મુલાકાતી નંબર: 430,120

Ebook
બાળકોના મોઢામાં ચાંદા
બાળકોના મોઢામાં ચાંદા પડે તેને તબીબી ભાષામાં apthous ulcer કહે છે. છ માસથી નાના બાળકો કે જેઓ બહારનું દૂધ પીવે છે, જે બાળકો શીશીથી દૂધ પીવે છે તેમજ જે બાળકોની માતાની નીપલ પર ફંગસનો ચેપ હોય તે બાળકોમાં મોઢામાં ચાંદા પડે છે. એક થી પાંચ વર્ષના જે બાળકોને પેન, પેન્સિલ કે ઇલેક્ટ્રોનિક રમકડા મોઢામાં નાખવાની ટેવ હોય, આર્યન, વિટામીન B12 અને ફોલિક એસિડની ખામી હોય, કોઈ વાયરસ કે બેક્ટેરિયાનો તાવ હોય, ઓરી, અછબડા કે હર્પીસ વાયરસનો ચેપ હોય તે બાળકોમાં મોઢામાં ચાંદા પડવાની સંભાવના વધુ હોય છે. પાંચથી બાર વર્ષના બાળકોમાં કબજીયાત કે ટાયફોઇડ હોય, દાંતના રોગ કે તેની સારવાર ચાલતી હોય, નવું બ્રશ વાપરવા માટે લેવામાં આવે, અમુક કલર અને સુગંધવાળા ખોરાક વધુ માત્રામાં લેવામાં આવે તેમજ વધુ મસાલાવાળા અને ગરમ ખોરાક લેવામાં આવે ત્યારે મોઢામાં ચાંદા પડવાની સંભાવના વધી જાય છે. ટીનએઈજ બાળકોમાં કોઈ પણ પ્રકારનું સ્ટ્રેસ હોય જેમકે પરીક્ષા, ઉજાગરા, ટ્રાવેલિંગ તે દરમ્યાન મોઢામાં ચાંદા પડવાની સંભાવના વધી જાય છે. નાના બાળકોમાં ભૂલથી કોઈ વસ્તુઓ મોમાં નાખે જેમકે સાબુ, પેસ્ટ, માટી તો પણ મોમાં ચાંદા પડે છે. છેલ્લા ત્રણ જે ચાર વર્ષથી પાંચથી બાર વર્ષના બાળકોમાં HAND, FOOT MOUTH વાયરસને લીધે મોઢામાં ચાંદા પડતા જોવા મળે છે. નાના 1 થી 10 એમ.એમનાં ચાંદાને મટતા સાતથી દસ દિવસ જેટલો સમય લાગે છે. મોટા 10 થી 30 એમ.એમના ચાંદાને મટતા ત્રણથી ચાર અઠવાડિયા જેટલો સમય લાગે છે. ચાંદા નીચેના હોઠની અંદરની બાજુએ તેમજ બંને ગાલની અંદરની બાજુ જેને બકલ મ્યુકોસા કહે છે તેમાં વધુ જોવા મળે છે. પીળા કે કથ્થાઈ કલરના ગોળ કે લંબગોળ ચાંદાની આજુબાજુનો ભાગ લાલ હોય છે. ત્યાં ખોરાક અડે તો પણ ઘણો દુખાવો થતો હોય છે. ચાંદાના અન્ય લક્ષણોમાં મોઢામાંથી લાળ પડવી, ચાવવામાં અને ગળવામાં તકલીફ પડવી, ખાવાપીવાનું ઓછુ કરી દેવું, થોડું મોઢું ખુલ્લું રાખવું તેમજ ચિડિયાપણું જોવા મળે છે. ચાંદાની સારવારમાં જે રોગને કારણે ચાંદા પડ્યા હોય તે રોગની સારવાર તરત કરવી. બાળકને સૂપ, પ્રવાહી વધુ આપવા. જીભ પર લગાવવાની જેલથી દુખાવામાં આંશિક રાહત થાય છે. બાળકના રમકડા સ્વચ્છ રાખવા. બાળકની જીભ કે મોઢું સાફ કરવાનું કપડું ખરબચડું નાં હોવું જોઈએ. શીશીથી દૂધ નાં આપવું. ફક્ત માતાનું દૂધ પીતા બાળકોમાં ચાંદા પડવાની શક્યતા ઓછી હોય છે. ઘરમાં પેન, ચાવી તેમજ મોબાઈલ જેવી વસ્તુઓ ઉંચે રાખવી જેથી બાળકના હાથમાં નાં આવે. ડોક્ટરની સુચના મુજબ વિટામીન તેમજ ઝીંકની દવા લેવી. હર્પીસ કે અછબડા જેવા રોગમાં ડોક્ટરને યોગ્ય જણાય તો ACYCLOVIR નામની દવા લાંબા સમયથી ચાલતા ચાંદામાં રાહત આપી શકે છે. બાળક પોતે પણ મોં ની ચોખ્ખાઈ રાખે જેમાં જમીને કોગળા કરવા, બે વખત બ્રશ કરવું તેવું ધ્યાન રાખવાથી મોમાં થતા ચાંદાની શક્યતા ઘટાડી શકાય છે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો