મુલાકાતી નંબર: 430,103

Ebook
ઈશ્વર (જીવન દર્શન – પ્રકરણ ૧)
ઈશ્વર
  • એક શિક્ષકે બાળકોને પૂછ્યું, ‘ભગવાન ક્યાં છે? જો કોઈ કહી આપે તો હું તેને ઇનામ આપીશ.’ એક બાળકે પ્રત્યુત્તર આપ્યો, ‘સર, ભગવાન ક્યાં નથી તે તમે કહેશો તો અમે તમને ઇનામ આપીશું.’ માણસ હંમેશા વિચારે છે કે ભગવાન છે કે નહીં? પણ ક્યારેય એ નથી વિચારતો કે પોતે માણસ છે કે નહીં?
  • રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું, ‘ઈશ્વરનું સાચું સરનામું વ્યક્તિનું હ્રદય છે મન નહીં. પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ કયાંય નથી. મને તમે ઉગારો એવી પાર્થનાને બદલે હું તરી શકું તેટલી મને શક્તિ આપો તેમ કહેવું જોઈએ.  ઈશ્વરને મોટા સામ્રાજ્યોથી ક્યારેક કંટાળો આવે પણ તે નાનકડા ફૂલોથી કદી કંટાળતો નથી.’
  • પુ. પાંડુરંગ શાસ્ત્રીજીએ કહ્યું, ‘ભગવાનને આપણે જે કાઈ અર્પણ કરીએ છીએ તે આપણા વિકાસ માટે છે. આપણી ઉન્નતિ માટે છે. આપણો અહં ઓગાળવાની એક પ્રક્રિયા છે નથી કે ભગવાનને રાજી રાખવા માટે. ભગવાન કદી નારાજ જ ક્યાં હતા કે તેમને રાજી રાખવા પડે. તમારા કર્મોથી ડરો. ઈશ્વરથી નહીં. ઈશ્વર તો માફ પણ કરી દે છે. પણ કર્મો માફ કરતા નથી.’ ઈશ્વરના ચોપડે આપણું બોલેલું, વાંચેલું કે વિચારેલું નહીં પણ આપણું કરેલું નોંધાય છે.
  • ઈશ્વરને જો શ્લોક અને સ્તુતિમાં શોધશો તો તે નહીં મળે પણ અન્યને સ્નેહ અને સહાનુભુતિ આપીને તેને શોધશો તો ચોક્કસ મળશે. આપણે ભલે માનીએ કે ઈશ્વર આપણાથી ઘણો દુર છે પણ હકીકત એ છે કે આપણી સૌથી નજીક તે છે. જેણે કોઈનું બગાડ્યું નથી, એનું ઈશ્વરજ સદા સુધારી લે છે.
  • ભગવાન રાખે તેમ રહેવું, આપે તેટલું વાપરવું અને દેખાડે તેટલું જોવું. અરીસો સાફ કર્યો તો ‘હું’ દેખાયો. મેં ‘હું’ ને સાફ કર્યો તો પ્રભુ તું દેખાયો.
  • ઈશ્વર પૃથ્વી પરની દરેક વ્યક્તિને રોજ ખુશ થવાનું એક કારણ, એક તક તો આપે જ છે ફક્ત આપણે એ તક કે પ્રસંગને શોધી ખુશ થવાનું હોય છે.
  • છેલ્લો બોલ : G = generator, O = operator, D = destroyer. ઈશ્વર હમેશા give, gives and forgives. મનુષ્ય હમેશાં get, gets and forgets.
  • ( લેખકનું પુસ્તક જીવન દર્શનમાંથી - પ્રકરણ ૧)

2 ટિપ્પણીઓ

  1. લેખકVimal

    on November 5, 2018 at 10:58 pm - Reply

    Ashish,

    Youvare doing wonderful work. Really wonder why do I need to use the “no time” excuse always.

    • લેખકDr. Ashish Chokshi

      on November 5, 2018 at 11:37 pm - Reply

      Dr. Ashish Chokshi

      આભાર વિમલભાઈ, ગમતું કામ કરવા માટે સમય ચોરવો પડે છે. ઈશ્વર ૨૫ મો કલાક આપે જ છે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો