મુલાકાતી નંબર: 430,104

Ebook
પિતાનો ધગધગતો પ્રેમ…..
લગભગ ૨૦૦૨માં આવેલ ‘રિશ્તે’ ફિલ્મના એક ગીત ‘રીસ્તા તેરા....માં અનિલકપૂરે તેનો પુત્ર જેને પગે તકલીફ હોય છે તેના માટે પોતાના જીવનનું દર્દ અદભુત રીતે વર્ણવ્યું છે. આ જ પિકચરમાં જ્યારે તે પુત્ર ચાલી શકે છે તે જોતા અનિલકપૂરની આંખોમાં આંસુ વહે છે જે પિતાના પુત્ર માટેના પ્રેમ દર્શાવતો સુંદર અભિનય હતો. ૧૯૭૧ માં આવેલ ‘આ ગલે લગ જા’ પિકચરમાં પોતાના પોલિયોગ્રસ્ત પુત્રના જન્મદિવસે શશીકપૂરે તેને ચાલવામાં મદદરૂપ થાય તે આશયથી ઘોડી ભેટમાં લાવવી પડે છે. તે બોલે છે.... ‘સોચા થા કયા ઔર કયા લાયા ..દેતે હુએ જી ભર આયા...મેરે અભાગે હાથો સે...તું મેરા ઘોડા મૈ હાથી... મૈ તેરે સુખ દુઃખ કા સાથી...’ બંને પિકચરમાં શારીરિક તકલીફ ધરાવતા બાળકોના પિતાની વ્યથા અદભુત રીતે રજુ થઇ છે. બાળક માટે પપ્પા એટલે આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર. સંતાન માટે પિતાનું સ્થાન હમેશા હિમતના દરિયા સ્વરૂપે હોય છે. પિતા પોતાના બાળકના જન્મથી જ તેના રક્ષણની વાડ બનીને રહે છે. માતા બાળકને સંવેદનશીલ બનાવે છે જ્યારે પિતા બાળકને સૈનિક બનાવે છે. પપ્પાને સમજવા દુનિયાની કોઈ પણ ફૂટપટ્ટી હંમેશા નાની પડે. પપ્પા રીટાયર્ડ થઇ શકે છે પણ ટાયર્ડ નહીં. નાનપણમાં પપ્પા સાથે સાથે સાયકલ પર બેસીને દુનિયા જોવાની જે મઝા બાળકને આવે છે એ મઝા બાળક જ્યારે મોટું થાય છે ત્યારે તેને ફોરવ્હીલર પર બેસીને પણ નથી આવતી. નવું ઘર બાંધવા માટે પપ્પાએ પાડેલા પરસેવાનો કલર ઘરની એક એક ઈંટમાં બાળકે અનુભવેલો હોય છે. પોતાના સંતાન માટે પપ્પા હમેશા બહારથી કડક અને અંદરથી ભીના ભીના હોય છે. સંતાનોની સફળતાની ક્રેડીટ લોકો હંમેશા મમ્મીને જ આપે છે ત્યારે પણ પપ્પા મૌન રહે છે એટલે જ પપ્પા મહાન છે. કવિ રવિ ભટ્ટે કહ્યું છે કે પિતા એટલે વારસાનો વડલો અને વહાલનો વરસાદ. માતાનો પ્રેમ હંમેશા નિર્મળ હોય છે પિતાનો પ્રેમ ધગધગતા જ્વાળામુખી જેવો હોય છે. HAPPY FATHERS DAY ડો. આશિષ ચોક્સી. આમદાવાદ. ૯૮૯૮૦૦૧૫૬૬

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો