મુલાકાતી નંબર: 430,120

Ebook
સ્તનપાન વખતે બાળક અને માતાની સચોટ સ્થિતિ ( proper attachment )
  • સૌથી પહેલા માતાએ પોતે પોતાને હળવાશ આપતી સ્થિતિ લેવી. જરૂર લાગે ત્યાં કમરની પાછળ ઓશીકું કે અન્ય તકિયાથી કમરને સહારો આપી શકાય. એક ગ્લાસ પાણી કે અન્ય કોઈ પણ પ્રવાહી પીવું. રૂમમાં હવા-ઉજાસ પૂરતા રાખવા. ઉતાવળથી, ફોન પર વાત કરતા કરતા, ખાતા ખાતા કે ૧૦ મિનિટમાં ધાવણ આપી દઈ પછી બહાર કામ માટે જઈશ એમ મિનિટો નક્કી કરી ધાવણ આપવા ના બેસવું.
  • યોગ્ય રીતે બ્રેસ્ટફીડીંગ કરાવવા માટે બાળકના મોમાં ફક્ત નીપલ નહીં, તેની આસપાસનો લગભગ ૨ સે.મી.નો કાળો ભાગ અને થોડો સ્તનનો ભાગ ( સ્તનમંડળ ) ખાસ કરીને નીચેનો ભાગ મોમાં આવવો જોઈએ.
  • જો માતા અને બાળકની સ્થિતિ સચોટ હશે તો ધાવણ આપતી વખતે માતાને ક્યારેય પીડા નહીં થાય. ધાવણ આપવાનો અનુભવ જો માતા માટે પીડાદાયક હોય તો સમજવું કે માતાની ધાવણ આપતી વખતની સ્થિતિ અયોગ્ય છે. સાચી સ્થિતિ જાણવા માટે તેણે ડોક્ટરને મળવું જોઈએ.
  • બાળકનું માથુ અને શરીર સીધી લાઈનમાં રહેવું જોઈએ. માથુ સ્તનની સામે અને નાક નીપલની સામે રહેવું જોઈએ. બાળક માતાના શરીરની બને તેટલું નજીક હોવું જોઈએ. માતા બાળકની નજરમાં નજર મેળવે છે. બાળકની દાઢી સ્તનને અડે છે. બાળકનું મોઢું એકદમ પહોળું હોઈ નીચેનો હોઠ બહાર વળેલો છે. માથુ સહારા વિના ઢળેલી સ્થિતિમાં રહે તેમ ના હોવું જોઈએ. બાળકનું માથું માતાનાં એક હાથમાં કોણીની અંદરના ભાગમાં હોય અને તેની પીઠ અને પગને માતાનો બીજો હાથ સહારો આપે ( ક્રેડલ પોઝીશન ). જન્મેલા બાળકને બ્રેસ્ટફીડીંગ આપતી માતાએ ખાસ ધ્યાન રાખવું કે તેના પગ અને થાપાને સહારો બરાબર આપો ફક્ત માથા અને ખભા ને નહીં ( જુઓ ચિત્રમાં ) s – ૩ 13, s – 4 – 18 ( બંને ઉપર નીચેના ), s – 5 - 20 unicefની ચોપડીમાંથી ચિત્ર લેવું.
  • માતાએ એક હાથથી પોતાનું સ્તન બાળકના મોમાં આપવું પણ બાળકનું નાક દબાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. બાળકના હોઠને નીપલ સાથેનો સંપર્ક કરાવો. મોટાભાગે તુરત બાળક જ તેનું મોઢું આખું ખોલશે અને થોડી જીભ આગળ લાવશે. તરતજ નીપલ, કાળોભાગ ( areola ) અને સ્તનનો થોડો ભાગ બાળકના મોમાં જાય તેમ સ્થિતિ આપી દેવી. પછી બાળક જાતે જ સ્તન ચૂસવા લાગશે. s – 10 – 39.
  • આ સમયે બાળક તેનું આખું મો પૂરેપૂરું ખોલે ત્યાં સુધી સહેજ રાહ જોવી કે જેથી સ્તનનો વધુમાં વધુ ભાગ બાળકના મોઢામાં જાય. બાળકને સ્તન પાસે લાવવાનું છે. માતાએ પોતે કે સ્તનને બાળક પાસે નથી લઇ જવાનું. બાળકનો નીચલો હોઠ હંમેશા નીપલની નીચે રહેવો જોઈએ જેથી માતાની નીપલ અને સ્તનની બાળકના મોઢામાં બરાબર પકડ આવે. બધુજ બરાબર હશે તો બાળકની દાઢી માતાનાં સ્તનને સ્પર્શશે. s – 3 – 13.
  • માતાએ ચાર આંગળીઓ સ્તનની નીચે અને અંગુઠો સ્તનની ઉપર રાખી હળવું દબાણ આપવું જેથી યોગ્ય પ્રમાણમાં તથા ધારથી દૂધ બાળકના મોમાં જાય અને બાળક મુશ્કેલી વિના દૂધ પી શકે.
  • આંગળીઓ દવારા દબાણ એટલું વધી પણ ના જવું જોઈએ કે જેનાથી તેનું મો પલળી જાય અને આંખ કે નાકમાં દૂધ ચાલી જાય. સહેજ દબાણની જરૂર શરૂઆતમાં જ પડશે. પછી તો બાળક પોતે જ ચુસશે અને દુધની ધાર આવશે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો