મુલાકાતી નંબર: 430,112

Ebook
સફળ સ્તનપાનમાં કુટુંબીજનોનો ફાળો

માતા અને સાસુ :

  • બાળકના જન્મબાદ ધાત્રી માતા સાસરે રહે કે પિયરમાં, માતા અને સાસુ નવી બનેલી માતાને તેમના અનુભવના નિચોડથી નવી જવાબદારી સાથે જીવનમાં કેવી રીતે ગોઠવાવું તેની સુંદર સમજણ આપે છે.
  • માતા કે સાસુની હાજરી જ ધાત્રી માતાને એક હુંફ અને સલામતીનો અહેસાસ કરાવે છે. બાળકને સાચવવું, માતાને સમયસર ખાવાપીવાનું આપવું, નવા બાળક માટે ઘણા પ્રશ્નો થાય તેની યોગ્ય રીતે સમજણ આપવી જેવા ઘણા કામો માતા અને સાસુ કરે છે.
  • માતાનો રૂમ બેઠકરૂમ ના થવા દેવો. નવા બાળક માટે ખુશી વ્યક્ત કરવા ઘણા સગા આવશે. આ સગાઓ ઘણા નજીકના પણ હોઈ શકે. તેમને ખરાબ ના લાગે તે રીતે પાંચ મિનિટ માતાને મળી લીધા પછી સારી રીતે, “ ચાલો આપણે બધા બહાર બેસીએ. “ તેમ કહી માતાના રૂમની બહાર લઇ જઇ શકે. માતાનો રૂમ બેઠકરૂમ ના બને અને માતા અને બાળકને પુરતું એકાંત મળે તેનું ધ્યાન માતા અને સાસુ જ સારી રીતે રાખી શકશે. ધાત્રી માતા તો બોલી નહીં શકે પણ તેની માતા અને સાસુ તેની આ જરૂરિયાત સારી રીતે સમજી શકશે.
  • માતા સાથે હકારાત્મક વાતો કરવી. માતાના ધાવણ માટેના પ્રયત્નોને વખાણવા. બાળક સુઈ ગયું હોય ત્યારે કોઈ સામાજિક કે ધાર્મિક પ્રસંગોની વાતો કરી તેની ચિંતા ઓછી કરી શકે છે. તેમજ માતાનો આત્મવિશ્વાસ વધારી શકે છે.
  • દીકરી કે વહુને બાળકને ધાવણ આપવાની સાચી પધ્ધતિ, બાળકની સ્થિતિ, ધાવણ આપતી વખતે માતાની સ્થિતિનું સાચું જ્ઞાન આપી શકે છે.

પતિ :

  • સફળ બ્રેસ્ટફીડીંગ પતિના સાથ અને સહકાર વિના શક્ય નથી.
  • પતિના હૃદયપૂર્વકના સહકારથી પત્નીને બાળકને સ્તનપાન કરાવતા ખુબ ખુશી મળે છે.
  • સ્તનપાન કરાવીને પત્ની સમાજની અન્ય સ્ત્રીઓ માટે પણ ઉદાહરણરૂપી ઉમદા કાર્ય કરી રહી છે તે વાતનો અહેસાસ પતિ કરાવી શકે છે.
  • પતિ પોતે પણ સ્તનપાનને લગતી માહિતી રસપૂર્વક મેળવે તે પત્નીને ખુબ ગમે છે.
  • નવજાતશિશુને રાખવામાં અને તેના ઘણા કામોમાં પતિ મદદ કરી શકે છે. જેથી પત્નીને થોડો આરામ મળી શકે.
  • જો મોટું બાળક હોય તો આ બાળકની દેખરેખમાં પણ પતિ પત્નીને મદદ કરી શકે.
  • પત્ની નાના શિશુને ઘણી સારી રીતે સાચવી રહી છે તેમ કહી પત્નીના પ્રયત્નો વખાણી શકે.
  • પત્ની સ્તનપાન આપી ઉમદા કાર્ય કરી રહી છે તેમ પતિ કુટુંબીજનોને જણાવી શકે.
  • પત્નીની સ્તનપાન કરાવવાની ક્ષમતા પર શક ના કરવો.
  • ઘરની બહાર પ્રસંગોપાત કોઈ જાહેર જગ્યાએ જો પત્ની સ્તનપાન કરાવે તો પતિને તે બાબતની શરમ ના આવવી જોઈએ ઉલટું તેને આ કાર્યમાં મદદ કરવી જોઈએ.
  • પતિએ માતા અને શિશુના રૂમમાં ઉંચા અવાજે મોબાઈલ પર વાતો કરવી, ઘોંઘાટ કરવો કે કોઈ વ્યસન ના કરવું જોઈએ.

નણંદ, બહેન, જેઠાણી, દેરાણી :

  • આ ચારેય સગપણ નસીબદાર માતાને મળે છે.
  • ખાસ કરીને જે ધાત્રી માતાને તેની માતા કે સાસુની કોઈ પણ કારણસર ગેરહાજરી હોય ત્યારે આ ચારેય સગપણની મહત્વતા ખુબ વધી જાય છે.
  • નાની બહેન અને નાની નણંદ તો નવજાતશિશુના કામ ખુબ હોંશથી કરશે.
  • ભાભી અને મોટી બહેન જો અનુભવી હોય અને તેમને પણ બાળકો હોય તો તેઓ ધાત્રી માતાની જરૂરિયાત ખુબ જ સારી રીતે સમજી શકે અને ઘણી વસ્તુઓ પોતાના ઉદાહરણથી આપી માતાનો આત્મવિશ્વાસ ખુબ વધારી શકે.
  • આ ચારેય સગપણમાં લગભગ ઉંમર સરખી હોવાને કારણે ઘરમાં હસીમજાકવાળું અને ખુબ હળવાસવાળું વાતાવરણ રહે છે જે માતાની તાણ ઓછી કરે છે.

સહેલી અને અન્ય અનુભવી માતા :

  • ધાત્રી માતાએ પોતાની બહેનપણી અને અન્ય અનુભવી માતાને મળતા રહેવું જોઈએ. રૂબરૂ મળવાનું શક્ય ના હોય તો ફોનથી વાતો કરતા રહેવું જોઈએ.
  • અનુભવી માતા તો નિસ્વાર્થભાવે એક ડોક્ટરની ગરજ સારે છે. ક્યારેક માતાને ડોક્ટર કે કુટુંબીજનો પર વિશ્વાસ હોય તેનાથી વધુ વિશ્વાસ અનુભવી બહેનપણી પર હોય છે.
  • માતા પોતાની સહેલીને પોતાની કોઈ પણ સમસ્યા કહીને હળવી થી શકે છે. સહેલી પણ પુરા સમર્પિતભાવથી પોતાની સખીને મદદ કરે છે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો