મુલાકાતી નંબર: 430,121

Ebook
બાળકની પરીક્ષા વખતે માતાપિતાએ શું ધ્યાન રાખવું ?
d42dacadf09f71fb51229ce846b2ce05_l   ફેબ્રુઆરીની શરૂઆતથી જ વિવિધ પરીક્ષાઓ શરૂ થઈ જતી હોય છે. જે ઘરમાં બાળકો દસમાં તથા બારમાં ધોરણની પરીક્ષાઓ આપવાના હોય છે તે ઘરમાં થોડું તણાવગ્રસ્ત વાતાવરણ રહેતું હોય છે. બાળકોએ શું કરવું અને શું ધ્યાન રાખવું તેની માહિતી અને લેખો ઘણી જગ્યાએ મળે છે. અહીં આપણે માતાપિતાએ શું ધ્યાન રાખવું તે વિશે વાત કરીશું. સૌ પ્રથમ તો ઘરનું પોઝીટીવ વાતાવરણ રાખવાની જવાબદારી અને આવડત માતાપિતા નિભાવવાની હોય છે. પોતાની વ્યવસાયિક કે સામાજિક જવાબદારીને લીધે ઉભા થતા દબાણની અસર આ સમયે ઘરમાં ના પડે તેનું ધ્યાન માતાપિતાએ રાખવું. માતાપિતાએ અને ઘરના સભ્યોએ એકબીજા સાથે હસીમઝાકભર્યું હળવું વાતાવરણ રાખવું. ઘરના હળવા વાતાવરણને લીધે બાળકનું અભ્યાસને લીધે ઉભું થયેલું દબાણ આપોઆપ હળવું થઈ જતું હોય છે.                                                                  પરીક્ષા નજીક હોય ત્યારે અને ચાલુ હોય ત્યારે માતાપિતાએ બાળકને એકલું ઘરમાં ના છોડવું. નકારાત્મક વિચારો હંમેશા એકલા હોઈએ ત્યારે જ શરૂ થતા હોય છે. તેમણે બને તેટલો સમય ઘરમાં હાજર રહેવું જેનાથી બાળકને એકલું ના લાગે. વળી ઘરમાં વધુ હાજરી હોય તેની આડઅસર પણ ના થવી જોઈએ. ઘરમાં ટાઈમ પસાર કરવા પોતાના મિત્રોને કે સગાને બોલાવવાનું ટાળવું જોઈએ. ઘરમાં અવાજ થાય તે રીતે ગીતો સાંભળવા, મોબાઈલ પર વાતો કરવી કે ટી.વી સિરિયલના અવાજોથી બાળકની એકાગ્રતામાં ભંગ થતો હોય છે. અમુક માતાપિતાને બાળકની પરીક્ષા વખતે જ પોતાની આર્થિક પરિસ્થિતિ યાદ આવતી હોય છે. પોતાના વર્તન અને વાણી દ્વારા તેઓ બાળકને એવી સતત પ્રતિતિ કરાવતા હોય છે કે તેઓએ આર્થિક રીતે તેના ભણતર માટે ઘણો ભોગ આપ્યો છે અને હવે પરિવારના સારા આર્થિક ભવિષ્યનો આધાર માત્ર તેના પર જ છે આથી તેણે સફળ થયે જ છુટકો. આ લાગણી પોઝીટીવ કરતા નકારાત્મક તેમજ દબાણવાળું વાતાવરણ ઉભું કરે છે.   માતાપિતાએ પરીક્ષાના દિવસો રોજના જેવા સામાન્ય રહે તેવું જ ઘરનું વાતવરણ રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ. સમૂહ ભોજન કે સમૂહ પ્રાર્થના બાળકનો આત્મવિશ્વાસ વધારવામાં મદદરૂપ થાય છે. ‘તારું પેપર સારું જાય એટલે હું આટલા અપવાસ કરું છું, આટલા પાઠ કરું છું કે આટલી બાધા રાખું છું.’ તેવા વિધાનો બાળકને કોઈ જ પ્રકારનો ફાયદો નથી કરતા અને આ કરવું હોય તો માતાપિતાએ બોલ્યા વિના મનમાં રાખીને જ કરવું જેનાથી પોતાનું આત્મબળ વધે. આ સમયે બાળકે ઘરમાં શિસ્તબદ્ધ રહેવું, પોતાની વસ્તુઓ યોગ્ય જગ્યાએ મુકવી અને તેના સુવા-જમવા વિશે ટાઈમ જાળવવાનો આગ્રહ માતાપિતાએ જતો કરવો. આ સમય તેની અત્યારની કે ભૂતકાળની ભૂલોને યાદ કરી નવું શીખવવાનો યોગ્ય સમય નથી. ‘અમારા સમયે આમ હતું કે મોટાભાઈ-બહેનને તારા જેટલી સગવડ નથી મળી’ તેવા ઉદાહરણો ટાંકવાની જરૂર નથી હોતી. અત્યારના સ્પર્ધાત્મક વાતાવરણમાં બાળકની સફળતા માટે માત્ર તેની મહેનત જ નહીં પણ ઘરના હકારાત્મક વાતાવરણનો પણ ખુબ અગત્યનો ફાળો હોય છે તે માતાપિતાએ સમજવું જોઈએ નહીં તો તેમની જ આખા વર્ષની મહેનત પર પાણી ફરી જશે. (ડો,આશિષ ચોક્સી - દિવ્યભાસ્કર - મધુરિમા - ૦૮/૦૧/૨૦૧૮)

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો