મુલાકાતી નંબર: 430,094

Ebook
૧૭ જુન – ફાધર્સ ડે
જીવનનો દરેક દિવસ – ફાધર્સ ડે ડો. આશિષ ચોક્સી દર વર્ષે જુનના ત્રીજા રવિવારે વિશ્વભરમાં ‘ફાધર્સ ડે’ ઉજવાય છે. ૧૯૧૦માં અમેરિકામાં વોશિંગ્ટનમાં મિસ સોનારા લ્યુઈસે પિતાના કાર્યોને બિરદાવવા શરૂ કરેલી ઉજવણીનો વ્યાપ ધીરે ધીરે વિશ્વભરમાં થયો. જન્મના પહેલા કલાકથી જ પોતાના બાળકો માટે માતા અને પિતા ત્યાગ અને તપશ્ચર્યા રૂપી આરાધના કરે છે એની ગણતરી કે સરખામણી કોઈની સાથે થઈ જ ના શકે. બાળઉછેરમાં માતાના ફાળા વિશે દુનિયાભરમાં ઘણું બધું લખાયું છે. આજે અહીં બાળઉછેરમાં પિતાના ફાળાને સમજીએ.  માતા બાળકને જન્મ આપે છે તો પિતા બાળકને જીવન કેવી રીતે જીવાય તે શીખવે છે. માતા બાળકને બોલતા શીખવે છે તો પિતા બાળકને ક્યાં, ક્યારે અને કેટલું બોલવું તે શીખવે છે. માતા બાળકને ચાલતા શીખવે છે તો કઈ દિશામાં અને કેટલું ચાલવું તે બાળકને પિતા જ શીખવી શકે છે. માતા બાળકને સંસ્કાર આપે છે જ્યારે પિતા બાળકને જીવન જીવવાની શક્તિ આપે છે. માતા બાળકને સંવેદનશીલ બનાવે છે જ્યારે પિતા બાળકને સૈનિક બનાવે છે. આમ માતા એક છોડ પર પુષ્પ લાવવાનું કામ કરે છે જ્યારે પિતા એ પુષ્પની માવજત કરે છે. ગમે તેટલો થાક, આંખમાં ઊંઘ અને ચારે બાજુની તકલીફો હોય તો પણ બાળકોની ખુશી માટે હિંમત હાર્યા વિના ઉજાગરા કરીને અથાગ પરિશ્રમ એક પિતા કરે છે. જન્મથી શરૂ કરીને બાળક ૨૦ વર્ષનું થાય ત્યાં સુધી તેને મિત્ર, મોટા ભાઈ, વડીલ અને એક શિક્ષક તરીકેની હુંફ પિતા આપે છે. બાળકની ભૂલોમાં પણ તેને શ્રેષ્ઠ શીખવવાની આવડત પિતામાં હોય છે. ૨૦૧૬માં બોલીવુડના એક કાર્યક્રમમાં અભિનેત્રી દીપિકા પદુકોણે કહ્યું હતું કે તેના પિતાનો એક પત્ર તેની કારકિર્દી માટે એક ઇંધણ સ્વરૂપે રહેલો છે. તેણે આ પત્ર સમારંભમાં વાંચી સંભળાવ્યો હતો. એક બ્રિટિશ લેખિકાના શબ્દો તેના પિતા વિશે, ‘ he didn’t tell me how to live, he lived and let me watch him to do it.’ બહારની દુનિયા, દેશ-વિદેશ, સમાજ અને સંસ્કૃતિની વાતો કરી બાળકનું વ્યક્તિત્વ ઘડતર પિતા કરી શકે છે. કોઈ લેખકે એક જ વાક્યમાં પિતાના મહત્વને ‘વ્હાલનો વરસાદ અને વારસાનો વડલો’ કહી સુંદર વર્ણવ્યું છે. ઘરે મોડા પહોંચતા પિતા માટે દરવાજે બાળકો રાહ જોઇને ઉભા હોય અને ઘરમાં પગ મુકતા જ તેમને પ્રશ્નોની ઝડી વરસાવે તે નસીબદાર પિતા ગણાય. પિતાનું ના હોવું તેના કરતા પિતાનું હોવું અને સંતાનોને અવગણવું તે સંતાનોને વધુ હાની પહોંચાડે છે. સંતાનોની કારકિર્દી અને તે માટેનું ફાયનાન્સનું શ્રેષ્ઠ પ્લાનિંગ કરતા કરતા પિતા ક્યારેક ‘ટાયર્ડ’ થઈ જાય છે પણ ‘રીટાયર્ડ’ થતા નથી. પિતા જેમ બોલે છે અને વ્યવહાર-વર્તન કરે છે તે બધું જ ટીન એઈજ બાળકોમાં ઉતરે છે. સંતાનોનું ચારિત્ર્ય ઘડવાની શ્રેષ્ઠ તક તેમની ટીનએઈજ છે આ તક દરેક પિતાએ ઝડપી લેવી જોઈએ. માતા નિર્મળ પ્રેમનું અવિરત વહેતું ઝરણું પણ પિતા પ્રેમથી ભભૂકતો લાવારસ જે ક્યારેક  સક્રિય પણ થાય અને ક્યારેક શાંત પણ થઈ જાય છે. પડકાર, પરિશ્રમ, પ્રેરણા અને પ્રતિક્ષા એમ સફળતા માટે જરૂરી ચાર વસ્તુઓ બાળકને શ્રેષ્ઠ રીતે શીખવનાર શિક્ષક તેના પિતા જ હોય છે.  આદર્શ પિતાએ બાળકને ‘આઈ લવ યુ’ કહેવાની જરૂર નથી પડતી કારણકે તેઓ હંમેશા બાળકને ‘હું તને સમજુ છું અને હું તારી સાથે છું’ તેવું કહેતા હોય છે. દરેક સંતાને પણ પોતાના પિતાની લાગણી, પ્રેમ અને તપશ્ચર્યાને સમજીને દરેક દિવસને 'ફાધર્સ ડે' ગણવો જોઈએ drashishchokshi.com dr ashish chokshi - ahmedabad          

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો