Ebook
આલિયા બકર અને પુસ્તક દિવસ

માર્ચ-એપ્રિલ ૨૦૦૩ ના ગાળામાં ખાડી યુધ્ધ ચાલી રહ્યું હતું. ઈરાકના બસરા પર અમેરિકા અને બ્રિટિશ દળો બોમ્બ વરસાવતા હતા. બસરાના જાહેર ગ્રંથાલયના ગ્રંથપાલ આલિયા બકરને તેમની લાયબ્રેરીના ૩૦,૦૦૦ થી વધુ પુસ્તકોની ચિંતા હતી. બસરાની સેન્ટ્રલ લાયબ્રેરીમાં ખુબ અમુલ્ય પુસ્તકો હતા જેમાં ‘કુરાન’નો સ્પેનિશ અનુવાદ, પયગંબર સાહેબનું ઈ.સ ૧૩૦૦ માં લખાયેલું જીવન ચરિત્ર, અનેક હસ્તપ્રતો, કાલગણના પદ્ધતિ અને અરેબિક ભાષાના વ્યાકરણના પુસ્તકો હતા.

આલિયા બકર માનતા રાષ્ટ્રની અમુલ્ય સંપત્તિ આ પુસ્તકો પણ છે જેનો નાશ કદાપી થવો જોઈએ નહીં. યદ્ધમાં શાળા, હોસ્પિટલો અને ગ્રંથાલયો પર હુમલો થતો નથી આથી ઘણી સરકારી કચેરીઓ આ લાયબ્રેરીમાં શરૂ થઈ. ૬ એપ્રિલ ૨૦૦૩ ના રોજ બ્રિટિશ દળોએ શહેરમાં ભારે તોપમારો કર્યો. આ લાયબ્રેરીના ગાલીચા, ફર્નિચર અને લાઈટો લુંટ્યા અને સળગાવ્યા. આલિયા બકરને ખ્યાલ આવી ગયો કે એક-બે દિવસમાં પુસ્તકોનો પણ વારો આવશે.

તેમણે બાજુની હોટેલના માલિકને સમજાવી લાયબ્રેરીના પુસ્તકો ખુબ જોખમ વચ્ચે તેમની હોટેલના કમરામાં શિફ્ટ કરવા સમજાવ્યા. લાયબ્રેરી અને હોટેલ વચ્ચે માનવ સાંકળ બનાવી પુસ્તકોના ઢગલા હાથમાં, ખોખામાં અને કોથળામાં ભરી સતત ૨૪ કલાક સુધી આ કામ કર્યું. પુસ્તકો ખસેડવા આજુબાજુની દુકાનોવાળા, લખતા વાંચતા ના આવડતું હોય તેવા શ્રમજીવીઓને પણ તૈયાર કર્યા હતા. બાકી રહેલા પુસ્તકો ટ્રક અને કાર મારફતે અમુક વાચકોને ત્યાં અને પોતાના ઘરમાં ખસેડ્યા. લાયબ્રેરી ખાલી કર્યા ના નવ દિવસ બાદ એક આગમાં આખી લાયબ્રેરી બળીને ખાખ થઈ ગઈ.

બગદાદ પર પણ હુમલો થયો હતો ત્યાં કોઈ આલિયા બકર ન હતા. ત્યાંની લાયબ્રેરી બળીને ખાખ થઈ ગઈ હતી. જ્ઞાનરાશિના ૩૦,૦૦૦ પુસ્તકોના સરક્ષણ માટેનું આલિયાનું વંદનીય કાર્ય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત રહેશે. (ઉપરોક્ત માહિતી : નવગુજરાત સમય : ૧૫/૧૧/૨૦૧૯)

  • અમારા એક પેશન્ટે તેમની દીકરીની પ્રથમ વર્ષગાંઠે તેને એક પુસ્તક ભેટમાં આપ્યું. તે જેટલા વર્ષની થતી તેટલા પુસ્તકો તેની ઉંમર અનુસાર તેના પિતા તેને આપતા. આ સિલસિલો તે ૧૮ વર્ષની થઈ ત્યારે પણ તેના પિતાએ તેના જન્મ દિવસે ૧૮ પુસ્તકો આપ્યા. દીકરીનું જીવન ઘડતર કરતી કેટલી સર્વોત્તમ ભેટ. જે માતાપિતા બાળકોને પુરતો સમય નથી આપી શકતા તેમણે તો ખાસ સંતાનોને સુંદર પુસ્તકો આપતા રહેવું જોઈએ.
  • એક સારું પુસ્તક શોધો ત્યારે તમે એક સારો મિત્ર શોધો છો. એક સારું પુસ્તક માણસને પસ્તી થતા બચાવે છે. સારા ફર્નિચર કરતા સારું પુસ્તક ઘરની શોભા વધુ વધારી શકે છે. માણસને ખરેખર જાણવો હોય તો તેને કેવા પુસ્તકો ગમે છે તે પરથી તેને વધુ સારી રીતે જાણી શકાય. જ્યારે તમે કોઈ પુસ્તક ખરીદો છો ત્યારે તમે ક્યારેય તેની સાચી કિંમત ચૂકવી શકવાના નથી. તમે તો માત્ર કાગળ અને છાપવાના પૈસા જ ચૂકવ્યા હોય છે.
  • પુસ્તકો સાથેનો ગરીબ માણસ તવંગર ગણાય. લેખક ગુણવંત શાહે કહ્યું, ‘જે ઘરમાં દસ સારા પુસ્તકો ના હોય એવા ઘરે દીકરી દેવામાં અને એવા ઘરની દીકરી લેવામાં ભારે જોખમ છે.’ માર્ક ટ્વેઇન કહે છે, ‘જેઓ વાંચતા નથી તેવા લોકો જેઓ વાંચી શકતા નથી તેવા લોકોથી જરા પણ ચઢીયાતા નથી.’
  • છેલ્લો બોલ : એક વખત કવિ રમેશ પારેખને કોઈએ પૂછ્યું, ‘વિશ્વમાં તમને સૌથી વધુ ગમતી જગ્યા કઈ?’ રમેશ પારેખનો જવાબ હતો, ‘મારા ઘરમાં પુસ્તકો રાખું છું તે છાજલી.’

 

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો