મુલાકાતી નંબર: 430,121

Ebook
બાળકને સમયસરનું પ્રોત્સાહન
થોડા વખત પહેલા એક સમાચાર હતા કે સૌરાષ્ટ્રના એક નાના ગામમાં સાતથી આંઠ વર્ષના બે બાળકો રમતા હતા, ત્યાં દીપડો આવ્યો અને એક બાળકને ખેંચીને તે લઈ જતો હતો. બીજા બાળકે તેના મિત્રને છોડાવવા પત્થર ફેંક્યો તો પણ દીપડાની પકડ બીજા બાળક પર મજબુત રહી. બીજા મિત્રે તેના મિત્રને હિંમત હાર્યા વિના છોડાવવાના પ્રયત્નો ચાલુ રાખ્યા. જ્યારે તેણે રમકડાની ગાડી દીપડા પર ફેંકી અને તેમાંથી વિચિત્ર અવાજો આવ્યા ત્યારે દીપડાએ પકડ છોડી અને બાળક તેની પકડમાંથી મુક્ત થયું. આમ આ ઘટના કદાચ ઘણા લોકોએ વાંચી ભૂલી પણ ગયા હશે પણ આ નાની ઘટના પણ બાળકોની સાહસવૃત્તિ અને છેલ્લે સુધી લડી લેવાની હિંમત પ્રત્યે ધ્યાન દોરે છે. બાળકો તો કોઈ પણ કામમાં છેલ્લે સુધી લડવા તૈયાર જ હોય છે. ડર અથવા પછીથી શું થશે? તેવી તેમને સમજણ પણ નથી હોતી અને તેઓ બહુ લાંબુ વિચારતા પણ નથી. તેઓ તો છેલ્લે સુધી લડવાનો અને પ્રયત્ન કરવાનું જ જાણતા હોય છે અને તેમની આ જ ઉંમર (ચાર થી દસ વર્ષ) છે કે તેમનામાં તેમના આ ગુણને વધુ ખીલવી શકાય. આ માટે માતા-પિતા અને શિક્ષકોએ જ બાળકો માટે રોલ-મોડેલ બનવું પડે. ઘણી વાર માતા-પિતા કે શિક્ષકો જ બાળકોને કહેતા હોય છે કે તારાથી આ કામ નહીં થાય અથવા તું રહેવા દે, આ વસ્તુ તારા કામની નથી. આવા નાના નકારાત્મક વાક્યોથી બાળકની અંદર રહેલી શક્તિ મુરઝાઈ જાય છે. જો વાંરવાર આવો શબ્દ પ્રયોગ કરવામાં આવે તો બાળક પોતે જ માની લે છે કે તે જ એવો છે અને તે કઈ પણ કરવા અસમર્થ છે. કોઈક વખત કોઈ કામ પૂરું નાં થાય તો પણ માતા-પિતાએ બાળકના પ્રયત્નોને વખાણવા જોઈએ જેનાથી બીજી વખત કઈક વધુ સારું કે વધુ શ્રેષ્ઠ કરવાની હિંમત તેનામાં ખીલે. અભિનેતા નવાજુદ્દિન સીદ્દિકીએ પણ હમણાં એક ઈન્ટરવ્યુંમાં કહ્યું કે હું નાનો હતો ત્યારથી મારી માતાએ ઘણી અડચણો વચ્ચે મારા આત્મવિશ્વાસને વધાર્યો. ક્યારેક એમ પણ લાગતું કે હવે આગળ બધા જ રસ્તા બંધ થઈ ગયા છે ત્યારે પણ મારી માતા મને શ્રેષ્ઠ પ્રયત્નો કરવા પ્રોત્સાહન આપતી જેથી હું આ તબક્કે પહોંચ્યો. આદર્શ શિક્ષક ગણાતી સુલિવાને મુક, બધિર અને અંધ હેલન કેલરને શ્રેષ્ઠ પ્રયત્નોથી સામાન્ય લોકો કરે તે બધું જ કરતા શીખવ્યું. ખાસ તો તેને એ શીખવ્યું કે શારીરિક નબળાઈ સાથે પણ નાનપણથી જ જો તેની પાછળ શ્રેષ્ઠ પ્રયત્નો કરવામાં આવે તો તેઓમાં રહેલું શ્રેષ્ઠ ચોક્કસપણે બહાર લાવી શકાય. મોટાભાગના માતાપિતા અને શિક્ષકો બાળકોને સફળતાનો રસ્તો કેમ પકડવો તે તો શીખવતા જ હોય છે પણ આ રસ્તો પકડ્યા પછી મંઝિલ સુધી પહોંચવાના શ્રેષ્ઠ પ્રયત્નો કેમ કરવા તે નથી સમજાવતા. આ શ્રેષ્ઠ પ્રયત્નો શીખનાર બાળક માટે કોઈ પણ પ્રકારની મંઝિલે પહોંચવું અસંભવ નથી હોતું. બને કે છેલ્લા પ્રશ્નનો જવાબ, છેલ્લા બોલે મારેલો ફટકો કે છેલ્લી ક્ષણે કરેલા પ્રયત્નો જ બાળકનું જીવન બદલનારા હોય. ઝવેરચંદ મેઘાણીની પ્રખ્યાત કવિતા ‘ચારણકન્યા’ની નાયક દસેક વર્ષની નાની છોકરીએ લાકડી લઈને સિંહ ભગાડવાનો જે પ્રયત્ન કર્યો હતો તેમાં પણ આવો જ સંદેશો છે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો