મુલાકાતી નંબર: 430,124

Ebook
આજની પોઝીટીવ વાત
૩૧/૦૩/૨૦૨૦ : આજની પોઝીટીવ વાત : ગયા વર્ષમાં અમેરિકામાં નેશનલ લેવલની હેન્ડરાયટીંગ કોમ્પિટિશનમાં મેરીલેન્ડની ૧૦ વર્ષની સારા હેન્સ્લી વિજેતા બની. ૧૩/૦૬/૨૦૧૯ ના રોજ સારાને તેના સુંદર અક્ષર માટે નિકોલસ મેક્સીમ પુરસ્કાર, ટ્રોફી અને ૫૦૦ ડોલર ઇનામમાં મળ્યા. આપણને થાય કોઈ છોકરી સારા અક્ષર માટે વિજેતા બને એમાં શું નવાઈ? પણ ખાસ વાત એ હતી  કે સારાને જન્મથી જ બન્ને હાથની હથેળી નથી. સારા આ કામ એટલા માટે કરી શકી કારણકે તેણે ક્યારેય એવું વિચાર્યું જ ન હતું  કે તેને હથેળી નથી. હથેળી વિનાના બન્ને હાથ વચ્ચે પેન્સિલ દબાવીને તે શ્રેષ્ઠ રીતે ક્ર્સીવ રાયટીંગ પણ લખી શકે છે. જો હાથની હથેળી ન ધરાવનાર વ્યક્તિ પણ નેશનલ લેવલે સારા અક્ષર માટે વિજેતા નીવડી શકે તો બન્ને હાથ ધરાવનાર વ્યક્તિ બધા જ સગવડ ભર્યા સાધનો સહિત, પરિવારજનો સાથે માત્ર થોડા દિવસ માટે માત્ર ઘરમાં જ રહેવાનું કામ તો શ્રેષ્ઠ રીતે કરી  જ શકે. ડો. આશિષ ચોક્સી

6 ટિપ્પણીઓ

  1. લેખકદિપક જોષી

    on March 31, 2020 at 5:27 am - Reply

    ખુબ જ સુંદર ઉદાહરણ છે.

  2. લેખકCHETAN KAPADIA

    on April 8, 2020 at 12:14 am - Reply

    આ પરથી ૧૦ વર્ષની સારા હેન્સ્લી ના માતા પિતા ના મનોબળ ને ઘનયવાદ. ચીવટથી મનુષ્ય કાર્ય કરી શકે છે.

  3. લેખકpradip dave

    on April 13, 2020 at 1:07 pm - Reply

    Nice and inspiring

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો