મુલાકાતી નંબર: 430,088

Ebook
28 તે બાળકને મરાઠી ભાષા તરત આવડી ગઈ
અમદાવાદના મેમનગર વિસ્તારમાં આજથી ૨૦ વર્ષ પહેલા એક ફલેટમાં એક મહારાષ્ટ્રીયન કુટુંબ આવ્યું હતું. તેની બાજુમાં ગુજરાતી પરિવાર રહેતો હતો. ગુજરાતી પરિવારનું એક વર્ષનું એક બાળક તેનો મોટાભાગનો સમય મહારાષ્ટ્રીયન પરિવાર સાથે પસાર કરતુ હતું. બાળકના કુટુંબમાં ફક્ત માતાપિતા હતા જેમાં પિતા વ્યવસાયિક કારણોસર મહિનાનો મોટાભાગનો સમય શહેરની બહાર રહેતા. આમ આ બાળકે તેનાં એક થી ત્રણ વર્ષ સુધી નો સમય આ કુટુંબ સાથે વિતાવ્યો. દાદા દાદી સહિતના છ સભ્યો વાળા આ મહારાષ્ટ્રીયન પરિવાર સાથે સતત બે વર્ષ સુધી રહી આ બાળકે મરાઠી ભાષા સાંભળી. બાળક ત્રણ વર્ષનું થયું ત્યારે મરાઠી પરિવાર પાછુ મુંબઈ ચાલી ગયું, આની સાથે બાળકનો રોજનો મરાઠી સાંભળવાનો ક્રમ પણ તૂટી ગયો. ત્યારબાદ બાળકે તેનાં પરિવાર સાથે રહી ગુજરાતી અને અંગેજી ભાષા પર પ્રભુત્વ મેળવી સત્તરમાં વર્ષે બારમું ધોરણ પાસ કર્યું. હવે આગળના અભ્યાસાર્થે તેને પુના જવું પડ્યું. પુના પહોચ્યાના એક થી દોઢ માસમાં જ તેણે મરાઠી ભાષા સમજવા તેમજ બોલવા પર પ્રભુત્વ મેળવી લીધું. મરાઠી ભાષા આટલી ઝડપથી તેને કેમ આવડવા માંડે છે તેનું તેને પોતાને પણ આશ્ચર્ય થતું હતું. તેને મરાઠી ભાષા જાણે પોતીકી લાગી અને તે ભાષામાં વ્યવહાર કરવો ગમતો પણ હતો. મજાની વાત એ છે કે ત્રણ થી સત્તર વર્ષની વચ્ચે આ બાળકે બહુ ઓછી વાર મરાઠી બોલતા કોઈને સાંભળ્યા હતા. આ તરુણ જ્યારે પુનાથી તેનું પહેલું સેમિસ્ટર પત્યું અને અમદાવાદ આવ્યો ત્યારે મને મળવા આવ્યો અને તેણે તેનો આ અનુભવ મને કહ્યો. ૨૦૦૩ના વર્ષમાં અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રેલ્વે ક્રોસિંગ પાસે રહેતા પરિવારનું એક બાળક ભૂલથી ટ્રેનમાં ચઢી ગયું અને ઉત્તરપ્રદેશ પહોચી ગયું. . આ બાળક ત્યાં હિન્દી બોલતા શીખી ગયું. ત્રણ વર્ષ સુધી માત્ર ગુજરાતી ભાષા જ સાંભળેલ બાળકને પછીના ૧૧ વર્ષ માત્ર હિન્દી ભાષા જ સાંભળવા મળી હતી. છેક ૨૦૧૪માં તે હતો તે બાળગૃહમાં એક ગુજરાતી બોલતો બાળક આવ્યો તેને ગુજરાતી બોલતો સાંભળતાજ આ બાળકના મગજમાં સુસુપ્ત અવસ્થામાં સંગ્રહાયેલું ગુજરાતી જાણે સજીવન થઇ ગયું. અમદાવાદ અને તેના રહેઠાણ વિશેની ભાંગી-તૂટી માહિતી પરથી પોલીસે તેનો મેળાપ તેના પરિવાર સાથે ૧૧ વર્ષ પછી કરાવી આપ્યો. જર્મનીના એક અનાથાશ્રમમાંથી એક બ્રિટીશ દંપતીએ એક પાંચ વર્ષના બાળકને ૧૯૮૦ના અરસામાં દત્તક લીધું હતું. ત્યારબાદ ૨૦૦૮ સુધી માત્ર બ્રિટન રહેલાએ યુવાને તેની ૩૩ વર્ષની ઉંમરે વ્યાવસાયિક કારણોસર હવે જર્મની આવવું પડ્યું. ૫ થી ૩૩ વર્ષની ઉંમર સુધી અંગ્રેજી ભાષા ના સંપર્ક માં રહેલ અને ૨૮ વર્ષ સુધી જર્મન ભાષાથી દુર રહેલ એ યુવકને હવે જર્મન ભાષા પોતીકી લાગવા લાગી. પછીના માત્ર બે વર્ષ માં તેણે જર્મન ભાષામાં સુંદર કવિતાઓ અને વાર્તાઓ લખી. આ ત્રણેય ઉદાહરણો ઉપરથી એવું તારણ કરી શકાય કે બાળક જેવું સાંભળશે તેવું જ બોલશે. તેની ભાષાની સમજણની ઉંમર બાદ સાંભળેલું તો તરત થોડા સમયમાંજ બહાર આવતું જ હોય છે. પરંતુ તેની ભાષાની સમજણની ઉંમર પહેલા સાંભળેલું પણ મગજમાં સુષુપ્ત અવસ્થામાં વર્ષો સુધી કે જીવનભર સચવાયેલું રહે છે જે સાનુકુળ વાતાવરણ મળતા ગમે ત્યારે અને ખુબ જ સારી રીતે બહાર આવે છે. બાળકમાં સ્પીચના વિવિધ અભ્યાસો પણ જણાવે છે કે બાળકની ભાષા શીખવાની શરૂઆત આમ તો ગર્ભાવસ્થાના છઠ્ઠા મહિનાથી જ શરૂ થઇ જતી હોય છે. એક વર્ષ સુધીમાં બાળક દસ જેટલા વિવિધ શબ્દો શીખે છે જેમ કે ‘જે જે’, ‘ભૂ’, ‘ટા ટા’, ‘બાય’..વગેરે. એક થી બે વર્ષની વચ્ચે લગભગ પચાસ જેટલા વિવિધ શબ્દો અને બે શબ્દ ભેગા કરીને પણ બોલી શકે છે. જેમ કે ‘મને આપો’. બે થી ત્રણ વર્ષ વચ્ચે તે ખુબ ઝડપથી નવા શબ્દો અને ત્રણ કે ચાર શબ્દો ભેગા કરેલા વાક્યો પણ બોલી શકે છે. ચાર વર્ષના અંત સુધીમાં તો ૫૦૦ શબ્દોથી તે પરિચિત હોય છે. અને કવિતાઓ પણ ગાઈ શકે છે. હવે તેની સ્પીચનો આ વિકાસ સારો ત્યારે જ થશે જો એક થી ત્રણ વર્ષની વચ્ચે તે રોજના ૭૦૦ થી ૮૦૦ જેટલા શબ્દો સાંભળશે. આથી જ સંયુક્ત કુટુંબમાં વધારે સભ્યો બાળકને રમાડે અને બોલાવે તેને લીધે બાળકમાં ભાષાનો વિકાસ ઝડપથી થાય છે. ફક્ત માતા-પિતા સાથે એકલું બાળક હોય તે માતા પિતાએ રોજ અડધો કલાક જેટલું ઘરે આવતું ન્યુઝપેપર કે કોઈ પણ મેગેઝીનનું વાંચન બોલીને કરવું જોઈએ. આ સમયે બાળક ભલે રૂમના કોઈ પણ ખૂણામાં રમતું હોય. તેને મમ્મી કે પપ્પા શું બોલે છે તે શબ્દોની કે અર્થની સમજણ ના હોય. પણ તેમના જ મોઢે બોલાયેલા શબ્દો તેના મગજના સ્પીચ વિભાગમાં સંગ્રહાશે જરૂર જે આગળના વર્ષોમાં તે જ પ્રમાણે બહાર આવશે. આથી જ આપણે જોઈએ છીએ કે ઘણા બાળકો વર્ષો સુધી માતાપિતાથી દુર હોય છતા તેમણે જાહેરમાં ક્યાંક સ્પીચ કે કોઈ લેકચર આપવાનું હોય તો તેમના માતાપિતાની સ્પીચની જ અસર તેઓમાં દેખાય છે. રાજીવ ગાંધી જ્યારે જાહેરમાં સભામાં બોલતા ત્યારે લોકોને ઇન્દિરા ગાંધી બોલતા હોય તેવું જ લાગતું. ગોરપદુ કરનારા ઘણા બ્રામણોના બાળકો કથા બોલતા હોય ત્યારે જાણે તેમના પિતાનો અવાજ રોકોર્ડ કરીને હવે વગાડાતો હોય તેવું લાગે. ( દિવ્યભાસ્કર : એપ્રિલ ૨૦૧૫ )  

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો