હતું. જરુર પડી ત્યારે એમણે રશિયાની પણ મુલાકાત લીધી અને વિચારો, માન્યતાઓ, જ્ઞાનનું આદાન પ્રદાન કર્યું. ’થીયરી ઓફ એવરીથીંગ’ સમજવા ઉપર પોતાનું પૂરું ધ્યાન કેન્દ્રિત કરીને એમણે બ્રહ્માંડને સમજવાનો પ્રયત્ન કર્યો. એ માનતા હતા કે આ સિધ્ધાંત સામાન્ય માણસો પણ સમજી શકે એવી રીતે જાહેરમાં મૂકાવો જોઇએ. એને માટે હોકિંગે હવે પુસ્તકો લખવાના ચાલુ કર્યાં જેથી એમનું જ્ઞાન સચવાઈ રહે અને લોકો સુધી પહોંચે. એમના પુસ્તક ‘એ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ’ ની કુલ ૯૦ લાખ નકલો વેચાઈ અને એનો દુનિયાની ઘણી ભાષાઓમાં અનુવાદ થયો. પણ એ હવે ચાલી કે બોલી શકતા ન હતા. કોમ્પ્યુટરના સ્પીચ સિન્થેસાઇઝરની મદદથી એ વાતચીત કરતા હતા. આ સ્થિતિમાં પણ સંમેલનો અને અધિવેશનો માટે એ દુનિયાભરમાં ફરતા હતા. એવોર્ડ્સ તો ધોધની જેમ એમની ઉપર વરસતા હતા. કેટલાંય સુવર્ણ ચંદ્રકો, માનદ પદવીઓ એમના નામની પાછળ જોડાતી જતી હતી. ૨૦૧૪માં એમના જીવન ઉપર આધારિત‘થીયરી ઓફ એવરીથીંગ‘ નામનું ચલચિત્ર પણ બનાવવામાં આવ્યું જેને અનેક પુરસ્કારો મળ્યાં. બધી જ શારીરિક તકલીફોને અવગણીને દુનિયાની જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારનાર આ મહાન વૈજ્ઞાનિકનું મૃત્યુ ખુબ શાંતિપૂર્ણ હતું. એમની ૭૬ વર્ષની જિંદગી લાંબી અને ‘પહોળી’ પણ હતી. ન્યુટન અને ડાર્વિનની કબરોની બાજુમાં, પોતાની કબરની ઉપર ‘હોકિંગ રેડીયેશન’નું સમીકરણ કોતરાવીને સુતેલા હોકિંગ દુનિયાના બધા જ વિકલાંગો માટે પ્રેરણા સ્ત્રોત છે કે દ્રઢ મનોબળ સામે બીજા બધા જ અવરોધોએ ઝૂકવું પડે છે. સૌજન્ય: લેખકના પુસ્તક 'રજ થી સૂરજ સુધી' 142 : 09/08/2020 ભગવાનનું પ્લાનિંગ आज तक का सबसे सुदंर मैसेज .........ये पढने के बाद एक "आह" और एक "वाह" जरुर निकलेगी...👊 👌👌👌👌 ((((( भगवान की प्लानिंग ))))) ✌✌✌. एक बार भगवान से उनका सेवक कहता है, भगवान- आप एक जगह खड़े-खड़े थक गये होंगे, . एक दिन के लिए मैं आपकी जगह मूर्ति बन कर खड़ा हो जाता हूं, आप मेरा रूप धारण कर घूम आओ l . भगवान मान जाते हैं, लेकिन शर्त रखते हैं कि जो भी लोग प्रार्थना करने आयें, तुम बस उनकी प्रार्थना सुन लेना कुछ बोलना नहीं, . मैंने उन सभी के लिए प्लानिंग कर रखी है, सेवक मान जाता है l . सबसे पहले मंदिर में बिजनेस मैन आता है और कहता है, भगवान मैंने एक नयी फैक्ट्री डाली है, उसे खूब सफल करना l . वह माथा टेकता है, तो उसका पर्स नीचे गिर जाता है l वह बिना पर्स लिये ही चला जाता है l . सेवक बेचैन हो जाता है. वह सोचता है कि रोक कर उसे बताये कि पर्स गिर गया, लेकिन शर्त की वजह से वह नहीं कह पाता l . इसके बाद एक गरीब आदमी आता है और भगवान को कहता है कि घर में खाने को कुछ नहीं. भगवान मदद करो l . तभी उसकी नजर पर्स पर पड़ती है. वह भगवान का शुक्रिया अदा करता है और पर्स लेकर चला जाता है l . अब तीसरा व्यक्ति आता है, वह नाविक होता है l . वह भगवान से कहता है कि मैं 15 दिनों के लिए जहाज लेकर समुद्र की यात्रा पर जा रहा हूं, यात्रा में कोई अड़चन न आये भगवान.. . तभी पीछे से बिजनेस मैन पुलिस के साथ आता है और कहता है कि मेरे बाद ये नाविक आया है l . इसी ने मेरा पर्स चुरा लिया है,पुलिस नाविक को ले जा रही होती है तभी सेवक बोल पड़ता है l . अब पुलिस सेवक के कहने पर उस गरीब आदमी को पकड़ कर जेल में बंद कर देती है. . रात को भगवान आते हैं, तो सेवक खुशी खुशी पूरा किस्सा बताता है l . भगवान कहते हैं, तुमने किसी का काम बनाया नहीं, बल्कि बिगाड़ा है l . वह व्यापारी गलत धंधे करता है,अगर उसका पर्स गिर भी गया, तो उसे फर्क नहीं पड़ता था l . इससे उसके पाप ही कम होते, क्योंकि वह पर्स गरीब इंसान को मिला था. पर्स मिलने पर उसके बच्चे भूखों नहीं मरते. . रही बात नाविक की, तो वह जिस यात्रा पर जा रहा था, वहां तूफान आनेवाला था, . अगर वह जेल में रहता, तो जान बच जाती. उसकी पत्नी विधवा होने से बच जाती. तुमने सब गड़बड़ कर दी l . कई बार हमारी लाइफ में भी ऐसी प्रॉब्लम आती है, जब हमें लगता है कि ये मेरे साथ ही क्यों हुआ l . लेकिन इसके पीछे भगवान की प्लानिंग होती है l . जब भी कोई प्रॉब्लमन आये. उदास मत होना l . इस कहानी को याद करना और सोचना कि जो भी होता है,i अच्छे के लिए होता है 141 : 09/08/2020 પીળું ઘાસ ગધેડાએ વાઘને કહ્યું ,' ઘાસ પીળું હોય છે .' વાઘે કહ્યું , ' નહિ ઘાસ તો લીલું હોય છે .' પછી તો પૂછવું શું , બંને વચ્ચે ચર્ચા જામી પડી . બંને પોત પોતાની વાતે મક્કમ રહ્યા . આ વિવાદના અંત માટે બંને વનરાજ સિંહ પાસે ગયા . પ્રાણીદરબારમાં સર્વની મધ્યે રાજા તરીકે સિંહાસને સિંહ આરૂઢ હતા . વાઘ કઈ કહે એ પહેલા તો ગધેડાએ કહેવાનું શરૂ કરી દીધું . ' બોલો ! વનરાજ ઘાસ પીળું હોય છે ને ? ' સિંહે કહ્યું , ' હા ! ઘાસ પીળું હોય છે .' ગધેડો , ' આ વાઘ માનતો જ નથી . મને હેરાન કરે છે . એને યોગ્ય સજા થવી જોઈએ .' રાજાએ ઘોષણા કરી , ' વાઘને એક વર્ષ માટે જેલ થશે . ' મહારાજનો ચુકાદો સાંભળી ગધેડો આનંદમાં આવી નાચતો કૂદતો જંગલમાં ચાલ્યો . રસ્તે જે મળ્યા તેને કહેતો ગયો કે વાઘને એક વર્ષની સજા થઈ છે . ' જે કોઈ સાંભળતું તે નવાઈ પામતું . એક ગધેડાએ એવું તે શું કર્યું કે વાઘને જેલની સજા થઈ . વાઘે વનરાજ સમીપે જઈ પૂછ્યું , ' કેમ મહારાજા !  ઘાસ તો લીલું હોય છે ને ? ' મહારાજાએ કહ્યું , ' હા ! ઘાસ તો લીલું હોય છે .  ' વાઘે કહ્યું , ' .... તો પછી મને જેલની સજા શા માટે ? ' સિંહે કહ્યું , ' તમને એટલા માટે સજા નથી આપી કે ઘાસ પીળું હોય છે કે લીલું . તમને એટલા માટે સજા આપી છે કે ગધેડા જેવા મૂર્ખ સાથે તમારા જેવા બહાદૂર અને ઉચ્ચ કોટિના પ્રાણી એ વિવાદ કર્યો અને અહીં સુધી નિર્ણય કરાવવા આવી પહોચ્યા . શીખવાનું શુ......👇 કે જીવન માં મૂરખ લોકો અને પોતાની જાતને બહુ હોશિયાર  સમજતા હોઈ એવાની સાથે મગજ મારી મા પડવું નહીં. કારણ કે એમાં કિંમત આપડી થાય મૂરખ ની નહીં.🙏🏻 140 : 09/08/2020 મુગલે આઝમ અને માસ્કનો ઉપયોગ આજે કોરોના કાળમાં જ્યારે માસ્કનો ઉપયોગ અનિવાર્ય બની ગયો છે ત્યારે બોલિવૂડની એક સીમાચિહ્ન ફિલ્મ મુગલ-એ-આઝમ અને એના એક ગીતની યાદ આવી જાય. તમને એમ થશે કે માસ્ક અને શહેનશાહ અકબરના દરબારમાં તત્કાલિન સ્વપ્ન સુંદરી મધુબાલા પર ફિલ્માવાયેલા ગીત વચ્ચે શું સંબંધ? પણ એ તે ગીતનું માસ્ક સાથેનું સુંદર અનુસંધાન મને આપ સૌ સાથે વહેંચવું ગમશે. બહુ ઓછા લોકો જાણે છે કે, મધુબાલા બહુ સારા નૃત્યાંગના નહોતાં, ખાસ કરીને જ્યારે શરીરની વિશિષ્ટ અંગભંગિમાઓ અને ફિરત સાથેનું નૃત્ય હોય ત્યારે એ સારું નૃત્ય કરી શકતાં નહીં એટલે આ ગીતમાં કેટલાંક દ્રશ્યો લક્ષ્મી નારાયણ નામના એક પુરુષ નૃત્યકાર પર ફિલ્માવવામાં આવ્યાં હતા અને આ ફિલ્માંકન વખતે લક્ષ્મી નારાયણએ મધુબાલાના ચહેરા જેવો માસ્ક પહેરેલો. માસ્ક એટલો પરફેક્ટ હતો કે આજદિન સુધી લોકો એને મધુબાલા સમજીને જ નૃત્ય- ગીત જુએ છે. પુનાના બી.આર. ખેડકર નામના માણસે આ પ્રકારનો ભારતનો પહેલો રબ્બરનો માસ્ક બનાવ્યો હતો. આજે ૮૪ વર્ષના થયેલા ખેડકર ત્યારે ૩૩ વર્ષના હતા. ખેડકર કહે છે કે, શરૂઆતમાં અને મધુબાલાના કેટલાક ફોટોગ્રાફ્સ આપીને માસ્ક બનાવવાનું કહેવાયું હતું પણ મેં આસિફજીને કહ્યું કે, એમણે મારી સામે રૂબરૂ થોડો સમય તો ઉભું રહેવું જ પડશે. નિર્માતા કે.આસિફે જ્યારે માસ્ક બનાવવા માટે મધુબાલાને મારી સામે દસ મિનિટ સ્થિર રહીને પોઝ આપવાની સૂચના આપી ત્યારે હું રોમાંચિત થઈ ગયો હતો.  મધુબાલા સંમત થયા અને મે બનાવેલું એમનું સુંદર શિલ્પ જોઇને પ્રભાવિત પણ થયા. ખેડકર કહે છે કે, પહેલાં કાગળના માવામાંથી એમનું શિલ્પ બનાવ્યું પછી એ સમયે સ્ટુડિયોની નજીકમાં આવેલી રબરના ફુગ્ગા બનાવતી એક ફેક્ટરીના સ્ટાફની મદદથી ફેક્ટરીમાં જ પેલા શિલ્પના મોલ્ડમાં પીગળેલું રબ્બર રેડયું. બીજા દિવસે નૃત્યકાર લક્ષ્મી નારાયણને મધુબાલાનો કોસ્ચ્યુમ અને મેકઅપ કરીને આવવા સૂચના આપી અને પછી માસ્ક પહેરાવ્યો. લક્ષ્મી નારાયણને આ સ્વરૂપમાં જોઈ ને કે.આસિફ ઉપરાંત ખુદ મધુબાલા અને સેટ પરના તમામ લોકો તાજજુબ થઇ ગયા હતા. જ્યારે ખેડેકરે આસિફને પૂછ્યું કે, "ફિલ્મના ટાઈટલમાં મને ક્રેડિટ આપશો?" ત્યારે આસિફે કહેલું," જરૂરથી અને મોટા અક્ષરોમાં !  કારણ કે તમે અદ્દભૂત કામ કર્યું છે." આમ માસ્કનું અનુસંધાન રૂપેરી દુનિયા સાથે ૫૦ વર્ષથી છે. આવો એ ગીત જોઈએ.... 139 : 09/08/2020 ખંભાતના વાણીયાની વાત - 'બાપના આશિર્વાદ' ખંભાતના વાણિયાની આ વાત છે. એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું: ‘બેટા, મારી પાસે કંઈ ધનમાલ નથી. મિલકતમાં હું  તને મારા આશીર્વાદ દેતો જાઉં છું કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જજો ! ’ દીકરાએ માથું નમાવી બાપના આશીર્વાદ ઝીલ્યા.બાપે સંતોષથી પ્રાણ છોડ્યા. હવે ઘરનો ભાર ધનપાળના માથે આવ્યો. તેણે એક નાનકડી હાટડી શરૂ કરી. ધીરે ધીરે તેની કમાણી વધતી ચાલી. તેણે ધંધાનો વિસ્તાર કરવા માંડ્યો. ધંધાના વિસ્તાર સાથે કમાણી પણ વિસ્તરી. ગામના શ્રીમંતોમાં એની ગણતરી થવા લાગી. એને ખાતરી હતી કે મારા પિતાના આશીર્વાદનું જ આ ફળ છે. પિતાએ આખી જિંદગી દુ:ખ વેઠ્યું, પણ ધીરજ ન ખોઈ, શ્રદ્ધા ન ખોઈ, પ્રમાણિકતા ન ખોઈ, તેથી એમની વાણીમાં બળ આવ્યું, તેમના આશીર્વાદ ફળ્યા, અને હું સુખી થયો. તેના મોઢે આવી વાત સાંભળી એક જણે કહ્યું: ‘તમારા પિતામાં આવી તાકાત હતી, તો એ પોતે કેમ કશું કમાયા નહિ ?’ ધર્મપાળે કહ્યું:  ‘હું પિતાની તાકાતની વાત નથી કરતો, પિતાના આશીર્વાદની તાકાતની વાત કરું છું.’ આમ જ્યારે ત્યારે એ બાપના આશીર્વાદના ગુણ ગાતો, તેથી લોકો મશ્કરીમાં તેને ‘બાપનો આશીર્વાદ’ કહી બોલાવતા. ધનપાળને એથી ખોટું લાગતું નહિ, એ કહેતો કે બાપના આશીર્વાદને લાયક નીવડું એટલે બસ. આમ વર્ષો વીત્યાં. ધનપાળનો વેપાર ખૂબ વધ્યો. એનાં વહાણો દેશદેશાવર ફરતાં અને માલની લેવેચ કરતાં. એની કમાણીનો પાર ન હતો. એકવાર એને થયું કે આમ વેપાર રોજગારમાં નફો જ નફો થયા કરે એ સારું નહિ, કોઈ વાર નુકસાનનો પણ અનુભવ કરવો જોઈએ. એણે એક મિત્રને કહ્યું: ‘દોસ્ત, કંઈ નુકસાનનો ધંધો બતાવ !’ મિત્રને થયું કે આને ધનનો મદ ચડ્યો  છે; એ એવું સમજે છે કે થઈ થઈને મને શું નુકસાન થવાનું છે? કાનખજૂરાનો એક પગ ભાંગ્યો તોય શું? તો હવે એને એવો ધંધો દેખાડું કે ઊંધે માથે ખાડામાં પડે. તેણે કહ્યું: ‘તો એમ કર ! વહાણમાં લવિંગ ભરી ઝાંઝીબાર વેચવા જા ! અવશ્ય એ ધંધામાં તને ખોટ જશે.’ ધર્મપાળને આ વાત બરાબર લાગી. ઝાંઝીબાર તો લવિંગનો દેશ, ત્યાંથી લવિંગ ભારતમાં આવે ને દશબાર ગણા ભાવે વેચાય. એ લવિંગ ભારતમાંથી ખરીદી ઝાંઝીબાર વેચવા જવું એટલે સીધી જ પાયમાલી. ધર્મપાળે નક્કી કર્યું કે નુકસાનનો આ અનુભવ પણ લેવો. એટલે ભારતમાંથી મોંઘા ભાવે લવિંગ ખરીદી વહાણ લઈ તે ઝાંઝીબાર ગયો. ઝાંઝીબારમાં સુલતાનનું રાજ્ય હતું. ધર્મપાળ વહાણમાંથી ઊતરી રેતીના લાંબા પટમાં થઈને બીજા વેપારીઓને મળવા જતો હતો. ત્યાં સામેથી આવતા સુલતાન એને મળ્યા. ખંભાત બંદરથી આવેલા વેપારીને જોઈ સુલતાને તેમનો આદર કર્યો. ધર્મપાળે જોયું તો સુલતાનની સાથે સેંકડોની સંખ્યામાં સિપાઈઓ હતા. એ સિપાઈઓના હાથમાં ભાલા, તલવાર કે બંદૂક નહિ, ચાળણીઓ હતી ! એ જોઈ ધર્મપાળને નવાઈ લાગી. તેણે સુલતાનને વિનયપૂર્વક આનું કારણ પૂછ્યું. સુલતાને હસીને કહ્યું: ‘વાત એમ છે કે આજે સવારે હું આ સમુદ્ર તટ પર ફરવા આવેલો. ફરતાં ફરતાં મારી આંગળીએથી એક વીંટી ક્યાંક નીકળી પડી. રેતીમાં વીંટી ક્યાં ગરી ગઈ એની ખબર પડી નહિ. રેતી ચાળી એ વીંટી શોધવા હું આ સિપાઈઓને અહીં લઈ આવ્યો છું.’ ધર્મપાળે કહ્યું: ‘વીંટી બહુ કીમતી હશે.’ સુલતાને કહ્યું: ‘ના, એનાથી ઘણી વધારે કીમતી વીંટીઓ મારી પાસે છે. પણ આતો એક ફકીરના આશીર્વાદની વીંટી છે. હું માનું છું કે મારી સલ્તનતનો પાયો એ આશીર્વાદ છે. એટલે મારે મન એ વીંટીનું મૂલ્ય સલ્તનત કરતાંયે વધારે છે.’ આટલું કહી સુલતાને કહ્યું:  ‘ બોલો, શેઠ, આ વખતે શું માલ લઈને આવ્યા છો ?’ ધર્મપાલે કહ્યું: ‘લવિંગ.’ ‘લવિંગ ?’ સુલતાનની નવાઈનો પાર ન રહ્યો. ‘આ લવિંગના દેશમાં તમે લવિંગ વેચવા આવ્યા છો? કોણે તમને આવી મતિ આપી ? નક્કી એ કોઈ તમારો દુશ્મન હશે. અહીં તો એક પૈસામાં મૂઠો ભરીને લવિંગ મળે છે. અહીં તમારા લવિંગનું શું ઉપજશે?’ ધર્મપાળે કહ્યું: ‘મારે એ જ જોવું છે. લાખોની ખોટ ખાવા માટે જ હું અહીં આવ્યો છું. આજ લગી જે ધંધો મેં કર્યો તેમાં મને હંમેશાં નફો જ થયો છે; મારા બાપના આશીર્વાદનું એ ફળ છે. એ આશીર્વાદ આજે અહીં કેવી રીતે કામ કરે છે તે મારે જોવું છે.’ સુલતાને કહ્યું: ‘બાપના આશીર્વાદ ? એ વળી શું?’ ધર્મપાળે કહ્યું:  ‘મારા બાપ ગરીબ હતા. આખી જિંદગી તેમણે પ્રમાણિક્પણે કામ કર્યું હતું. પણ કદી બે પાંદડે થયા નહોતા. મરતી વખતે તેમણે ભગવાનનું નામ લઈ મારા માથા પર હાથ મૂકી મને આશીર્વાદ આપ્યા હતા કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જશે ! ’ બોલતાં બોલતાં જુસ્સામાં આવી તેણે નીચા નમી મૂઠો ભરી સમુદ્રતટની રેતી લીધી ને ચાળણીની પેઠે આંગળાંમાંથી રેતી નીચે ઝરવા દીધી, તો– એની નવાઈનો પાર ન રહ્યો. એના હાથમાં હીરાજડિત સોનાની વીંટી હતી ! એ જ પેલી સુલતાનની ખોવાયેલી વીંટી ! વીંટી જોઈ સુલતાન ખુશ ખુશ થઈ ગયો. તે બોલી ઊઠ્યો: ‘વાહ ખુદા, તારી કરામતનો પાર નથી ! તું બાપના આશીર્વાદને સાચા પાડે છે !’ ધર્મપાળે કહ્યું: 'ફકીર ના આશીર્વાદને પણ એ જ સાચા પાડે છે !’ સુલતાન હેતથી ધર્મપાળને ભેટી પડ્યો. કહે: ‘માગ, માગ, માગે તે આપું.’ ધર્મપાળે કહ્યું: ‘આપ સો વર્ષના થાઓ અને રૈયતનું રૂડી રીતે પાલન કરો—એ સિવાય મારે બીજું કંઈ ન જોઈએ.’ સુલતાન અધિક ખુશ થયો. તેણે કહ્યું: તમારો બધો માલ હું મુદ્દલ કરતાં બમણી કિંમતે રાખી લઉં છું.’ બોધ : જો નીતિ સાચી અને પિતા ના આશીર્વાદ હોય તો દુનિયા માં કોઈ ની તાકાત નથી તમને ક્યાંય પાછળ પાડે... બાપ ની સેવાનું ફળ અચૂક મલેજ છે આશીર્વાદ જેવી મોટી ધન સંપત્તિ નથી ✍🏻 બાળકના મન ને જાણનારી "માઁ" અને ભવિષ્ય જાણનારો "પિતા" આ જ બે દુનિયાના "મહાન જ્યોતિષ" છે બસ એમનો "આદર" કરશો તો "ભગવાન" પાસે તમારે કાંઇ માંગવુ ના પડે 138 : આપણું જીવ્યું આપણું જીવ્યું કર્મોથી જાણવું, વર્ષોથી નહીં. આપણું જીવ્યું વિચારોથી જાણવું, શ્વાસોચ્છ્વાસથી નહીં. આપણું જીવ્યું હૃદયની ઊર્મિઓથી જાણવું, ધબકારાથી નહીં. જેનું ચિંતન અધિક થયું, જેના ભાવ ઉત્તમ રહ્યા, જેનાં કર્મો પ્રભુ-પ્રીત્યર્થે થયાં, તે જ ખરું જીવ્યો! (— જે.બી. પ્રીસ્ટલી.અનુ, ગુણવંત શાહ ) 137: 09/08/2020 મહમદ રફી મહંમદ રફી: મોત મીટા દે ચાહે હસ્તી યાદ તો અમર હૈ... ✒લેખક: જ્વલંત છાયા ( ચિત્રલેખા ) Mob . 99099 28387 (અરિજિત સિંઘ, સોનુ નિગમ કે એ પહેલાં ઉદિત નારાયણ-સુરેશ વાડકર કોઇ એવું નથી જેના અવાજે આપણને ઘેલું ન લગાડ્યું હોય. જુનું એ જ સોનું એવું ન હોય. પરંતુ જુનું જમાવટ વાળું તો હોય. મહંમદ રફી વર્સેટાઇલ ગાયક હતા. એમણે ગાયેલાં ગીતો આજે પણ લોકો યુ ટ્યૂબ પર કે સારેગામા કારવાંમાં સાંભળે છે. 31મી જુલાઇ રફીનો મૃત્યુ દિવસ છે.  27 જુલાઇ 2003ના રોજ જયહિન્દની પૂર્તિમાં એમના વિશે લખેલો લેખ પુનઃ ચાહકો માટે....) મહંમદ રફી એમના વિશે એટલું જ લખીએ કે મહંમદ રફી તો ય પૂરતું છે. કારણ કે તેઓ સ્વયં પોતાનો અને ભારતીય સીને સંગીતનો આજે પણ પરિચય છે. એ નામ જ એવું છે કે પછી તેમનાં વિશે બીજુ કંઈ જણાવવાની ઓછી જરુર રહે પણ આ બહાનુ નથી, મહંમદ રફીએ ગાયેલ સેંકડો ગીતો જેમ વારંવાર, અવાર નવાર, સતત, કેસેટ કે સીડી રીવાઈન્ડ કરી કરીને સાંભળવા ગમે છે તેમ મહંમદ રફી વિશે લખવું વાંચવું પણ ગમે. ભારતીય સીનેમા સંગીતનો એક દીર્ધ અધ્યાય તેમની કારકીર્દીને ગણીએ તો તે ગીતો-સંગીતકારો ફિલ્મો વિશે જેટલું જાણવાની મજા આવે તેટલી જ મજા તેમનાં સરળ તેમજ માનવતાનાં યથાર્થ જેવા વ્યક્તિત્વ વિશે વાંચવામાં પણ આવે. એક વાત સત્ય છે કે ભારતમાં 100માંથી 95 લોકો જો એવું કહેતાં હોય કે રફી સારા ગાયક હતા તો, 96 લોકો એવું કહેશે કે તે અતિ સારા માનવી હતા. એ મહંમદ રફી આમ તો ભુલાય તેવું જ નથી છતાં 31 મી જુલાઈએ  પૂણ્યતિથી છે. ફિલ્મ જગત અને રફીના ચાહકો કહેશે.. “યાદ ન જાયે બીતે દિનો કી.. જાને વાલે કભી નહેં આતે ,જાને વાલે કી યાદ આતી હૈ...” રફી વિશે લખવાની ઈચ્છા થાય તો સાથોસાથ એવો સવાલ પણ થાય કે મૃત્યુ પછીનાં બે દાયકા વીત્યા છતાં જેઓ વીસરાયા નથી, જીવતે જીવ જેણે લોક પ્રિયતાના એવરેસ્ટ પર વસવાટ કર્યો હતો તેવા રફી વિશે હવે શું લખી શકાય? એવું લખીયે કે, જ્યોર્જ છઠ્ઠાના યુગમાં એક મોટુ ફંકશન લાહોરમાં હતું જેમાં કાર્યક્રમના મુખ્ય ગાયક મોડા પડ્યા એટલે પંજાબનાં કોઈ બાળકને ગાવા ઉભો કરાયો એનું ગીત ચાલુ હતું ત્યારે મુળ ગાયક આવ્યા, ગીત સાંભળ્યું ને પછી એ છોકરાને આશિર્વાદ આપ્યા કે તું એક દિવસ મોટો ગાયક બનીશ. એ આશીર્વાદ આપનાર કુંદનલાલ સાયગલ અને લેનાર રફી તમે કહેશો આ પ્રસંગ તો તમે જ અગાઉ ‘અમૃતા‘ ના એક અંકમાં લખી ચૂક્યા છો! એવો પ્રસંગ લખીએ કે રોયલ્ટી બાબતે લત્તાજી સાથે થોડો સમય અણબનાવ થયા પછી તેઓ પહેલીવાર રફી સાહેબને પ્યાર મહોબ્બતનાં રેકોડિંગ વખતે ત્રણ વર્ષનાં અંતર પછી મળવાનું થયું, લત્તાજીને સંકોચ હતો પણ રફી ફુલદસ્તા સાથે લત્તાને મળ્યા, જાણે કંઈ બન્યુ જ નથી એ રીતે. તમે કહેશો અમને ખબર છે.  પછી એવી વાત આવે કે ગોંડલમાં રહેતા ક્યુમ અઝીઝને  અમદાવાદમા એક લાઈવ શો પછી રફીએ ઓટોગ્રાફ આપ્યો હતો અને તે પણ ફક્ત એમને નહીં, રાહ જોઇ રહેલા સિત્તેર-એંસી લોકોને રફીએ ઓટોગ્રાફ આપ્યા હતા. કયુમ અઝીઝ સાથે એમણે ફોટો પડાવી સહી કરી. અને એ કોપી પણ પરત મોકલી હતી તો ય તમને થશે કે આ તો રિપિટ થયું. એક નવી લાગે તેવી વાત 1959મા અમદાવાદમાં મહંમદ રફીનો લાઈવ શો હતો શો શરુ થયો, ઓડિયન્સ તોફાની એટલે કે અમદાવાદી (બેમાંથી એક શબ્દ લખ્યો હોય તોય ચાલે) હતું  રફીએ ગાવાનું શરુ કર્યું, ‘વચન’  ફિલ્મનું ગીત “બાબુજી એકપૈસા દે દે”  લોકોએ સ્ટેજ પર પૈસા ફેંકવાનું શરુ કર્યું, ગાતાં ગાતાં રફીએ માથું આમ તેમ હલાવવું પડ્યું, એક સિક્કો નાક પર વાગ્યો ઈજા થઈ છતાં રફી સાહેબે ગીત પુરુ કર્યું, પછી અંદર ગયા, કોઈ બોલ્યું જલ્દી રુ લાવો, તેમના નાક પરથી લોહી નીકળતું હતું, રફી બોલ્યા ‘રહેને દો યે તો પ્યાર કી માર હૈ‘ વાંચનાર કહેશે આંમા નવું શું કહ્યું? આ તો રજનીકુમાર પંડ્યાએ પણ લખ્યુ હતું અને પછી 1961 માં રફી ગીતા દત્ત સાથે રાજકોટ પણ આવ્યા હતાં બોલો કંઈ છે હવે નવું? મહંમદ રફી વિશે આમ જોઈએ તો બધું જુનું છે આમ જોઈએ તો રફી હજી નવા જ છે, અવાજની એ તાજગી, સાત સૂરોનો એ ઘૂઘવતો દરિયો, રફીનો પણ અલગ અલગ ગીતોનો અલગ અલગ અંદાજ. કોઈ એમ કહે કે રફીનાં શ્રેષ્ઠ ગીતોની યાદી બનાવીએ, શ્રેષ્ઠ યુગલ ગીતો લખીએ...અરે રફીનાં શ્રેષ્ઠ ગીતો એકઠા કરવા એટલે ઘઉંની ગુણીમાંથી એક એક દાણો ગણવાનું કામ ક્યું ગીત એવું હશે જે શ્રોતાઓને હ્રદયમાં સોસરવું નહી ઉતરતું હોય!! ધારો કે રાત્રે 10-30 જેવો સમય છે, તમે કોઈ સાથે રાત્રે એવા રસ્તા પર જાઓ છો જે તદ્દન સૂમસામ થઈ રહ્યો છે,કાર ટેપમાં જે વાગે છે તે છે... “આ જા રે આ જરા, લહેરા કે આ ઝરા...” આમાં ક્યાંક ‘એક્સિડન્ટ‘ ન થઈ જાય તેના ડર બે રીતે માણસને લાગે અને એજ રફીનું ગીત તમે તમારા રુમમાં કોઈ ન હોય છતાં કેટલાય સ્મરણો કે સમસ્યાઓ હોય અને સાંભળતા હો... “સાથી ન કોઈ મંઝીલ.. દિયા હૈ લ કોઈ મહેફીલ...”  અસ્તિત્વ હચમચી જાય આ એક જ ઉદાહરણ બસ છે કારણ રફી સાહેબની વર્સેટાલીટી એટલે કે ગાયકીનાં વૈવિધ્ય માટે ઘણું લખાયું છે ઘણું કહેવાયું છે!! ‘મન તડપત હરિ દર્શન કો આજ.. ‘ જેવી શુધ્ધ શાસ્ત્રીયતાથી છલોછલ રચના હોય “સુખ કે સબ સાથી દુખ મે ન કોઈ” જેવી ભક્તિ રચના હોય “યે મહેલો યે તખ્તો યે તાજો કી દુનિયા” કે “બિછડે સભી બારી બારી” જેવા ઓછા ઓર્કેસ્ટ્રેશન વાળા ગીત કે લત્તા મંગેશકર, આશા ભોસલે કે સુમન કલ્યાણપુર સાથેનાં યુગલ ગીતો હોય રફી સાહેબનો અવાજ બધે જ એવો તો સુ-સંગત થયો છે  કે ગુરુદત્ત હોય, ભારત ભુષણ હોય દેવ આનંદ હોય કે પછી ‘ચંપીયયય... ‘કરતો જ્હોની વોકર હોય આપણને એવું લાગે કે આનું પ્લેબેક તો રફીનું જ હોય હિન્દી ફિલ્મી ગીતોને રફીએ અલગ ઓળખ આપી ઉર્દુ તો તેમની માતૃભાષા, એટલે મિર્ઝા ગાલિબની ‘નુક્તા ચીં હૈ ગમે દિલ‘ દેવી ગઝલોને તેમનો કંઠ મળ્યો તે પણ લોકોએ માણ્યો પણ મહંમદ રફીએ ગુજરાતી ભાષામાં પણ ઘણું ગાયુ છે . “દિવસો જુદાઈમાં જાય છે” અને “કહું છું જવાનીને પાછી વળી જા”  એ બે રચનાઓ ગુજરાતના શ્રોતાઓને કંઠસ્થ છે પણ રફીએ ગુજરાતી ફિલ્મોમાં પણ ગીતો ગાયા હતાં. 1961માં બનેલી ફિલ્મ ‘ઘર દીવડી’માં પ્રથમવાર ગુજરાતીમાં તેમણે પ્લેબેક આપ્યું હતું. સંગીત આવિનાશ વ્યાસનું ગીતનાં શબ્દો “એક બાજુ નર ને બીજી બાજુ ખર”  “એ એ એ લપસી. અરે બહુ ઠસ્સામાં ઠસી...” ફિલ્મ ‘મહેંદી રંગ લાગ્યો’ માં મહંમદ રફીનું ડ્યુએટ હતું “નયન ચકચૂર છે, મન આતુર છે, હવે શું રહી ગયું બાકી કહો મંજુર છે..” આ ઉપરાંત ચુંદડી ચોખા, રમત રમાડે રામ, ચંદુ જમાદાર, જનમ જનમનાં સાથ ફિલ્મોમાં તેમણે ગીત ગાયા હતાં તો 'મોટા ઘરના દિકરી'  ફિલ્મમાં ભાસ્કર વ્હોરાના ગીતો “મન મુંઝારો થાય મીઠી નજરું લાગી”, “આ નાહોલિયા રે નેણ પરોવી..”  “આવી રસીલી ચાંદની વનવગડો રેલાવતી”  પણ મહંમદ રફીએ ગાયા હતાં. આ રસીલી ચાંદની ગીતનું સ્વરાંકન હતું દિલીપ ધોળકિયાનું. સાવ સામાન્ય શ્રોતા તરીકે લખવાનું મન થાય છે કે હિન્દી ફિલ્મ સંગીતની ચર્ચા થાય ત્યારે એવું કહેવાતું હોય છે કે યુગ બદલાયો છે સમય પરિવર્તન પામ્યો છે સાયગલ, મુકેશ વગેરે ગાયકો અત્યારે થયા હોય તો કદાચ એટલા લોકપ્રિય ન થયા હોત. અહીં આ મુલવણીનો પ્રશ્ર્ન જ નથી. કે એલ. સાયગલ કે પંકજ મલિક કે મન્નાડે, કે મુકેશ કે તલત કે કિશોરકુમાર બધાં જ મહાન હતાં પણ મહંમદ રફી એવી પ્રતિભા ધરાવતા હતા જેની જરુર દરેક યુગમાં ફિલ્મ સંગીતને પડે. “મન રે તુ કાહે ન ધીર ધરે...” અને “તારિફ કરું ક્યા ઉસકી..” બંનેના ગાયક એક જ હોય તેવું જ હવે ક્યાં?  શંકર જયકિસનનાં મતે તેઓની કારકીર્દીમાં મહંમદ રફીનો ઘણો મોટો હિસ્સો હતો તેઓ રફીને અત્યંત આદરથી જોતાં એકવાર ખબર પડી કે શંકર જયકિસન વચ્ચે કોઈ બાબતે મનદુ:ખ થયું છે. રફી પહોંચ્યા સીધા તેમના ઘરે, કહ્યું: યહ જોડી મરતે દમ તકે કાયમ રહેની ચાહિયે... અને પછી તો શંકર જયકિસનનાં કહેવા મુજબ જ્યારે કોઈ ધૂન અંગે બંને વચ્ચે અસંમતિ સર્જાતી તો તેઓ રફીને જજ બનાવતા અને તેમનો અભિપ્રાય અંતિમ ગણાતો... આવા જ અનુભવ લક્ષ્મીકાંત પ્યારેલાલને પણ થયા હતા, એક ધૂન માટે બંનેને સંતોષ નહોતો થયો, કંઈક વધુ સારુ થવું જોઈએ તેવું લાગ્યું કોને પુછવું? નક્કી થયુ કે રફી સાહેબને જ કહીએ કંઈક રસ્તો કાઢે, ગીત સાંભળીને રફીએ કહ્યું ચિંતા નહી કરો આ ગીતની ગેરેન્ટી હું લઉ છું ગીત હીટ ગયું એટલુ જ નહીં પણ રફી મજરુહ અને એલ. પી. ને એના માટે ફિલ્મ ફેર એવોડૅ પણ મળ્યો ગીત સાંભળવું (વાચવું) છે? “ચાહુંગા મૈં તુજે સાંજ સવેરે...ફિર ભી કભી અબ નામ કો તેરે...” એકવાર રફી વિદેશયાત્રાની તૈયારી કરતા હતા લક્ષ્મી-પ્યારેને ખબર પડી પરેશાન થઈને કહ્યું અમારા પાંચ ગીતો રેકોડૅ થયા નથી ફિલ્મ બે માસ મોડી પડશે... નુકસાન થવાની વાત આવી ને રફી ખિન્ન થઈ ગયા... કહે એક દિવસમાં પાંચ ગીતોનાં રેકોડિંગ કર્યા અને અમરદીપ ફિલ્મની વાત તો એથીયે રસપ્રદ છે એમાં રફીનું કોઈ ગીત નહોતું એલ.પી.એ. એક દોહો ગવરાવ્યો પૈસાનું પુછ્યું તો હસીને મહંમદ રફી કહે આના તે કાંઈ પૈસા હોય? રફીનાં મૃત્યુ પછી લક્ષ્મીકાંત પ્યારેલાલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમના જવાથી અમારું સંગીત અનાથ થઈ ગયું, ભવિષ્યની ખબર નથી પણ આજે બીજો કોઈ રફી નથી. મહંમદ રફી નેકદિલ ઈન્સાન હતા, દોસ્તોનાં દોસ્ત હતાં કોઈના હરિફ નહોતા એ સમયે પાર્શ્ર્વગાયકોનું એક એસોસિયેશન હતું, લતા, મુકેશ, મન્નાડે, તલત મહેમુદ, કિશોર, હેમંતકુમાર બધા ગયા હતા, રેખા દેશપાંડેને આપેલા ઈન્ટરવ્યુમાં આ પિકનીક વિશે વાત કરતાં તલત મહેમુદે કહ્યું હતું કે એ પિકનીકમાં રફી જેવા શાંત પ્રકૃતિનાં માણસ પણ નાચ્યા હતાં. મહંમદ રફીને જેણે પણ યાદ કર્યા બસ આમ, દિલથી, સાચા મનથી યાદ કર્યા, દિલીપકુમાર કહેતા “આટલા સફળ, સિધ્ધ અને પ્રખ્યાત હોવા છતાં રફી નમ્ર હતાં જેટલી ઉંચાઈએ તેઓ પહોંચ્યા તેટલા નીચે ઝુક્તા ગયા”. તો લત્તા મંગેશકરે તો ત્યાં સુધી કહ્યું કે “ફિલ્મ સંગીતમાં અનેક લોકો આવશે પણ રફીની જગ્યા કોઈ ભરી નહીં શકે.” આટલી બધી ચાહના લોકો અને સમકાલીનો તરફથી મળી હોય તેવા ઘણા ઓછા કલાકારો હશે. 1937માં રેડિયો પર સૌ પ્રથમવાર પંજાબી ગીતો ગાયા બાદ 1944માં હિન્દી ફિલ્મ ક્ષેત્રે તેમનું પાર્શ્વગાયન હતું, ત્યારથી છેક 1969 સુધી રફીએ શાસન કર્યું. હિન્દી સિને જગત પર તે પછી રાજેશ ખન્નાનો જમાનો આવ્યો સાથે કિશોરકુમારની લોકપ્રિયતા વધી રફીને સાંભળનાર વર્ગ ઘટ્યો, રફીની શક્તિ નહીં. ફરી વર્સેટાઈસીટી, વિવિધતાની વાત કરીએ તો નૌશાદ, એસ.ડી.બર્મન,ઓ.પી.નૈયર કે મદન મોહન કે શંકર જયકિસન કે આર.ડી. બર્મન હોય બધાની બંદીશો-ગીતો ભજનો શાસ્ત્રીય ગીતો ગઝલો રફીએ બ-ખૂબી ગાઈ હતી, મુકેશ કે.એલ.સાયગલથી પ્રભાવિત હતા મન્નાડેના ગુરુ તેમના કાકા કે.સી. ડે હતા મહંમદ રફી શીખ્યા ઉસ્તાદ બરકતઅલી અને બડે ગુલામઅલીખાં પાસે. ફિલ્મોમાં શરુઆતમાં તેમણે પણ ભલામણો, સંદર્ભોનો આશરો લેવો પડયો હતો અને જુની પેઢીના ગાયક-સંગીતકાર જી.એમ.દુરાનીનાં કહેવા મુજબ નૌશાદે 1944માં રફીને ‘પહેલે આપ’માં ચાન્સ આપ્યો અને પછી શ્યામ સુંદરે ગાંવ કી ગોરી ફિલ્મમાં ગીત ગવરાવ્યા તેમાં દુરાનીની ભલામણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. અને જુઓ ખેલદીલિ, ખાનદાની અને અહેસાન પરસ્તનો દાખલો-દુરાની કહે છે પછી એ માણસ એટલી બુલંદીએ પહોચ્યો કે મારી ભલામણ કરી શકે, કરી પણ ખરી સો દોઢસો ગીતો અમે સાથે ગાયા. આ મહંમદ રફીવિશે જેટલું લખીએ તેટલું ઓછુ છે અને અગાઉ લખ્યું તેમ ગીતોની યાદી તો આખા વિશેષાંકો ભરાય તેવડી બને છતાં રફી પ્રેમીઓ માટે એક અંજલી...’અખિયલ સંગ અખિયા..’ ‘અચ્છા જી મે હારી...દેખી સબ કી યારી મેરા દિલ જલાઓ ના..’.(કાલાપાની) ‘અપની તો હર આહ એક તુફાન હૈ...’(કાલા બઝાર) ‘અભી ન જા ઓ છોડકર’ (હમદોનો) ‘અબ ક્યાં મિસાલ દું..’(આરતી) ‘અપની આઝાદી કો હમ હરગીઝ મીટા સક્તે નહીં’ (શહીદ) ‘આજા કે ઈંતજાર મેં...’ (હલાકુ) ‘આના હૈ તો આ રાહ મેં કુછ ફેર નહીં હૈ ભગવાન કે ઘર દેર હૈ અંધેર...’(નયા દૌર) ‘આવાઝ દે કે હમે મિલતે...’ (એક મુસાફીર એક હસીના)... ‘એ ગુલબદન...’ (પ્રોફેસર) ‘ખુદા ભી આસમાં સે જબ ઝમી પર...’(ધરતી) ‘છલકે તેરી આખો સે...’(આરઝુ)... ………અને 31 જુલાઈ 1980 મહંમદ રફઈનું અવસાન. ત્યારે ઉંમર હતી 54 વર્ષ. અંતિમ દર્શન માટે ફિલ્મી હસ્તીઓ-અશોકકુમાર,રાખી,ચિત્ર ગુપ્ત, લત્તા મંગેશકર,કિશોરકુમાર,મહેન્દ્રકપૂર,હસરત જયપુરી જે. ઓમપ્રકાશ.સહિતના લોકોના ધાડાં પહોચ્યા... રવિન્દ્ર જૈન ગયા અને રફીના પત્ની આક્રંદસાથે બોલી ઉઠ્યા: ‘અબ કિસે કહોગે તાનસેન’? સુલક્ષણા પંડિત સાડીનો છેડો દાંત વચ્ચે દબાવી રડતાં રહ્યા,કિશોર કુમાર પણ રફીનાં પગ પકડીને રોઈ પડયા, એક તરફ શો કેસમાં રફીને મળેલા ઈલ્કાબો, ટ્રોફીઓ હતા, જમીન પર મૃતદેહ હતો,બહાર લોકોની મેદની હતી અંતિમ યાત્રા બપોરે નીકળી ત્યારે લોકોની ભીડ હતી, લોકો કાંધ આપવા માટે પડાપડી કરતાં હતા... એક મુસ્લીમ માટે પવિત્ર કહેવાય તેવું એ મૃત્યુ હતું, રમઝાનનો મહિનો અને જુમ્મા (શુક્રવાર)નો દિવસ દફન વિધી પહેલા મસ્જિદમા પણ એટલા લોકો હતા. અંતિમ અંજલી આપવા આવેલા રાજકપૂરના ચપ્પલ પણ ભીડમાં ખોવાઈ ગયા હતાં. જુહુ પાસેના કબ્રસ્તાનમાં લોકોની ભીડ હતી, મોટી મસ્જિદથી નીકળેલી મૈયતને લિંકીંગ રોડ, ખાર થઈને કબ્રસ્તાન પહોચતાં બે કલાક લાગ્યા, આકાશ પણ લોકોની આંખ જેવું બની વરસતું હતું, તસ્વીરો ખેંચાતી હતી ફિલ્મી હસ્તીઓ અને હજારો ચાહકોએ મહંમદ રફીનાં દેહને કબરમાં દફન થતો જોયો... પણ રફી જ ગાઈ ગયા હતા ને ‘ગર તુમ ભૂલા ન દોગે...હમ તુમ જુદા ન હોંગે...’આપણે એને ભૂલ્યા નથી રફી તેમના ચાહકોથી જુદા નથી. 136 : 09/08/2020 Sharing From Facebook of Mr Nilesh Sathe Its hard to believe that Dipak Sathe, my friend more than my cousin, is no more. He was pilot of Air India Express carrying passengers from Dubai in 'Vande Bharat Mission', which skidded off the runway at Kozhikode International Airport yesterday night. What is learnt is as follows: Landing gears didn't work. Ex IAF pilot made three rounds of airport to empty the fuel which saved plane from catching fire. That’s why there was no smoke seen coming from the crashed aircraft. He turned off the engine right before the crash. He belly landed after the 3rd iteration. The right wing was ruptured. The Pilot martyred but saved life of 180 co-passengers. Deepak was an experienced aerial operator with 36 years of flying experience. A passout of NDA, topper in the 58th course and an awardee of 'Sword of Honour', Dipak served Indian Air Force for 21 years before joining as a Commercial Pilot with Air India in 2005. He called me just a week before and was jovial, as always. When I asked him about the 'Vande Bharat' Mission, he was proud of bringing back our countrymen from Arab countries. I asked him,"Dipak, do you carry empty Aircraft since those countries are not allowing entry of passengers?" He had replied," Oh, No. We carry fruits, vegetables,medicines etc to these countries and never the aircraft flies to these countries empty." That was my last conversation with him. He survived in air crash in early nineties when he was in Airforce. He was hospitalised for 6 months for multiple skull injuries and nobody thought that he will fly again. But his strong will power and love for flying made him clear the test again. It was a miracle. He leaves behind his wife and  two sons, both pass outs of IIT Mumbai. He is a son of Brigadier Vasant Sathe who stays in Nagpur along with his wife. His brother, Capt Vikas, was also an Armyman who laid his life while serving in Jammu region. A soldier lays his life to save the lives of his countrymen. It reminds me of a poem by a soldier : If I die in a war zone, Box me up & send me home Put my medals on my chest, Tell my Mom I did the best Tell my Dad not to bow, He won't get tension from me now, Tell my brother to study perfectly, Keys of my bike will be his permanently Tell my Sis not to be upset, Her Bro will not rise after this sunset And tell my love not to cry, "Because I am a soldier Born to Die...." ... Nilesh Sathe 135. ૦૧/૦૬/૨૦૨૦ જીવનમાં "E" નું મહત્વ The ...E... life !!!!! In this world of E-mails, E-ticket, E-paper, E-recharge, E-transfer and the latest E-Governance..E- commerce. Never Forget "E-shwar ( God )" who makes e-verything e-asy for e-veryone e-veryday. "E" is the most Eminent letter of the English alphabet. Men or Women don't exist without "E". House or Home can't be made without "E". Bread or Butter can't be found without "E". "E" is the beginning of "existence" and the end of "trouble." It's not at all in 'war' but twice in 'peace'. It's once in 'hell' but twice in 'heaven'. "E" represented in 'Emotions' Hence,  all emotional relations like Father, Mother, Brother, Sister,wife & friends have 'e' in them. "E" also represents 'Effort' & 'Energy' Hence to be 'Better' from good both "e" 's are added. Without "e", we would have no love, life, wife, friends or hope & 'see', 'hear', 'smell', or 'taste' as 'eye' 'ear', 'nose' & 'tongue' are incomplete without "e". Finally no 'Life' & 'Death' without "e". Hence GO with "E" but without E-GO. ------------------------------------------ Mahendra N Mervana - Delhi "जय श्री कृष्ण"  🌺 Good morning 134. ૦૨/૦૫/૨૦૨૦ તમારા વ્યવસાયની નવરાશના સમયમાં ધાર કાઢતા રહો એકવાર ભગવાન ઇન્દ્ર ખેડુતો પર ગુસ્સે થયા, તેમણે જાહેર કર્યું કે 12 વર્ષ સુધી વરસાદ નહીં આવે. તમે પાક ઉગાડશો નહીં. ખેડુતોએ નમ્રતા સાથે ભગવાન ઇન્દ્રની વિનંતી કરી. ઇન્દ્ર દેવે કહ્યું કે વરસાદ ત્યારે જ શક્ય છે જો ભગવાન શિવ તેમનો ડમરુ વગાડે! પરંતુ તેમણે ભગવાન શિવ સાથે ગુપ્ત રીતે ચર્ચા કરી હતી અને તેમને આ ખેડૂતો સાથે સહમત ન થવા વિનંતી કરી હતી. જ્યારે ભગવાન ભગવાન શિવ પાસે આવ્યા, ત્યારે તેઓએ કહ્યું કે 12 વર્ષ પછી, ડમરુ વગાડવામાં આવશે. નિરાશ ખેડુતોએ 12 વર્ષ રાહ જોવાનું નક્કી કર્યું. પરંતુ એક ખેડૂત નિયમિતપણે ખેતી કરી રહ્યો હતો. બીજ વાવી રહ્યો હતો. અન્ય ખેડુતો તે ખેડૂતની મજાક ઉડાવતા હતા. થોડા વર્ષો પછી, અન્ય ખેડૂતોએ તેને પૂછ્યું, "જ્યારે તમે જાણો જ છો કે 12 વર્ષ વરસાદ નહીં આવે ત્યારે તમે તમારો સમય અને શક્તિ કેમ બગાડો છો?" તેણે જવાબ આપ્યો, "મને ખબર છે કે પાક નહીં આવે. પણ હું આ ફક્ત "મહવરા" (પ્રેક્ટિસ) તરીકે જમીન ખેડી રહ્યો છું. 12 વર્ષ પછી, કદાચ.... હું પાક ઉગાડવાની અને ખેતરોમાં કામ કરવાની પ્રક્રિયાને ભૂલી જઇશ . શરીર કાર્ય કે શ્રમ કરવાની ટેવ ભૂલી જશે, તેથી હું આ કાર્ય કરવાનું ચાલુ રાખું છું જેથી 12 વર્ષ પછી વરસાદ પડે ત્યારે કામ કરવું મુશ્કેલ ન બને”  માછીમાર નવરાશના સમયમાં પોતાની જાળ રીપેર કરતો જ રહે છે. તેને ચોખ્ખી કરે, સ્વચ્છ રાખે. જેથી અચાનક માછીમારી કરવા જવાનું થાય તો જાળ ચોખ્ખી જ હોય.  તેમની દલીલ સાંભળીને, દેવી પાર્વતીએ પ્રશંસા કરી અને ભગવાન શિવને કહ્યું, "તમે 12 વર્ષ પછી ડમરુ વગાડવાનું ભૂલી શકો છો!" ભગવાન શિવ પણ ચિંતિત હતા. ડમરુ  વગાડતા આવડશે કે કેમ તે તપાસવા તેણે ડમરુ વગાડવાનો પ્રયાસ કર્યો. મેઘે ડામરુનો અવાજ સાંભળતાંની સાથે જ વરસાદ શરૂ કરી દીધો હતો .. અને નિયમિત રીતે કામ કરતા ખેડૂતનું ખેતર મબલખ પાકથી ભરેલો હતું, પરંતુ બાકીના બધાએ તેનો ખેદ વ્યક્ત કર્યો.   "મહાવરો (પ્રેક્ટિસ)" તમને સંપૂર્ણ બનાવે છે. પ્રેક્ટિસ એ ગુણવત્તાનો સાર છે. પ્રેક્ટિસ એ યુવાનીનું રહસ્ય છે..  #LockDown 2 અઠવાડિયા, 2 મહિના અથવા 2 વર્ષ પછી કોઈક વાર સમાપ્ત થઈ જ જશે .. તેને જોવાને બદલે, એક વસ્તુ કરો .. તમે જે વ્યવસાય અથવા ક્ષેત્રમાં છો તેની કુશળતાને ધાર કાઢતા રહો, તમારી પાસે શું છે તેનો અભ્યાસ કરો અને તમારું જ જ્ઞાન વધારશો.   આજે તમારી કુશળતા પર ધ્યાન કેન્દ્રિત કરો, તમે કેવી રીતે વધુ સારું કરી શકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરો .. જેથી ફરીથી કામ કરવાનો સમય આવે ત્યારે, તમે બધા પડકારોનો સામનો કરવા તૈયાર રહેશો .. (વોટ્સઅપના વાંચનમાંથી) 133. ૦૯/૦૪/૨૦૨૦ વિશ્વાસ અને વિશ્વાસમાં ફરક એક વાર બે બહુમજલી ઇમારતોની વચ્ચે બાંધેલા દોરડા પર લાબો વાંસ પકડી એક નટ ચાલી રહ્યો હતો, તેણે પોતાના ખંભા પર પોતાના બેટાને બેસાડી રાખ્યો હતો. સૈંકડો-હજારો લોકો શ્વાસ રોકીને જોઈ રહ્યા હતા. હળવા પગલાથી, તેજ હવાથી ઝઝૂમતો નટ પોતાની અને પોતાના દિકરાની જિંદગી દાવ પર લગાવીને તે કલાકારે અંતર પૂરું કરી લિધું. ભીડ આહ્લાદથી ઉછળી પડી, તાલીઓના ગડગડાટ સાથે સીટીઓ વાગવા લાગી. લોકો તે કલાકારના ફૉટો ખેંચી રહ્યાં હતા, તેની સાથે સેલ્ફી લઈ રહ્યાં હતા. તેનાંથી હાથ મલાવી રહ્યાં હતા અને તે કલાકાર માઇક પર આવ્યો, ભીડ ને બોલ્યો, શું આપને વિશ્વાસ છે કે આ હું ફરીથી પણ કરી શકુ છું. ભીડ એકી અવાજે બોલી, હાં-હાં તમે કરી શકો છો. તેણે પૂછ્યું, શું આપને વિશ્વાસ છે ? ભીડ બોલી ઉઠી, હાં પૂરો વિશ્વાસ છે, અમે તો શરત પણ લગાવી શકીયે છીએ કે તમે સફળતાપૂર્વક તે ફરીથી પણ કરી શકો છો. કલાકાર બોલ્યો, પૂરે-પૂરો વિશ્વાસ છે ને ? ભીડ બોલી, હાં-હાં પૂરો વિશ્વાસ છે. કલાકાર બોલ્યો, ઠીક છે, કોઈ મને પોતાનો દિકરો દઈ દો, હું તેને મારા ખંભા પર બેસાડીને દોરડા પર ચાલીશ. ખામોશી, એકદમ શાંતિ, સન્નાટો ફેલાઈ ગયો. કલાકાર બોલ્યો, ડરી ગયા......! હમણાં તો આપને વિશ્વાસ હતો કે હું કરી શકું છું. અસલમાં આપનો આ વિશ્વાસ (believe) છે, મારામાં વિશ્વાસ (trust) નથી બન્ને વિશ્વાસોમાં ફરક છે સાહેબ....! આ જ કહેવાનું છે, ઈશ્વર છે, એ તો વિશ્વાસ (believe) છે, પરંતુ ઈશ્વરમાં સમ્પૂર્ણ વિશ્વાસ (trust) છે નહી !!! You believe in God but you don't trust him. જો ઈશ્વરમાં પૂર્ણ વિશ્વાસ છે તો ચિંતા, ક્રોધ, તણાવ કેમ !!!

132 ૦૪/૦૧/૨૦૨૦

આર્મી ચીફ પાસે આઈ કાર્ડ માંગ્યું

આર્મી ચીફ બિપિન રાવત એક વખત રાત્રે ૧૧વાગ્યે દિલ્હીના કેન્ટ ખાતેના આર્મી એરિયામાં પોતાના એક મિત્રને મળવા પત્ની મધુલિકા રાવત સાથે ગયા હતા. આ વખતે તેમની પાસે સરકારી ગાડી કે ડ્રાયવર ન હતા પણ પોતાની ખાનગી કાર અને સિવિલ ડ્રેસમાં તેઓ ગયા હતા. કેન્ટના ઝાંપે સિક્યોરિટીએ તેમને રોકીને કહ્યું, ‘આ આર્મી એરિયા છે તેમાં જવાય નહીં.’ બિપિન રાવતે પોતાની આર્મી ચીફ તરીકેની ઓળખાણ આપી. સિક્યોરિટીએ તેમને આઈ કાર્ડ બતાવવા કહ્યું. તે સમયે બિપિન રાવત પાસે આઈકાર્ડ ન હતું. સિક્યુરિટીએ તેમને કહ્યું, ‘ગાડી કમ્પાઉન્ડની બહાર પાર્ક કરો અને જેને તમને મળવું છે તેને ફોન કરી બહાર બોલાવો.’ તેમના મિત્ર બહાર આવ્યા અને સિક્યુરિટીને કહ્યું, ‘સાહેબને તે ઓળખ્યા નહીં, આપણી આર્મીના ચીફ છે.’ બધાને એમ જ હતું કે બીજે દિવસે સિક્યોરિટીની બદલી થઈ જશે અથવા તેને ઠપકો મળશે. બધાના આશ્ચર્ય વચ્ચે બિપિન રાવતે તે સિક્યોરિટીના પ્રમોશન માટે ભલામણ કરતો પત્ર ખાતામાં ઉચ્ચ સ્તરે લખ્યો અને પ્રમાણિકતાથી ફરજ અદા કરવા બદલ સિક્યોરિટીના વખાણ કર્યા.

131 04/01/2020

રામભરોસે ચાલતી દુકાન

ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના નાનકડા આદિવાસી કેવડી ગામમાં શાહીદ ભીખાપુરવાલાની એક દુકાન ૨૮ વર્ષથી ચાલે છે. આ દુકાન ઈમાનદારીની દુકાન કહેવાય છે. ૨૪ કલાક ખુલ્લી રહે છે. માલિકની હાજરી દુકાનમાં હોતી નથી. લોકો સામાન ખરીદે છે. હિસાબ કરી પૈસા મૂકી દે છે. ક્યારેય હિસાબમાં ભૂલ થતી નથી. સાહીદભાઈ કહે છે. લોકો વસ્તુ લઈ પૈસા ડબ્બામાં મૂકી દે છે. કોઈ વસ્તુના પૈસા ખબર ના હોય તો મને ફોન કરી પૈસા પૂછી લે છે. દુકાનને ખુલ્લી રાખી હું બહારગામ પણ જાઉં છું. ૨૮ વર્ષથી ગ્રાહકોની પ્રમાણિકતાને લીધે આ કરિયાણાની દુકાન ધમધમે છે.

130

17/11/2019

માર્ચ-એપ્રિલ ૨૦૦૩ ના ગાળામાં ખાડી યુધ્ધ ચાલી રહ્યું હતું. ઈરાકના બસરા પર અમેરિકા અને બ્રિટિશ દળો બોમ્બ વરસાવતા હતા. બસરાના જાહેર ગ્રંથાલયના ગ્રંથપાલ આલિયા બકરને તેમની લાયબ્રેરીના ૩૦,૦૦૦ થી વધુ પુસ્તકોની ચિંતા હતી. બસરાની સેન્ટ્રલ લાયબ્રેરીમાં ખુબ અમુલ્ય પુસ્તકો હતા જેમાં ‘કુરાન’નો સ્પેનિશ અનુવાદ, પયગંબર સાહેબનું ઈ.સ ૧૩૦૦ માં લખાયેલું જીવન ચરિત્ર, અનેક હસ્તપ્રતો, કાલગણના પદ્ધતિ અને અરેબિક ભાષાના વ્યાકરણના પુસ્તકો હતા. આલિયા બકર માનતા રાષ્ટ્રની અમુલ્ય સંપત્તિ આ પુસ્તકો પણ છે જેનો નાશ કદાપી થવો જોઈએ નહીં. યદ્ધમાં શાળા, હોસ્પિટલો અને ગ્રંથાલયો પર હુમલો થતો નથી આથી ઘણી સરકારી કચેરીઓ આ લાયબ્રેરીમાં શરૂ થઈ. ૬ એપ્રિલ ૨૦૦૩ ના રોજ બ્રિટિશ દળોએ શહેરમાં ભારે તોપમારો કર્યો. આ લાયબ્રેરીના ગાલીચા, ફર્નિચર અને લાઈટો લુંટ્યા અને સળગાવ્યા. આલિયા બકરને ખ્યાલ આવી ગયો કે એક-બે દિવસમાં પુસ્તકોનો પણ વારો આવશે. તેમણે બાજુની હોટેલના માલિકને સમજાવી લાયબ્રેરીના પુસ્તકો ખુબ જોખમ વચ્ચે તેમની હોટેલના કમરામાં શિફ્ટ કરવા સમજાવ્યા. લાયબ્રેરી અને હોટેલ વચ્ચે માનવ સાંકળ બનાવી પુસ્તકોના ઢગલા હાથમાં, ખોખામાં અને કોથળામાં ભરી સતત ૨૪ કલાક સુધી આ કામ કર્યું. પુસ્તકો ખસેડવા આજુબાજુની દુકાનોવાળા, લખતા વાંચતા ના આવડતું હોય તેવા શ્રમજીવીઓને પણ તૈયાર કર્યા હતા. બાકી રહેલા પુસ્તકો ટ્રક અને કાર મારફતે અમુક વાચકોને ત્યાં અને પોતાના ઘરમાં ખસેડ્યા. લાયબ્રેરી ખાલી કર્યા ના નવ દિવસ બાદ એક આગમાં આખી લાયબ્રેરી બળીને ખાખ થઈ ગઈ. બગદાદ પર પણ હુમલો થયો હતો ત્યાં કોઈ આલિયા બકર ન હતા. ત્યાંની લાયબ્રેરી બળીને ખાખ થઈ ગઈ હતી. જ્ઞાનરાશિના ૩૦,૦૦૦ પુસ્તકોના સરક્ષણ માટેનું આલિયાનું વંદનીય કાર્ય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત રહેશે.

(સંજય ભાવે – નવગુજરાત સમય – ૧૫/૧૧/૨૦૧૯)

129

12/11/2019

જીવનમાં વર્ષો નહીં પણ વર્ષોમાં જીવન

ખુબજ હૃદયસ્પર્શિ જીવન ની સત્ય હકિકત… “મિ. સંયમ શાહ, તમે એકલા આવ્યા છો કે સાથે કોઈ રિલેટિવ પણ આવ્યા છે?”  ડો. ખાખરાવાલાએ ગંભીરતાપૂર્વક પૂછયું. ‘સમજી ગયો, સાહેબ મારા બ્રેઈનનો રિપોર્ટ સારો નહીં આવ્યો હોય, પણ એ જે હોય તે તમે મને જ કહી શકો છો, સર… મારા ફેમિલીને જણાવવાની જરૂર નથી. હકીકતમાં અમારા ઘરમાં સૌથી મજબૂત મન ધરાવતો સભ્ય હું જ છું. મારી વાઈફ તો બિચારી સાવ પોચી છે અને મા-બાપ ઘરડાં થઈ ગયાં છે. બાળકો નાનાં છે, મારે જે હોય તે મને એકલાને જ કહી દો.’ ‘ભલે ત્યારે…’
ડો. ખાખરાવાલાએ શબ્દો બરાબર ગોઠવીને પછી જેટલું કહી શકાય તેટલું કહેવાનું શરૂ કર્યું.. ‘મિ. સંયમ, તમને બ્રેઈન ટ્યૂમર છે. સામાન્ય રીતે ૮ ટ્યૂમર હોય ત્યારે અમે બાયોપ્સીની સલાહ આપીએ છીએ, પણ તમારા કેસમાં એવું શક્ય નથી. યોર ટ્યૂમર ઇઝ ઇનઓપરેબલ. એ એવી જગ્યાએ આવેલું છે અને એની સાઈઝ પણ એટલી મોટી છે કે ઓપરેશન કરવા જતાં…’ડોક્ટરની વાત સાંભળીને સંયમને આંચકો તો જોરદાર લાગ્યો અને એ આંચકો સકારણ હતો. એની ઉંમર હજી તો ચાલીસ જ વર્ષની હતી. જિંદગીનાં કીમતી વર્ષો એણે બિઝનેસ જમાવવામાં જ ખર્ચી નાખ્યાં હતાં. અલબત્ત, એમાં સમય આવ્યો ત્યારે જ આ માઠા સમાચાર સામે આવી ઊભા
‘ડોક્ટર, મને સાચેસાચું જણાવી દો. મારી પાસે કેટલાં વર્ષો બચ્યાં છે?’ ભીતરનો ખળભળાટ છુપાવીને સંયમે ઉપરછલ્લી સ્વસ્થતા દાખવીને ડોક્ટરને પૂછી લીધું. ‘વર્ષો નહીં, મિ. સંયમ, તમારી પાસે માત્ર થોડાક મહિ‌નાઓ જ બચ્યા છે. કેટલા એ હું ન કહી શકું. વધુ માં વધુ છ. જો કીમોથેરપી ન લો.. તો કદાચ એક-બે મહિ‌નામાં જ…’ સંયમ શાહ ભાંગી પડયા. સુશિક્ષિત હતા એટલે ધ્રૂસકે ને ધ્રૂસકે રડી ન પડયા, પણ અંદરથી તો હાલત એવી જ થઈ ગઈ. હાથમાં રિપોર્ટ લઈને, ડોક્ટરનો આભાર માનીને એ ધીમે ડગલે બહાર નીકળ્યા. એક પળમાં તો વીતેલું આખું જીવન આંખો સામેથી પસાર થઈ ગયું. એમની નજરમાં એમની પોતાની જે તસવીર ઊભરી એ કંઈ ખાસ વખાણવાલાયક ન હતી. હોય પણ ક્યાંથી? મબલખ ધન કમાવાની લાયમાં એમણે ખાસ મિત્રો બનાવ્યા જ ન હતા. જે કંઈ સંબંધો હતા તે બધા પ્રોફેશનલ હતા. એમનું સ્મિત પણ આલબમિયું હતું. મનમાં એમ હતું કે… એક વાર પચીસ-પચાસ કરોડ રૂપિયા કમાઈ લઈશું એ પછી જિંદગીને સારી રીતે માણીશું. એય ને મિત્રો બનાવીશું, મહેફિલો જમાવીશું, પત્નીને અને બાળકોને પૂરતો સમય આપીશું, પડોશીના ઘરે જઈને ચા પીશું અને… અફસોસ…. એ બધું હવામાં અધ્ધર જ રહી ગયું. અચાનક કાળની કંકોતરી આવી પહોંચી.. ‘સલામ, સા’બ’ સંયમ શાહ ચમક્યા. ક્લિનિકની બહાર લિફ્ટમેન ઊભો હતો તે પૂછતો હતો, ‘કૈસા હૈ આપકો ? અચ્છા હો ગયા ના, સા’બ? યે દાક્તર સા’બ બોત અચ્છે હૈં. જો પેશન્ટ ઉસકી સારવાર લેતા હૈ ઉસકો યહાં દોબારા આનેકી જરૂરત નહીં રહેતી, સા’બ’ આની પહેલાં પણ સંયમે આ લિફ્ટમેનને ચાર-પાંચ વાર જોયો હતો. ભારે વાતોડિયો માણસ લાગ્યો હતો એને. દર વખતે એ ‘સલામ, સા’બ’ બોલીને વાતચીત વધારવાની કોશિશ કરતો, પણ સંયમ એને ટાળતો રહેતો હતો. આવા નાના માણસોની સાથે જરાક હસીને બોલો એટલે સમજો કે ગયા કામથી ત્રીજે દિવસે હાથ લાંબો કરવાના જ. ‘છોટી બહેન કી શાદી હૈ. બિમાર મા’ કે લિયે દવા લાની હૈ. પૈસે નહીં હૈ.’ સો-બસો, પાંચસો પડાવીને જ રહે. પણ આજે બધું બદલાઈ ચૂક્યું હતું. સંયમે આજે મૃત્યુને જોઈ લીધું હતું. કોને ખબર આ લિફ્ટમેન ફરી ક્યારેય જોવા મળશે કે નહીં? એણે પણ હસીને એના ખભા પર હાથ મૂક્યો,
‘ક્યા નામ હૈ તુમ્હારા?’ પાંચમા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી ઊતરતાંમાં તો સારી એવી શબ્દોની આપલે થઈ ગઈ. બહાર નીકળીને સંયમે પાકીટમાંથી પચાસનું પત્તું કાઢીને એ ગરીબ માણસના હાથમાં મૂકી દીધું. પેલાનો ચહેરો ખીલી ઊઠયો, ‘આપ બો’ત અચ્છે હૈં, સા’બ ફિર આના’ સંયમના મનમાં કડવાશભર્યો અફસોસ પ્રગટી ઊઠયો, એ મનોમન બબડી ગયો, ‘એ જ તો તકલીફ છે, દોસ્ત કે હવે બીજી વાર ક્યારેય અહીં આવવાનું નથી. મરવાનું નિ‌શ્ચિ‌ત હોય તો પછી નાહક કીમોથેરપી પણ શા માટે લેવી જોઈએ? હવે તો મળીશું આવતા જન્મે…’
રસ્તો ક્રોસ કરીને એ ગાડી પાસે પહોંચ્યો. ડ્રાઇવરે દરવાજો ખોલી આપ્યો. ડ્રાઇવર એના માલિકથી ખૂબ જ ગભરાતો હતો, પણ આજે એ જ માલિક એને કંઈક બદલાયેલા લાગ્યા. જેવી ગાડી ચાલુ થઈ તે સાથે જ માલિકની વાતો પણ ચાલુ થઈ ગઈ.. ‘રાજુ, એક વાત પૂછું? તને અમદાવાદ માં કાર ચલાવતાં ક્યારેય કંટાળો નથી આવતો?’ ડ્રાઇવર ગભરાયો. એને લાગ્યું કે આજે પોતાની નોકરી ગઈ બીતાં બીતાં એણે જવાબ આપ્યો,
‘નહીં, સાહેબ કંટાળો શેનો? આ તો મારું કામ છે. મારી રોજીરોટી છે. સાહેબ, તમને એવું કેમ લાગ્યું?’ ‘બસ, એમ જ એક કામ કર, આજે તું મારી જગ્યાએ આવી જા, આજે ગાડી હું ચલાવીશ.’ ‘અરે, સાહેબ તમારી તબિયત?’
‘મારી તબિયતની ચિંતા છોડ એ તો કાર નહીં ચલાવું તો પણ…’ સંયમ વાક્ય ગળી ગયો.. ‘આપણે બીજી વાતો કરીએ. તારા ઘરમાં કોણ કોણ છે? તારી પત્નીનું નામ? દીકરા-દીકરી કેટલાં છે? શેમાં ભણે છે?’ ડ્રાઇવરને લાગ્યું કે એના માલિક આજે ગાંડા થઈ ગયા છે. એ સાચવી સાચવી ને જવાબ આપતો ગયો. છેલ્લાં પાંચ વર્ષથી એ સંયમના ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. આજ સુધીમાં માલિક ના મોંએથી એણે આવું જ સાંભળ્યા કર્યું હતું :’કાલે કેમ વહેલો ચાલ્યો ગયો હતો? આજે કેમ મોડો આવ્યો? હાડકાં હરામ નાં થઈ ગયાં છે, કેમ?
કામ કરતાં જોર આવે છે અને દર ત્રીજા મહિ‌ને પગાર વધારો માગતાં શરમ નથી આવતી.’ એને બદલે
ઘરે પહોંચ્યા પછી આવું સાંભળવા મળ્યું.. ‘ભ’ઈલા, તારે ઘરે જવું હોય તો જા, મારે ગાડીમાં ક્યાંય જવાનું નથી. કારણ વગર તારે અહીં બેસી રહેવાની જરૂર નથી. બૈરી-છોકરાં સાથે મજા કરજે’ રાજુથી બોલાઈ ગયું,
‘સાહેબ, તમે ખરેખર સારા માણસ છો.’ સાંજે સંયમે પહેલી વાર પત્ની અને બાળકોની સાથે બેસીને ડિનર લીધું. બંને બાળકોની સાથે સ્કૂલ વિશે વાતો કરી. એમને ચિત્રો દોરવામાં મદદ કરી. નાની ગુડ્ડી બોલી ઊઠી.. ‘પપ્પુ, તમે કેટલા ગુડ-ગુડ પપ્પા છો રોજ અમારી સાથે આવી રીતે…’ સંયમ બબડી રહ્યો, ‘એ જ તો તકલીફ છે.
હવે પછી મારી પાસે ખૂબ ઓછા ‘રોજ’ બચ્યા છે, પણ જેટલા બચ્યા છે એને તો માણી લઉં’ સવારે પડોશમાં રહેતા અનિમેષભાઈનું મોં ખુલ્લું રહી ગયું.. ‘અરે સંયમભાઈ, તમે? સવાર સવારમાં અમારે ત્યાં? સૂરજ કઈ દિશામાં ઊગ્યો છે આજે? અરે, સરોજ… પાણી લાવજે તો…’ ‘એકલા પાણીથી નહીં પતે, અનિમેષભાઈ, આજે તો ચા પણ પિવડાવવી જ પડશે.’સંયમે હક્કથી કહી દીધું. સરોજબહેન સાંભળી ગયાં, ચાની સાથે નાસ્તો પણ લઈ આવ્યાં. અડધા કલાકમાં ઘરોબો સ્થપાઈ ગયો. ઝઘડો તો હતો જ નહીં, પણ પડોશીઓના મતે સંયમ સાવ અતડો અને અભિમાની માણસ હતો. આજે લાગ્યું કે આ માણસ તો સંબંધ કેળવવા જેવો છે. જતી વખતે સંયમે ઠરાવ પસાર કરી નાખ્યો.. ‘આજથી સવાર ની ચા તમારે ત્યાં અને સાંજ ની ચા મારા ઘરે’ ‘પાક્કું આખી જિંદગી સુધી…’ અનિમેષભાઈ બોલી ઊઠયા. સંયમના મનમાં ફરી પાછો અફસોસ પ્રગટયો : ‘આખી જિંદગીમાં તો હવે બચ્યું છે શું? વધુ માં વધુ એક-બે મહિ‌ના જ ને?’ પણ બે દિવસમાં તો સંયમે ખંગવાળી દીધો. સૌને ખુશ કરી દીધા. અત્યાર સુધી એને સ્વાર્થી‍, અતડો ને અભિમાની માનતા આવેલા તમામ લોકો હવે બોલતા હતા… ‘ભાઈ, વાહ માણસ તે આનું નામ’ ચાર દિવસ પછી ફોન આવ્યો. ડો. ખાખરાવાલા ગાભરા ગાભરા બનીને કહી રહ્યા હતા.. ‘મિ. સંયમ શાહ આઈ એમ વેરી વેરી વેરી સોરી તમારા બ્રેઈનનો રિપોર્ટ ખોટો છે. આઈ મીન,
મિ. એસ. એસ. શાહ નામધારી બે દરદીઓ હોવાના કારણે રેડિયોલોજિસ્ટના હાથે જ ભૂલ થઈ ગઈ. ત… ત… તમે સાવ જ સાજાસારા છો… એબ્સોલ્યુટલી નોર્મલ… તમે હવે સો વર્ષ સુધી જીવતા રહી શકો છો. મારી તમને બેસ્ટ વિશીઝ છે…’ ડો. ખાખરાવાલા ખખડતા રહ્યા, અહીં સંયમ શાહ બબડતા હતા : ‘તમે મને ઓળખતા હતા એ સંયમ તો ક્યારનોયે મરી ગયો, ડોક્ટર હવે તો મારો પુનર્જન્મ થયો છે. હવે મને સમજાઈ ગયું કે જિંદગી નો સાચો મર્મ જિંદગી માં વર્ષો ઉમેરવાનો નથી, પણ વર્ષોમાં જિંદગી ઉમેરવાનો છે.

128

10/11/2019

જીવદયા

સપ્ટેમ્બર ૨૦૧૯ : અમદાવાદમાં ડેન્ગ્યું તાવ ફેલાયેલો હતો. હોસ્પિટલો ડેન્ગ્યુંના દર્દીઓથી ઉભરાતી હતી. દરેક હોસ્પિટલોમાં લગભગ એક ખાલી ખાટલો મળવો પણ મુશ્કેલ હતો. આ સમયે અમદાવાદના એક બાળરોગ નિષ્ણાતની હોસ્પિટલમાં એક બાળકને ડેન્ગ્યું તાવ નિદાન થયું. ડેન્ગ્યું તાવના દર્દીને જો ઉલટીઓ થતી હોય, પેશાબ ઓછો થતો હોય અને બાળક પૂરતા પ્રમાણમાં પ્રવાહી ઉપરથી લેતો ન હોય તો તેને દાખલ કરી સારવાર આપવી જરૂરી હોય છે. આ બાળકને દાખલ કરવાનો છે તેવી સલાહ ડોકટરે માતાપિતાને આપી, તેઓએ ડોક્ટરને દાખલ થવાની તૈયારી બતાવી આથી ડોકટરે રૂમ તૈયાર કરવાની સુચના તેમના સ્ટાફને આપી. સ્ટાફ નર્સે ડોક્ટરને જણાવ્યું કે રૂમની બારી ખુલ્લી રહી ગઈ હશે તેમાંથી આવી કબૂતરે ઈંડા મુક્યા હશે. હમણાજ તાજા બચ્ચા જન્મ્યા છે. ડોકટરે તરત તો કહી જ દીધું કે બચ્ચાને લઈ ક્યાંક બહાર કોઈક જગ્યાએ અથવા અગાશી પર મૂકી આવો. તેમના સ્ટાફે કહ્યું, ‘તમે જેમ કહેશો તેમ કરીશું સાહેબ, પણ જો બચ્ચાને આ રૂમની બહાર ક્યાંક પણ મુકીશું તો બિલાડી કે કુતરા જેવા પ્રાણીઓ તરત જ ખાઈ જશે.’ ડોકટરે બે મિનિટ વિચાર કર્યો અને તરત જ નિર્ણય લીધો કે રૂમમાં બચ્ચાને રહેવા દેવા છે. તેમણે પેશન્ટના સગાને જણાવ્યું કે તમે અન્ય હોસ્પિટલમાં વ્યવસ્થા કરી લો અહીં તેની ટ્રીટમેન્ટ શક્ય નથી. તે પેશન્ટ તો બીજે એડમિટ થયા. તે રૂમને બંધ કરી બચ્ચાને બચાવી લેવામાં આવ્યા. સ્ટાફે બચ્ચાને બચાવવા સુંદર પ્રયત્ન કર્યો હતો. રૂમમાં સામેની ભીંત પછી બારીનો ઉપર નો કાચ સહેજ ખુલ્લો રાખી કબૂતરના બચ્ચાની માતા આવી જઈ શકે તે વ્યવસ્થા રાખી. સાથે તે ભીંતની ઉપરનીચે કોઈ બાલ્કની કે સપોર્ટ ન હોવાથી બિલાડી તે ખુલ્લી જગ્યામાંથી રૂમમાં આવી ના શકે તેનું ધ્યાન પણ રાખ્યું. ધીરે ધીરે બચ્ચા મોટા થતા હતા પણ કબુતરની એક ચોક્કસ પ્રકારની ગંધ આજુબાજુના રૂમમાં પણ આવવા લાગી. તે રૂમમાં પણ આ ગંધને લીધે પેશન્ટ દાખલ કરવા શક્ય ન હતા. ડોક્ટરના વ્યવસાયમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં દર્દીઓ ખુબ માંદા થતા હોય અને દાખલ થતા હોય. આ જ કમાવાના સમયે હોસ્પિટલના ચાર રૂમો બંધ રાખી આવક જતી કરવી તે કોઈ સામાન્ય ડોક્ટરનું કામ નહીં. બચ્ચા મોટા થયા અને તેની માતા કબુતર સાથે ઉડી ગયા તે સમય કુલ થઈને બે અઠવાડિયા જેટલો લાગ્યો. પછી તે રૂમમાં સફાઈ કરી ૧૫ માં દિવસે દર્દીઓ દાખલ થવાના શરૂ કર્યા. ચાર રૂમની થઇને રોજની વીસ હજારની આવક ગણો તો ૧૫ દિવસની આશરે ૩ લાખ રૂપિયા જેટલી આવક જતી કરી બચ્ચાને બચાવનાર ડોક્ટરને સલામ આપવાનું મન થાય. ઘણી વાર આપણે કમાયેલી આવકમાંથી અમુક રકમનું દાન કરતા હોઈએ પણ જીવદયા માટે આવક જતી કરવી એ પણ દાનનો એક ઉમદા પ્રકાર જ છે. પોતાના સંતાનોને બચાવવા અને મોટા કરવાની અદમ્ય ઈચ્છા જેટલી મનુષ્યને હોય છે તેટલી જ ઈચ્છા પંખીઓ અને પ્રાણીઓમાં પણ હોય જ છે.

 

127

03/11/2019 પશુતાથી પ્રભુતા તરફ

એક વખત જાણીતા ગુજરાતી સાહિત્યકાર શ્રી કિશનસિંહ ચાવડા એક સંસ્થામાં મુખ્ય અતિથી તરીકે ગયા હતા. સંસ્થાના ડીન કિશનસિંહના જ બાળપણના મિત્ર અને તેમનાથી ઉંમર માં બે કે ત્રણ વર્ષ મોટા હતા. તેમણે પોતાના ખાસ મિત્રનો પરિચય આપતી વખતે કિશનસિંહને માત્ર ‘કિશન’ શબ્દથી જ વાંરવાર સંબોધ્યા. તેમના પછી સંસ્થાના અન્ય સભ્યનો બોલવા માટે વારો આવ્યો ત્યારે તેમણે આગળ બોલનાર પ્રત્યે અણગમો વ્યક્ત કર્યો. પોતાના ગમે તેટલા અંગત મિત્ર કેમ ના હોય પણ અહીં આપણી સંસ્થામાં કિશનસિંહ મુખ્ય અતિથી તરીકે આવેલ છે. તેમને ‘તુંકારે’ ના જ બોલાવાય. ‘તેમને સભ્યતાથી બોલાવવામાં જ આપણી સંસ્થાનું અને તેમનું સ્વમાન સચવાય’ તેવું તેમણે કહ્યું. તેમનું કહેવાનું ઘણાને ઉચિત પણ લાગ્યું. હવે વારો મુખ્ય અતિથી કિશનસિંહનો હતો. હોલમાં નીરવશાંતિ થઈ ગઈ. બધા આતુર હતા કે આ ઘટનાને કિશનસિંહ કેવી રીતે લે છે? તેમનો શું પ્રતિભાવ છે? તે જાણવા બધા ઉત્સુક હતા. કિશનસિંહે કહ્યું, ‘હું મારા પરમ મિત્રનો આભાર માનું છું. મારા નામમાંથી ‘સિંહ’ દુર કરી મારામાં રહેલા ‘પશુતા’ને તેણે દુર કર્યો. હવે મારું નામ માત્ર ‘કિશન’ રહ્યું આમ તે મને ‘પ્રભુતા’ તરફ લઈ ગયો. હું તેનો ખુબ આભાર માનું છું.

126

03/11/2019

A student studying in Russia says:
The highest score for most of the exams in Russia is 5.
If a student does not answer any question and returns back his exam paper blank, with no question answered, he gets 2 out of 5.
In my first days at the University of Moscow, I did not know about this system and I was surprised and asked Dr. Theodor Medraev: “Is this fair that a student did not answer any question and you give him 2 out of 5? Why not give him a zero ?
Isn’t that the right way ?”
He answered:
“How can we give a Human Being a zero ?
How can we give him a zero to someone who was getting up at 7 am to attend all the lectures ?
How can we give him a zero since he got up in this cold weather, and used public transport and reached to do the exam in time, and tried to solve the questions ?
How can we give him a zero for the nights he used to study and spent his money on pens and notebooks and bought a computer for studying ?
How can we give him a zero when he left all other life styles and pursued his studies ?
Here my son, we do not give a zero to a student just because he did not know the answer.
We at least try to respect the fact that this is a Human Being, and he is having a brain, and he tried.
Because this result which we give, is not just for the questions in the exam paper, it is also about showing appreciation and respect to the fact that this is a Human Being and deserves to have a score.”
Truly I cried and did not know how to respond.
There I knew my value as a Human Being.
Zeros can actually decrease motivation on students, and can quickly destroy them and make them stop caring about their studies altogether.
Once a zero score has been put in the grade book, they need no longer care about that subject and they may assume that, there’s nothing they can do about it.

125

૦૯/૦૮/૨૦૧૯

I was jogging this morning and I noticed a person about half a km ahead. I could guess he was running a little slower than me and that made me feel good, I said to myself I will try catch up with him. So I started running faster and faster. Every block, I was gaining on him a little bit. After just a few minutes I was only about 100 feet behind him, so I really picked up the pace and pushed myself. I was determined to catch up with him. Finally, I did it! I caught up and passed him. Inwardly I felt very good. “I beat him”. Of course, he didn’t even know we were racing. After I passed him, I realized I had been so focused on competing against him that ….. I had missed my turn to my house, I had missed the focus on my inner peace, I missed to see the beauty of greenery around, I missed to do my inner soul searching meditation, and
in the needless hurry stumbled and slipped twice or thrice and might have hit the sidewalk and broken a limb. It then dawned on me, isn’t that what happens in life when we focus on competing with co-workers, neighbours, friends, family, trying to outdo them or trying to prove that we are more successful or more important and in the bargain we miss on our happiness within our own surroundings? We spend our time and energy running after them and we miss out on our own paths to our given destination. The problem with unhealthy competition is that it’s a never ending cycle. There will always be somebody ahead of you, someone with a better job, nicer car, more money in the bank, more education, a prettier wife, a more handsome husband, better behaved children, better circumstances and better conditions etc.But one important realisation is that
You can be the best that you can be, when you are not competing with anyone. Some people are insecure because they pay too much attention to what others are, where others are going,
wearing and driving, what others are talking. Take whatever you have, the height, the weight and personality. Accept it and realize, that you are blessed. Stay focused and live a healthy life. There is no competition in Destiny. Each has his own. Comparison AND Competition is the thief of JOY. It kills the Joy of Living your Own Life. Run your own Race that leads to Peaceful, Happy Steady Life. ☀

(વોટ્સઅપના વાંચનમાંથી)

124

૦૪/૦૮/૨૦૧૯

એકબીજાના પ્રેરણાસ્ત્રોત બનીએ

૨૦૦૨ માં છ મિત્રો દિલ્હીના એક એપાર્ટમેન્ટમાં રહેવા ગયા. આમાંથી પાંચ જણા જોધપુરની સંપૂર્ણા મેડીકલ કોલેજમાંથી ડોક્ટર થયા હતા. અને એક મિત્ર રાજસ્થાનની જ એક કોલેજમાંથી એન્જીનીયર થયો હતો. આ છ જણાએ નક્કી કર્યું કે સિવિલ સર્વન્ટ બની સમાજને વધુ સારું યોગદાન આપવું. આ માટે એકબીજાના પ્રેરણાસ્ત્રોત બની સહયોગની આપલે કરી મહેનત શરૂ કરી. તેમણે ભણતા નોટ્સ ટોયલેટ અને બાલ્કનીમાં પણ લગાવી હતી કે ગમે ત્યાંથી તેઓ વાંચી શકે. ૨૦૦૫માં સિવિલ સર્વિસની તૈયારી કરી દિલ્હીથી જયપુર આખી રાત ટ્રકમાં મુસાફરી કરી જયપુર પહોંચ્યા. યુપીએસસી પરીક્ષાની પૂરી તૈયારીને લીધે ચારે મિત્રોએ પરીક્ષા પાસ કરી. ચાર મિત્રો (IAS = Indian administrative service ) થયા. એક મિત્ર (IFS = Indian foreign services) થયો. અને એક મિત્ર (IRS = Indian revenuer services) થયો. આજે ૦૪ ઓગષ્ટ ૨૦૧૯ ના ફ્રેન્ડશીપ ડે ના રોજ અમદાવાદના  કલેકટર ડો.વિક્રાંત પાંડે તેમના બાકીના પાંચ મિત્રોને યાદ કરતા હતા. ડો. ઓ.પી ચૌધરી રાજસ્થાનમાં IAS છે. ડો.પૃથ્વીરાજ સંખલા રાજસ્થાનમાં ફાઈનાન્સ સેક્રેટરી છે. ડો.પ્રદીપસિંહ રાજપુરોહિત ઈરાક ખાતેના ભારતના રાજદૂત છે. ડો.રાજેશ નાગોરા દિલ્હી એરપોર્ટના કસ્ટમ એન્ડ સેન્ટ્રલ એક્સાઈઝ ડીપાર્ટમેન્ટમાં IRS અધિકારી છે. એન્જીનીયર ઓમપ્રકાશ બકોરિયા મહારાષ્ટ્ર કેડરના IAS અધિકારી છે અને ત્યાં સ્પોર્ટ્સ કમિશનર છે. ધન્ય છે આ છ મિત્રોને.

(નવગુજરાત સમય – ૦૪/૦૮/૨૦૧૯)

123.

૦૪/૦૮/૨૦૧૯

હું તારા કાર્યક્રમમાં હાજરી આપીશ

૧૯૫૫ નું વર્ષ હતું. મેરેલીન મુનરો અભિનેત્રી તરીકે જગવિખ્યાત થઈ ગયા હતા. યંગ જનરેશન માટે એક આઇકોન થઈ ચુક્યા હતા. આ દિવસોમાં એલા ફીટઝ ગેરાલ્ડ નામની કે જાઝ સિંગર સ્ટ્રગલ કરી રહી હતી. હોલિવુડ સ્થિત મોકામ્બો નામની એક નાઈટ ક્લબમાં જો ગાવા મળે તો હોલિવુડના દિગ્જ્જોના ધ્યાનમાં અવાય તેવું મનાતું કારણકે આ ક્લબમાં હોલિવુડના સ્ટાર્સની ખુબ આવનજાવન રહેતી. એલા એ ક્લબમાં શો માટે પરવાનગી માગી તો કલબના મેનેજરે કહ્યું, ‘જો તારો શો જોવા મેરેલીન મનરો આવે તો કાર્યક્રમ ગોઠવી આપીશ.’ એલા થોડી હતાશ થઈ ગઈ. એક ઉગતા ગાયક કલાકારને તો મેરેલીન મનરો કેવી રીતે ઓળખે? હવે એક ફિલ્મ મેગેઝીનમાં આ કલબના ગોસીપ સમાચાર છપાયા અને આ ન્યુઝ મેરેલીન મનરોના ધ્યાનમાં આવ્યા. તેમણે એલાને સંદેશો મોકલ્યો, ‘તું કાર્યક્રમ ગોઠવ. મને સમય અને તારીખ જણાવજે. હું તારા શો માં અચૂક હાજર રહીશ.’ મેનેજરના તો માન્યામાં નહોતું આવતું કે આવું શક્ય બને. મેરેલીન મુનરો આ કાર્યક્રમમાં ખાસો સમય આપી હાજર રહ્યા, કાર્યક્રમ માણ્યો. આ ન્યુઝ ઘણા ફિલ્મી સામાયિકો અને અખબારોમાં છપાયા. મેરેલીને કાર્યક્રમ એટેન્ડ કરેલો એ સમાચારે એલાનું પણ એક કલાકાર તરીકે મુલ્ય વધાર્યું. પછીથીતો તે જાઝ સિંગર તરીકે ખુબ મશહુર થઈ. તેની અને મેરેલીન મુનરોની દોસ્તી પણ ખુબ જામી હતી.

(સાઈન – ઇન, હર્ષ મેસવાણીયા, ગુજરાત સમાચાર – ૦૪/૦૮/૨૦૧૯)

122.

૩૦/૦૭/૨૦૧૯

સરળ સાદા સાચા મિત્ર હોય,
તો Meditation ની શું જરૂર હોય,

ટૂંકા અંતરે મળવાનું રાખો,
વાર તહેવાર ની શુ જારૂર હોય,

જે JOINT FAMILY માં રહેતા હોય,
તેને Art of Living ની શું જરૂર હોય,

શીખવે જિંદગી ઘણા પાઠ,
Lecture Guru ઓની શું જરૂર હોય..

મસ્તી રૂપે જેને નફો મળે,
પછી દોસ્તીમાં હિસાબ ની શું જરૂર હોય,

કજિયા કંકાસ મુક્ત ઘર હોય,
પછી મહેલો ની શું જરૂર હોય,

આજ્ઞાંકિત અને સેવાભાવી સંતાનો હોય,
ત્યાં ઘરડા ઘર ની શું જરૂર હોય,

લેતા હોય જે વડીલોની દુવા,
એમને દવાની એને શું જરૂર હોય.❜

(વોટ્સઅપના વાંચનમાંથી)

121.

3૦/૦૭/૨૦૧૯

Once two persons were sitting near a temple and chit chatting. It was getting dark and cloudy. By then another person came there and asked if he can join them. They said ‘oh with pleasure’.

They were talking as friends. Then it started to rain. They were stuck. The third guy felt hungry and told the other two. Oh, we too are hungry they said.

He has 3 rotis and I have 5 rotis – Let all of us share – said the second guy. Then a question arose as to how to share 8 rotis among three of them.

The first person suggested that let’s make three pieces out of each roti. Then 3×8 we will have 24 pieces. Then we three can have 8 pieces each.

Everyone liked the idea. They made 24 pieces and ate 8 pieces each and satisfied their hunger and all slept off.

In the morning the third person thanked the two persons for allowing him to spend time with them and felt grateful to them for sharing rotis and being helpful. Out of happiness he gave 8 gold coins to them and left his way.

After he left first person said ok, let’s share 4 coins each and let’s go. The second person said since I shared 5 rotis I should get 5 gold coins and you gave 3 rotis you should get only 3 gold coins. Slowly the arguments grew and ended up in big fight. They went to the Village Head for justice. The Head said leave the coins with me and I will think over and give judgement next day.

In the night God appears in the dream of the Village head and asks him what justice he is going to deliver in the morning. Village head said the second person’s stand of 5:3 appears logical to him.

To that God laughed and said you did not carefully analyse their narration. God said as per My justice first person must get one gold coin only and second person must get 7 gold coins!! Village head was surprised.

God explained first person no doubt made nine pieces out of his three rotis but ate off 8 pieces himself and shared one piece only. Second person made 15 pieces and gave away 7 pieces for sharing. Hence 1:7 sharing is My calculation and My Justice. Next day Village Head accordingly delivered the Justice and explained the rationale.

From the above story we need to understand the way we look at things and God looks at things is totally different. From what we have and from out of it how much we are willing to share with others is what God looks at.

A donation of Rs300 from someone having Rs3000 is valued more by God than a donation of Rs 3 lakhs from someone having Rs 30 CRS. It is not important how much we possess but how much we share with others is more important.

(વોટ્સઅપના વાંચનમાંથી)

120.

૨૨/૦૬/૨૦૧૯

એકલો છું તો શું થયું?

એપ્રિલ ૧૯૭૯ માં બ્રહમપુત્રામાં વિનાશક પુર આવ્યું. પછી તેમાંથી પાણી ઓસર્યા, કડક તડકો પડ્યો. ૧૬ વર્ષના જાદવ પાયેંગ નામનાં છોકરાએ બ્રહ્મપુત્રાના મજુલી ટાપુના અરુણા સોપારી વિસ્તારમાં પુરના પાણી સાથે ખેંચાઈ આવેલા અનેક સાપ જોયા. પુરના પાણી ઓસર્યા પછી આ સાપ રેતાળ જમીન પર પાણી કે છાયડા વિના ગરમીમાં તરફડતા હતા અને મરતા હતા. અન્ય ઘણા પ્રાણીઓના હાલ પણ ખુબ ખરાબ હતા. જાદવ પાયેંગનું હ્રદય આ જોઈ દ્રવી ઉઠ્યું. ગામના આદિવાસીઓ પાસેથી શીખી તરત જ તેણે ૫૦ જેટલા વાંસના છોડ ઉગાડ્યાં. તે જ દિવસથી આ વનપુરુષનો ઝાડ ઉગાડવાનો ઋષિયજ્ઞ ચાલુ થયો. એકલા હાથે જ રોજ બીજ મેળવવાના, રોપવાના, રોપા વાવવાના, કલમ કરવાની, ટપક સિંચાઈની વિવિધ પદ્ધતિઓ શોધવાની. આ શ્રમયજ્ઞ અવિરત ૪૦ વર્ષથી જાદવ પાયેંગે ચાલુ જ રાખ્યો છે. વચ્ચે થોડા વર્ષ સરકારે એ જ વિસ્તારમાં વનીકરણનું કામ હાથમાં લીધું. થોડા સમયમાં પડતું પણ મુક્યું. પણ જાદવ પાયેંગે તેનું કામ અટકાવ્યું નહીં. તેણે ૨૦૦૨માં ૩૯ વર્ષની વયે લગ્ન કર્યા. બાળકો થયા. પત્ની અને બાળકો પણ તેની સાથે જ કામમાં જોડાયા. બાળકોના શિક્ષણ માટે તેણે જોરહટ પાસે એક લાકડાનું ઘર બનાવ્યું. ત્યાંથી આવવા જવાના રોજના ૨૦ કિમીથી વધુ સાયકલ પર સમય જતો. સવારે ૩.૩૦ વાગ્યે બિયારણના કોથળા સાયકલ પર લઈ બ્રહ્મપુત્રા નદી હોડીમાં પાર કરી મજુલીના અરુણાસોપારી વિસ્તારના જંગલમાં આવી કામે લાગી જવાનું. પાછા ફરતા જંગલ પેદાશો કોથળામાં લઈ જવાની. તેણે પાળેલી ગાય, ભેંસ અને ભૂંડ દ્વારા આજીવિકા મળી રહેતી. જંગલમાં ઘણા મુલાકાતીઓ આવે તેમને પણ વૃક્ષોના અને જંગલના મહત્વ વિશે તેઓ પ્રેમથી સમજાવતા. વચ્ચે વચ્ચે ઘણી અડચણો પણ પડી. લોકોએ તેનું ઘર કાપી નાખ્યું. ધીરે ધીરે તેનું કામ બોલવા લાગ્યું. તે વિસ્તારમાં પુરના પાણી આવતા અટક્યા. તેણે વાવેલા કેળના ઝાડોને લીધે હાથીઓ ગામમાં આવતા અટક્યા. સરકાર પણ કાઝીરીંગા અભ્યારણમાંથી વર્ષના ચાર માસ હાથીઓને આ વિસ્તારના જંગલમાં મોકલવા લાગી. એક માણસના ૪૦ વર્ષના અથાગ પ્રયત્નોના લીધે અહીં ૧૩૦૦ એકર (૫૫૦ હેક્ટર) (પાંચ ચોરસ કિમી) જેટલી જમીન પર અસલ કુદરતી જંગલ બન્યું. ‘મોલાઈ કાથોની’ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં હવે હજારો વૃક્ષો છે. ૧૦૦ થી વધુ વન ઔષધિ છે. એક સમયની રેતાળ, ઉજ્જડ અને ઝાડપાન વિનાની જમીનમાં હવે ગીચ હરિયાળું જંગલ છે. અહીં ૧૦૦ જેટલા હાથી, પાંચ વાઘ, ઘણા ગેંડા, રીછ, બાયસન અને હરણો વસવાટ કરે છે. જાદવ પાયેંગની ૪૦ વર્ષની મહેનતે પાણી, માટી, છોડ, ઝાડ, પાંદડા, ફૂલ, ફળ, બીજ, પ્રાણી અને પક્ષીને એકબીજા સાથેની અદભુત સાંકળથી કુદરતી રીતે સાંકળી જંગલ કેવી રીતે બનાવી શકાય તે દુનિયાને સમજાવ્યું. ૨૦૧૫માં તેને પદ્મશ્રીનું સન્માન મળ્યું ત્યારે જાદવે કહ્યું, ‘જો મારી ધરતી જ ન રહેવાની હોય તો આ સન્માન કામનું નથી. પણ મારા દેશના ૧૨૫ કરોડ લોકો વૃક્ષ અને જંગલો જાળવવા પ્રત્યે જાગૃત થાય તે જ મારું ખરું સન્માન હશે.’ આસામના લોકોને એકલવીર પાયેંગે અદભુત ભેટ આપી.

(નવગુજરાત સમય – ૨૧/૦૬/૨૦૧૯ – સજંય ભાવે)

119.

૧૫/૦૬/૨૦૧૯

રાજસ્થાનના નાગોરમાં રહેતા અશરફખાન નામનાં યુવકે રમઝાનમાં રોઝા રાખ્યા હતા. તેણે સોશિયલ મીડિયામાં મેસેજ વાંચ્યો કે એક ગર્ભવતી હિન્દુ મહિલાને લોહીની સખત જરૂર છે. અશરફખાન તરત હોસ્પિટલમાં પહોંચી ગયા અને ડોક્ટરને પૂછ્યું કે સાંજે રોઝા છોડ્યા પછી રક્તદાન તે કરે તો ચાલશે? ડોકટરોએ કહ્યું, ‘સગર્ભાની સ્થિતિ ક્રિટીકલ છે તેને તાત્કાલિક લોહી ચઢાવવું પડે તેમ છે. સાંજ સુધી રાહ જોવાય તેમ નથી.’ આ સાંભળી અશરફખાને રોઝા તોડી બ્લડ ડોનેશન કર્યું. ગર્ભવતી મહિલાનો જીવ બચી ગયો. કહે છે ને કે ‘ધર્મપાલન સાથે માનવધર્મ પણ બજાવવામાં આવે તો સોનામાં સુગંધ ભળે.’

118.

૧૪/૦૬/૨૦૧૯

કોલંબિયાની એમ્બર ક્રીઝરે કોર્ટને અપીલ કરી કે પોતાના પાંચ બાળકોની હત્યા કરનારા પૂર્વ પતિને કોર્ટ માફી આપી દે. કોર્ટે ક્રીઝરને પૂછ્યું કે તે પોતાના પૂર્વ પતિ ટીમને કેમ સજા અપાવવા માંગતી નથી? ક્રીઝરે કહ્યું, ‘હું સારી રીતે જાણું છું કે ટીમ જોન્સે બાળકો સાથે જરાય માનવતા દાખવી નથી. હું મારા પૂર્વ પતિને તે એક સમયે મારા પતિ હતા એટલે માફી આપવા નથી માંગતી પણ મારા બાળકો તેમના પિતાને ખુબ પ્રેમ કરતા હતા. તેમના દિલમાં તેમના પિતા માટે ખુબ પ્રેમ હતો. ભલે પિતાએ તેમની સાથે ગમે તેવી વર્તણુક કરી પણ મારા બાળકો જે વ્યક્તિને પ્રેમ કરતા હતા તે વ્યક્તિને હું સજા અપાવવા નથી માંગતી ભલે તે ગમે તેવી હોય.’

(દિવ્યભાસ્કર – ૧૪/૦૬/૨૦૧૯)

117.

૦૧/૦૬/૨૦૧૯

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખોડા ગામના ખેડૂત ચૌધરી શિવાભાઈ રેવાભાઈને જાણ થઈ કે વઢિયાર પંથક બાજુ દુષ્કાળ અને પાણીના અભાવને કારણે ચાર માલધારીઓ પોતાની ૩૦૦ જેટલી ગાયો લઈને પોતાના વિસ્તારમાં ગાયોના ચારાની શોધમાં હિજરત કરીને આવેલ છે. ચાર-પાંચ દિવસથી ભૂખી ગાયોને યોગ્ય ચારો મળતો નથી આથી આ માલધારીઓ ખેતરે ખેતરે ભટકી રહ્યા છે તે જાણ શિવાભાઈને થઈ. તેમના ત્રણ વિઘા મોટા ખેતરમાં બાજરીનો મોલ તૈયાર હતો. તેમણે આ મોલ ગાયોના ઘાસચારા માટે અર્પણ કરી દીધો.લાંબા સમયે યોગ્ય ચારો મળતા ગાયો પણ તૃપ્ત થઈ. શિવાભાઈએ હજુ ત્રણ દિવસ ગાયોને ચરવાની રજા આપી. ધન્ય છે શિવાભાઈ જેવા ધરતીપુત્રને કે જેમણે મુંગા પશુની જરૂરિયાત સમજી યોગ્ય સમયે તેમને ભોજન આપ્યું.

દાનની અગત્યતા એ જ છે કે તમે કેટલું દાન કરો છો તે અગત્યનું નથી પણ ક્યા સમયે અને ક્યાં જરૂર હતી ત્યાં તરત મદદરૂપ થાવ છો તે છે.

116. 

૨૬/૦૫/૨૦૧૯ 

પિતાના શ્વાસને સમજનાર પુત્ર 

આપણા હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પિતાતુલ્ય ગણતા. નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા તે પછી તેમને એક દિવસ સમાચાર મળ્યા કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીનું સ્વાસ્થ્ય નરમ છે. તેઓએ પૂજ્ય સ્વામીજી સાથે વાત કરવા એક દિવસ વહેલી સવારે સારંગપુર ખાતે ફોન કર્યો. પૂજ્ય પ્રમુખ સ્વામીની સેવામાં તે વખતે સ્વામી બ્રહ્મવિહારીદાસ રહેતા. તેમને શ્રી નરેન્દ્રભાઈએ કહ્યું, ‘પૂજ્ય પ્રમુખ સ્વામીજી સાથે વાત થશે? ઘણા વખતથી સ્વામી બાપાનો અવાજ સાંભળ્યો નથી.’ બ્રહ્મવિહારીદાસજીએ જવાબ આપ્યો, ‘સ્વામીજી આરામમાં છે.’ ફરીથી ૧૧.૩૦ વાગ્યે ફોન આવ્યો, એ વખતે પણ સ્વામીજી આરામમાં જ હતા એટલે વાત થઈ ન શકી. વડાપ્રધાનના અત્યંત વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પણ શ્રી નરેન્દ્રભાઈએ ત્રીજી વખત સાંજે ૪.૩૦ વાગ્યે ફોન કર્યો. વચ્ચે જાગી પોતાનું રોજનું કામ પતાવી એ વખતે પણ સ્વામીજી આરામમાં જ હતા. હવે નરેન્દ્રભાઈએ તેમની લાક્ષણિક અદામાં બ્રહ્મવિહારીદાસજીને કહ્યું, ‘ભઈલા, તમે ફોન લઈને સ્વામીજીના મુખારવિંદ સુધી જાવ. તેમનો સ્વાચ્છોસ્વાસ મને સાંભળવા દો, અનુભવવા દો, તો જ મને શાંતિ થશે.’ આવો અપાર પ્રેમ મોદી સાહેબને પ્રમુખ સ્વામી મહારાજ માટે હતો. સત્પુરુષનું ચરિત્ર જુજ લોકો સમજી શકે પણ સ્વાચ્છોસ્વાસ સમજી શકે તે ભાવના માત્ર પુત્રને જ તેના પિતા માટે હોય.

(નવગુજરાત સમય : ૨૬/૦૫/૨૦૧૯ : સાધુ બ્રહ્મવિહારી દાસ)

115. ૦૨/૦૫/૨૦૧૯

ગમતું કાર્ય – કપરા સમયનો શ્રેષ્ઠ સાથી

‘હું સેટ પર જાણે ફસડાઈને પડ્યો હોઉં તેવું મારું સ્વાસ્થ્ય ઘણી વખત હોય છે. પણ જેવા ત્રણ શબ્દો લાઈટ, સાઉન્ડ અને એક્શન મારા કાને પડે છે ને જાણે ચેતના અને ઉર્જાનો ઝટકો શરીરના કણકણમાં ફરી વળે છે. જેવો શોટ ઓકે થાય છે તે સાથે ફરી કઈક તત્વ ઉડી ગયું હોય તેમ નરમ ઘેંસ જેવો હું થઈ જાઉં છું.’  અમિતાભ બચ્ચન.   સાર : તમને ગમતું કામ તમારા મન અને હ્રદયને ઉર્જા આપી ચેતનવંતુ બનાવશે. તમારા કપરા સમયનો શ્રેષ્ઠ સાથી તમને ગમતું કાર્ય જ છે.

(ભવેન કચ્છી – ગુજરાત સમાચાર – વિવિધા – ૧૧/૧૧/૧૯૧૫)

114 . ૨૫/૦૪/૨૦૧૯ :  સત્તા અને સંપર્કનો સચોટ ઉપયોગ

અમદાવાદના બોપલ સ્થિત ચિલ્ડ્રન હોમની  ‘અપનાઘર’માં એક રાજકીય આગેવાન મુલાકાતે આવ્યા. સંચાલકો દ્વારા તેમણે જાણ્યું કે ૧૩ માસ પહેલા એક વિકાસ દાસ નામનો સાત વર્ષનો બાળક આસામ બાજુથી વિખુટો પડી ગુજરાતમાં અહીં આવી પહોંચ્યો હતો. તરત જ રાજકીય આગેવાનને તે બાળકને મદદરૂપ થવાની ભાવના જાગી. તેમણે તરત જ આસામના નાણાપ્રધાન હેમંતા બીસ્વાસને ફોન કરી આસામના આ બાળકની વિગતો જણાવી. હેમંતા બિશ્વાસે સેલફોનપર જ તેના માતાપિતા વિશે અને તે ક્યાંનો રહેવાસી છે તે વિશે જાણવાનો પ્રયાસ કર્યો. પણ ૧૩ માસથી અહીના બાળકો સાથે રહેતો વિકાસ પોતાની માતૃભાષા ભૂલી ગયો હતો. અમદાવાદના રાજકીય આગેવાને પોતાના સેલફોનમાં વિકાસનો વિડીઓ શૂટ કરી આસામના નાણા પ્રધાનને મોકલી આપ્યો. હેમંતભાઈ બિશ્વાસે પણ તરત જ આ વિડીઓને પ્રચાર-પ્રસારના માધ્યમોમાં ફેરવતો કર્યો. સ્થાનિક ટીવી ન્યુઝ ચેનલ ‘ન્યુઝ લાઈવ’ પર પણ પ્રસારિત કર્યો. આશ્ચર્ય વચ્ચે વિકાસના માતાપિતા સુધી આ વિડીઓ પહોંચી ગયો. તેઓ ગુવાહાટીમાં ન્યુઝ ચેનલના કાર્યાલય પહોંચ્યા. વિડીઓમાં દેખાઈ રહેલો બાળક પોતાનો જ છે તે માટેના દસ્તાવેજી પુરાવા પણ તેમણે રજુ કર્યા. બુધવારે ૨૪ તારીખે બાળક અને માતાપિતાની લાઈવ વિડીઓ પર મુલાકાત થઈ. બન્ને એકબીજાને ઓળખી ગયા. વિકાસ આસામના કામરૂપ જિલ્લાના સમનાગોડીનો રહેવાસી છે તે જાણી શકાયું. ભારતના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના અશક્ય જણાતા મિલન-મુલાકાત માટે ધન્ય છે રાજકીય આગેવાનને. આનું નામ કહેવાય પોતાની સત્તા અને સંપર્કનો સાચો ઉપયોગ.

(નવગુજરાત સમય – ૨૫/૦૪/૨૦૧૯)

113. ૨૪/૦૪/૨૦૧૯

અમેરિકામાં નેશનલ લેવલની હેન્ડરાયટીંગ કોમ્પિટિશનમાં મેરીલેન્ડની ૧૦ વર્ષની સારા હેન્સ્લી વિજેતા બની. ૧૩/૦૬/૨૦૧૯ ના રોજ સારાને તેના સારા અક્ષર માટે નિકોલસ મેક્સીમ પુરસ્કાર, ટ્રોફી અને ૫૦૦ ડોલર ઇનામમાં મળશે. ખાસ વાત એ છે કે સારાને જન્મથી જ બન્ને હાથની હથેળી નથી. હાથની હથેળી ન ધરાવનાર વ્યક્તિ પણ નેશનલ લેવલે સારા અક્ષર માટે વિજેતા નીવડી શકે તો બન્ને હાથ ધરાવનાર વ્યક્તિ તો દુનિયાની કોઈ પણ વસ્તુ શ્રેષ્ઠ રીતે કરી  જ શકે. સારા આ કામ એટલા માટે કરી શકી કારણકે તેણે ક્યારેય એવું વિચાર્યું જ નથી કે તેને હથેળી નથી. હથેળી વિનાના બન્ને હાથ વચ્ચે પેન્સિલ દબાવીને તે શ્રેષ્ઠ રીતે ક્ર્સીવ રાયટીંગ પણ લખી શકે છે.

દિવ્યભાસ્કર – ૨૪/૦૪/૨૦૧૯

112. ૦૮/૦૩/૨૦૧૯

एक अती सुन्दर महिला ने विमान में प्रवेश किया और अपनी सीट की तलाश में नजरें घुमाईं। उसने देखा कि उसकी सीट एक ऐसे व्यक्ति के बगल में है। जिसके दोनों ही हाथ नहीं है। महिला को उस अपाहिज व्यक्ति के पास बैठने में झिझक हुई।
उस ‘सुंदर’ महिला ने एयरहोस्टेस से बोला “मै इस सीट पर सुविधापूर्वक यात्रा नहीं कर पाऊँगी। क्योंकि साथ की सीट पर जो व्यक्ति बैठा हुआ है उसके दोनों हाथ नहीं हैं।” उस सुन्दर महिला ने एयरहोस्टेस से सीट बदलने हेतु आग्रह किया।
असहज हुई एयरहोस्टेस ने पूछा, “मैम क्या मुझे कारण बता सकती है..?”
‘सुंदर’ महिला ने जवाब दिया “मैं ऐसे लोगों को पसंद नहीं करती। मैं ऐसे व्यक्ति के पास बैठकर यात्रा नहीं कर पाउंगी।”
दिखने में पढी लिखी और विनम्र प्रतीत होने वाली महिला की यह बात सुनकर एयरहोस्टेस अचंभित हो गई। महिला ने एक बार फिर एयरहोस्टेस से जोर देकर कहा कि “मैं उस सीट पर नहीं बैठ सकती। अतः मुझे कोई दूसरी सीट दे दी जाए।”
एयरहोस्टेस ने खाली सीट की तलाश में चारों ओर नजर घुमाई, पर कोई भी सीट खाली नहीं दिखी।
एयरहोस्टेस ने महिला से कहा कि “मैडम इस इकोनोमी क्लास में कोई सीट खाली नहीं है, किन्तु यात्रियों की सुविधा का ध्यान रखना हमारा दायित्व है। अतः मैं विमान के कप्तान से बात करती हूँ। कृपया तब तक थोडा धैर्य रखें।” ऐसा कहकर होस्टेस कप्तान से बात करने चली गई।
कुछ समय बाद लोटने के बाद उसने महिला को बताया, “मैडम! आपको जो असुविधा हुई, उसके लिए बहुत खेद है | इस पूरे विमान में, केवल एक सीट खाली है और वह प्रथम श्रेणी में है। मैंने हमारी टीम से बात की और हमने एक असाधारण निर्णय लिया। एक यात्री को इकोनॉमी क्लास से प्रथम श्रेणी में भेजने का कार्य हमारी कंपनी के इतिहास में पहली बार हो रहा है।”
‘सुंदर’ महिला अत्यंत प्रसन्न हो गई, किन्तु इसके पहले कि वह अपनी प्रतिक्रिया व्यक्त करती और एक शब्द भी बोल पाती… एयरहोस्टेस उस अपाहिज और दोनों हाथ विहीन व्यक्ति की ओर बढ़ गई और विनम्रता पूर्वक उनसे पूछा “सर, क्या आप प्रथम श्रेणी में जा सकेंगे..? क्योंकि हम नहीं चाहते कि आप एक अशिष्ट यात्री के साथ यात्रा कर के परेशान हों।
यह बात सुनकर सभी यात्रियों ने ताली बजाकर इस निर्णय का स्वागत किया। वह अति सुन्दर दिखने वाली महिला तो अब शर्म से नजरें ही नहीं उठा पा रही थी।
तब उस अपाहिज व्यक्ति ने खड़े होकर कहा, “मैं एक भूतपूर्व सैनिक हूँ। और मैंने एक ऑपरेशन के दौरान कश्मीर सीमा पर हुए बम विस्फोट में अपने दोनों हाथ खोये थे। सबसे पहले, जब मैंने इन देवी जी की चर्चा सुनी, तब मैं सोच रहा था। की मैंने भी किन लोगों की सुरक्षा के लिए अपनी जान जोखिम में डाली और अपने हाथ खोये..? लेकिन जब आप सभी की प्रतिक्रिया देखी तो अब अपने आप पर गर्व महसूस हो रहा है कि मैंने अपने देश और देशवासियों की खातिर अपने दोनों हाथ खोये।” और इतना कह कर, वह प्रथम श्रेणी में चले गए।
‘सुंदर’ महिला पूरी तरह से शर्मिंदा होकर सर झुकाए सीट पर बैठ गई।
अगर विचारों में उदारता नहीं है तो ऐसी सुंदरता का कोई मूल्य नहीं है।

(વોટ્સઅપના વાંચનમાંથી)

111. ૦૮/૦૩/૨૦૧૯

૧૯૪૭માં ભાગલા પહેલા પાકિસ્તાનના ગુજરાનવાલા પ્રાંતમાં ગડિયા કાલન ગામમાં અમીરસિંહ અને તેના પિતરાઈભાઈ દલબીરસિંહ સાથે રહેતા હતા. અમીરસિંહ ચાર વર્ષના હતા અને દલબીરસિંહ તે વખતે નવ વર્ષના હતા. અમીરસિંહ ને પગના અંગુઠામાં વાગ્યું હતું ત્યારે દલબીરસિંહે પાટો બાંધી આપ્યો હતો તેવું અમીરસિંહને યાદ હતું. અચાનક ભાગલાની જાહેરાત થઈ. ચોતરફ આગ અને હિંસાનું વાતાવરણ હતું. ભાગંભાગ થતી હતી. અમીરસિંહને નવા ઘર તરફ તેમની માતા લઈ ગઈ. દલબીરસિંહ તેમના મોસાળે હતા ત્યાંથી સીધા તેમને અન્ય જગ્યાએ લઈ જવામાં આવ્યા. દલબીરસિંહને યાદ હતું ચારેબાજુ રમખાણો વચ્ચે તેમણે એક ઉપર એક એમ ચાર પેન્ટ પહેર્યા હતા. અમીરસિંહ ઉત્તરપ્રદેશના ઉધમસિંહ પહોંચ્યા હતા અને ત્યાં ખેતી કરતા હતા. દલબીરસિંહ હરિયાણાના કરનાલમાં રહ્યા પછી સેનામાં જોડાયા. બન્નેને એકબીજા સાથેની મીઠી યાદો યાદ આવતી હતી. પણ એ જમાનો આજના જેવો કોમ્યુનિકેશનનો ન હતો. બંને વર્ષો સુધી એકબીજાની ક્યાં છે તે ખબર ન હોઈ શોધી ન શક્યા અને મળી ન શક્યા. ૨૦૧૪ માં દલબીરસિંહ પાકિસ્તાનના વિઝા મેળવી ગુજરાનવાલા ખાતે પોતાના જુના ઘરે ગયા. ત્યાં તેમને પોતાના કુટુંબ વિશે અમુક માહિતી અને દસ્તાવેજો મળ્યા. તેમની દલબીરસિંહને મળવાની ઈચ્છા ખુબ પ્રબળ થઈ. ભાગલા વખતે છુટા પડેલા લોકોને શોધી આપતી એક વેબસાઈટમાં તેમણે પોતાનો વિડીઓ ઈન્ટરવ્યું આપ્યો. આ ઈન્ટરવ્યુંએ ૭૨ વર્ષ પછી બંને ભાઈઓને ૦૫ માર્ચ ખાતે દિલ્હી ખાતે ભેગા કરી આપ્યા. બન્ને ખુબ જ ભાવુક થઈ ગયા હતા. ભારતમાં એક જ દેશમાં રહેતા હોવા છતાં આટલા વર્ષ પછી બન્નેને ભેગા કરી આપવાનું કામ શોશિયલ મીડિયા અને આધુનિક ટેકનોલોજીએ કર્યું.

(વર્તમાનપત્રોમાંથી)

110. ૦૮/૦૩/૨૦૧૯ સંતાનો માતાપિતા જે કરશે તે જ કરશે

‘ફરારી કી સવારી’ પિક્ચરનું એક દ્રશ્ય દરેક માતાપિતાએ યાદ રાખવા જેવું છે. નાયક ટ્રાફિક સિગ્નલનો ભંગ કરે છે. તે પોલીસ પાસે સામેથી દંડ ભરવા જાય છે ત્યારે પોલીસ તેને પૂછે છે કે તેને ગુણો કરતા કોઈ પોલીસે જોયો નથી કે ટોક્યો નથી તો સામેથી આવીને દંડ ભરવાની મુર્ખામી કેમ કરે છે? ત્યારે નાયકે ખુબ સુંદર જવાબ આપ્યો. ‘પોલીસે મને નથી જોયો પણ પાછળ બેઠેલા સંતાને મને જોયો છે ને.’

(ગુજરાત સમાચાર : હંસલ ભચેચ : ૦૬/૦૩/૨૦૧૯)

109. ૧૭/૦૨/૨૦૧૮

ડીસેમ્બર ૨૦૧૫ : ICC એ ૨૫ વર્ષીય શ્રીલંકન  ક્રિકેટર કુશલ પરેરા પર કામચલાઉ પ્રતિબંધ મુક્યો. તેના બ્લડ સેમ્પલમાં  એનાબોલિક સ્ટીરોઈડના અંશો મળી આવ્યા. એક આશાસ્પદ ક્રિકેટરની ઉભરતી કારકિર્દી સમેટાઈ જવાની શક્યતા હતી.

મેં ૨૦૧૬ : ICC એ તપાસ પૂરી કરી ચુકાદો આપ્યો કે કુશલ પરેરા નિર્દોષ છે. આ છ માસ આ ક્રિકેટર પર કેવી યાતના વીતી હશે? ધીરજ, સંયમ અને હાર ન માની લેવાના ગુણ આ સમયમાં તેનામાં આત્મસાત થયા હશે.

૧૬ ફેબ્રુઆરી ૧૯૧૯, સ્થળ ડર્બન (સાઉથ આફ્રિકા) : સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલ પ્રથમ ટેસ્ટનો પાંચમો દિવસ. સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને જીતવા માટે ૩૦૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ચોથા દિવસના અંતે શ્રીલંકન ટીમે ૩ વિકેટે ૮૩ રન બનાવ્યા હતા. છેલ્લા દિવસની શરૂઆતે શ્રીલંકન ક્રિકેટરો સાઉથ આફ્રિકાના એટેક સામે ખાસ ટકી શક્યા નહીં. તેમનો સ્કોર થયો ૨૨૬ રન ૯ વિકેટે. હજુ તેમને જીત માટે જરૂરી હતા ૭૮ રન. ચોથી ઇનિંગમાં આ ટાર્ગેટ પૂરો કરવો અસંભવિત હતું. પોતાના પરના પ્રતિબંધિત ડ્રગ્સના ખોટા આક્ષેપો સામે લડનાર કુશલ પરેરાએ હજુ હાર સ્વીકારી ન હતી. ૧૧ મો ખેલાડી ફરનાન્ડો જોડાયો ત્યારે કોમેન્ટેટર-વિવેચકો થોડા બોલમાં મેચ પૂરી થઈ જવાની હોય તે રીતે વાર્તાલાપ કરતા હતા. પરેરા ૮૬ રન સાથે બેટિંગમાં હતો. પછીની ૭૩ મિનિટમાં ટેસ્ટ ક્રિકેટમાં જવલ્લે જ બનતી ઘટના બની. છેલ્લી વિકેટની ભાગીદારીમાં કુશલ પરેરા અને ફર્નાન્ડોએ ૭૮ રન ચેઝ કરી લીધા. આ ૭૮ રનમાં પરેરા એ ૬૭ રન કર્યા. ફર્નાન્ડોએ ૬ રન કર્યા અને પાંચ રન એક્સ્ટ્રાના મળ્યા. કોઈ પણ વિકેટની ભાગીદારીમાં ૭૮ માંથી ૬૭ રનનું એટલે ૮૫ % જેટલા રનનું યોગદાન એક જ ક્રિકેટરનું હોય તેવું ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વાર બન્યું. ચોથી ઇનિંગમાં ૧૦ મી વિકેટમાં સફળ રન ચેઝમાં હાઈએસ્ટ ભાગીદારીનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો. ( આ અગાઉ આ રેકોર્ડ પાકિસ્તાનના ઈન્ઝમામ ઉલ હક અને મુસ્તાક અહેમદના નામે હતો. તેમણે ૧૯૯૪માં કરાંચીમાં ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી વિકેટમાં ૫૭ રન કરી ટીમને જીતાડી હતી) આ ટેસ્ટને ક્રિકેટ તજજ્ઞોએ ૨૧ મી સદીની સૌથી ઊંચા દરજ્જાની ટેસ્ટ ગણી. કુશલ પરોરા ૧૫૩ રને અણનમ રહ્યા. ટેસ્ટ ક્રિકેટમાં ૩૦૦ થી વધુ રનનો સફળ ચેઝ થયો હોય અને કોઈ એક બેટ્સમેનના ૫૦ % થી વધુ રન હોય તેવી માત્ર ત્રીજી ઘટના બની. સહન કરનાર અને ઝઝૂમીને હાર ન માનનાર વ્યક્તિને સમય આવ્યે ઈશ્વર ફળ જરૂર આપે છે.

108. ૧૧/૦૨/૨૦૧૯ : પોતાના આરાધ્ય દેવને અંજલી

મહેન્દ્રસિંહ ધોની સાત વર્ષના હતા ત્યારે સચિન તેન્ડુલકરે ક્રિકેટમાં પ્રવેશ મેળવ્યો હતો. તેઓ પોતાના પિતાને એમ કહીને સુઈ જતા કે તેન્દુલકર બેટિંગમાં આવે ત્યારે મને ઉઠાડજો. તેને રમતો જોઈ મગજના ખૂણે એક સ્વપ્નું સેવતા કે હું પણ ક્યારેક ભારતીય ક્રિકેટ ટીમનો એક ભાગ હોઉં. આજ ધોની જ્યારે ૨૭ વર્ષના હતા ત્યારે તેન્દુલકર તેમની કેપ્ટનશીપ હેઠળ રમતો હતો. સચિનની બેટિંગ જોઈને રમતા શીખવા ઉપરાંત ઘણી પ્રેરણા લીધી. ઇસ્ટઝોન અને વેસ્ટઝોનની એક મેચ દરમ્યાન બારમાં ખેલાડી તરીકે મેદાનમાં સચિનને પાણી આપવા જવાની તક મળી. તો ધોનીએ ઘણા દિવસ સુધી એ હાથ પણ ધોયો ન હતો. પોતાની કેપ્ટનશીપ હેઠળ વર્લ્ડકપ જીત્યા એ દિવસે એક અભૂતપૂર્વ ઘટના બની. સાથીઓ ધોનીએ ખભે બેસાડવા અને ઉચકવા દોડીની આવ્યા. ત્યારે ધોનીએ નમ્રતાથી સાથીઓને કહ્યું, ‘મને નહીં, સચિનને ઉચકો.’  ક્રિકેટના ઇતિહાસમાં આ વિરલ ઘટના બની કે કોઈ ચેમ્પિયન ટ્રોફી જીત્યા પછી કોઈ કેપ્ટને આવો ભોગ આપ્યો હોય. ટેલિવિઝન પર આખી દુનિયાની આંખો ધોનીને શોધતી હતી. પણ દર્શકોનું અભિવાદન તેન્દુલકર ઝીલતો હતો. પોતાના આરાધ્યદેવને કેવી અભૂતપૂર્વ અંજલી. દુર ઉભેલા ધોનીને હરભજનસિંહ ભેટવા આવ્યા ત્યારે તેની આંખો સહેજ ભીની દેખાઈ.

107. ૦૮/૦૧/૨૦૧૯ : પોતાના પરનો અતુટ વિશ્વાસ

૧૯૪૦ ની વાત છે. હંગેરિયન આર્મીમાં કારોલાય ટકાસ કરીને એક હિંમતવાન નિશાનબાજ હતો. કારોલાય ચાલુ વર્ષમાં થનારી ઓલમ્પિક ગેઈમ્સમાં શુટિંગમાં ભાગ લઈ સુંદર પ્રદશન કરવાની ઈચ્છા રાખતો હતો પણ કુદરત તેની પરીક્ષા લેવા ઈચ્છતી હતી. હંગેરી સૈનિકોની એક લશ્કરી કવાયત ચાલતી હતી ત્યારે તેના જમણા હાથમાં જ બોમ્બ ફૂટ્યો અને કારોલાયને પોતાનો જમણો હાથ ગુમાવ્યો. તે જમણા હાથનો જ નિશાનબાજ હતો. કહે છે ને કે ખરો લડવૈયો કદી શસ્ત્રો હેઠા મુકતો નથી. બદલાયેલી પરિસ્થિતિમાં પોતાની જાતને અનુકુળ કરી ફરી લડવા તૈયાર થઈ જાય છે. કારોલાયને ડાબા હાથે શુટિંગની પ્રેક્ટીસ શરૂ કરી. લોકો હસતા હતા. તે પણ ડાબા હાથે પિસ્તોલ સરખી રીતે પકડી શકતો ન હતો. ઈશ્વરે તેને થોડો સમય આપવાની મદદ કરી. બીજા વિશ્વયદ્ધને લીધે ૧૯૪૦ અને ૧૯૪૮ ની ઓલમ્પિક ન રમાઈ. સતત આંઠ વર્ષની મહેનતથી તેણે ડાબા હાથથી શુટિંગમાં નિપુણતા મેળવી લીધી. ૧૯૪૮ માં લંડન ઓલમ્પિકમાં શુટિંગમાં ગોલ્ડમેડલ સ્વીકારતી વખતે તેણે ખુબ નમ્રતાથી જવાબ આપ્યો. કુદરત મારી પાસે ડાબા હાથે જ શુટિંગ કરાવવા ઈચ્છતી હતી.

106. ૧૯/૧૧/૨૦૧૮ મંદિર

માવજી મોચીએ તેના દીકરા ચમનને મોચીના ધંધામાં વળગાડી દીધો હતો. તે તેના દીકરાને સમજાવતો હતો કે મોટાના અને નાના બાળકોના ચામડા અલગ રાખવા. ભાવતાલમાં મોટાઓને વ્યાજબી ભાવે અને નાના બાળકોમાં પડતરથી પણ ઓછી કિમત મળતી હોય તો પણ ગ્રાહક જવા ના દેવો. ચમનને આ સમજાતું ન હતું કે મોટાના અને નાના બાળકોના ભાવમાં પક્ષપાત કેમ?એક દિવસ તેણે તેના પિતાને આવું કરવાનું કારણ પૂછ્યું. ચમન મોચીએ દીકરાને સમજાવ્યું કે બાળકો તો પ્રભુના પયગંબર છે. તેમના પગ ખુબ કોમળ હોય. ક્યાંક જોડો તેમને ડંખે અને તેમને ઘા પડે તો બાળકોને પીડા થાય. અને બાળકને થતી પીડા ભગવાનને પીડા આપવા બરાબર. આથી તેમના માટે અલગ નરમ ચામડું જ જોઈએ. મોટેરાઓ સાથે આપણે જે કરીએ તે વ્યવહાર છે પણ નાના બાળકો સાથે આપણે કરીએ તે વ્યવહાર સાથે પરમાર્થ છે. આ દુકાન નથી પણ આપણું મંદિર છે. બાળકોની સેવા તે ભગવાનની સેવા બરાબર છે.

105. 08/11/2018

અમદાવાદમાં હોલિવુડની એક ફિલ્મના શુટિંગ માટે હોલિવુડ અભિનેતા ક્રીસ હેમ્સવર્થ આવેલા છે. અમદાવાદના કાળીગામ પાસે તેમની ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું હતું. ફ્રી ટાઈમ હતો. લોકો તેમની બહાર આવવાની રાહ જોતા હતા. બધાને નવાઈ લાગતી હતી કે ફ્રી ટાઈમમાં પણ ક્રીસ શું કરતા હશે? બહાર આવતા જ ચાહકો તેમને ઘેરી વળ્યા. તેમણે કહ્યું, ‘હું જાગ્રત અવસ્થામાં દર કલાકે ૨૦ પુશ અપ અને ૨૦ સ્ક્વાટ કરું છું.’ હેમ્સવર્થની ગણતરી હોલિવુડના ટોપ – ૧૦ હેન્ડસમ મેન્સમાં થાય છે. લોકો તેની કસાયેલી બોડીથી આકર્ષિત થયેલા હોય છે. યુવાનોએ હવે તેમની ફિટનેસ અને કસાયેલી બોડીનું રહસ્ય સમજાયું. આ નાની વાત કેટલું બધું શીખવી જાય છે. જાગૃત અવસ્થાના તેમના રોજના ૧૫ કલાક ગણો તો દર કલાક પ્રમાણે ૩૦૦ પુશ અપ અને ૩૦૦ સ્ક્વાટ રોજ તેઓ કરે છે. એમનેમ હોલિવુડના ટોપ – ૧૦ હેન્ડસમ અને ફીટ હીરોમાં ગણતરી થતી નથી. શરીર ફીટ રાખવા માટે સમય નથી મળતો તેવું બહાનું કાઢતા લોકોએ ક્રીસની ફિટનેસ માટેની સમર્પિતતાને સમજવી જોઈએ. આજના યુવાનો દર કલાકે ૧૫ મિનિટ પોતાનો મોબાઈલ જોતા હશે પણ ૬ મિનિટ કાઢી ૨૦ પુશઅપ અને ૨૦ સ્ક્વાટ કરતા નથી. દર કલાકે શક્ય ના હોય તો દિવસનો અડધો કલાક અથવા ત્રણથી ચાર વખત તો એટલો સમય મળે જ.

104. મારી ઈચ્છા કરતા હરી ઈચ્છા વધુ સારી

એક સ્ત્રી પોતાના નાના બાળકને લઈને કરિયાણાની દુકાને ખરીદી કરવા ગઈ. જ્યારે સ્ત્રી ખરીદી કરી રહી હતી ત્યારે બાળક નિર્દોષપણે હસી રહ્યો હતો. વેપારીને બાળકનું હાસ્ય જોઇને ખુબ સારું લાગ્યું. વેપારીએ બાળકને પોતાની પાસે બોલાવ્યો અને ચોકલેટની બરણી તેની સામે ધરી અને કહ્યું, ‘બેટા આમાંથી તારે જોઈએ તેટલી ચોકલેટ લઈ લે.’ બાળકે નાં પાડી. વેપારી તો પણ આગ્રહ કરતો રહ્યો અને છોકરો નાં પાડતો રહ્યો. થોડી વાર પછી વેપારીએ પોતે બરણીમાં હાથ નાખી એક મુઠ્ઠી ચોકલેટ લઈ બાળકને બે હાથ ધરવા કહ્યું. આ વખતે બાળકે બે હાથ ભેગા કર્યા અને વેપારીએ આપેલ ચોકલેટ લઈ લીધી. પાછા ઘર તરફ જતા બાળકને તેની માતાએ આશ્ચર્યથી પૂછ્યું, ‘તને કીધું તો તે નાં લીધી અને વેપારીએ આપી તો તે ચોકલેટ લઈ લીધી. તે કેમ આવું કર્યું?’ બાળકે જવાબ આપ્યો, ‘મારી મુઠ્ઠી નાની છે. જો હું લેત તો ઓછી ચોકલેટ આવત. અંકલની મુઠ્ઠી મોટી હોય. તેમણે ચોકલેટ આપી આથી મને વધારે મળી.’ જીવનમાં પણ આપણી મુઠ્ઠી નાની જ હોય છે. જો આપણે લેવા જઈશું તો આપણી નાની મુઠ્ઠી ભરાય તેટલી જ વસ્તુ મળશે. અને જો આપણે ઈશ્વર પર છોડી દઈશું તો તે આપણો ખોબો ભરાય તેટલી વસ્તુઓ આપશે. અધીરો છે ઈશ્વર ઘણું બધું આપવા માટે. તું ચમચી લઈને ઉભો છું દરિયો માંગવા માટે. અનિલ ચાવડા.

103. મુક સેવા

ઓગસ્ટ ૨૦૧૮માં કેરળમાં આવેલા પુરને કારણે ઠેરઠેર જાનહાની થઈ. અનેક વિસ્તારો પુરના પાણીમાં ડૂબી ગયા. ઠેરઠેર રાહતકાર્યો શરૂ થયા હતા. કેરળના એર્નાકુલમમાં રાહતકાર્યોમાં ઘણા લોકો સેવા આપતા હતા. તેમાં એક નવયુવાન પણ સાયલન્ટ વર્કર તરીકે જોડાયો હતો. બધા કોમનમેનની જેમજ આ નવયુવાન રાહત સામગ્રીને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડતો હતો. આમ તો આ યુવાનનો પરિચય કોઈને નાં મળ્યો હોત. પણ એક દિવસ અર્નાકુલમના કલેકટર આવ્યા હતા તેમની નજર આ યુવાન પર પડી. તેમણે આ યુવાનને તરત ઓળખી લીધા. આ યુવાન દાદરા-નગર-હવેલીના કલેકટર કાનન ગોપીનાથન (IAS) હતા. જેઓએ રજા મૂકી વતનમાં મદદ માટે દોડી આવ્યા હતા. જેમની મુક સેવાએ લોકોને દંગ કરી મુક્યા. સાચા દિલથી કામ કરનારાઓ હંમેશા લોકોને દેખાડવાનું પસંદ કરતા નથી.

(વર્તમાન પત્રો અને ઈન્ટરનેટમાંથી)

102 . પિતાને મળવાની શરમ શેની?

થાઈલેન્ડમાં ૦૫/૦૯/૨૦૧૮ ના રોજ જામ રાયોંગ સ્કુલના વિધાર્થીઓને જેલની ટ્રીપ પર લઈ જવાય હતા. શાળાનો હેતુ વિધાર્થીઓ ન્યાયના કામની પદ્ધતિ અને નૈતિકતાના પાઠ શીખે તે હતો. ૧૦ થી ૧૨ ધોરણના વિધાર્થીઓ જેલમાં દાખલ થયા. તેઓની નજર ત્યાં ઉભેલા કેદીઓ પર પડી. ૧૦ માં ધોરણનો એક વિધાર્થી ખૂણામાં ઉભો ઉભો રડતો હતો. તેને રડવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું, ‘ આ કેદીઓમાં મારા પિતા પણ છે.’ તેને અત્યાર સુધી તેના પરિવાર દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે તારા પિતા લાપત્તા છે. પિતા પણ તેના પુત્રને તરત ઓળખી ગયા પણ અન્ય વિધાર્થીઓ વચ્ચે તેમણે પુત્રને મળવાનું ટાળ્યું. તેઓ પોતાના પુત્રને પછીથી લોકો એક ગુનેગારના પુત્ર તરીકે ઓળખે તેમ થવા દેવા માંગતા ન હતા. પુત્રની તેના પિતાને મળવાની તીવ્ર ઈચ્છા જોઈ શાળાના સંચાલકોએ જેલતંત્ર પાસે પિતા-પુત્રને મળવા દેવાની મંજુરી લીધી. બંને ગળે મળ્યા. ખુબ ભાવુક થઈ ગયા. પુત્રએ કહ્યું, ‘મને તમને મળવાની જરાય શ્રમ નથી.’ પિતાએ પુત્રની ભાવના જોઈ કહ્યુ, ‘જેલની બહાર નીકળી પોતે હંમેશ માટે સારામાનવી બની રહેશે.’

101. ૦૨/૦૯/૨૦૧૮ આઝાદી

વેરથી વેર ક્યારેય શમતું નથી. જૂની વાતો, જુના દુખો, જુના ઝગડાને સાથે રાખીને આગળ વધી ન શકાય. આ બધી વસ્તુનો ભાર જ એટલો બધો હોય છે કે તેને છોડો તો જ આગળ વધી શકાય. સફળ માણસોમાં જૂની વાતો ભૂલવાનો એક વિશેષ ગુણ હોય છે. આપણા પોતાના હ્રદયમાં કોઈના પ્રત્યે રહેલા વૈમનસ્ય, વેર, દ્વેષ કે ધિક્કાર અસલમાં બેડી રૂપે આપણને ખુદને બાંધે છે. ગુલામ બનાવે છે. આઝાદીના જંગમાં શરૂઆતમાં નેલ્સન મંડેલાએ ઉગ્ર અને હિંસક માર્ગ અપનાવ્યો હતો. પરંતુ જેલવાસ દરમ્યાન તેમને સમજાયું કે હિંસા – પ્રતિહિંસા, વેર – પ્રતિવેર, ધિક્કાર – પ્રતિધિક્કારની શૃંખલાને આગળ ધપાવવાનો કોઈ મતલબ નથી. આ શૃંખલાનો અંત જ સાચી આઝાદી છે.

તેઓ ૨૭ વર્ષ જેલવાસમાં રહી જ્યારે છુટ્યા ત્યારે તેમણે કહ્યું, ‘હું જેલમાંથી બહાર નીકળી રહ્યો હતો. દરવાજાની બહાર આઝાદી હતી. હું દરવાજે પહોંચ્યો ત્યારે મને બરાબર ખબર હતી કે જો હું મારી અંદરના ધિક્કાર અને કડવાશને મારી પાછળ જેલમાં છોડીને નહીં જાઉં તો દરવાજાની બહાર નીકળ્યા પછી પણ હું કેદી જ રહીશ.‘ કેટલી અદભુત સમજવા જેવી, યાદ રાખવા જેવી, પચાવવા જેવી અને હૈયે હંમેશા કોતરી રાખવા જેવી વાત.

(દિપક સોલિયા – સંદેશ – ૦૨/૦૯/૨૦૧૮)

100. ૦૧/૦૯/૨૦૧૮

જોડે ઘરડા થઈએ

એક પ્રેમી કપલની વાત છે. બંને દરિયા કિનારે ફરવા ગયાં હતાં. નાળિયેરીની નીચે બાંકડા પર બેઠાં હતાં ત્યારે તેણે નદીની રેત પર ધબકતું એક દૃશ્ય જોયું. એક વૃદ્ધ કપલ એકબીજાનોહાથ પકડી ચાલતાં હતાં. બંનેના પગ ખુલ્લા હતા. ભીની રેતીનો અહેસાસ બંને માણતાં હતાં. જોકે નક્કી કરી શકાય એવું ન હતું કે બંનેના ચહેરા પર જે કુમાશ હતી અને દિલમાં જે ટાઢક હતી એ ભીની રેતી પર પડતાં ખુલ્લા પગથી હતી કે પછી એકબીજાના પકડાયેલા હાથની ઉષ્માથી. પ્રેમિકા ઊભી થઇ અને એ વૃદ્ધ કપલ પાસે ગઇ. પ્રેમી પણ તેની પાછળ ગયો. પ્રેમિકાએ એ બંનેને પૂછ્યું, અંકલ, પ્રેમ એટલે શું? અંકલે કહ્યું, પ્રેમ એટલે સાથે બુઢ્ઢા થવાની મજા. પત્નીનો હાથ ઊંચો કરીને કહ્યું કે આ કરચલીવાળો હાથ છે એની દરેક સળ મેં જીવી છે. અમારી ઊંડી ઊતરી ગયેલી આંખોમાં અમે એકબીજાને સંઘરી અને સાચવી રાખ્યાં છે.

અરે મેં તો એને પ્રપોઝ જ એવી રીતે કર્યું હતું કે, મારે તારી સાથે બુઢ્ઢા થવું છે. તને મારી સાથે ઘરડું થવું ગમશે? એણે હા પાડી અને જિંદગીની સુંદર સફર શરૂ થઇ. હા, એ સમયે શરીરની ચામડી તંગ હતી. ચહેરા પર કુમાશ હતી. આ દરિયાની રેતી પર અમે દોડતાં હતાં. સ્વિમિંગ કરતાં હતાં. ધીમે ધીમે મોટાં થતાં ગયાં. દોડવાનું બંધ થયું. પછી ચાલતાં હતાં અને અત્યારે સાવ ધીમાં ધીમાં ડગલાં ભરીએ છીએ. ઘણું બદલ્યું છે પણ એક ચીજ ક્યારેય નથી બદલાઇ. એ છે આ હાથ. એ છે આ સાથ. એ છે આ સંગાથ અને એ છે એકબીજાનું અતૂટ સાંનિધ્ય. તમે અમને બંનેને રેતી પર ચાલતાં જોયાં એમ અમે પણ તમને બંનેને એ બાંકડા પર બેઠેલાં જોયાં હતાં. તારી આન્ટીએ કહ્યું કે, જો આપણા ભૂતકાળનું જીવતું-જાગતું દૃશ્ય સામે ધબકે છે.

અમે એ જ બાંકડા પર બેસતાં. ઉંમર પણ કદાચ તમારા જેવડી જ હતી. તમને બંનેને એક જ વાત કરવાનું મન થાય છે કે, એકબીજા સાથે બુઢ્ઢા થવાની એક એક પળ માણજો. ઉંમરને અને પ્રેમને કોઇ સંબંધ નથી, હા એટલું છે કે પ્રેમ કરતાં રહેશો ત્યાં સુધી જીવંત હશો. ક્યારેક ઝઘડા પણ થશે, વિરહ પણ આવશે, પણ એનાથી પ્રેમ કરવાનું ઓછું નહીં કરતાં. વૃદ્ધ કપલ આગળ ચાલતું થયું પછી ભીની આંખે છોકરીએ છોકરાને કહ્યું, મારી સાથે વૃદ્ધ થઇશ? મારી સાથે શરીરમાં પડતી કરચલી માણી શકીશ? આંખ ઊંડી ઊતરે એમ પ્રેમ અગાધ બનાવીશ? આ હાથની રેખાઓમાં તારા હાથની રેખા મેળવી દઇશ? છોકરાએ એક શબ્દ બોલ્યા વિના પ્રેમિકાના હાથ હાથમાં લઇને પોતાના ચહેરા ઉપર મુકી દીધા. દરેક વખતે સંમતિ શબ્દોથી જ મળતી હોતી નથી..

(વોટ્સ અપના વાંચનમાંથી)

99. ૩૧/૦૮/૨૦૧૮

સ્કુલ બાળકના ઘરે પહોંચી

મહારાષ્ટ્રના સાંગલી વિસ્તારના સરસ્વતીનગરમાં રહેતી ૭ વર્ષની શ્રીનિધિને હ્રદયની સર્જરી કરાવી હતી. ડોકટરે તેને ઘરે આરામ કરવા અને સ્કુલે ન જવા સલાહ આપી હતી. ઘરે રહીને નિધિને શાળા અને પોતાના મિત્રો યાદ આવતા હતા અને એકલપણું લાગતું હતું. તે વાંરવાર સ્કુલે જવાની જીદ કરતી હતી. સ્કુલ મેનેજમેન્ટને આ વાતની જાણ થઈ. તેમણે શ્રીનિધિના આખા ક્લાસને તેના ઘરે લઈ જઈ ત્રણ દિવસ સુધી ક્લાસનું કામ તેના ઘરેથી જ ચલાવ્યું. શ્રીનિધિ તેના મિત્રોને મળી શકી અને તેનો જુસ્સો વધ્યો. ધન્ય છે શાળાને જે માત્ર વિધાર્થીના માત્ર શિક્ષણ પ્રત્યે નહીં પણ તેની તકલીફમાં તેને હુંફ મળી રહે તે વસ્તુનો પણ વિચાર કરતી હોય.

(દિવ્યભાસ્કર – ૩૧/૦૮/૨૦૧૮)

98. ૩૦/૦૮/૨૦૧૮

તમારા શબ્દો બદલી નાખો તમારી દુનિયા બદલાઈ જશે

એક આંધળો માણસ એક મોલની બહાર ભીખ માંગવા બેઠો હતો. તેણે તેની પાસે એક બોર્ડ લખેલું મુક્યું હતું. તેમાં લખ્યું હતું, “મને મદદ કરો, હું અંધ છું.’ આ વાંચીને ઘણાને તેના પ્રત્યે અનુકંપા જાગતી અને તેની પાસે રૂપીઓ-બે રૂપિયા નાખતા. ઘણા લોકોનું ધ્યાન તેના તરફ પડતું પણ મગજમાં દયાભાવથી વિશેષ કશું થતું નહીં. ત્યાંથી પસાર થતા એક બહેનની દ્રષ્ટી આ બોર્ડ પર પડી. તેમણે બોર્ડના લખાણમાં થોડો ફેરફાર કર્યો. તેઓ બોર્ડના લખાણમાં ફેરફાર કરી રહ્યા હતા ત્યારે અંધ માણસે તેમના ચરણસ્પર્શ કર્યા. પછી તે બોર્ડ ત્યાં જ મૂકી તેઓ આગળ ગયા. તેમના લખાણમાં કરેલા ફેરફારે ચમત્કાર સર્જયો. ત્યાંથી પસાર થતી દરેક વ્યક્તિ આ બોર્ડ વાંચતી. થોડું ખુશ થતી અને ઉદાર હાથે કશું મુકીને આગળ વધતી. જોતજોતામાં અંધ વ્યક્તિનો ડબ્બો ભરાઈ ગયો. તેને પણ આશ્ચર્ય થયું કે બોર્ડ પર શું લખ્યું હશે. પણ તે વાંચવા અસમર્થ હતો.

થોડા કલાકો પછી બોર્ડમાં ફેરફાર કરનાર બહેન પાછા ફર્યા અને અંધ વ્યક્તિ પાસે ઉભા રહ્યા. અંધ વ્યક્તિએ ફરી તેમના ચરણસ્પર્શ કર્યા અને તે એ બહેનને ઓળખી ગયો. તેણે આંખમાં આંસુ સાથે તે બહેનને પૂછ્યું, ‘તમે એવું તે શું લખ્યું કે એક કલાકમાં જ મારો આ ડબ્બો ભરાઈ ગયો? બહેને કહ્યું, મેં તમે લખેલા બોર્ડને ઊંધું કરીને લખ્યું હતું, ‘આજનો દિવસ ખુબ સારો છે દુનિયા ઘણી સુંદર છે પણ હું તે જોઈ શકતો નથી.’

ખરેખર આપણા વ્યવહાર, વર્તન અને વાણીના શબ્દો આપણી દુનિયા બદલી નાખે છે. આપણા માટેની એક અલગ જ પ્રતિમા લોકોના મગજમાં જડાઈ જાય છે.

(વોટ્સ અપ પરના વિડીઓના સંદેશામાંથી)

97. ૨૯/૦૮/૨૦૧૮

ચામડીનો કલર

એક ઝૂ માં એક કાગડો હમેશા એક હંસ ને જોઇને દુખી થાય કે મારો કલર કાળો અને હંસ નો સફેદ. તેણે હંસને પોતાના દુઃખની વાત કરી. હંસે કહ્યું કે પોપટ કેટલો નસીબદાર છે મને તો એક જ કલર છે પોપટ ને તો લીલું શરીર અને લાલ ચાંચ એમ બે કલર છે. કાગડો પોપટને મળ્યો. પોપટ કહે કે મોર કેટલો નસીબદાર છે મારે તો બે જ કલર છે મોર ને તો કેટલા બધા કલર છે. કાગડો મોર ને મળ્યો તો મોર ખુબ દુખી હતો. કાગડાને કહે કે આખા ઝૂ માં ફક્ત તું જ નસીબદાર છે કે ભગવાને તને એક જ કલર આપ્યો છે આથી તું મુક્ત રહી જ્યાં ઈચ્છા થાય ત્યાં ઉડી શકે છે ફરી શકે છે. મને ભગવાને આટલા બધા કલર આપી અન્યાય કર્યો છે. લોકો અને આ ઝૂ વાળા મને મુક્ત જ રાખતા નથી. મને જોવા આવે. હું કળા કરી તેમને મારા કલર બતાવું તેવી હમેશા અપેક્ષા રાખે. હું મુક્ત જ રહી નથી શકતો. ખરેખર કાગડા તારી જિંદગી જોઇને મને તારી ઈર્ષા થાય છે.

આવું જ આપણી જિંદગીમાં છે. આપણને હમેશા એવું જ થાય કે આ વ્યક્તિ કેટલો ખુશ છે. ભગવાને તેને દુખ આપ્યું જ નથી હું કેટલો દુખી છું. પણ આપણને ખુશ લાગતી વ્યક્તિ હકીકતમાં તેની કોઈ તકલીફથી પણ પીડાતી જ હોય છે. સુખ અને આનંદમાં રહેવાનું તો આપણને જે મળ્યું છે તેમાંથી જ શોધીને આપણે રહેવાનું છે અને આગળ વધવાનું છે.

(વોટ્સ અપના વાંચનમાંથી)

96. ૨૮/૦૮/૨૦૧૮

સહિયારું સ્વપ્ન

બે વ્યક્તિનું સપનું જ્યારે એક હોય ત્યારે એ સાકાર થવાના ચાન્સીસ સેંકડો ગણા વધી જાય છે… એક પતિ-પત્ની હતાં. પતિ સાયન્ટિસ્ટ હતો અને પત્ની હાઉસવાઈફ હતી. આ કપલે ઘર ખરીદ્યું. ગામની બહાર ઘર બનાવવાની મકસદ એક જ હતી કે વૈજ્ઞાનિક પતિ ઘરના એક રૂમમાં લેબોરેટરી બનાવી તેને જે શોધ કરવી હતી એ કરી શકે. ઘરમાં રહેવા ગયાં ત્યારે પતિએ કહ્યું કે આ ઘરમાં મારું એક સપનું છે. મારી શોધ પૂરી થાય એ દિવસે આપણે બંને ઘરના બગીચામાં બેસી મારી શોધનું સેલિબ્રેશન કરીએ. આપણે બે જ હોઈએ અને સુંદર ફૂલો હોય. નવા ઘરમાં બગીચાનું તો અસ્તિત્વ જ ન હતું. ખુલ્લી જમીન જ હતી. પતિ-પત્ની નવા ઘરમાં રહેવા લાગ્યાં. પતિ ધૂની હતો. એ તો એક વાર લેબોરેટરીમાં ઘૂસ્યો એટલે ઘૂસ્યો. રાત-દિવસ એની શોધમાં જ મશગૂલ રહે. લેબોરેટરીની બહાર જ ન નીકળે. રોજ નવા નવા પ્રયોગો કરે પણ સફળતા ન મળે.

આમ ને આમ એક વર્ષ થઈ ગયું. એક દિવસ અચાનક જ એની શોધ પૂરી થઈ ગઈ. એનો પ્રયોગ સફળ થયો. એની ખુશીનો પાર ન હતો. એ નાચવા લાગ્યો. લેબોરેટરીની બહાર નીકળી એણે પત્નીને તેડી લીધી. એક વર્ષ પછી એ ઘરની બહાર નીકળતો હતો. ઘરની બહાર નીકળ્યો તો આંગણામાં સુંદર બગીચો લહેરાતો હતો. રંગબેરંગી ફૂલો ઊગેલાં હતાં. ચાંદનીના પ્રકાશમાં બગીચો સ્વર્ગ જેવો લાગતો હતો. પતિએ આશ્ચર્ય સાથે કહ્યું કે આટલો સુંદર બગીચો! પત્નીએ કહ્યું કે તારું સપનું હતું ને કે તને તારી શોધમાં સફળતા મળે ત્યારે બગીચામાં બેસીને એનું સેલિબ્રેશન કરીશું. જો બગીચો તૈયાર છે. તું દરરોજ તારી શોધમાં વ્યસ્ત હતો ત્યારે હું તારી માટે બગીચો બનાવતી હતી. તારી શોધ પૂરી થાત અને બગીચો ન હોત તો તારું સપનું અધૂરું રહી જાતને? પતિએ કહ્યું કે શોધ ભલે મેં કરી હોય પણ સપનું તેં સિદ્ધ કર્યું છે. બે વ્યક્તિનું સપનું એક હોય તો જ સપનું સાર્થક થાય છે. મારી શોધ તને અર્પણ કરું છું, તું મને આ બગીચો અર્પણ કરી દે. જો આપણાં સપનાં કેવાં ખીલી અને મહેકી રહ્યાં છે.

માત્ર એકનું જ સપનું સાકાર થશે તો કદાચ સફળતા મળી જશે પણ સુખ નહીં મળે. સાચું સુખ તો સહિયારા સપનામાં જ છે.!!!!

(વોટસ અપના વાંચનમાંથી)

95. ૨૭/૦૮/૨૦૧૮

ના પણ વિવેકપૂર્ણ કહો

ભગવાન બુદ્ધના સમયની વાત છે. તે ચાતુર્માસ કરતા હતા અને રોજ ઘરે ઘરે ભિક્ષા માંગવા જતા હતા. એક બ્રાહ્મણને તેમના પ્રત્યે બહુ ચીડ હતી. તેની કર્મકાંડની આવક ઘટતી જતી હતી. તેણે તેની પત્નીને કહ્યું હતું કે બુદ્ધ ઘરે આવે તો તેને ભિક્ષામાં કશુજ આપવું નહીં. બીજા દિવસે બુદ્ધ બ્રાહ્મણના ઘરે આવી ઉભા રહ્યા. બ્રાહ્મણની પત્નીએ એમને વંદન કર્યા અને વિવેકપૂર્ણ કહ્યું, ‘આપને આપવા માટે આજે મારી પાસે ઘરમાં કશું જ નથી.’ બુદ્ધ શાંતિપૂર્વક ચાલ્યા ગયા. આવું ત્રણ દિવસ ચાલ્યું. ચોથે દિવસે પણ બુદ્ધ એ બ્રાહ્મણના ઘરે ભિક્ષા લેવા આવ્યા ત્યારે બ્રાહ્મણ પોતે ક્રોધમાં રાતાપીળા થતા ઘરની બહાર આવ્યા અને બુદ્ધને કહ્યું, ‘ત્રણ ત્રણ દિવસથી મારી પત્ની તમને ના પાડે છે તો પણ તમે મારા ઘરે શા માટે આવો છો?

તમને ના નો અર્થ સમજાતો નથી? તમને શરમ નથી?’ ભગવાન બુદ્ધે ખુબ જ શાંતિપૂર્વક જવાબ આપ્યો, ‘હે બ્રાહ્મણ, તારી પત્ની જે નમ્રતાથી, જે વિવેકથી, અને જે આભિજાત્ય સાથે મને ‘ના’ કહેતી હતી તે ‘ના’ સાંભળવા માટે હું રોજને રોજ ફરીથી આવતો હતો.’ ભગવાન બુદ્ધને તો બ્રાહ્મણપત્નીની માધુર્યથી ભરેલી ‘ના’ માં પણ ભિક્ષા મળી જતી હતી.

(વોટ્સઅપના વાંચનમાંથી)

94. ૨૬/૦૮/૨૦૧૮

ડ્રગ ટ્રાયલ

ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં રહેતા ૬૦ વર્ષના બોબ કેરી નામની એક વ્યક્તિને ફેફસાના કેન્સરનું નિદાન થયું હતું. માન્ચેસ્ટરના કેન્સર નિષ્ણાતોએ બોબ કેરીને રેડિયોથેરાપી અને કીમોથેરાપીની સારવાર આપી. આ સારવાર નિષ્ફળ નીવડી આથી ડોક્ટરોએ બોબ કેરીને કહી દીધું કે હવે આગળ કોઈ સારવાર નથી. અને આ તકલીફ સાથે આ તબક્કે પહોચેલ વ્યક્તિ ૧૮ થી ૨૦ માસ જેટલો સમય જ જીવિત રહી શકે છે. બોબ કેરીને પોતાનું શેષ જીવન અન્યને ઉપયોગી થાય તે રીતે પસાર કરવા વિચાર્યું. તેમણે ક્રિસ્ટી એન.એચ.એસ ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો. આ સંસ્થામાં કેન્સરની દવાના ટ્રાયલ (પરીક્ષણો) ઉપર રહેલી વ્યક્તિઓ રહેતી હતી. બોબ કેરી પણ આ સંસ્થામાં કેન્સર માટેની ડ્રગ ટ્રાયલ ઉપર રહ્યા.

કહે છે ને જ્યારે તમે સમાજને કઈક આપવાની ભાવના સાથે કોઈ પણ કામ કરો તો તમારી ચિંતા ઈશ્વર કરે જ છે. ડો. કેરીને ટ્રાયલ માટે આપવામાં આવેલી દવાઓને કારણે તેમનું કેન્સર સંપૂર્ણ મટી ગયું. તેઓ હવે સામાન્ય માણસની જેમ ગૌરવભરી જિંદગી જીવી રહ્યા છે.

(માહિતી સ્ત્રોત : વર્તમાનપત્રો અને ઈન્ટરનેટ)

93. ૨૫/૦૮/૨૦૧૮

આજીવન શિક્ષક

અબ્દુલ કલામને કોઈએ પૂછ્યું હતું કે મૃત્યુ બાદ કઈ રીતે ઓળખાવાનું પસંદ કરશો? ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ તરીકે, ભારતરત્ન તરીકે, મહાન વૈજ્ઞાનિક તરીકે, ૨૦૨૦ના વીસનરી, કે બેસ્ટ સેલર પુસ્તકના લેખક તરીકે …? તેમનો જવાબ હતો, ‘એક શિક્ષક તરીકે.’ જીવનપર્યંત તેઓ શિક્ષક બનીએ રહ્યા. સીધાંતોમાં મહાત્મા ગાંધી જેવા, વિચારોમાં સ્વામી વિવેકાનંદ જેવા અને કુતુહુલપણામાં આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવી ત્રણેય વિભૂતિઓના મિશ્રણ જેવું તેમનું વ્યક્તિત્વ હતું. જ્યારે પણ કોઈને કાઈ શીખવાડીએ છીએ ત્યારે હકીકતમાં તો આપણે જ નવું શીખી રહ્યા હોઈએ છીએ તેમ તેઓ માનતા. કોઈ શાળા, કોલેજ કે IIM જેવી શૈક્ષણિક સંસ્થામાં લેકચર આપતી વખતે તેઓ સ્થળ અને સમયને ભૂલી જતાં. જે સંસ્થામાં પ્રવચન આપતા ત્યાંના વિધાર્થીઓને એવું જ લાગતું કે કલામ સાહેબ અમારા જેવા જ છે.

ઉત્તરપ્રદેશમાં એક શાળામાં પાંચમાં-છઠ્ઠા ધોરણના વિધાર્થીઓને લેકચર આપીને વિધાર્થીઓએ થોડા વધુ પ્રશ્નો પૂછ્યા. વાર્તાલાપ ત્રણ કલાક ચાલ્યો. કોઈકે યાદ કરાવ્યું કે સાંજે તેમણે બીજી સંસ્થામાં પણ પહોંચવાનું છે. એરપોર્ટ હોય, દરિયાકિનારો હોય કે કોઈ ધર્મસંસ્થાનું પટાંગણ હોય કોઈ પણ જૂથ કાઈ શીખવા માંગતું હોય તો તેમને તેઓ આનંદથી સમજાવતા. જ્યારે પણ કોઈ લેકચર આપતા ત્યારે પોતાનો હોદ્દો કે ડીગ્રી ભૂલી અને ચર્ચાના વિષયમાં ખોવાઈ જતા. ચાણક્યએ કહેલાં વાક્ય, ‘શિક્ષક કભીભી સાધારણ નહીં હોતા’ નું આદર્શ ઉદાહરણ તેઓ હતા. કોઈ નવી માહિતી આપે તો તેને પણ રસપૂર્વક સાંભળતા. જરાયે અહમ વિના નવું જાણવા તે વ્યક્તિને પ્રશ્ન પણ પૂછતા. પોતે રાષ્ટ્રપતિ હતા તે સમયે બ્રહ્મલીન પ્રમુખસ્વામીની સામે બેસતા તેમના આસનની નીચે બેસવાની નમ્રતા કલામ સાહેબ જ બતાવી શકે. ઘણીવાર અમુક સંસ્થામાં પ્રવચન વખતે લાઈટ જતી રહે, માઈક ચાલે નહીં તો પણ બધાની વચ્ચે જઈ મોટા અવાજે તેમણે પોતાના લેકચર પુરા કર્યા હોય. કોઈ પણ સંસ્થામાં લેકચરનું નિમંત્રણ મળ્યું હોય તો તેમણે વળતરની અપેક્ષા ક્યારેય રાખી ન હતી. તે જગ્યાએ જતી વખતે તેમણે કયા વાહનમાં લઇ જવામાં આવે છે? કે શું સગવડ મળશે? તે વિશે ક્યારેય પુછપરછ કરતા નહીં.

શિક્ષક તરીકેની નમ્રતા, નિખાલસતા અને નિરાભિમાનપણું નખશિખ હતું. તામિલનાડુની એક સંસ્થામાં પહોંચતાં રસ્તામાં ગાડી બગડી અને પહોચતાં રાતે બાર વાગ્યા તો પણ તેમણે કલાકોથી રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓને નિરાશ નાં કર્યા. ઘણી શૈક્ષણિક સંસ્થામાં ગાંઠના પૈસાથી દાન પણ કર્યું હતું.

આવા શિક્ષકને મૃત્યુ પણ તેમણે ઈચ્છ્યું હતું તેવું જ ઈશ્વરે આપ્યું. એક લેકચર આપતા આપતા જ તેઓ મૃત્યુ પામ્યા હતા.

(ભાવિક પબ્લિકેશન : મે ૨૦૧૭)

92. ૨૪/૦૮/૨૦૧૮

અવિચળ શ્રધ્ધા

એક વાર ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન ફરવા નીકળ્યા હતા. આકાશમાં ઉડતા એક પક્ષીને જોઈ ભગવાને અર્જુનને કહ્યું, “ અર્જુન, શું આ કબુતર છે?” અર્જુને ઉત્તર આપ્યો, “ હા, એ કબુતર છે.” પછી ભગવાને અર્જુનને કહ્યું, “આ કબુતર નહીં પણ ગરુડ છે.” અર્જુને કહ્યું, “બરાબર છે, આ ગરુડ છે.” ફરી ભગવાને કહ્યું, “ખરેખર આ કાગડો છે.” અર્જુને કહ્યું, ‘હા, એ કાગડો છે.’ આટલી વાતચીત પછી શ્રીકૃષ્ણે હસીને અર્જુનને કહ્યું, “મેં જે તને કહ્યું તેમાં તે હા પાડી.” અર્જુને ભગવાનને કહ્યું, “મારે માટે આપે જે કહ્યું તે સૌથી વિશેષ છે. તમારા શબ્દો આગળ મારી આંખની દ્રષ્ટી પણ નકામી છે. તમે એટલા બધા સમર્થ છો કે એ પક્ષીને ધારો તો કબુતર, ગરુડ કે કાગડો બનાવી શકો છો.” દરેક પ્રકારની સફળતા માટે ઈશ્વર પર આવી અવિચળ શ્રદ્ધા અનિવાર્ય છે.

એક વાર કોઈએ સ્વામી વિવેકાનંદને પૂછ્યું કે ઈશ્વર પર આટલી શ્રદ્ધા રાખવાથી આપણને શું મળે? સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘આપણને કશું જ નાં મળે પણ આપણે ઘણું ગુમાવીએ છીએ. આપણી ઈશ્વર પરની અવિચળ શ્રદ્ધા ને લીધે આપણે શંકા, ભય, હતાશા, ઈર્ષા, ગુસ્સો અને અસલામતી જેવી ભાવનાઓ ગુમાવીએ છીએ.’

(ભારતીય સંસ્કૃતિ – B.A ના પાઠ્યપુસ્તકોમાંથી)

91. ૨૩/૦૮/૨૦૧૮

અબળા નહીં પણ સબળા

ભારત – પાકિસ્તાનની ૧૯૭૧ ની લડાઈ વખતે ભારત હવાઈસેનાએ તેનું મુખ્ય કામ જામનગરથી રાખ્યું હતું. પણ ઇસ્લામાબાદથી ફક્ત ૪૮ કિમી. દુર આવેલ ભુજ એરપોર્ટનું વ્યુહાત્મક રીતે ખુબ જ મહત્વ હતું. પાકિસ્તાનનો ઈરાદો આ એરપોર્ટના રન વે ને તબાહ કરી ભારતની વાયુસેનાની કામગીરીને નબળો પાડવાનો હતો. સાત અને આઠ ડીસેમ્બર ૧૯૭૧ ની રાત્રિએ પાકિસ્તાને આ રન વે પર ૧૦૦ જેટલા બોમ્બ અને ૨૨ જેટલા રોકેટ છોડી રન વે ને તબાહ કરી નાખ્યો. ભારતીય વાયુસેના માટે આ રન વે ફરીથી ચાલુ કરવો ખુબ જરુરી હતો. IAF(ઇન્ડિયન એર ફોર્સ) અને BSF(બોર્ડર સિક્યોરિટી ફોર્સ) પણ અસમર્થતા બતાવી ચુક્યા હતા. ભારતીય વાયુસેનાને કોઈ મજુર પણ નાં મળ્યા.

એવા સમયે નજીકના માધાપર ગામની ૩૦૦ વીરાંગનાઓ મદદે આવી. કહે છે ને હિંમત બતાવીને હારવું સારું પણ હિંમત નાં હારવી. આ વિરાંગનાઓએ ગાયના છાણનો વીશીષ્ટ પદ્ધતિથી ઉપયોગ કરી માત્ર ૭૨ કલાકમાં તો રન વે ફરીથી ઉભો કરી દીધો. તેમાં એક બાર ફૂટ ઊંડો ખાડો હતો તે પુરવો તો લગભગ અસંભવ હતો. પણ ફાઈટર પ્લેનોની ઘરેરાટી અને ખુબ નીચાણથી ઉડતા પાકિસ્તાની પ્લેનો વચ્ચે તેમણે ડર્યા વિના રાત દિવસ કામ કરી અસંભવ ને સંભવ બનાવી દીધું. તે વખતે આ કામમાં ભાગ લેનારી હીરુ ભુડિયા, રાધા ભુડિયા અને વીરુ લછાની જેવી ૪૦ મહિલાઓએ શરૂઆતમાં કરેલા પોઝીટીવ પ્રયત્નોથી પ્રોત્સાહિત થઈ પછી લગભગ ૩૦૦ જેટલી મહિલાઓ આ કામમાં જોડાઈ. ઘણીવાર સાયરન વાગે તો દોડીને આ મહિલાઓ ઝાડની પાછળ કે નજીક બનાવેલા એક બંકરમાં છુપાઈ જતી થોડીવારમાં પાછી કામે લાગી જતી. તેમણે ૭૨ કલાકમાં જ આ કામને શક્ય બનાવ્યું તેનાથી ભારતીય વાયુસેનાનું મનોબળ ખુબ વધ્યું.

તે વખતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ પણ માધાપરની આ મહિલાઓએ દાખવેલા હકારાત્મક અભિગમને બોર્ડર પર લડતા જવાનના અભિગમ સાથે સરખાવ્યો હતો અને ૫૦,૦૦૦ રૂ નું ઇનામ આપ્યું હતું જે રકમ આ મહિલાઓએ માધાપર ગામના વિકાસ માટે આપી દીધી હતી. ૧૯૧૫માં ભારત સરકારે આ વીશીષ્ટ કામગીરી બદલ માધાપર ગામમાં વિરાંગના સ્મારક ઉભું કર્યું.

(માહિતી સ્ત્રોત : વર્તમાનપત્રો અને ઇન્ટરનેટ)

90. ૨૨/૦૮/૨૦૧૮

ઔર જાનકારી દર્શકોકો બતાઈએ

આંઠ એપ્રિલ ૨૦૧૭, સવારે ૧૦ વાગ્યાની આસપાસ છત્તીસગઢની પ્રખ્યાત હિન્દી ટી.વી ચેનલ આઈબીસી – ૨૪ નાં ૨૮ વર્ષના એન્કર સુપ્રિતકૌર લાઈવ ન્યુઝ વાંચી રહ્યા હતા. લગભગ પાંચેક મિનિટનું ન્યુઝ બુલેટિન પૂરું થયું હશે ત્યાં ચાલુ બુલેટિને એક કાર અકસ્માત સમાચારનું લાઈવ ફોન ઇન લેવાનું થયું. કાર અકસ્માતમાં મૃતક વિશે તેમણે માહિતી મેળવી. અકસ્માતની વિડીઓ જોઈ સંવાદદાતા ધનંજય પાસેથી તેમણે થોડી વધુ વિગતો માંગી. સંવાદદાતા ધનંજયે માહિતી આપી કે આ રેનોલ્ટ ડસ્ટર ગાડી નેશનલ હાઈવે નંબર ૩૫૩ પર મહાસમુંદ જીલ્લાના પીઠારા ગામ પાસેથી પસાર થતી હતી. તેમાં પાંચ વ્યક્તિ હતા. એક ટ્રકે બહુ ખરાબ રીતે ગાડીને પાછળથી ટક્કર મારી. ટ્રક સાથે અથડામણને કારણે ત્રણ વ્યક્તિઓ તો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા છે બાકીના બે ની હાલત હોસ્પિટલમાં ખુબ ગંભીર છે. પરદા પર આ સમાચાર જોતા લોકોને એમ જ હતું કે સુપ્રિતકૌરે કાર અકસ્માતમાં ત્રણ મૃત્યુ થયા એટલે જરા વધુ વિગતથી સમાચાર દર્શકોને જણાવી રહ્યા છે પણ ન્યુઝરૂમમાં બેઠેલા સુપ્રિતકૌરના બાકીના સાથીઓની આંખો આંસુથી ભીંજાઈ ગઈ હતી. ૧૫ મિનિટના આ સમાચાર બુલેટિનમાં હજુ ૧૦ મિનિટ બાકી હતી જે સુપ્રિતકૌરે પૂરી સ્વસ્થતાથી પૂરી કરી. સમાચાર બુલેટિન પૂરું થતા જ ન્યુઝરીડર સુપ્રિતકૌરે ફરીથી રિપોર્ટરને ફોંન કર્યો અને ભાંગી પડ્યા હતા.

ચાલુ સમાચારે જે કાર અમ્ક્સ્માતનું લાઈવ ઇન લેવાયું તેમાંની ત્રણમાંથી એક મૃતક વ્યક્તિ સુપ્રિતકૌરના પતિ હર્ષદ ક્વાડે પણ હતા. વહેલી સવારે આ જ રૂટ પર અને રેનોલ્ટ ડસ્ટર ગાડીમાં પોતાના પતિ ટ્રાવેલિંગ કરવાના હતા તે સુપ્રિતકૌરને જાણ હતી. પોતાના પતિના સંભવિત મૃત્યુને આંખ સામે જોયા છતાં પોતાની ફરજને સયંમ ગુમાવ્યા વિના સમર્પિતતા સાથે પૂરી કરનાર ન્યુઝ રીડરને ધન્ય છે. જ્યારે તેમણે રિપોર્ટર ધનંજયને પ્રશ્ન પૂછ્યો કે, ‘ધનંજય ઔર જાનકારી દર્શકોકો બતાઈએ’ ત્યારે તેમની મનોસ્થિતિ કેવી હશે? હકીકતમાં તેઓ કશું વધુ જાણવા માંગતા હતા, પણ તેઓની મનોસ્થિતિ કેવી હશે તે કલ્પના બહાર નો વિષય છે. આ સ્થિતિ કોઈની પણ સાથે આવી શકે છે પણ એ જ સમયે પોતાની મનોસ્થિતિ પર કાબુ રાખી પોતાની ફરજ પૂરી કરનાર સુપ્રિતકૌરને સલામ આપવાનું મન થાય. પરદા પર તેને નિહાળી રહેલા દર્શકોને આ વાતનો સહેજે અંદાજ નાં આવ્યો કે કાર અકસ્માતમાં જેમના મૃત્યુની નોંધ લેવાઈ તે સમાચાર વાચકના પતિ જ હતા. એક વર્ષ પહેલા જ તેમના લગ્ન થયા હતા. આપણે સરદાર વલ્લભભાઈ પટેલ માટે પણ જાણ્યું હતું કે તેઓ વકીલ હતા ત્યારે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો અને તેમની પત્નીના મૃત્યુના સમાચારની ચિઠ્ઠી આવી જે વાંચીને તેમણે ખીસામાં મૂકી દીધી. પછી સ્વસ્થતાથી પોતાનું કામ પૂરું કર્યું.

ફરજ પ્રત્યે આવી કર્તવ્યનિષ્ઠ વીર વ્યક્તિઓ જીવનની ઘટનાઓને સાહજિક લઈ કામ પૂરું કરવાનો કેટલો પોઝીટીવ મેસેજ આપે છે.

(માહિતી સ્ત્રોત : ઈન્ટરનેટ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હી ટાઈમ્સ, ગુજરાત સમાચાર, સંદેશ)

89. ૨૧/૦૮/૨૦૧૮

મારે દસમાં ધોરણની પરીક્ષા આપવી છે.

૫ ઓગસ્ટ ૨૦૧૮. આ દિવસ કેરાલાના કાર્થીયાની અમ્માના નામે લખાશે. કહે છે ને જેણે કશું અશક્ય કરવું જ છે તેને ઉંમર નડતી નથી. જાન્યુઆરી મહિનામાં કેરાલા સ્ટેટની અક્ષરજ્ઞાન તપાસ અભિયાને સર્વે ક્રર્યો અને જાણવા મળ્યું કે હજુ રાજ્યની લગભગ ૪૭,૦૦૦ વ્યક્તિઓ સાક્ષર નથી. સંપૂર્ણ સાક્ષર સ્ટેટનો દરજ્જો જાળવી રાખવા કેરાલા સ્ટેટ ખુબ મહેનત કરે છે. આ ૪૭,૦૦૦ વ્યક્તિઓમાં ૭૩% જેટલી મહિલાઓ હતી જે ખેતમજુરી કરતી હતી, કારીગર હતી અથવા ઉંમરવાન હતી.

આ મહિલાઓ માટે લેખન, વાંચન અને સામાન્ય ગણિતના વર્ગો વિવિધ જગ્યાએ શરૂ થયા. જેમાં ૯૬ વર્ષીય કાર્થીયાની અમ્માએ પણ પોતાનું નામ નોંધાવ્યું હતું. તેઓ કેરાલાના અલ્લાપ્પુઝા જિલ્લાના વતની છે. તેમણે અભ્યાસ કર્યો અને ૫ ઓગસ્ટ રવિવારના રોજ કેરાલાની ‘અક્ષરાલાક્ષમ મિશન’ હેઠળ ચોથા ધોરણની પરીક્ષા આપી અને તેમાં ઉતિર્ણ પણ થયા. તેમાં વાંચન, લેખન અને સામાન્ય ગણિતની ટેસ્ટ આપવાની રહેતી. કાર્થીયાની અમ્માના વાંચનમાં તો ૪૦ માંથી ૪૦ માર્ક્સ આવ્યા. જાન્યુઆરી મહિનામાં તેમણે સાક્ષર અભિયાનમાં નામ લખાવ્યા બાદ ૩૦ જેટલી અન્ય વૃદ્ધ મહિલાઓએ પણ સાક્ષરતા અભિયાનમાં શિક્ષણ લેવા અને પરીક્ષા આપવા નામ નોંધાવ્યું હતું. કાર્થીયાની અમ્માનો પ્રયત્ન ખરેખર પ્રેરણાદાયી કહેવાય. મહિન્દ્રાગ્રુપના આનંદ મહિન્દ્રાએ પણ કાર્થીયાની અમ્મા પોતાના માટે રોલ મોડલ રહેશે તેમ ટ્વીટ કર્યું હતું.

સાથે કેરાલા સ્ટેટના શિક્ષણ વિભાગની ટીમને પણ અભિનંદન આપવા પડે જેમણે કાર્થિયાની અમ્માની ઉંમર ગણતરીમાં લઈ તેમના ઘરે જઇને અભ્યાસ કરાવવાની વિશેષ સગવડ આપી હતી.

કાર્થીયાની અમ્માને હજુ આગળ ભણવાનો ઉત્સાહ છે. તેમણે ચોથા ધોરણની પરીક્ષા ખુબ સારી રીતે પાસ કરી. તેઓ દસમાં વર્ગની પરીક્ષા આપી પાસ થવા ઈચ્છે છે.

(વર્તમાનપત્રો અને ઇન્ટરનેટમાંથી)

88. ૨૦/૦૮/૨૦૧૮

ઓન્લી ઇન્ડિયન

જુનાગઢમાં એક ૬૬ વર્ષના સજ્જન ૬ વર્ષથી અનોખું સમાજસેવાનું કામ કરે છે. તેઓ રોજ ત્રણ જેટલા મહાદેવના મંદિરે જાય છે. સવારના આંઠ વાગ્યે દુધના કેન મૂકી દે છે. ત્યાં કેન પાસે બોર્ડ માર્યું છે કે ભગવાનને શુકનનું દૂધ ચઢાવી બાકીનું કેનમાં દાન કરવું જેથી જરૂરિયાતમંદને આ દૂધ પહોંચાડી શકાય. લગભગ ૧૧ વાગ્યે કેન ભેગા કરે છે. તેમાં રોજ ૧૫ થી ૧૮ લીટર જેટલું દૂધ ભેગું થયું હોય છે. સોમવાર હોય ત્યારે ૪૫ લીટર જેટલું પણ દૂધ ભેગું થાય. આ દુધને ગરમ કરવામાં આવે છે તેમાં ખાંડ ઉમેરી રોજનાલગભગ ૬૦ જેટલા જરૂરિયાતમંદને ખાસ કરીને સગર્ભા માતા અને બાળકોને સાયકલ પર ફરીને દૂધ પહોંચાડે છે.

આ ભાઈને તેમનું નામ પૂછવામાં આવ્યું તો તેમણે પોતાનું સાચું નામ ના જણાવ્યું પણ કહ્યું મને તમે ‘ઓન્લી ઇન્ડીયન’ કહી શકો છો.

(દિવ્યભાસ્કર ૨૦/૦૮/૨૦૧૮)

87. ૧૮/૦૮/૨૦૧૮

હસો, હસતા રહો અને હસાવતા રહો

મુંબઈના મલાડમાં દીપિકા મ્હાત્રેનું કામ લોકોના ઘરે જઇને રસોઈ બનાવવાનું હતું. દીપિકા પોતાના માલિક પોતાને પગાર આપવામાં કરકસર કરે પણ મોલમાં જઇને હજારો રૂપિયા ઉડાવી દે તે વાત કરતા લોકોને ખુબ હસાવતી. ધીરે ધીરે તેણે તે જ્યાં જ્યાં રસોઈ બનાવવા જતી તે લોકોના સ્વભાવની વાતો કરીને પણ લોકોને હસાવવાનું શરૂ કર્યું. ‘રસોઈમાં થોડું તેલ વધુ પડે તો મને ધમકાવવામાં આવતી પણ હોટેલમાં આ જ લોકો ચીઝ સેન્ડવિચ કે પિત્ઝાનો ઓર્ડર કરવામાં એક સેકંડનો પણ વિચાર કરતા નથી. મારા પાસે ચા મુકાવતા ખાંડ ઓછી નાખવાનું કહે પણ ઘરે આવેલ મીઠાઈનો ડબ્બો પ્રેમથી ખાલી કરે તે વાત જ્યારે તે કરતી ત્યારે લોકો હસીને બેવડ બની જતા. ધીરે ધીરે તે સ્ટાર કોમેડિયન બની ગઈ અને હવે ઘણા સમારંભોમાં તે લોકોને હસાવવાનું કામ કરે છે.

ઈશ્વર આપણને ગમે તે કામ આપે પણ, ‘હસો, હસતા રહો અને લોકોને હસાવતા રહો’ તે જીવનનો મંત્ર હોવો જોઈએ તેવું તે માને છે.

(વર્તમાનપત્રો અને ઈન્ટરનેટમાંથી)

86. ૧૭/૦૮/૨૦૧૮

અશુદ્ધિઓને સમયસર બહાર કાઢીએ

આપણે જે ઘન ખોરાક ખાઈએ છીએ તેમાંની વેસ્ટ પ્રોડક્ટ ૨૪ કલાકમાં શરીરની બહાર કાઢીએ છીએ. અર્થાત ૨૪ કલાકમાં ઓછામાં ઓછુ એક વાર દરેક વ્યક્તિનું પેટ સાફ થવું જ જોઈએ. આપણે જે પાણી પીએ છીએ તેમાંનો કચરો ૪ કલાકમાં પેશાબ મારફતે શરીરની બહાર કાઢીએ છીએ. આપણે જે શ્વાસ લઈએ છીએ તેમાંની અશુદ્ધ હવા એક મિનિટમાં શરીરની બહાર કાઢીએ છીએ. આ ત્રણે વસ્તુઓ આપણા જીવન માટે અગત્યની છે જ તેના વિના જીવન શક્ય નથી. તેની અશુદ્ધિઓ પણ સમયસર બહાર કાઢવી જરુરી છે અને જો તે સમયસર બહાર નાં નીકળે તો શરીરમાં કોઈને કોઈ સ્વરૂપે તેની આડઅસર ઉદભવે. આ બધી અશુદ્ધિઓ શરીરની બહાર નીકળે તે કુદરતી ગોઠવણ તો ઈશ્વરે કરી જ છે.

આપણે નકારાત્મક વિચારો, ઈર્ષા, અસંતોષ, વેર અને બદલો જેવા વિચારો અને ભાવનાઓ આપણા શરીરમાં લઈએ છીએ તે અશુદ્ધિનું શું? આ ભાવનાઓની અશુદ્ધિઓ બહાર માનવીએ જાતે કાઢવાની છે તેમાં ઈશ્વર મદદ નહીં કરે. આ અશુદ્ધિઓ વર્ષો સુધી આપણા શરીર અને મગજમાં પડી રહે તો તે શરીરના પ્રત્યેક અંગને ધીરે ધીરે ખતમ કરશે. આપણે કોઈ પણ અંગત વ્યક્તિ પાસે આવી ભાવનાઓ વ્યક્ત કરી શરીરની અશુદ્ધિઓને બહાર કાઢી શકીએ છીએ.

(વોટ્સઅપના વાંચનમાંથી)

85. ૧૬/૦૮/૨૦૧૮

જોડણી

લાલ દરવાજા પાસે આવેલા વિજળીઘર આવેલું છે તેમાં શરૂઆતમાં જોડણી ભૂલથી ‘વીજળીઘર’ લખાઈ હતી. આ ખોટી જોડણી પ્રખર વિદ્વાન નગીનદાસ પારેખને આંખના કણાની જેમ ખૂંચતી. આ જોડણી સુધારી લેવા વિજળીઘરના સંચાલકોને તેમણે પત્ર લખ્યો. એકાદ-બે પત્રની અસર નાં થઇ એટલે નગીનભાઈએ રોજનું એક પોસ્ટકાર્ડ લખવા માંડ્યું. આ પોસ્ટકાર્ડના મારાથી હારીને, પત્રો લખાતા બંધ થાય એ વાસ્તે જ સંચલાકોએ ‘વીજળીઘર’ની જોડણી સુધારી વિજળીઘર લખ્યું.

(વિનોદ ભટ્ટ, દિવ્યભાસ્કર : ૨૨/૦૫/૨૦૧૭)

84. ૧૫/૦૮/૨૦૧૮

દિલ અભી ભરા નહીં

દાદા ગયા… પણ બાને કેમ સંભાળવા ? બા, બોલતા, ચાલતા કે રડતા પણ નથી. નથી ખાતાપીતા. પરાણે થોડું પાણી પીવડાવીએ ત્યારે થોડું પીવે છે. ડોકટરે કહ્યું, ‘એમને રડવું જરૂરી છે. ગંભીર બાબત છે. કોઈ પણ રીતે રડાવો તેમને.’

બધા થાક્યા. પૌત્રી તાન્યા પણ સતત વિચારતી હતી કે, ‘બાને કઈ રીતે રડાવવા.’ તે રાત્રે બાની સાથે જ બાના રૂમમાં સુતી. ક્યારે ઊંઘ આવી ગઈ તે ખબર ના રહી. તે જાગી ત્યારે બા તો જાગતા જ હતા. છત સામે જોઈ રહેલા. અચાનક તાન્યાને યાદ આવ્યું. મોબાઈલમાં અપલોડ કરેલું, બા અને દાદાનું મનપસંદ ગીત ચાલુ કર્યું. ‘અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહીં.’

જેવું ગીત બાને કાને પડ્યું અને બા રડી પડ્યા. ‘મને લગ્ન પહેલાથી કહેતા, જિંદગી આખી કહ્યું અને તમે જ છોડીને જતા રહ્યા. મને તમે પૂછ્યું પણ નહીં કે, ‘દિલ અભી ભરા નહીં?’

(કચ્છશ્રુતિ – ઓગસ્ટ ૨૦૧૮ – માઈક્રોફિક્સન – બલવીરસિંહ જાડેજા)

83. ૧૪/૦૮/૨૦૧૮

બીજાની સફળતાને સ્વીકારવી

૨૫ જુન ૧૯૮૩ માં રમાયેલ ભારત વિરુધ્ધ વેસ્ટ ઇન્ડીઝ વર્લ્ડકપ ક્રિકેટ મેચમાં કપિલદેવે વિવિયન રિચાર્ડસનો એક અસંભવિત કેચને પકડ્યો. આ ઘટનાને વિવિયન રીચાર્ડસે ઘણા ઇન્ટરવ્યુંમાં યાદ કરી કપિલદેવને બિરદાવ્યો હતો. ‘મારા એક સામાન્ય શોટને કપિલદેવે અસામાન્ય કેચમાં ફેરવી મેચનું પરિણામ પલટાવી દીધું.’ તેમ કહી તેઓ ઘણી વખત આ ઘટનાને યાદ કરતા.

૨૦૦૮ના ભારતીય ક્રિકેટ ટીમના ઇંગ્લેન્ડના પ્રવાસ વખતે સચિન તેંદુલકરની ક્લાસિક સદીને એ વખતના ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન માઈકલ આથરટને એમ કહીને બિરદાવી કે, ‘સચિનને રમતો જોઈ મેં સ્લીપમાં ઉભા રહી બેટિંગનું ટ્યુશન લીધું.’ જે.આર.ડી તાતા પણ કહેતા કે રોજ મને મારા સ્ટાફમાંથી જ કઈક નવું શીખવાનું મળે છે અને જીવન જીવવાની કોઈ પ્રેરણા મળે છે.

બીજાના શ્રેષ્ઠ કામને બિરદાવવાની હિંમત જોઈએ. કોઈના શ્રેષ્ઠ પ્રયત્નો કે કામમાંથી તેમની શ્રેષ્ઠ વસ્તુ યાદ કરવાથી આપણી નબળાઈને કઈક નવું શીખવામાં પરિવર્તિત કરી શકાય છે.

When we don’t accept other’s success, it becomes jealousy, when we accept it, it becomes inspiration.

82. ૧૩/૦૮/૨૦૧૮

ઘર

અમિતાભ બચ્ચનજીને એક વખત પૂછવામાં આવ્યું હતું કે તમે આટલું બધું ટ્રાવેલિંગ કરો છો. ઘણા દેશોમાં અને ઘણી હોટેલોમાં તમારે જવાનું થાય છે. જ્યારે તમે તમારા ઘરથી દુર હોવ છો ત્યારે તમે શું મિસ કરો છો? શું ખૂટતું હોય તેવું તમને લાગે છે? બચ્ચનજીએ ખુબ સરસ વાત કરી કે, ‘ફાઈવ સ્ટાર હોટેલ કે દુનિયાનો ગમે તેટલો સુંદર રિસોર્ટ હોય મને ત્યાં ગયા પછી હું જયાને (જયા બચ્ચન) મિસ કરૂ છું.’ હવે આમ જોઈએ તો આ જવાબ ખુબ સામાન્ય લાગે કે એક પતિ તરીકે કોઈ પણ બહારગામ જાય ત્યારે પત્નીને મિસ કરે તેમાં નવાઈ શું છે.

પછી બચ્ચનજીને, ‘કેમ તમે જયાજીને મિસ કરો છો?’ તે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જે જવાબ આપ્યો તે સમજવા જેવો છે. તેમણે કહ્યું, ‘ક્યાંય પણ જઈએ, કોઈ પણ પ્રકારની હોટેલ હોય, ત્યાં પહોંચીને જ્યા રૂમના બારણા બંધ કરે. પછી પંદર મિનિટમાં જ અમારો બધો સામાન તે હોટેલમાં મારી જરૂરિયાત પ્રમાણે તે હોટેલના રૂમમાં ગોઠવી દે. મારા પુસ્તકો, પેન બધી વસ્તુઓ અમારા ઘરમાં હોય તે પ્રમાણે ગોઠવવાનો પ્રયત્ન કરે. આ ગોઠવણ મારાથી નથી થતી. આથી તે ન હોય તો હોટેલનો રૂમ હોટેલ પ્રમાણે રહે અને તે હોય તો કોઈ પણ જગ્યાને તે ઘરમાં ફેરવી દે. આથી તેની ગેરહાજરી દેખાઈ આવે.’ કેટલી સુંદર વાત એક સ્ત્રીની ઓળખાણ કેટલી સરસ રીતે થઈ શકે છે.

સ્ત્રીમાં જ તે જંગલમાં હોય, નદીના કિનારે હોય કે હોટેલમાં હોય તે જગ્યાને ઘરમાં ફેરવવાની અદભુત શક્તિ ફક્ત સ્ત્રીમાં જ ભગવાને આપી છે.

(રેડિઓ મિર્ચ એફ.એમ 98 પરથી ધ્વનિત -આજનો મોર્નિંગ મંત્ર)

81. ૧૨/૦૮/૨૦૧૮

ઘરડા હોય ત્યાં ગાડા ક્યારેય પાછા ન વળે

એક ગામમાં લગ્ન લેવામાં આવ્યા. બધા જુવાનિયાઓએ નક્કી કર્યું કે આ વખતે ઘરડા લોકોને જાણમાં નથી લઈ જવા. એમને સાચવવા પણ પડે છે અને તેમના ઉપદેશ પણ સાંભળવા પડે છે. ઘરડાઓ છાનાછપના બીજા ગાડામાં પાછળથી લગ્ન હતા તે ગામે પહોંચી ગયા. જાણ બેજે ગામ પહોંચી. કન્યાના પિતાએ જુવાનિયાઓને કહ્યું, ‘અમારા ગામનું આખું તળાવ ઘી થી ભરી દો તો જ કન્યા આપીએ, નહીં તો ગાડા પાછા વાળો.’ જુવાનિયા મૂંઝાયા.

ત્યાં અન્ય ગાડામાં સંતાયેલા ઘરડાઓ બહાર આવ્યા અને હકીકત જાણી. તેમણે જુવાનિયાઓને કહ્યું, ‘અમને કન્યાના પિતા પાસે લઈ જાવ.’ ઘરડાઓને કન્યાના પિતા પાસે લઈ જવામાં આવ્યા. તેમણે કન્યાના પિતાને કહ્યું, ‘પહેલા તળાવ ખાલી કરો એટલે અમે ઘી થી ભરી દઈએ.’ કન્યા વાળા ઘરડાઓની ચતુરાઈથી પ્રભાવિત થયા, તેમને ખાતરી થઈ ગઈ કે અમારી દીકરી આ ગામમાં દુખી નહીં થાય અને લગ્ન થયા.

(ચિત્રલેખા – ઓગષ્ટ – ૨૦૧૮)

80. ૧૧/૦૮/૨૦૧૮

અપેક્ષા

એક બહેન એક બ્રિજ ક્રોસ કરી રહ્યા હતા. અડધે પહોચી તેમણે જોયું કે બાકીનો બ્રિજ ડગી રહ્યો છે અને તેને પસાર કરવો ખુબ મુશ્કેલ છે. તેમણે જોયું કે સામેના છેડે તેમનો પતિ ઉભો ઉભો કઈક કરી રહ્યો છે. તેમણે તેમના પતિને અડધે આવીને પોતાને મદદ કરવા જણાવ્યું. તેના પતિએ આવવાની નાં પાડી. બહેનને ખુબ દુઃખ થયું. તેમણે બાકીનો અડધો બ્રિજ પૂરો કરતા કરતા પોતાના પતિ વિશે ખુબ નકારાત્મક વિચારો આવ્યા. આટલી જિંદગી આ માણસ સાથે કાઢી અને એક જ સેકન્ડમાં તેણે આવવાની નાં પાડી. તેઓએ ખુબ ભગ્ન હદયથી બાકીનો બ્રિજ પૂરો કર્યો. બ્રિજના છેડે પહોચી તેમણે દ્રશ્ય જોયું તો તેઓ સ્તબ્ધ થઈ ગયા. તેમનો પતિ તૂટી પડેલા બ્રિજનો એક છેડો પકડી ઉભો રહ્યો હતો. અને ક્યારે પોતાની પત્ની રસ્તો પૂરો કરે તેની રાહ જોતો હતો.

ઘણીવાર આપણે જ આપણી પ્રિય વ્યક્તિ પાસેથી આપણી રીતે જ વિચારીને અમુક અપેક્ષાઓ રાખતા હોઈએ છે. તેણે આમ કેમ નાં કર્યું? તેને મારો વિચાર કેમ નાં આવ્યો? આ બધું જ આપણે આપણી રીતે વિચારીએ છીએ. અમુક વ્યક્તિઓ કેમ ના પાડી કે અમુક કામ તેઓએ કેમ નથી કરવા પડ્યા કે કેમ કરવા પડ્યા તે એક્સ્પ્રેસ નથી કરતા. પણ સંબંધો પરનો વિશ્વાસ જ આપણને ટકાવી રાખે છે.

(વોટ્સઅપના વાંચનમાંથી)

79. ૧૦/૦૮/૨૦૧૮

ચાલતા રહો .. અટકો નહીં

અમેરિકાના અલબામા રાજ્યમાં ૨૦ વર્ષના વોલ્ટર કારને એક જોબ મળી. તેના ઘરથી ઓફીસનું અંતર ૩૨ કિમી જેટલું દુર હતું. વોલ્ટર તેની જીવનની પહેલી નોકરી માટે ખુબ જ ઉત્સાહિત હતો. તે આગલી રાત્રે જ પોતાની જૂની ખખડધજ ગાડીમાં કાર્ય સ્થળે જવા નીકળ્યો. થોડે આગળ જ ગાડી ફસકી પડી. વોલ્ટર મૂંઝાયો. રાતનો સમય હતો. મદદની થોડી રાહ જોઈ પણ કોઈ શક્યતા જણાઈ નહીં. તેને થયું જો પહેલે જ દિવસે જોબના સ્થળે સમયસર પહોંચી ના શક્યો તો કદાચ પાણીચું મળી જશે. તેણે વિચાર્યું કે ૩૨ કિમી છે અને મારી પાસે નોકરી સ્થળે પહોંચવા માટે ૧૦ જેટલા કલાક જ છે. સમય બગાડ્યા વિના તેણે ચાલવાનું શરૂ કર્યું. આજુબાજુ જોયા વિના અને હવે કોઈ લિફ્ટ આપે તે આશા વિના તે મંઝિલ તરફ ચાલતો જ રહ્યો.

રસ્તામાં તે ખુબ થાક્યો, પરસેવો પડ્યો, ગળે સોસ પડ્યો, પગની નસો ચઢી ગઈ પણ તેણે ચાલવાનું બંધ ના કર્યું. તેની નજર સમક્ષ અંતિમ ધ્યેય તેનું નવું કાર્ય સ્થળ જ હતું. ક્યારેક ઝડપથી તો વચ્ચે વચ્ચે ધીમા ડગલા તેણે ચાલુ જ રાખ્યા પણ તે અટક્યો નહીં. જ્યાં પહોંચવાનું હતું તે નગરની ભાગોળે સવારે ચાર વાગ્યે પહોંચ્યો. પોલીસે તેને શંકાસ્પદ વ્યક્તિ સમજી પકડ્યો. વોલ્ટરે તેની વાત પોલીસને કરી તો પોલીસને આ છોકરો આટલું ચાલીને આવ્યો હશે તે વિશ્વાસ ના આવ્યો. પોલીસે તેને તેની મહિલા બોસ જેની લેનીનું ઘર શોધી બોસના ઘરે પહોંચાડ્યો. તેની બોસે તેને થોડો આરામ કરવા કહ્યું. તે તેના નવા ઘરમાં હમણાં જ શિફ્ટ થઈ હતી અને ખોખામાંથી સામાન કાઢી ગોઠવતી હતી. વોલ્ટરે તેની બોસને કહ્યું, ‘મને આરામની જરૂર નથી’ અને તેણે તેની બોસને સામાન ગોઠવવામાં મદદ કરી. ઓફીસનો ટાઈમ થયો ઓફિસમાં બધાને જેનીએ વોલ્ટર ચાલીને આવ્યો તે વાત કરી. જેનીએ તેમ પણ બધાને કહ્યું, ‘જો મને પોલીસે તેની વાત કરી ના હોત તો આ છોકરો કેવી રીતે આવ્યો તે કહેત પણ નહીં.’ કોઈ તેને રસ્તામાં શું અનુભવ્યું તે પૂછતા તો વોલ્ટર વિનમ્રતાથી એક જ શબ્દ બોલતો, ‘આઈ વોકડ’.

જીવનના એક ચોક્કસ સમયે ત્વરિત નિર્ણય લેવો કે આ નોકરી મારે જવા જ દેવી નથી તો આગળપાછળ કશું વિચાર્યા વિના તેણે કેવું ચાલી નાખ્યું. અને ચાલવાનું શરૂ કર્યું તો પોલીસના સ્વરૂપમાં તેને જ ઈશ્વરીય મદદ મળી જેણે વોલ્ટરને સીધો તેની બોસના ઘરે પહોંચાડ્યો. ઘણા વખતથી જેનીની ઓફિસમાં કામ કરનારને પણ જેની આટલા નજીકથી ઓળખી નહીં શકી હોય. જેનીએ આ સ્ટોરી ફેસબુક પર પણ મૂકી હતી.

વોલ્ટરનું કહેવું હતું, ‘ગમે તેવો મોટો પડકાર હોય પણ અઘરી ચેલેન્જ આપણી સામે હાંફી જાય તેવું મનોબળ આપણામાં હોય જ છે. જીવનમાં કોઈ પણ બાબત અશક્ય નથી સિવાય કે તમે તેને અશક્ય માની લો. મનમાં ગાંઠ વાળી કોઈ પણ કામ શરૂ કરો તો અશક્ય લાગતું કામ ચોક્કસ શક્ય બનશે. અન્ય ચોવટો અને માથાકૂટ છોડી દો. ખુદને બુલંદ બનાવવાની યાત્રા શરૂ કરો. રસ્તો આસાન ના હોય મંઝિલ ઘણી છેટે હોય છતાં હિંમતથી પહેલું કદમ માંડો. હોઠ ભીસીને ચાલો. જંગ જીતવા માન અપમાન ગણકાર્યા વિના ચિત્ત ફક્ત કામમાં જ પરોવી પરિશ્રમથી પરાક્રમ કરી બતાવો. પારકાની અપેક્ષા ના રાખો. ફક્ત ખુદ પર ભરોસો રાખી યાત્રા કરો.

ટોક લેસ, વોક મોર. પાથ વિલ બીકમ ડેસ્ટીનેશન ઓફ સકસેસ.

(ગુજરાત સમાચાર – અનાવૃત – જય વસાવડા – ૦૮/૦૮/૨૦૧૮)

78. ૦૫/૦૮/૨૦૧૮

પોટહોલ દાદા

૨૮ જુલાઈ ૨૦૧૫ના રોજ મુંબઈના દાદારાવ બિલ્હોરેનો ૧૬ વર્ષનો પુત્ર પ્રકાશ ૧૧ માં ધોરણમાં કોલેજમાં એડ્મિશન લઈ ઘરે પાછો ફરી રહ્યો હતો. પ્રકાશ તેના કઝીન સાથે બાઈકની પાછળ બેઠો હતો. ભારે વરસાદ વરસી રહ્યો હતો. રસ્તામાં ખુબ પાણી હતું. રસ્તામાં એક ખાડો આવ્યો. બાઈકે સંતુલન ગુમાવ્યું. રામે હેલ્મેટ પહેરી હતી આથી તે બચી ગયો પણ પ્રકાશે ઘટના સ્થળે જ પ્રાણ ગુમાવ્યા. પરિવારે પુત્ર ગુમાવ્યો પણ દાદારાવે આંસુ લુછી એક અભિયાન શરૂ કરી દીધું હતું. તેમનો આશય હતો કે, ‘મારો પુત્ર સવારે ઘરેથી નીકળ્યો અને ખાડાને લીધે પાછો ના આવ્યો હવે હું એવું કોઈના પુત્ર સાથે નહીં થવા દઉં. હવે દરેક પુત્ર પાછો ફરશે અને હું બધા ખાડા ભરી દઈશ.’

મુંબઈના ખાડા ભરવા દાદારાવ એકલા જ નીકળી પડતા. ત્રણ વર્ષમાં દાદારાવે આશરે ૫૫૦ ખાડા ભર્યા. મુંબઈએ તેમને ‘પોટહોલ દાદા’ નામ આપ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી દર રવિવારે પ્રકાશનો પરિવાર ખાડા શોધવા અને ભરવા રસ્તા પર આવી જાય છે. હવે તો ઘણા લોકો પણ તેમના અભિયાનમાં જોડાઈ જાય છે. ખાડા કોઈનો જીવ જાય તેવું ના બનવું જોઈએ. મુંબઈમાં લોકોએ એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. તેનું નામ છે ‘ફિલ ઇન ધ પોટહોલ્સ.’ આ પ્રોજેક્ટથી ખાડાની સમસ્યાનો ઉકેલ લાવવાની આશા છે. એક મોબાઈલ એપ બનાવવામાં આવી છે. જ્યાં પણ કોઈને મોટો ખાડો દેખાય કે તેનો ફોટો પાડી તેનું લોકેશન એપમાં શેર કરવાનું હોય છે. લોકો અને BMC એકબીજાના સહયોગથી આ ખાડો ભરી દે છે.

(દિવ્યભાસ્કર – ૩૦/૦૭/૨૦૧૮)

77. ૨૮/૦૭/૨૦૧૮

અદલાબદલી

૦૮ જુલાઈ, ૨૦૧૮. સવારે સાત વાગ્યાનો સમય. દક્ષિણ દિલ્હીની પુષ્પાવતી સિંઘાનિયા હોસ્પિટલના ડાયરેક્ટર ડો.પી.પી.સિંઘ, ચેરમેન ડો.સંજીવ સક્સેના સહિત અન્ય પાંચ સર્જનો તેમના કોન્ફરન્સ રૂમમાં ગંભીર ચર્ચા કરી રહ્યા હતા. આજે તેઓ સાથે મળીને એક એવું મિશન પાર પાડવાના હેતુ સાથે ચર્ચા કરી રહ્યા હતા કે જે મેડીકલ સાયન્સમાં અદભુત કહી શકાય.

આ જ વર્ષમાં (૨૦૧૮ માં) ફેબ્રુઆરી – માર્ચ મહિનામાં ત્રણ કપલ હોસ્પિટલની મુલાકાતે આવેલ. હવે આ ત્રણેય કપલમાં એક વાત કોમન હતી કે ત્રણેય મહિલાના પતિને કિડની ફેઈલ્યોરની તકલીફ હતી. ત્રણેય મહિલા તેમના પતિને પોતાના શરીરમાંથી એક કિડની ડોનેટ કરવા તૈયાર હતી પણ પતિના ગ્રુપ સાથે તેમની કિડની મેચ થતી ન હતી. મેચ ન થયેલ કિડનીના ટ્રાન્સપ્લાન્ટનો કોઈ ફાયદો થતો નથી. ઉલટાનું પતિ કે પત્નીના શરીરમાંથી એક કિડની ઓછી થવી અને ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશનનો મોટો ખર્ચો એમ બેવડો માર પરિવાર પર પડે છે.

પુષ્પાવતી હોસ્પિટલના યુરો સર્જન ડોક્ટરોના ધ્યાનમાં આ વસ્તુ આવી. તેમણે ત્રણે કપલને અલગ અલગ મળી સમજાવ્યા (કાઉન્સેલીંગ કર્યું) કે ત્રણે પતિને તેમની જ પત્નીની કિડની તેમના અલગ અલગ ગ્રુપને કારણે મેચ નથી થતી પણ તમારી જેમ જ તૈયાર હોય તેવી અન્યની પત્નીની કિડની મેચ થાય છે. ત્રણે પત્ની તેમની કિડનીની અદલાબદલી કરવા તૈયાર થઈ. કિડની ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશનમાં ડોનર પાસેથી કિડની લેવી અને જરૂરિયાત મંદના શરીરમાં તેનું નિરૂપણ કરવાની પ્રક્રિયા એક જ દિવસે કરવાની હોય અને આ બે મેજર ઓપરેશનોનો ટાઈમ લગભગ નવ થી દસ કલાક જેટલો ગણી શકાય. ત્રણેય પતિ – પત્નીના તબીબી તેમજ લોહી તપાસના પરીક્ષણો પુરા કરતા અન્ય ૧૫ દિવસ જેટલો સમય ગયો.

છેવટે આંઠ જુલાઈ, ૨૦૧૮ ની વહેલી સવારે પુષ્પાવતી હોસ્પિટલમાં પાંચ ઓપરેશન થિયેટર તૈયાર રખાયા. ત્રણ ડોનરના અને ત્રણ રીસિપીયંટના (લેનારના) એમ છ મોટા ઓપરેશન પાર પાડવા માટે સાત જેટલા અનુભવી યુરોસર્જનો, છ એનેસ્થેટીસ્ટ તેમજ ૩૮ જેટલા સ્ટાફ નર્સ અને ટેકનિશિયન તૈયાર થઈ ગયા હતા. બધા જ બ્લડ ગ્રુપની ઘણી બધી લોહીની બોટલ્સ તૈયાર રખાઈ હતી. ૧૫ કલાક જેટલા મેરેથોન સમય માટે ચાલેલા ટ્રાન્સપ્લાનટ ઓપરેશનોથી ત્રણ મહિલાઓએ તેમના ત્રણ પતિના જાણ બચાવ્યા. દિલ્હી નિવાસી ૨૬ વર્ષીય સના ખાતુને ૪૦ વર્ષીય અજય શુક્લાને પોતાની કિડની આપી હતી. સના ખાતુનના પતિ ૩૭ વર્ષીય મોહંમદ ઉમર યુસુફને બિહારની ૪૦ વર્ષીય લક્ષ્મી છાયાએ કિડની આપી હતી. લક્ષ્મી છાયાના પતિ ૫૪ વર્ષીય કમલેશ મંડાલને ૩૭ વર્ષીય માયા શુક્લાએ કિડની આપી હતી. રાત્રે ૧૦ વાગ્યે છ ઓપરેશનો સફળ પૂર્વક પુરા થયા.

હોસ્પિટલના ડોકટરોએ જણાવ્યું કે એક જ દિવસમાં આ કામ પુરૂ કરવું એ ખરેખર ચેલેન્જીંગ કામ હતું પણ ટીમવર્કને કારણે એ સફળ થયું. રોજ બે ઓપરેશન કરવા તે વિકલ્પ હતો પણ પાછળથી જો છ માંથી કોઈ એકને પણ અચાનક હેલ્થ સમસ્યા ઉભી થાય તો કિડની આપી દેનાર મહિલાને છેતરાયાની લાગણી થાય ઉપરાંત ૫% કેસમાં ‘ગ્રાફ્ટ રીજેક્ષન’ એટલે નવી કિડની શરીર સ્વીકારે નહીં જેવી સમસ્યાઓ ઉભી થાય. આથી છ એ છ ઓપરેશનો એક જ દિવસે પુરા કરવામાં આવ્યા.

ત્રણેય અજાણ દંપત્તિ ઓપરેશન પછી એકબીજાના મિત્ર બની ગયા છે.

હિન્દુ હોય કે મુસલમાન હોય લોહી અને કિડનીમાં કોઈ તફાવત હોતો નથી.

(વર્તમાનપત્રો અને ઇન્ટરનેટમાંથી)

76. ૦૨/૦૭/૨૦૧૮

પછડાટ, પીછેહઠ અને પુનરાગમન

૨૮ સપ્ટેમ્બર ૧૯૭૩ : આજે ભારતભરમાં પહેલીવાર એક ટીનએઈજ લવ સ્ટોરી ધરાવતું પિક્ચર રજુ થયું. લોકોને આ પિક્ચર ચાલવા બાબત શંકા હતી. પણ પિક્ચર બનાવનારને પોતાના પર પૂરો ભરોસો હતો.

પિક્ચર રજુ થવા સાથે જ પહેલા જ દિવસથી ભારતભરના પ્રેક્ષકોએ ઉમળકાભેર પસંદ કર્યું. બધા જ શો હાઉસફૂલ જવા લાગ્યા. ભારતમાં લગભગ ૧૦૦ થી વધુ થિએટરમાં આ પિક્ચર ૨૫ થી વધુ અઠવાડિયા ચાલ્યું. ભારતીય ફિલ્મ ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર પહેલી ૨૦ ફિલ્મમાં હજુ પણ તે પિક્ચરની ગણતરી થાય છે. (જે તે વર્ષના ટિકિટના ભાવ ફુગાવા પ્રમાણે ગણતરીમાં લેતા) વિદેશોમાં અને ખાસ કરીને રશિયામાં આ પિક્ચરે ધૂમ મચાવી. આ પિક્ચર હતું ‘બોબી’. તેના દિગ્દર્શક અને નિર્માતા હતા સ્વ. રાજકપૂર. રાજકપૂરે તે પિકચરમાં ટીનએઈજ છોકરાનો રોલ પોતાના દીકરા રિશીકપૂરને આપ્યો હતો. હીરો તરીકે રિશી કપૂરનું પહેલું પિક્ચર હતું. ચોકલેટી હીરો તરીકે ભારતભરના કોલેજિયનોએ રિશી કપૂરને ઉમળકાભેર સ્વીકારી લીધો. હિરોઈન તરીકે રાજકપૂરે પોતાના મિત્રની પુત્રી ડિમ્પલ કાપડિયાને પસંદ કરી હતી.

ખરેખર ‘બોબી’ પિક્ચર રાજકપૂરે ઓછા બજેટમાં ફરજિયાતપણે બનાવવું પડ્યું હતું. તેણે ‘મેરા નામ જોકર’ બનાવવા પાછળ પોતાનું સર્વસ્વ ખર્ચી નાખ્યું હતું. ગજા બહારનો ખર્ચો કરીને બનાવેલા આ પિક્ચર માટે રાજકપૂર ખુબ આશવાદી હતા. તેમણે દેવું કરી બનાવેલી આ પિક્ચર ખાસ ચાલી નહીં. ઘણું ઉધાર લઈને બનાવેલ પિક્ચર માટે તેમણે ઘર અને આર.કે સ્ટુડીઓ પણ ગીરવે મુકવા પડ્યા. લોકો એમ વિચારવા લાગ્યા હતા કે રાજકપૂર ‘ફિનિશ્ડ’. હવે રાજકપૂર ક્યારેય ફિલ્મ બનાવવાની હિંમત નહીં કરે. રાજકપૂર પોતે પણ એક વર્ષ માટે શાંત થઈ ગયા. છાપામાં પણ ‘બોબી’ રીલીઝ થયા પહેલા લેખો છપાયા હતા કે ‘આવારા’ અને ‘શ્રી ૪૨૦’ જેવી મહાન ફિલ્મના સર્જક ટીનએઈજ લવસ્ટોરી જેવા વિષય પર આટલી ફાલતું પિક્ચર બનાવે? પણ કહે છે ને કે, ‘જે માણસ પડતીના સમયમાં પણ હિંમત હાર્યા વિના નિષ્ઠાથી અને પોતાની જાત પર ભરોસો રાખી કામ કરે છે તેનો હાથ ભગવાન પકડે છે.’

આવકની દ્રષ્ટિએ રાજકપૂરની સૌથી વધુ સફળ થયેલી ફિલ્મમાં ‘બોબી’ ની ગણના કરી શકાય. રાજકપૂર અને આર.કે.સ્ટુડીયોને નવજીવન મળ્યું. પડતીના કાળમાં પણ જે લોકો રણમેદાન છોડતા નથી તે લોકો ક્યારેય ભુંસાતા નથી. પડતીનો સમય રણમેદાન છોડવાનો સમય છે જ નહીં. આ સમય જટાયુની જેમ છેવટ સુધી ઝઝૂમવાનો સમય છે. જો સંજોગો સામે લડતા લડતા મોક્ષ મળે તો અંતિમ સંસ્કાર ભગવાન રામના હાથે જ થવાના. અને શરીરની જે રાખ થશે તેમાંથી ફિનિક્સ પંખીની જેમ પોતાની જ પાંખોમાંથી પાંખ ફફડાવતા ફરી ઉભા થવાના અને વધુ ઉંચાઈએ આકાશ સૈર કરવાના.

છેક ૨૦૧૨માં એક ઇન્ટરવ્યુમાં રિશી કપૂરે એક વાત કરી કે મારા પિતા રાજકપૂરે મને ઇન્ટ્રોડયુસ કરવા બનાવી જ ન હતી. તેમણે તો એ પિક્ચર લેણદારોને દેવા ચુકવવા બનાવી હતી. ‘મેરા નામ જોકર’માં ખોટ ખાધેલ ઘણા ફિલ્મ વિતરકોને આ ફિલ્મ વિતરણ કરવાના હક્ક રાજકપૂરે મફતમાં આપ્યા હતા.

(વર્તમાનપત્રો અને ઇન્ટરનેટમાંથી)

75. ૩૦/૦૬/૨૦૧૮

ખેલભાવનાનું પરિણામ

૨૮ જુન ૨૦૧૮ ના રોજ રશિયામાં રમાઈ રહેલ ફીફા (ફૂટબોલ) વર્લ્ડકપમાં જાપાન અને પોલેન્ડનો મુકાબલો હતો. આ મેચમાં જાપાન ૦ – ૧ થી હારી ગયું હતું. તેના ચાહકોએ સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે હારવા છતાં જાપાન પ્રી – ક્વાર્ટરમાં પ્રવેશી શકશે. નસીબ પણ જાણે જાપાનને સાથ આપતું હતું. પ્રી – ક્વાર્ટરમાં પ્રવેશવા લાયક અને ગ્રુપ H ના જાપાનના અન્ય હરીફ સેનેગલના મેચ અગાઉ જાપાન જેટલા જ ચાર પોઈન્ટ હતા. તેમની મેચ કોલંબિયા સામે હતી. કોલંબિયાના ત્રણ પોઈન્ટ હતા. આ મેચ જો ડ્રો જાય તો પણ સેનેગલ પ્રી – ક્વાર્ટરમાં પ્રવેશી શકે તેમ હતું. પણ કોલંબિયાએ સેનેગલને ૧ – ૦ થી હરાવ્યું પરિણામે H ગ્રુપમાં છ પોઈન્ટ સાથે તે પ્રથમ સ્થાને રહ્યું અને પ્રી – ક્વાર્ટરમાં પ્રવેશ્યું. હવે જાપાન અને સેનેગલ બંને ટીમોના ચાર પોઈન્ટ થયા. પોલેન્ડ તેમની છેલ્લી મેચ ફક્ત જાપાન સામે જ જીત્યું હોઈ H ગ્રુપના ચાર દેશોમાં તે ત્રણ પોઈન્ટ સાથે છેલ્લા ક્રમે રહ્યું હતું. બીજા ક્રમ માટે જાપાન અને સેનેગલ બંને દાવેદાર હતા.

‘ફીફા’ના નિયમ અનુસાર જો બંને ટીમોના સરખા પોઈન્ટ થાય તો ગોલ ડિફરન્સ જોવાય. ગોલ ડિફરન્સ સરખા થાય તો ફેર પ્લે ને સહારે ટીમને આગેકુચની તક મળે. જાપાન અને સેનેગલે ગ્રુપ સ્ટેજમાં એક જીત, એક હાર અને એક ડ્રો પરિણામ મેળવતા બંને ટીમોના ચાર – ચાર પોઈન્ટ થયા હતા. બંને ટીમોએ ગ્રુપ સ્ટેજમાં ચાર – ચાર ગોલ કર્યા હતા. હરીફ ટીમોએ પણ તેમની સામે ચાર – ચાર ગોલ કર્યા હતા આથી બંને ટીમોનો ગોલ ડિફરન્સ પણ સરખો એટલે ઝીરો – ઝીરો થયો હતો. આખરે ફેર પ્લે પોઈન્ટ્સ ધ્યાનમાં લેવાયા જેમાં ઓછા યલો કાર્ડ મેળવનાર ટીમને આગેકૂચ અપાય છે. જાપાન ત્રણ ગ્રુપ મેચોમાં ચાર યલો કાર્ડ મળ્યા હતા જ્યારે સેનેગલને ત્રણ ગ્રુપ મેચોમાં છ યલો કાર્ડ મળ્યા હતા. ( ફૂટબોલમાં જ્યારે કોઈ ખેલાડી જાણી જોઇને હરીફ ખેલાડીને ઈજા પહોંચાડે કે નિયમનો ભંગ કરે તો ગેરશિસ્ત બદલ તેને યલો કાર્ડ દેખાડવામાં આવે છે) સેનેગલને વધુ યલો કાર્ડ મળ્યા હોઈ તે સ્પર્ધાની બહાર ફેંકાઈ ગયું હતું. ફીફા વર્લ્ડકપના ઇતિહાસમાં જાપાન એવો સર્વપ્રથમ દેશ બન્યો કે જેને ફેર પ્લે પોઈન્ટ્સના સહારે નોક આઉટ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો હોય. ખેલભાવનાથી રમવાનું ફળ જાપાનને મળ્યું.

જીવનમાં પણ એવું ઘણીવાર બને કે આપણી ડીગ્રી, સત્તા કે નાણાકીય સ્થિતિ ધ્યાનમાં ના લેવાય પણ આપણું કર્મ, ખેલદિલી ઉદારતા અને દયાભાવના ધ્યાનમાં લેવાય અને આપણને કોઈ અકલ્પનીય મદદ મળે.

(વર્તમાનપત્રો અને ઇન્ટરનેટમાંથી)

74. ૨૯/૦૬/૨૦૧૮

રીયલ હીરો સંજય ચૌહાણ

૦૫/૦૬/૨૦૧૮, જામનગર, સવારે આશરે ૧૦.૩૦નો સમય હતો. ૫૦ વર્ષીય એર કમાન્ડર સંજય ચૌહાણ જગુઆર ફાઈટર એરક્રાફ્ટ સાથે ઉડાન ભરવા તૈયાર હતા. આ ઉડાન તેમની રૂટિન ટ્રેઈનીંગનો એક ભાગ હતો. દેશના ખુબ અનુભવી કમાંડરમાં જેમની ગણના થતી હતી તેવા ઉત્તર પ્રદેશના લખનૌ શહેરના સંજય ચૌહાણ ૧૯૮૯ થી ભારતીય વાયુસેના સાથે સંકળાયેલ હતા. તેમને ૩૮૦૦ કલાકનો એરફોર્સ પાયલોટનો અનુભવ હતો. તેઓ જગુઆર સહિત મિંગરા, હન્ટર, એચ.પી.ટી ૩૨, ઇસકારા, ક્રીટન, એવરો ૭૪૮, બોઇંગ ૭૩૭, એ.એન ૩૨ જેવા ૧૭ પ્રકારના ફ્લાઈંગ એરક્રાફ્ટસ કુશળતા પૂર્વક ઉડાવી શકતા હતા. અતિ આધુનિક ગણાતા રફાલ, ગ્રીપેન તેમજ યુરો ફાઈટર જેવા ફાઈટર પ્લેન દેશના ખુબ ઓછા પાયલોટ હંકારી જાણતા જેમાંના એક સંજય ચૌહાણ હતા. જામનગરથી ઉડાન શરૂ થયું તેની થોડી જ મિનિટોમાં સંજય ચૌહાણનું જગુઆર કચ્છની ઉપરના અવકાશી વિસ્તારમાં આવી પહોંચ્યું. આ સમયે જગુઆરમાં કોઈ યાંત્રિક ખામી સર્જાઈ.

ફાઈટર સ્કવોર્ડન સંજય ચૌહાણ પાસે તરત પેરાશુટથી કુદી પોતાનો જાન બચાવવાની તક હતી. તેમણે જોયું હશે કે અત્યારે જો તેઓ જગુઆર છોડી દેશે તો પ્લેન કચ્છના એક ગામ પર તૂટી પડશે અને ઘણા બધા ગામ રહેવાસીઓની જિંદગી જઈ શકે. તેમણે પ્લેન છોડ્યું નહીં અને જ્યારે તેમને લાગ્યું કે હવે પ્લેન રહેણાંક વિસ્તારથી દુર આવી ગયું છે ત્યારે થોડું મોડું થઈ ચુક્યું હતું. હવે તેઓ પેરાશુટથી પ્લેન છોડી પોતાનો જીવ બચાવે તે પહેલા જ પ્લેન ક્રેશ થઈ ગયું અને કચ્છના બારેજા ગામની સીમમાં ધડાકા સાથે તૂટી પડ્યું. ઘણાની જિંદગી બચાવવા માટે પોતાના જાનની પરવા ન કરનાર માતૃભુમીના સપુત સંજય ચૌહાણને સલામ. તેમને ગુમાવી દેશે એક અનુભવી પાયલોટને ગુમાવ્યો. તેઓ QFI ક્વોલિફાયડ ફ્લાઈંગ ઈન્સ્ટ્રકટર હતા. કમાન્ડીંગ ઓફિસર ઓફ ટેસ્ટ પાયલોટ સ્કુલ સાથે સંકળાયેલ હતા. જેમાં તેમની જવાબદારી પોતાના જેવા નવા પાયલોટને તાલીમ આપી ત્યાર કરવાની હતી. સંજય ચૌહાણને તેમની સેવાઓ બદલ ૨૦૧૦ માં ભારતીય વાયુસેના મેડલ મળ્યો હતો.

તેમની પત્ની અંજલી અને તેમનો પુત્ર અભિષેક તેમના દેશપ્રેમના કાર્ય માટે જીવનભર ગૌરવ લેશે પણ એક પત્નીએ સાહસિક પતિ અને એક પુત્રને પ્રેમાળ પિતા ગુમાવ્યાનો દેશને રંજ રહેશે.

(વર્તમાનપત્રો અને ઇન્ટરનેટમાંથી)

73. ૨૫/૦૬/૨૦૧૮

સેલફોનની મદદ

૨૦૧૬ માં ડીજીટલ ઈનીટીશીયેટીવ અંતર્ગત દેશના ૬૮૫ રેલ્વે સ્ટેશન ઉપર ફ્રી વાઈફાઈ ઉપલબ્ધ થયું. આ સુવિધા ચેન્નાઈના માઉન્ટ થોમસ રેલ્વે સ્ટેશનને પણ મળી. આ સ્ટેશન પર તામિલનાડુના મેલાઓતાન્કાડુ ગામનો એમ.શિવાગુરુ પ્રભાકર નામનો યુવાન કુલી તરીકે કામ કરતો હતો. આ સુવિધા તેને માટે એક વરદાન સ્વરૂપ સાબિત થઈ. તે કામ તો કુલી નું કરતો હતો પણ તેના સ્વપ્ના અલગ જ હતા. તેના માથે ભલે તે યાત્રીઓનો સામાન ઉચકતો પણ રાત્રે તેને તેના સ્વપ્ના ઊંઘવા દેતા ન હતા. સેલફોન અને ઇઅરફોનની મદદથી તે મોબાઈલ સ્ક્રીન પર વિવિધ લેક્ચર્સ સાંભળતો. પહેલા જે.ઈ.ઇ પછી એમ.ટેકની પરીક્ષા પાસ કરી છતાં તેને સંતોષ ન હતો. તેણે તો કઈક અલગ જ કરવું હતું. દેશની સર્વોચ્ચ મુશ્કેલ ગણાતી યુ.પી.એસ.સી ની પરીક્ષાના પ્રયત્નો તેણે ચાલુ કર્યા. ૨૦૧૮માં ચોથા પ્રયત્ને 101 મી રેન્ક સાથે આ પરીક્ષા પાસ કરી.

આમ સેલફોનની મદદથી એક કુલીએ સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી બતાવી. તેની પાસે ન હતું કોઈ વિશેષ સ્ટડી મટિરિયલ કે ન હતું કોઈ કોચિંગ ક્લાસનું ગાઇડન્સ. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, ‘તમારા ભાગ્યના નિર્માતા તમે જ છો.’ આ વાક્ય શિવાગુરુ પ્રભાકરે સાબિત કરી બતાવ્યું.

હાલમાં જ સ્વામી નિખિલેસ્વરાનંદજીએ પણ તેમના પ્રવચનમાં success ની સુંદર ફોર્મ્યુલા આપી હતી. S એટલે self effort (વ્યક્તિગત પુરુસાર્થ), U એટલે unselfishness (નિસ્વાર્થ ભાવના), C એટલે concentration (એકાગ્રતા), C એટલે confidence (આત્મવિશ્વાસ), E એટલે emotional quotient (ભાવનાત્મક આંક – તમારી સાથે સંકળાયેલ નાનીમોટી વ્યક્તિઓ સાથે સહ્રદય પૂર્વક વર્તો), S એટલે spiritual quotient (આધ્યાત્મિક આંક – ગમે તેટલી સિદ્ધિ મેળવો પણ ધર્મ અને આધ્યત્મને કેન્દ્રમાં રાખો), S એટલે self renewal ( પોતાની જાતને સતત update કરતા રહો – બદલાતા પ્રવાહોમાં ભળી જાઓ).

(વર્તમાનપત્રો અને ઇન્ટરનેટમાંથી)

72. ૧૦/૦૫/૨૦૧૮

RO સિસ્ટમની શોધ

૧૯૯૯ માં IOC (ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન) ના સિનિયર એન્જીનીયર મહેશ ગુપ્તાએ અચાનક રાજીનામું આપી દીધું. તેમના બંને બાળકોને અશુધ્ધ પાણી અથવા ખોરાક દવારા થતો કમળો (હિપેટાઈટિસ A) થયો હતો. મહેશ ગુપ્તા પોતે કાનપુરની IIT (ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી)માંથી ગ્રેજ્યુએટ થયા હતા. પેટ્રોલિયમ ઉદ્યોગમાં વપરાતા અમુક યાંત્રિક સાધનો તેઓ જાતે બનાવતા હતા. IOC માં તેમના ૧૧ વર્ષના અનુભવને કામે લગાડી તેમણે Reverse Osmosis (RO સિસ્ટમ) નું વોટર પ્યોરીફાયર બનાવ્યું. દિલ્હીમાં નોયડા ખાતે આ મશીનો બનાવવાનું એકમ પણ શરૂ કર્યું. કેંટ RO ની બ્રાંડ એમ્બેસેડર હેમામાલિની છે. ‘કેંટ દેતા હૈ સબસે શુધ્ધ પાની’ના સ્લોગન સાથે અત્યારે તેમની કંપની વર્ષે ૫૦૦ કરોડનો બિઝનેસ કરે છે.

(વર્તમાનપત્રો અને ઇન્ટરનેટમાંથી)

71. ૨૯/૦૪/૨૦૧૮

પાંચમી દીકરી

રાજસ્થાનના ગુમાનફૂરા ગામમાં રહેતા બનનારામ જાટ અને દાખાદેવીને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હતી. તેમને પાંચ દીકરી થઈ. છઠ્ઠા સંતાનમાં અને સાતમાં સંતાનમાં દીકરો અવતર્યા. ચાર મોટી બહેનોને ઘર અને ખેતરનું કામ સોપવામાં આવ્યું. બંને દીકરાઓને નગરપાલિકાની સ્કુલમાં મુક્યા હતા. બનનારામ એવું માનતા કે ભણવાનું તો માત્ર દીકરાઓએ જ હોય. પાંચમી દીકરી સરોજીની આ બંને ભાઇઓને સ્કુલે મુકવા જતી. બ્રેકમાં તેમને જમાડતી. અને સ્કુલ છુટ્યા બાદ બંને ભાઈઓને ઘરે લાવતી તે કામ કરતી. બંને ભાઈઓ ભણે ત્યાં સુધી સરોજીની સ્કુલની બહાર બેસી રહેતી. જ્યારે અંદર બાળકો ભણતા ત્યારે બહાર બેઠેલી સરોજીની કાનથી ભણતી. શિક્ષક જયારે ભણાવતા ત્યારે તેમના બોલાતા શબ્દો અને વાક્યો તે યાદ રાખતી. સરોજીની ‘કાનથી સાક્ષર’ થતી ગઈ. એક વખતે શાળાની અંદરના વર્ગખંડમાં એક છોકરો તેને ગળામાં કોઈ તકલીફ હતી આથી બોલી શકતો ન હતો. છોકરાએ જે બોલવાનું હતું તે સરોજીનીએ ચાર દિવાલની બીજી બાજુએથી જવાબ આપી બોલવાનું શરૂ કર્યું. આખો વર્ગ ઉત્સાહિત થઇ સમુહમાં બોલવા લાગ્યો. સરોજીનીએ શિક્ષકનું ધ્યાન આકર્ષિત કર્યું.

હવે તેને વર્ગમાં બેસાડીને શીખવવામાં આવતું. સ્કુલે સરોજીનીની ક્ષમતા ઓળખીને શાળાની નિયમિત વિધાર્થીની બનાવી દીધી. તેણે શાળા અને માતાપિતા સામે પોતાની બુદ્ધિમતા સાબિત કરી. આગળના શિક્ષણ માટે તેણે રાજ્ય સરકારની સ્કોલરશીપ મેળવી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના અભ્યાસમાં હંમેશા તે ટોપર રહેતી વળી સતત મળતી સ્કોલરશીપને કારણે પરિવારને ભણવાનો બોજ તો નહોતો પડતો પણ આર્થિક બોજો હળવો થતો. સરોજીનીની ઈચ્છા કૃષિ વિષયમાં આગળ ભણવાની હતી અને કૃષિ વૈજ્ઞાનિક બનવાની હતી. તેના સારા માર્ક્સને કારણે તેને બિકાનેરના સ્વામી કેશવનાથ કૃષિ વિદ્યાલયમાં પ્રવેશ મળી ગયો. અહીં તેણે કૃષિને લગતા વિષયોમાં જ ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને પી.એચ.ડી કર્યું. હાલ સરોજીની ભાવનગરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં વૈજ્ઞાનિક પદ પર કામ કરે છે. ૩૦ માર્ચ ૨૦૧૮ ના રોજ ભોપાલમાં ઇન્ડિયા ટુડે દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જાનવર ચરાવવાથી શરૂ કરી ક્લાસની બહાર બેસી ભણવું અને વૈજ્ઞાનિક બનવાની સાહસયાત્રા માટે સન્માન કરવામાં આવ્યું હતું.

(દિવ્ય ભાસ્કર : ૨૭/૦૪/૨૦૧૮ : મેનેજમેન્ટ ફંડા : એન.રઘુરામન)

70. ૨૦/૦૪/૨૦૧૮

વધુ સમૃદ્ધ કોણ?

એક શિક્ષકનો દીકરો ભણવામાં ખુબ હોશિયાર હતો. તેને આઈ.પી.એસ અધિકારી બનવું હતું. તેના પિતા તેના અભ્યાસ માટે ખુબ ધ્યાન આપતા. આ માટે તેમણે ઘણા ત્યાગ પણ કરવા પડ્યા જેથી દીકરાનું સ્વપ્નું પુરૂ થઈ શકે. દીકરાએ આઈ.પી.એસ ઓફિસરની પરીક્ષા પાસ પણ કરી લીધી. તેની ટ્રેઈનીંગ પછી નસીબજોગે તેમના જ શહેરમાં તેનું પોસ્ટિંગ થાય છે. શહેરના મુખ્ય પોલીસ અધિકારી તરીકે પહેલા દિવસે એ એના પિતાને પોતાની ઓફિસમાં બોલાવે છે. પિતા દીકરાની ઓફિસે પહોંચે છે. દીકરાને પોલીસની ખુરસી પર બેઠેલો જોઈ તેમની ખુશીનો પાર રહેતો નથી. તેમણે ગૌરવભેર દીકરાના ખભા ઉપર હાથ રાખીને પૂછ્યું, ‘બોલ દીકરા, વધારે સમૃદ્ધ કોણ છે?’ પિતાને એમ જ હતું કે તેમના ત્યાગ અને મહેનતને કારણે જ દીકરો પોલીસ અધિકારી બની શક્યો છે આથી દીકરાના મોઢે પોતાના માટે કોઈ સારી વાત સાંભળવા મળશે. પણ દીકરાએ કહ્યું, ‘પિતાજી વધુ સમૃદ્ધ હું છું.’ પિતા દીકરાનો જવાબ સાંભળી થોડા નિરાશ થઈ ગયા. દુખી થયેલા પિતાએ વિચાર્યું કે પદ અને પ્રતિષ્ઠાના પાવરને લીધે દીકરામાં અહંકાર આવી ગયો છે. તે નિરાશ વદને દરવાજા તરફ જવા માટે વળ્યા.

દીકરાએ પિતાને રોક્યા અને બોલ્યો, ‘જે દીકરા સાથે આપ જેવા મહાન પિતા હોય તેનાથી વધુ સમૃદ્ધ સંસારમાં કોઈ હોઈ જ ના શકે..’ દીકરાનો જવાબ સાંભળી પિતાની આંખમાં આંસુ આવી ગયા.

( ભોલાભાઈ ગોલીબાર : કચ્છશ્રુતિ : એપ્રિલ ૨૦૧૮)

69. ૧૫/૦૪/૨૦૧૮

જીવનની સૌથી શ્રેષ્ઠ વસ્તુ ખરાબ સમયમાં પણ શ્રેષ્ઠ અભિગમ હોવો તે છે

૨૬ મે ૨૦૦૨, રવિવાર – બપોરે ૧.૧૫ વાગ્યા હતા. રાજસ્થાનના બિકાનેરનો એ બળબળતો બપોર હતો. બિકાનેરના પાણીખાતામાં કામ કરતા દક્ષિણ ભારતીય બી.ક્રિષ્નન તેમના કોઈ મિત્ર આવવાના હોઈ ઘરના ડ્રોઈંગરૂમમાં મિત્રની રાહ જોઈ રહ્યા હતા. તેમના પત્ની હેમા કુલરમાં પાણી ભરી રહ્યા હતા. એક દીકરી રસોડામાં ચા બનાવી રહી હતી. બીજી દીકરી માલવિકા તેના રૂમમાં તેનું કશું કામ કરી રહી હતી. અચાનક માલવિકાના રૂમમાં મોટો ધડાકો થયો. મોટા અવાજના ધડાકાને લીધે વાસણો અને ફર્નિચરના ખણકવાનો અવાજ આવ્યો. ક્રિષ્નનભાઈને એમ લાગ્યું કે માલવિકાના રૂમમાં ટીવી સેટમાં ધડાકો થયો હશે. બધા લોકો માલવિકાના રૂમમાં ધસી ગયા. તેમણે જોયું કે માલવિકા લોહીના ખાબોચિયા વચ્ચે ફસડાયેલી છે. તેના હાથના કાંડા કપાઈ ગયા હતા. કપાયેલા હાથ, ઈજા પામેલ પગ અને શરીરના અન્ય ભાગોમાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હતું. ક્રિષ્નનભાઈએ તેમના નજીકના મિત્રોનો સંપર્ક કરી બોલાવી દીધા તેઓએ માલવિકાને જીપમાં પાછળની સીટ પર સુવાડી નજીકની હોસ્પિટલમાં જવા દોટ મૂકી.

૧૩ વર્ષની માલવિકાનું નવમાં ધોરણનું વેકેશન હતું. તેના જીન્સના પેન્ટનું ખીસું ફાટી ગયું હતું. ટીનએઈજમાં પ્રવેશેલી માલવિકાના મગજમાં તરંગી વિચાર આવ્યો કે જો ફાટેલા ખીસાના ભાગો પર ફેવિકોલ લગાવી તેને જોડી જો તેના પર કોઈ ભારે વસ્તુ મુકવામાં આવે તો કદાચ ખીસુ સંધાઈ જાય. તેની આ કલ્પના પૂરી કરવા તેણે ખીસાના ફાટેલા ભાગ પર ફેવિકોલ તો લગાવી દીધું. હવે તે કોઈ ભારે વસ્તુ શોધવા તે ઘરની બહાર નીકળી. તેના ગેરેજમાં જ એક નાના બોક્સ જેવી ભારે વસ્તુ તેને મળી. આ ભારે બોક્સ શું છે તે માલવિકાને સમજાયું નહીં પણ તેને લાગ્યું કે આ વસ્તુ તેના પેન્ટને સાંધવામાં ચોક્કસ મદદરૂપ થશે. થોડા વખત પહેલા જ બિકાનેરમાં તેની કોલોનીની નજીક આવેલ એક દારૂગોળાના ડેપોમાં આગ લાગી હતી. તેને લીધે ડેપોની આજુબાજુ ઠેર ઠેર ફૂટ્યા વિનાના ગ્રેનેડ, હાથબોમ્બ અને અન્ય વિસ્ફોટકો વિખરાયેલા પડ્યા હતા. આમાંથી એક ફૂટ્યા વિનાનો જીવંત ગ્રેનેડ માલવિકાના ઘરના ગેરેજમાં પડ્યો હતો તે માલવિકાએ લીધો. માલવિકાએ આ બોક્સ જેવા ગ્રેનેડને ફેવિકોલ લગાવેલા પેન્ટના ભાગ પર મુક્યો અને તેના પર પોતાના હાથથી મુક્કો માર્યો. ફરીવાર મુક્કો વાગતા જ ગ્રેનેડ વિસ્ફોટ સાથે ફાટ્યો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે માલવિકાના બે હાથના કાંડા તો ત્યાં જ કપાઈ ગયા તેના હાથના અવશેષો પણ ખુબ નાના ટુકડાઓમાં ઓળખાય નહીં તે રીતે વિખરાઈને પડ્યા. માલવિકાના રૂમમાં આવેલ વોલ કલોક ૧.૧૫ ના સમયે આગળ વધતું અટકી ગયું. ગાડીમાં પાછલી સીટમાં સુતેલી માલવિકાએ અનુભવ્યું કે તેનો ડાબો પગ શરીરના ભાગથી લબડી રહ્યો છે આથી તેણે તેના પિતાના મિત્રને કહ્યું કે મને એવું લાગે છે કે મારો પગ શરીરથી છુટો પડી રહ્યો છે. વડીલે માલવિકાના પગને તેના શરીર સાથે જોડાઈ રહે તે રીતે રૂમાલથી બાંધી દીધો.

હોસ્પિટલમાં તે દિવસની સધન સારવારને લીધે માલવિકા બચી તો ગઈ. પણ તેના શરીરમાં ગ્રેનેડની અસંખ્ય નાની નાની કરચો ઘુસી ગઈ હતી. ઘણા બધા ઘા પડ્યા હતા. આ બધી કરચો નીકળતા લગભગ ત્રણ માસ થયા. તેની દરેક રાત અસહ્ય દર્દ સાથે પસાર થતી. થોડા થોડા દિવસે તેના શરીર પર નાનીમોટી સર્જરીઓ થતી રહી. સર્જરીઓની સંખ્યા પણ માલવિકાને યાદ નથી. બન્ને હાથના કાંડા તો વિસ્ફોટના સમયે જ કપાઈ ગયા હતા. ડાબા પગની પણ ૭૦% થી વધુ નસો કપાઈ ગઈ હતી અને નિષ્ક્રિય થઈ ગઈ હતી છતાં ડોક્ટરોએ પગને એમપ્યુટ ના કર્યો (કાપ્યો નહીં). તેઓ પણ કહી શકતા ન હતા કે ભવિષ્યમાં માલવિકા ચાલી શકશે કે નહીં. આગળ તેની સારવાર જયપુર અને પછીથી ચેન્નાઈમાં થઈ. તેના બંને કપાયેલા હાથના ભાગમાં કુત્રિમ હાથ મુકવામાં આવ્યા. શરીરમાં ઘણી જગ્યાએ સ્કીન ગાર્ફટીંગના ઓપરેશનો થયા. છેવટે ઘટનાના ૧૮ માસ પછી નવેમ્બર ૨૦૦૩માં પહેલી વાર માલવિકાએ પહેલી વખત જમીન પર ઘોડીના સહારે પગ મુક્યો. તેના ડાબા પગને સપોર્ટથી ટકાવી રાખવામાં આવ્યો હતો અને જમણો પગ વાંકોચૂંકો થઈ ગયો હતો તેમજ તેમાં ફૂટ ડ્રોપ જેવી તકલીફ થઈ હતી.

ડીસેમ્બર ૨૦૦૩માં બીકાનેરના ઘરે આવીને માલવિકાએ તેની મિત્રો સાથે ફરી સંપર્ક શરૂ કર્યા. કહે છે ને કે કેટલીક વ્યક્તિઓ જીવનમાં ક્યારેય પરાજિત થતી જ નથી, તેઓ કાંતો જીતે છે અથવા શીખે છે. હજુ બરાબર બેસી પણ ના શકતી માલવિકાએ માર્ચ ૨૦૦૪માં થનારી દસમાં ધોરણની પરીક્ષા આપવાની ઈચ્છા વ્યક્ત કરી. આ ઘટના પહેલા માલવિકાની ઈમેજ એક ટોમબોય જેવી હતી. તેને રમવાનું, ડાન્સ કરવાનું તેમજ તૈયાર થવાનું ખુબ ગમતું હતું. અરીસાની સામે લાંબો સમય ઉભા રહી મેકઅપ કરવાની તે શોખીન હતી. કથક છેલ્લા સાત વર્ષથી તે કરી રહી હતી. સ્કેટિંગમાં તે ખાસો સમય આપતી. ભણવાનું તેને ખાસ ગમતું નહીં. તેનું રીઝલ્ટ ખુબ સામાન્ય આવતું હતું. હવે દસમાં ધોરણની બોર્ડની પરીક્ષાને આડે માંડ ત્રણ માસ જેટલો સમય બાકી હતો. તેની મમ્મી સતત તેને પ્રોત્સાહન આપતી રહી. તેના પરીક્ષા આપવાના નિર્ણયને પણ તેની માતાએ સહમતિ આપી. તેની માતા હંમેશા તેને કહેતી કે ‘તારી દરેક પરિસ્થિતિમાં હું તારી સાથે છું. આપણે સાથે આગળ વધીશું.’ એકસ્ટરનલ સ્ટુડન્ટ તરીકે દસમાં ધોરણનું બોર્ડની પરીક્ષાનું ફોર્મ ભર્યા બાદ પરીક્ષાનું મટીરીયલ ભેગું કર્યું. ઘરની નજીકના એક કોચિંગ ક્લાસ જોઈન કર્યા. ગણિતના દાખલા, વિજ્ઞાનની ફોર્મ્યુલા અને ડાયાગ્રામ જ તેની રોજનીશી બની ગયા. કોચિંગ ક્લાસમાં તેને ઉચકીને લઈ જવી પડતી. આર્ટિફિશિયલ જમણા હાથથી લખતી વખતે શરૂઆતમાં અક્ષર ખુબ મોટા અને વાંકાચૂંકા આવતા. ધીમે ધીમે અક્ષર નાના અને સરખા આવતા થઈ ગયા. દસમાં ધોરણની પરીક્ષાનું રીઝલ્ટ આવ્યું અને એક રાતમાં તેનું જીવન બદલાઈ ગયું.

માલવિકાએ દસમાં ધોરણમાં બોર્ડમાં ૪૮૩/૫૦૦ માર્ક્સ મેળવ્યા. તેના ગણિત અને વિજ્ઞાન બંને વિષયમાં ૧૦૦ માં થી ૧૦૦ માર્ક્સ તેમજ હિન્દી વિષયમાં ૧૦૦ માંથી ૯૭ માર્ક્સ મેળવ્યા જે રાજ્યમાં સૌથી વધુ હતા. તેનો રાજસ્થાન બોર્ડમાં પણ નંબર હતો. તે રાતોરાત સેલિબ્રીટી થઈ ગઈ. દેશભરના છાપાઓમાં તેની સફળતાની ગાથા છપાઈ. રાષ્ટ્રપતિ ભવનમાંથી ડો. અબ્દુલ કલામ મળવા તેને મળવા માંગે છે તેવો સંદેશો આવ્યો. તે ડો.અબ્દુલ કલામ સાહેબને મળી પણ ખરી. પછીના દશકમાં તેણે શિક્ષણમાં એક પછી એક સફળતાના શિખરો સર કર્યા. દિલ્હીની સ્ટિફન કોલેજમાંથી M.A પછી M.phil પૂરું કર્યું. હજુ માલવિકા અટકી નહતી. તેણે તેની જાતને હજુ પુરવાર કરવી હતી. મદ્રાસથી સોશિયલ વર્ક વિષય સાથે P.hd કર્યું. આ દરમ્યાન તે લગભગ ૧૦૦૦ જેટલા શારીરિક રીતે વિકલાંગ વિધાર્થીઓને મળી. પોતાના સંઘર્ષના સમયમાં માલવિકાએ અનુભવ્યું હતું કે વિકલાંગોએ સામાજિક તિરસ્કારનો સામનો કરવો પડે છે. અમુક લોકો વિકલાંગોને દયાભાવથી જોતા હોય છે. એક વખત ચેન્નાઈમાં ખુબ ગરમી હતી અને પરસેવાને લીધે માર્કેટમાં તેનો કુત્રિમ હાથ પડી ગયો. લોકો તેની સામે આશ્ચર્યથી જોવા લાગ્યા. તે થોડા સમય માટે નિરાશ થઈ. તેને લોકો સાથે હાથ મિલાવતા પણ ડર લાગતો. આ સમયે માલવિકાએ ક્યાંક અમેરિકાના પ્રખ્યાત સ્કેટિંગ ચેમ્પિયન સ્કોટ હેમિલ્ટનનું વિધાન વાંચ્યું. ‘The only disability in life is bad attitude.’ આ એક વાક્યએ માલવિકાની વિચારધારા બદલી નાખી. તેણે વિચાર્યું કે દુનિયામાં કોઈ પણ બે માણસોની ક્ષમતા એકસરખી નથી હોતી. બધા એકસરખા હોવા અસંભવ છે. તેણે પોતે શું નથી કરી શકતી અને પોતે શું કરી શકે છે તેની યાદી બનાવી. માલવિકાએ વિચાર્યું કે ઘણા લોકો પાસે ઘણું બધું છે પણ તેમની શક્તિનો તેઓ સર્વશ્રેષ્ઠ ઉપયોગ નથી કરતા. મારી પાસે ઘણું નથી, પણ ઈશ્વરે મને જે આપ્યું છે તેનો જ જો હું સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરું તો લોકોથી ઘણી આગળ નીકળી શકું. હવે માલવિકાએ પોતાની જ આંતરિક શક્તિ પર ધ્યાન આપવા માંડ્યું. તે અરીસા સમક્ષ ઉભી રહી પોતાને જોઇને જ આત્મવિશ્વાસ સભર થઈ જતી. પોતાના આત્મવિશ્વાસને જ પોતાનો શ્વાસ બનાવી દીધો. જિંદગીના પ્રત્યેક દિવસને એક ચેલેન્જ રૂપી ગણી લીધો. તેના શરીરની ભાષા જ પોઝીટીવ બનાવી લીધી. તે કહે છે કે હું બ્લાસ્ટ ને માટે આભારી રહીશ કારણકે જીવનની શ્રેષ્ઠ વસ્તુઓ મને બ્લાસ્ટને કારણે જ મળી છે.

હવે દેશ-વિદેશમાં તે મોટીવેશન સ્પીચ આપતી. નોર્વે, ઇન્ડોનેશિયા ઉપરાંત ઘણા દેશોમાં મોટીવેશન સ્પીકર તરીકે તેણે નામના મેળવી. તેણે વિકલાંગોના હક્ક માટે જાગૃતિ લાવવાના પ્રયત્નો શરૂ કર્યા. વિકલાંગો માટે ફેશનેબલ કપડા બનાવવાની ડીઝાઈન પર પણ ધ્યાન આપ્યું. વિકલાંગોની સામાજિક તકલીફો ઓછી પડે અને તેમનું જીવન સરળ બને તે માટે તેણે કામ શરૂ કર્યા. ૨૦૧૪માં NIFTના એક સ્ટેજ શો માં રેમ્પ-વોક પણ કર્યું. એક સમયે તે ઉભી થઈ શકશે કે કેમ એવી શંકા ડોકટરો જેને માટે ધરાવતા હતા તે માલવિકાએ ૨૦૧૪માં એક સ્ટેજ પ્રોગ્રામમાં ડાન્સ પણ કરી બતાવ્યો. તેનું જીવન ઘણા વિકલાંગો માટે પ્રેરણાદાયી બની રહ્યું. માર્ચ ૨૦૧૭માં UN માં ‘યુથ ડેવલોપમેન્ટ’ પરની તેની સ્પીચ વખતે હાજર મહાનુભાવોએ ઉભા થઈ તેનું અભિવાદન કર્યું. ઓક્ટોબર ૨૦૧૭માં દિલ્હી ખાતે વર્લ્ડ ઈકોનોમી ફોરમમાં પણ તેણે વ્યક્તવ્ય આપ્યું. આંતરરાષ્ટ્રીય ‘વિઝડમ’ મેગેઝીને તેને ‘Outstanding Model Student Award’ આપ્યો. તેની ‘TED TALK’ ને લાખ્ખો લોકો યુ ટ્યુબ પર જોઈ ચુક્યા છે. ૮/૩/૨૦૧૮ ના મહિલાદિન દિવસે આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિદના હસ્તે તેને ‘નારીશક્તિ’ એવોર્ડ મળ્યો.

માલવિકા હવે ફરી સુંદર કપડા પહેરે છે. અરીસાની સામે જોઇને તૈયાર થાય છે. તે જીવનને ખુબ પ્રેમ કરે છે. તેના દરેક ઇન્ટરવ્યુમાં તે જુદા જુદા કપડા પહેરે છે અને સુંદર દેખાવવાનો પ્રયત્ન કરે છે. તે કહે છે, ‘લોકો શું કહેશે તેમ નહીં પણ તમારી શક્તિઓ પર જ ધ્યાન આપો અને શ્રધ્ધા રાખો. તમે હથિયાર હેઠા મૂકી લડવાનું બંધ કરી દેશો તો તમે ખતમ થઈ જશો. ખરાબ પરિસ્થિતિમાં પણ તમારો અભિગમ શ્રેષ્ઠ રાખો તમારી શક્તિઓ પર વિશ્વાસ રાખો. તમારા સપના અધૂરા નહીં રહે તે ચોક્કસ પુરા થશે.’

(માહિતી સ્ત્રોત : ઈન્ટરનેટ)

68. ૧૩/૦૪/૨૦૧૮

તકલીફને તકમાં બદલી નાખનાર લલિતા પવાર

૧૯૪૨ ના વર્ષમાં ‘જંગ-એ-આઝાદી’ નામની હિન્દી ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું હતું. હિન્દી ફિલ્મમાં હજુ નવા આવેલા હીરો ભગવાને(ભગવાન દાદાએ) ૨૬ વર્ષની તે સમયની ટોચની હિરોઈન લલિતા પવારને લાફો મારવાનો સીન હતો. ભગવાને હિરોઈન લલિતા પવારને એટલી જોરથી થપ્પડ મારી કે લલિતાજી સ્ટેજ પરથી પડી ગયા, તેમના ડાબા કાનમાંથી લોહી નીકળ્યું અને ડાબી આંખને ગંભીર રીતે નુકસાન થયું. ત્રણ વર્ષની સારવાર બાદ ડાબી આંખ સારી ના થઈ પરંતુ ડાબી આંખની ફેસિયલ નસનું કાયમી પેરાલિસીસ થયું જેનાથી ડાબી આંખ ઝીણી અને સતત ફરકતી થઈ ગઈ. બીજું કોઈ પણ હોય તો નિરાશ થઈ અભિનય છોડી દે પણ લલિતા પવારે આ તકલીફને એક તકમાં બદલી નાખી.

૧૯૨૮ થી ૧૯૪૨ સુધીમાં લગભગ ૧૦૦ જેટલી મૂંગી ફિલ્મો તથા શરૂ થયેલી બોલતી ફિલ્મોમાં હિરોઈન તરીકે અભિનય કર્યો હતો. હવે તેમણે માતા અને સાસુના કેરેક્ટર રોલ કરવા માંડ્યા. મરાઠી ફિલ્મ ‘સાસુરબસીન’ અને ગુજરાતી ફિલ્મ ‘મહેંદી રંગ લાયેગી’માં તેમણે નિભાવેલા સાસુના રોલ યાદગાર હતા. પડદા પર સાસુ તરીકે તેઓ જ્યારે બોલતા, ‘મેરી છટ્ટી પર આ કે તો સાપ ભી રસ્સી બન જાતા હૈ’ અને ‘મેરી ઝુબાન સે ઉગલા હુઆ ઝહર ભી અમૃત બન જાતા હૈ’ ત્યારે પિક્ચર જોનારી દરેક માતા ભગવાનને પ્રાર્થના કરતી કે તેમની દીકરીને આવી વઢકણી સાસુ ના મળે. ૧૯૨૮માં ‘રાજા હરિશ્ચંદ્ર’ થી શરૂ કરી ૧૯૯૭માં આવેલ ‘ભાઈ’ પિક્ચર સુધીના સાત દાયકામાં લગભગ ૭૦૦ જેટલી ફિલ્મમાં બધાજ પ્રકારના રોલ કર્યા. તેમણે પ્રેક્ષકોને હસાવ્યા, રડાવ્યા, ડરાવ્યા અને સાસુ તરીકેના રોલમાં લોકોને ગુસ્સે પણ કર્યા. શરૂઆતમાં ૧૯૨૮ થી ૧૯૪૧ વચ્ચે તેમણે સંત દામાજી, હિંમતે મર્દા, દિલેર જીગર, નેતાજી પાલકર અને ગોરા કુંભાર જેવી સુપર હિટ ફિલ્મો આપી. ૧૯૫૫માં આવેલ ફિલ્મ શ્રી-૪૨૦ માં કેળા વેચનાર મરાઠી બાઈના રોલમાં ‘આંઠ આનામાં ડઝન પણ બે આનામાં બે કેળા મળશે’ ડાયલોગ બોલવાની તેમની સ્ટાઈલથી દર્શકોના દિલમાં તેઓ છવાઈ જતા. તે પછી તો ૧૯૫૯માં અનાડી ફિલ્મમાં તેમણે ભજવેલા મિસિસ ડીસોઝાના પાત્ર માટે તેમને બેસ્ટ સપોર્ટીંગ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો. ૧૯૬૧માં સંગીત નાટક અકાદમી એવોર્ડ પણ મળ્યો. આ જ વર્ષે ભારત સરકારે તેમનું ‘ફર્સ્ટ ઇન્ડિયન લેડી ઓફ ઇન્ડીયન સિનેમા’ તરીકે પણ સન્માન કર્યું. તેમણે પ્રોફેસર, દાગ, સુજાતા, સસુરાલ, ઘરાના, તેમજ સો દિન સાસ કે જેવી ફિલ્મોમાં યાદગાર રોલ નિભાવ્યા હતા. તેમણે રાજકપૂર, દિલીપકુમાર અને દેવઆનંદની માતા ના રોલ પણ નિભાવ્યા હતા.

તેમની સાથે કામ કરનાર તબસ્સુમ અને અરુણા ઈરાની કહેતા શુટિંગ વખતે તેઓ અમને જોક કહી હસાવતા પણ ખરા અને અમારી સાથે પત્તા પણ રમતા. બહુ સરળ હ્રદયના લલિતા પવાર અમુક પિકચરમાં તેમના ફક્ત થોડી મિનિટો ના જ રોલ હોય તો નિર્માતાને કહેતા કે મારા માટે મોંઘી હોટલનો ખર્ચ ના કરતા હું ક્યાંક નાની જગ્યાએ રહીશ. સ્ટંટ ફિલ્મોથી શરુ કરી રોમાન્સ, ઐતિહાસિક, ધાર્મિક અને સામાજિક એમ દરેક પ્રકારની ફિલ્મમાં તેમણે કામ કર્યું. ૧૯૮૭માં રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં મંથરાનું પાત્ર ભજવતા તેઓ ડાયલોગ બોલતા ત્યારે ભારતભરમાં ટીવી સેટ સામે બેઠેલા શાંત થઈ જતા અને તેઓ શું બોલે છે તે ધ્યાનથી સાંભળતા. મહેશભટ્ટે તેમના માટે કહ્યું, ‘લલિતા પવાર માત્ર હિન્દી ફિલ્મ માટે નહીં પણ ભારત દેશનું ઘરેણું કહી શકાય.’ તેમની આત્મકથામાં તેમણે કહ્યું હતું કે, ‘ઘણીવાર મને લાગ્યું કે હવે હિન્દી ફિલ્મ માટે મારો નાતો પૂરો થઈ ગયો છે. પણ કોઈ અદ્રશ્ય બળના પ્રતાપે હું હિન્દી ફિલ્મોમાં વહેતી નદીની જેમ વહી રહી છું.’ ૧૯૭૪માં આવેલ ફિલ્મ ‘નયા દિન નયી રાત’માં પાગલખાનામાં વઢકણી સાસુ તરીકે તે જ્યા ભાદુરીને ધક્કો મારીને કહે છે, ‘તારે ઘરના આટલા કામો કરી નાખવાના, મારા પગ દબાવવાના અને તારા માટેની રસોઈમાં ઘી નહીં નંખાય કારણકે તું તારા પિયરથી ઘી લાવી નથી.’ ત્યારે દર્શકો થોડા સમય માટે ભૂલી જ જતા કે આ ફિલ્મ છે અને લલિતાપવાર અસલી સાસુ નથી.

આને કહેવાય કે જીવનમાં ગમે તેટલી ખરાબ આફત કેમ નથી આવતી તેને હિંમતથી અવસરમાં ફેરવી નાખવી. ઈશ્વરે આપેલા કોઈ પણ પ્રકારના સમય અને રોલને આનંદથી નિભાવવો. તેઓ ૧૯૯૮માં પુનામાં તેમના ઘરમાં જ મૃત્યુ પામ્યા ત્યારે પડોશીઓને તથા મુંબઈ રહેલા પરિવારજનોને બે દિવસ પછી તેમના નિધનની જાણ થઈ હતી. ૧૮ એપ્રિલે તેમની ૧૦૩મી જન્મ જયંતિ છે.

(માહિતી સ્ત્રોત : ઇન્ટરનેટ)

67. ૦૮/૦૪/૨૦૧૮

જીવન એક મુસાફરી

એક વિદેશથી આવેલ મુસાફર ભાઈ એક જૈન મુનિના રૂમમાં તેઓને મળવા ગયા. મુનીનો સાદો, સરળ રૂમ જોઈ તેમને આશ્ચર્ય થયું. રૂમમાં ફક્ત પાણી પીવાનું માટલું અને એક સાદડી હતી. તેમણે મુનિને પૂછ્યું, ‘મુનિશ્રી, તમારી અન્ય જરૂરી વસ્તુઓ અને ફર્નિચર ક્યાં છે?’

મુનિએ મુસાફરને પ્રશ્ન પૂછ્યો, ‘તારી એ વસ્તુઓ ક્યાં છે?’ મુસાફરે જવાબ આપ્યો, ‘અત્યારે મારી પાસે નથી કારણકે હું મુસાફર છું.’ જૈન મુનિએ જવાબ આપ્યો, ‘જન્મ અને મરણ વચ્ચે ભગવાને આપેલા જીવનમાં હું પણ એક મુસાફર જ છું.’

(વોટ્સઅપના વાંચનમાંથી)

66. ૦૭/૦૪/૨૦૧૮

કામઢા માણસને પારખવાની કળા

ઉત્તમ લીડર કે કંપનીના માલિકમાં પેશન ધરાવતા લોકોને શોધી કાઢવાની એક આંતરિક સૂઝ હોય છે. પોતાની કંપની માટે કામ કરી રહેલા લોકોને ભરપુર સ્વતંત્રતા, નિર્ણયો લેવાની છુટ, ફ્લેક્સિબીલીટી અને વધુમાં વધુ સુવિધા તેઓ આપે છે કે જેથી તેમની સર્જનાત્મકતા ખીલે છે. એમને કામ કરવાની મઝા આવે અને બેસ્ટ પરફોર્મન્સ આપવાની પ્રેરણા મળે જેના સરવાળે કંપનીનું ભલું થતું હોય છે. વર્જિન ગ્રુપમાં વર્જિન ટ્રેઈનસ નામની એક કંપની છે જે ઇંગ્લેન્ડમાં રેલ્વે દોડાવે છે.

ટોની કોલીન્સ નામના મહાશય નવ વર્ષ માટે આ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રહી ચુક્યા છે. જુના જમાનામાં જે રીતે રાજાઓ છુપા વેશે નગરચર્યા કરવા નીકળતા એ રીતે ટોની પણ કોઈ ઢોલનગારા વગાડ્યા વગર પોતાની જ કંપનીની ટ્રેનોમાં ચુપચાપ મુસાફરી કરવા નીકળી પડતા જેથી સામાન્ય મુસાફરોને જે કોઈ અગવડ પડતી હોય તેનો ફર્સ્ટ-હેન્ડ અનુભવ લઈ શકાય. એકવાર ટોનીએ જોયું કે કચરાપોતા કરવાનું કામ કરનાર કલીનરે હસતા મોઢે એક વૃદ્ધ દંપત્તિને એમની સીટ પર બેસાડ્યા, એમને છાપા આપ્યા, પાણીની બોટલ એમના હાથમાં મૂકી. એમની રીતભાતમાં ગરિમા હતી, એની બોડી લેન્ગવેજ અને ચહેરા પર એટલો આનંદ અને ઉત્સાહ હતા કે સામેના માણસ પર પોઝીટીવ અસર થયા વિના નાં રહે. ટોનીએ નોંધ્યું કે આ ક્લીનર મહિલાએ વર્જિન ટ્રેઇન્સનો યુનિફોર્મ પહેર્યો ન હતો આથી મહિલા વર્જિન ગ્રુપની સ્ટાફ ન હતી. ટ્રેઈનની સાફસફાઈ કરવા માટે કોઈ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને તે એજન્સી તરફથી આ મહિલા કામે આવી હતી.

મહિલા સામે ચાલીને જે રીતે વધારાના કામો કરી રહી હતી તે જોઇને ટોની કોલીન્સ ભારે પ્રભાવિત થયા. તેમણે મહિલાને પોતાની ઓળખાણ આપી : હું આ ટ્રેઇન્સ ચલાવતી કંપનીનો બોસ છું. શું તને પેલી એજન્સીમાં ક્લીનર તરીકે કોન્ટરાક્ટ પર રહેવાને બદલે વર્જિન ટ્રેઈન કંપનીમાં જોબ કરવી ગમે? મહિલાએ કહ્યું, ‘સાહેબ, વર્જિન ટ્રેઇન્સ જેવી મોટી કંપનીમાં નોકરી કરવી કોને ના ગમે?’મેં તમારી કંપનીમાં જોબ મેળવવા માટે બે વાર કોશિશ પણ કરી હતી, પણ હું એન્ટ્રેન્સ ટેસ્ટમાં નાપાસ થઇ આથી મેળ ના પડ્યો. ટોની કોલીન્સ ચોંકી ઉઠ્યા. આટલી કાબિલ મહિલા મારી કંપનીમાં જોબ મેળવવા માટે પાસ ના થઇ? એમણે તરત પોતાના HR (હ્યુમન રીસોર્સીસ) ડીપાર્ટમેન્ટના વડાને ફોન કર્યો. આખો કિસ્સો સંભળાવ્યો. પછી કહ્યું, ‘માણસો નોકરી પર રાખવાની આપણી જે કોઈ પોલિસી છે તેની તમે તાત્કાલિક સમીક્ષા કરો. આપણે જે પ્રકારના લોકોને કંપનીમાં લેવા માંગીએ છીએ એવા જ લોકો ગળાઈને બહાર રહી જાય છે. આ કેમ ચાલે? નક્કી આપણી ચકાસણી કરવાની પદ્ધતિમાં કોઈ ક્ષતિ છે. પ્લીઝ આ ક્ષતિ શોધીને દુર કરો.

HR ડીપાર્ટમેન્ટ કામે લાગી ગયું. લોકોને નોકરીમાં લેવાના માપદંડોમાં તાત્કાલિક જરૂરી ફેરફાર કરવામાં આવ્યા. તેનું પરિણામ એ આવ્યું કે હવે કંપનીમાં વધુ સારા ઉમેદવારો પસંદ પામવા લાગ્યા. પેલી મહિલાને સામેથી ફોન કરીને બોલાવવામાં આવી. એને ઓન બોર્ડ સર્વિસ આસીસ્ટન્ટની જોબ ઓફર કરવામાં આવી. મહિલાએ હસીખુશીથી નોકરી સ્વીકારી લીધી. આવડી મોટી કંપનીનો માલિક ખુદ સામે ચાલીને જોબ આપે ત્યારે માણસને કેટલો પાનો ચઢે? એની નિષ્ઠાને કેટલું પોષણ મળે? મહિલા ઈમાનદારીથી જોબ કરવા માંડી. એને એક પછી એક પ્રમોશન મળતું ગયું અને ચાર વર્ષમાં તો તે રીજીયોનલ સ્ટેશન માસ્ટર બની ગઈ. ઇંગ્લેન્ડના કેટલાય રેલ્વે સ્ટેશનો પર વર્જિન ટ્રેઇન્સ સ્મુધલી ચાલે તે જોવાની જવાબદારી હવે તેની હતી. ટ્રેઇનના ડબ્બામાં કચરા-પોતા કરનારી સામાન્ય બાઈ પોતાની સૂઝબૂઝ, ઈમાનદારી અને ખાસ તો કંપનીના બોસની સતર્ક દ્રષ્ટીને કારણે ક્યાંની ક્યાં પહોંચી ગઈ. આ મહિલાને કારણે વર્જિન ટ્રેઇન્સમાં સ્પષ્ટ દાખલો બેસી ગયો : જોબ માટે આવતા માણસની ટેલેન્ટ જોવાની હોય, સર્ટિફિકેટના કાગળિયા કે એન્ટ્રેનસ ટેસ્ટના માર્ક્સ નહીં.

(સંદેશ – ૦૪/૦૪/૨૦૧૮ – ટેક ઓફ – શિશિર રામાવત )

65. ૦૬/૦૪/૨૦૧૮

ઈન્ટરવ્યું

ગમેતેમ કરીને તે ઓફિસે પહોંચ્યો. આજ તેનો ઇન્ટરવ્યુ હતો. મનોમન નકકી કર્યું હતું કે જો નોકરી મળી જાય તો બીજે રહેવા જતું રહેવું છે.મમ્મી,પપ્પા ની રોજબરોજની નાની વાતો જેવી કે રૂમમાંથી બહાર નીકળું તો પંખો કેમ બંધ નથી કરતો,નાહીને બહાર નીકળું તો રૂમાલ સૂકવી દે.,ચાદર સરખી કરી દે ,નળ બંધ કરી દે વિગેરે વિગેરે..થી કંટાળી ગયો છું. ઓફિસના દરવાજા પર કોઈ હતું નહીં.અને બાજુમાં પાણી પાઈપમાં થી બહાર નીકળતું હતું તેને સરખું કર્યું.કારણકે પપ્પાની ટકોર યાદ આવી. પેસેજની લાઈટ સવારે દસ વાગે પણ ચાલુ હતી કોઈ રિસેપશનિસ્ટ પણ ન હતી. તેને લાઈટ બંધ કરી કારણકે મમ્મી ની ટકોર યાદ આવી. બોર્ડ માર્યું હતું કે બીજા માળે ઇન્ટરવ્યુ છે. સીડી ની લાઈટ પણ બંધ કરી.એક ખુરશી આડી પડી હતી તે સરખી કરી. પહેલા માળે બીજા કેંડીડેટ પણ હતા જે ફટાફટ અંદર જઈને તરત જ બહાર આવતા હતા.પૂછતા કહેતા કે કઇ પૂછતા નથી.

તેનો વારો આવ્યો એટલે અંદર ગયો અને ફાઇલ બતાવી.ફાઇલ જોયા પછી તરત જ મેનેજરે પૂછ્યું ક્યારથી જોઈન્ટ કરશો.તેને નવાઈ લાગી કે કશું પૂછયા વગર કઈક મજાક તો નથી કરતા ને. બોસ સમજી ગયા કહ્યું હા ભાઈ એપ્રિલ ફૂલ નથી હકીકત છે.આજના ઇન્ટરવ્યૂ મા કોઈને કંઈ પૂછ્યું નથી બસ CCTV મા તમારો Attitude જોયો છે.બધા કેંડીડેટ આવે છે પણ કોઈને નળ બંધ કરવાનું કે લાઈટ બંધ કરવાનું સૂઝતું નથી એક તમે તેમાં પાસ થયા છો.ધન્ય છે તમારા માબાપ ને કે જેને તમને આવા સંસ્કારો કે શિસ્ત ના પાઠ ભણાવ્યા છે.

જે વ્યક્તિ પાસે Self Discipline હોતી નથી તે ગમે તેટલો હોશિયાર હોય મેનેજમેન્ટ મા અને જિંદગીની દોડમાં નિષફળ જાય છે. મનોમન તેણે નક્કી કર્યું કે ઘેર જઈને તરત જ મમ્મી,પપ્પા ની માફી માંગી લઈશ અને કહીશ કે તમારી નાનીનાની ટકોર આજે મને જિંદગીના પાઠ ભણાવી ગઈ જેની આગળ મારી ડિગ્રીની પણ કોઈ કિંમત નથી. જીવનમાં શિસ્ત અને હકારાત્મક અભિગમ કેળવીએ અને રાખીએ કે જેથી આપણને કોઈ એપ્રિલ ફૂલ ના બનાવી જાય.

(વોટ્સઅપના વાંચનમાંથી)

64. ૦૬/૦૪/૨૦૧૮

સુખનું સરનામું

સુખ ભગવાન પાસે પહોંચ્યું અને ફરિયાદ કરી : ‘પ્રભુ, જગત આખાના લોકોને મારી જરૂર છે, બધા મારી પાછળ પડ્યા છે. એમાં સજ્જનો આવે તો ઠીક પણ બદમાશ, ચરિત્રહિન તેમજ ચોર લોકો પણ મારી પાછળ પડ્યા છે. કૃપા કરી મને સંતાવાની કોઈ એવી જગ્યા બતાવો કે જેથી હું જેવા તેવા લોકોના હાથમાં ના આવું.’ ભગવાને પૂછ્યું, ‘તું અત્યાર સુધીમાં ક્યાં ક્યાં સંતાઈ ચુક્યું છે?’ ‘ભગવાન, બધે જ પણ આ કાળા માથાનો માનવી હું જ્યાં પણ પહોંચું, મને શોધી નાખે છે.’ ભગવાને જવાબ આપ્યો, ‘તું એક કામ કર માણસના મનમાં સંતાઈ જા. માણસ બધેથી તને શોધી શકશે. પણ તેના મનમાંથી તને નહીં શોધી શકે.’ સુખ ત્યારનું માણસના મનમાં જ છે. પણ માણસ તેને બહાર શોધ્યા કરે છે.

હકીકતમાં સુખને ક્યાંય શોધવાની જરૂર નથી. સુખનું સાચું સરનામું માણસનું મન જ છે.

(વોટસઅપના વાંચનમાંથી)

63. ૦૪/૦૩/૨૦૧૮

જીવતી માછલીનો સંતોષ

એક અંધ ભાઈ રસોડામાં કઈક કામ કરી રહ્યા હતા. અચાનક ઘરમાં ફોનની રીંગ વાગે છે. તેઓ પાછળ ફરીને ફોન લેવા જાય છે. તે સાથે ખનનન કરીને અવાજ આવે છે. તેમણે રસોડામાં રાખેલી કાચની બરણી તેમનો હાથ લાગવાને કારણે નીચે પડીને તૂટી ગઈ. આ સાથે બરણીમાં રહેલી કેસરી રંગની માછલી પણ ફર્સ પડી. પાણીમાંથી બહાર પડવાને કારણે માછલી તરફડવા માંડી. અંધ માણસ ખુબ ચિંતાતુર ચહેરે ફર્સ પર ઉભડક બેસી હાથ વડે માછલી શોધવાનો પ્રયત્ન કરે છે. તેના હાથમાં માછલી તો નથી આવતી પણ બરણીના ફૂટેલા કાચના ટુકડા આવે છે. થોડીક જ ક્ષણોમાં તે એક ત્વરિત નિર્ણય લે છે. રસોડામાંના પાણી બહાર વહી જવાના આઉટલેટ પાસે તે પહોંચે છે. પાણીના નિકાસ માટેના કાણાને તે કપડાના ડૂચા વડે બંધ કરી દે છે. ઝડપથી તે જગમાંથી પાણી લઈ ફર્સ પર રેડવા લાગે છે. રસોડાના ખૂણામાં પડેલી એક ડોલ પાસે તે પહોંચી રસોડામાં તે ઠલવી દે છે. થોડીક ક્ષણોમાં જ તે આખા રસોડાને સફળતાપૂર્વક પાણી ભરેલું ખાબોચિયું બનાવી દે છે. હવે તે પાણીમાં બેસી જાય છે. હજુ તેના ચહેરા પર માછલીનું શું થશે તેની ચિંતા દેખાતી હતી. થોડીકવારમાં જ તેના હાથને માછલીનો સ્પર્શ થાય છે. માછલીને તે ઊંચકે છે અને તેની આંગળીઓ વચ્ચેથી તે હાથના પંજા પર આવી જાય છે. આ અનુભવથી તે ખુબ ખુશ થાય છે. માછલીને બચાવવાનો તેનો પ્રયત્ન સફળ થયો હોય છે. માછલી જીવંત હોવાનો સંતોષ તેના ચહેરા પર આવી જાય છે.

એક અંધ વ્યક્તિએ પણ હવાતિયા મારીને પણ માછલીને બચાવી તે વાત આપણને શીખવે છે કે દુનિયામાં કોઈ પણ કામ આપણે જો દિલથી કરીએ તો તે અશક્ય નથી. જરૂર હોય છે મનથી કામ કરવાની ઈચ્છાશક્તિનો અને ત્વરિત નિર્ણય લઈ શકવાની શક્તિનો.

(વોટ્સઅપના વાંચનમાંથી)

(ઈરાનના બબાક હબીબફાર નામનાં ફિલ્મકારે ૧૦૦ સેકંડની બનાવેલી આ ટૂંકી ફિલ્મને ઘણા બધા આંતરરાષ્ટ્રીય ઇનામો મળ્યા.)

62. ૦૨/૦૩/૨૦૧૮

ભેગા થયેલાની શક્તિ

એક વખત એક ભાઈ શહેરના જુના વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા. એક જુના મકાનમાં તેમણે ત્રણ ખખડધજ દુકાનો જોઈ જે જૂની ભંગારની વસ્તુઓની લે-વેચ કરતી હતી. એક દુકાન લોખંડના આડાઅવળા આકારના વપરાયેલા ટુકડા વેચતી હતી. બીજી દુકાન લાકડાના ટુકડા વેચતી હતી. ત્રીજી દુકાનમાં નાના મોટા વાયરો વેચાણ માટે હતા. એ ભાઈને મનમાં પ્રશ્ન થયો કે ફેંકી દીધેલી આવી જૂની વસ્તુઓ કોણ ખરીદતું હશે? આવી વસ્તુઓ શું કામમાં પણ આવે? ત્યાર પછી તેઓ ઘણીવાર આ રસ્તેથી પસાર થતા અને આ દુકાનો જોતા. તેમના મનમાં પ્રશ્ન હંમેશા યથાવત રહેતો કે દુકાનો જે વસ્તુઓ રાખે છે તે શું કામની? એક વખત તેઓ એક મંદિરમાં દર્શનાર્થે ગયા. મંદિરની બહાર એક અપંગ વૃદ્ધ વ્યક્તિ સિતાર વગાડી રહી હતી. તેમના હાથમાંથી સિતાર દ્વારા રેલાતું સંગીત એટલું અદભુત હતું કે કોઈ પણ વ્યક્તિ તે સાંભળવા બે ઘડી થંભી જાય. તેઓ પણ સિતાર સાંભળવા ત્યાં ઉભા રહ્યા. તેમણે સિતાર ધ્યાનથી જોયું અને તરત તેમના મનમાં એક વિચાર આવ્યો કે આ સિતાર લોખંડના આડા અવળા ટુકડા, લાકડાના નાના મોટા ટુકડા અને વાયરોનું બનેલું છે. તેમના મનમાં જે પ્રશ્ન વણઉકેલાયેલો રહ્યો હતો તેનો જવાબ હવે તેમને મળી ગયો.

ઈશ્વરે આપણને છુટી છુટી ઘણી વસ્તુઓ આપેલી છે. આપણે ફક્ત આપણને મળેલી વસ્તુઓને યોગ્ય રીતે યોગ્ય સમયે અને સંતોષપૂર્વક કુશળતાથી ભેગી કરવાની હોય છે. ઈશ્વરે દુનિયાની કોઈ પણ વ્યક્તિને વસ્તુઓ ઓછી કે વધારે, સારી કે ખરાબ આપી નથી. આપણને જ એવું લાગે છે કે મને મળેલી આ વસ્તુ ભંગાર કે કોઈ કામ વિનાની છે અને પેલા પાસે કેટલી સરસ વસ્તુઓ છે. આપણને મળેલી ભંગાર વસ્તુઓને પણ આપણે યોગ્ય રીતે જોડતા શીખી જઈએ તો તે વસ્તુમાંથી સિતાર જેવું સુંદર સંગીત રેલાશે અને આપણું જીવનપણ કોઈને પણ અદેખાઈ થાય તેવું સંગીતમય બની જશે. As soon as the separate fragments come together into a synthesis, a new entity emerges, whose nature we could not have foreseen by considering the fragment alone. Our sitar of life will also play wonderful music.

(વોટ્સઅપના વાંચનમાંથી)

61. ૨૨/૦૧/૨૦૧૮

પ્રબળ ઈચ્છાશક્તિ

કૃતિકા પુરોહિતના જીવનમાં તેની પ્રબળ ઈચ્છાશક્તિએ આંખોનું કામ કર્યું. તે નાની હતી ત્યારે જ તેણે નક્કી કર્યું હતું કે તે મોટી થઈને ડોક્ટર બનશે પરંતુ તેની કમનસીબી કે તે ત્રીજા ધોરણમાં હતી ત્યારે તેની ઓપ્ટીકલ નસમાં મુશ્કેલી ઉભી થઇ અને તેની બંને આંખોની રોશની ચાલી ગઈ. ભલે તેની રોશની ચાલી ગઈ પણ તેણે સ્વપ્ન જોવાનું છોડ્યું નહીં. મુંબઈના નાલાસોપારામાં રહેતી કૃતિકાએ પોતાના સ્વપ્નને સાકાર કરવા પુરુસાર્થ ચાલુ રાખ્યો. ડોક્ટર બનવાની તેની આ યાત્રા સહેજે આસાન ન હતી. એના સંઘર્ષની શરૂઆત થઇ ૨૦૧૦માં. નેશનલ એશોસિએશન ફોર ધ બ્લાઈંડમાંથી પાસ થઈ મેડીકલમાં એડમિશન લેવા માટેની સી.ઇ.ટી ( કોમન એન્ટરન્સ ટેસ્ટ ) આપવાના સમયે તે નેત્રહીન હોવાને કારણે મુશ્કેલી ઉભી થઇ. આપણા દેશમાં દ્રષ્ટીહિન લોકો ફિઝીઓથેરાપીનો ડીપ્લોમાં અને સર્ટિફિકેટ કોર્સ કરી શકે છે પણ તેઓ ડીગ્રી કોર્સ કરી શકતા નથી. કૃતિકાએ ડીગ્રી કોર્સમાં એડ્મિશન લેવા માટે અદાલતના દરવાજા ખટખટાવ્યા. અંતે બોમ્બે હાઈકોર્ટે તેને પરીક્ષા આપવાની મંજુરી આપી.

પરીક્ષા પાસ કરી કૃતિકાએ ડીગ્રી કોર્સમાં એડમિશન તો લીધું પણ તે નેત્રહીન હોવાને કારણે તે પ્રેક્ટિકલ્સ કેવી રીતે કરી શકશે? તે પ્રશ્ન ઉઠ્યો. કૃતિકા જોઈ શક્તિ ન હતી પણ મૃત માનવશરીરના વિવિધ અંગોને હાથમાં ગ્લોવ્સ પહેર્યા વિના સ્પર્શીને તે જ્ઞાન મેળવતી હતી. પ્રેક્ટિકલ પરીક્ષા નેત્રહીન આપી ના શકે તે મુદ્દા પર તેણે ફરી કોર્ટમાં જવું પડ્યું. કોર્ટે તેને કોર્ટરૂમમાં તેના એનેટોમીના (શરીર રચના ) પ્રેક્ટિકલ નોલેજને સાબિત કરવા કહ્યું. ઓપન કોર્ટમાં પ્રેક્ટિકલ્સનાં સેશન માટે લંડનથી ખાસ સ્પેસીમેન મંગાવવામાં આવ્યું. કૃતિકાને પ્રશ્નો પૂછવામાં આવ્યા, તે નહિવત મુશ્કેલી સાથે જવાબો લખાવતી ગઈ અને તેણે કોર્ટરૂમમાં ડોક્ટર બનવાની પોતાની ક્ષમતા પુરવાર કરી બતાવી. તે પછી ડોક્ટર બનવા માટે અને શરીર રચનાને તેણે ખુબ પુરુષાર્થ કર્યો. એનેટોમી પ્રેક્ટિકલસ સહિત મોટાભાગની પરીક્ષામાં તેણે ઉચ્ચ ગુણવત્તા મેળવી. મગજ જેવા અઘરા ભાગની રચના પણ તે શીખી. મુંબઈની કે.ઈ.એમ કોલેજમાંથી તેણે ફિઝીઓથેરાપીની ડીગ્રી મેળવી. ૨૪ વર્ષની કૃતિકાને દેશની પ્રથમ પ્રમાણિત ડોક્ટરનું ડીગ્રી સર્ટિફિકેટ મળ્યું. અત્યારે તે પોતાની પ્રેક્ટીસ કરે છે અને વધુ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છે છે. પોતાના મક્કમ મનોબળથી તે ડોક્ટર બની અને પોતાની પાસે સારવાર લેવા આવનાર દર્દીઓને તે સંતોષ અને આનંદ આપવાનો પ્રયત્ન કરે છે.

( ગુજરાત સમાચાર – ૨૨/૦૧/૨૦૧૮ – આજકાલ – પ્રીતિ શાહ )

60. ૧૫/૦૧/૨૦૧૮

બદલો

એક વખત એક સાપ લાકડા કાપવા-વહેરવાની ફેક્ટરીમાં દાખલ થઈ ગયો. એ સરકતો સરકતો આગળ વધી રહ્યો હતો ત્યાં એક કરવતના દાંતા સાથે તે ઘસાયો એટલે એને નજીવી ઈજા થઇ. ઈજાને કારણે સાપ ખીજાઈ ગયો ને પાછા વળી કરવતને જોરદાર દંશ દઈ દીધો. આનાથી સાપના મુખમાં બહુ મોટી ઈજા થઇ. આ મોટી ઈજાને લીધે સાપ વધારે વિફર્યો. હવે સાપે નક્કી કર્યું કે કરવતને ફરતે વીંટળાઈને એને એવો જોરદાર ભરડો લઉં કે કરવત ગૂંગળાઈ મરે. સાપે હતી તેટલી તાકાતથી કરવત ફરતે ભરડો લીધો અને પરિણામ એ આવ્યું કે એના ખુદના રામ રમી ગયા.

જીવનમાં બદલો લેવાની ભાવના હંમેશા બદલો લેનારને નુકશાન પહોંચાડે છે. ઘણીવાર અન્યના અયોગ્ય વર્તન માટે કોઈ જ પ્રતિક્રિયા નાં આપો. પ્રતિક્રિયા નાં આપવામાં જ હેરાન થનારનું ભલું થાય છે. અન્યને પાઠ ભણાવવાનું આપણું વર્તન જ આપણા માટે બુમરેંગ થતું હોય છે. ઘણી પળો એવી હોય છે કે તે પરિસ્થિતિ, તે વર્તન, તે શબ્દો અને તે લોકોને અવગણો તેમાં જ મઝા છે.

( ચિત્રલેખા : રાજુ અંધારિયા : ૨૨ જાન્યુઆરી ૨૦૧૮ અંકમાંથી )

59. ૧૦/૦૧/૨૦૧૮

અમર પ્રેમ

અમેરિકામાં ૨૦૧૫ ની સાલમાં હેથર નામની છોકરી તેના ફ્રેન્ડ ડેવિડને મળી હતી. ડેવિડ હેથરને લગ્ન માટે ૨૩ ડિસેમ્બર ૨૦૧૬ માં પ્રપોઝ કરવાનો હતો. તે જ દિવસે હેથરને બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું. તેમ છતાં ડેવિડે હેથરને પ્રપોઝ કર્યું. તેની કેન્સરની સારવારમાં કીમોથેરાપીમાં તેમજ ઘણી સર્જરીઓમાં પણ ડેવિડે ઘણી મદદ કરી. હેથરની હાલત ધીરે ધીરે બગડતી જ જતી હતી. તેની હાલત નવેમ્બર ૨૦૧૭ માં વેન્ટીલેટર સુધી પહોંચી ગઈ. તેની અંતિમ ઈચ્છા ડેવિડ સાથે લગ્ન કરવાની હતી. ડેવિડે પ્રેમિકાની ઈચ્છા પૂરી કરવા તેની સાથે ૩૦ ડીસેમ્બર ૨૦૧૭ ના રોજ લગ્ન કરવાનો હતો પણ ડોકટરોએ તેને કહ્યું કે હવે હેથર પાસે સમય ખુબ જ ઓછો છે. આથી ડેવિડે તરત જ તેના મિત્રો અને સંબંધીઓને બોલાવી દીધા. વેન્ટીલેટર બેડ પર જ હેથરને વેડીંગ ગાઉન પહેરાવ્યો, માથે વિગ પહેરાવી અને તેની સાથે ૨૨ ડીસેમ્બર ૨૦૧૭ ના રોજ લગ્ન કર્યા. લગ્ન બાદ હેથર ૧૮ કલાક જ જીવી હતી. આ ૧૮ કલાક ની ક્ષણો તેના માટે ખુબ સુખદ રહી હતી અને તેમનો પ્રેમ અમર થઈ ગયો હતો.

(વર્તમાન પત્રો અને ઇન્ટરનેટમાંથી)

58. ૧૦/૦૧/૨૦૧૮

મદદ કરવાની સાચી પદ્ધતિ

કોઈ પણ વ્યક્તિને કોઈ પણ રીતે મદદ કરો તે તો સારું જ છે પણ તેને કાયમી મદદરૂપ થઈ શકે તેવી રીતે તેને મદદ કરવામાં આવે ત્યારે સોનામાં સુગંધ ભળે. એક વખત રેલ્વે સ્ટેશન પર એક મહેન્દ્રભાઈ નામની દયાળુ વ્યક્તિએ એક ભિખારીને જોયો. આ ભિખારીના બંને પગ કામ કરતા ન હતા. તે ભીખ માંગવા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા જમીન પર બે હાથ મૂકી ઘસડાઈને જતો હતો. તે જેના પર બેઠો હતો તે જૂની-પુરાણી પ્લાસ્ટિકની સીટ સાથે ઘસડાઈને આગળ વધવું પણ તેના માટે ખુબ અઘરું કામ હતું. તેના હાથ અને બેઠક પર ખીલ્લા, ફાંસ અને કાંકરા વાગવાને લીધે અસંખ્ય ચાંદા પડી ગયા હતા.

મહેન્દ્રભાઈએ ધાર્યું હોત તો તેને ૨૫ કે ૫૦ રૂ આપીને દાન-ધર્મ નિભાવ્યો હોત પણ તેમણે ખરા અર્થમાં આ ભિખારીની પીડા દુર કરવાનું વિચાર્યું. તેમણે ભિખારીને બીજા દિવસે ત્યાં જ મળવાનું કહ્યું. તેઓ તેમના ઓળખીતા કારીગર પાસે ગયા. તેમણે જાતે બેસી મગજમાં કલ્પેલી તેવી ભિખારી બેસી શકે તેવી પૈડાવાળી સ્ટીલની ચાર બેરીંગની ગાદી સાથેની વ્હીલ ચેર – પ્લેટ બનાવી. તેના પંજામાં ભરાવીને જમીન પર સહેલાઇથી ધક્કો મારીને આસાનીથી સરકી જવાય.તેવા સ્લીપર પણ બનાવ્યા. ભિખારીની બધી જ પીડા જતી રહી. તેને મળતી ભીખનો આંક વધ્યો. તેની પીડા અને દયનીય હાલતમાં પણ તેને રાહત મળી. ધન્ય છે મહેન્દ્રભાઈ.

( ગુજરાત સમાચાર – ૦૯/૦૧/૨૦૧૮ )

57. ૦૧/૦૧/૨૦૧૮

કાળું ટપકું અને સફેદ કાગળ

એક શિક્ષકે ક્લાસના વિધાર્થીઓને કહ્યું, ‘આજે હું તમારી સરપ્રાઈઝ ટેસ્ટ લેવાની છું.’ ટીચરે બધા વિધાર્થીઓને એક કાગળ આપ્યો. તે કાગળમાં વચ્ચે એક નાનું કાળું ટપકું હતું. ટીચરે વિધાર્થીઓને કહ્યું, ‘તમે આ કાગળમાં જે જુઓ છો તે લખો.’ થોડીવાર પછી શિક્ષકે બધાના જવાબ પેપર લઈ લીધા. બધાએ કાળા ટપકાની સ્થિતિ વિશે કઈક ને કઈક લખ્યું હતું. હવે ટીચરે વિધાર્થીઓને સમજાવ્યું. ‘હું તમને આ પરીક્ષા દવારા જીવનને અલગ રીતે જોવાની એક રીત સમજાવવા માંગુ છું. કોઈએ કાગળના સફેદ ભાગ વિશે કઈ જ લખ્યું નથી. બધાનું ધ્યાન કાળા ટપકા તરફ જ હતું.

આપણા જીવનમાં પણ સફેદ ભાગ જેવી ઘણી સુંદર વસ્તુઓ અને ઘણી સરસ ઘટનાઓ આપણી આજુબાજુમાં છે જ. પણ આપણે એ તો હોય તેમ સ્વીકારી આપણું ધ્યાન અને શક્તિ નાના કાળા ટપકા જેવી દુઃખદ ઘટના કે ખરાબ પ્રસંગો પર ધ્યાન આપવામાં જ વાપરીએ છીએ.

આપણા જીવનમાં પણ સફેદ વસ્તુની જેમ ઘણી સારી વસ્તુઓ છે જ. આપણે ફક્ત એ શોધવાની ટેવ પાડવી પડે. પ્રભુ આપણને રોજ એક સુંદર દિવસ માણવાની તક આપે જ છે. અને આપણી સાથે તેવું જ સારું રોજ બને પણ છે જ. આપણે ફક્ત એવું જ જોવાની જરૂર છે કે કાળુ ટપકું એક જ છે, નાનું છે અને લઘુમતીમાં જ છે. આ કાળા ટપકા દવારા આપણું સુંદર જીવન પ્રદુષિત થવું ના જોઈએ.

(વોટ્સઅપના વાંચનમાંથી)

56. ૩૦/૧૨/૨૦૧૭

ઈશ્વરની મદદ

સવારના સાત વાગ્યા હતા. એક વૃધ્ધા મંદિરમાં દર્શન કરી બહાર આવી તો તેણે જોયું કે શરીરે દુર્બળ દેખાતા એક ભાઈ ભીખ માંગી રહ્યા હતા. તેની આંખોમાં યાચના ડોકાઈ રહી હતી. વૃધ્ધાએ તે ભાઈના હાથમાં થોડા પૈસા મુક્યા. ભાઈએ ગળગળા થઈ કહ્યું કે આમ તો હું ફુગ્ગા વેચી મહેનત મજુરી કરીને ગુજરાન ચલાવું છું પણ આકસ્મિક મારી સાયકલ બગડી છે અને શરીર પણ મજુરી કરવા સક્ષમ નથી આથી મારૂ અને મારા બાળકોનું પેટ ભરવા ભીખ માંગવા મજબુર થયો છું. વૃધ્ધાએ કહ્યું, ‘ચિંતા ના કરીશ. જો તે જીવનભર કોઈને દુખી નથી કર્યા અને તું બીજાને મદદરૂપ થયો હોઈશ તો તારી ચિંતા ઉપરવાળો જ કરશે. તને ક્યાંકથી તો મદદ આપવા તે જ તારું ધ્યાન રાકશે.’ ભીખ માંગતા ભાઈની આંખો જતી વૃધ્ધાને જોઈ રહી અને તે મનોમન વિચારતા હતા કે વૃધ્ધાએ કહેલું સાચું પડે.

પછીના બે કલાક દરમ્યાન મંદિરમાં ઘણી વ્યક્તિઓ આવી પણ કોઈએ ભીખ માંગતી આ વ્યક્તિ તરફ ધ્યાન જ નાં આપ્યું. થોડી નિરાશા સાથે તે વ્યક્તિ ગુરુદ્વારા બહાર જઈ બેઠો. રજાનો દિવસ હોઈ અહીં મુલાકાતીઓનો ધસારો વિશેષ હતો. બીજા બે કલાક થઇ ગયા તેને પેટ ભરવા થોડું ખાવાનું મળ્યું પણ ઘરે લઈ જઈ શકે તેવી મોટી મદદ મળી નહીં. બપોરનો સમય થયો. હવે આ ભિખારી ચર્ચની બહાર જઈ બેઠા. ત્યાં પણ ઘણા લોકો આવ્યા. સારા વચનો તેમજ સારી વાતો સાંભળવા મળી પણ અન્ય કોઈ મદદ મળી નહીં. હવે આ ભિખારીને વૃધ્ધાના કહેલા પર શંકા પડી. તેને થયું ભલે તમે આખી જિંદગી બીજાને મદદરૂપ થયા હોવ પણ તમારો તકલીફનો સમય તમારે જ પસાર કરવો પડે. ઈશ્વર જેવું આ દુનિયામાં કઈ હશે નહીં. છેલ્લો પ્રયત્ન કરવા તે ઢળતી સાંજે મસ્જિદની બહાર જઈ બેઠો. બહાર આવતી ઘણી વ્યક્તિઓએ તેને માટે દુવા કરી પણ ફરી એવી જ નિરાશા. હવે આ ભાઈ ખુબ નિરાશ થઈ ગયા હતા. ખાલી હાથે હું ઘરે પહોંચી મારા બાળકો, બીમાર પત્ની અને વૃદ્ધ માતાપિતા માટે કઈ લઈ જઈ શકીશ નહીં. તેઓ કેટલી આશા સાથે મારી રાહ જોતા હશે. ઘરના રસ્તે આવતા એક દારૂના પબની બહાર માથે હાથ રાખી નિરાશ વદને તે બેઠા હતા. પબમાંથી ખુબ દારૂ પીધેલી હાલતમાં એક ભાઈ બહાર આવ્યા તેમણે ફૂટપાથ પર બેઠેલા આ ભિખારીને જોયો. તેમણે પોતાનું પર્સ કાઢી તેમાંથી હતા તેટલા બધા પૈસા આ ભિખારીને આપી દીધા.

ખુબ આશ્ચર્ય સાથે આ ભિખારીએ તે ભાઈને કહ્યું, ‘આટલી મોટી મદદની મને જરૂર નથી.’ પેલા પીધેલા ભાઈએ કહ્યું, ‘મેં હોશ સાથે જ તને મદદ કરી છે. મારી પાસે ખુબ પૈસા છે. આ પૈસા તું જ રાખી લે.’ ભિખારી ખુશ થઈ મનોમન પ્રભુનો પાડ માનવા લાગ્યો.

પ્રભુની મદદ કરવાની પદ્ધતિ પણ કેટલી નિરાળી છે. તમને જ્યારે તે યાદ આવે તે જ સમયે કે તમે માન્યું હોય તેવી જ રીતે તે મદદ કરતો નથી. તે મદદ ચોક્કસ કરશે. સરળ વ્યક્તિઓની ચિંતા જ તે કરે છે. પણ ક્યાં, ક્યારે અને કેવી રીતે તે મદદ કરશે તેની કોઈને કલ્પના નથી હોતી. ઈશ્વરની મદદ કરવાની પદ્ધતિમાં હંમેશા શ્રધ્ધા રાખવી.

(વોટ્સઅપના વાંચનમાંથી)

55. ૨૫/૧૨/૨૦૧૭

મારી સફળતાની મને જ અનોખી ભેટ

૨૧ ઓગસ્ટ ૨૦૧૭. સવારે ૯.૩૦ વાગ્યે ઇંગ્લેન્ડના વેસ્ટર્ન પાર્ટ ડોવર બીચ પર ઠંડો પવન વાઈ રહ્યો હતો. ગુજરાતની અને અમદાવાદની દીકરી વંદિતા ધારીયાલ અહીંથી એક વિશેષ સિદ્ધિ મેળવવાના ધ્યેય સાથે તૈયાર હતી. ફ્રાંસ અને ઇંગ્લેન્ડને જોડતો ૨૧.૨ માઈલ એટલે 36 કી.મી જેટલા અંતરનો દરિયો એટલે બ્રિટિશ ચેનલ તરીને ક્રોસ કરવા તે મનથી તૈયાર હતી. જેમ પર્વતારોહ્કો માટે જેમ માઉન્ટ એવરેસ્ટ ચઢવો જીવનનું એક સ્વપ્ન હોય છે તેમ સ્વિમરો માટે ઈંગ્લીશ ચેનલ ક્રોસ કરવી એક સ્વપ્ન હોય છે. ઈ.સ ૧૮૭૫માં કેપ્ટન મેથ્યુ બેલે પહેલી વખત ઈંગ્લીશ ચેનલ ક્રોસ કરી તે પછી આજ સુધી લગભગ ૧૯૦૦ જેટલા લોકોજ આ કપરૂં કામ પૂર્ણ કરી શક્યા છે. આ એક હરીફાઈ નથી પણ ઘૂઘવતા દરિયા સામે બાથ ભીડી સામે છેડે પહોંચવું તે વિશ્વના કોઈ પણ સ્વિમર માટે એક સ્વપ્ન સમાન હોય છે.

આ હરિફાઈમાં ઉતરતા પહેલા વંદિતાએ પહેલા એક કલાક પછી બે કલાક પછી ત્રણ કલાક એમ છ કલાક સળંગ દરિયામાં તરી પ્રેકટીશ લીધી. ત્રણ માસના સમયમાં દરિયામાં બ્રીધીંગ કેમ લેવું, દરિયાના મોજા સામે ટકી કેમ રહેવું તેમજ પાણીનું ટેમ્પરેચર અચાનક ઘટી જાય તો શું કરવું જેવી ટ્રેનિંગ લીધા પછી વંદિતાને ઈંગ્લીશ ચેનલ અને સ્વિમિંગ એન્ડ પાયલોટીંગ ફેડરેશન તરફથી ચેનલ ક્રોસ કરવા માટેની પરમિશન મળી. વંદિતાએ આ અંતર ૧૩ કલાક, ૧૦ મિનિટ અને ૧૦ સેકંડમાં પુરૂ કર્યું. વંદિતાએ તેનો અનુભવ વર્ણવતા કહ્યું કે, ‘સ્વિમિંગ પુલમાં તો પાણી સ્થિર હોય જ્યારે દરિયામાં કઈ કહી નાં શકાય. અચાનક ઊંચા થતા મોજાનો પણ સામનો કરવાનો આવે. પવનની દિશાઓ પણ બદલાતી રહે ક્યારેક વરસાદ પણ આવે. મારી આ સફર દરમ્યાન મને ત્રણ જેલીફિશ કરડી. અમુક વખતે દરિયાના મોજા વચ્ચે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી પણ જો હું ઉભી રહ્યું તો મારા શરીરનું ટેમ્પરેચર ઘટી જાય અને મને હાયપોથરમિયા થાય એટલે મેં શરીરને મશીન બનાવી તરવાનું ચાલુ જ રાખ્યું. ક્યારેક અંધારામાં દિશાની પણ સૂઝ ના પડે. મારું બોડી પણ પેઈન કરવા લાગ્યું પણ આડુંઅવળું તરીને પણ તરવાનું મેં ચાલુ રાખ્યું. લગભગ ૧૦ કિમી જેટલું અંતર બાકી હોય ત્યારે મંઝિલ દેખાવા લાગી. છેવટે આ અંતર પૂરું થયું.’

વંદિતાએ કહ્યું દરિયો તર્યા પછી હું આંખ બંધ કરું તો પણ મને એક જ લાગતું કે હું હજુ પાણીમાં છું. આંખ બંધ કરું તો મને ડૂબવાનો ભય લાગતો આથી ચાર દિવસ સુધી મને ઊંઘ જ નાં આવી. આ ચેનલ ક્રોસ કરવાના પ્રયત્નોમાં ઘણાને હાર્ટએટેક પણ આવેલા છે. વંદિતાની સિદ્ધિ તમે કપરું કાર્ય શરુ કરો તો પણ હિંમત હાર્યા વિના કાર્ય પુરૂ કરવાનો ધ્યેય સાથે કામ કરવાનું ચાલુ જ રાખો. તમે ધારેલા મુકામ પર ચોક્કસ પહોંચી શકશો તેવો મેસેજ આપે છે.

(વર્તમાન પત્રો અને ઇન્ટરનેટમાંથી)

54. ૨૩/૧૨/૨૦૧૭

આપીને મેળવવું તેનું નામ સુખ

પેરિસમાં એક મહાન વૈજ્ઞાનિકને તેના સંશોધન બાબતે નોબેલ પ્રાઈઝ મળે છે. તેનું સન્માન થવાનું હતું અને તેને માનપત્ર મળવાનો એક કાર્યક્રમ યોજાયો હતો. વૈજ્ઞાનિકને ખુબ આનંદ થાય છે અને તે વિચારે છે કે તેની વર્ષોની તપશ્ચર્યાનું ફળ હવે તેને મળી રહ્યું છે. તે તેની પત્નીને પણ કહે છે કે તું મારી સાથે આવ આપણે સજોડે ખુબ આનંદ માણી શકીશું. પેરિસમાં હવે બરાબર આ જ દિવસે અને આ જ સમયે એક પ્રસિદ્ધ વાયોલીન વાદકનો એક થિયેટરમાં પ્રોગ્રામ હોય છે. વૈજ્ઞાનિકની પત્નીને આ વાયોલીનવાદક ખુબ પ્રિય હોય છે. તેને આ પ્રોગ્રામમાં જવાની ખુબ જ ઈચ્છા હોય છે આથી તે પોતાના વૈજ્ઞાનિક પતિને આ પ્રોગ્રામમાં આવવાનો આગ્રહ કરે છે. વૈજ્ઞાનિક પતિ બહુ જ સરળ સ્વભાવના હોય છે હંમેશા તેમણે પત્નીના સુખમાં પોતાનું સુખ જોયું હોય છે. તેમણે પોતાની પત્નીને કહ્યું, ‘સારું, તું કહે તેમ.’

બંને તૈયાર થઇ સાંજે વાયોલિનવાદકનો પ્રોગ્રામ જોવા થિયેટર પર પહોંચે છે. થિયેટર પરના નોટીસ બોર્ડ પર એક સુચના લખી હોય છે. ‘આજે પેરિસના એક મહાન વૈજ્ઞાનિકના માનપત્ર પ્રદાનનો કાર્યકર્મ હોવાથી આજનો શો બંધ રાખી આવતીકાલ પર રાખેલ છે.’ વૈજ્ઞાનિકની પત્ની તેના પતિ સામે જુવે છે. તેની આંખમાં પાણી અને સુખની લાગણી હતી. તેને હવે સમજાયું કે તેનો પતિ કેટલો મહાન છે અને પોતાના માટે એ કેટલો ત્યાગ આપી શકે છે. આપીને સુખ મેળવવાનો આનંદ બંનેને મળે છે.

( અખંડ આનંદ – નવેમ્બર ૨૦૧૭ )

53. ૩૦/૧૧/૨૦૧૭

અશકયમાંથી શક્ય કરનારી સુપર હ્યુમન

૨૦૧૧માં લખનૌથી દિલ્હી જતી ટ્રેનમાં અરુણિમા સિંહની છેડતી કરવાનો અને લગેજ લુંટવાનો ગુંડા ટોળકી પ્રયાસ કરી રહી હતી. અરુણિમાએ તેમને માર્યા. અકળાઈને ગુંડા ટોળકીએ ચાલુ ટ્રેનમાંથી તેને બહાર ફેંકી દીધી. સામા પાટા પરથી આવતી ટ્રેને તેના ડાબા પગનો ફૂરચો બોલાવી દીધો. રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ પ્લેયર અરુણિમાસિંહ પાસે હવે બે જ વિકલ્પ હતા. એક કે પોતાની સાથે થયેલી ઘટનામાં જવાબદાર લોકોને દોષિત ઠેરવી બાકીનું જીવન રડતા પૂરી કરવાની ઔપચારિકતા પૂરી કરવી અને બીજું જીવનમાં નવા લક્ષ્યાંક બનાવી લડવું.

હોસ્પિટલના બિછાને તે હતી ત્યારે તેણે એક મેગેઝીન જોયું. તેમાં માઉન્ટ એવરેસ્ટની તસ્વીર હતી. તે જોઇને જ તેણે નિર્ધાર કર્યો કે હું એક પગે પણ માઉન્ટ એવરેસ્ટ ચઢીશ. તેની સારવાર કરી રહેલા ડોક્ટરોએ તેનો જુસ્સો વધારવાને બદલે કોમેન્ટ કરી કે તેનું માનસિક સંતુલન પણ ખોરવાઈ ગયું હોય તેવું લાગે છે. બે દિવસ પછી તેણે કુત્રિમ પગે ચાલવાનું શરૂ કર્યું. એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બચેન્દ્રી પાલ સાથે તેણે મુલાકાત કરી. બચેન્દ્રી પાલે તેને હિંમત આપી કે, ‘એવરેસ્ટ સર કરવાના તારા નિર્ણયે જ તારી અંદરના એવરેસ્ટરૂપી પડકારને સર કરી લીધો છે. હવે તારે સાચો એવરેસ્ટ સર કરી દુનિયાને બતાવી દેવાનું છે કે તું કઈ માટીની બનેલી છું’. અરુનીમાએ ત્યારે પછી ૧૮ મહિના સુધી નહેરૂ ઇન્સ્ટીટયુટ ઓફ માઉન્ટેનિયરીંગમાં તાલીમ લીધી. ઘણા કોર્પોરેટ્સ તેને સ્પોન્સર કરવા આગળ આવ્યા. ૨૧ મેં ૨૦૧૩ નાં રોજ તેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. એવરેસ્ટની ટોચે તેણે ત્રિરંગો લહેરાવ્યો અને સાથે તેના આદર્શ સ્વામી વિવેકાનંદની તસ્વીર મૂકી. ત્યાર પછી કુત્રિમ પગ સાથે તેણે આફ્રિકાના કિલિમાન્જારો, યુરોપના એલ્બ્રસ, ઓસ્ટ્રેલિયાનો કોસસીયુઝ્કો, આર્જેન્ટીનાનો એકોનકાગુઆ અને ઇન્ડોનેશિયાનો કાર્સટેન્ઝ પિરામિડ એમ છ શિખર સર કર્યા.

(ગુજરાત સમાચાર – સેલિબ્રેશન – ચિંતન બુચ – ૨૯/૧૧/૨૦૧૭)

52. ૨૯/૧૧/૨૦૧૭

માનવ ધર્મ

એક અનાથ છોકરો ફળ વેચવાનું કામ કરતો હતો. બધા ધર્મના લોકોને આ છોકરો પ્રિય હતો. એક વખત ધાર્મિક તહેવાર વખતે શહેરમાં હુલ્લડ ફાટી નીકળ્યું. જેમાં પંદર માણસો માર્યા ગયા. મૃતકમાં અનાથ છોકરાનો પણ સમાવેશ થતો હતો. સરકારે બંને ધર્મના વડાઓને બોલાવ્યા અને પોતાના ધર્મના કેટલા માણસો માર્યા ગયા છે તે જણાવવા કહ્યું. બંને ધર્મના લોકોએ પોતાના આંઠ માણસ માર્યા ગયા છે તેવું જાહેર કર્યું. સરકારી અધિકારીઓ મૂંઝાયા કારણકે કુલ માણસો પંદર મર્યા હતા સોળ નહીં.

અધિકારીઓએ બંને ધર્મના મૃતકોની નામાવલી તપાસી તો બંનેમાં તે અનાથ છોકરાનું નામ લખ્યું હતું. સર્વધર્મના લોકોને જે પ્રિય હોય તેને માનવધર્મ સિવાય બીજો કોઈ ધર્મ હોતો નથી. જ્યારે તમારે કોઈનું શ્રેષ્ઠ કામ કરવું છે તો તમે કયા ધર્મ માટે કરો છો તે નાં જુઓ. (હસમુખ રામદેપુત્રા – આ વાર્તાને સાહિત્ય સેતુ લઘુકથા સ્પર્ધા – રાજકોટમાં પ્રથમ ઇનામ મળ્યું હતું)

51. ૧૨/૧૧/૨૦૧૭

મનની બારી

એક વાર એક નવદંપતી કોઈ ભાડાના મકાનમાં રહેવા ગયાં. બીજા દિવસે સવારે જયારે બંને ચા-નાસ્તો કરતા હતા ત્યારે પત્નીએ બારીમાંથી જોયું કે સામેના ઘરની અગાશી પર કપડા સુકવેલા હતા. “લાગે છે આ લોકોને કપડા ધોતા પણ નથી આવડતું જુઓ તો કેટલા મેલા લાગે છે?” પત્ની બોલી. પતિએ એની વાત સાંભળી પણ ખાસ ધ્યાન ના આપ્યું. એક બે દિવસ પછી ફરી એજ જગ્યાએ કપડા સુકવેલા જોઈને પત્નીએ ફરી એજ કહ્યું, “ક્યારે શીખશે આ લોકો કે કપડા કેવી રીતે ધોવાય….!!” પતિ સંભાળતો રહ્યો પણ આ વખતે પણ કંઈ બોલ્યો નહિ. હવે તો રોજ જ આમ થવા લાગ્યું, જયારે પણ પત્ની કપડા સુકાતા જોતી, જેમતેમ બોલવા લાગતી. લગભગ એક મહિના પછી એક સવારે પતિ-પત્ની રોજની જેમ જ ચા- નાસ્તો કરી રહ્યા હતા. પત્નીએ હંમેશની જેમજ નજર ઉઠાવીને સામેની અગાશી તરફ જોયું , “અરે વાહ લાગે છે એ લોકોને સમજણ પડી ગઈ…. આજે તો કપડા બિલકુલ સાફ દેખાય છે, જરૂર કોઈ કે ટોક્યા હશે!” પતિ બોલ્યો, “ના એમને કોઈએ નથી ટોક્યા.” “તમને કેવી રીતે ખબર? ” ,પત્નીએ આશ્ચર્યથી પૂછ્યું. “આજે હું વહેલો ઉઠી ગયો હતો અને મેં બારીના કાચને બહારથી સાફ કરી નાંખ્યો, એટલા માટે તને કપડા સાફ દેખાય છે.” પતિએ વાત પૂરી કરી. જીવનમાં પણ આજ બાબત લાગૂ પડે છે : ઘણી બધી વાર આપણે બીજાઓને કેવી રીતે જોઈએ છીએ એ આપણા પોતાના પર આધાર રાખે છે કે આપણે અંદરથી કેટલા સાફ છીએ. કોઈના વિશે બુરું-ભલું કહેતા પહેલા પોતાની મનઃસ્થિતિ જોઈ લેવી જોઈએ અને પોતાની જાતને પૂછવું જોઈએ કે શું આપણે સામેની વ્યક્તિમાં કંઇક સારું જોવા તૈયાર છીએ કે હજુયે આપણી બારી ગંદી જ છે.

(વોટ્સઅપના વાંચનમાંથી)

50. ૧૧/૧૧/૨૦૧૭

મજુરથી સબ ઇન્સ્પેકટર સુધીની સંઘર્ષ યાત્રા

મહારાષ્ટ્રમાં નાસિકમાં ૨૩ વર્ષની પદ્માલક્ષ્મી નાના બાળકને ગોદમાં રાખી મજુરીનું કામ કરતી. બાળક રડે તો વચ્ચે વચ્ચે છાનું પણ રાખવું પડતું. તેનો પતિ પવન ઇંટોના ભઠ્ઠામાં મજુરી કરી રોજના ૫૦ રૂ કમાતો. બંને પતિ-પત્ની, બે બાળકો અને તેમના માતા-પિતાનું જેમતેમ ગુજરાન કરી જીવનનું ગાડું ગબડાવતા. પદ્માલક્ષ્મીનું આ પ્રકારના જીવનમાં મન માનતું ન હતું. તેણે ૧૨ ધોરણ સુધીનો શાળાકીય અભ્યાસ તો કર્યો હતો. તેના પતિએ તેને આગળ ભણવા પરવાનગી અને પ્રોત્સાહન આપ્યા. તે દિવસે તો મજુરી જ કરતી પણ રાત્રે અભ્યાસ કરતી. જુના પુસ્તકો મેળવી ધીરે ધીરી સ્નાતકની પદવી મેળવી લીધી. હજુ પદ્માલક્ષ્મી અટકી નહીં. આ પછી તેણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી. છેવટે તેણે મહારાષ્ટ્ર પોલીસ એકેડેમીની સ્પર્ધાત્મક પરીક્ષા પણ પાસ કરી. હાલમાં તે અમરાવતી રેન્જની પોલીસ સબ ઇન્સ્પેકટર પદની જવાબદારી નિભાવી રહી છે. તેણે કહ્યું કે, ‘મારી તે પરિસ્થિતિમાં હું જે શ્રેષ્ઠ કરી શકતી હતી તે મેં કર્યું. હવે મારા બાળકો અને મારા કુટુંબનું ભવિષ્ય સુરક્ષિત છે તેનો મને આનંદ છે.’ મુશ્કેલીઓના પહાડને પદ્માલક્ષ્મી એ શિક્ષણરૂપી હથોડાથી ચકનાચુર કર્યો. ખરેખર તેના જેવી મહિલાઓ દેશ માટે રોલ મોડેલ સમાન છે. 20171111_082628 (અભિયાન – ૧૮/૧૧/૨૦૧૭)

49. ૧૧/૧૧/૨૦૧૭

હું ગાર્ડ બન્યો કારણકે …..

એક બિલ્ડીંગ બનતું હતું. ત્યાં મજુરોના નાના બાળકો રોજ ગાડી ગાડી રમે. પહેલા છોકરાનું ફાટેલું, થીગડાવાળું શર્ટ પકડીને બીજો છોકરો એન્જિન બને. એની પાછળ બીજા છોકરા એકબીજાનું શર્ટ પકડીને દોડાદોડી કરતા હોય અને છુક છુક ગાડી રમતા રમતા આનંદ કરતા હોય. એમાં એક છોકરો હંમેશા છેલ્લો ડબ્બાનો ગાર્ડ બને. એક ભાઈ રોજ આ છોકરાઓની રમત જુએ. તેઓ જોતા કે બધા જ છોકરાઓ વારા ફરતી એન્જિન, પહેલો ડબ્બો અને બીજા ડબ્બા બને છે માત્ર આ જ છોકરો છેલ્લો ડબ્બો અને ગાર્ડ બને છે.

એમણે એક દિવસ એ છોકરાને પૂછ્યું કે તું કેમ બીજા છોકરાઓની જેમ એન્જિન કે મુખ્ય ડબ્બો નથી બનતો? તું હંમેશા છેલ્લો ડબ્બો અને ગાર્ડ જ કેમ બને છે?

છોકરાએ જવાબ આપ્યો કે મારી પાસે શર્ટ જ નથી. જો હું એન્જિન બનું તો મારી પાછળ મારું શર્ટ પકડીને બીજા ડબ્બા કેવી રીતે બને? પછી અમારી ગાડી ચાલે જ નહીં. ગાર્ડ પછી કોઈ ડબ્બો હોતો નથી. મારા પછી કોઈએ મારું શર્ટ પકડવાનું હોતું નથી એટલે હું ગાર્ડ બની જાઉં છું. આ નાનો પ્રસંગ જીવનમાં આપણને જે આપ્યું હોય તેમાંથી આનંદ મેળવી અને અનુકુળ થવાનો કેટલો સુંદર મેસેજ આપી જાય છે.

(૧૧/૧૧/૨૦૧૭ રેડિઓ મિર્ચ પર ધ્વનિતનો મોર્નિંગ મંત્ર)

48. ૨૬/૧૦/૨૦૧૭

YES, I AM CHANGING!

Days slip into weeks, weeks turn into months and months transform into years. Calendars are changing and so am I.Yes, I am changing. After loving my parents, my siblings, my spouse, my children, my friends, now I have started loving myself. Yes, I am changing. I just realized that I am not “ Atlas ” and the world does not rest on my shoulders. Yes, I am changing. I now stopped bargaining with poor vegetables and fruits vendors. After all, a few rupees more is not going to burn a hole in my pocket but it might help the poor fellow save for his daughter’s school fees. Yes, I am changing. I pay the autowalla / cabbies and walk away without waiting for the change.The extra money might bring a smile on his face. After all he is toiling much harder for a living than me. Yes, I am changing. I stopped telling the elderly that they have already narrated that story many times. After all, the story makes them walk down the memory lane and relive the past. Yes, I am changing. I have learnt not to correct people even when I know they are wrong. After all, the onus of making everyone perfect is not on me. Peace is more precious than perfection. Yes, I am changing. I give compliments freely and generously. After all its a mood enhancer not only for the recipient, but also for me. Yes, I am changing. I have learnt not to bother about a crease on my shirt or a spot on my skirt. After all, personality speaks louder than appearances. Yes, I am changing. I walk away from people who don’t value me. After all, they might not know my worth, but I do. Yes, I am changing. I remain cool when someone plays dirty politics to outrun me in the rat race.After all, I am not a rat and neither am I in any race. Yes, I am changing. I am learning not to be embarrassed by my emotions. After all, it’s my emotions that make me human. Yes, I am changing. I have learnt that its better to drop the ego than to break a relationship. After all, my ego will keep me aloof whereas with relationships I will never be alone. Yes, I am changing. I demand for whatever is due to me. After all, accepting injustice is almost as bad as doing injustice. Yes, I am changing. I’ve learnt to live each day as if it were the last. After all, it might be the last. Yes, I am changing. I am doing what makes me happy. After all, I am responsible for my happiness, and I owe it to me. AND I’M LOVING THE NEW ME

(વોટ્સઅપના વાંચનમાંથી)

47. ૨૩/૧૦/૨૦૧૭

ગ્રાન્ટ જતી કરીને ગ્રેઇટ બન્યા

ઘણા વર્ષો પહેલાની વાત છે. મુંબઈ સ્થિત શ્રી બળવંતરાય પારેખ નામનાં ઉદ્યોગપતિને પોતાના વતન મહુવા પાસેના કળસાર ગામમાં માધ્યમિક શાળા શરૂ કરવાની ઈચ્છા થઇ. તેમણે કળસાર ગામમાં ‘ત્રિવેણીતીર્થ ઉત્તર બુનિયાદી વિદ્યાલય’ નામની માધ્યમિક શાળા શરૂ પણ કરી. આ શાળાને સરકારી ગ્રાન્ટ પણ મંજુર થઇ. તે વખતે માધ્યમિક શાળાને સરકારી ગ્રાન્ટ જે તે ગામની વસ્તીના ધોરણે મળતી હતી. કળસાર ગામની વસ્તી તે વખતે ૫૦૮૬ હતી. સરકારી નિયમ એવો હતો કે જો ગામની વસ્તી ૫૦૦૦ કે તેનાથી ઓછી હોય તો શાળાને પુરેપુરી ગ્રાન્ટ મળે અને જો ગામની વસ્તી ૫૦૦૦ થી વધુ હોય તો શાળાને ગ્રાન્ટ નાં મળે. આ સંસ્થાનું સંચાલન ખુબ સારું હતું. ખુદ જિલ્લા શિક્ષણ અધિકારીને આ સંસ્થા પ્રત્યે ભલી લાગણી હતી. શિક્ષણ અધિકારીએ પોતે જ એક સમાચાર મોકલ્યા કે તમારા ગામની વસ્તી ૫૦૦૦ જેટલી જ છે તેવું એક લખાણ મોકલી આપો જેથી અમે તમને તરત સરકારી ગ્રાન્ટ ચૂકવી આપીએ. શાળાના આચાર્યએ આ વાત શ્રી બળવંતભાઈ પારેખને કરી.

બળવંતભાઈએ આચાર્યને પૂછ્યું, ‘આપણી શાળાને કેટલા રૂપિયાની ગ્રાન્ટ મળશે?’ આચાર્યએ જવાબ આપ્યો, ‘રૂપિયા ૫૫,૦૦૦.’ બળવંતરાય બોલ્યા, ‘આ રકમ ચોક્કસ મોટી છે. આ રકમથી સંસ્થાના ઘણા ઉપયોગી કામો પણ થઈ શકે. પણ આટલા મોટા રૂપિયા લેવા માટે આપણે જો એક વખત નીચે ઉતરીશું તો પછી ભવિષ્યમાં પણ નાની નાની રકમો લેવા માટે આપણને નીચે ઉતરવાનું મન થશે. છેવટે આપણે જાતે જ આપણું મોટું પતન નોતરશું.’ આટલી મોટી રકમ જતી કરવા માટે એક સામાન્ય કાગળ લખવાનો હતો. પણ શ્રી બળવંતરાયે અનીતિનો આશરો નાં જ લીધો. તેમના જવાબથી ખુદ શિક્ષણ અધિકારી ચક્તિ થઈ ગયા.

સૌથી મોટી ગ્રાન્ટ નીતિમત્તાની છે. શ્રી બળવંતરાય ગ્રાન્ટ જતી કરીને ગ્રેઇટ બન્યા.

(અખંડ આનંદ – જોયેલું અને જાણેલું – નવેમ્બર ૨૦૧૭ – રસિકલાલ વૈષ્ણવ)

46. ૨૩/૧૦/૨૦૧૭

સમસ્યાઓ સામે લડવાનો સાચો રસ્તો

વેદવ્યાસજીએ મહાભારતમાં બહુ સરસ પ્રસંગનું વર્ણન કરેલ છે. એકવાર કૃષ્ણ, બલરામ અને સાત્યકિ (સાત્યકિ દ્વારકાનો મોટો યોદ્ધો હતો.) જંગલમાં ફરવા માટે ગયા. સાંજ પડવા આવી અને રસ્તો ભૂલી ગયા. કૃષ્ણએ કહ્યું, “આપણે જંગલમાં જ રાતવાસો કરીએ અને સવારે સૂર્યોદય થાય ત્યારે રસ્તો શોધીશું. રાત્રે આપણી સલામતી માટે આપણે એવું નક્કી કરીએ કે રાતના ત્રણ સરખા ભાગ કરીને ત્રણે વ્યક્તિનો જાગવાનો વારો કાઢીએ. એક જાગે અને બાકીના બે સૂતેલાની રક્ષા કરે.”

પ્રથમ સાત્યકિનો જાગવાનો વારો હતો. એ સમયે બ્રહ્મરાક્ષસ આવ્યો. સાત્યકિએ એની સાથે લડાઈ શરૂ કરી. સાત્યકિ બ્રહ્મરાક્ષસને બરોબરની ફાઈટ આપતો હતો. આ લડાઈમાં જ્યારે સાત્યકિને વાગે એટલે એ દર્દની ચીસ પાડે. એનું પરિણામ એ આવે કે સાત્યકિની ચીસથી બ્રહ્મરાક્ષસનું કદ મોટું થાય અને કદ મોટું થવાથી આવનારા મુક્કાની તાકાત વધી જાય. સાત્યકિનો જાગવાનો સમય પૂરો થયો એટલે એમણે તુરંત જ બલરામને જગાડ્યા. હવે બલરામે આ રાક્ષસ સામેની લડાઈ ચાલુ કરી પરંતુ સાત્યકિએ કર્યું એવું જ બલરામે કર્યું. બલરામને પણ વાગે એટલે દર્દની ચીસ પાડે અને પેલા બ્રહ્મરાક્ષસનું કદ મોટું થાય. એમનો સમય પૂરો થયો એટલે એમણે કૃષ્ણને જગાડ્યા.

કૃષ્ણએ બ્રહ્મરાક્ષસ સાથેની આ લડાઈમાં નવી વ્યૂહરચના અપનાવી. પોતને જ્યારે તક મળે ત્યારે પેલા રાક્ષસને બરાબરનો મારી લે અને રાક્ષસ મારે તો સામે જોઈને ખડખડાટ હસે. એનું પરિણામ એ આવ્યું કે પેલા બ્રહ્મરાક્ષસનું કદ નાનું થવા લાગ્યું અને થોડા સમયની લડાઈમાં એનું કદ નાની પૂતળી જેવું થઈ ગયું. પછી કૃષ્ણએ બહુ જ આસાનીથી પેલા પૂતળી જેવા બ્રહ્મરાક્ષસની ગરદન મરડીને મારી નાખ્યો.

મહાભારતના આ પ્રસંગ દ્વારા વ્યાસજી જીવનનો બહુ જ મોટો સંદેશો આપી જાય છે. આપણા બધાના જીવનમાં પ્રશ્નો, પડકારો અને સમસ્યાઓરૂપી બ્રહ્મરાક્ષસ આવે છે. આ પ્રશ્નો, પડાકારો અને સમસ્યાઓ સામે આપણે જેટલા રડ્યા રાખીએ એટલું જ એનું કદ વધતું જાય અને એક સમય એવો આવે કે એ આપણને મારી નાખે- ખલાસ કરી દે. પરંતુ જો આ પ્રશ્નો, પડકારો અને સમસ્યાઓ સામે હસતા રહીએ તો એક સમય એવો આવે કે એનું કદ નાની પૂતળી જેવું થઈ જાય અને આપણે એને મારી શકીએ.

અને છેલ્લે…

જીંદગી ક્યાં સહેલી છે,

એને સહેલી બનાવવી પડે છે.

કંઈક આપણા અંદાજ થી,

તો કંઈક નજરઅદાંજ થી.

(વોટ્સઅપના વાંચનમાંથી)

45. ૧૭/૧૦/૨૦૧૭

નવી જગ્યા અને નવા લોકો વચ્ચે પણ મનની ઈચ્છા હોય તો કશું અશક્ય નથી

ઈ.સ. ૧૯૬૬ નું વર્ષ હતું. બિહારની ૧૫ વર્ષની આશા ખેમકા નામની એક દીકરી જે હજુ માંડ મેટ્રીકમાં પણ નહોતી પહોંચી તેને ઘરના વડીલોએ કહ્યું કે આજે તને છોકરો જોવા આવવાનો છે તો તું સાડી પહેરીને તૈયાર રહેજે. આશાનો ભાવી પતિ મેડીકલમાં અભ્યાસ કરતો હતો અને બધું સારું હતું આથી આશાના લગ્ન થઈ ગયા. સાસરામાં પતિએ તેને આગળ ભણવામાં સહકાર આપ્યો. તે ૨૪ વર્ષની થઈ ત્યાં સુધીમાં તેણે ૧૨મુ ધોરણ પાસ કર્યું અને તે ત્રણ બાળકોની માતા પણ થઈ. ૧૯૭૮માં આશાના ઓર્થોપેડિક સર્જન પતિને ઇંગ્લેન્ડમાં સર્વિસ મળી ત્યારે પતિ સાથે આશા પણ બ્રિટન પહોંચી. ૨૭ વર્ષની આશાને ઈંગ્લીશ શીખવાની અને આગળ ભણવાની ઈચ્છા થઇ. કાર્ડિફ યુનિવર્સીટીમાં પ્રવેશ લઈ તેણે ઈંગ્લીશ શીખવાનું શરૂ કર્યું. સાથે તે ઈંગ્લીશ ભાષાના મેગેઝીન નિયમિત વાંચતી અને ઈંગ્લીશ ટી.વી શો નિયમિત જોતી. તેના પતિના સહકારથી તે સ્નાતક થઈ અને હવે તે પણ સુંદર ઈંગ્લીશ બોલી શકતી હતી.

૧૯૮૫ની આજુબાજુમાં તેણે ઇંગ્લેન્ડની ઓસવેસ્ટ્રી કોલેજમાં શિક્ષિકા તરીકે કારકિર્દી શરૂ કરી. આશાએ લગભગ બીજા ૨૦ વર્ષ સુધી પોતાની શિક્ષિકા તરીકેની જવાબદારી દિલથી નિભાવી. શાળાનો સમય પૂરો થાય પછી પણ વધુ સમય તે બાળકોને જરૂર હોય ત્યારે આપતી. ૨૦૦૬ની સાલમાં ૫૫ વર્ષની ઉંમરે તે વેસ્ટ નોટીધમ કોલેજમાં પ્રિન્સિપાલ બની. આશાના નેતૃત્વ હેઠળ આ કોલેજને અનેક કામયાબીઓ હાંસલ થઈ. તેની મહેનત અને પ્રયત્નોથી આ કોલેજ ઇંગ્લેન્ડની અત્યંત પ્રતિષ્ઠિત કોલેજ ગણાવા લાગી. આ દરમ્યાન આશાએ ૧૬ થી ૨૪ વર્ષના યુવક-યુવતીઓને શિક્ષણ અને રોજગારીમાં મદદ મળે એ હેતુ થી ‘ધી ઈન્સ્પાયર એન્ડ એચિવ ફાઉન્ડેશન’ નામનું ટ્રસ્ટ પણ શરૂ કર્યું. ઈંગ્લેન્ડમાં આશાના ૪૦ વર્ષના સંઘર્ષ અને મહેનતના ફળ રૂપે તેને ૨૦૦૮માં ‘ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર’ નો એવોર્ડ મળ્યો. ૨૦૧૩માં તેને બ્રિટનનો સર્વોચ્ચ ગણાતો એવો ‘ડેમ કમાન્ડર ઓફ ધી ઓર્ડર ઓફ ધી બ્રિટિશ એમ્પાયર’ એવોર્ડ મળ્યો. આ સન્માન બ્રિટનનું સર્વોચ્ચ નાગરિક સન્માન ગણાય છે. આશા ખેમકા પહેલા ભારતની એકમાત્ર મહિલા ધારના મહારાણી લક્ષ્મીદેવીને ૧૯૩૧ માં આ સન્માન મળ્યું હતું. તાજેતરમાં ૨૦૧૭માં આશા ખેમકાને ‘એશિયન બિઝનેસ વુમન ઓફ ધ યર’નું સન્માન પ્રાપ્ત થયું. આશાએ કહ્યું બ્રિટનમાં મારા કાર્ય અને મને મળેલી તક થી હું સંતુષ્ટ છું. મને બિહારી અને ભારતીય હોવાનો ગર્વ છે. 20171017_090411 (સંદેશ – કભી કભી – દેવેન્દ્ર પટેલ – ૧૬/૧૦/૨૦૧૭ )

44. ૦૫/૧૦/૨૦૧૭

નબળાઈને બનાવી વિશેષતા

‘હ્યુમન્સ ઓફ બોમ્બે’ નામનાં ફેસબુક પેઈજ પર એક માતાએ પોતાની દીકરીની અદભુત પ્રેરણાગાથા રજુ કરી છે. તેના જ શબ્દોમાં વાંચો.’મારે ત્રણ મહિનાનો ગર્ભ હતો ત્યારે મને ઓરી નીકળ્યા. મારા ગર્ભસ્થ શિશુ પર તેની નકારાત્મક અસર થઈ. મારી કુખેથી બાળકી જન્મી પણ તે સાંભળી શકતી ન હતી. અમારા દુઃખનો પાર રહ્યો ન હતો. અમારું મન સતત કચવાયા કરતું હતું. જો કે તેને હસતી જોતા તે સમયે હૈયે ખુબ જ ટાઢક વળતી હતી. તે મોટી થવા લાગી. અમે તેને નોર્મલ સ્કુલમાં જ બેસાડી હતી.

સ્કુલમાં તે સામાન્ય બાળકો સાથે બિલકુલ હળીમળી ગઈ હતી. બીજા બાળકો તેની કાળજી લેતા. સ્કુલના અન્ય સહાધ્યાયીઓ પણ તેનું ખુબ ધ્યાન રાખતા. દસમાં ધોરણ પછી તેની ખરી જંગ શરૂ થઈ. હવે તેને કડવા અનુભવો થવા લાગ્યા. લોકો તેની મજાક ઉડાવતા. ક્યારેક તેનું મન ભરાઈ આવતું. અમે તેને દુનિયા સામે લડી લેવાની અને પોતાનું સમગ્ર ચિત્ત ભણતર પર કેન્દ્રિત કરવા સમજાવતા. અમારી સુચનાનું તેણે અક્ષરસઃ પાલન કર્યું. તેણે ટેક્ષ્ટાઇલનો કોર્સ લીધો. બે વર્ષમાં તે ભરતગુંથણમાં માસ્ટર બની ગઈ. સાથે તે કુકિંગ અને ડાન્સિંગ પણ શીખી. હવે તે દરેક વસ્તુ બીજા કરતા સારી રીતે કરી શકતી હતી.

તેની નબળાઈ જ તેની વિશેષતા બની તેની મદદે આવી હતી. ચારે બાજુ છવાયેલી નીરવતાને લીધે તે પોતાના કામમાં વધારે સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકતી હતી. તેણે એમ્બ્રોઇડરીનો બિઝનેસ શરૂ કર્યો. ઓર્ડર મળવાના શરૂ થઈ ગયા. જોતજોતામાં તો મોટા ઓર્ડર પણ મળવા લાગ્યા. તે ભરતગુંથણમાં અવિરત નવા પ્રયોગ કરવા લાગી. તેના કારણે તેનો બિઝનેસ વધુ પાંગર્યો. આજે તેનું મટીરીયલ કલકત્તા અને છેક ખડગપુર સુધી જાય છે. જિંદગીમાં પડકારો સામે કેમ લડવું તે હવે અમે તેની પાસેથી શીખીએ છીએ.’

(વર્તમાનપત્રો અને ઇન્ટરનેટમાંથી)

43. ૦૫/૧૦/૨૦૧૭

જીવનમાં એક પણ સમસ્યા એવી નથી કે જેનું સમાધાન નાં હોય

ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીની આ વાત છે. તેમણે ‘ભગવદગોમંડલ’ જેવો મહાન ગ્રંથ રચવાનું અસંભવિત કાર્ય પણ પુરૂ કરી સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. તેઓ પ્રજાપ્રેમી હતા. દરેક ધર્મના લોકો તેમના શાસનમાં સુખ-ચેન અનુભવતા હતા. કોઈ પણ સમસ્યાને હલ કરવાની તેમની આવડત અદભુત હતી. એક વખત એક બાબતે હિંદુઓ અને મુસ્લિમ વર્ગ વચ્ચે વિવાદ સર્જાયો. મુસ્લિમ પ્રજાના તાજિયા જે માર્ગેથી પસાર થવાના હતા તે માર્ગ પર એક પવિત્ર વટવૃક્ષ વડ આવતું હતું. પહેલા તો વૃક્ષ નાનું હતું એટલે સામાન્ય અડચણ સાથે પણ એ રસ્તેથી તાજિયા પસાર થઈ જતા હતા પણ સમય જતા વૃક્ષની શાખા-પ્રશાખા એટલી હદે મોટી થઈ અને ફેલાઈ ગઈ હવે તાજિયા અણનમપણે પસાર નાં થઈ શકે.

હવે કાં તાજિયાનો માર્ગ થોડો બદલવો પડે કાં વડની થોડી ડાળીઓ કાપવી પડે. મુસ્લિમ પ્રજા વર્ષોથી ચાલ્યો આવતો તેમનો તાજિયાનો માર્ગ બદલવા તૈયાર ન હતી તો હિંદુ પ્રજા પણ તેમના પવિત્ર વડની એક પણ શાખા પર કુહાડી ઝીંકાય તેની વિરુધ્ધમાં હતી. ધાર્મિક લાગણીનો આ પોચીદો પ્રશ્ન મહારાજા પાસે આવ્યો. તેમણે તેમની સમાધાન શક્તિ કામે લગાડી અને ખુબ વિચારી બંને પક્ષના અગ્રણીઓને ચુકાદો આપ્યો. તેમણે કહ્યું કે, ‘વડની એક પણ ડાળી પણ નહીં કપાય અને તાજિયાનો રસ્તો પણ નહીં બદલાય. આપણે વડની નજીક દોઢ ફૂટ ઊંડો ખાડો ખોદી ઢાળ બનાવી દઈએ. તેથી બંને કામ સચવાશે અને વર્ષો સુધી ફરી સમસ્યા નહીં થાય.’ બંને પક્ષ મહારાજાની સમાધાનવૃત્તિ પર ઝૂમી ઉઠ્યા અને તેમનો નિર્ણય સહર્ષ સ્વીકારી લીધો.

(ગુજરાત સમાચાર – ધર્મલોક – અમૃતની અંજલી – આચાર્ય વિજયરાજરત્નસુરી – ૦૫/૧૦/૨૦૧૭)

42. ૦૫/૧૦/૨૦૧૭

દીકરીને ભણવા મુકતી વખતે

પુત્રીઓ જાણે બહુ વહેલી મોટી થઈ જાય છે. જિંદગીના આખરી સમયમાં એ જ ખુશી યાદ રહેશે જે મને મારી દીકરીઓએ આપી છે. મારા માટે મારી પુત્રીનો હાથ પકડવો, તેની સાથે હિંચકા ખાવા અને તેના સ્કુલના કિસ્સા સાંભળવા જેવી વાતો મારી જિંદગીનો અર્થ છે જે મારા માટે બહુ મહત્વ ધરાવે છે. ગયા મહિને હું મારી દીકરી માલિયાને હાવર્ડ યુનિવર્સીટી ડ્રોપ કરીને આવી રહ્યો હતો ત્યારે મેં હાર્ટ સર્જરી કરાવી હોય તેવી પીડા અનુભવી. મારા માટે તેની સામે મારા આંસુ રોકવા તે ખુબ મુશ્કેલ કામ હતું છતાં તે હું કરી શક્યો. તેનાથી અલગ થતાં જ મારા આંસુ રોકી નાં શક્યો. હું ચુપચાપ આંસુ અને નાક લુછતા આગળ વધતો હતો ત્યારે મારી સાથેના સિક્રેટ સર્વિસના લોકો એવો વ્યવહાર કરતા હતા કે તેઓ મારા હિબકાનો અવાજ સાંભળી ન રહ્યા હોય.

(બરાક ઓબામાં – ૩૦/૦૯/૨૦૧૭ – વર્તમાનપત્રોમાંથી)

41. ૦૫/૧૦/૨૦૧૭

સાચો મિત્ર – બાળપણના સાથી

સૌરાષ્ટ્રના કોડીનાર તાલુકાના અરીઠીયા ગામમાં ફળિયામાં સાંજના સમયે આંઠ થી નવ વર્ષના નિલેશ અને જયરાજ નામનાં બાળકો રમતા હતા. ત્યારે અચાનક ત્યાં દીપડો આવી ગયેલ અને નિલેશને મોઢામાં જકડી દીધેલ. જયરાજે ત્યાં પડેલો પત્થર દીપડાના મો પર ફેંક્યો. દીપડાની નિલેશ પરની પકડ મજબુત હતી તે નિલેશને ઉઠાવીને જતો હતો. જયરાજ હિંમત નાં હાર્યો. તેઓ જે રમકડાની ગાડીથી રમતા હતા તે ગાડી તેણે દીપડા પર ફેંકી. હવે ગાડી દીપડાના શરીર સાથે અથડાઈ અને તેમાંથી વિચિત્ર અવાજો શરુ થયા. એ અવાજથી ગભરાઈને દીપડાએ નિલેશને તેની પકડમાંથી મુક્ત કર્યો અને તે નાસી ગયો. ઝવેરચંદ મેઘાણીએ લખેલી ‘ચારણ કન્યા’ કવિતામાં ચારણ કન્યાએ સિંહને ભગાડવા બતાવેલી હિંમતની વાત હતી. આ પણ એવો જ કિસ્સો કહી શકાય.

(વર્તમાન પત્રો તથા ઈન્ટરનેટ પરથી)

40. ૦૫/૧૦/૨૦૧૭

અસલી હીરો – પિતા

રાજકોટના દિપક અગ્રવાલ તેમના પત્ની મીનાક્ષી અને તેમની બે દીકરીઓ ઈ.સ. ૨૦૦૦માં ચાર ધામની યાત્રાએ ગયા હતા. પાછા ફરતા દિપક ભાઈએ તેમની છ વર્ષની દીકરી કાજલને વચન આપ્યું હતું કે તેઓ રિટર્નમાં દિલ્હી આવશે ત્યારે દેશનું એક માત્ર ડોલ મ્યુઝિયમ બતાવશે. તેઓના કમનસીબે તેઓ સોમવારે સવારે દિલ્હીના ડોલ મ્યુઝિયમે પહોંચ્યા ત્યારે ખબર પડી કે આ મ્યુઝિયમ માત્ર સોમવારે જ બંધ રહે છે. સોમવારે સાંજની તેમની ટ્રેનની ટિકિટ બુક હતી. કાજલને દુઃખી જોઈ તેના પિતા બોલ્યા, ‘તું ચિંતા ન કરીશ આપણે ઘરે જઈ ઘરમાં જ ડોલ મ્યુઝિયમ બનાવશું.’ દીકરી એ પૂછ્યું, ‘સાચ્ચે જ પપ્પા?’ દિપક ભાઈએ કહ્યું, ‘હા, હું તારા માટે કાંઈ પણ કરી શકું છું.’ રાજકોટ જઈ દિપકભાઈ તો તેમના કામમાં તેમણે આપેલું પ્રોમિસ ભૂલી ગયા પણ તેમની દીકરીએ તેમને પ્રોમિસ યાદ કરાવ્યું. દિપકભાઈ રોટરી કલબના સભ્ય છે. તેમણે દુનિયાભરના રોટેરિયન્સને પત્ર લખવાના શરુ કરી દીધા. પત્રમાં તેમણે એક પિતાની ભાવના, પ્રેમ, ઈચ્છાશક્તિ સાથે સમર્પણ રજુ કર્યું. શરૂઆતના ધીમા પ્રતિભાવ પછી દુનિયાના લગભગ ૧૦૮ દેશોમાંથી ૮૦૦ જેટલી ડોલ્સ તેમના ઘરે આવી ગઈ. તેમનું ઘર નાનું પડ્યું. પછી ‘રાજકોટ નાગરિક સહકારી બેંક’ તેમની મદદે આવી. શહેરની મધ્યમાં આવેલી તેમની શાખાના ઉપરના બે માળ મહિનાના એક રૂપિયાના ટોકનથી ભાડે આપ્યા. આમ દિલ્હી પછી રાજકોટમાં બીજું ડોલ મ્યુઝિયમ બન્યું. જ્યારે એક પિતા તેના બાળક માટે કઈક કરવાનું નક્કી કરે છે ત્યારે બાળકને તો ખુશી મળે જ છે પણ સમાજ માટે પણ કઈક હકારાત્મક થાય છે.

(દિવ્ય ભાસ્કર – ૦૪/૧૦/૨૦૧૭- મેનેજમેન્ટ ફંડા – એન.રઘુરામન)

39. ૦૪/૧૦/૨૦૧૭

હું ફિલ્મ જોતો નથી તમારો અવાજ સાંભળું છું

અભિનેતા અને દિગ્દર્શક સોહરાબ મોદીનું ૧૯૫૦માં બનેલું ચલચિત્ર ‘શીશમહલ’ એ જ વર્ષમાં મુંબઈની મિનરવા ટોકીઝમાં દર્શાવાઈ રહ્યું હતું. સોહરાબ મોદી પણ પ્રેક્ષકોનો પ્રતિભાવ સમજવા પ્રેક્ષકોની વચ્ચે બેઠા હતા. તેમણે જોયું કે એક પ્રેક્ષકની આંખ બંધ હતી. ચાલુ ચલચિત્રે તે સુતો હતો. સોહરાબ મોદી સુતેલા માણસને જોઈ નારાજ થઇ ગયા. તેમને ચલચિત્રનું અપમાન થતું હોય તેવું લાગ્યું. તેમણે મેનેજરને સુચના આપી કે આવા સુંદર રસ પડે તેવા દ્રશ્યોની આ રીતે ઉપેક્ષા કરનાર પ્રેક્ષકને ટીકીટના પૈસા પાછા આપી દેવા. ઉપરાંત તે નિરાંતે સુઈ શકે એ માટે તેને ઘરે જવા ઘોડાગાડીનું ભાડું પણ તેને આપી રવાના કરવો. મેનેજરે એ પ્રેક્ષક પાસે જઈને હળવેથી તેને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો. પણ આ શું? પ્રેક્ષક તો સંપૂર્ણપણે સભાન અવસ્થામાં જાગતો જ હતો. તે અંધ હતો. તેની પાસેથી મેનેજરને જાણવા માળ્યું કે તે ચલચિત્ર જોઈ શકતો ન હતો પણ ખુબ જ રસપૂર્વક સાંભળતો હતો. તેણે વધુમાં એમ પણ જણાવ્યું કે તે સોહરાબ મોદીનું કોઈ પણ ચલચિત્ર સાંભળ્યા વિના રહેતો નથી.

સોહરાબ મોદી તો આ સાંભળીને થોડા ક્ષોભ સાથે ગદગદિત થઇ ગયા. તેઓએ ધન્યતાની લાગણી અનુભવી. સોહરાબ મોદીએ લગભગ ૨૭ જેટલા ચલચિત્રો બનાવ્યા. ઘણા ચિત્રોમાં અભિનય પણ આપ્યો. ઉપરના પ્રસંગ પછી તેઓ ઉગતા નાટ્યકલાકારો ને શીખવતા, ‘તમારો અવાજ છેલ્લી હરોળમાં બેઠેલા પ્રેક્ષકો સુધી પહોંચવો જોઈએ. તમારા અવાજ દવારા પ્રેક્ષકોને તમારા ચહેરાના અવાજની અનુભૂતિ થવી જોઈએ.’

(અખંડ આનંદમાંથી )

38. ૦૪/૧૦/૨૦૧૭

ગૌ સેવા એ જ પ્રભુ સેવા 20171004_114229 ૧૯૭૮ની સાલમાં ઈરીના ફ્રેડરિક બ્રુનીંગ નામની વીસ વર્ષની યુવા જર્મન મહિલા એક પ્રવાસી તરીકે ભારતમાં આવ્યા હતા. ગુરૂની શોધમાં તેઓ મથુરાના રાધાકુંડ આવી પહોંચ્યા. ત્યાં તેમણે જોયું કે લોકો ઘરડી થઈ ગયેલ અથવા દૂધ આપવાનું બંધ કરે તેવી ગાયોને ત્યજી દે છે. આ જોતા તેમને જાણે જીવનનું ધ્યેય મળી ગયું. અને ગાયો માટે કશું કરવાનું મનોમન નક્કી કર્યું. તેમણે ‘સુરભી ગૌસેવા નિકેતન’ નામની એક સંસ્થા શરૂ કરી. ૧૯૭૮માં એક ગાયની સેવા સાથે શરૂ કરેલી તેમની આ સફરમાં હાલ ૨૦૧૭ સુધીમાં તેમના આશ્રમમાં ૧૨૦૦ ગાયોને આશ્રય મળી રહ્યો છે. ઈરીના હાલ (૨૦૧૭ માં) ૫૯ વર્ષના થયા છે અને આ વિસ્તારમાં ‘સુદેવી માતાજી’ નામથી જાણીતા છે. તેમના આશ્રમની બહાર બીમાર અથવા ઈજાગ્રસ્ત ગાયોને લોકો છોડીને જાય છે. તેમના આશ્રમમાં બીમારગાયોનો , ઘરડી થયેલ ગાયોનો, આંધળી ગાયોનો, ગંભીર ઈજાગ્રસ્ત ગાયોનો તેમજ વાછરડાનો તેમ અલગ અલગ વિભાગ છે. આ ગાયોને દવા તેમજ ઘાસચારાનો ઉપરાંત ગાયોની દેખભાળ કરવા માટે 60 જેટલા સ્ટાફના પગારનો માસિક બાવીસ લાખ રૂપિયા જેટલો ખર્ચો આવે છે. આ ખર્ચો તેઓ બર્લિનમાં તેમની પાસેની કેટલીક પ્રોપર્ટીના ભાડામાંથી અને તેમના પિતાની મદદથી મેનેજ કરે છે. હિન્દુ શાસ્ત્રમાં એમ કહેવાયું છે કે એક ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓ નો વાસ છે. ઈરીના કેટલા દેવતાની સેવા પૂજા – સુશ્રુષા કરી રહ્યા છે તેની તો તેમને પણ જાણ નહીં હોય.

(અભિયાન – ૦૭/૧૦/૨૦૧૭)

37. ૦૪/૧૦/૨૦૧૭

દીકરીને શ્રદ્ધાંજલિ

કચ્છના અમુક ગામડામાં નવરાત્રીની રાત્રે રાસગરબાની સાથે જૂની રંગભૂમિનાં નાટકો યોજાય છે. આ ઐતિહાસિક અને સંસ્કારી નાટકો જોવા લગભગ આખું ગામ ઉમટી પડે. ગામના જ ખેડૂતો અને વેપારીઓ કલાકાર બની લોકોનું મનોરંજન કરતા હોય. આ નાટકો અને તે પછી થતા ‘વન્સ મોર’ને લીધે ઘણો ફાળો એકઠો થાય. આ ફાળાનો ઉપયોગ ગામ માટેના જ સારા કામો જેમકે ગૌસેવા, સ્ત્રી શિક્ષણ, પાણીની પરબ તેમજ વ્યસનમુક્તિ જેવામાં થતો. કચ્છમાં અબડાસાના બિટ્ટા ગામમાં એક અભણ ખેડૂત શંકરભાઈ ઠક્કર હતા. તેઓ નવરાત્રિના આ દર વર્ષે યોજાતા નાટકોના એક કાયમી હાસ્ય કલાકાર હતા. તેઓની હાજરી જ લોકો માટે આકર્ષણરૂપ રહેતી. તેઓ નાટકમાં ‘રામજીકાકા’નું લોકપ્રિય હાસ્ય પાત્ર ભજવતા. થોડા વર્ષો પૂર્વે નવરાત્રી દરમ્યાન જ તેમની દસ વર્ષની પુત્રીનું અવસાન થયું. ગામના બધા તે દિવસે નાટક ભજવવાના મુડમાં ન હતા. પરંતુ તે દિવસે રાત્રે દસ વાગ્યે બધાના આશ્ચર્ય વચ્ચે શંભુભાઈ ‘રામજીકાકા’નું પાત્ર ભજવવા સ્ટેજ પર હાજર થઈ ગયા હતા. તેમણે કહ્યું,’જો હું નાં આવું અને ‘વન્સ મોર’ નાં થાય તો દાન ઓછું ભેગું થાય.

દીકરીનું દુઃખ હૈયે ધરબીને પણ હું બધાને હસાવીશ. મારી દીકરીને આ જ સાચી શ્રદ્ધાંજલિ હશે.’

(અભિયાન – ૦૭/૧૦/૨૦૧૭)

36. ૦૨/૧૦/૨૦૧૭

આઈનસ્ટાઇન અને તેનો ડ્રાયવર

આલ્બર્ટ આઇન્સ્ટાઇનની “Theory of Relativity” ખુબજ પ્રસિદ્ધ થઇ એટલે તેના વિશે લેકચર આપવા માટે આમંત્રણ મળવા લાગ્યા. આલ્બર્ટ આઇન્સ્ટાઇન હંમેશા ગાડી લઈને જતા અને ડ્રાઈવર સાથે રાખતા. લેકચર દરમિયાન ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇને સાંભળતો. એક દિવસ ડ્રાઈવરે આઇન્સ્ટાઇને કહ્યું કે તમારી થિયરી એટલી સરળ છે કે હું પણ એના વિશે પ્રવચન કરી શકું. મેં એટલી બધી વાર સાંભળી છે કે તમારા પ્રવચનનાં દરેક શબ્દો મને યાદ રહી ગયા છે. ત્યારે ગુસ્સે થવાને બદલે આઇન્સ્ટાઇન ખુશ થયા કે એમની થિયરી એટલી સરળ છે કે વિજ્ઞાનનું જરા પણ જ્ઞાન ન હોય એવા લોકો પણ એ સમજી શકે છે. એ દિવસોમાં મીડિયા એટલું લોકપ્રિય હતું નહિ. એટલે બધા લોકો આઇન્સ્ટાઇને ઓળખતા હતા પણ મોટાભાગના લોકો એમના ચહેરાથી અજાણ હતા. એક દિવસ પ્રવચનમાં જતી વખતે આઇન્સ્ટાઇને એના ડ્રાઈવરને કહ્યું કે આજે મારી જગ્યાએ તારે પ્રવચન આપવાનું છે.

ડ્રાઈવરે વૈજ્ઞાનિક જેવા કપડાં પહેરી લીધા અને આઇન્સ્ટાઇન ડ્રાઇવરના કપડાં પહેરીને બંને હોલમાં ગયા. છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇન ડ્રાઈવરનું પ્રવચન સાંભળવા લાગ્યા. ડ્રાઈવરે એટલી કુશળતાથી “Theory of Relativity” સમજાવી કે કોઈને શંકા ગઈ નહિ. અંતમાં પ્રશ્નોત્તરી થઇ એમાં પણ ડ્રાઈવરે તમામ પ્રશ્નોના સાચા અને સચોટ જવાબ આપ્યા. કારણ કે મોટા ભાગના પ્રશ્નો અગાઉના પ્રવચનોમાં પૂછાય ગયા હોય એ પ્રકારના જ હતા. પરન્તુ અંતમાં એક માણસે એવો સવાલ કર્યો કે ડ્રાઈવર મૂંઝાય ગયો. એ પ્રકારનો સવાલ અગાઉ ક્યારેય પુછાયો હતો નહિ. ડ્રાઈવરને ચિંતા થઇ કે હવે શું કરવું ? એને થયું કે જો બધાને ખબર પડી જશે કે આઇન્સ્ટાઇની જગ્યાએ એનો ડ્રાઈવર પ્રવચન આપે છે તો સારું નહિ લાગે અને છાપ ખરાબ પડશે. માત્ર થોડી સેકન્ડસ વિચાર કરી, જરા પણ ગભરાયા વિના ડ્રાઈવરે પેલા ભાઈને જવાબ આપ્યો કે ‘તમારો સવાલ એટલો બધો સરળ છે કે મારો ડ્રાઈવર પણ એનો જવાબ આપી શકે. મારો ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેઠો છે, હું એને વિનંતી કરીશ કે તમારી સમસ્યાનું સમાધાન કરે.’ આલ્બર્ટ આઇન્સ્ટાઇન પોતે પણ ડ્રાઇવરના જવાબથી આશ્ચર્યચકિત થઇ ગયા. આઇન્સ્ટાઇને પેલા માણસના સવાલનો જવાબ ડ્રાઈવર બનીને આપ્યો અને કાર્યક્રમ નિર્વિઘ્ને પૂરો થયો.

તમે કેવા પ્રકારની વ્યક્તિ સાથે રહો છો એ ઘણું મહત્વનું છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવી વ્યક્તિ સાથે રહેવાથી એક અભણ ડ્રાઈવર પણ હોશિયાર થઇ ગયો હતો.

માણસની સોબત એના જીવનમાં બહુ મોટો ભાગ ભજવે છે.

(વોટ્સઅપના વાંચનમાંથી)

35. ૩૦/૦૯/૨૦૧૭

દેશદાઝ

૨૯/૦૮/૧૯૦૫ : આ દિવસ હોકીના સુપરસ્ટાર ધ્યાનચંદની વર્ષગાંઠ નિમિત્તે ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ તરીકે ઉજવાય છે. ૧૯૩૬માં બર્લિન એલામ્પીકમાં જર્મનીને ૮-૧ થી હરાવી. આનાથી પ્રભાવિત થઇ હિટલરે તેમને કહ્યું હતું. તમે જર્મની આવી જાઓ હું તમને સામાન્ય સિપાહીમાંથી ફિલ્ડ માર્શલ બનાવી દઈશ. જોકે દેશદાઝ ધરાવતા ધ્યાનચંદે કહ્યું કે, ‘હું નાનો પણ મારા દેશનો સિપાહી છું તેનું મને ગૌરવ છે.’ ૧૯૨૮, ૧૯૩૨ અને ૧૯૩૬માં તેમના નેતૃત્વ હેઠળ ભારતે ઓલમ્પિકમાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા. આ સમય ભારતની હોકીનો સુવર્ણ યુગ હતો. તેમણે તેમની કારકિર્દીમાં કુલ ૪૦૦ ગોલ કર્યા. ૧૯૫૬ માં તેમને પદ્મભૂષણ એવોર્ડ મળ્યો. ૦૩/૧૨/૧૯૭૯ તેઓ અવસાન પામ્યા.

(ઇન્ટરનેટ પરથી)

34. ૨૭/૦૯/૨૦૧૭

મેં જ તમારી ગાડીને પત્થર માર્યો

એક ભાઈ પોતાની નવી જ ખરીદેલી લક્ઝુરિયસ કારમાં ફૂલ સ્પીડે જઈ રહ્યા હતા. તેમની નવી નક્કોર કાર પર રસ્તાની એક બાજુએથી કોઈએ પત્થરનો ઘા કર્યો. ભાઈએ તરત જ બ્રેક મારી પોતાની કાર ઉભી રાખી. કારની એક સાઈડ પર ગોબો પડી ગયો હતો. ભાઈએ ખુબ જ ગુસ્સામાં જે દિશામાંથી પત્થર આવ્યો હતો તે તરફ જોયું તો ફૂટપાથ પર એક છોકરો રડી રહ્યો હતો. ભાઈએ લાફો મારવા હાથ ઉંચો કર્યો કે છોકરો ચોધાર આંસુએ રડી પડ્યો. મને માફ કરજો સાહેબ. પણ પહેલા કહે તે મારી ગાડી પર પત્થર કેમ ફેંક્યો? પેલા ભાઈએ છોકરાને પૂછ્યું. છોકરાએ કહ્યું કે સાહેબ મારો મોટોભાઈ અપંગ છે. હું તેને વ્હીલ ચેરમાં બેસાડીને લઈ જતો હતો. અચાનક એ પડી ગયો. મેં ખુબ કોશિશ કરી પણ મારાથી તે ઊંચકાયો નહીં. આજુબાજુમાં પણ કોઈ માણસ નહોતું દેખાતું. મેં હાથ ઉંચો કરી પસાર થતી ઘણી ગાડીઓ ઉભી રખાવવા વિનંતિ કરી. પરંતુ કોઈ મારી મદદ માટે ઉભું નહોતું રહેતું. નાં છુટકે મારે પથ્થર મારી ગાડી ઉભી રખાવવાનો નિર્ણય લેવો પડ્યો. કાર ચાલક સ્તબ્ધ થઈ ગયો. તેણે છોકરાના મોટાભાઈને ઉચકીને વ્હીલચેરમાં મુક્યો. નાનકડા હાથે વ્હીલચેરને ધક્કો મારીને જઈ રહેલા છોકરાને એ જોઈ રહ્યો. મોંઘી લક્ઝુરિયસ કારના એ માલિકે પોતાની કાર પર એ ગોબો રહેવા જ દીધો. કારણકે આ ઘટના એને હંમેશા યાદ રાખવી હતી.

એ ગોબો જોઇને મને હંમેશા યાદ આવે કે જીવનમાં ક્યારેય એટલા ઝડપથી નાં દોડવું જોઈએ કે કોઈએ મદદ માટે ઉંચો કરેલો હાથ નાં દેખાય, કોઈએ મદદ માટે પાડેલી બુમ ના સંભળાય કે પછી કોઈએ મદદ માટે કરેલો ઈશારો નાં સમજાય. રસ્તો હોય કે જીવન હોય માણસે હંમેશા ચાલતા રહેવું જોઈએ. પોતાની ઝડપને નિયંત્રણમાં રાખવી જોઈએ. સાથે આસપાસ પણ જોતા રહેવું જોઈએ. જો સ્પીડ વધુ રાખશો અને ‘પીડપરાઈ’ નહી જાણી શકો તો ક્યાંકથી તો પત્થર આવવાનો જ છે. ગાડીની સ્પીડ એટલી જ રાખો કે કોઈની લાગણી સમજી શકો. જો તમે પર સેવા સાથે જોડાયેલા રહેશો તો જ પરસેવાથી પ્રાપ્ત કરેલી ગાડીમાં ફરવાની મઝા આવશે. ક્યારેક ભગવાને પણ ખુબ ઝડપથી ગાડીને રોકવા પત્થર મારવો પડે છે.

(સંદેશ – ૨૪/૦૯/૨૦૧૭ – ડો.સંતોષ દેવકર – મધુવનની મહેંક)

33. ૨૭/૦૯/૨૦૧૭

કોડેન્દ્ર મડપ્પા કરીઅપ્પા

૧૯૬૫ના ભારત પાકિસ્તાન યુધ્ધની આ વાત છે. એ વખતે કેટલાક ભારતીય પાયલોટો પાકિસ્તાનમાં ફસાયા હતા. પાકિસ્તાની સેનાએ તેમને કેદ પકડ્યા હતા. એમાંથી એક પાયલોટ હતા ફ્લાઈટ લેફ્ટનન્ટ નંદા કરિઅપ્પા. પાકિસ્તાનના એ વખતના રાષ્ટ્રપતિ અયુબખાનને ખબર પડી કે નંદા કરીઅપ્પા પકડાયા છે. તરત તેમણે સુચના આપી કે તેમને કોઈ તકલીફ ના પડવી જોઈએ અને તેમની સાથે દુશ્મન જેવું વર્તન પણ નાં કરશો. નંદા કરિઅપ્પા ફિલ્ડ માર્શલ કે. એમ. કરિઅપ્પા (કોડેન્દ્ર કરિઅપ્પા)ના પુત્ર હતા. ભાગલા પહેલા અયુબખાન કે.એમ.કરિઅપ્પાના હાથ નીચે કામ કરતા હતા. ભાગલા પછી તેઓ પાકિસ્તાન ગયા. સમય જતા અયુબખાન સેનાધ્યક્ષ અને પછી રાષ્ટ્પતિ બન્યા. તેઓને કે.એમ.કરિઅપ્પા પ્રત્યે ખુબ આદરભાવ હતો.

અયુબખાને કે.એમ.કરિઅપ્પાને ફોન કરી ને સમાચાર આપ્યા કે તમારો પુત્ર અહીં સલામત છે જરા પણ ચિંતા કરશો નહીં. તેમણે વધુમાં ફ્લાઈટ લેફ્ટનન્ટ નંદાને છોડી દેવાની ઓફર પણ કરી. પણ સામે પક્ષે ભારતના ફિલ્ડ માર્શલ કે.એમ કરિઅપ્પાએ જવાબ આપ્યો કે, ‘મારો દીકરો છે એટલે એને કોઈજ વિશીષ્ટ સુવિધા નાં આપશો. અન્ય યુધ્ધ કેદીઓ સાથે થાય તે જ પ્રમાણે તેની સાથે વર્તન કરજો.’ ભારતે માત્ર ત્રણ લશ્કરી અધિકારીઓને ફાઈવ સ્ટાર રેન્ક આપી છે. એક કે.એમ.કરિઅપ્પા, બીજા ફિલ્ડ માર્શલ સામ હોરસમજી જમશેદજી માણેકશા અને ત્રીજા અર્જન સિંહ.

(ગુજરાત સમાચાર – ૨૪/૦૯/૨૦૧૭)

32. ૨૬/૦૯/૨૦૧૭

ઓળખ

આપણી ભાષા અને વાણી પરથી આપણી ઓળખ છતી થાય છે. એક વખત એક રાજા, તેનો મંત્રી અને તેનો સિપાહી જંગલમાં શિકાર કરવા સાથે ગયા અને વિખુટા પડી ગયા. એવામાં રાજાએ એક વૃદ્ધ અને અંધ સાધુને એક વૃક્ષ નીચે ધ્યાનમાં બેઠેલા જોયા. રાજાએ પ્રણામ કર્યા અને તેમને પૂછ્યું, ‘મહાત્મા, હું આ જંગલમાં ભૂલો પડ્યો છું. મહેરબાની કરીને મને કહેશો કે નગર તરફ જવાનો રસ્તો ક્યાંથી પસાર થાય છે? સાધુએ રસ્તો બતાવ્યો. થોડી વાર પછી મંત્રીએ આવીને પૂછ્યું કે, ‘સાધુ મહારાજ, નગર તરફ જવાનો રસ્તો બતાવો?’ સાધુએ રસ્તો બતાવ્યો અને એમ પણ કહ્યું કે હમણાં જ રાજા આવ્યા હતા તે પણ આ બાજુ ગયા. થોડી વાર પછી સિપાહી આવ્યો અને પૂછ્યું કે, ‘સાધુ બાબા મને નગર તરફ જવાનો રસ્તો બતાવો? સાધુએ કહ્યું કે આગળ રાજા અને મંત્રી આવી ગયા છે અને તેઓ આ રસ્તે ગયા. મહેલમાં ત્રણેય મળ્યા અને વિચાર કર્યો કે અંધ સાધુને કેવી રીતે ખબર પડી હશે કે રાજા અને મંત્રી કોણ છે અને તેઓ આગળ ગયા? ત્રણેય ફરી સાધુ પાસે ગયા અને પૂછ્યું કે તમને કેવી રીતે અમે કોણ છીએ તે ખબર પડી?

સાધુએ કહ્યું, ‘રાજા એ સંબોધન કર્યું ‘મહાત્માજી’, મંત્રીએ સંબોધન કર્યું, ‘સાધુ મહારાજ’, અને સિપાહીએ સંબોધન કર્યું, ‘સાધુ બાબા’. આમ આપણી ભાષા અને વાણી પરથી જ ઓળખ છતી થાય છે.

આપણે બીજાને કેવી રીતે બોલાવીએ છીએ તેના પરથી જ આપણા ગુણ, દરજ્જા અને હેસિયાતની ઓળખ છતી થાય છે.

(વોટ્સઅપ પરના વાંચનમાંથી)

31. ૨૦/૦૯/૨૦૧૭

ભારમાંથી હળવા થાઓ

અંતરિક્ષમાં રોકેટ કે યાન લોંચ કરવામાં આવે ત્યારે અમુક અંતર કાપીને તેના અમુક ભાગો છુટા થઇ જતા હોય છે. વજનમાં હળવું થયા પછી જ તે નિશ્ચિત લક્ષ્ય પર પહોચી શકે છે. આપણે પણ જીવનમાં નિશ્ચિત લક્ષ્ય પર પહોચવા માટે કારણ વિનાના કામોનું ભારણ, આડાઅવળા વિચારોનું ભારણ મગજ પરથી ઓછુ કરવું પડે. એ ભારમાંથી હળવા થઈએ તો જ નિશ્ચિત લક્ષ્ય પર પહોચી શકાશે. લાંબી સફરના મુસાફરો પોતાનું બેગેજ(સામાન) પણ ઓછો રાખે છે. આપણે પણ ઈમોશનલ અને મેન્ટલ બેગેજ ઓછુ રાખવું. કોણે તમારી સાથે શું કર્યું, કેમ કર્યું આ બધી બાબતોનો બોજ મગજમાં નહીં રાખો તો જ લક્ષ્ય પર પહોચી શકાશે.

આ યાન અમુક અડચણોને અવગણતું પણ હોય છે. અમુક લોકો મારી સાથે સારો વ્યવહાર નથી કરતા કે મેં વિચાર્યું હતું તે પ્રમાણે થતું નથી તેવી અડચણોને આપણી સફરમાં બહુ વચ્ચે નાં લાવવી. સમગ્ર દિવસમાં તમારામાં જેટલી નકારાત્મકતા આવી હોય તેનાથી મુક્ત થઈને જ રાત્રે સુવું કારણકે વેર, વિચારો જો મગજમાં રહી ગયા તો બીજા દિવસે, બીજા મહિને અને શક્ય છે કે વર્ષો સુધી પણ આપણા મગજમાં રહે.

આગળ વધવા માટે સતત બધાની માફી માગો, આભાર માનો, શુભેચ્છા પાઠવો, પ્રશંશા કરો અને લોકોને કઈક ને કઈક આપતા રહો. આ ત્રણે કામ કરવાથી નકારાત્મકતાનો ભાવ આપોઆપ હળવો થઈ જશે અને તમારા મનમાં હકારાત્મક વિચારો આવશે. ઘરમાં નવો સામાન મુકવા વખતોવખત જુના અને ફાલતું સામાનને કાઢવો અને ફેંકી દેવો પણ પડે. આમ આપણે પણ વખતોવખત નવા વિચારો આવું કાર્ય આપણા જીવનમાં ઉમેરવા જુના ફાલતું વિચારો જૂની કાર્યપદ્ધતિને વખતોવખત આપણા મનમાંથી ફેંકી દઈ મનને નવા વિચારો માટે ખાલી જગ્યા આપવી પડશે.

(વોટ્સઅપ પરના વાંચનમાંથી)

૩૦. ૨૦/૦૯/૨૦૧૭

મરવાનું નાટક

એક વખત પાંજરામાં પૂરેલા એક પંખીને એક વેપારીએ કહ્યું, ‘ જંગલમાં તને જ્યાંથી હું પકડીને લાવ્યો હતો. ત્યાં જાઉં છું. તારા મિત્ર પક્ષીઓને કોઈ સંદેશો આપવો છે?’ પંખીએ કહ્યું, ‘તેમને કહેજો કે ભલે તમારી જેમ ખુલ્લા આકાશમાં ઉડી નથી શકતો છતાં પણ હું ખુશ છું. તમારી જેમ ખોરાક શોધવા મારે જ્યાં ત્યાં ભટકવું પડતું નથી મને તો સુંદર ડીશમાં ખાવાનું મળી જાય છે આથી હું ખુશ છું.’ વેપારી જંગલમાં જે ઝાડ પાસેથી આ પક્ષીને તેણે પકડ્યું હતું તે ઝાડ પાસે પહોંચ્યો, અને પક્ષીએ કહેલો સંદેશો તેના મિત્રોને કહી સંભળાવ્યો. હજુ તો માંડ સંદેશો પૂરો થયો હશે ત્યાં જ એક પક્ષી ઝાડ પરથી નીચે પડ્યું. વેપારીને કઈ સમજાયું નહીં પણ તેને લાગ્યું કે પક્ષી હલનચલન પામતું નથી અને મરી ગયું લાગે છે. તે પોતાને ઘરે પાછો ફર્યો. પેલા પાંજરામાં પુરાયેલા પક્ષીએ પૂછ્યું, ‘મારા મિત્રો કેમ છે? તેમણે કઈ કીધું?’ વેપારીએ વાત કરી અને કહ્યું, ‘તારી વાત સાંભળતા જ એક પક્ષી ડાળી પરથી નીચે પડી ગયું હતું. લગભગ મરી પણ ગયું હતું.’ સાંભળતા જ પાંજરાવાળું પક્ષી પણ પાંજરામાં પડી ગયું અને હલનચલન કરતું બંધ થઈ ગયું. વેપારીએ અફસોસ વ્યક્ત કર્યો કે જંગલના પક્ષીના મૃત્યુના સમાચારના આઘાતથી આ પંખી પણ મરી ગયું લાગે છે. તેણે પાંજરું ખોલ્યું અને એ પક્ષીને બહાર કાઢ્યું. બહાર કાઢીને હજુ તો ટેબલ પર તેનું શરીર મુક્યું ત્યાં જાણે એ પંખીમાં જાન આવી ગયો. તે પાંખો ફફડાવી ઉડી ગયું. જતા જતા બોલતું ગયું કે, ‘મેં જંગલમાં મારી મુશ્કેલી જ તમારા મારફતે મારા સાથીઓને કહેવડાવી હતી. મારા સાથીઓએ પાંજરામાંથી કેવી રીતે છુંટવું તે રસ્તો બતાવ્યો’. તે જંગલનું પંખી પણ મર્યું ન હતું. તેણે જો છુંટવું હોય તો મરવાનું નાટક કરવું પડશે તેમ તમારી સાથે એક સંદેશો જ મોકલાવ્યો હતો. આવજો.

(વોટ્સઅપના વાંચનમાંથી)

29. ૧૯/૦૯/૨૦૧૭

જિંદગીને મધુર બનાવવા ભગવાને આપણને કેટલું બધું આપ્યું છે.

  • સૂર્યોદય સમયે પ્રગટતી લાલીમાં.
  • અંધકારની વિદાય અને અજવાળાની શરૂઆત સમયે દુનિયાનું ઝાંખું દ્રશ્ય.
  • વહેલી સવારે સાંભળવા મળતો પક્ષીઓનો શોરબકોર.
  • ખીલતા પુષ્પોનો પમરાટ.
  • પવનમાં લહેરાતી ડાળીઓ.
  • નૃત્ય કરતું લીલુંછમ ઘાસ અને તેની કુંપળો પર બાઝેલું ઝાકળ.
  • પાંખ ફેલાવી સમુહમાં ઉડતા પંખીઓ.
  • નિશ્ચલ પહાડો અને તેમની વચ્ચે સંભળાતો પડઘાનો અવાજ.
  • ક્યાંય અટક્યા વિના આગળ વધતું ઝરણું.
  • ઉછળતા દરિયા.
  • વર્ષા લાવતા મેઘધનુષી વાદળો.
  • સ્મિતભર્યો પ્રકાશ રેલાવતા તારાઓ.
  • ચાંદનીમાં દ્રશ્યમાન થતું અજવાળું.
  • નવજાતશિશુના હાસ્યમાં જોવા મળતી નિર્દોષતા.
  • (કચ્છશ્રુતિ – સપ્ટે મ્બર – ૨૦૧૭)

28. ૧૧/૦૯/૨૦૧૭

એક માની મમતા

  • જ્યારે પણ ઈઝરાયેલ અને પેલેસ્ટાઇનની વાત આવે ત્યારે કટ્ટર દુશ્મનીના કિસ્સા જ બહાર આવે. પરંતુ ૨૦૧૭ના મે મહિનામાં એક વિપરિત હ્રદયસ્પર્શી કિસ્સો બહાર આવ્યો. પેલેસ્ટાઇનના એક પતિ-પત્નીને ઈઝરાયેલમાં કાર એક્સિડન્ટ થયો. જેમાં પિતા મૃત્યુ પામ્યા અને માતા ગંભીર રીતે બેહોશ હોસ્પિટલમાં હતી. નવ મહિનાનું પેલેસ્ટાઇનના પતિ-પત્નીનું અબુ રામિલા નામનું બાળક ભૂખથી રડતું અને તડપતુ હતું. ઈઝરાયેલની યહૂદી નર્સ ઉલા ઓસ્ત્રોવાસ્કી કે જે ધાત્રી માતા હતી તે આ નવ માસના બાળકને ભૂખથી ટળવળતું નાં જોઈ શકી. પહેલા તેણે અબુ રામિલાને બોટલથી દૂધ પીવડાવવાનો પ્રયત્ન કર્યો. પણ તે બાળકે બોટલથી દૂધ નાં પીધું. નર્સના શરીરમાં માતૃત્વ ઉભરાઈ આવ્યું. તેણે તરત તે બાળકને ગોદમાં લીધું અને ધાવણ આપ્યું. બાળક તરત શાંત થઈ ગયું. માની મમતાને કોઈ પણ દેશના સીમાડા રોકી શકતા નથી.
  • સપ્ટેમ્બર ૨૦૧૭માં ચીનમાં પણ આવી જ એક ઘટના બની. ચીનના શાંઝી જિંગહોંગ પીપલ્સ કોર્ટમાં એક મહિલા આરોપી પર છેતરપિંડીનો કેસ ચાલી રહ્યો હતો. તે ધાત્રી માતા હતી. તેણે ટ્રાયલ પર જતી વખતે મહિલા પોલીસ અધિકારી હાઓ લીનાને તેનું બાળક સોપીને ગઈ હતી. થોડી વાર પછી ભૂખ્યું બાળક રડવા લાગ્યું. હાઓ લીના પણ ધાત્રી માતા હતી. તેણે તે બાળકની માતાની પરવાનગી લઈ રડતા બાળકને ધાવણ આપી શાંત પાડ્યું. ધાવણ આપતી માતા ભૂલી જાય છે કે તે એક ગુનેગારનું બાળક છે. કોઈ પણ ધાવણ આપતી માતા બીજા બાળકને રડતું જુવે તો પણ તેનું માતૃત્વ છલકાય છે. ધાવણ લેતા બાળકને પણ તેને ધાવણ આપતી વ્યક્તિમાં માતાના દર્શન થાય છે.

(વર્તમાન પત્રોમાંથી)

27. ૧૦/૦૯/૨૦૧૭

શહેનશાહનો ખેલ

જ્યારે કોઈ વ્યક્તિના કાર્યક્ષેત્રમાં સફળતા સાથે માનવતાની મહેંક ભળે ત્યારે તેની ગણના સફળ સાથે સર્વકાલીન મહાન વ્યક્તિ તરીકે થતી હોય છે. રોજર ફેડરર તેની ભવ્ય કારકિર્દી સાથે તેના વંચિતો અને વિપત્તિગ્રસ્તો માટેના કાર્યોને લીધે વધુ પ્રખ્યાત બન્યા. આજ સુધી પુરુષ ટેનિસ ખેલાડીમાં તેની જેમ કોઈ ૩૦૨ અઠવાડિયા સુધી સર્વશ્રેષ્ઠ રહ્યું નથી, કોઈએ ૧૯ જેટલા સિંગલ ખિતાબો મેળવ્યા નથી તો કોઈએ ૨૯ જેટલી ગ્રાન્ડસ્લેમમાં પ્રવેશ કર્યો નથી. ૨૦૦૨ થી ૨૦૧૬ એમ સતત ૧૪ વર્ષ સુધી તેઓએ ટેનિસ જગતના પ્રથમ આંઠ ખેલાડીઓમાં સ્થાન જાળવી રાખ્યું. જેમ જેમ તેઓ સફળ થતા ગયા તેમ તેમ તેઓ વધુ વિનમ્ર અને ઉમદા માનવી થતા ગયા. ૨૦૦૩માં ‘રોજર ફેડરર ફાઉન્ડેશન’ની સ્થાપના કરી વંચિત બાળકોને શિક્ષણ અને સ્પોર્ટ્સ રમવાની સગવડ મળે તેવા પ્રયાસો કર્યા. દક્ષિણ આફ્રિકન બાળકોના ભણતર, સ્વાસ્થ્ય અને રમત ગમત માટે ઘણી મદદ કરી. ૨૦૦૫માં અમેરિકામાં ‘કેટરીના’ વાવાઝોડું આવ્યું હતું ત્યારે તેણે તેના રેકેટની લીલામી કરી અસરગ્રસ્તો માટે ફંડ ભેગું કર્યું. ૨૦૦૬માં ભારતના તામિલનાડુમાં આવી ‘રેલી ફોર રીલીફ’ સ્પર્ધા યોજી સુનામીગ્રસ્ત લોકો માટે ફાળો એકઠો કર્યો.

યુનિસેફ જેવી સંસ્થાએ પણ એઇડ્સ અંગેની જાગૃતિ માટે રોજર ફેડરરની મદદ લીધી. ૨૦૧૦માં વેસ્ટ ઇન્ડીઝના હેતી ટાપુ પર ધરતીકંપ આવ્યો ત્યારે તેણે દસ હજાર ડોલર જેટલી રકમની મદદ કરી. ૨૦૧૧માં તેના કટ્ટર હરીફ રાફેલ નડાલ સાથે ‘મેચ ફોર આફ્રિકા’ ખેલી ત્યાંના બાળકો માટે ૪૦ હજાર ડોલર જેટલી રકમ ભેગી કરી. માનવતાનાં કામો માટે ક્યારેય તેમણે કોઈ દેશની સરહદ કે સીમાડાની ગણતરી કરી નથી. ૧૯૮૧ની આંઠમી ઓગસ્ટે જન્મેલા આ મહાન ખેલાડી ગયા વર્ષે જ્યારે વિમ્બલ્ડનની ફાયનલ ખેલવા આવ્યા ત્યારે કોમેન્ટેટર ખુબ જ ઉત્સાહમાં આવીને બોલ્યા, ‘ધી એમ્પરર ઇસ કમિંગ’ (શહેનશાહ આવી રહ્યા છે). વિમ્બલ્ડનના આંઠ, યુ.એસ ઓપનના સતત પાંચ, ઓસ્ટ્રેલીયન ઓપનના પાંચ અને ફ્રેંચ ઓપનનો એક ખિતાબ મેળવનાર રોજર ફેડરર માટે વર્તમાન પત્રોએ હંમેશા ‘લીજેન્ડ’ અને ‘જીનીયસ’ શબ્દ પ્રયોગ વાપર્યા છે.

તેની આ સિધ્ધેઓ, આ વ્યક્તિત્વ અને આ કાર્યોને લીધે તે માત્ર તેના સમયનો જ નહીં પણ ટેનિસ જગતનો સર્વકાલીન ઉત્કૃષ્ટ ખેલાડી ગણાય છે.

(ગુજરાત સમાચાર – પારિજાતનો સંવાદ – કુમારપાળ દેસાઈ – ૧૦/૦૯/૨૦૧૭)

26. ૧૦/૦૯/૨૦૧૭

ભૂલ માફ કરવી

એક રાજાની પાસે તેના પૂર્વજોના ૧૫ સુંદર ચિત્રો હતા. રાજા આ ચિત્રો જીવની જેમ સાચવતો. તેણે આ ચિત્રોને સાચવવા એક આખો અલગ મહેલ બનાવ્યો હતો. તે વાંરવાર આ મહેલમાં જાય, તેના વડવાઓના ચિત્રો જુએ અને મનોમન ખુશ થાય. તેણે આ ચિત્રોને સાચવવા અને તેની સાફસફાઈ કરવા એક માણસ પણ રાખ્યો હતો. તે માણસ છેલ્લા દસ વર્ષથી આ ચિત્રોનું જતન ખુબ કાળજીપૂર્વક કરતો. એક દિવસ આ માણસથી સાફસફાઈ કરતા એક ચિત્ર પડી ગયું. તેની ફ્રેમ અને કાચ સાથે મૂળ ચિત્ર પણ થોડું ખરાબ થયું. રાજાને આ વાતની ખબર પડતાં તે ખુબ જ ગુસ્સે થયો. તેણે આ માણસને ખુબ ધમકાવ્યો અને દેહાતદંડની સજા કરી. એ માણસે ખુબ જ આજીજી કરી કે મારા પર દયા કરો, દસ વર્ષથી હું આ ચિત્રો જીવની જેમ સાચવું છું અને મારો કોઈ ખરાબ ઈરાદો ન હતો. રાજા માન્યો નહીં, તે આ માણસને સજા આપવા મક્કમ હતો. તેણે એ માણસને પૂછ્યું, ‘તારી છેલ્લી ઈચ્છા શું છે?’ માણસે કહ્યું, ‘મને પણ એ ચિત્રો પ્રત્યે તમારા જેટલો જ લગાવ થયો છે. મરતા પહેલા હું એ બધા ચિત્રોને છેલ્લી વાર મન ભરીને જોવા માંગુ છું.’ રાજા તેની છેલ્લી ઈચ્છા પૂરી કરવા તે માણસને મહેલમાં લઈ ગયો અને તેની સામે બધા ચિત્રો ખોલી નાખ્યા.

પેલા માણસે એલ લાકડી લઈને બાકીના ચૌદ ચિત્રો તોડી નાખ્યા. રાજા ક્રોધથી રાતોપીળો થઇ ગયો અને ખુબ જ ગુસ્સાથી બોલ્યો, ‘આ તે શું કર્યું?’ પેલા માણસે જવાબ આપ્યો, ‘હજૂર, મારાથી એક ચિત્ર તૂટ્યું હતું તે મારાથી ભૂલ થઈ હતી હું કબુલ કરું છું. ફરીથી આવી ભૂલ નહીં થાય તેની મેં તમને ખાતરી આપી હતી. ભૂલ કોઈ પણ માણસથી થઇ શકે પણ તેને હંમેશા તક આપવી જ જોઈએ. તમે પણ આટલું મોટું રાજ્ય સંભાળો છો અને તમારાથી પણ ઘણી ભૂલો થતી હશે. તમારી ભૂલોમાંથી જ બોધપાઠ લઈને તમે સુંદર શાશન કરો છો. અમને પણ અમારી ભૂલમાંથી શીખી ધ્યાન રાખવાની તક તમારે આપવી જોઈએ. તમે મને તક નાં આપી અને મૃત્યુદંડની સજા આપી. મારા પછી આ ચૌદ ચિત્રો સંભાળનાર સાથે પણ આવું જ થઇ શકે છે. હું તો મરી જઈશ પણ મારી જેમ મારા પછી આ ચૌદ ચિત્રો સંભાળનાર કોઈને તક નાં મળે અને ખોટી રીતે મૃત્યુદંડની સજા ભોગવવી પડે તેમ હું ઈચ્છતો નથી આથી મેં બધા જ ચિત્રો તોડી નાખ્યા.’ રાજાને પોતાની ભૂલ સમજાઈ. તેણે તે માણસને માફી આપી છોડી મુક્યો.

(વોટ્સઅપના વાંચનમાંથી)

૨૫. ૦૬/૦૯/૨૦૧૭

ચાર્લી ચેપ્લિનની શિખામણ

એકવાર એક હોલમાં ચાર્લી ચેપ્લિનનો પ્રોગ્રામ હતો. હજારો માણસોની મેદની વચ્ચે ચાર્લીએ એક સુંદર જોક કીધો. બધા ખડખડાટ હસ્યા. થોડી વાર પછી ચાર્લીએ એ જ જોક રીપીટ કર્યો. લગભગ સો માણસો થોડું હસ્યા. ફરી ચાર્લીએ એ જ જોક ત્રીજીવાર રીપીટ કર્યો. હવે લગભગ દસ-બાર લોકોના મોઢા પર થોડી ખુશીના ભાવ હતા. જ્યારે ચાર્લીએ એ જ જોક ચોથી વાર રીપીટ કર્યો ત્યારે કોઈ જ ના હસ્યું અને થોડા લોકોના મોઢા પર અણગમાના ભાવ પણ હતા. પછી ચાર્લીએ કહ્યું,

‘જ્યારે તમે એક જ જોક પર વારંવાર હસી નથી શકતા તો એક જ ચિંતા પર વારંવાર દુઃખી શા માટે થવું?’ જિંદગી બહુ ટૂંકી છે. દરેક ક્ષણને આનંદસભર બનાવો અને માણો.

ચાર્લીના ત્રણ સુંદર વિધાનો.

(1) આ જગતમાં કશું જ શાશ્વત(કાયમી) નથી. ખાસ કરીને દુઃખ.

(2) મને વરસાદમાં ચાલવાનું ખુબ જ ગમે છે કારણકે વરસાદમાં કોઈ જ મારા આંસુ જોઈ શકતું નથી.

(૩) તમે જે દિવસે હસ્યા નથી તે દિવસ તમારી જિંદગીનો નક્કામો દિવસ ગણી શકાય.

(ફેસબુક પર વાંચેલો મેસેજ)

24. ૦૬/૦૯/૨૦૧૭

ખરા હૃદયની પ્રાર્થના

અમદાવાદના ડો. દવે આજે ખુબ જ ખુશ હતા. તેમની ૩૦ વર્ષની કેન્સરના ડોક્ટરની કારકિર્દીને ચાર ચાંદ લાગે તેવા સમાચાર હતા. ડો. દવેને તેમના નોબલ કાર્ય બદલ સરકાર તેમને મેડલ આપી રહી હતી. અને તેમના કાર્યની પ્રશંસા એક મોટા સમાંરભમાં થવાની હતી. ડો. દવે પણ ખુબ ખુશ હતા. દિલ્હીમાં ભવ્ય સમારંભનો દિવસ નજીક આવી રહ્યો હતો. ડો. દવેએ સમારંભમાં પહેરવા ખાસ સુટ તૈયાર કરાવ્યો હતો. દેશવિદેશના કેન્સર સર્જનોની હાજરીમાં આ એવોર્ડ મળવાનો હતો. ડો. દવેએ નાની સ્પીચ પણ આપવાની હતી. ડો. દવે તેમની પત્ની અને હોસ્પિટલના સ્ટાફ આગળ રોજ સ્પીચનું રિહર્સલ પણ કરતાં. એવોર્ડ સમારંભના આગલા દિવસે ડો. દવે ઊંઘી ના શક્યા. પાસા ફેરવી જેમતેમ રાત તો પસાર કરી. સવારે વહેલા ઉઠી નિત્યકર્મ પતાવી ડો. દવેએ એરપોર્ટ તરફ પ્રયાણ કર્યું.

એવોર્ડ સમારંભ હતો તો સાંજે પાંચ વાગ્યે. પણ ડો. દવેએ સવારનું પ્લેન પસંદ કર્યું. ભલે સવારે ૧૧ વાગ્યે દિલ્હી પહોચી જવાય. દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન પહોચવા ઘણી વાર ટ્રાફિકની સમસ્યા સર્જાય અને સમયસર પહોચી ના શકાય તો? ડો. દવે સમયસર પહોચવા માટે કોઈ પણ ચાન્સ લેવા નહોતા માંગતા. શિયાળાની સવાર તો પતી ગઈ હતી. સવારે સાત વાગ્યે અમદાવાદથી ટેઈકઓફ થયેલું પ્લેન દિલ્હી લગભગ નવ સુધીમાં પહોંચવાનું હતું. પ્લેનમાં પીરસાયેલ હળવો નાસ્તો કરતી વખતે પણ ડો. દવે સમારંભ કેવો હશે અને લોકોની પ્રતિક્રિયા કેવી હશે તે વિચારોમાં મશગુલ થઇ ગયા હતા. આંઠ ને ચાલીસ મિનિટે પ્લેનમાં જાહેરાત થઇ કે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ હોઈ ત્યાં પ્લેનનું લેન્ડ થવું શક્ય નથી. હવે પ્લેન જયપુર લેન્ડ થશે. ડો. દવેને ફાળ પડી હવે શું થશે? જયપુર એરપોર્ટની બહાર નીકળતા સાડાનવ થઇ ગયા હતા. ડો. દવે એક ટેક્ષીવાળાને મળ્યા. અને પોતે સાજે પાંચ વાગ્યે રાષ્ટ્રપતિ ભવન દેલ્હી પહોચવું કેટલું જરૂરી છે તે સમજાવ્યું. ટેક્ષીવાળાએ કહ્યું, ‘ આપણે ક્યાય અટકીએ નહીં તો અહીંથી રાષ્ટ્રપતિ ભવનનું અંતર લગભગ ૪૦૦ કિમી.નું થાય તે આપણે સાત કલાકમાં પૂરું કરી શકીએ. હું તમને સાડા ચારે રાષ્ટ્રપતિ ભવન પહોચાડી શકું’. ડો. દવે ક્ષણવારનો વિચાર કર્યા વિના ટેક્ષીમાં બેસી ગયા અને ટેક્ષી વાળાને સફર શરુ કરવા કહ્યું. લગભગ ૨૦૦ કિમી તો ૧૨.૩૦ વાગતા સુધીમાં જ કાપી લીધા. ટેક્ષીવાળાએ કહ્યું, ‘હવે આપણે આરામથી ચાર સુધીમાં પહોચી જઈશું.’

ડો. દવે મનોમન પોતાના વહેલા નીકળવાના નિર્ણય પર ખુશ થતાં હતા. લગભગ બપોરના ૨ થયા હશે. ટેક્ષી રાજસ્થાન દિલ્હીની બોર્ડર પરથી પસાર થઇ રહી હતી. હવે ૧૨૦ કિમી જેટલું જ અંતર બાકી હતું. ત્યાં ભયંકર ધૂળની ડમરી ચાલુ થઇ સતત ૨૦ મિનિટ ચાલેલા વાવાઝોડામાં પોતાની ટેક્ષીને એક્સિડન્ટથી બચાવવા ડ્રાયવરે હાયવે પરથી નાના કાચા રસ્તા પર ગાડી લીધી. આ રસ્તા પર તે આંઠ નવ કિમી જેટલું આગળ વધી ગયો હશે ત્યાં ધૂળની ડમરી શાંત થઇ. ડો. દવે એ જોયું તો તેઓ એક નાના ગામડામાં હતા. ત્યાં જ ટેક્ષી ડ્રાયવરે કહ્યું, ગાડીના બે ટાયરમાં પંક્ચર છે. સ્પેર વ્હિલ પણ એક જ છે. ડો. દવેને ત્યાંજ બેસાડી ડ્રાયવર ચાલતો ચાલતો આસપાસમાં કોઈ પંક્ચર કરી આપશે કે કેમ તે તપાસમાં ગયો. ડો. દવેને લાગતું હતું હવે ઘડિયાળનો કાંટો ઝડપથી ફરી રહ્યો છે. બપોરના ત્રણ તો થઇ ગયા હતા. ફંક્શન શરુ થવાને હવે બે જ કલાકની વાર હતી. ડો. દવે ખુબ ચિંતિત હતા. ડ્રાયવર પાછો આવે તેની રાહ જોતા હતા. એક એક ક્ષણ ખુબ જ કિમતી હતી. નાના ગામડામાં બીજો એક કલાક વીતી ગયો. કોઈ અન્ય વાહન કે કોઈ વ્યક્તિ પણ ચાર વાગ્યા સુધી દેખાઈ નહીં. લગભગ સાડા ચારે ડો. દવેએ સમારંભમાં સમયસર પહોચી શકાય તે આશા છોડી દીધી. આસપાસ નજર દોડાવી તો દુર એક નાની ઝુંપડી જેવું દેખાયું.

ડો. દવે ધીરે ધીરે ઝુપડીમાં પહોચ્યા ત્યારે જ પાંચ વાગ્યા હતા. ડો. દવેએ ઝુંપડીનો દરવાજો ખટખટાવ્યો તો એક ગરીબ સ્ત્રીએ દરવાજો ખોલ્યો. સુટ અને ટાઈ પહેરેલા ડો. દવેને સ્ત્રીએ સારો આવકાર આપ્યો, પાણી પીવા આપ્યું. ત્યાં એક નાનું ત્રણ વર્ષનું બાળક રમી રહ્યું હતું. ડો. દવેએ કહ્યું, ‘મારો ડ્રાયવર આવશે એટલે હું ચાલી જઈશ.’ સ્ત્રીએ કહ્યું, ‘વાંધો નથી.’ થોડી વાર પછી સ્ત્રીએ એક પ્રાર્થના શરુ કરી. તળપદી હિન્દી-રાજસ્થાની ભાષામાં મિશ્રિત ૧૦ મિનિટની પ્રાર્થના સાંભળવી ડો. દવેને ખુબ ગમી. હજુ ડ્રાયવર આવ્યો ન હતો. બીજો અડધો કલાક વિત્યો હશે. સ્ત્રીએ ફરી એ જ પ્રાર્થના શરુ કરી. ડો. દવેને થોડો કંટાળો આવ્યો. છતાં પણ ટાઈમ પાસ કરવો જરૂરી હતો. ફરી અડધો કલાક વિત્યો હશે અને ત્રીજી વખત પ્રાર્થના શરુ કરતા સ્ત્રીએ ડો.દવેને કહ્યું, ‘તમે પણ મારી સાથે પ્રાર્થના ગાવામાં જોડાઈ શકો છો.’ ડો.દવેએ કહ્યું, ‘હું કોઈ આવી પ્રાર્થનામાં માનતો નથી. ઈશ્વર પાસે આપણી પાર્થનાનો અવાજ ક્યારેય પહોંચતો નથી.’ સ્ત્રીએ ત્રીજી વારની પાર્થના પૂરી કરી ત્યારે ડો.દવે થી રહેવાયું નહીં. તેમણે સ્ત્રીને પૂછ્યું, ‘તું આટલી બધી વખત પ્રાર્થના કેમ કરે છે.? તારો સમય બરબાદ કરે છે. ઈશ્વર કાઈ તારું સાંભળવાનો નથી.’ સ્ત્રીએ જવાબ આપ્યો, ‘ આ મારો ત્રણ વરસનો બાબો છે. તેને કેન્સર છે. સાંભળ્યું છે કે અમદાવાદમાં દેશના ખુબ જ મોટા અને હોશિયાર સર્જન કોઈ ડો. દવે છે. એમની એપોઇન્ટમેન્ટ મળવી ખુબ જ મુશ્કેલ હોય છે અને એમની ફી પણ મને પોસાય નહીં. હું ઈશ્વરને એ જ પ્રાર્થના કરું છું કે જિંદગીમાં એક વાર આ છોકરાને ડો. દવેની મુલાકાત કરાવી દે.’

( સાચા હૃદયથી કરેલી પ્રાર્થનામાં એટલી બધી શક્તિ હોય છે કે તે ઈશ્વર પાસે અચૂક પહોચે જ છે. બાકી પ્લેનનું અટકવું, ધૂળની ડમરી આવવું, ગાડીનું પંક્ચર પડવું એમનેમ ના થાય. )

(વોટ્સઅપના વાંચનમાંથી)

23. ૦૪/૦૯/૨૦૧૭

તમારા કામમાં જ ધ્યાન આપો

એક છોકરાએ તેની સ્કુલના પ્રિન્સિપાલને જઇને કહ્યું, ‘સર આવતી કાલથી હું સ્કુલમાં આવવાનો નથી.’ પ્રિન્સિપાલે પૂછ્યું,’કેમ, શું કામ?’ છોકરાએ જવાબ આપ્યો,’સર, હું તમને શું કહ્યું? આ સ્કુલમાં ટીચર્સ અંદરોઅંદર એકબીજાની કુથલી કરે છે. વિધાર્થીઓ વચ્ચે પણ મનમેળ નથી. આવું તો બીજું ઘણું છે આ સ્કુલમાં.’ પ્રિસિપાલે કહ્યું,’સારું,જતા જતા એક કામ કરતો જા. આ પાણીથી છલોછલ ભરેલો એક ગ્લાસ છે. તું તે લઈને સ્કુલની ફરતે ત્રણ આંટા લગાવ. ધ્યાન રાખજે કે પાણી જરાય ઢોળાય નહીં. તે પછી તું સ્કુલ છોડીને ખુશી થી ચાલ્યો જજે.’ પેલા છોકરાએ આ કામ પૂરું કર્યું. પ્રિન્સિપાલ પાસે તે હવે સ્કુલ છોડવાની રજા લેવા આવ્યો.

પ્રિન્સિપાલે તેને પૂછ્યું, ‘તું જ્યારે સ્કુલ ફરતે ચક્કર લગાવતો હતો ત્યારે તે કોઈ શિક્ષકને બીજા શિક્ષક વિશે ખરાબ બોલતા સાંભળ્યા?’ પેલા છોકરાએ નાં પાડી. પ્રિન્સિપાલે ફરી પૂછ્યું, ‘તે કોઈ વિધાર્થીને બીજા વિધાર્થી વિશે જેમતેમ બોલતા જોયો?’ પેલા છોકરાએ ફરી ના પાડી. પ્રિન્સિપાલે તે છોકરાને પૂછ્યું, ‘આમ કેમ બન્યું તે તારે જાણવું છે?’ તારું સમગ્ર ધ્યાન તું આંટો મારતો હતો ત્યારે ગ્લાસ પર હતું. એક પણ ટીપું ગ્લાસની બહાર ચલ્કાય નહીં તે પર તારું ધ્યાન કેન્દ્રિત હતું. આવું જ સ્કુલ કે પછી કોઈ પણ જગ્યાએ હોય છે.

જો તમે તમારા કામમાં જ ધ્યાન આપો અને ઓતપ્રોત થઇ જાવ તો પછી બીજાની ભૂલ જોવાનો તમને સમય જ ના મળે.‘ આપણે પણ આપણા કામમાં જ ધ્યાન આપવાની પ્રાથમિકતા રાખવી જોઈએ. બીજા શું કરે છે કે બીજા શું ભૂલો કરે છે તે પર ધ્યાન આપવાની વૃત્તિ હંમેશા આપણને દુઃખ આપનારી હોય છે. આપણું જ કામ શ્રેષ્ઠ બનાવવાના પ્રયત્નો અને બીજાની ખામી નહીં પણ ખૂબીઓ જોવાની ટેવ જ આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકે.

(ચિત્રલેખા – જસ્ટ એક મિનિટ – રાજુ અંધારિયા – ૧૧ સપ્ટેમ્બર – ૨૦૧૭)

22. ૦૩/૦૯/૨૦૧૭

જૂની વસ્તુઓનો શ્રેષ્ઠ ઉપયોગ

૨૦૧૪ ની સાલમાં ઉદયપુરના શ્રીયંસ ભંડારી અને ગઢવાલના રમેશ ધામી નામનાં મિત્રોએ ‘ગ્રીન સોલ’ નામની કંપનીની સ્થાપના કરી હતી. આ કંપનીનો હેતુ જુના અને નક્કામાં ચંપલ અને જૂતાને ફરીથી નવો લુક આપી ઓનલાઈન વેચવાનો હતો. આ દરમ્યાન તેમણે જાણ્યું કે ભારતના લગભગ પાંચ કરોડ બાળકો પાસે પહેરવા માટે એક જોડી ચંપલ પણ નથી. તેઓ ખુલ્લા પગે સ્કુલે જાય છે અને તેમના ઘણા બાળકોને સોઇલ ટ્રાન્સમિટેડ બીમારીઓ પણ થાય છે. તેમણે જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવાનું નક્કી કર્યું. સૌથી પહેલા તેઓ જૂતા બનાવવાની ફેક્ટરીમાં જઈ જૂતાની મરંમતનું કામ શીખ્યા. પછી તેમણે મુંબઈ, દિલ્હી અને બેંગાલુરમાં સ્પોર્ટ્સ એકેડેમી, મોટી શાળાઓ, કોલેજો, સંસ્થાઓ અને ખાનગી કંપનીઓનો સંપર્ક કરી જે લોકો જુના જૂતા-ચંપલો ફેંકી દેતા હતા તેમની પાસેથી જુના જૂતા અને ચંપલો એકત્ર કરવાનું શરૂ કર્યું. આ જુના જૂતા અને ચંપલોનાં સોલ કાઢી તેને રિડીઝાઈન કરી તેને નવો લુક આપવાનું અને રીસાયકલ કરવાનું કામ તેઓ કરે છે.

આ રીસાયકલના કામ માટે હવે દસ કર્મચારી રાખ્યા છે. નવા રીસાયકલ થયેલા ચંપલો આસામ, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના સ્કુલ, ગામડા અને ઝુંપડપટ્ટીના જરૂરિયાત મંદ બાળકોને તેઓ વહેંચે છે. દર મહિને એક હજાર ચંપલો વહેંચતા વહેંચતા તેઓ અત્યાર સુધીમાં પચાસ હજાર જેટલા જરૂરિયાત મંદ બાળકોને ચંપલ પહેરાવી શક્યા છે. તેમની ‘ગ્રીન સોલ’કંપનીની હેડ ઓફીસ મુંબઈમાં છે. અને હાલ ભારતના ૧૫ જેટલા રાજ્યોના ૫૦ જેટલા મોટા શહેરોમાં તેમના વોલનટીયર્સ જૂતા-ચંપલોના કલેક્શનનું કામ કરી રહ્યા છે. આમ મદદ સાથે પર્યાવરણ પ્રદુષણ ઘટાડવાનું ઉમદા કાર્ય પણ તેઓ કરી રહ્યા છે.

(વર્તમાન પત્રો અને ઈન્ટરનેટ પરની માહિતી પરથી)

21. ૦૩/૦૯/૨૦૧૭

દરિયા સાથે બાથ ભીડી

બેલીમ ઓસમાણ યુસુફ પોરબંદર સ્થિત માછીમાર છે. ૨૯ ઓગસ્ટ ૨૦૧૭ ની રાત્રે માછીમારી કરી તેઓ પોરબંદર પાછા ફરી રહ્યા હતા. દ્વારકા નજીક મધદરિયે હતા અને તેમની બોટનું એન્જિન બંધ પડી ગયું. દરિયો તોફાને ચઢ્યો હતો. મોજા આંઠ થી દસ મીટર ઊંચા હતા. બંધ પડેલી બોટમાં આ રાક્ષસી મોજાને કારણે ધીમે ધીમે પાણી ભરાવા લાગ્યું. બોટ ડૂબવાની તૈયારીમાં હતી અને ઓસમાણ યુસુફ લાઈફ જેકેટ પહેરીને દરિયામાં કુદી પડ્યા. લાઈફ જેકેટ પહેરેલું હતું પણ ઉછળતા મોજા વચ્ચે તેમનું શરીર આમતેમ ફંગોળાતું રહ્યું. દર મિનિટે તેમને મોતનો ભય સતાવતો હતો. દરિયાના આવા મોજા વચ્ચે પણ તેઓ હિંમત હાર્યા નહીં. ઘૂઘવતા સાગરમાં જ્યાં કિનારો પણ નજરે ચઢતો ન હતો તેમાં ધીમે ધીમે તરતા તરતા તેઓ હર્ષદના દરિયા કિનારા સુધી પહોંચી ગયા. તેમના હાથ પગ તરતા તરતા થાકી ગયા હતા શરીર આખું તૂટતું હતું છતાં તેમણે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી શરીરમાં શ્વાસ છે ત્યાં સુધી તેઓ હાથ પગ હલાવશે. વચ્ચે દુર એક પસાર થતી બોટ તેમણે જોઈ. તેમના મનમાં આશા જાગી કે હવે ચોક્કસ જીવ બચી જશે. પણ અફસોસ તેમના ઘણા પ્રયત્નો છતાં તે બોટવાળાનું ધ્યાન બેલીમ ઓસમાણ તરફ ગયું નહીં. તે બોટ ચાલી ગઈ.

હિંમત હાર્યા વિના હજુ તેમણે પ્રયત્નો ચાલુ રાખ્યા. આ વખતે મોતના ખોફ વચ્ચે તેમને તેમના પરિવારજનોના ચહેરા દેખાતા હતા. આ ચહેરા યાદ કરવાથી જ જાણે તેમને હિંમત અને શક્તિ મળી. એમ કરતા કરતા ચોથી રાત પણ પાણીમાં પસાર થઇ. ફરી એક બોટ નજીક આવતી દેખાઈ. આ વખતે બોટનું ધ્યાન પોતાની તરફ ખેંચવા તેઓ સફળ થયા. છેવટે ત્રણ દિવસ અને ચાર રાત દરિયામાં વિતાવ્યા પછી બેલીમ ઓસમાણ યુસુફને નવી જિંદગી મળી. તેઓએ કહ્યું કે હજુ પણ તેઓ હિંમત હાર્યા નથી અને માછીમારીનો વ્યવસાય જ ચાલુ રાખશે. દરિયો પણ ખેડશે જ. જીવનના છેલ્લા શ્વાસ સુધી લડી લેવાનું મનોબળ જ અશક્ય કામ શક્ય બનાવે છે.

કહે છે ને કે ઘણી વાર છેલ્લી મિનિટ, છેલ્લો બોલ, છેલ્લો પ્રશ્ન કે છેલ્લી તક જ માણસનું જીવન બદલનારી હોય છે.

(વર્તમાન પત્રો અને ઈન્ટરનેટ પરની માહિતી પરથી)

20. ૦૩/૦૯/૨૦૧૭

આશા જીવનનો હરિયાળો રંગ છે

બીજા વિશ્વયુધ્ધને અંતે પાછા ફરેલા કેટલાક યુધ્ધ કેદીઓને પૂછવામાં આવ્યું કે, નાઝીઓના જુલમ સામે તમને કઈ વસ્તુએ જીવતા રાખ્યા? તો તેમનો લગભગ એકસરખો જવાબ હતો. ‘અમે ચોક્કસ એક દિવસ અમારા ઘરે પાછા ફરીશું એવી આશાએ.’ અને જે કેદીઓની આશા તૂટી ગઈ હતી, જેઓ તનથી અને મનથી ભાંગી પડ્યા હતા તેમાંના કેટલાક તો નિરાશામાં મૃત્યુ પણ પામ્યા હતા. આનો અર્થ એ થયો કે આશા આપણા જીવન સાથે અતુટ પણે વણાયેલ છે.

ગમે તેવા વિપરિત સંજોગોમાં પણ આશાના તંતુના સહારે માણસ જીવી જાય છે. જો સામે આવેલી કટોકટી વખતે હિંમત હાર્યા વિના આશાના નાજુક દેખાતા તંતુને પણ આપણે વળગી રહીએ તો ગમે તેવી કટોકટીમાંથી પણ રસ્તો મળી આવ્યા વિના રહેતો નથી. આશાને છોડી શકાય જ નહીં. આશા એ પ્રાણ છે. આશાનો ત્યાગ એટલે જીવનનો ત્યાગ.

માર્ટિન લ્યુથર કહે છે, ‘Everything that is done in the world is done by hope.’ જગતમાં જે કાઈ થયું છે તે આશાના જીવંત પ્રયત્નોને લીધે જ થયું છે. – આશા અમર છે.

(સંદેશ – કેલિડોસ્કોપ – મહંમદ માંકડ – ૦૩/૦૯/૨૦૧૭)

19. ૨૭/૦૮/૨૦૧૭

અંદરની આગ

મહાન શિલ્પકાર માઈકલ એન્જેલોના જીવનનો એક પ્રસંગ છે. તેઓ જીસસ ક્રાઈસ્ટની મૂર્તિ બનાવી રહ્યા હતા. તે જ વખતે રસ્તામાં પસાર થતી એક વ્યક્તિએ તેમનું અપમાન કર્યું, અપશબ્દો કહ્યા અને હ્રદયમાં વાગી જાય તેવું વર્તન કર્યું. માઈકલ એન્જેલોને થયું અત્યારે હું કરુણાવતાર જીસસની પ્રતિમા બનાવી રહ્યો છું તો અત્યારે મારે તેની સાથે ઝગડો કરીને ઝંઝટમાં પડવું નથી. તેને જે બોલવું હોય તે બોલવા દો કારણકે જીસસ ક્રાઈસ્ટે જ કહ્યું છે કે, ‘કોઈ તમારા એક ગાલ પર તમાચો મારે તો તમે બીજો ગાલ ધરી દે જો. કોઈ તમારો કોટ છીનવી લે તો તમે તમારું ખમીસ પણ તેને આપી દેજો.’ આવી વ્યક્તિનું શિલ્પ બનાવતી વખતે મારે મૌન જ રહેવું જોઈએ. એ વ્યક્તિ તો બેહુદુ વર્તન કરી આગળ નીકળી ગઈ. માઈકલ એન્જેલો મૌન તો રહ્યા પણ તેમના મનમાં તો હલચલ મચી ગઈ હતી. તેઓ ખુબ જ અસ્વસ્થ થઈ ગયા હતા. તેમના હદયમાં અપમાનનો બદલો લેવાની આગ લાગી હતી. તેમને થયું આ વ્યક્તિને બે તમાચા મારીને તેનું માથું ફોડી નાખું. ભલે અત્યારે જીસસ વચ્ચે આવી ગયા છે પણ આ શિલ્પ પૂરું થશે પછી હું આ અપમાનનો બદલો જરૂર લઇશ. એ દિવસે માઈકલ એન્જેલોએ ખુબ કોશિશ કરી પણ જીસસના ચહેરા ઉપર દયા, કરુણા, પ્રેમ અને શાંતિનો ભાવ આપતી રેખાઓ તેમનાથી ઉપસી જ નહીં. ખુબ કોશિશ કરી તો પણ આવો જીવંત ભાવ લાવવામાં તેઓ નિષ્ફળ ગયા.

તેઓને થોડીવારમાં જ આવું થવાનું કારણ સમજાઈ ગયું. તેઓ તરત એ વ્યક્તિના ઘરે પહોંચી ગયા અને એ માણસને છાતી સરસો ચાંપી તેની માફી માંગી. પેલા માણસે કહ્યું, ‘માફી તો મારે માંગવી જોઈએ. તમે તો હું જેમતેમ બોલતો હતો તે વખતે પણ શાંત રહ્યા હતા.’ માઈકલ એન્જેલોએ કહ્યું, ‘ભલે હું કાંઈ બોલ્યો નથી પણ મારી અંદર તો આગ ઝરતી હતી. મારા મનમાં તો ક્રોધનો ઉત્પાત ચાલુ હતો. મને એ ખ્યાલ આવ્યો એટલે હું માફી માંગવા આવ્યો છું.’ માફી માંગ્યા પછી માઈકલ એન્જેલોનું હૃદય હળવું થયું. મન પરનો બહાર ઉતરી ગયો. એ પછી એણે ફરી જીસસના ચહેરા પર શિલ્પકામ કરવા ટાંકણો અડાડ્યો અને તેમાં પ્રેમ અને કરુણાના ભાવ ઉપસી આવ્યા. જીસસની આંખોમાં જીવંત કરુણા દેખાઈ. આજે પણ આ શિલ્પ વિશ્વપ્રસિધ્ધ છે. તે અમર અને અદ્વિતીય બની જગતને પ્રેમનો સંદેશો આપી રહ્યું છે.

આપણે પણ આપણું દરેક કાર્ય કરતા પહેલાં શાંત, પ્રેમાળ અને આનંદમય બનવું જોઈએ. મનમાં કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે કટુતા રાખી કોઈ પણ પ્રકારનું કાર્ય કરતા તે કાર્યની સાર્થકતા જળવાતી નથી. નિર્મળ અને સ્વચ્છ હ્રદયથી કરેલું કાર્ય જ સાચી પ્રાર્થના, પૂજા, સાધના અને આરાધના છે.

(ગુજરાત સમાચાર – સ્પાર્ક – વત્સલ વસાણી – ૨૭/૦૮/૨૦૧૭)

18. ૨૭/૦૮/૨૦૧૭

કૃષ્ણ – દ્રૌપદીની દોસ્તી

એકવાર દ્રૌપદીએ ભગવાન કૃષ્ણને પૂછ્યું, ‘કૃષ્ણ, તારા માટે પાંડવો શું છે?’ ભગવાન કૃષ્ણએ જવાબ આપ્યો, ‘યુધિષ્ઠિર મારા માટે કમળ છે.અર્જુન મારા માટે સૂર્યમુખીનું ફૂલ છે. ભીમ મારા માટે ગલગોટો છે. સહદેવ મારા માટે મોગરો છે અને નકુલ મારા માટે ચંપો છે’. પછી દ્રૌપદીએ હળવેકથી કૃષ્ણ ને પૂછ્યું, ‘કૃષ્ણ, તારા માટે હું શું છું?’ કૃષ્ણએ જવાબ આપ્યો, ‘તું ધાગો છે જે બધાને પરોવીને એક સાથે જોડી રાખે છે.’ પછી કૃષ્ણએ દ્રૌપદીને પૂછ્યું, ‘તારા માટે હું શું છું?’ દ્રૌપદીએ કહ્યું, ‘તમે અમારા માટે ખુશ્બુ છો, જેની કેદ પણ નથી થઈ શકતી અને કત્લ પણ નથી થઈ શકતી’

(વોટ્સઅપ પરના વાંચનમાંથી)

17. ૨૬/૦૮/૨૦૧૮

વિશાળ હૃદય

એન.રઘુરામન મેનેજમેન્ટ ગુરૂ છે. દિવ્યભાસ્કર વર્તમાનપત્રમાં નિયમિત મેનેજમેન્ટ ફંડા કોલમ લખે છે. તેમનો એક અનુભવ વાંચવો ગમશે. તેઓ થોડા થોડા સમયે નિયમિત રીતે તિરુપતિ બાલાજી મંદિરના દર્શને જાય છે. તિરુપતિ મંદિરે જવા માટે તેઓ ચેન્નાઈ એરપોર્ટ પર ઉતરતા. ચેન્નાઈ એરપોર્ટથી તિરુપતિ જતા વચ્ચે ત્રિશુલામ રેલ્વે સ્ટેશન આવે. આ રેલ્વે સ્ટેશનના સબ-વે પર એક અપંગ ભિખારી હંમેશા બેઠેલો હોય. રઘુરામન ક્યારેય પ્લેનમાં અપાતું ભોજન જમતા ન હતા. પરંતુ તેઓ તે ભોજનના ફૂડ પેકેટ્સ તેઓની બેગમાં રાખી દેતા. ચેન્નાઈ એરપોર્ટથી તિરુપતિ જતા જ્યારે ત્રિશુલામ સ્ટેશન આવે ત્યારે તેઓ યાદ કરીને આ ફૂડ પેકેટ્સ આ ભિખારીને આપી દેતા. ફૂડ પેકેટ્સ લેતા તે ખુબ જ ખુશ થઈ જતો. તે વખતે તેની આંખનો અહોભાવ જ રઘુરામનને એક વિશિસ્ટ શાતા આપતો. બંને પક્ષે આનંદ મળતો. એક વખત આ જ રીતે રઘુરામન ચેન્નાઈ એરપોર્ટ ઉતરી તિરુપતિ જઈ રહ્યા હતા. તેઓએ ત્રિશુલામ સ્ટેશન આવતા તે ભિખારી પાસે ગયા અને હસીને ફૂડ પેકેટ આપવા લાગ્યા. ભિખારીએ કહ્યું,’સર આજે હું આ પેકેટ સ્વીકારી નહીં શકું. પણ સામેના છેડે પેલો બીજો ભિખારી દેખાય છે તે અપંગ તો છે જ સાથે ચાલી પણ શકતો નથી.

આ વખતે તમે તેને ફૂડ પેકેટ્સ આપો. તેણે લગભગ બે દિવસથી કાઈ ખાધું નથી. તેને મારા કરતા ફૂડ પેકેટ્સની વધુ જરૂર છે.’ રઘુરામનની આંખમાં આંસુ આવી ગયા.

નાના માણસોમાં પણ ઈશ્વરનો આપેલો પ્રસાદ (ભોજન) વહેંચીને ખાવાની કેવી સમજણ હોય છે. તેઓનું હૃદય કેટલું વિશાળ હોય છે.

(મેનેજમેન્ટ ફંડા -એન.રઘુરામન – દિવ્યભાસ્કર – ૨૬/૦૭/૨૦૧૭)

16. ૨૫/૦૮/૨૦૧૭

આનું નામ નમ્રતા

ફિલ્મી દુનિયામાં ઓસ્કાર એવોર્ડ એટલે અલ્ટીમેટ ફેન્ટસી. સફળતા, સિદ્ધિ અને સ્વીકૃતિનું સર્વોચ્ચ શિખર એટલે ઓસ્કાર એવોર્ડ. માણસને ઓસ્કાર એવોર્ડ મળે એટલે ફિલ્મ મેઇકિંગના જે તે પાસામાં તે દુનિયાનો સર્વોચ્ચ માણસ છે તેવો થપ્પો લાગી જાય.ઇમેન્યુઅલ લુબેઝુકી નામનાં માણસને સતત ત્રણ વર્ષ સુધી ઓસ્કાર એવોર્ડ મળ્યા. સિનેમાના ઇતિહાસમાં કોઈ એક વ્યક્તિને સતત ત્રણ વર્ષ સુધી ઓસ્કાર મળ્યા હોય તેવું હજી સુધી બન્યું નથી. ઘણા કલાકારો એક ઓસ્કાર મળે તો પણ હવામાં ચાલવા લાગે છે. સતત ત્રણ વર્ષ સુધી ઓસ્કાર મળ્યા પછી ઇમેન્યુઅલ લુબેઝુકી પોતાના માટે શું વિચારે છે તે તેના શબ્દોમાં જોઈએ.

‘હવે મને એવી ફિલિંગ થવા લાગી છે કે મને મારું કામ કરતા થોડું ઘણું આવડવા લાગ્યું છે. અમુક મશીનો અને ઉપકરણો કેવી રીતે ચલાવવા એવી મને થોડી ઘણી ગતાગમ પડવા લાગી છે. પણ હજુ એવી અસંખ્ય બાબતો એવી છે કે મારે હજુ શીખવાની બાકી છે. મારે હજુ વધારે પ્રેક્ટીસની જરૂર છે. મારે હજુ થોડા વધુ અખતરા કરવાના છે. ઓસ્કાર મળ્યો તે બાબત મારે માટે સારી છે છતાં મારી કોશિશ તો એવી જ રહેશે કે હું મારું કામ વધુ ને વધુ બહેતર કરતો રહું.’

આ છે જીનીયસની કક્ષાએ પહોચેલા માણસની નિશાની. દુનિયા ચક્કાચોંધ થાય તેવી સિદ્ધિ પછી પણ તે કહે છે કે હજુ મારે ઘણું શીખવાનું બાકી છે. પોતાના કૌશલ્યોને સતત સુધારવાની ખેવના. ઘમંડનું નામોનિશાન નથી. સાચી નમ્રતા આનું નામ.

(શિશિર રામાવત – મલ્ટીપ્લેક્ષ – સંદેશ.)

15. ૨૩/૦૮/૨૦૧૭

હાસ્ય કલાકાર ગ્રેમાલ્ડી

પરદેશમાં એક વ્યક્તિ મનોચિકિત્સક પાસે ગઈ. તેણે મનોચિકિત્સકને ફરિયાદ કરી કે દેખીતા કારણ વિના મારું મન સતત તનાગ્રસ્ત અને અપ્રસન્ન જ રહે છે. ડોકટરે તે દર્દીને બે-ત્રણ પ્રશ્નો પૂછ્યા. અને કહ્યું, ‘તમને કોઈ બિમારી નથી. તમને કોઈ દવાની જરૂર નથી. ફક્ત તમારે થોડા ખુશ રહેવાની જરૂર છે.’ પેલી વ્યક્તિએ ડોક્ટરને પૂછ્યું, ‘ખુશ કેવી રીતે રહેવાય?’ ડોકટરે કહ્યું, ‘તમે આપણા દેશના પ્રસિધ્ધ હાસ્ય કલાકાર ગ્રેમાલ્ડીના કાર્યક્રમો જોવાનું રાખો. તમે આપોઆપ ખુશ જ રહેશો. તમારી સમસ્યા આપોઆપ ઉકેલાઈ જશે.’ પેલી વ્યક્તિએ કહ્યું, ‘ડોક્ટરને કહ્યું,’સાહેબ એ ઉપાય મને કામ નહીં લાગે.’ હવે ડોક્ટર નારાજ થઈ ગયા અને કહ્યું, ‘તો તમારું કહેવું એમ છે કે મને મનોચિકિત્સામાં ખબર નથી પડતી?’ પેલી વ્યક્તિએ ડોક્ટરને કહ્યું, ‘તમે તો ખુબ વિદ્વાન અને સારા મનોચિકિત્સક છો જ. પણ મારી તકલીફ એ છે કે હાસ્ય કલાકાર ગ્રેમાલ્ડી હું પોતે જ છું.’

ડોક્ટર આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયા. કહે છે ને કે, ‘ હસતા માણસના ખીસા ખાસ તપાસજો. શક્ય છે રૂમાલ ભીના મળે.’ જે માણસ દુનિયાભરને હસાવતો હતો તે અંદરથી જ કેટલો દુખી હશે તેની કોઈને કલ્પના જ નહીં હોય. ઘણા માણસો પોતે ગમે તેટલી ખરાબ પરિસ્થતિમાં હોય તો પણ બીજાને આનંદમાં રાખવાનું ચુકતા નથી. કોઈ કવિએ કહ્યું છે ને કે, ‘ આંખ તો ભીની રહેવાની જીવનમાં પણ બીજાને હસાવતા રહેવાનું મને ગમે છે.’

(ગુજરાત સમાચાર – ૨૨/૦૮/૨૦૧૭)

14. ૨૦/૦૮/૨૦૧૭

અફસોસ

ફેસબુક પર થયેલી ઓળખાણ પ્રેમમાં પરિણમતા મનન અને રચનાએ મળવાનું ગોઠવ્યું. નક્કી કરેલા સ્થળે રચના પહોંચી તો મનન હાજર હતો. કાંખમાં બગલ ઘોડી સાથે, રચના તેના પગ સામે જોઈ રહી. મનને હાય અને હલ્લો કર્યું પણ કોઈ પ્રત્યુત્તર નાં મળતા મનન રચનાનો પોતાને જોઇને શું જવાબ હશે તે સમજી ગયો. ‘સોરી, રચના હું જાણું છું કે મારા જેવા અપંગને…..’ આમ કહી ખુદ્દાર મનન ચાલી નીકળ્યો. બહેરી અને મૂંગી રચનાને આજે પહેલી વાર પોતાના મુક બધિર હોવાનો અફસોસ થઈ રહ્યો હતો.

(દિવ્ય ભાસ્કર – માઈક્રોફ્રીક્ષન – ૨૦/૦૮/૨૦૧૭)

13. ૧૫/૦૮/૨૦૧૭

સ્નેહ રાખનારાઓનો ક્રોધ પણ સ્વીકારો

પૌરાણિક કથા મહાભારતનો એક પ્રસંગ છે. પાંડવો યુધ્ધમાં જીતી ગયા હતા. તેઓ કૌરવોની માતા ગાંધારીને મળવા જતા હતા. ભગવાન શ્રીકૃષ્ણને ખબર હતી કે ગાંધારી ખુબ જ ક્રોધમાં હશે. તેઓ પાંડવોને ગાંધારીના ક્રોધમાંથી બચાવવા માંગતા હતા આથી પાંડવો પહેલા તેઓ ગાંધારી પાસે પહેલા પહોચી ગયા. ગાંધારીને ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે ખુબ જ પ્રેમ હતો પણ તેઓ પોતાના પુત્રોના વિનાશથી ક્રોધમાં હતા. ક્રોધમાં તેઓએ કૃષ્ણને શ્રાપ આપ્યો કે મારી જેમ તમારો વંશજ પણ નષ્ટ થઈ જશે. ભગવાન શ્રીકૃષ્ણએ સ્મિત સાથે તથાસ્તુ કહ્યું.

ભગવાન શ્રીકૃષ્ણએ આ ગુસ્સો સહન કરી બે કામ કર્યા. પાંડવોને ગાંધારીના ક્રોધથી બચાવ્યા અને વડીલો ક્રોધમાં હોય તો પણ સ્મિત સાથે તેમનું સન્માન જાળવવું તેવી શીખ આપી.

(દિવ્યભાસ્કર – ૧૫/૦૮/૨૦૧૭.)

12. ૧૫/૦૮/૨૦૧૭

એક માં ની મમતા એક માં જ સમજી શકે

મહાભારતના યુધ્ધના સમયનો એક પ્રસંગ છે. અશ્વત્થામાએ દ્રૌપદીના પાંચ બાળકોને મારી નાખ્યા. અર્જુન બદલો લેવા માટે યુધ્ધના મેદાનમાં ગયા. અર્જુન પોતાના પાંચ પુત્રોની હત્યા કરનાર શત્રુ અશ્વત્થામાને પકડીને બાંધીને ઘરે દ્રૌપદી સમક્ષ લઈ આવ્યા.દ્રૌપદી બાંધેલા અશ્વત્થામાને જોઈ નાં શક્યા. તેઓ પોતાનો પુત્ર વિયોગ ભૂલી ગયા અને અશ્વત્થામાને તેમણે વંદન કર્યા. દ્રૌપદીએ અર્જુનને કહ્યું, ‘મારા આંગણે આવેલા બ્રાહ્મણની પૂજા કરો અને તેને છોડી દો. તેને મારશો નહીં.

આજે હું મારા પુત્ર વિયોગમાં રડું છું. તમે અશ્વત્થામાને મારશો તો તેની માતા તેના પુત્રના વિયોગમાં રડશે. હું તો સધવા છું પરંતુ અશ્વત્થામાની માતા તો વિધવા છે. પતિના મૃત્યુ પછી તે માત્ર પોતાના પુત્ર માટે જીવે છે. એને કેટલું દુઃખ થશે. તમને એની માતાનો નિસાસો લાગશે. અશ્વત્થામાના પિતા દ્રોણાચાર્ય તો તમારા ગુરૂ હતા. તમારા ગુરુદેવના પુત્રની પૂજા અને સન્માન કરી તેને છોડી દો.’

(સંદેશ – ૧૪/૦૮/૨૦૧૬ – કભી કભી – દેવેન્દ્ર પટેલ.)

11. ૧૪/૦૮/૨૦૧૭

મને મારી ફી આપો

બર્નાડ શો ના જીવનનો એક પ્રસંગ છે. તેમણે પોતે જ આ પ્રસંગનો ઉલ્લેખ કર્યો હતો. એક વખત રાત્રે છાતીમાં તેમને દુખાવો ઉપડ્યો. મધ્ય રાત્રિએ તેમણે તેમના ફેમિલી ડોક્ટરને ફોન કર્યો કે મને છાતીમાં દુખાવો ઉપડ્યો છે અને તમે જોવા આવો. વર્ષોથી બર્નાડ શોના કુટુંબ સાથે સંકળાયેલા આ ફેમિલી ડોક્ટર ઘણા વૃદ્ધ થયા હતા છતાં પોતાની ફરજ અને બર્નાડ શો ના કુટુંબ પ્રત્યેના પ્રેમના કારણે ડોક્ટર અડધી રાત્રે પણ મી. શો ના ઘરે વીસીટ પર ગયા. બર્નાડ શોના ત્રીજા માળના ઘરે પહોંચતાતો આ વૃદ્ધ ડોક્ટર હાંફી ગયા. તેમના ઘરે પહોંચતા જ એક ખુરસી પર ફસડાઈ ગયા, તેમનો શ્વાસ ખુબ જ ઝડપથી ચાલતો હતો. તેમને બેભાન જેવા જોઈ બર્નાડ શો ચિંતામાં પડી ગયા. તેઓ ડોક્ટર પાસે ગયા. પ્રેમથી પાણી આપ્યું, પીઠ પંપાળી, પંખો ચાલુ કર્યો. આમ અડધા કલાકની સેવા ચાકરી દરમ્યાન બર્નાડ શો પોતે તો ભૂલી જ ગયા કે પોતાના છાતીના દુખાવા માટે ડોક્ટર તેમના ઘરે આવેલ.

થોડી વાર પછી ડોકટરે બર્નાડ શો ને કહ્યું, ‘હવે મને સારું લાગે છે. હું જાઉં છું મને મારી વિસિટની ફી આપો. બર્નાડ શો ને નવાઈ લાગી. તેમણે ડોક્ટરને કહ્યું, ‘ફી શેના માટે? તમે તો મારી કોઈ સારવાર કરી જ નથી. મેં તમારી સારવાર કરી છે.’ ડોકટરે બર્નાડ શો પૂછ્યું, ‘હવે તમને કેવું લાગે છે?’ બર્નાડ શો એ કહ્યું,’હા મને તો સારું છે.’ ડોકટરે કહ્યું, ‘તમને સારું જ છે તે મને ખ્યાલ હતો. હું તમને વર્ષોથી ઓળખું છું. મને એ પણ ખબર છે કે તમારી સામે કોઈ મોટી સમસ્યા મુકવામાં આવે તો તમારા માટે તમારી નાની સમસ્યા ગૌણ બની જાય છે. એટલે તમારી સામે મારી તકલીફ રજુ કરી તમારું દુઃખ ભૂલાવવાનું મારે નાટક કરવું પડ્યું. મેં સુંદર રીતે તે નાટક કર્યું અને તમને પણ હવે સારું છે. આ અભિનય માટેની મારી ફી આપવા મેં તમને કીધું.’

માણસની મોટા ભાગની બિમારી માનસિક હોય છે. તેની સામે મોટું દુઃખ આવે તો તે નાનું દુઃખ આપોઆપ ભૂલી જાય છે. પણ મોટું દુઃખ આવ્યા વિના નાનું દુઃખ ભૂલવાની કળા દરેક મનુષ્યે કેળવવી જોઈએ. ડોકટરો માટે પણ દર્દીને સારો કરવો તે એક વ્યવસાય સાથે એક કળા પણ છે.

(ગુજરાત સમાચાર – ૧૩/૦૮/૨૦૧૭ – સ્પાર્ક – વત્સલ વસાણી.)

10. ૦૭/૦૮/૨૦૧૭

અમદાવાદ શહેર આબાદ કેમ છે ? એક દંતકથા

રાજા અહેમદશાહના સમયમાં એક રાત્રે એક સ્વરૂપવાન સ્ત્રી શહેરની અંદરથી બહાર જવા માટે ભદ્રના કિલ્લા પાસે આવી. દરવાજા પાસેના ચોકીદાર સીદી બશીરને તેણે દરવાજો ખોલી નાખવા વિનંતિ કરી. સીદી બશીરે પૂછ્યું, ‘આપ કોણ છો?’ સ્ત્રીએ જવાબ આપ્યો, ‘હું આ શહેરની લક્ષ્મી છું અને આ શહેર છોડી જવા માંગુ છું.’ સીદી બશીરે વિચાર્યું કે, ‘જો લક્ષ્મીજી જતા રહેશે તો શહેરની સમૃદ્ધિ અને જહોજલાલી જતી રહેશે. શહેર પાયમાલ થઇ જશે.’ ચોકીદારે દેવીને પ્રણામ કરીને કહ્યું, ‘હું બાદશાહની પરવાનગી લઈને આવું પછી આપ જાવ. પણ હું પાછો આવું ત્યાં સુધી આપ રાહ જોજો.’

ચોકીદાર આટલી રાત્રે બાદશાહને જગાડી શકે તેમ ન હતો. તેને લક્ષ્મીજીને પણ જવા દેવા ન હતા. તે એક અંધારા ખૂણામાં ગયો અને પોતાની જ તલવારથી પોતાનું શિરછેદ કરી બલિદાન આપ્યું જેથી દરવાજા ખોલવા જ નાં પડે. લક્ષ્મીજીએ ચોકીદારને વચન આપ્યું હતું કે તે પાછો નહીં આવે ત્યાં સુધી તે શહેરની બહાર નહીં જાય. હવે ચોકીદાર સીદી બશીર ક્યારેય પાછો આવવાનો ન હતો. આથી લક્ષ્મીજીએ અમદાવાદ શહેરમાં જ રોકાઈ જવું પડ્યું. અમદાવાદ શહેરમાં રહેતી અને બહારથી આવતી પ્રજા પણ સુખી અને સમૃદ્ધ લક્ષ્મીજીની કૃપાને કારણે થઈ છે તેવું મનાય છે. આ દંતકથા સાથે સંકળાયેલ ચોકીદાર સીદી બશીરની દરગાહ ભદ્રના કિલ્લા પાસે છે. ભદ્રકાળીના મંદિરની સામેના બગીચામાં લક્ષ્મીજીની પ્રતિમા પણ પ્રસ્થાપિત કરેલી જોવા મળે છે.

(સંદેશ : ૦૭/૦૮/૨૦૧૭)

9. ૦૭/૦૮/૨૦૧૭

વફાદારી

બ્રાઝીલમાં એક પાળેલા કુતરાના માલિકને ગંભીર ઇન્ફેકશન માટે કોઈ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. પાળેલો કુતરો નેગાઓ પણ દોડતો દોડતો એમ્બ્યુલન્સ સાથે એ હોસ્પિટલે પહોચ્યો હતો. માલિકનું એ હોસ્પિટલમાં મોત થયું. નેગાઓ તો હોસ્પિટલનીબહાર જ માલિકની રાહ જોતો ઉભો રહ્યો. કોઈને સ્ટ્રેચર દ્વારા હોસ્પિટલમાંથી બહાર લાવવામાં આવે તો તે પહોચી જતો કે માલિક હોસ્પિટલની બહાર આવે છે કે નહીં. નેગાઓએ આંઠ મહિના સુધી હોસ્પિટલની બહાર જ માલિકની રાહ જોયા કરી. આ દરમ્યાન હોસ્પિટલના સત્તાવાળાઓએ બે વખત તેને કોઈ પરિવારને દત્તક આપવાનો પ્રયત્ન કર્યો. બંને વખત તે દત્તક લીધેલ પરિવારના ઘરેથી ભાગીને હોસ્પિટલ આવી જતો. છેવટે હોસ્પિટલે નક્કી કર્યું કે નેગાઓને ક્યાંય મોકલવો નથી. તેને જમવાની વસ્તુઓ આપવામાં આવે અને તેનું ધ્યાન પણ રાખવામાં આવે. આંઠ મહિનાના લાંબા સમય બાદ નેગાઓએ માલિકની રાહ જોતા જોતા હોસ્પીતાલની બહાર જ આ દુનિયામાંથી વિદાય લીધી.

(દિવ્યભાસ્કર : ૦૬/૦૮/૨૦૧૭)

8. ૦૬/૦૮/૨૦૧૭

પહેરવેશ

એક વખત સુધામૂર્તિ ઇન્ફોસિસના md લંડનના હિથ્રો એરપોર્ટ પર પહોચ્યા હતા. તેઓ લંડનમાં ઇન્ફોસિસની બોર્ડ મિટિંગમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. ત્યાં પહોંચી પોતાના પાસપોર્ટમાં સ્ટેમ્પ કરાવવાની લાઈનમાં તેઓ exucative ક્લાસની લાઈનમાં ઉભા રહેલા. સાદા સરવાલ-કમીઝ ના કોઈ મેક અપ, સામાન્ય ઇન્ડિયન લેડી લાગે. તેમની પાછળ ઉભી રહેલી એક વિદેશી યુવતીએ માની જ લીધું હશે કે આ બહેન ઇકોનોમિ ક્લાસની બદલે ભૂલથી આ લાઈનમાં ઉભા રહ્યા હશે એટલે તેમણે સુધામૂર્તિને પોતાની લાઈન બદલવાનું સુચન કર્યું. સુધા મૂર્તિએ કોઈ જવાબ નાં આપ્યો, ફક્ત એક સ્માઈલ આપ્યું. સાંજે બોર્ડ મિટિંગમાં તે યુવતીને પણ આવવાનું થયું હતું. ત્યાં સુધા મૂર્તિને ચેર પર્સન તરીકે બેઠેલા જોઈ તે યુવતી છોભીલી પડી ગઈ. હજુ પણ ભારત સિવાય વિદેશમાં પણ પહેરવેશ પરથી વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ માનવામાં આવે છે.

(વોટ્સઅપના વાંચનમાંથી)

7. ૦૫/૦૮/૨૦૧૭

જુબાની

૨૦૧૫ના વર્ષમાં અમેરિકાના મિશિગનમાં ગલેન્ના નામની એક સ્ત્રીએ તેના પતિ માર્ટિનની પાંચ ગોળી મારી હત્યા કરી. હત્યા બાદ માર્ટિનની પ્રથમ પત્ની ક્રિસ્ટીના તેના ઘરે પહોચી ત્યારે તેમના ઘરમાં પાળેલ બડ નામનાં પોપટ બોલ્યો, ‘ગોળીબાર નાં કરો.’ ક્રિસ્ટીનાએ પોપટની વાત વિડીઓ રેકોર્ડ કરી કોર્ટમાં રજુ કરી. કોર્ટે પોપટની વાત મંજુર રાખી ગલેન્નાને દોષિત ઠેરવી સજા આપી.

(દિવ્ય ભાસ્કર :૨૧/૦૭/૨૦૧૭)

6. ૦૩/૦૮/૨૦૧૭

કીર્તિ મળ્યા પછી

માણસને જેમ જેમ કીર્તિ મળતી જાય તેમ તેમ તેણે વધુ નમ્ર બનવું જોઈએ. તેને આ કીર્તિ મેળવવામાં મદદરૂપ થનાર નાનામાં નાના માણસોનો પણ આભાર માનવો જોઈએ. કુટુંબ, સમાજ અને દેશને પોતાની આવડતમાંથી શક્ય એટલું મદદરૂપ થવું જોઈએ. કીર્તિને લાયક થવા માટે વધુ ગુણવાન બનવું જોઈએ. પોતે મૂરખ છે તેવો જ દેખાવ કરવો જોઈએ.

જીવનની ઝડપ સહેજ ઓછી કરવી જોઈએ. જરૂરી જ બોલવું જોઈએ. ફાલતુ વસ્તુઓમાં પોતાનો સમય વેડફવો ના જોઈએ. …………………..લીન યુટાંગ.

5. ૦૨/૦૮/૨૦૧૭

રેશમી અવાજ સાથે રેશમી મિજાજ

૩૧ જુલાઈ ૧૯૮૦ની એક સાંજે મુંબઈના મહેબુબ સ્ટુડીઓમાં ધર્મેન્દ્ર-હેમામાલિની અભિનિત ‘આસપાસ’ ફિલ્મના એક ગીતનું રેકોર્ડિંગ ચાલતું હતું. ગીતની છેલ્લી કડીનું રેકોર્ડિંગ બાકી હતું. મોડી સાંજ અને આખા દિવસના થાકને કારણે યુનીટે આ છેલ્લી કડીનું રેકોર્ડિંગ બીજા દિવસે કરીશું તેમ નક્કી કર્યું. ગાયક મહમદ રફી પોતાની ગાડી પાસે પહોચ્યા, તેમને થયું આજનું કામ શા માટે કાલ પર છોડવું. ફરી પાછા આવી તેમણે ગીતનું રેકોર્ડિંગ પૂરું કરવાનો આગ્રહ કર્યો. સંગીતકારો અને યુનિટના અન્ય સભ્યોના વિરોધ વચ્ચે ગીતની છેલ્લી કડીનું રેકોર્ડિંગ પૂરું થયું. એ જ રાત્રે તેઓએ આ દુનિયામાંથી હંમેશને માટે વિદાય લીધી. તેઓ જેટલા તેમના અવાજને કારણે જાણીતા હતા તેનાથી વિશેષ તેમના સૌજન્યપૂર્ણ સ્વભાવને કારણે જાણીતા હતા. સામાન્ય સ્પોટબોયથી માંડીને મોટા ગજાના એક્ટર પણ તેમને એકવાર મળે પછી તેમના સરળ સ્વભાવની અસર રહેતી.

માત્ર વ્યવસાયિક આવડત જ નહીં પણ સ્વભાવ પણ માણસને મહાન બનાવે છે.

(સુહાના સફર વિથ અન્નુકપૂર. fm રેડિઓ)

4. ૩૦/૦૭/૨૦૧૭

બીજાની પાસે નથી

એક વખત ઇઝરાયેલના લોખંડી વડાપ્રધાન ગોલ્ડામીરને પત્રકારોએ પૂછ્યું કે તમે ચારે તરફથી દુશ્મન દેશોથી ઘેરાયેલા છો છતાં હંમેશા તેમને ધૂળ ચટાડો છો. આવું કેવી રીતે શક્ય છે? ગોલ્ડામીરે જવાબ આપ્યો, ‘અમારી પાસે એક એવું શસ્ત્ર છે કે જે દુશ્મન દેશો પાસે નથી.’ પત્રકારે આશ્ચર્યથી પૂછ્યું એવું તો કયું શસ્ત્ર છે જે ફક્ત તમારી પાસે છે અને દુશ્મન દેશો પાસે નથી? ગોલ્ડામીરે જવાબ આપ્યો, ‘અમારી પાસે ભાગી છુટવાનો રસ્તો નથી.’ ખરેખર આપણે જીવનમાં કઈક મેળવવું હોય તો ભાગી છુટવાના અથવા બીજા શબ્દોમાં છટકવાના બધાજ રસ્તા બંધ કરી દેવા પડે.

બહાદુર માણસો વિચારતા હોય છે કે ‘કરો યા મરો’. હકારાત્મક વિચારસરણીવાળા વિચારતા હોય છે કે ‘મરતા પહેલા જરુરી કાર્યો પુરા કરો’. પણ જીતનારા વિચરતા હોય છે કે ‘આ કાર્ય પૂરું કર્યા પછી જ હું મરીશ.’

(વોટ્સઅપના વાંચનમાંથી)

3. ૨૫/૦૭/૨૦૧૭

ઊંડા મુળિયા

બે મિત્રોએ નવું ઘર ખરીદ્યું. તેમણે વિચાર્યું કે ઘરની વચ્ચે દિવાલ નથી કરવી પણ વૃક્ષ વાવીએ. એક મિત્ર પોતાના વાવેલા વૃક્ષની ખુબ સંભાળ રાખતો. તેને પાણી અને ખાતર સમયસર આપતો. બીજો મિત્ર પોતાના વાવેલા વૃક્ષની જરાય દરકાર ન કરતો. ક્યારેક જ પાણી પાતો. તેમની મહેનત પણ દેખાઈ. ખુબ ધ્યાન રાખનાર મિત્રનું વૃક્ષ ઝડપથી મોટું થયું અને સુંદર દેખાતું. ધ્યાન ના રાખનાર મિત્રના વૃક્ષ નો વિકાસ અતિ અલ્પ હતો. એક વખત વાવાઝોડું ત્રાટક્યું. આશ્ચર્ય વચ્ચે ખુબ ધ્યાન રાખનાર મિત્રનું મોટું વૃક્ષ ધરાસાયી થયું હતું. નાનું વૃક્ષ ટકી રહ્યું હતું. બંને મિત્રોને પણ આશ્ચર્ય થયું. તેમણે આમ થવાનું કારણ માળીને પૂછ્યું. માળીએ સુંદર જવાબ આપ્યો. કે ખુબ ધ્યાન રખાતું હતું એ વૃક્ષને ખાતર અને પાણી મળી જ જતું હતું. જરૂર કરતા પણ વધારે મળવાથી આ વૃક્ષે કુદરતી પોષણ મેળવવા જમીનમાં અંદર નાં ઉતરવું પડ્યું. ઓછુ પોષણ મેળવનાર વૃક્ષને ફરજિયાત પોષણ મેળવવા મુળિયા જમીનમાં અંદર ઉતારવા પડ્યા. ઊંડા મુળિયાને લીધે તે ઝંઝાવાતો સામે ટકી ગયું.

ક્યારેક આપણા માતાપિતા પણ આપણી અમુક દરકાર ના કરે તો પણ તે આપણા માટે એ રીતે સારું છે કે આપણા મુળિયા ઊંડા થશે અને જીવનમાં આવનાર ઝંઝાવાતો સામે ટકી રહેવાની શક્તિ આપણને આપશે.

(વોટ્સઅપના વાંચનમાંથી)

2. ૨૦/૦૭/૨૦૧૭

સમય સરનો નિર્ણય

૧૭ જુન ૨૦૧૭ ના દિવસે ટ્રાફિક સબ-ઇન્સ્પેકટર એમ.એલ.નિજલિંગપ્પાને બેંગલુરુના ટ્રીનીટી સર્કલ પાસે સુરક્ષાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અહીંથી થોડા સમય બાદ પસાર થવાના હતા. તેઓ સિટી મેટ્રોના છેલ્લા ચરણનું ઇનોગ્રેશન કરવા આવ્યા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું. તેમને વાયરલેસ પર મેસેજ આવી ગયો કે હવે રાષ્ટ્રપતિનો કાફલો માત્ર ૧૫૦ ફૂટના અંતરે છે અને તેમણે અન્ય તમામ પ્રકારનો ટ્રાફિક થંભાવી દેવો. અચાનક નિજલિંગપ્પાએ જોયું કે એક એમ્બ્યુલન્સ આવી રહી છે. તેની ગતિ પરથી તેમને લાગ્યું કે અંદર હાજર દર્દીની પરિસ્થિતિ ઘણી ગંભીર હશે. અને એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ ગઈ છે. નિજલિંગપ્પાએ એમ્બ્યુલન્સને બહાર કાઢવા બધો જ ટ્રાફિક થંભાવ્યો. આ માટે તેમણે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના કાફલાને પણ રોકી દીધો અને જીવન માટે સંઘર્ષ કરી રહેલ એક વ્યક્તિનું જીવન બચાવ્યું. જો પ્રોટોકોલની વાત કરીએ તો આવા નિર્ણય માટે તેમણે ઉપરથી મંજુરી લેવી પડે. પણ તેમને લાગ્યું કે અત્યારે મંજુરી માટેનો સમય નથી અને તેમણે ખુબ જ ઝડપથી અને શ્રેષ્ઠ નિર્ણય લીધો. તેમના આ કામ માટે વરિષ્ઠ અધિકારી તરફથી પ્રશંશા મળી.

ઘણી વાર એવું બને કે અમુક નિર્ણયો લેવા માટે આપણી પાસે થોડીક સેકંડ જ હોય પણ આપણે અઘરો પણ સાચો નિર્ણય લેવો પડે.

(દિવ્યભાસ્કર, સંદેશ અને ગુજરાત સમાચારમાંથી)

1 . ૧૦/૦૭/૨૦૧૭

કડવું બોલનાર જ સારો શિક્ષક બની શકે

૨૦ જુન ૨૦૧૭ નાં રોજ ભારતને ટેસ્ટ રેન્કિંગમાં વિશ્વની ટોચ પર લઈ જનારા ક્રિકેટ કોચ અનિલ કુંબલેએ રાજીનામું આપવું પડ્યું. અનિલ કુંબલેની છાપ કડક કોચ તરીકેની હતી. વિધાર્થીઓ એ ભૂલી જાય છે કે કડવા અને ન ગમે તેવા સુચન કહેનારા માતા-પિતા અને શિક્ષકોને કારણે જ તેઓનું ઘડતર થાય છે.

ભારતના શુટિંગ સ્ટાર અભિનવ બિન્દ્રા અને ભારતની બેડમિન્ટન સ્ટાર જ્વાલા ઘટ્ટાએ તેમના કોચ વિશે કહેલી વાતનો સાર સાંભળવા જેવો છે. “તેઓ મને હંમેશા એવી જ વાત કહેતા જે સાંભળવાની મારી તૈયારી ક્યારેય નહોતી. તેઓને ખબર હતી કે મનથી હું તેમને ધિક્કારું છું છતાં તાલીમ માટે તેમણે પોતાની કડકાઈ અને સિધાંતો કદી બદલ્યા નહીં. તેમની આ વર્તણુક તાલીમનો મહત્વનો હિસ્સો હતો. આજે મને મારા ગુરૂ માટે ખુબ આદર છે.” આજે સહેજ સફળતા મળે એટલે વિધાર્થી માતા-પિતા અને શિક્ષકોનું સાંભળવાનું બંધ કરી દે છે પણ જ્યારે તેમને પોતાની કારકિર્દીમાં ક્યાંક ઠોકર વાગે છે ત્યારે જ પોતાના ગુરૂની કિંમત સમજાય છે.

આખરે તો પત્થર પર ખુબ ટોચા માર્યા પછી જ પત્થરમાંથી સુંદર શિલ્પકૃતિનું સર્જન થતું હોય છે ને.

(સંજય વોરા : દિવ્ય ભાસ્કર : ન્યુઝ વોચ : ૨૨/૦૬/૨૦૧૭)

8 ટિપ્પણીઓ

  1. લેખકચિરાગ પટેલ

    on August 8, 2017 at 8:51 pm - Reply

    એક શબ્દ માં કહું તો ……… ખુબ સરસ ,
    વાંચીને આનંદ થયો, હું નિયમિત રીતે ગુજરાતી કન્ટેન્ટ વાંચતો નથી પણ આપની વેબસાઈટ પરની ઇન્ફોર્મેશન જોઇને જીજ્ઞાસા વૃતિમાં પણ વધારો થયો ……આભાર આપનો ડૉ. આશિષભાઈ

    • લેખકDr.Ashish Chokshi

      on August 8, 2017 at 10:36 pm - Reply

      Dr.Ashish Chokshi

      આભાર, ચિરાગભાઈ. ગુજરાતી ભાષાનો વૈભવ જ અનેરો છે. ગુજરાતી ભાષાના વાંચનમાં જેમ ડૂબકી લગાવતા જશો તેમ વધુ ઊંડા ઉતારવાની ઈચ્છા થશે.

  2. લેખકનિતિન પટેલ

    on March 21, 2018 at 4:24 pm - Reply

    વ્યક્તિત્વ નિખરવા માટે ઉત્તમ વેબસાઈટ…….આપના અથાક પ્રયત્નોને સો…સો…સલામ.

  3. લેખકસંજય એન . પૂરબિયા

    on May 16, 2019 at 11:55 pm - Reply

    વાહ..શું અદભૂત ખજાનો છે. મારા માટે એક દીવાદાડી નું કામ કર્યું છે . .હું વડોદરામાં શાળામાં લાયબ્રેરિયન છું.બાળકોને રોજ વાર્તા કથન દ્વારા હકારાત્મક ઉર્જાનું સિંચન કરું છું.
    તમને એકવાર અવશ્ય અમદાવાદ મળવા આવીશ
    સંજય પૂરબિયા

  4. લેખકChaitanya Swamiji from nilkanthdham poicha

    on April 15, 2020 at 9:18 am - Reply

    Ashish Bhai ! Jay Swaminarayan
    I visited this site first but your heart touch writing touched to soul. Your proffesion is logical but your life is emotional.you have both, believe and trust in god.its a bleesings of your parents and God.
    Thanks .

    • લેખકDr. Ashish Chokshi

      on April 18, 2020 at 1:37 pm - Reply

      Dr. Ashish Chokshi

      જય સ્વામિનારાયણ, આભાર.

Leave a Reply to Chaitanya Swamiji from nilkanthdham poicha જવાબ રદ કરો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો