મુલાકાતી નંબર: 430,107

Ebook
15 સર….. બાળકો કેવું ભણે છે

સર ...મારા બાળકો કેવું ભણે છે?

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક અંગ્રેજી માધ્યમની શાળાના આચાર્ય તેમના પૌત્રને બતાવવા આવતા હતા. તેમણે એક હૃદયસ્પર્શી વાત કહી. તેમણે કહ્યું, ‘મારો મુખ્ય વિષય આમ તો ગણિત. પણ મેં જોયું કે શાળામાં દરેક કક્ષાના વિધાર્થીઓને હું ખુબ સુંદર રીતે ગણિત શીખવી શકતો પણ મારા બંને ગ્રાન્ડ ચાઈલ્ડને મારી સાથે ફાવતું ન હતું. કદાચ જન્મથી તેમણે મને દાદા તરીકે જોયો હશે આથી તેઓ મને શિક્ષક તરીકે સ્વીકારી ના શક્યા. હું મારા સંતાનોને જ્યારે ગણિત શીખવતો હતો ત્યારે તેમના પર તો થોડો શિક્ષાત્મક અભિગમ પણ રાખતો. તેઓ મને કમને મારી સાથે બેસતા અને તેઓ તો ભણીને મોટા પણ થઇ ગયા. પણ હું મારા પૌત્રો પર કડક હાથે કે પ્રેમથી બંને રીતે તેમને ભણાવવામાં નિષ્ફળ ગયો. બહુ વિચારી મેં મારી જ શાળાના એક યુવાન શિક્ષકને મારા ઘરે આવીને મારા પૌત્રોને ગણિત શીખવવાની જવાબદારી સોંપી. મને શંકા હતી કે નવા શિક્ષક સફળ થશે કે કેમ? પણ મારા આશ્ચર્ય વચ્ચે મારા બંને પૌત્રો પ્રેમથી નવા ટીચર સાથે બેસતા. તેમની વચ્ચે પણ દોસ્તી થઇ ગઈ. અને એક જ માસ બાદ મેં જોયું કે બંને બાળકો ઘરે ખુબ સુંદર રીતે ગણિત શીખી રહ્યા છે.’ આમ તો આચાર્યે કરેલી વાતમાં ખાસ નવું ન હતું. પણ હવે જે વાત તેમણે કહી તે વાતે મને જીવનમાં ઉતારવા જેવો પાઠ શીખવ્યો. મેં જ્યારે તેમને પૂછ્યું, ‘તમારી જ શાળાના શિક્ષક તમારે ઘરે આવતા તો તેમને ફાવતું?’ તેમણે કહ્યું, ‘મારા પૌત્રોની સામે હું તેમને ‘સર’ કહીને જ બોલાવતો. તેમના પ્રોગ્રેસ વિશે કોઈ પણ વાત બાળકોની સામે થતી હોય ત્યારે તેમને ખુબ સન્માનથી અને ‘સર’ કહીને જ હું તેમની સાથે વાત કરતો આથી જ મારા બાળકો સુંદર રીતે તેમની પાસે ભણી શક્યા. સ્કુલમાં હું તેમનો સાહેબ છું પણ ઘરે તો તેઓ મારા બાળકોનાં ગુરૂ છે આથી ઘરે તો તેઓ મારા પણ સાહેબ જ કહેવાય.’ ખરેખર ખુબ સુંદર વાત કહેવાય. સ્કુલમાં તેઓ પ્રિન્સિપાલ હતા, ઘરે પણ જો તેઓના બાળકોના શિક્ષક સામે તેઓ પ્રિન્સિપાલની રીતે જ ઉપસ્થિત થયા હોત તો તેમના બાળકો તેમની પાસે મનથી ભણી શક્યા ના હોત. શિક્ષક તો તેમની પૂરી કાર્યદક્ષતા સાથે ઘરે ભણાવે જ પણ આચાર્યે પણ તેમની સાથે જે નમ્રતા ભાવ દાખવ્યો તે શીખવા લાયક હતો.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો