મુલાકાતી નંબર: 430,124

Ebook
ઈશ્વર કોને ‘લાઈક’ કરવાનું પસંદ કરશે?
૨૪/૦૭/૨૦૧૭ ડો.આશિષ ચોક્સી, કલરવ બાળકોની હોસ્પિટલ, મેમનગર, અમદાવાદ. પ્રિય મિત્રો, 'Happy Monday Morning.' ૨૧/૦૭/૨૦૧૭, શુક્રવારે રાત્રે ૧૧.૩૦થી બે કલાક માટે અમદાવાદમાં અનરાધાર વરસાદ વરસ્યો. વરસાદની માત્રા ઘણી વધુ હતી.. હું લગભગ ૧૨.૩૦ વાગ્યે મારા ઘરે આવી રહ્યો હતો. અમદાવાદના મેમનગર વિસ્તારમાં જ મારું ઘર અને હોસ્પિટલ આવેલા છે. મારા ઘરનો રસ્તો મેમનગર ગામમાં થઈને જ પસાર થાય છે. છેલ્લા એક કલાકમાં મેહુલિયો મન મુકીને વરસ્યો હતો. બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ આમ તો એટલો બધો વધુ પણ નાં કહેવાય છતાં રસ્તામાં પાણી ખુબ ભરાઈ ગયા હતા. અમદાવાદના પશ્ચિમ વિસ્તારની આ કાયમી સમસ્યા રહી છે. છેલ્લા છ માસમાં જ રોડ રિસરફેસિંગનું કામ મેમનગર ગામમાં પણ થયું હતું. મોટાભાગના આ નવા રોડમાં ખાડા પડી ગયા છે. છાપાવાળાઓએ આવા રોડને ‘ડિસ્કો રોડ’ નામ આપ્યું છે. રોડના ખાડાઓની વચ્ચેથી ધીમે ધીમે હું ઘર તરફ આગળ વધી રહ્યો હતો. રાત્રે ૧૨.૩૦ વાગ્યાના આ સમયે કોઈ માણસની કે વાહનોની ગેરહાજરી જણાતી હતી. રસ્તામાં મેં એક ભાઈને વળીને રસ્તામાં કઈક શોધી રહ્યા હોય તે રીતે કોઈ કામ કરતા જોયા. મેં ગાડી ધીમી પાડી તો એ વ્યક્તિએ પણ ઉભા થઇ મારી સામું જોયું. એ ચહેરો પરિચિત લાગ્યો. આ તો ધનજીભાઈ. ધનજીભાઈ મેમનગર ગામના હરીજનવાસમાં રહે છે. મેમનગર નગર પંચાયતમાં જ ક્લાસ ફોર સર્વન્ટની નોકરી કરે છે. મારી હોસ્પિટલ નીચેથી અને મેમનગર ગામના રસ્તાઓ વાળતા સવારના સમયે ઘણીવાર મેં તેમને જોયેલા છે. તેમના બાળકોને મારી હોસ્પિટલમાં બતાવવા આવતા આથી અમારો પરિચય પણ ખરો. રાત્રે આ સમયે અને આટલા ધોધમાર વરસાદમાં ધનજીભાઈ અહીં શું કરતા હશે? એવા વિચારથી મેં મારી ગાડી ઉભી રાખી. ‘કેમ છો આશિષભાઈ?’ ધનજીભાઈએ જાણે દિવસે મળતા હોઈએ તેમ હસીને મારા ખબર પૂછ્યા. આટલા વરસાદમાં તમે અહીં શું કરો છો? મેં તેમને પૂછ્યું. ધનજીભાઈએ જવાબ આપ્યો તે સાંભળવા જેવો હતો. ‘કેટલા ઓછા સમયમાં આટલો બધો વરસાદ પડ્યો. આપણા ગામમાં કેવા પાણી ભરાઈ ગયા છે, સાહેબ. આ વિચારથી હું નીકળી પડ્યો છું. ગામના રસ્તાઓની આજુબાજુ આવેલ મુખ્ય ૧૦ થી ૧૨ જેટલા ગટરના ઢાંકણા ક્યાં ક્યાં આવેલા છે તે મને ખબર છે. એક પછી એક ઢાંકણું ખોલતો ખોલતો અહીં સુધી હું આવ્યો છું. આ બધા ઢાંકણા જો ખુલી જાય તો વરસાદનું પાણી રસ્તા પર ભરાય નહીં અને સવારે કોઈને તકલીફ નાં પડે. પછી પાછા સવારે બધા ઢાંકણા બંધ કરી દઈશ.’ મને જવાબ આપી તેઓ ઢાંકણું ખોલવાના કામમાં પાછા લાગી ગયા. ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર નમીને તેમના હાથમાં આરી જેવું કોઈ તીક્ષ્ણ સાધન હતું તે સાધન રસ્તા પર આગળ-પાછળ ઘસીને તેઓ ઢાંકણાનું હેન્ડલ શોધવાનો પ્રયત્ન કરતા હતા. તેમના કામમાં તેઓ એટલા બધા મશગુલ થઇ ગયા હતા કે વિજળીના કડાકા અને વરસતા વરસાદની હાજરીની તેમને કોઈ ખબર જ ન હતી. થોડા પ્રયત્નો પછી ઢાંકણાનું હેન્ડલ તેમને મળી ગયું. એકદમ ખુશ થઇ તેમણે ઢાંકણું થોડું ખોલી નાખ્યું. તરત જ પાણીનો ધસમસતો પ્રવાહ ખુલ્લા થયેલ ઢાંકણાંમાંથી ગટરમાં વહેવા લાગ્યો. ગટરમાં જતા પાણીના વહેણને લીધે એક ખાડો રચાતો સ્પષ્ટ જોઈ શકાતો હતો. ધનજીભાઈએ આજુબાજુમાં નજર ફેરવી એક ઝાડની ડાળી તોડી ગટરમાં અંદર ખોસી જેથી આવતા જતાને અહીં કઈક ખુલ્લું છે તેવી ખબર પડે અને કોઈ દુર્ઘટના નાં સર્જાય. હેન્ડલ મળ્યાનો અને ઢાંકણું ખૂલ્યાનો આનંદ તેમના મોઢા પર સ્પસ્ટ તરી આવતો હતો. ‘ચાલો આવજો સાહેબ’, ધનજીભાઈ તેમના કામમાં આગળ વધ્યા. હું મારે ઘરે પહોચ્યો પણ મારું મગજ તો આ જ ઘટના વાગોળતું હતું. ધનજીભાઈ ઢાંકણાનું હેન્ડલ શોધી રહ્યા હતા ત્યારે હું ગાડીમાં સુરક્ષિત હતો, મારી પાસે છત્રી પણ હતી. મેં ધાર્યું હોત તો, ‘હું છત્રી પકડીને ઉભો છું તમે ધનજીભાઈ શાંતિથી ઢાંકણાનું હેન્ડલ શોધો.’ એમ હું કહી પણ શક્યો હોત. પણ જાણે-અજાણે થોડું સ્વાર્થીપણામાં રહેવાની ટેવ પડી ગઈ છે એટલે મને એ સમયે એવો વિચાર પણ નાં આવ્યો. આપણે બધા કઈક કુદરતી દુર્ઘટના કે તકલીફ પડે એટલે તંત્રનો અને પરિસ્થિતિનો હંમેશા વાંક કાઢીએ છીએ. ધનજીભાઈને કોઈ અધિકારીએ ફોન કરીને રાત્રે ઢાંકણા ખોલવા જવાનું કહ્યું પણ ન હતું. તેઓ ધારત તો સવારે જ તેમના ફરજના સમયે પણ આ કામ કરી શક્યા હોત. પણ સવારે બધાને તકલીફ નાં પડે તે માટે તેઓ વરસતા વરસાદમાં ઢાંકણા ખોલવા નીકળી પડ્યા. અહીં નાં કોઈ ફોટોગ્રાફર હતા, નાં કોઈ રિપોર્ટર હતા. નાં તો કોઈ સેલ્ફી કે ફોટોગ્રાફ્સ લેવાયા અને સૌથી મોટી વસ્તુ એ હતી કે ના હતી કોઈ વળતરની અપેક્ષા. આપણા બધાને આપણે નવો ડ્રેસ લાવીએ તો પણ ફોટા પાડી સોશિયલ મીડિયામાં બધાને બતાવવાની ટેવ પડી છે. ધનજીભાઈએ કરેલા કામની નોંધ સવારે ચોખ્ખા રોડ પરથી પસાર થનાર વાહનવાળાઓને પણ આવવાની નથી. તેમને ખબર પણ પડવાની નથી કે આટલા ધોધમાર વરસાદ બાદ અમે પાણી ભરાયા વિનાના જે રસ્તેથી પસાર થઈ રહ્યા છીએ તે કોની મહેરબાની છે. ધનજીભાઈ પણ બીજા દિવસે પંચાયતની ઓફિસમાં જઈને કહેવાના નથી કે રાત્રે મેં જઈને આ કામ કર્યું હતું કે નથી કોઈ સોશિયલ મીડિયામાં પોતાના કામના ફોટા અપલોડ કરવાના. તેમણે તો ફક્ત નિજાનંદનો આનંદ મેળવ્યો. સાથે સમાજ અને શહેર માટે પોતે જે શ્રેષ્ઠ કરી શકતા હતા તે કોઈને પણ ખબર નાં પડે તેમ ચુપચાપ કર્યું. ધનજીભાઈએ શીખવ્યું કે ઘણા કામમાં તમને પોતાને કોઈ ફાયદો નાં પણ થતો હોય છતાં પણ તમારાથી કઈક થઈ શકતું હોય તે કામ સમાજ માટે, કુદરત માટે કે દેશ માટે કરો, ભલે કોઈ નોંધ ના લેવાય. બધાના નાના નાના સામુહિક પ્રયત્નો હશે તો આપણે બધાને અને આવતી પેઢીને જીવન જીવવામાં સરળતા રહેશે. ભલે ધનજીભાઈના કાર્યની નોંધ કોઈએ નાં લીધી હોય પણ ઈશ્વરના રડારમાં તો આ કામની નોંધ જરૂર લેવાતી હોય છે અને સમયસર આ કામને ઈશ્વરની લાઈક્સ પણ મળતી જ હોય છે કારણકે ઈશ્વર મોટા નામને લાઈક્સ નથી આપતો પણ વિશાળ હ્રદયથી નિસ્વાર્થભાવે થયેલા કામને જ લાઈક્સ આપતો હોય છે. થોડા હળવા થઈએ : એક માતાપિતા તેમના બાળકને ખવડાવતી વખતે બાળકને દબાણથી કેમ નાં ખવડાવાય તે ડોક્ટર પાસે સમજી રહ્યા હતા. બાળકના પિતાએ ડોક્ટરને પૂછ્યું, ‘બાળકને દબાણથી ખવડાવીએ તો શું થાય?’ ડોકટરે જવાબ આપ્યો, ‘બાળકને ઉલટીઓ થાય, ખોરાક પ્રત્યે અરુચિ થાય, તે જાતે જમતા નાં શીખે અને લાંબા ગાળે ગુસ્સાવાળું અને ચીડચીડિયું બને.’ તરત જ બાળકની મમ્મીએ કહ્યું, ‘મારે મારા સાસુને પૂછવું પડશે કે તમે તમારા દીકરો નાનો હતો ત્યારે તેને બળજબરીથી કેમ ખવડાવ્યું?’ All the best for a successful week ahead. drashishchokshi.com, [email protected], @drashishchokshi ph : 9898001566.

25 ટિપ્પણીઓ

  1. લેખકRaju Dave

    on July 24, 2017 at 6:17 am - Reply

    Dhnjibhi ne salam

    • લેખકDr.Ashish Chokshi

      on July 24, 2017 at 4:07 pm - Reply

      Dr.Ashish Chokshi

      true rajubhai

  2. લેખકDr paresh somani bhuyangdev Vallabh hospital

    on July 24, 2017 at 6:33 am - Reply

    સુંદર અને સચોટ વાત!dr Ashish! આવી દરેક નાની વાત ભગવાન સાથે બારી ખોલી આપે છે.

    • લેખકDr.Ashish Chokshi

      on July 24, 2017 at 4:08 pm - Reply

      Dr.Ashish Chokshi

      બરાબર છે પરેશભાઈ, ભગવાન તેના દરેક ભક્તનું ધ્યાન રાખે છે.

  3. લેખકdwarkesh patel

    on July 24, 2017 at 8:08 am - Reply

    Take lessons from class 4 servent to class 1 offers.
    If every. Person undestand like dhanjibhai than our city become heven

    Good salute dhanjibhai also you

    offers.

    • લેખકDr.Ashish Chokshi

      on July 24, 2017 at 4:09 pm - Reply

      Dr.Ashish Chokshi

      true dwarkeshbhai

  4. લેખકBirju Acharya

    on July 24, 2017 at 8:14 am - Reply

    A must read for all as we are becoming insane in today’s time where real equations of life are changing drastically and are very hazardous. Your post is an eye opener for those who are engaged in self appraisal without doing anything ! Thanks for the post.

    • લેખકDr.Ashish Chokshi

      on July 24, 2017 at 4:10 pm - Reply

      Dr.Ashish Chokshi

      thanks birjubhai

  5. લેખકTejas

    on July 24, 2017 at 8:20 am - Reply

    Superb 👌👌👌👌👌👌👌👌👌

    • લેખકDr.Ashish Chokshi

      on July 24, 2017 at 4:10 pm - Reply

      Dr.Ashish Chokshi

      thanks tejash

  6. લેખકB. Trivedi

    on July 24, 2017 at 8:53 am - Reply

    Nice article. Lots of respect for Dhanajibhai. I am glad you mentioned that I wish I could have stayed there with my umbrella-I see it as constructive critism for oneself.

    • લેખકDr.Ashish Chokshi

      on July 24, 2017 at 4:11 pm - Reply

      Dr.Ashish Chokshi

      thanks bhargav

    • લેખકDr.Ashish Chokshi

      on July 24, 2017 at 4:11 pm - Reply

      Dr.Ashish Chokshi

      thanks anilbhai

  7. લેખકMugdha Vora

    on July 24, 2017 at 12:03 pm - Reply

    What an article sir! Gteat job done by dhanjibhai. We should respect these people. Because of them we can see clean cities. Sir at least you notice his work and mention in your article. Superb….

    • લેખકDr.Ashish Chokshi

      on July 24, 2017 at 4:12 pm - Reply

      Dr.Ashish Chokshi

      thanks mugdha bahen

  8. લેખકTejas patel

    on July 24, 2017 at 2:45 pm - Reply

    Very nice sir

    • લેખકDr.Ashish Chokshi

      on July 24, 2017 at 4:12 pm - Reply

      Dr.Ashish Chokshi

      thanks tejash bhai

  9. લેખકNeha shah

    on July 24, 2017 at 4:03 pm - Reply

    Superb article sir

  10. લેખકHarshuti shah

    on July 26, 2017 at 4:58 pm - Reply

    Amazing work by Dhanjibhai and hearty Congratulations to ashishbhai for narrating story

    • લેખકDr.Ashish Chokshi

      on July 28, 2017 at 10:40 pm - Reply

      Dr.Ashish Chokshi

      thanks dr harshrutiben

  11. લેખકBababhai patel

    on July 28, 2017 at 12:01 pm - Reply

    Like Dhanjibhai without expectations during odd hours and weather was doing his best so that people or the resident may not suffer in the morning. See elected corporators, M.LAs. and M.PS whom people selected with a hope that there would be better governance and all have seen their performance. Pray almighty to give commonsense to public and those enjoying at public cost.

    • લેખકDr.Ashish Chokshi

      on July 28, 2017 at 10:40 pm - Reply

      Dr.Ashish Chokshi

      true bababhai

  12. લેખકTejal Shah

    on July 29, 2017 at 11:14 pm - Reply

    A great selfless gesture by dhanji bhai. And thanks to you dear doctor to bring such good work to the people’s knowledge. Bcoz such great gesture by a common man should not go un-noticed. A lesson for all us citizens to contribute for the betterment of d society.

    • લેખકDr.Ashish Chokshi

      on July 30, 2017 at 5:36 pm - Reply

      Dr.Ashish Chokshi

      true tejasbhai

Leave a Reply to Dr.Ashish Chokshi જવાબ રદ કરો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો