મુલાકાતી નંબર: 430,150

Ebook
સંતાનને આંગળી પકડીને રસ્તો બતાવવો કે ખભેથી ઉચકીને રસ્તો પસાર કરાવવો?
છેલ્લા ત્રણ વર્ષથી એક મેડીકલ રીપ્રેસંટેટીવ (MR) તરીકે એક બહેન નિયમિત મળવા આવતા. આપણે તેમને અમીબહેન તરીકે ઓળખીશું. તેઓ જે ફાર્મા કંપનીમાં કામ કરતા તેની પ્રોડક્ટ વિશે હંમેશા ટુંકાણમાં અને સુંદર રીતે માહિતી આપતા. અમારા પ્રોફેશનમાં ઘણા MR આવતા હોય છે પણ ખુબ ઓછા MR માં ડોક્ટર સામે વિશેષ છાપ છોડી જવાની આવડત હોય છે. અમીબહેન તેમને મળતી બે-ત્રણ મિનિટનો સુંદર ઉપયોગ કરી તેમની કંપની અને તેની પ્રોડક્ટ વિશે માહિતી આપતા. ગયા અઠવાડિયે તેઓ મળવા આવેલ. તેમણે કહ્યું, ‘આજે હું મારા કંપની તરફથી નહીં પણ એમનેમ મળવા આવી છું. મારા પતિ સોફ્ટવેર એન્જીનીયર છે. તેઓને જર્મનીમાં સારી તક મળી છે. આથી હું મારો બે વર્ષનો દીકરો અને મારા પતિ જર્મની જઈએ છીએ. હું જે ફાર્મા કંપનીમાં કામ કરતી હતી તે હવે છોડી રહી છું. તમે ત્રણ વર્ષથી ખુબ સહકાર આપ્યો એ બદલ આભાર. તમે અને અન્ય ડોક્ટર મિત્રોએ મને સહકાર આપ્યો તે બદલ મારી કંપનીમાં પણ મારો ગ્રોથ સારો થયો હતો. ફરી ઇન્ડિયા આવવાનું થશે તો મળીશું.' અહીં સુધી તો બરાબર હતું કે ઘણા MR નિયમિત મળતા હોય તેથી ડોકટરોને પણ તેમની સાથે મિત્રતા થતી હોય આથી તેઓનું કાર્યસ્થળ બદલાય એટલે તેઓ જે જે ડોકટરોને નિયમિત મળતા હોય તેમને બાય કહેવાની એક સૌજન્યતા દાખવતા હોય છે. હવે જે અમીબહેને બે વસ્તુ કીધી તે સ્પર્શી જાય તેવી હતી. તેઓએ કહ્યું, ‘આ ત્રણ વર્ષમાં તમે ઘણીવાર ઘણી વ્યસ્તતા વચ્ચે પણ મને મળવાનો તમારો બહુમુલ્ય સમય આપતા હતા તે બદલ આભાર. હવે ભલે હું નહીં મળું પણ મારી કંપની તરફથી જે કોઈ તમને મળે, તમે મને સહકાર આપતા હતા તેમ તે વ્યક્તિને અને મારી કંપનીને સહકાર આપજો.’ જ્યાં કામ કર્યું છે તે કંપની છોડીને પણ તેના હિત માટે વિચારવું તે બહુ સારી વાત ગણાય. IMG_0207(3) તેમણે આગળ કીધું કે હવે હું મારા પિતાની ઓળખાણ આપું. અમીબહેનના પિતા જાણીતા ફિઝીસીયન હતા. મને ખુબ આશ્ચર્ય થયું, અને બોલાઈ ગયું, ‘તમે તેમના દીકરી છો? તો ક્યારેય ઓળખાણ કેમ નાં આપી?’ અમીબહેને કહ્યું, ‘મને પપ્પાએ ખાસ શીખવ્યું હતું કે તું જે જે ડોક્ટરને મળે તેમની પાસેથી ક્યારેય મારી ઓળખાણ આપીને કામ નાં મેળવીશ. કદાચ મારું નામ સાંભળી કોઈ ડોક્ટર તને સપોર્ટ કરવાનું ચાલુ પણ કરશે. પણ તે સપોર્ટ લાંબો નહીં ચાલે. તું તારા કામથી જ આગળ વધ તો તને જીવનના પડકારો સાથે આગળ વધતા કોઈ રોકી નહીં શકે. મને શરૂઆતમાં તકલીફ પડી પણ હું મારી જાતે આગળ વધી શકી તેનો મને આનંદ છે. પપ્પાની ઓળખાણ વિના કામ કરવું તે કેટલું અઘરું હોય છે તે પણ શીખવા મળ્યું.’ અમીબહેન ગયા પછી હું વિચારતો હતો કે સંતાનોને તેમના કાર્યની સુવાસથી જ આગળ વધવા દેવાનો નિર્ણય માતાપિતાનો કેટલો સુંદર વિચાર કહેવાય. અમીબહેનના પિતાએ પણ સુંદર કામ કર્યું કહેવાય. પોતાની દીકરીને કારકિર્દીના રસ્તા સુધી લઈ આવ્યા. રસ્તો બતાવીને રસ્તાના ઉતાર-ચઢાવ, અવરોધો વચ્ચે જાતે આગળ વધવાની સલાહ આપી. ૨૦૦૫માં આવેલી ફિલ્મ વક્તનો એક સુંદર ડાયલોગ. અક્ષયકુમાર અમિતાભ બચ્ચનને કહે છે. જ્યારે હું નાનો હતો અને મારી ફક્ત આંગળી પકડવાની જરૂર હતી ત્યાં પણ તમે મને તમારા ખબે બેસાડી રાખતા. અને હવે જ્યારે મને તમારા ખભે બેસવાની આદત પડી ગઈ છે ત્યારે તમે મને છોડી દીધો અને રસ્તા પર હું દોડું તેવી મારી પાસેથી અપેક્ષા રાખો છો. તમારું હવેનું અઠવાડિયું ખુબ સુંદર રહે તેવી શુભેચ્છા. ડો. આશિષ ચોક્સી. કલરવ બાળકોની હોસ્પિટલ. મેમનગર. અમદાવાદ. ૯૮૯૮૦૦૧૫૬૬ drashishchokshi.com [email protected] @drashishchokshi

26 ટિપ્પણીઓ

  1. લેખકDr Anil Patel

    on August 13, 2017 at 12:21 pm - Reply

    Excellent

    • લેખકDr.Ashish Chokshi

      on August 13, 2017 at 9:45 pm - Reply

      Dr.Ashish Chokshi

      thanks dr anilbhai

  2. લેખકVijay N Bharad Singer and Musician

    on August 13, 2017 at 12:24 pm - Reply

    ખુબ સરસ
    ધન્યવાદ

    • લેખકDr.Ashish Chokshi

      on August 13, 2017 at 9:44 pm - Reply

      Dr.Ashish Chokshi

      આભાર veejaybhaai

  3. લેખકDr kinjal shah

    on August 13, 2017 at 12:25 pm - Reply

    Very nice sir

    • લેખકDr.Ashish Chokshi

      on August 13, 2017 at 9:43 pm - Reply

      Dr.Ashish Chokshi

      thanks dr kinjal

  4. લેખકThakor mahesh

    on August 13, 2017 at 12:42 pm - Reply

    Super sir

    • લેખકDr.Ashish Chokshi

      on August 13, 2017 at 9:43 pm - Reply

      Dr.Ashish Chokshi

      thanks mheshbhai

  5. લેખકketul patel

    on August 13, 2017 at 2:56 pm - Reply

    very understanding things..sir

    • લેખકDr.Ashish Chokshi

      on August 13, 2017 at 9:42 pm - Reply

      Dr.Ashish Chokshi

      thanks ketulbhai

  6. લેખકRupal

    on August 13, 2017 at 4:49 pm - Reply

    Very nice Ashish!

    • લેખકDr.Ashish Chokshi

      on August 13, 2017 at 9:42 pm - Reply

      Dr.Ashish Chokshi

      thanks rupal bahen

  7. લેખકTejas patel

    on August 13, 2017 at 6:28 pm - Reply

    Nice sir

    • લેખકDr.Ashish Chokshi

      on August 13, 2017 at 9:39 pm - Reply

      Dr.Ashish Chokshi

      thanks tejasbhai

  8. લેખકDr. Hardik

    on August 13, 2017 at 8:42 pm - Reply

    Really important massage in short story sir…

    • લેખકDr.Ashish Chokshi

      on August 13, 2017 at 9:39 pm - Reply

      Dr.Ashish Chokshi

      yes dr hardikbhai

  9. લેખકMaithuli

    on August 13, 2017 at 11:37 pm - Reply

    Very nice sir

    • લેખકDr.Ashish Chokshi

      on August 14, 2017 at 8:56 am - Reply

      Dr.Ashish Chokshi

      thanks

  10. લેખકB. Trivedi

    on August 13, 2017 at 11:41 pm - Reply

    Nice article. I thinks kids should read this article too..Nice message for all the parents especially rich and/or influential parents

    • લેખકDr.Ashish Chokshi

      on August 14, 2017 at 8:56 am - Reply

      Dr.Ashish Chokshi

      right bhargav

  11. લેખકPrashanti kothari

    on August 14, 2017 at 4:23 pm - Reply

    A thought provoking article.

    • લેખકDr.Ashish Chokshi

      on August 15, 2017 at 12:03 am - Reply

      Dr.Ashish Chokshi

      thanks prshanti bahen

  12. લેખકRagesh saraiya

    on August 15, 2017 at 8:21 am - Reply

    Wonderful msg given by this thought. It can be challenging but society can charge

    • લેખકDr.Ashish Chokshi

      on August 15, 2017 at 9:59 am - Reply

      Dr.Ashish Chokshi

      yes true rageshbhai. thanks

  13. લેખકRaju Dave

    on August 15, 2017 at 1:34 pm - Reply

    Very nice and inspirational article sir

    • લેખકDr.Ashish Chokshi

      on August 16, 2017 at 7:46 am - Reply

      Dr.Ashish Chokshi

      thanks rajubhai

Leave a Reply to Dr.Ashish Chokshi જવાબ રદ કરો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો