મુલાકાતી નંબર: 430,127

Ebook
બાળક વ્યવસ્થિતપણે જમે અને ઉંમર પ્રમાણે તેનું વજન વધે તે માટે શું કરવું ?
શું કરવાથી મારૂ બાળક જમશે અને તેનું વજન વધશે? મોટાભાગની માતા બાળકોના ડોક્ટર પાસે આવે ત્યારે મારૂ બાળક જમતું નથી, મારૂ બાળક જમે તેવી કોઈ દવા લખીને આપો અને મારા બાળકનું વજન વધે તેવી કોઈ દવા આપો તેવી માંગણી હોય છે. હવે બાળકના વજન વધારવાના પ્રયત્નોમાં માતા ઘણી ભૂલ કરે છે, ઘણી ખોટી અને જુનવાણી માન્યતાઓને લીધે તે પોતાના બાળક પર ઘણા અખતરા કરે છે. કયા કયા પરિબળો બાળકનું વજન વધારવામાં મદદરૂપ થાય છે અને ક્યા પરિબળોનો વજન વધારવામાં કોઈ જ ભાગ નથી તે જોઈએ. • આ પરિબળો બાળકનું વજન વધારવામાં ભાગ ભજવે છે. ઘરનો પોષણયુક્ત આહાર, રમત ગમત, કુટુંબના સભ્યો સાથે જમે, બાળક જેટલું ખાય પણ આનંદથી ખાય, સૂર્યપ્રકાશ, અંતઃસ્ત્રાવના ફેરફાર. • આ પરિબળોનો બાળકનું વજન વધારવામાં ફાળો નથી. વિટામીન સિરપો, પાવડરના ડબ્બા, વધુ ખવડાવવુ, વધુ દબાણથી ખવડાવવું બાળકનું ધ્યાન બીજે દોરી બળજબરીથી જમાડવું. દરેક બાળકની જમવાની આદત અલગ અલગ હોય છે. માતાએ બધાના માટે ઘરે રોજ બનાવેલું ભોજન પોતાનું બાળક જમે જ તેવો આગ્રહ ન રાખવો જોઈએ પણ બાળકની રૂચી અને સ્વાદ અનુસાર તેના માટે ઘરે ખાવાનું અલગથી બનાવવું જોઈએ. બાળકને દરેક પ્રકારનું પોષણ મળી રહે તેવો ખોરાક ઘરે બની જ શકે છે. પોતાનું રસોડું જ બાળકની તંદુરસ્તીનું ધ્યાન રાખશે તે વાત દરેક માતાએ ધ્યાન રાખવી જોઈએ. એક બાજરીનો રોટલો ૧૫ કિગ્રાનું બાળક હોય તો તેની એક દિવસની ત્રીજા ભાગની કેલરીની જરૂરિયાત અને અડધી પ્રોટીનની જરૂરિયાત પૂરી કરે છે. બને કે બાળક રોટલો ના ખાય પણ બાજરીની કુલેર, થેપલા, રાબ અથવા વડા બની શકે. કોઈ ચોક્કસ આહાર બાળક ના લે તો તેને બીજા સ્વરૂપે આપવાની શ્રેષ્ઠ આવડત માતામાં જ હોય. કોઈ વિટામીન સિરપો બાળકનું વજન વધારતા નથી કે ભૂખ લગાડતા નથી. તેનાથી બાળક તંદુરસ્ત થશે અને વજન વધશે તેવી આશા ના રાખવી. કોઈ રોગ થયો હોય અથવા રોગની રીકવરી તબક્કામાં તે થોડા સમય માટે વિટામિનોની ઉણપ પૂરી કરે છે. સારી કંપનીના પ્રોટીનના ડબ્બા બાળકની કેલરીની જરૂરિયાત જરૂર પૂરી કરે પણ બાળકના હાડકાનું બંધારણ, મગજનો વિકાસ અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા ઘરે બનતો આહાર જ લાંબા સમય સુધી મદદરૂપ થઈ શકે. વજન વધારવામાં ઘરનું વાતાવરણ ચોક્કસપણે મુખ્ય ભાગ ભજવે છે. બધા જમતા હોય ત્યારે બાળક સાથે બેસીને જમવાની વસ્તુ સાથે રમત કરે, ઢોળે તો તેને અટકાવો નહીં. બીજા સભ્યોને જોઇને તે જમવાની વસ્તુઓ મોમાં મુકતા શીખશે જ. આથી બાળકને પહેલા જમાડી દઉં આથી ઘરના બીજા સભ્યો પછી શાંતિથી જમી શકે તેવો આગ્રહ ના રાખવો. ખાવાની વસ્તુઓ સાથેની તેની બાળ સહજ રમતનો પણ બધાએ આનંદ લેવો જોઈએ. ખુલ્લા મેદાનમાં દોડધામ અને રમતગમત રમતા બાળકોને ભૂખ સારી લાગશે જ સાથે ભણવામાં પણ ધ્યાન અને યાદશક્તિ વધશે. જે બાળકોને નાનપણમાં દબાણથી જમાડવાનું લાંબા સમય સુધી ચાલુ રહે તે બાળકોમાં ચિડિયાપણું અને ગુસ્સો જોવા મળે છે તે દરેક માતાએ યાદ રાખવું જોઈએ.

2 ટિપ્પણીઓ

  1. લેખકNicky

    on January 10, 2019 at 7:23 am - Reply

    Hello Mama,

    I have 2 questions from the above article. Firstly thanks for this informative post it really helps us. My question is – is multivitamin not good for kids? In foreign countries most people gives multivitamins to their kids thinking it is good.

    Secondly you wrote not to force kids for eating. As per my experience if I make some food which my kid likes she will eat more so i got to know her capacity and if food made is not of her choice she will try to skip so to make them eat, shouldn’t we force them? Daily we cant make food of their choice and also they should learn to eat everything.

Leave a Reply to Nicky જવાબ રદ કરો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો