Ebook
એ દિવસ હતો ૧૬ ઓક્ટોબર ૧૯૮૭ નો
  કર્ટની વોર્લ્શની ખેલદિલી એ દિવસ હતો ૧૬ ઓકટોબર ૧૯૮૭નો. તમે આ લેખ વાંચી રહ્યા હશો ત્યારે આજથી લગભગ ૨૯ વર્ષ પહેલાનો આ દિવસ ક્રિકેટ ઇતિહાસમાં ખેલદિલી અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ માટે લખાવાનો હતો. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે ૧૯૮૭ના ક્રિકેટ વર્લ્ડ કપની એક દિલધડક મેચ રમાઈ રહી હતી. બંને દેશો માટે આ મેચ ખુબ જ અગત્યની હતી. જે જીતે તે સેમીફાયનલમાં પહોચે અને જે દેશ હારે તે વર્લ્ડકપમાંથી ફેકાઇ જાય તેવી સ્થિતિ હતી. છેલ્લા દસકામાં વિશ્વભરના ધુરંધર બેટ્સમેનોને હંફાવનારા સ્ટાર બોલરો જેવાકે માલ્કમ માર્શલ, માઈકલ હોલ્ડીંગ, જોએલ ગાર્નર અને એન્ડી રોબર્ટ્સ વિના વેસ્ટ ઇન્ડીઝની ટીમ રમી રહી હતી. તેમનો સઘળો આધાર છ ફૂટ છ ઈંચની લંબાઈ પણ વિશાળ હદય ધરાવતા કર્ટની વોલ્શ પર હતો. વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ દાવ લઈને ૫૦ ઓવરમાં ૨૧૬ રન કર્યા હતા. પાકિસ્તાને જીતવા ૨૧૭ રન કરવાના હતા. ૪૯ ઓવરમાં પાકિસ્તાનની નવ વિકેટ પડી ચુકી હતી. છેલ્લે એ પરિસ્થિતિ આવીને ઉભી રહી કે જીત માટે પાકિસ્તાને ચાર બોલમાં ૧૨ રન કરવાના હતા. અબ્દુલ કાદિર અને છેલ્લો બેટ્સમેન સલીમ જાફર ક્રીઝ પર હતા. વેસ્ટ ઇન્ડીઝ તરફથી કર્ટની વોલ્શ ૫૦મી ઓવરમાં બોલિંગ કરી રહ્યો હતો. તે આ મેચમાં અદભુત ફોર્મમાં હતો. તેણે જાવેદ મિયાદાદ, સલીમ મલિક અને ઇમરાનખાન જેવા ધુરંધરોને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો. ૫૦મી ઓવર શરૂ થઇ ત્યાં સુધીમાં તે ૯ ઓવરમાં ૨૬ રન આપીને ચાર વિકેટ લઇ ચુક્યો હતો. બાકી રહેલા ચોથા, ત્રીજા અને બીજા બોલે કાદિરે અનુંક્રમે ૨, ૬ અને ૨ રન બનાવી લીધા હતા. હવે છેલ્લો બોલ બાકી હતો. પાકિસ્તાનને સેમી ફાયનલમાં પહોચવા ૨ રન જોયતા હતા. વેસ્ટ ઇન્ડીઝને સેમી ફાયનલમાં પહોચવા ૧ વિકેટ જોઈતી હતી. સામાન્ય રીતે આવી સ્થિતિ હોય ત્યારે ત્રણ શક્યતા રહે. કોઈ એક ટીમ હારે, એ જ ટીમ જીતે અથવા મેચ ટાઈ (બરાબરની) થાય. પણ અહીં કોઈએ પણ નાં વિચારી હોય તેવી ચોથી શક્યતા થવાની હતી. કર્ટની વોલ્શે દોડવાનું ચાલુ કર્યું. આખા સ્ટેડિયમમાં નીરવ શાંતિ છવાઈ ગઈ હતી. જ્યારે વોલ્શ બોલ ફેંકવા અમ્પાયર સુધી પહોચ્યા ત્યારે હાજર પ્રેક્ષકોનાં શ્વાસ જાણે ડબલ ગતિમાં ધડકતા હતા. પણ આ શું? કર્ટની વોલ્શે બોલ ફેક્યો જ નહીં. નન સ્ટ્રાઈકર એન્ડ પર રહેલ સલીમ જાફર બોલ ફેંકાયા પહેલા ક્રીઝની બહાર ચાર ડગલાં દોડી ગયો હતો. વોલ્શે ધાર્યું હોત તો શાંતિથી બેલ્સ ઉડાવી સલીમ જાફરને રન આઉટ કરી મેચ ખીસામાં મૂકી દીધી હોત. પણ વોલ્શે આવું નાં કર્યું. માણસનું ખરું વ્યક્તિત્વ તેણે બધું જ ગુમાવી દીધું હોય અથવા તેને છેલ્લી તક મળતી હોય ત્યારે તે જે વર્તન કરે તેમાં પ્રગટ થાય છે. કમરે હાથ રાખી ખુબ જ નમ્રતાથી વોલ્શે સલીમ જાફરને ક્રિઝમાં પાછા આવી જવા વિનંતિ કરી. હવે જ્યારે તેણે છેલ્લો બોલ ફરી નાખ્યો ત્યારે કાદિરે બે રન મેળવી પાકિસ્તાનને જીતાડી આપ્યું. વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ વર્લ્ડકપના ઇતિહાસમાં પહેલી વખત સેમીફાઈનલ સુધી પણ નાં પહોચી શક્યું. ભલે વેસ્ટ ઇન્ડીઝ મેચ હારી ગયું પણ આજે એ પ્રસંગના ૨૯ વર્ષ પછી પણ ક્રિકેટ રસિકો આ ખેલદિલ ઘટના ભૂલી શક્યા નથી. વોલ્શે દુનિયાને એ બતાવી આપ્યું કે જીત કે હાર મહાન નથી પરંતુ રમત મહાન છે. ક્રિકેટ ચાહકોના દિલમાં વોલ્શે કાયમી સ્થાન લઇ લીધું હતું. દુનિયાભરના અખબારોએ આ મેચના પરિણામ કરતા આ ઘટનાને પ્રથમ પાને મહત્વ આપ્યું હતું. ક્રિકેટમાં જ્યારે જ્યારે સ્પોર્ટ્સમેન સ્પિરિટની વાત આવે છે ત્યારે આ મેચ અને કર્ટની વોલ્શનું ઉદાહરણ યાદ કરવામાં આવે છે. પાકિસ્તાનના જર્નલ ઝિયા ઉલ હકે વોલ્શની ખુબ પ્રશંસા કરી અને કરાંચીનું પ્રખ્યાત હાથેથી ભરેલું કાર્પેટ ભેટમાં આપ્યું. અહીં એ ખાસ ઉલ્લેખ કરવો જોઈએ કે ICC એ (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે) ઈ.સ ૨૦૧૦માં કર્ટની વોલ્શને ક્રિકેટમાં તેની વીશીષ્ટ સેવાઓ બદલ ‘હોલ ઓફ ફેઈમ’ ક્રિકેટરોની યાદીમાં તેનું નામ સમાવિષ્ટ કરી તેમને સન્માનિત કર્યા. કર્ટની વોલ્શે ટેસ્ટમાં ૫૧૯ અને વનડે ક્રિકેટમાં ૩૨૧ એમ કુલ થઈને ૮૨૦ જેટલી વિકેટો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લીધી હતી. ડો. આશિષ ચોક્સી અમદાવાદ drashishchokshi.com @drashishchokshi (twitter)

11 ટિપ્પણીઓ

  1. લેખકDr Taral Bakshi

    on October 15, 2016 at 6:57 pm - Reply

    Wah very informative and fantastic.

    • લેખકDr.Ashish Chokshi

      on October 16, 2016 at 11:28 am - Reply

      Dr.Ashish Chokshi

      thanks taralbhai

  2. લેખકNidhish

    on October 16, 2016 at 2:23 am - Reply

    Adbhoot
    You know so much
    Regards

    • લેખકDr.Ashish Chokshi

      on October 16, 2016 at 11:28 am - Reply

      Dr.Ashish Chokshi

      thanks nidhishbhai

  3. લેખકDr. Anil K. Patel

    on October 16, 2016 at 2:40 am - Reply

    Nice article

  4. લેખકDr. Anil K. Patel

    on October 16, 2016 at 2:42 am - Reply

    Nice article.

    • લેખકDr.Ashish Chokshi

      on October 16, 2016 at 11:27 am - Reply

      Dr.Ashish Chokshi

      thanks anilbhai

  5. લેખકhina

    on October 16, 2016 at 11:03 am - Reply

    Rather then winning playing is important…in last badminton match in Olympics 2016…p v sindhu won hearts by congratulating first her opponent to whom she lost her gold medal….

    • લેખકDr.Ashish Chokshi

      on October 16, 2016 at 11:27 am - Reply

      Dr.Ashish Chokshi

      right it is sportsman spirit

  6. લેખકDr Shail Patel

    on October 27, 2016 at 3:30 pm - Reply

    Dear Ashish,
    Good. Keep it up.

    • લેખકDr.Ashish Chokshi

      on November 4, 2016 at 4:31 am - Reply

      Dr.Ashish Chokshi

      thanks shail

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો